Bombay (Mumbai) - 9 February 1984
Public Question & Answer
1:32 | ઘણા પ્રશ્નો આવ્યા છે, |
1:36 | એક આખું પૅકૅટ છે. |
1:43 | તમે એક પ્રશ્નની પાસે કેવી રીતે જાવ છો? |
1:50 | શું પ્રશ્ન કરતાં |
જવાબ વધુ મહત્ત્વનો છે, | |
2:00 | કે પછી પ્રશ્નમાં જ |
જવાબ સમાયેલો છે? | |
2:09 | તેથી આ પ્રશ્નોમાં આપણે ઊંડા ઊતરીએ |
તે પહેલાં આપણે પૂછી રહ્યાં છીએ કે, | |
2:16 | તમે પ્રશ્નને કેવી રીતે ગ્રહણ કરો છો, |
તમે પ્રશ્નને કેવી રીતે જુઓ છો, | |
2:22 | તમે પ્રશ્નનો કેવી રીતે પ્રતિભાવ આપો છો. |
2:31 | કે પછી, તમે માત્ર |
પ્રશ્નનો જવાબ શોધવા મથી રહ્યાં છો - | |
2:39 | જો તમે જવાબ શોધવા મથી રહ્યાં હો, |
2:41 | તો પ્રશ્ન કરતાં જવાબ |
વધુ મહત્ત્વનો છે. | |
2:49 | માટે, આપણે એમ કહીએ છીએ કે |
તે બહુ મહત્ત્વનું છે કે | |
2:54 | તમે પ્રશ્નની પાસે કેવી રીતે જાવ છો. |
3:04 | અને તેની રીત મહત્ત્વની છે - |
3:06 | તમે પ્રશ્નને કેવી રીતે તપાસો છો - |
3:11 | કારણ કે જવાબ |
પ્રશ્નની અંદર જ રહેલો છે, | |
3:16 | પ્રશ્નથી દૂર નથી. |
3:19 | મને આશા છે કે આ સ્પષ્ટ છે, |
3:23 | કે આપણે બંને પ્રશ્નનો ઉકેલ |
શોધવા મથી રહ્યાં છીએ, | |
3:34 | પરંતુ આપણે કહીએ છીએ કે |
પ્રશ્નનાં મૂળ સ્વરૂપ તથા સામગ્રીને સમજવાં | |
3:41 | તે ઘણું વધારે |
મહત્ત્વનું છે. | |
3:50 | તો આપણે બંને, |
તમે અને વક્તા, | |
3:56 | પ્રશ્નને જ |
કાળજીપૂર્વક તપાસીશું, | |
4:02 | અને પછી પ્રશ્નને |
સમજવામાં, | |
4:05 | પ્રશ્નની તપાસમાં જ તેનો |
જવાબ રહેલો છે. | |
4:11 | મને આશા છે કે આ સ્પષ્ટ છે. |
4:17 | અહીં ઘણા પ્રશ્નો આવેલા છે |
અને તમે અને વક્તા સાથે મળીને | |
4:28 | પ્રશ્નના મૂળ સ્વરૂપનું |
નિરીક્ષણ કરીશું, | |
4:35 | અને ત્યાર પછી કદાચ |
4:36 | આપણે પ્રશ્નની પોતાની અંદર જ |
જવાબને શોધી શકીશું. | |
4:43 | શું આ એકદમ સ્પષ્ટ છે? |
4:48 | તો આપણે સૌ પહેલાં |
આ પ્રશ્નોને વાંચીશું. | |
4:54 | પહેલો પ્રશ્ન: સૌંદર્ય એટલે શું? |
4:58 | શા માટે આપણને સુંદર વસ્તુઓ |
ગમે છે? | |
5:04 | સૌંદર્ય એટલે શું, અને એવું કેમ છે કે |
આપણને સુંદર વસ્તુઓ ગમે છે? | |
5:16 | આ છે પ્રશ્ન. |
5:20 | તો, આપણે સાથે મળીને |
પ્રશ્નને તપાસીશું, તેનું નિરીક્ષણ કરીશું, | |
5:24 | પ્રશ્નમાં, તેની અંદર રહેલી |
સામગ્રીમાં શોધ કરીશું. | |
5:31 | શું આ સ્પષ્ટ છે? |
5:35 | પ્રશ્નકર્તા પૂછે છે, સૌંદર્ય એટલે શું. |
5:42 | હવે જયારે તમે આ હૉલમાં ચારેબાજુ જુઓ, |
તો શું તે સુંદર છે? | |
5:52 | જયારે તમે સાંજે |
આકાશમાં જુઓ, | |
5:57 | તેમાં એક અટૂલો તારો હોય, |
તો શું તે સુંદર છે? | |
6:04 | અથવા જયારે તમે અદ્દભુત સૂર્યાસ્તને જુઓ, |
6:10 | રંગોથી સભર, અતિશય ઊંડાણવાળો, |
અતિશય વિસ્તરેલો, | |
6:17 | અને અખિલ સૃષ્ટિ |
પ્રકાશ અને રંગોથી સભર હોય, | |
6:22 | તો શું તે સુંદર છે? |
6:25 | અથવા માત્ર માણસે બનાવેલી વસ્તુઓ જ |
સુંદર છે? | |
6:36 | માણસે દેવળો, |
મંદિરો, ચર્ચ | |
6:45 | તથા વિવિધ પ્રકારની મસ્જિદો |
આખા વિશ્વમાં બનાવ્યાં છે. | |
6:52 | તો, માનવનિર્મિત ચીજો જેવી કે ચિત્ર, |
6:58 | કાવ્ય, શિલ્પ, મકાન, |
7:04 | જે બધાં માણસે બનાવેલાં છે, |
અને શું તેથી તે સુંદર છે? | |
7:11 | એટલે કે, શું માણસ |
સૌંદર્યનું માપ છે, | |
7:17 | કે માણસ બધી ચીજોનું પરિમાણ છે? |
7:23 | શું આપણે એકબીજાને સમજીએ છીએ? |
7:33 | આપણે પૂછીએ છીએ કે એ શોધી કાઢો |
કે સૌંદર્ય એટલે શું. | |
7:38 | આ ઘણો જટિલ પ્રશ્ન છે |
અને આપણા પોતાના માટે | |
7:44 | સૌંદર્ય એટલે શું તે શોધવું |
એ ખૂબ સંવેદનશીલતા માગે છે. | |
7:51 | તમે એક અદ્દભુત સૂર્યાસ્તને, |
7:57 | વહેલી પરોઢે વૃક્ષોની ઉપર |
ઊગતા સૂર્યને જુઓ છો. | |
8:04 | અથવા તમે એક વિશાળ પર્વતને જુઓ છો, |
અને ઉપર સાફ ભૂરું આકાશ, | |
8:13 | કોમળ, અચલ, નીરવ, |
8:17 | અસાધારણ સૌંદર્ય, વિપુલ |
ભવ્યતાનું ભાન, | |
8:24 | વિસ્મયનો ભાવ. |
8:28 | જયારે આવું બને, |
8:31 | એટલે કે જયારે તમે કોઈ |
મહાન, અદ્દભુત વસ્તુને જુઓ, | |
8:37 | ત્યારે શું થાય છે? |
8:43 | જયારે તમે એક અદ્દભુત સૂર્યાસ્તને |
સમુદ્ર ઉપર જુઓ, અને સૂર્યાસ્તનો | |
8:52 | અતિ ચમકતો પ્રકાશ જુઓ, |
8:57 | ત્યારે તમારી અંદર શું બને છે? |
9:06 | મહેરબાની કરીને, આપણે સાથે મળીને |
કાળજીપૂર્વક તપાસ કરી રહ્યાં છીએ. | |
9:10 | તમે માત્ર વક્તા તમારા પ્રશ્નનો જવાબ |
આપે તેની રાહ નથી જોઈ રહ્યાં. | |
9:17 | આપણે સાથે મળીને |
પ્રશ્નનું નિરીક્ષણ કરી રહ્યાં છીએ, | |
9:22 | પ્રશ્ન જે પણ હોય - |
રાજનૈતિક, આર્થિક, સામાજિક, વગેરે. | |
9:29 | અહીં પ્રશ્નકર્તા પૂછી રહ્યો છે, |
‘સૌંદર્ય એટલે શું?’ | |
9:38 | આપણે કહી રહ્યાં છીએ કે |
સૌંદર્ય ત્યારે જ સંભવે | |
9:43 | જયારે સ્વ, ‘હું’ ન હોય. |
9:51 | માનવનિર્મિત ચીજો જેવી કે ચિત્ર, |
9:59 | એક વૃક્ષ કે માણસનો |
અદ્દભુત ફોટોગ્રાફ, | |
10:08 | અથવા કોઈ ધસમસ વહેતી |
પ્રકાશથી ભરેલી છલોછલ નદીનો ફોટોગ્રાફ, | |
10:17 | જયારે તમે આ બધું જુઓ, |
પૃથ્વીનો ચમત્કાર, | |
10:23 | પૃથ્વીનું સૌંદર્ય, |
જયારે તમે કશુંક | |
10:31 | અસાધારણપણે સુંદર જુઓ છો |
ત્યારે તમારી અંદર શું બને છે? | |
10:37 | તે પળ પૂરતું તમારું અસ્તિત્વ નથી હોતું. |
10:44 | તમે અને તમારી સમસ્યાઓ, |
તમારી ચિંતાઓ, | |
10:48 | તમારાં રોજેરોજનાં પરિશ્રમ, |
વિટંબણા, ગૂંચવણ, | |
10:53 | જયારે તમે કોઈ ભવ્યતમ સુંદર વસ્તુને નિહાળો, |
10:59 | ત્યારે તે વસ્તુ આ બધાંને |
વિખેરી નાખે છે, દૂર ભગાડી દે છે. | |
11:07 | તે પળે તમે હોતા નથી. |
શું તમે આની સાથે સંમત છો? | |
11:14 | શું તમે આ બધું સાંભળી રહ્યાં છો? |
11:18 | જો તમે સાંભળી રહ્યાં હો, અને |
તમે સૌંદર્યને જુઓ, કે અનુભવો - | |
11:30 | અસાધારણ સૌંદર્ય, માત્ર |
સ્ત્રી કે પુરુષનું શારીરિક સૌંદર્ય નહીં - | |
11:38 | જયારે તમે તે અનુભવો, ત્યારે તે સૅકન્ડ |
માટે તમારી જાત ત્યાં નથી હોતી. | |
11:47 | હું તેને મહાન સૌંદર્ય |
ગણું છું. | |
11:53 | અને એ પણ - |
11:57 | આ બહુ ઘોંઘાટવાળી જગ્યા છે, નહીં? - |
12:01 | અને પ્રશ્ન એ પણ છે કે, |
12:05 | શા માટે આપણને જે સુંદર હોય |
તે ગમે છે? | |
12:11 | તથા તે પ્રશ્નમાં એ પણ અભિપ્રેત છે કે, |
12:14 | શા માટે આપણે જે કદરૂપું, ગંદું છે |
તેને સહન કરીએ છીએ? | |
12:20 | જેમ કે મુંબઈના કચરાવાળા રસ્તાઓ. |
12:24 | શા માટે આપણે તેને સહન કરીએ છીએ, |
શા માટે આપણે તેને ચલાવી લઈએ છીએ? | |
12:29 | તમે કદાચ કહો, |
'એ અમારી જવાબદારી નથી, | |
12:33 | એ જવાબદારી |
સરકારની છે', | |
12:36 | અને સરકાર ભ્રષ્ટ છે |
અને તેથી બધું વેરવિખેર થઈ જાય છે. | |
12:43 | પરંતુ આપણે આસપાસના વાતાવરણ પ્રત્યે |
સંવેદનાપૂર્વક જાગૃત છીએ? | |
12:57 | જે ઓરડામાં આપણે રહેતા હોઈએ, |
શું તે વ્યવસ્થિત, સ્વચ્છ, | |
13:04 | બરાબર ગોઠવાયેલો છે કે નથી, |
આ બધા પ્રત્યે આપણે જાગૃત છીએ? | |
13:10 | કે પછી આપણે દરેક વસ્તુ બસ સહન કરી લઈએ છીએ? |
13:18 | અને તેથી આપણામાંના મોટાભાગના લોકો - |
13:22 | જયારે તમે કાયમ, |
રોજેરોજ ગંદકી, | |
13:29 | ધૂળ, એક માણસનું બીજા માણસ |
સામે પાશવીપણું જુઓ, | |
13:36 | ત્યારે તમે તેનાથી ટેવાઈ જાવ છો, તમારી |
સંવેદનશીલતા મંદ પડી જાય છે, કટાઈ જાય છે, | |
13:44 | અને એટલે તમે જે સુંદર છે તેને |
વાસ્તવમાં ક્યારેય જોતા નથી. | |
14:09 | બીજો પ્રશ્ન: શું વિચારની દખલ વિના |
વાસ્તવનો બોધ થવો | |
14:17 | શક્ય છે? |
14:20 | શું વિચારની દખલ વિના |
વાસ્તવનો બોધ થવો શક્ય છે? | |
14:32 | તમે પ્રશ્ન સમજો છો? |
14:36 | શું એક વૃક્ષનો બોધ થવો શક્ય છે, |
અથવા તમારી પત્ની કે તમારા પતિનો, | |
14:50 | તમારા ઉપરી કે તમારા કર્મચારીનો, |
તમારા નોકરનો, | |
14:57 | અથવા તમારી આજુબાજુની કુદરતનો, |
15:00 | આ બધાંનો વિચારની દખલ વિના |
બોધ થવો શક્ય છે? | |
15:11 | જો પ્રશ્ન સ્પષ્ટ હોય, |
15:16 | તો એનો અર્થ કે શું તમે એક વૃક્ષને જોઈ શકો, |
અથવા પ્રતિપદાના ચન્દ્રને, | |
15:27 | કે પછી સૂર્યાસ્તને, |
15:31 | અથવા તમારી પત્ની કે તમારા પતિને, |
અને તમારાં સંતાનોને જોઈ શકો, | |
15:37 | વિચાર તમારા બોધની |
આડે આવ્યા વિના? | |
15:47 | આ છે પ્રશ્ન. |
15:52 | ચાલો આપણે પ્રશ્નને તપાસીએ. |
15:57 | આપણે બોધ થવાનો શો અર્થ કરીએ છીએ |
- બોધ થવો, અવલોકવું? | |
16:12 | જયારે તમે તમારી પત્ની |
કે તમારા પતિનો, | |
16:15 | અથવા તમારી પ્રેયસી કે તમારા |
પુત્રનો બોધ કરો, | |
16:20 | ત્યારે તમે તેઓને વાસ્તવમાં |
જેવા છે તેવા જુઓ છો, | |
16:26 | કે પછી તમારી પાસે તેઓનું એક ચિત્ર છે, |
તેઓની એક માનસિક છબી છે, | |
16:38 | અને તે માનસિક છબી દ્વારા, |
16:40 | સ્મૃતિઓ અને નિષ્કર્ષોના |
રંગીન કાચ મારફત | |
16:47 | તમે જુઓ છો? |
16:52 | મહેરબાની કરીને, વક્તા જે કહી રહ્યો છે |
તેને કૃપયા ચકાસો. | |
16:58 | તમારી પોતાની પત્નીને કે તમારા પતિને, |
17:02 | તમારા પાડોશીને કે તમારા ઉપરી |
વગેરેને ચકાસી જુઓ, | |
17:07 | કે શું તમે તેઓને કોઈ વિચાર કે |
17:10 | માનસિક છબી કે શબ્દની એક પણ |
હિલચાલ વિના જોઈ શકો છો. | |
17:22 | ધારો કે હું પરિણીત છું - જે હું નથી - |
પણ ધારો કે હું પરિણીત છું. | |
17:31 | હું મારી પત્ની સાથે વીસ કે ત્રીસ વર્ષોથી |
અથવા પંદર દિવસોથી જીવું છું, | |
17:38 | અને તે સમયગાળા દરમ્યાન |
17:44 | મેં વિવિધ |
બનાવો, દુર્ઘટનાઓમાંથી | |
17:51 | તેની એક માનસિક છબી બનાવી છે. |
17:55 | પત્નીએ મારા વિષે એક માનસિક છબી બનાવી છે. |
18:00 | આ માનસિક છબીઓ, આ સ્મૃતિઓ |
18:05 | મને પત્નીને વાસ્તવમાં, |
તે જેવી છે તેવી જોતાં અટકાવે છે. | |
18:12 | અને પછી પ્રશ્ન ઉદ્ભવે છે: |
18:15 | શું કોઈ માણસને |
જોવું શક્ય છે, | |
18:20 | ભલે તે મારી પત્ની હોય |
કે પાડોશી, કે કોઈ અજાણ્યો માણસ હોય, | |
18:28 | તેઓને વિચારની કોઈ પણ |
હિલચાલ વિના જોવા. | |
18:36 | પ્રશ્નકર્તા જે પૂછે છે |
તે આ છે. | |
18:42 | તમે ત્યાં બેઠાં છો અને |
વક્તા અહીં બેઠેલો છે. | |
18:48 | દેખીતી રીતે જ, તમે |
વક્તાની એક માનસિક છબી, એક નિષ્કર્ષ, | |
18:58 | અને સ્મૃતિઓ સાથે અહીં આવ્યાં છો, |
ખરું, સર? | |
19:10 | તમે મારા પ્રશ્નનો પ્રતિભાવ આપી રહ્યાં છો? |
19:15 | શું તમે વક્તાનું અવલોકન કરી શકો, |
19:19 | તેને વિષે તમે બનાવેલી |
સઘળી કીર્તિ વિના, | |
19:26 | તેના વિષે કહેવાયેલી |
બધી વાતો વિના, | |
19:30 | અને તમે તેના વિષે કદાચ જે કંઈ વાંચ્યું હોય, |
અથવા તેણે જે કંઈ કહ્યું હોય, | |
19:37 | - તે સઘળું બાજુ ઉપર મૂકવું |
અને તેને જોવો, તેનું અવલોકન કરવું. | |
19:37 | - તે સઘળું બાજુ ઉપર મૂકવું |
અને તેને જોવો, તેનું અવલોકન કરવું. | |
19:45 | શું તમે તેમ કરશો, તમે તેવું કરી શકો? |
19:50 | એટલે કે, કોઈ વસ્તુને જોવી, |
કે કોઈ વ્યક્તિને જોવી, | |
19:57 | ભૂતકાળની કોઈ સ્મૃતિ, |
નિષ્કર્ષ કે સ્મરણ વિના. | |
20:03 | માત્ર નવેસરથી જોવું - |
શું તે શક્ય છે? | |
20:11 | એનો અર્થ કે તમારા અવલોકનમાં |
વિચારના હસ્તક્ષેપ વિના. | |
20:20 | જો તમે ક્યારેય એવો પ્રયત્ન કર્યો હોય, |
અથવા જો તમે ક્યારેય એવું કરો, | |
20:25 | તો તમે જોશો કે |
સૌથી અનોખી વસ્તુઓ બનશે. | |
20:28 | તમે જેના વિષે ક્યારેય વિચાર્યું ન હોય, |
તેવી કોઈ વસ્તુને શોધવાનું તમે શરૂ કરો છો. | |
20:34 | તમે કોઈ બિલકુલ નવી વસ્તુને |
શોધવાનું શરૂ કરો છો. | |
20:41 | જો તમે તમારી પત્નીને |
કે તમારા પતિને જુઓ, | |
20:46 | તમે તેના વિષે તેમ જ તેણે તમારા વિષે |
ભેગી કરેલી | |
20:52 | સઘળી સ્મૃતિઓ વિના, |
20:56 | તો તમે તમારી પત્નીને, કે તમારા પતિને |
પહેલી વાર નવેસરથી જુઓ છો! | |
21:04 | તેનાથી સંબંધ |
હંમેશાં નવીન, તાજો રહે છે. | |
21:13 | પુરાણી સ્મૃતિઓ કાર્યરત નથી થતી |
અને હસ્તક્ષેપ નથી કરતી. | |
21:19 | તમે ક્યારેય આવો પ્રયત્ન કર્યો છે? |
કે પછી તમે માત્ર સાંભળો છો - | |
21:24 | 'હા, આ બહુ ભવ્ય લાગે છે, પણ હું આ |
કરી શકું નહીં', અને આગળ જતાં રહો છો. | |
21:33 | જો તમે ખરેખર |
એક કે બે વાર એવું કરો, | |
21:39 | પત્ની કે પતિ વિષે |
તમે ભેગી કરેલી | |
21:44 | સઘળી સ્મૃતિને દૂર મૂકી દો, |
21:49 | તો તમે તે વ્યક્તિને |
પહેલી વાર નવેસરથી જુઓ છો. | |
21:59 | અને જયારે તમે તે વ્યક્તિને |
નવેસરથી જુઓ છો, | |
22:02 | ત્યારે કશુંક તદ્દન નવું બને છે, |
22:05 | એક નવા પ્રકારનો સંબંધ |
આકાર પામે છે. | |
22:26 | ત્રીજો પ્રશ્ન: કોઈ માણસ એક એવા પતિ સાથે |
કેવી રીતે રહી શકે જે તેની સંભાળ નથી રાખતો? | |
22:37 | માણસ એવા પતિ સાથે કેવી રીતે |
રહી શકે જે તેની સંભાળ નથી રાખતો? | |
22:43 | હું નથી જાણતો. |
22:57 | ચાલો આપણે પ્રશ્નની અંદર તપાસ કરીએ. |
23:09 | પતિ એટલે શું, |
અને પત્ની એટલે શું? | |
23:18 | અમેરિકામાં અને |
દુનિયાના અન્ય ભાગોમાં | |
23:25 | છોકરો અને છોકરી એકસાથે રહે છે - |
23:28 | લગ્નવિધિમાંથી |
પસાર થયા વિના, | |
23:33 | કે રજિસ્ટ્રાર પાસે લગ્નની |
નોંધણી કરાવ્યા વિના. | |
23:39 | એ એક વસ્તુ છે: |
છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના | |
23:45 | કે લગ્નની સત્તાવાર નોંધણી કરાવ્યા વિના |
એકસાથે રહે છે. | |
23:54 | અને પછી બીજી બાજુ છે: |
23:58 | તમે એક પુરુષ અને એક સ્ત્રી |
વચ્ચે એક વિધિ કરો છો, | |
24:03 | અને એ વિધિ |
- ચર્ચમાં કે રજિસ્ટ્રાર પાસે જવું - | |
24:10 | તમને સત્તાવાર રીતે |
પતિ અને પત્ની બનાવે છે. | |
24:17 | આ બંનેમાં |
શો ફરક છે? | |
24:23 | તમે મારો પ્રશ્ન સમજો છો? |
24:25 | એક પુરુષ અને એક સ્ત્રી |
લગ્નવિધિમાંથી | |
24:31 | પસાર થયા વિના |
એકસાથે રહે, | |
24:35 | અને એક પુરુષ અને એક સ્ત્રી |
મોંઘી લગ્નવિધિમાંથી | |
24:42 | પસાર થાય - |
24:48 | આ બંનેમાં |
શો ફરક છે? | |
24:53 | એક પાસે કાયદેસરનો કાગળ છે, |
જે કહે છે કે તમે પતિ અને પત્ની છો. | |
25:02 | સમાજ કહે છે કે તમે પરિણીત છો, |
25:08 | તમારી પોતાની પત્નીની, |
સંતાનોની સંભાળ લેવાની | |
25:12 | વગેરે કેટલીક જવાબદારીઓ છે. |
25:15 | અને બીજી બાજુ, જે લોકો |
ચર્ચ વગેરેમાં નથી જતા, | |
25:21 | કે લગ્નવિધિમાંથી પસાર નથી થતા, |
25:26 | તે લોકો પણ કાં તો ખૂબ બિનજવાબદાર છે, |
અથવા તો ખૂબ જવાબદાર છે. | |
25:33 | બંને જવાબદાર છે. |
25:38 | જો તેઓ સહજીવનને |
ગંભીરતાપૂર્વક લે, | |
25:44 | તો બંને જવાબદાર છે. |
25:48 | આપણે પૂછીએ છીએ કે, |
પતિ એટલે શું, અને પત્ની એટલે શું? | |
25:56 | તમે આ પ્રશ્નનો જવાબ આપો. |
25:58 | હું ધારું છું કે અહીં આવેલા |
લોકોમાંથી મોટાભાગના પરિણીત છે, | |
26:05 | અથવા તમારે સ્ત્રીમિત્ર છે - |
કદાચ ભારતમાં એટલું બધું નહીં, | |
26:10 | પરંતુ યુરોપમાં અને અમેરિકામાં |
આ બહુ સામાન્ય છે. | |
26:16 | તો પતિ એટલે શું? |
26:21 | પતિ કામ કરે છે, |
ઑફિસ જાય છે, | |
26:26 | અથવા કોઈક પ્રકારનું કામ કરવા |
નવથી પાંચ વાગ્યા સુધી જાય છે, | |
26:37 | મોટાભાગનો દિવસ ઑફિસમાં વિતાવે છે, |
સુખકર કે દુઃખકર, | |
26:44 | કારખાનામાં કે બીજે ક્યાંક, |
અને પછી ઘરે આવે છે. | |
26:49 | પત્ની - સ્ત્રી - ભોજન બનાવે છે, |
26:53 | અને - જો સંતાનો હોય તો - |
સંતાનોની સંભાળ રાખે છે વગેરે. | |
27:00 | આ આપણો રોજિંદો નિત્યક્રમ છે. |
27:07 | તમે આની સાથે સંમત છો? |
27:09 | ઓહ, ભગવાનને ખાતર. હા? |
27:13 | આખી દુનિયામાં આ જ |
બની રહ્યું છે. | |
27:16 | સ્ત્રી ઘરે રહે છે, |
27:18 | અથવા તે પણ વધુ ધન |
કમાવા માટે ઑફિસ જાય છે, | |
27:24 | અને સામાન્ય રીતે પત્ની |
જો સંતાનો હોય તો સંતાનોની સંભાળ રાખે છે, | |
27:32 | અને ઘરે રહે છે. |
27:35 | આ બે વ્યક્તિઓ |
વચ્ચે શો સંબંધ છે? | |
27:40 | પતિ જે નવથી પાંચ |
કામ કરે છે, | |
27:45 | અને પત્ની જે પણ નવથી પાંચ |
કામ કરવા જાય છે, | |
27:52 | તેઓનો સંબંધ શો છે? |
27:57 | તમે ક્યારેય આ વિષે વિચાર્યું છે? |
28:01 | જીવન વધુ ને વધુ જટિલ, |
વધુ ને વધુ મોંઘું | |
28:04 | બની રહ્યું છે, |
28:06 | માટે પુરુષ અને સ્ત્રી બંનેએ |
કામ કરવું પડે છે. | |
28:14 | અને જો તેઓને સંતાનો હોય, |
જે કદાચ કમનસીબે હોય છે, | |
28:20 | તો સંતાનોનું શું થાય છે? |
28:23 | સ્ત્રી ઘરે આવે છે, |
કે પુરુષ ઘરે આવે છે, બંને થાકેલા, | |
28:30 | અને શું તેઓ કામવાસના સિવાય |
એકબીજાની બીજી કોઈ સંભાળ રાખશે? | |
28:36 | શું તેઓ ખરેખર સંભાળ રાખશે? |
28:40 | તમે વક્તાને આ પ્રશ્ન પૂછો છો, |
28:46 | અને તેણે જવાબ આપવાનો છે |
એમ ધારો છો. | |
28:50 | તમારે આ પ્રશ્ન તમારી જાતને |
કરવો જોઈએ, અને વક્તાને નહીં. | |
28:58 | પ્રશ્ન છે: |
29:02 | માણસ એવા પતિ સાથે કેવી રીતે |
રહી શકે જે તેની સંભાળ નથી રાખતો? | |
29:11 | કાં તો તમે પુરુષને ગુડબાય કહી દો, |
અથવા તો તમે સહન કરી લો. | |
29:22 | સામાન્ય રીતે આવું બને છે, |
તમે તે સહન કરી લો છો; | |
29:27 | એકબીજા પ્રત્યે |
વધુ ને વધુ ઉદાસીન, | |
29:32 | વધુ ને વધુ અલગ, વધુ ને વધુ |
નિરુત્સાહી થતા જાવ છો; | |
29:41 | અને એવા પુરુષ કે સ્ત્રી સાથે |
જીવવાની વિટંબણા, | |
29:47 | જે ખરેખર બિલકુલ સંભાળ રાખતો નથી. |
29:51 | આ તમારી સમસ્યા છે, મારી નથી. |
29:55 | તો તમે શું કરશો, |
30:02 | કોઈ બીજી સ્ત્રીની પાછળ પડશો, |
કોઈ બીજા પુરુષની પાછળ પડશો? | |
30:08 | અને આવું ત્યાં પણ બનશે, |
30:13 | થોડા સમય પછી |
એ પણ સંભાળ નહીં રાખે. | |
30:19 | અને આમ તમે હંમેશાં |
સમસ્યામાં પકડાયેલા રહેશો. | |
30:26 | એનો અર્થ કે, શું પ્રેમ છે ખરો? |
30:37 | જયારે બે માણસો સાથે મળીને જીવે, |
30:42 | ત્યારે શું એ કામવાસનાની |
જૈવિક પ્રવૃત્તિ છે, | |
30:52 | કે પછી તેમના જીવનમાં પ્રેમ છે, |
એકબીજા પ્રત્યે સંભાળ છે? | |
31:02 | કદાચ આનો જવાબ તમે |
વક્તા કરતાં વધુ સારી રીતે જાણો છો. | |
31:20 | ચોથો પ્રશ્ન: |
શું જીવનમાં લગ્ન કરવું જરૂરી છે? | |
31:25 | પુરુષ અને સ્ત્રી વચ્ચે |
શારીરિક સંબંધ શો છે? | |
31:30 | મને ખબર નથી. |
31:36 | તમને ખબર હોવી જોઈએ. |
31:41 | આ કેવો વિચિત્ર પ્રશ્ન છે, |
નહીં કે? | |
31:46 | જીવનમાં લગ્ન કરવું જરૂરી છે? |
31:54 | તમે શું કહો છો? |
31:59 | જો વક્તા તમને આ પ્રશ્ન કરે, |
તો તમે શું જવાબ આપશો? | |
32:06 | સજ્જનો અને સન્નારીઓ, શું એ જરૂરી છે |
કે મારે લગ્ન કરવાં જોઈએ? | |
32:12 | તમારો જવાબ શું હોય? |
32:16 | કદાચ તમારો જવાબ હોય કે, |
32:18 | 'તમારે જે કરવું હોય એ કરો. |
મને શું કામ તસ્દી આપો છો? | |
32:25 | એ તમારી ઉપર છે.' |
32:31 | પરંતુ તમે જુઓ કે પ્રશ્ન ખરેખર |
આનાથી ઘણો અધિક જટિલ છે. | |
32:38 | આપણને સૌને સાહચર્ય જોઈએ છે, |
આપણને સૌને યૌન સંબંધ જોઈએ છે, | |
32:48 | જે જૈવિક જરૂરિયાત છે. |
32:52 | અને આપણે એવું કોઈ માણસ પણ જોઈએ છે |
જેની ઉપર આપણે નિર્ભર રહી શકીએ, | |
32:58 | જેનામાં આપણને સલામતી મળે, |
33:03 | જેનામાં રાહત અને |
સમર્થનની ભાવના હોય, | |
33:10 | કારણ કે આપણામાંના મોટાભાગના લોકો |
પોતાના પગ ઉપર એકલા ઊભા રહી શકતા નથી, | |
33:17 | તેથી આપણે કહીએ છીએ, 'મારે લગ્ન કરવાં જોઈએ', |
33:19 | અથવા 'મારે એક સ્ત્રીમિત્ર હશે', |
અથવા જે કંઈ હોય તે, | |
33:23 | 'મારે કોઈ એવું જોઈએ |
જેની સાથે મને ઘરના જેવું લાગે'. | |
33:30 | આપણે ક્યારેય કોઈની સાથે |
નિરાંતજીવે હોતા નથી, | |
33:34 | કારણ કે આપણે પોતાના જ |
વિચારો, પોતાની જ સમસ્યાઓ, | |
33:39 | પોતાની જ મહત્ત્વાકાંક્ષાઓ |
વગેરેમાં જીવીએ છીએ. | |
33:42 | અને આપણે એકલા ઊભા રહેતાં ડરીએ છીએ, |
33:52 | કારણ કે જીવન ઘણું એકલવાયું છે, |
33:58 | જીવન ઘણું જટિલ, મુશ્કેલીભર્યું છે, |
34:03 | અને આપણે એવું કોઈ જોઈએ જેની સાથે |
આપણે બધી બાબતોની ચર્ચા કરી શકીએ. | |
34:09 | આ ઉપરાંત જયારે તમે લગ્ન કરો, |
ત્યારે તમારે યૌન સંબંધ થાય છે, | |
34:20 | સંતાનો વગેરે. |
34:21 | માટે, પુરુષ અને સ્ત્રી |
વચ્ચેના આ સંબંધમાં | |
34:28 | જો પ્રેમ ન હોય, તો તમે પત્નીનો ઉપયોગ |
કરો છો અને પત્ની તમારો ઉપયોગ કરે છે. | |
34:35 | તમે પત્નીનું શોષણ કરો છો અને |
પત્ની તમારું શોષણ કરે છે. | |
34:39 | એ એક હકીકત છે. |
34:44 | તેથી પ્રશ્નકર્તા પૂછે છે કે, |
શું માણસે લગ્ન કરવાં જોઈએ. | |
34:57 | તથા પુરુષ અને સ્ત્રી વચ્ચે |
શારીરિક સંબંધ શો છે - | |
35:02 | તમે પ્રશ્ન નથી જાણતા? |
35:07 | આ તમારી ઉપર છે, સર. |
35:12 | પરંતુ સાથે મળીને જીવવાની |
આ જટિલ સમસ્યામાં | |
35:19 | ખરેખર ઊંડા ઉતરવું, |
માત્ર બે માણસો સાથે જ નહીં, | |
35:24 | પણ માનવજાત સાથે મળીને જીવવું - |
તમારા પાડોશી સાથે, | |
35:31 | તમારા ઉપરી સાથે, જો નોકર હોય |
તો નોકર સાથે, | |
35:35 | તમારા પિતા, માતા, સંતાનો સાથે - |
35:38 | સાથે મળીને જીવવું, |
એ એક ઘણી જટિલ વસ્તુ છે. | |
35:47 | એક કુટુંબ તરીકે સાથે મળીને જીવવું તમને |
અમુક સલામતી, અમુક સુરક્ષા આપે છે, | |
35:57 | અને એટલે તમે કુટુંબનો |
જૂથમાં, સમુદાયમાં, | |
36:01 | એક રાજ્યમાં, |
એક રાષ્ટ્રમાં વિસ્તાર કરો છો; | |
36:06 | અને તે રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું |
વિરોધી હોય છે, | |
36:12 | અને આમ હંમેશાં વિભાજન, |
સંઘર્ષ અને યુદ્ધો ચાલુ રહે છે. | |
36:18 | એટલે માણસે એ શોધી કાઢવું પડે કે |
બીજા માણસ સાથે કોઈપણ સંઘર્ષ વિના, | |
36:34 | મથામણની, અનુરૂપતાની કે અનુકૂલનની |
કોઈ ભાવના વિના કેવી રીતે જીવવું. | |
36:42 | આ તીવ્ર સમજશક્તિ તથા |
સાકલ્ય માગી લે છે. | |
36:50 | પરંતુ આપણે યૌન, જૈવિક જરૂરિયાતો |
વગેરે માટે બસ લગ્ન કરી લઈએ છીએ. | |
37:06 | તમે આ પ્રશ્નો ઉપજાવી કાઢેલા છે? |
તેઓ કહે છે, ના. | |
37:17 | પાંચમો પ્રશ્ન: મગજ અને |
મન વચ્ચે શો ફરક છે? | |
37:26 | મગજ અને મન |
વચ્ચે શો ફરક છે? | |
37:36 | આ ઘણો જટિલ પ્રશ્ન છે. |
37:42 | આપણે જાણીએ છીએ કે મગજ શું છે. |
37:46 | વૈજ્ઞાનિકો હવે કહે છે કે, |
37:50 | મગજમાં એક ડાબી બાજુ છે |
અને બીજી જમણી બાજુ છે. | |
37:56 | મગજની ડાબી બાજુનો |
ઉપયોગ રોજ થાય છે. | |
38:01 | હું એની બધી વિગતોમાં નહીં જાઉં, |
તમને ઇચ્છા હોય તો એને વિષે વાંચી શકો. | |
38:05 | મેં એ વાંચ્યું નથી, |
38:06 | પણ મારા કેટલાક વૈજ્ઞાનિક મિત્રોએ |
મને એને વિષે કહ્યું છે. | |
38:11 | મગજની ડાબી બાજુ |
બધી રોજિંદી પ્રવૃત્તિઓ | |
38:17 | અને કામકાજોમાં |
કાર્યરત હોય છે. | |
38:22 | અને મગજની જમણી બાજુ |
38:26 | પૂર્ણપણે કાર્યરત નથી હોતી, |
પૂર્ણપણે કામ નથી કરતી, | |
38:29 | કારણ કે મગજની જમણી બાજુ |
ઘણી વધુ બુદ્ધિમાન, | |
38:36 | ઘણી વધુ ભેદક, |
ઘણી વધુ જાગૃત છે. | |
38:42 | અને મગજ બધી ક્રિયા |
અને પ્રતિક્રિયાનું, તેમ જ | |
38:55 | ઇન્દ્રિયજન્ય પ્રતિભાવોનું કેન્દ્ર પણ છે |
38:59 | - વક્તા જે કહી રહ્યો છે તે આ છે. |
39:05 | એટલે કે, મગજ ચેતનાની |
સમગ્ર સામગ્રી ધરાવે છે. | |
39:19 | ચેતના એટલે તમારી માન્યતા, |
તમારી આસ્થા, | |
39:24 | તમારું નામ, તમારી વિદ્યા, તમારી ક્ષમતા, |
39:30 | બધી સ્મૃતિઓ, બધી દુભાયાની લાગણીઓ, |
ખુશી, પીડા, | |
39:34 | વ્યથા, મથામણ, |
મમતા વગેરે બધું જ. | |
39:40 | આ બધું જ તમારી |
ચેતનાની સામગ્રી છે. | |
39:45 | તમારી ચેતનાની સામગ્રી |
તમે છો, | |
39:50 | સ્વ છે, ‘હું’ છે. |
39:58 | આ ચેતનાની સામગ્રી |
કોઈ ઉત્તમોત્તમ ચેતનાનો આવિષ્કાર કરી શકે, | |
40:06 | અથવા કલ્પિત કે અકલ્પિત |
અવસ્થાઓનો આવિષ્કાર કરી શકે, | |
40:13 | પરંતુ એ હજુ પણ તમારી |
ચેતનાની સામગ્રીની અંદર જ છે. | |
40:22 | શું આપણે આ જોઈએ છીએ? |
40:25 | તમે - તમે છો તમારું નામ, તમારું શરીર, |
40:31 | તમારો ક્રોધ, તમારો લોભ, |
તમારી હરીફાઈ, તમારી મહત્ત્વાકાંક્ષા, | |
40:37 | તમારી ખુશી, તમારી પીડા વગેરે, |
40:43 | મમતા, તે બધું જ – તમે તે છો. |
40:50 | અને તેનો અર્થ છે |
તમારી ચેતનાની સામગ્રી. | |
40:56 | તમારી ચેતનાની સામગ્રી |
ભૂતકાળ છે - | |
41:05 | ભૂતકાળની સ્મૃતિઓ, ભૂતકાળના બનાવો, |
41:11 | બધા પ્રકારની પ્રવૃત્તિઓ, અનુભવો |
- તમે ભૂતકાળ છો. | |
41:20 | તમે વિદ્યા કે માહિતી છો, જે ભૂતકાળ છે. |
41:25 | આમ, આ છે મગજ. |
41:28 | આપણે કહી રહ્યાં છીએ - અને વક્તા |
કદાચ ખોટો હોઈ શકે, | |
41:36 | તેણે આ બાબતની ચર્ચા |
ઘણા તથાકથિત વૈજ્ઞાનિકો સાથે કરી છે, | |
41:41 | અને તેમ છતાં, વક્તા |
ખોટો હોઈ શકે, | |
41:47 | કૃપયા તે જે કહે છે એને સ્વીકારી લેશો નહીં, |
41:52 | તે જે કહે છે એની ઉપર શંકા કરજો, |
પ્રશ્ન કરજો, તપાસ કરજો. | |
41:57 | તે કહે છે, પોતાની બધી જ |
સામગ્રી સહિતની સંપૂર્ણ સીમિત ચેતના | |
42:05 | એ છે મગજ - |
42:08 | સુખકર, દુઃખકર, |
કદરૂપું, સુંદર, મથામણ, | |
42:13 | એ બધું જ સામગ્રી છે. |
42:19 | અને મન એ મગજ કરતાં કશુંક |
તદ્દન અલગ છે. | |
42:27 | મન મગજની બહાર છે |
- વક્તા કહી રહ્યો છે, | |
42:31 | વૈજ્ઞાનિકો આ નથી કહી રહ્યા. |
42:40 | વક્તા કહે છે કે |
મગજ એક વસ્તુ છે | |
42:44 | અને મન કશુંક |
સંપૂર્ણપણે ભિન્ન છે. | |
42:50 | મગજ પોતાની બધી જ સામગ્રી સહિત, |
42:54 | પોતાની મથામણો સહિત, |
પોતાની પીડા, વ્યગ્રતા સહિત, | |
42:57 | ક્યારેય પ્રેમના સૌંદર્યને |
જાણી, સમજી ન શકે. | |
43:06 | પ્રેમ અસીમ છે. |
43:09 | એવું નથી કે, 'હું એક માણસને જ પ્રેમ |
કરું છું', આ અતિ વિશાળ, અતિ વિપુલ છે. | |
43:18 | મગજ પોતાનાં તમામ |
સંઘર્ષો, વિટંબણાઓ, ગૂંચવણો સહિત | |
43:22 | પ્રેમને સમજી કે પામી ન શકે, |
કે પ્રેમ કરવાને માટે જીવંત ન હોઈ શકે - | |
43:29 | આ માત્ર મન જ કરી શકે, જે અસીમ છે. |
43:35 | એટલે મગજ અને મન |
વચ્ચે ફરક છે. | |
43:42 | પછી પ્રશ્નકર્તાએ |
જે નથી પૂછ્યો, | |
43:46 | એવો એક વધારાનો પ્રશ્ન હજુ |
આમાં સંકળાયેલો છે: | |
43:49 | તો પછી મગજ અને મન |
વચ્ચે શો સંબંધ છે? | |
44:00 | મગજ સીમિત છે, |
44:03 | સીમિત કારણ કે તે વિભિન્ન પ્રકારના |
અલગઅલગ ભાગોનું બનેલું છે, | |
44:12 | ખંડિત, તૂટેલુંફૂટેલું, |
44:17 | અને તેથી તે સતત |
મથામણની, સંઘર્ષની સ્થિતિમાં રહે છે. | |
44:23 | જયારે મન એ વર્ગની |
સંપૂર્ણપણે બહાર છે. | |
44:31 | બંને વચ્ચે સંબંધ ત્યારે જ સંભવે |
જયારે મગજ પોતાની સ્મૃતિઓની | |
44:37 | સમગ્ર સામગ્રીથી પૂરેપૂરું મુક્ત હોય, |
જો એ શક્ય હોય તો. | |
44:45 | આ અતિશય તપાસણી |
અને સંવેદનશીલતા માગે છે. | |
44:54 | પ્રજ્ઞા એ મગજની બાબત નથી. |
45:04 | વિચારની બુદ્ધિ એ કાંઈ |
મનની પ્રજ્ઞાને સમાવી ન શકે. | |
45:19 | તમે આ બધું સમજો છો? |
45:23 | કોઈ સમજે છે કે |
હું શું વાત કરી રહ્યો છું? | |
45:28 | નહીં, ભલે. |
45:31 | જુઓ, સર, બહુ સરળ રહો, |
45:35 | કારણ કે જો તમે બહુ સરળ રહી શકો, |
તો તમે બહુ દૂર જઈ શકો. | |
45:41 | પરંતુ જો તમે અનેક જટિલ તાત્વિક સિદ્ધાંતો |
અને નિષ્કર્ષો સાથે શરૂઆત કરો, | |
45:47 | તો તમે તેમાં જ અટકી જાવ, |
માટે આપણે બહુ સરળ રહીએ. | |
45:53 | તમારું રોજિંદું જીવન - ઑફિસ જવું, |
કામ, કામ, કામ, | |
46:00 | પૈસા, અમુક શાખાઓમાં પ્રશિક્ષણ મેળવવું, |
46:05 | વકીલ, સર્જન, ધંધાદારી કે |
રસોઇયા તરીકે અથવા જે કંઈ હોય તે - | |
46:13 | તમારું મગજ સંકુચિત, સીમિત |
કરવામાં આવે છે. | |
46:21 | જો હું ભૌતિકવિજ્ઞાની હોઉં, તો હું |
ભૌતિકશાસ્ત્ર વિષે શીખવામાં | |
46:30 | વર્ષો વિતાવું છું, ભણું છું, તપાસણી |
કરું છું, એમાં સંશોધન કરું છું, | |
46:34 | તેથી મારું મગજ સ્વાભાવિકપણે, |
આપણી આ વિચિત્ર સંસ્કૃતિ દ્વારા, | |
46:41 | સંકુચિત કરવામાં આવે છે. |
46:47 | અહીં બે વૈજ્ઞાનિકો છે, |
તેઓ સંમત છે. | |
46:55 | આપણું મગજ યાંત્રિક, |
ઘટમાળ મુજબનું, નાનું બની ગયું છે, | |
47:02 | કારણ કે આપણને આપણી જાત સાથે |
એટલી બધી નિસબત છે, | |
47:06 | આપણે હંમેશાં ગમો, અણગમો, પીડા, દુઃખના |
એક નાનકડા ક્ષેત્રમાં જીવીએ છીએ, | |
47:15 | અને એવું જ બધું. |
47:18 | પરંતુ મન કશુંક |
સંપૂર્ણપણે ભિન્ન છે. | |
47:24 | જો તમારું મગજ સીમિત હોય, |
તો તમે મનના મૂળ સ્વરૂપને | |
47:29 | સમજી કે જાણી ન શકો. |
47:33 | જયારે તમારું જીવન સીમિત હોય, |
ત્યારે તમે અસીમને સમજી ન શકો. | |
47:44 | તો આ છે સંબંધ - |
47:47 | મગજ અને મન વચ્ચે |
સંબંધ ત્યારે જ સંભવે | |
47:52 | જયારે મગજ પોતાની |
સામગ્રીથી મુક્ત હોય. | |
47:58 | આ એક જટિલ પ્રશ્ન છે, |
આમાં ઘણા વધુ ઊંડા ઉતરવું જરૂરી છે, | |
48:03 | પણ આપણી પાસે એને માટે સમય નથી. |
48:21 | છઠ્ઠો પ્રશ્ન: આસ્થા એટલે શું? |
48:29 | આસ્થા એટલે શું? ઈશ્વરમાં આસ્થા, શ્રદ્ધા. |
48:36 | મને મારી પત્નીમાં વિશ્વાસ છે, |
તે મારી સાથે દગો નહીં કરે. | |
48:42 | મને મારા પતિમાં વિશ્વાસ છે. |
48:44 | મને મારા ધંધામાં વિશ્વાસ છે. વિશ્વાસ. |
48:51 | સમસ્ત ખ્રિસ્તીધર્મી લોકો અને દેશો, |
48:56 | ખ્રિસ્તી ધર્મનું સમગ્ર ધાર્મિક |
માળખું તેમ જ મૂળ સ્વરૂપ | |
49:01 | આસ્થા ઉપર આધારિત છે. |
49:05 | અને ત્યાં એ લોકો પ્રશ્ન કરતા નથી, |
49:09 | તેઓને શંકા કે સંશયવાદ નથી. |
49:17 | જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોય, |
તો તમે શક્ય હોય ત્યાં સુધી | |
49:25 | કોઈપણ પ્રકારના સંશયવાદ કે શંકાને |
પ્રવેશવા દઈ શકો નહીં, | |
49:31 | અને એવું જ ઇસ્લામી દુનિયામાં છે. |
49:34 | પરંતુ હિન્દુ દુનિયામાં |
અને બૌદ્ધ દુનિયામાં | |
49:41 | શંકા મગજને નિર્મળ કરવા માટેના |
જરૂરી ગુણધર્મોમાંથી એક છે. | |
49:55 | તમને સૌને શ્રદ્ધા છે, |
ખરું કે નહીં, માન્યતા? | |
50:00 | તમે ક્યારેય તમારી શ્રદ્ધાને, |
તમારી માન્યતાને અને | |
50:06 | તમારા ભ્રમને પ્રશ્ન કર્યો છે? |
50:09 | અથવા તમે એ બધાંને બસ સ્વીકારી લો છો. |
50:13 | જયારે તમને શ્રદ્ધા હોય, |
50:16 | ત્યારે તમે કાળજીપૂર્વકની તપાસના કોઈપણ |
પ્રશ્નને બિલકુલ બાજુએ મૂકી દીધો હોય છે. | |
50:24 | ધારો કે, હું ઈશ્વરમાં માનું છું, |
50:27 | મને ઈશ્વરમાં શ્રદ્ધા છે, |
50:33 | તો પછી દરેક પ્રશ્નને, દરેક શંકાને |
એક બાજુ જ કરી નાખવાં પડે, | |
50:41 | કારણ કે મારી ઈશ્વરમાં માન્યતા |
ભય ઉપર આધારિત છે. | |
50:51 | મને ખબર નથી કે આ દુનિયા શું છે, |
કોઈકે આને સર્જી છે, | |
50:56 | અને મને એમ વિચારવું ગમે છે કે |
ઈશ્વરે આને સર્જી છે, | |
51:01 | આ એક પ્રકારની માન્યતા છે. |
51:03 | વૈજ્ઞાનિકો કહે છે કે |
ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, | |
51:07 | એક કોષમાંથી માણસના મગજના |
અતિ જટિલ કોષોમાં | |
51:12 | આ ઉત્ક્રાંતિનો |
કુદરતી વિકાસ છે. | |
51:19 | તો, શા માટે આપણે આસ્થા ધરાવીએ છીએ? |
51:28 | શું તે ઘણું પ્રતિબંધ કરનારું, |
સંકુચિત કરનારું, સીમિત કરનારું નથી, | |
51:36 | અને શું આસ્થા લોકોનું વિભાજન કરતી નથી? |
51:41 | ખ્રિસ્તીઓની આસ્થા |
અને ઇસ્લામીઓની આસ્થા, | |
51:45 | અને હિન્દુઓ જેઓને કદાચ કોઈ પણ |
વસ્તુમાં કોઈ જ આસ્થા નથી, | |
51:52 | આથી આ બધા વચ્ચે સતત સંઘર્ષ |
ચાલ્યા કરે છે. | |
51:59 | તમે જુઓ, અન્ય એક જટિલ પ્રશ્ન |
પણ આમાં સંકળાયેલો છે: | |
52:04 | શા માટે આપણે આદર્શો ધરાવીએ છીએ? |
52:08 | આખી સામ્યવાદી દુનિયા |
52:11 | માર્ક્સ, સ્ટાલિન, લેનિન વગેરેની |
તાત્વિક સિદ્ધાંતની ધારણા | |
52:19 | ઉપર આધારિત છે. |
એ બધા તેઓના ભગવાનો છે. | |
52:28 | તેઓ એ બધાએ જે કહ્યું છે |
તેમાં માને છે, | |
52:31 | એવી જ રીતે ખ્રિસ્તીઓ |
બાઇબલ જે કહે છે તેમાં માને છે, કે કુરાન, | |
52:36 | અથવા તમારે માટે ગીતા, |
ઉપનિષદ કે બીજું કંઈક. | |
52:46 | તમે લોકો પુસ્તકો જે કહે છે |
તેમાં ધ્યાન આપો છો, | |
52:51 | પરંતુ તમે ક્યારેય તમારે પોતાને માટે |
આખીયે વસ્તુને પ્રશ્ન કરતાં નથી. | |
52:57 | કારણ કે જે પળે તમે |
પ્રશ્ન કરો, શંકા કરો, | |
53:03 | ત્યારે તમારે પોતાની જાત ઉપર નિર્ભર |
રહેવું પડે, અને એનાથી તમે ડરી જાવ છો. | |
53:09 | માટે કોઈ ભ્રામક વસ્તુમાં |
આસ્થા ધરાવવી એ ઘણું વધુ સારું લાગે છે, | |
53:15 | એવું કંઈક જેનું ખરેખર, |
વાસ્તવિકતામાં અસ્તિત્વ નથી. | |
53:20 | પરંતુ પોતાની જાત માટે જાણવા માટે |
મારે મારા પોતાના જીવનને સમજવું પડે, | |
53:27 | મારે એ જોવું પડે કે |
53:30 | મારા જીવનમાં એક મહાન |
ક્રાન્તિ આણવી શક્ય છે કે શું, | |
53:36 | પછી ત્યાંથી તમે શરૂઆત કરો. |
53:40 | પરંતુ જો તમને કશીક વસ્તુમાં આસ્થા હોય, |
53:43 | તો તમે એક અસાધારણપણે |
ભ્રામક દુનિયામાં જીવી રહ્યા છો. | |
53:55 | તમારી પાસે ઘણાબધા પ્રશ્નો છે. |
54:05 | સાતમો પ્રશ્ન: |
જો માનવચેતના એક છે, | |
54:09 | તો એવું કેમ છે કે એક માણસ સુખી છે |
અને બીજો દુઃખી છે? | |
54:18 | તમે એમ પણ કહો છો કે વિચાર એ 'હું' છે. |
કૃપા કરીને મને દર્શાવો કે કેવી રીતે. | |
54:29 | જો માનવચેતના એક છે, |
54:35 | તો એવું કેમ છે કે એક માણસ સુખી છે |
અને બીજો, દુઃખી? | |
54:45 | તમે એમ પણ કહો છો કે વિચાર એ હું છે. |
કૃપા કરીને મને દર્શાવો કે કેવી રીતે. | |
55:07 | તમે સુખી છો? |
55:15 | અને કેમ બીજો દુઃખી છે? |
55:18 | તમે જન્મથી ધનિક છો, |
55:22 | તમારા દાદા, પરદાદાઓ તમારે માટે |
એક કારખાનું કે ધંધો છોડી ગયા છે, | |
55:30 | અને તમે કેટલેક અંશે સુખી છો. |
55:33 | બીજો માણસ એક નાના |
ગામમાં જન્મ્યો છે, અશિક્ષિત છે, | |
55:38 | રોજેરોજ જમીનના એક ટુકડા ઉપર |
સખત શ્રમ કરે છે, | |
55:44 | જે આ ઓરડા જેટલા માપનો છે, |
કે પછી આનાથીયે અડધો, | |
55:49 | એની ઉપર કામ કરે છે, |
માંડ પેટ પૂરીને તકલીફમાં જીવે છે, | |
55:55 | એ સુખ કે દુઃખ વિષે |
જાણતો નથી, | |
55:59 | એ કામ, કામ, કામ કરે છે. |
56:04 | શું સુખ સંજોગો ઉપર, |
કામ ઉપર, | |
56:14 | તમે જે કરો છો એના ઉપર આધારિત છે, |
56:19 | કે કશુંક કરવામાં તમને જે |
સંતોષ મળે છે એના ઉપર? | |
56:26 | તમે શેને સુખ કહો છો, |
અને તમે શેને દુઃખ કહો છો? | |
56:33 | સુખ એને કહી શકાય |
કે જયારે તમે સંતુષ્ટ હો. | |
56:38 | હું કશુંક કરવામાં સંતુષ્ટ છું, |
અને ખૂબ સુખ અનુભવું છું. | |
56:45 | અને હું કશુંક કરવામાં |
સંતુષ્ટ નથી | |
56:48 | અને એનાથી હું ખૂબ દુઃખી છું. |
56:52 | શું સંતોષ એ |
સુખનો પર્યાય છે? | |
57:01 | અને શું હું સતત |
સંતોષ શોધું છું? | |
57:09 | એનો અર્થ કે હું બધા સમયે |
તુષ્ટિ શોધું છું | |
57:15 | અને એનાથી મને સુખ લાગે છે. |
57:20 | કે પછી સુખ એવું કશુંક છે |
જે આવે છે અને જાય છે, | |
57:27 | જે એક આડપેદાશ છે, |
જે બહુ મહત્ત્વનું નથી? | |
57:36 | અને પ્રશ્નકર્તા એ પણ પૂછે છે કે, |
57:46 | વિચાર એ 'હું' છે, મને દર્શાવો કે કેવી રીતે. |
57:53 | ‘મને દર્શાવો કે કેવી રીતે’ |
એનો તમારો અર્થ શો છે? | |
57:58 | ટેલિવિઝનના પડદા ઉપર? |
58:05 | કે આકૃતિ દોરીને? |
58:11 | કે તમને મૌખિક રીતે દર્શાવું? |
58:20 | એટલે કે, જો વક્તા સમજાવે કે વિચાર એ 'હું' |
છે, તો તમે એને બુદ્ધિપૂર્વક સ્વીકારો. | |
58:29 | તમે એને સમજશો? |
58:33 | વક્તા સમજાવશે, |
એટલે કે, વર્ણન કરશે, | |
58:38 | ધીમે ધીમે સમજાવશે. |
58:43 | અને શું તમે એનું સત્ય જોશો, |
58:47 | અથવા કહેશો કે, 'ના, આ સ્વત્વ નથી. |
સ્વત્વ આનાથી કશુંક ઘણું અધિક ઉચ્ચ છે. | |
58:53 | એ દૈવી છે, એ આત્મા છે, |
એ કશુંક અન્ય છે’. | |
58:58 | તો તમે એક વિગતવાર નિવેદનને |
કેવી રીતે ગ્રહણ કરશો? | |
59:04 | એ જાણીને કે વિગતવાર નિવેદન, |
વર્ણન, શબ્દ, | |
59:13 | એ તે વસ્તુ નથી? |
59:20 | બારી, 'બારી' શબ્દ, |
એ વાસ્તવિક બારી નથી. | |
59:28 | હું એક પર્વતનું ચિત્ર દોરી શકું, |
પરંતુ એ ચિત્ર પર્વત નથી. | |
59:37 | માટે આપણે સાથે મળીને આની અંદર જઈ શકીએ. |
હું તમને આ દર્શાવી ન શકું. | |
59:47 | હું આને પડદા ઉપર, ટેલિવિઝન ઉપર |
મૂકીને તમને | |
59:51 | દેખાડી ન શકું; કે જુઓ આ રહ્યું તે. |
59:54 | પણ આપણે સાથે મળીને કાળજીપૂર્વકની |
તપાસ કરી શકીએ, જો તમે રાજી હો તો; | |
1:00:02 | અને જો તમે આનાથી કંટાળતા હો, |
તો ભલે, કંટાળતા રહો. | |
1:00:08 | તો ચાલો આપણે સાથે મળીને શોધી કાઢીએ. |
1:00:11 | તમે શું છો? |
1:00:17 | તમારી સમક્ષ આ પ્રશ્ન મૂકવામાં આવે, ત્યારે, |
જો તમે ખરેખર નિખાલસ હો, ગંભીર હો, | |
1:00:23 | તો તમે શું છો? |
1:00:30 | શું તમે તમારું નામ નથી? |
1:00:35 | શું તમે તમારો ચહેરો, |
તમારી આંખો, તમારું નાક, | |
1:00:40 | તમારા વાળ વગેરે નથી, શારીરિક રીતે? |
1:00:45 | શું તમે ક્રોધ નથી, |
શું તમે લોભ નથી, | |
1:00:56 | કે પછી લોભ તમારાથી અલગ છે? |
1:01:05 | જયારે વ્યગ્રતા હોય, ત્યારે |
શું તમે તે વ્યગ્રતા નથી? | |
1:01:13 | જયારે તમે દુઃખ સહન કરો, |
1:01:18 | - પોતાની પત્ની, પતિ, |
પોતાનાં બાળકો, કે દાદીમા વગેરેને | |
1:01:25 | ગુમાવ્યાનું દુઃખ - |
ત્યારે શું તમે દુઃખ સહન કરતાં હોતાં નથી? | |
1:01:31 | અને શું તે દુઃખ |
તમારાથી કશુંક અલગ છે? | |
1:01:38 | શું તમે એ બધું નથી? |
1:01:43 | કે પછી તમે વિચારો છો - વિચારો છો - |
કે તમે એ બધાથી અલગ છો? | |
1:01:54 | ખરું, સર? |
1:01:56 | શું તમે એ બધાથી અલગ છો? |
1:02:01 | શું તમે તમારા ક્રોધથી, તમારી ઈર્ષાથી, |
તમારા બેન્કના ખાતાથી અલગ છો? | |
1:02:10 | તમે તમારું બેન્કનું ખાતું છો, |
ખરું કે નહીં? | |
1:02:17 | કે પછી જો હું તમારું બેન્કનું ખાતું હટાવી |
દઉં, તો તમે કહેશો કે, 'એ હું નથી'. | |
1:02:25 | શું તમે એવું કહેશો? |
1:02:27 | ‘તમે મારું બેન્કનું ખાતું લઇ શકો છો, |
કારણ કે એ હું નથી’. | |
1:02:32 | જો હું તમારું બેન્કનું ખાતું હટાવી દઉં, |
તો તમે કેવો કારમો વિલાપ કરવા લાગો! | |
1:02:38 | એટલે કે તમે તમારું બેન્કનું ખાતું છો, |
તમે તમારું ફર્નિચર છો, | |
1:02:42 | તમે તમારું મકાન, તમારો વીમો, |
તમારી ગીરવી સંપત્તિ, તમારું ધન છો. | |
1:02:52 | પરંતુ જો તમે કહો કે, ‘હું એ બધું નથી, |
1:02:56 | મારી અંદર કશુંક છે |
જે આ બધાંને જુએ છે’, | |
1:03:05 | તો શું તે એક હકીકત છે? |
1:03:09 | કે પછી તમે એને ઉપજાવી કાઢેલું છે? |
1:03:16 | ઘણા લોકો કહે છે કે |
આ બધી ચેતનાથી ઉપર કોઈ | |
1:03:21 | ઉત્તમોત્તમ ચેતના છે. |
1:03:27 | એટલે કે, શું તે |
વિચાર દ્વારા ઉપજાવી કાઢેલું નથી? | |
1:03:37 | શું તમારું બેન્કનું ખાતું |
- સિક્કાઓ નહીં, રોકડ રકમ નહીં - | |
1:03:43 | એ બધું |
વિચારનું પરિણામ નથી? | |
1:03:53 | તમને તમારી પત્નીની |
કે તમારા પતિની જે ઓળખાણ છે, | |
1:04:00 | એ શું વિચાર નથી? |
1:04:03 | તો શું તમે ભૂતકાળની |
સમગ્ર સ્મૃતિ નથી, | |
1:04:10 | ભૂતકાળની સમગ્ર પરંપરા નથી - |
1:04:13 | એક હિન્દૂ તરીકે, બ્રાહ્મણ તરીકે, |
બિન-બ્રાહ્મણ તરીકે, | |
1:04:17 | અને એ બધોય ધંધો |
- શું તમે એ બધું નથી? | |
1:04:24 | અવશ્ય તમે છો જ. |
1:04:27 | આમ, તમે એ માહિતી કે જ્ઞાન છો, |
જે ભૂતકાળ છે. | |
1:04:38 | તમે સ્મૃતિઓ સિવાય બીજું કશું નથી. |
1:04:45 | શું તમે આ સ્વીકારશો? અવશ્ય નહીં જ. |
1:04:52 | ખરું કે નહીં? |
1:04:55 | જો તમારી બધી સ્મૃતિઓ હટાવી |
દેવામાં આવે, તો તમે શું છો? | |
1:05:04 | તમે વનસ્પતિ બની જાવ. |
1:05:09 | એટલે તમે છો તમારી સ્મૃતિઓ, |
જે હંમેશાં ભૂતકાળ છે. | |
1:05:20 | તમારી પરંપરા - એક હિન્દૂ તરીકેની, |
પારસી તરીકેની, મુસ્લિમ તરીકેની વગેરે - | |
1:05:27 | એ વર્ષોના પ્રચારનું, વર્ષોની |
પરંપરાનું પરિણામ છે, | |
1:05:35 | જે વિચારની પ્રવૃત્તિ છે. |
1:05:39 | એટલે તમે વિચાર છો. |
1:05:45 | જો તમે બિલકુલ વિચાર ન કરો, |
તો તમે શું છો? | |
1:05:56 | એટલે તમે ભૂતકાળની |
સમગ્ર સામગ્રી છો. | |
1:06:09 | એ ભૂતકાળ પોતાને |
વર્તમાનમાં સુધારે છે | |
1:06:15 | અને ભવિષ્ય તરીકે ચાલુ રહે છે. |
1:06:19 | એટલે તમે ભૂતકાળ, |
વર્તમાન અને ભવિષ્ય છો. | |
1:06:27 | તમારામાં બધો જ સમય સમાયેલો છે. |
1:06:31 | ઓહ, તમે આ બધું સમજતા નથી. |
1:06:39 | અને સ્વત્વ, ‘હું’, મારું નામ, |
મારી ગુણવત્તા, મારી ઉપલબ્ધિ, | |
1:06:48 | મારી મહત્ત્વાકાંક્ષા, મારી પીડા, |
મારું દુઃખ, આ બધું ભૂતકાળ છે. | |
1:06:54 | અને એટલે સ્વત્વ |
ભૂતકાળનો સારાંશ છે, | |
1:07:01 | જે છે સ્મૃતિ, માહિતીજ્ઞાન. |
1:07:04 | અને આથી સ્વત્વ |
અત્યંત સીમિત છે. | |
1:07:14 | અને આ કારણે સ્વત્વ દુનિયામાં |
આટલો બધો ઉપદ્રવ પેદા કરે છે. | |
1:07:22 | દરેક સ્વત્વ પોતાને માટે જ સક્રિય છે. |
1:07:27 | તમે તમારી પોતાની જાત માટે જ |
સક્રિય છો, ખરું કે નહીં? | |
1:07:33 | જો તમે પ્રામાણિક હો, આ સ્પષ્ટપણે જોતા હો, |
તો શું તમે પોતાની જાત માટે સક્રિય નથી? | |
1:07:41 | તમારી મહત્ત્વાકાંક્ષા, તમારી ઉપલબ્ધિ, |
તમારી સિદ્ધિ, તમારો સંતોષ. | |
1:07:53 | એટલે વિચાર છો તમે. |
1:08:00 | વિચાર સીમિત છે, |
કારણ કે બધું જ્ઞાન સીમિત છે. | |
1:08:05 | માટે તમારું સ્વત્વ |
સૌથી વધુ સીમિત વસ્તુ છે. | |
1:08:16 | અને આથી તમે અતિશય દુઃખ, |
અતિશય સંઘર્ષ પેદા કરો છો, | |
1:08:23 | કારણ કે સ્વત્વ |
વિયોજનાત્મક છે, વિભાજનાત્મક છે. | |
1:08:31 | તો, સર, વક્તાએ સમજાવ્યું છે. |
આ વિગતવાર નિવેદન એ હકીકત નથી. | |
1:08:46 | હકીકત તમારે પોતાની |
જાત માટે આ જોવું તે છે. | |
1:08:53 | જો તમે પોતાની જાતે આ જુઓ અને કહો કે, |
‘હું જે રીતે જીવું છું એ મને ગમે છે’, | |
1:08:58 | તો એ બિલકુલ બરાબર છે. |
1:09:01 | પણ તમે પોતે જાણો છો કે તમે |
દુનિયામાં વિધ્વંસ સર્જો છો, | |
1:09:10 | અને તમે એ રીતે જીવવાનું પસંદ કરો છો, |
તમને શુભેચ્છા. | |
1:09:17 | પરંતુ કેટલાક લોકો એવા હોય જેઓ કહે કે |
જીવવાની આ રીત બરાબર નથી. | |
1:09:27 | માણસે વૈશ્વીક મગજ સાથે જીવવું જોઈએ, |
1:09:31 | કોઈ વિભાજન વિના, |
કોઈ રાષ્ટ્રીયતા વિના, | |
1:09:34 | કોઈ સ્વત્વ વિના. |
1:09:39 | આને બહુ થોડા લોકો જ પામી શકે એવું |
કોઈક પ્રકારના ઉચ્ચ પ્રકાશ જેવું | |
1:09:44 | કશું નહીં બનાવતા. |
1:09:47 | કોઈપણ માણસ |
જે પોતાનાં મગજને અને હૃદયને | |
1:09:53 | સ્વત્વની પ્રકૃતિ સમજવા માટે |
1:09:56 | તથા એ સ્વત્વથી મુક્ત થવા માટે તૈયાર કરે, |
1:09:58 | એવું કોઈપણ માણસ આ કરી શકે |
જો એ પોતાનું મન આમાં મૂકે તો. | |
1:10:07 | ખરું, સર. |
1:10:12 | શું હું વધુ એક પ્રશ્નનો જવાબ આપી શકું? |
ત્યાર બાદ આપણે પૂરું કરીશું. | |
1:10:17 | દસ વાગ્યા છે. |
1:10:19 | કદાચ તમારે લોકોને |
પોતપોતાનાં કામે જવાનું હશે, વગેરે… | |
1:10:28 | ...દસ ને દસ, માફ કરજો. |
વધુ એક પ્રશ્ન અને બસ પૂરું. | |
1:10:42 | ઓહ, મેં આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. |
1:10:59 | આઠમો પ્રશ્ન: જો દુનિયાના |
મહાન ધર્મો | |
1:11:04 | એ ધર્મો નથી, |
તો પછી ધર્મ શું છે? | |
1:11:10 | એ છે પ્રશ્ન. |
1:11:14 | એ સ્પષ્ટ રીતે છપાયેલો નથી. |
1:11:18 | જો દુનિયાના મહાન ધર્મો |
એ સાચા ધર્મો નથી, | |
1:11:26 | તો સાચો ધર્મ શું છે? |
1:11:32 | કેમ તમે એવું કહો છો કે, ‘જો’ મહાન ધર્મો |
એ સાચા ધર્મો નથી? | |
1:11:37 | કેમ તમે કહો છો, ‘જો’? |
1:11:41 | એ ધર્મો છે? |
1:11:45 | તમે તે પ્રશ્નનો જવાબ આપો. |
1:11:48 | તમે સૌ કદાચ મંદિર જતાં હશો. |
1:11:51 | તમે સૌએ લગ્નની વિધિઓ, |
અને પૂજા વગેરે કર્યું છે. | |
1:11:58 | શું એ ધર્મો છે? |
1:12:02 | મહાન ધર્મો; ખ્રિસ્તી ધર્મ, |
ઇસ્લામ ધર્મ, હિન્દૂ ધર્મ, બૌદ્ધ ધર્મ, | |
1:12:09 | શું એ ધર્મો છે? |
1:12:14 | એટલે કે, તેઓનાં કર્મકાંડો, |
તેઓનો અધિક્રમ, | |
1:12:23 | તેઓની આસ્થા, માન્યતા, |
1:12:29 | તેઓનું મંદિર જવું અને |
એવી વસ્તુઓ ઉપર અતિશય ધન ચઢાવવું | |
1:12:35 | જે હાથથી બનેલી હોય, |
અથવા મનથી, જેને તમે ભગવાન કહો છો, | |
1:12:44 | શું એ બધું ધર્મ છે? |
1:12:48 | તમે એને ધર્મ તરીકે સ્વીકારો છો. |
1:12:52 | પરંતુ જો તમે પ્રશ્ન કરો, શંકા કરો, |
1:13:00 | તો તમે પૂછવાનું શરુ કરો છો, |
1:13:05 | દેખીતી રીતે જ આ બધી વસ્તુઓ |
વિચાર દ્વારા એકત્ર કરવામાં આવેલી છે. | |
1:13:13 | બાઇબલ, કુરાન, અને તમારાં પોતાનાં |
કહેવાતાં ધાર્મિક પુસ્તકો, | |
1:13:21 | એ બધું જ વિચાર દ્વારા |
લેખબદ્ધ કરવામાં આવેલું છે. | |
1:13:25 | એ દૈવી સાક્ષાત્કારો નથી, |
1:13:30 | એ સીધું પરમેશ્વરના |
મોઢામાંથી આવેલું નથી. | |
1:13:33 | હું જાણું છું કે તમને એવું વિચારવું ગમે છે. |
1:13:39 | પરંતુ વિચાર સંચાલિત થયો છે |
અને વિચારે કાગળ ઉપર લેખબદ્ધ કર્યું છે, | |
1:13:46 | અને ત્યાર પછી તમે આને કશુંક |
અસાધારણ પવિત્ર તરીકે સ્વીકારો છો. | |
1:13:51 | માટે જો તમે આ બધું કોરે મૂકી દો, |
- અને એમાં જરૂરી છે સંશય, | |
1:14:00 | નિરીક્ષણ કરવા માટેની મુક્તિની સમજ, |
1:14:06 | ભયથી મુક્તિ, |
1:14:14 | સંપૂર્ણપણે - |
1:14:18 | તો તમે પોતાની જાત માટે શોધી શકો |
કે ધર્મ શું છે. | |
1:14:23 | એટલે કે, શું એવું કશુંક પવિત્ર છે, |
1:14:31 | જે વિચારે ઉપજાવી કાઢેલું નથી, |
જે શબ્દોથી મપાયેલું નથી, | |
1:14:41 | શું એવું કશુંક છે |
જે અમાપ છે, કાલાતીત છે? | |
1:14:47 | આ એક પ્રશ્ન |
પ્રાચીન કાળથી રહ્યો છે. | |
1:14:54 | પ્રાચીન ઇજિપ્તના લોકો, ગ્રીક લોકો, |
1:14:57 | બધી જ ભૂતકાળની મહાન સંસ્કૃતિઓએ |
આ પ્રશ્ન પૂછ્યો છે: | |
1:15:04 | શું આ બધાની પેલી પાર એવું કશુંક છે |
જે વિચારે ઉપજાવી કાઢેલું નથી? | |
1:15:13 | જેને વિચારે સ્પર્શ કર્યો નથી? |
1:15:16 | કારણ કે વિચાર માપી શકાય છે. |
1:15:21 | વિચાર એક ભૌતિક પ્રક્રિયા છે, |
1:15:26 | અને એ જે કંઈપણ ઉપજાવી કાઢે |
તે પવિત્ર નથી. | |
1:15:34 | એટલે તે શોધી કાઢવા માટે |
1:15:39 | મગજ પોતાની |
સામગ્રીથી, | |
1:15:46 | ભયથી, વ્યગ્રતાથી, |
1:15:50 | ભયંકર એકલતાના ભાનથી, |
મૃત્યુથી સંપૂર્ણપણે મુક્ત હોવું જોઈએ. | |
1:15:59 | ત્યાર પછી જ તમે શોધી કાઢશો કે |
સત્ય શું છે, | |
1:16:02 | ધર્મનું સર્વોચ્ચ સ્વરૂપ શું છે. |