Krishnamurti Subtitles

બોમ્બે (મુંબઈ), ભારત
૯ ફેબ્રુઆરી ૧ ૯૮૪



1:32  There are several questions, ઘણા પ્રશ્નો આવ્યા છે,
   
1:36  a whole packet of them. એક આખું પૅકૅટ છે.
   
1:43  How do you approach a question? તમે એક પ્રશ્નની પાસે કેવી રીતે જાવ છો?
   
1:50  Is the question more important શું પ્રશ્ન કરતાં
than the answer, જવાબ વધુ મહત્ત્વનો છે,
   
2:00  or does the answer કે પછી પ્રશ્નમાં જ
lie in the question itself? જવાબ સમાયેલો છે?
   
2:09  So we are asking તેથી આ પ્રશ્નોમાં આપણે ઊંડા ઊતરીએ
before we go into these questions, તે પહેલાં આપણે પૂછી રહ્યાં છીએ કે,
   
2:16  how you receive a question, તમે પ્રશ્નને કેવી રીતે ગ્રહણ કરો છો,
how you look at a question, તમે પ્રશ્નને કેવી રીતે જુઓ છો,
   
2:22  how you respond to a question. તમે પ્રશ્નનો કેવી રીતે પ્રતિભાવ આપો છો.
   
2:31  Or, are you merely seeking કે પછી, તમે માત્ર
an answer to the question – પ્રશ્નનો જવાબ શોધવા મથી રહ્યાં છો -
   
2:39  if you are seeking an answer, જો તમે જવાબ શોધવા મથી રહ્યાં હો,
   
2:41  the answer is more important તો પ્રશ્ન કરતાં જવાબ
than the question. વધુ મહત્ત્વનો છે.
   
2:49  So, we are saying માટે, આપણે એમ કહીએ છીએ કે
it is very important તે બહુ મહત્ત્વનું છે કે
   
2:54  how you approach a question. તમે પ્રશ્નની પાસે કેવી રીતે જાવ છો.
   
3:04  And in the manner – અને તેની રીત મહત્ત્વની છે -
   
3:06  how you investigate the question, તમે પ્રશ્નને કેવી રીતે તપાસો છો -
   
3:11  for the answer કારણ કે જવાબ
lies in the question itself, પ્રશ્નની અંદર જ રહેલો છે,
   
3:16  not away from it. પ્રશ્નથી દૂર નથી.
   
3:19  I hope this is clear, મને આશા છે કે આ સ્પષ્ટ છે,
   
3:23  that we are both seeking કે આપણે બંને પ્રશ્નનો ઉકેલ
to find a solution to a question, શોધવા મથી રહ્યાં છીએ,
   
3:34  but we are saying that it is પરંતુ આપણે કહીએ છીએ કે
far more important to understand પ્રશ્નનાં મૂળ સ્વરૂપ તથા સામગ્રીને સમજવાં
   
3:41  the nature and the content તે ઘણું વધારે
of the question. મહત્ત્વનું છે.
   
3:50  So we are both of us, તો આપણે બંને,
you and the speaker તમે અને વક્તા,
   
3:56  are going to investigate પ્રશ્નને જ
the question itself, કાળજીપૂર્વક તપાસીશું,
   
4:02  and then in understanding અને પછી પ્રશ્નને
the question સમજવામાં,
   
4:05  the answer is in the investigation પ્રશ્નની તપાસમાં જ તેનો
of that question. જવાબ રહેલો છે.
   
4:11  I hope this is clear. મને આશા છે કે આ સ્પષ્ટ છે.
   
4:17  There are several questions here અહીં ઘણા પ્રશ્નો આવેલા છે
and you and the speaker together અને તમે અને વક્તા સાથે મળીને
   
4:28  are going to explore પ્રશ્નના મૂળ સ્વરૂપનું
the nature of the question, નિરીક્ષણ કરીશું,
   
4:35  and then perhaps અને ત્યાર પછી કદાચ
   
4:36  we will be able to find the answer આપણે પ્રશ્નની પોતાની અંદર જ
in the question itself. જવાબને શોધી શકીશું.
   
4:43  Is this fairly clear? શું આ એકદમ સ્પષ્ટ છે?
   
4:48  So we are going to read તો આપણે સૌ પહેલાં
these questions first. આ પ્રશ્નોને વાંચીશું.
   
4:54  1st Question: What is beauty? પહેલો પ્રશ્ન: સૌંદર્ય એટલે શું?
   
4:58  Why do we like things શા માટે આપણને સુંદર વસ્તુઓ
that are beautiful? ગમે છે?
   
5:04  What is beauty, and why is it that સૌંદર્ય એટલે શું, અને એવું કેમ છે કે
we like things that are beautiful? આપણને સુંદર વસ્તુઓ ગમે છે?
   
5:16  That is the question. આ છે પ્રશ્ન.
   
5:20  So, we are together તો, આપણે સાથે મળીને
going to investigate, explore, પ્રશ્નને તપાસીશું, તેનું નિરીક્ષણ કરીશું,
   
5:24  find out the question itself, પ્રશ્નમાં, તેની અંદર રહેલી
the content of the question. સામગ્રીમાં શોધ કરીશું.
   
5:31  Is this clear? શું આ સ્પષ્ટ છે?
   
5:35  The questioner asks, what is beauty. પ્રશ્નકર્તા પૂછે છે, સૌંદર્ય એટલે શું.
   
5:42  Now when you look around this hall, હવે જયારે તમે આ હૉલમાં ચારેબાજુ જુઓ,
is it beautiful? તો શું તે સુંદર છે?
   
5:52  When you look જયારે તમે સાંજે
at the sky of an evening, આકાશમાં જુઓ,
   
5:57  with one star in the heavens, તેમાં એક અટૂલો તારો હોય,
is that beautiful? તો શું તે સુંદર છે?
   
6:04  Or when you see a marvellous sunset, અથવા જયારે તમે અદ્દભુત સૂર્યાસ્તને જુઓ,
   
6:10  full of colour, great depth, રંગોથી સભર, અતિશય ઊંડાણવાળો,
great sense of expansion, અતિશય વિસ્તરેલો,
   
6:17  and the whole universe is અને અખિલ સૃષ્ટિ
filled with light and colour, પ્રકાશ અને રંગોથી સભર હોય,
   
6:22  is that beautiful? તો શું તે સુંદર છે?
   
6:25  Or only the things that man has made અથવા માત્ર માણસે બનાવેલી વસ્તુઓ જ
are beautiful. સુંદર છે?
   
6:36  Man has made the cathedrals, માણસે દેવળો,
the temples, the churches મંદિરો, ચર્ચ
   
6:45  and the various types of mosques તથા વિવિધ પ્રકારની મસ્જિદો
all over the world. આખા વિશ્વમાં બનાવ્યાં છે.
   
6:52  So, man-made things like a painting, તો, માનવનિર્મિત ચીજો જેવી કે ચિત્ર,
   
6:58  a poem, a sculpture, a building, કાવ્ય, શિલ્પ, મકાન,
   
7:04  which are all man-made, જે બધાં માણસે બનાવેલાં છે,
and therefore are they beautiful? અને શું તેથી તે સુંદર છે?
   
7:11  That is, is man એટલે કે, શું માણસ
the measure of beauty, સૌંદર્યનું માપ છે,
   
7:17  or man is the measure of all things? કે માણસ બધી ચીજોનું પરિમાણ છે?
   
7:23  Do we understand each other? શું આપણે એકબીજાને સમજીએ છીએ?
   
7:33  We are asking to find out આપણે પૂછીએ છીએ કે એ શોધી કાઢો
what is beauty. કે સૌંદર્ય એટલે શું.
   
7:38  It is a very complex question આ ઘણો જટિલ પ્રશ્ન છે
and requires a great sensitivity અને આપણા પોતાના માટે
   
7:44  to find out for ourselves સૌંદર્ય એટલે શું તે શોધવું
what is beauty. એ ખૂબ સંવેદનશીલતા માગે છે.
   
7:51  You see a marvellous sunset, તમે એક અદ્દભુત સૂર્યાસ્તને,
   
7:57  the early morning rise વહેલી પરોઢે વૃક્ષોની ઉપર
of the sun over the trees. ઊગતા સૂર્યને જુઓ છો.
   
8:04  Or you see a great mountain અથવા તમે એક વિશાળ પર્વતને જુઓ છો,
against a clear blue sky, અને ઉપર સાફ ભૂરું આકાશ,
   
8:13  tender, quiet, silent, કોમળ, અચલ, નીરવ,
   
8:17  great beauty, great sense અસાધારણ સૌંદર્ય, વિપુલ
of tremendous dignity, ભવ્યતાનું ભાન,
   
8:24  a sense of wonder. વિસ્મયનો ભાવ.
   
8:28  When that takes place, જયારે આવું બને,
   
8:31  that is, when you see એટલે કે જયારે તમે કોઈ
a great marvellous thing, મહાન, અદ્દભુત વસ્તુને જુઓ,
   
8:37  what happens when you look at it? ત્યારે શું થાય છે?
   
8:43  When you look at a sunset જયારે તમે એક અદ્દભુત સૂર્યાસ્તને
over the sea, and a great light, સમુદ્ર ઉપર જુઓ, અને સૂર્યાસ્તનો
   
8:52  brilliance born of sunset, અતિ ચમકતો પ્રકાશ જુઓ,
   
8:57  what takes place in you? ત્યારે તમારી અંદર શું બને છે?
   
9:06  Please, we are મહેરબાની કરીને, આપણે સાથે મળીને
investigating together. કાળજીપૂર્વક તપાસ કરી રહ્યાં છીએ.
   
9:10  You are not just waiting for તમે માત્ર વક્તા તમારા પ્રશ્નનો જવાબ
the speaker to answer your question. આપે તેની રાહ નથી જોઈ રહ્યાં.
   
9:17  We are together આપણે સાથે મળીને
exploring the question, પ્રશ્નનું નિરીક્ષણ કરી રહ્યાં છીએ,
   
9:22  whatever the question – પ્રશ્ન જે પણ હોય -
political, economic, social and so on. રાજનૈતિક, આર્થિક, સામાજિક, વગેરે.
   
9:29  The questioner here is asking, અહીં પ્રશ્નકર્તા પૂછી રહ્યો છે,
‘What is beauty?’ ‘સૌંદર્ય એટલે શું?’
   
9:38  We are saying that beauty exists only આપણે કહી રહ્યાં છીએ કે
  સૌંદર્ય ત્યારે જ સંભવે
   
9:43  when the self, the ‘me’ is not. જયારે સ્વ, ‘હું’ ન હોય.
   
9:51  Man-made things like a painting, માનવનિર્મિત ચીજો જેવી કે ચિત્ર,
   
9:59  like a marvellous photograph એક વૃક્ષ કે માણસનો
of a tree or of a person, અદ્દભુત ફોટોગ્રાફ,
   
10:08  of a great river flowing down અથવા કોઈ ધસમસ વહેતી
full of light and volume, પ્રકાશથી ભરેલી છલોછલ નદીનો ફોટોગ્રાફ,
   
10:17  when you look at all this, જયારે તમે આ બધું જુઓ,
the wonder of the earth, પૃથ્વીનો ચમત્કાર,
   
10:23  the beauty of the earth, પૃથ્વીનું સૌંદર્ય,
what takes place in you જયારે તમે કશુંક
   
10:31  when you look at something અસાધારણપણે સુંદર જુઓ છો
extraordinarily beautiful? ત્યારે તમારી અંદર શું બને છે?
   
10:37  For the moment you cease to exist. તે પળ પૂરતું તમારું અસ્તિત્વ નથી હોતું.
   
10:44  You with all your problems, તમે અને તમારી સમસ્યાઓ,
with your worries, તમારી ચિંતાઓ,
   
10:48  with your daily travail તમારાં રોજેરોજનાં પરિશ્રમ,
and misery, confusion, વિટંબણા, ગૂંચવણ,
   
10:53  all that is dissipated or driven away જયારે તમે કોઈ ભવ્યતમ સુંદર વસ્તુને નિહાળો,
   
10:59  by something that you see ત્યારે તે વસ્તુ આ બધાંને
with great tremendous beauty. વિખેરી નાખે છે, દૂર ભગાડી દે છે.
   
11:07  You for the moment are absent. તે પળે તમે હોતા નથી.
Would you agree to that? શું તમે આની સાથે સંમત છો?
   
11:14  Are you listening to all this? શું તમે આ બધું સાંભળી રહ્યાં છો?
   
11:18  If you are listening and you see જો તમે સાંભળી રહ્યાં હો, અને
or perceive when there is beauty – તમે સૌંદર્યને જુઓ, કે અનુભવો -
   
11:30  great beauty, not merely અસાધારણ સૌંદર્ય, માત્ર
physical beauty of a woman or a man – સ્ત્રી કે પુરુષનું શારીરિક સૌંદર્ય નહીં -
   
11:38  when you perceive that, જયારે તમે તે અનુભવો, ત્યારે તે સૅકન્ડ
for the second your self is not there. માટે તમારી જાત ત્યાં નથી હોતી.
   
11:47  I would consider હું તેને મહાન સૌંદર્ય
that is great beauty. ગણું છું.
   
11:53  And also – અને એ પણ -
   
11:57  it is a very noisy place, isn’t it – આ બહુ ઘોંઘાટવાળી જગ્યા છે, નહીં? -
   
12:01  and also the question asks, અને પ્રશ્ન એ પણ છે કે,
   
12:05  why do we like something શા માટે આપણને જે સુંદર હોય
that is beautiful? તે ગમે છે?
   
12:11  And also that question implies, તથા તે પ્રશ્નમાં એ પણ અભિપ્રેત છે કે,
   
12:14  why do we tolerate something શા માટે આપણે જે કદરૂપું, ગંદું છે
that is ugly, dirty? તેને સહન કરીએ છીએ?
   
12:20  Like the filthy streets of Bombay. જેમ કે મુંબઈના કચરાવાળા રસ્તાઓ.
   
12:24  Why do we tolerate it, શા માટે આપણે તેને સહન કરીએ છીએ,
why do we allow it? શા માટે આપણે તેને ચલાવી લઈએ છીએ?
   
12:29  You might say, તમે કદાચ કહો,
‘It is not our responsibility, 'એ અમારી જવાબદારી નથી,
   
12:33  it is the responsibility એ જવાબદારી
of the government’, સરકારની છે',
   
12:36  and the government is corrupt અને સરકાર ભ્રષ્ટ છે
and so everything goes to pieces. અને તેથી બધું વેરવિખેર થઈ જાય છે.
   
12:43  But are we aware sensitively પરંતુ આપણે આસપાસના વાતાવરણ પ્રત્યે
of the environment in which we live? સંવેદનાપૂર્વક જાગૃત છીએ?
   
12:57  The room in which we live, જે ઓરડામાં આપણે રહેતા હોઈએ,
whether it is orderly, clean, શું તે વ્યવસ્થિત, સ્વચ્છ,
   
13:04  well proportioned or not, બરાબર ગોઠવાયેલો છે કે નથી,
are we aware of all this? આ બધા પ્રત્યે આપણે જાગૃત છીએ?
   
13:10  Or we just put up with everything? કે પછી આપણે દરેક વસ્તુ બસ સહન કરી લઈએ છીએ?
   
13:18  And so most of us become – અને તેથી આપણામાંના મોટાભાગના લોકો -
   
13:22  when you see constantly, જયારે તમે કાયમ,
day after day the squalor, રોજેરોજ ગંદકી,
   
13:29  the dirt, the inhumanity ધૂળ, એક માણસનું બીજા માણસ
of man against man, સામે પાશવીપણું જુઓ,
   
13:36  you get used to it, your sensitivity ત્યારે તમે તેનાથી ટેવાઈ જાવ છો, તમારી
becomes dull, corroded, સંવેદનશીલતા મંદ પડી જાય છે, કટાઈ જાય છે,
   
13:44  and so you never see actually અને એટલે તમે જે સુંદર છે તેને
that which is beautiful. વાસ્તવમાં ક્યારેય જોતા નથી.
   
14:09  2nd Question: Is perception બીજો પ્રશ્ન: શું વિચારની દખલ વિના
of the actual possible વાસ્તવનો બોધ થવો
   
14:17  without the intervention of thought? શક્ય છે?
   
14:20  Is perception of the actual possible શું વિચારની દખલ વિના
without the intervention of thought? વાસ્તવનો બોધ થવો શક્ય છે?
   
14:32  You understand the question? તમે પ્રશ્ન સમજો છો?
   
14:36  Is it possible to perceive a tree, શું એક વૃક્ષનો બોધ થવો શક્ય છે,
your wife or your husband, અથવા તમારી પત્ની કે તમારા પતિનો,
   
14:50  or your boss or your helper, તમારા ઉપરી કે તમારા કર્મચારીનો,
your servant, તમારા નોકરનો,
   
14:57  or the nature around you, અથવા તમારી આજુબાજુની કુદરતનો,
   
15:00  to perceive that without આ બધાંનો વિચારની દખલ વિના
the intervention of thought? બોધ થવો શક્ય છે?
   
15:11  If the question is clear, જો પ્રશ્ન સ્પષ્ટ હોય,
   
15:16  that is, can you see a tree, તો એનો અર્થ કે શું તમે એક વૃક્ષને જોઈ શકો,
or the new moon, અથવા પ્રતિપદાના ચન્દ્રને,
   
15:27  or the setting of the sun, કે પછી સૂર્યાસ્તને,
   
15:31  or your wife or your husband અથવા તમારી પત્ની કે તમારા પતિને,
and your children, અને તમારાં સંતાનોને જોઈ શકો,
   
15:37  without thought interfering વિચાર તમારા બોધની
with your perception? આડે આવ્યા વિના?
   
15:47  That is the question. આ છે પ્રશ્ન.
   
15:52  Let us explore the question. ચાલો આપણે પ્રશ્નને તપાસીએ.
   
15:57  What do we mean perceiving આપણે બોધ થવાનો શો અર્થ કરીએ છીએ
– to perceive, to observe? - બોધ થવો, અવલોકવું?
   
16:12  When you perceive your wife જયારે તમે તમારી પત્ની
or your husband કે તમારા પતિનો,
   
16:15  or your girlfriend or your son, અથવા તમારી પ્રેયસી કે તમારા
  પુત્રનો બોધ કરો,
   
16:20  do you actually see them as they are, ત્યારે તમે તેઓને વાસ્તવમાં
  જેવા છે તેવા જુઓ છો,
   
16:26  or you have a picture of them, કે પછી તમારી પાસે તેઓનું એક ચિત્ર છે,
an image of them, તેઓની એક માનસિક છબી છે,
   
16:38  and through that image, અને તે માનસિક છબી દ્વારા,
   
16:40  through those coloured glasses સ્મૃતિઓ અને નિષ્કર્ષોના
of memories, conclusions, રંગીન કાચ મારફત
   
16:47  you look through. તમે જુઓ છો?
   
16:52  Please examine kindly મહેરબાની કરીને, વક્તા જે કહી રહ્યો છે
what the speaker is saying. તેને કૃપયા ચકાસો.
   
16:58  Examine your own wife or your husband તમારી પોતાની પત્નીને કે તમારા પતિને,
   
17:02  or your neighbour or your boss તમારા પાડોશીને કે તમારા ઉપરી
and so on, વગેરેને ચકાસી જુઓ,
   
17:07  whether you can look at them કે શું તમે તેઓને કોઈ વિચાર કે
   
17:10  without a single movement માનસિક છબી કે શબ્દની એક પણ
of thought or image or the word. હિલચાલ વિના જોઈ શકો છો.
   
17:22  Suppose I am married – which I'm not – ધારો કે હું પરિણીત છું - જે હું નથી -
suppose I am married. પણ ધારો કે હું પરિણીત છું.
   
17:31  I live with my wife for twenty હું મારી પત્ની સાથે વીસ કે ત્રીસ વર્ષોથી
or thirty years or fifteen days, અથવા પંદર દિવસોથી જીવું છું,
   
17:38  and during that interval of time અને તે સમયગાળા દરમ્યાન
   
17:44  I have built through various મેં વિવિધ
incidents, accidents, બનાવો, દુર્ઘટનાઓમાંથી
   
17:51  an image about her. તેની એક માનસિક છબી બનાવી છે.
   
17:55  She has built an image about me. પત્નીએ મારા વિષે એક માનસિક છબી બનાવી છે.
   
18:00  These images, these memories, આ માનસિક છબીઓ, આ સ્મૃતિઓ
   
18:05  prevent me from looking મને પત્નીને વાસ્તવમાં,
at her actually, what she is. તે જેવી છે તેવી જોતાં અટકાવે છે.
   
18:12  And then the question arises: અને પછી પ્રશ્ન ઉદ્ભવે છે:
   
18:15  is it possible to look શું કોઈ માણસને
at a human being, જોવું શક્ય છે,
   
18:20  whether it be my wife ભલે તે મારી પત્ની હોય
or a neighbour or a stranger, કે પાડોશી, કે કોઈ અજાણ્યો માણસ હોય,
   
18:28  to look at them without તેઓને વિચારની કોઈ પણ
a single movement of thought. હિલચાલ વિના જોવા.
   
18:36  That is what the questioner પ્રશ્નકર્તા જે પૂછે છે
is asking. તે આ છે.
   
18:42  You are sitting there and તમે ત્યાં બેઠાં છો અને
the speaker is sitting up here. વક્તા અહીં બેઠેલો છે.
   
18:48  You apparently are here દેખીતી રીતે જ, તમે
with an image, with a conclusion, વક્તાની એક માનસિક છબી, એક નિષ્કર્ષ,
   
18:58  with memories of the speaker, અને સ્મૃતિઓ સાથે અહીં આવ્યાં છો,
right, sirs? ખરું, સર?
   
19:10  Are you responding to my question? તમે મારા પ્રશ્નનો પ્રતિભાવ આપી રહ્યાં છો?
   
19:15  Can you observe the speaker શું તમે વક્તાનું અવલોકન કરી શકો,
   
19:19  without all the reputation તેને વિષે તમે બનાવેલી
that you have built about him, સઘળી કીર્તિ વિના,
   
19:26  all the things that તેના વિષે કહેવાયેલી
have been said about him, બધી વાતો વિના,
   
19:30  and all that you perhaps may have read અને તમે તેના વિષે કદાચ જે કંઈ વાંચ્યું હોય,
about him, or what he has said અથવા તેણે જે કંઈ કહ્યું હોય,
   
19:37  – to put away all that - તે સઘળું બાજુ ઉપર મૂકવું
and look at him, observe him. અને તેને જોવો, તેનું અવલોકન કરવું.
   
19:37    - તે સઘળું બાજુ ઉપર મૂકવું
  અને તેને જોવો, તેનું અવલોકન કરવું.
   
19:45  Will you do that, can you do it? શું તમે તેમ કરશો, તમે તેવું કરી શકો?
   
19:50  That is, to look at something, એટલે કે, કોઈ વસ્તુને જોવી,
or a person or anything, કે કોઈ વ્યક્તિને જોવી,
   
19:57  without a previous memory, ભૂતકાળની કોઈ સ્મૃતિ,
conclusion, remembrance. નિષ્કર્ષ કે સ્મરણ વિના.
   
20:03  Just to look afresh – માત્ર નવેસરથી જોવું -
is that possible? શું તે શક્ય છે?
   
20:11  That means thought not interfering એનો અર્થ કે તમારા અવલોકનમાં
with your observation. વિચારના હસ્તક્ષેપ વિના.
   
20:20  If you have ever tried, જો તમે ક્યારેય એવો પ્રયત્ન કર્યો હોય,
or if you ever will do it, અથવા જો તમે ક્યારેય એવું કરો,
   
20:25  you will find most તો તમે જોશો કે
extraordinary things happen. સૌથી અનોખી વસ્તુઓ બનશે.
   
20:28  You begin to discover something તમે જેના વિષે ક્યારેય વિચાર્યું ન હોય,
which you have never thought of. તેવી કોઈ વસ્તુને શોધવાનું તમે શરૂ કરો છો.
   
20:34  You begin to discover તમે કોઈ બિલકુલ નવી વસ્તુને
something totally new. શોધવાનું શરૂ કરો છો.
   
20:41  If you look at your wife જો તમે તમારી પત્નીને
or your husband કે તમારા પતિને જુઓ,
   
20:46  without all the memory that you have તમે તેના વિષે તેમ જ તેણે તમારા વિષે
accumulated about her ભેગી કરેલી
   
20:52  and she about you, સઘળી સ્મૃતિઓ વિના,
   
20:56  then you are looking at her or him તો તમે તમારી પત્નીને, કે તમારા પતિને
for the first time afresh! પહેલી વાર નવેસરથી જુઓ છો!
   
21:04  So a relationship તેનાથી સંબંધ
is constantly renewed, fresh. હંમેશાં નવીન, તાજો રહે છે.
   
21:13  Not the old memories પુરાણી સ્મૃતિઓ કાર્યરત નથી થતી
operating and interfering. અને હસ્તક્ષેપ નથી કરતી.
   
21:19  Have you ever tried all this? તમે ક્યારેય આવો પ્રયત્ન કર્યો છે?
Or you just listen – કે પછી તમે માત્ર સાંભળો છો -
   
21:24  ‘Yes, it sounds very grand, 'હા, આ બહુ ભવ્ય લાગે છે, પણ હું આ
but I can’t do it’, and carry on. કરી શકું નહીં', અને આગળ જતાં રહો છો.
   
21:33  So if you actually do it જો તમે ખરેખર
once or twice, એક કે બે વાર એવું કરો,
   
21:39  to put away પત્ની કે પતિ વિષે
all the accumulated memories તમે ભેગી કરેલી
   
21:44  that you have about her or him, સઘળી સ્મૃતિને દૂર મૂકી દો,
   
21:49  then you are looking at the person તો તમે તે વ્યક્તિને
for the first time afresh. પહેલી વાર નવેસરથી જુઓ છો.
   
21:59  And when you look અને જયારે તમે તે વ્યક્તિને
at that person afresh નવેસરથી જુઓ છો,
   
22:02  something totally new takes place, ત્યારે કશુંક તદ્દન નવું બને છે,
   
22:05  a new kind of relationship એક નવા પ્રકારનો સંબંધ
comes into being. આકાર પામે છે.
   
22:26  3rd Question: How can one live ત્રીજો પ્રશ્ન: કોઈ માણસ એક એવા પતિ સાથે
with a husband who does not care? કેવી રીતે રહી શકે જે તેની સંભાળ નથી રાખતો?
   
22:37  How can one live with a husband માણસ એવા પતિ સાથે કેવી રીતે
who doesn't care? રહી શકે જે તેની સંભાળ નથી રાખતો?
   
22:43  I don’t know. હું નથી જાણતો.
   
22:57  Let’s look into the question. ચાલો આપણે પ્રશ્નની અંદર તપાસ કરીએ.
   
23:09  What is a husband, પતિ એટલે શું,
and what is a wife? અને પત્ની એટલે શું?
   
23:18  In America and other અમેરિકામાં અને
parts of the world, દુનિયાના અન્ય ભાગોમાં
   
23:25  a boy and a girl are living together છોકરો અને છોકરી એકસાથે રહે છે -
   
23:28  without going through લગ્નવિધિમાંથી
a marriage ceremony, પસાર થયા વિના,
   
23:33  or going through the registrar, કે રજિસ્ટ્રાર પાસે લગ્નની
register their marriage. નોંધણી કરાવ્યા વિના.
   
23:39  That’s one thing: એ એક વસ્તુ છે:
a boy and a girl live together છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના
   
23:45  without going through marriage કે લગ્નની સત્તાવાર નોંધણી કરાવ્યા વિના
or recording officially. એકસાથે રહે છે.
   
23:54  Then there is the other side: અને પછી બીજી બાજુ છે:
   
23:58  you go through a ceremony તમે એક પુરુષ અને એક સ્ત્રી
between a man and a woman, વચ્ચે એક વિધિ કરો છો,
   
24:03  and that ceremony અને એ વિધિ
– that going to church, or registrar – - ચર્ચમાં કે રજિસ્ટ્રાર પાસે જવું -
   
24:10  that officially makes you તમને સત્તાવાર રીતે
man and wife, husband and wife. પતિ અને પત્ની બનાવે છે.
   
24:17  What is the difference આ બંનેમાં
between these two? શો ફરક છે?
   
24:23  You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
24:25  What is the difference between એક પુરુષ અને એક સ્ત્રી
a man and a woman living together લગ્નવિધિમાંથી
   
24:31  without going through પસાર થયા વિના
the ceremony of marriage, એકસાથે રહે,
   
24:35  and what is the difference અને એક પુરુષ અને એક સ્ત્રી
between them and a man and woman મોંઘી લગ્નવિધિમાંથી
   
24:42  who goes through expensive marriage, પસાર થાય -
   
24:48  what is the difference આ બંનેમાં
between the two? શો ફરક છે?
   
24:53  One has a paper, legalised, એક પાસે કાયદેસરનો કાગળ છે,
saying you are husband and wife. જે કહે છે કે તમે પતિ અને પત્ની છો.
   
25:02  Society says you are married, સમાજ કહે છે કે તમે પરિણીત છો,
   
25:08  you have certain responsibilities તમારી પોતાની પત્નીની,
to look after your wife, સંતાનોની સંભાળ લેવાની
   
25:12  your children and all the rest of it. વગેરે કેટલીક જવાબદારીઓ છે.
   
25:15  And also the other, who do not અને બીજી બાજુ, જે લોકો
go to church and all the rest, ચર્ચ વગેરેમાં નથી જતા,
   
25:21  go through marriage ceremony, કે લગ્નવિધિમાંથી પસાર નથી થતા,
   
25:26  either they are very irresponsible તે લોકો પણ કાં તો ખૂબ બિનજવાબદાર છે,
or they are very responsible. અથવા તો ખૂબ જવાબદાર છે.
   
25:33  Both are responsible. બંને જવાબદાર છે.
   
25:38  If they take living together જો તેઓ સહજીવનને
seriously, ગંભીરતાપૂર્વક લે,
   
25:44  both are responsible. તો બંને જવાબદાર છે.
   
25:48  So we are asking, what is a husband, આપણે પૂછીએ છીએ કે,
and what is a wife? પતિ એટલે શું, અને પત્ની એટલે શું?
   
25:56  You answer that question. તમે આ પ્રશ્નનો જવાબ આપો.
   
25:58  Most of you I presume હું ધારું છું કે અહીં આવેલા
who are here are married, લોકોમાંથી મોટાભાગના પરિણીત છે,
   
26:05  or you have a girlfriend – અથવા તમારે સ્ત્રીમિત્ર છે -
perhaps not in India so much કદાચ ભારતમાં એટલું બધું નહીં,
   
26:10  but in Europe and America પરંતુ યુરોપમાં અને અમેરિકામાં
it is quite common. આ બહુ સામાન્ય છે.
   
26:16  So what is a husband? તો પતિ એટલે શું?
   
26:21  A husband is supposed પતિ કામ કરે છે,
to work, go to the office ઑફિસ જાય છે,
   
26:26  or go to some kind of work અથવા કોઈક પ્રકારનું કામ કરવા
from nine till five o’clock, નવથી પાંચ વાગ્યા સુધી જાય છે,
   
26:37  spends most of the day in an office, મોટાભાગનો દિવસ ઑફિસમાં વિતાવે છે,
either pleasant or unpleasant, સુખકર કે દુઃખકર,
   
26:44  a factory and so on, કારખાનામાં કે બીજે ક્યાંક,
and then comes home. અને પછી ઘરે આવે છે.
   
26:49  The wife, the woman, cooks the meal, પત્ની - સ્ત્રી - ભોજન બનાવે છે,
   
26:53  looks after – if she has children – અને - જો સંતાનો હોય તો -
the children, and so on. સંતાનોની સંભાળ રાખે છે વગેરે.
   
27:00  This is our daily routine. આ આપણો રોજિંદો નિત્યક્રમ છે.
   
27:07  Do you agree to that? તમે આની સાથે સંમત છો?
   
27:09  Oh, for God’s sake. Yes? ઓહ, ભગવાનને ખાતર. હા?
   
27:13  This is what is happening આખી દુનિયામાં આ જ
the world over. બની રહ્યું છે.
   
27:16  The woman stays at home, સ્ત્રી ઘરે રહે છે,
   
27:18  or she goes to the office also અથવા તે પણ વધુ ધન
to earn more money, કમાવા માટે ઑફિસ જાય છે,
   
27:24  and the wife generally looks after અને સામાન્ય રીતે પત્ની
the children if she has any, જો સંતાનો હોય તો સંતાનોની સંભાળ રાખે છે,
   
27:32  and stays at home. અને ઘરે રહે છે.
   
27:35  What is the relationship આ બે વ્યક્તિઓ
between these two people? વચ્ચે શો સંબંધ છે?
   
27:40  The husband who works પતિ જે નવથી પાંચ
from nine to five, કામ કરે છે,
   
27:45  and also the woman goes off અને પત્ની જે પણ નવથી પાંચ
to work from nine to five, કામ કરવા જાય છે,
   
27:52  what is their relationship? તેઓનો સંબંધ શો છે?
   
27:57  Have you ever thought about it? તમે ક્યારેય આ વિષે વિચાર્યું છે?
   
28:01  Life is becoming more જીવન વધુ ને વધુ જટિલ,
and more complex, વધુ ને વધુ મોંઘું
   
28:04  more and more expensive, બની રહ્યું છે,
   
28:06  so both the woman and the man માટે પુરુષ અને સ્ત્રી બંનેએ
have to work. કામ કરવું પડે છે.
   
28:14  And if they have children, which અને જો તેઓને સંતાનો હોય,
perhaps unfortunately they have, જે કદાચ કમનસીબે હોય છે,
   
28:20  what happens to the children? તો સંતાનોનું શું થાય છે?
   
28:23  The woman comes home સ્ત્રી ઘરે આવે છે,
or the husband comes home, tired, કે પુરુષ ઘરે આવે છે, બંને થાકેલા,
   
28:30  and will they care for each other અને શું તેઓ કામવાસના સિવાય
except sexually? એકબીજાની બીજી કોઈ સંભાળ રાખશે?
   
28:36  Will they really care? શું તેઓ ખરેખર સંભાળ રાખશે?
   
28:40  You ask this question to the speaker તમે વક્તાને આ પ્રશ્ન પૂછો છો,
   
28:46  and he is supposed અને તેણે જવાબ આપવાનો છે
to answer that question. એમ ધારો છો.
   
28:50  You should put this question તમારે આ પ્રશ્ન તમારી જાતને
to yourself and not to the speaker. કરવો જોઈએ, અને વક્તાને નહીં.
   
28:58  The question is: પ્રશ્ન છે:
   
29:02  how does one live with a husband માણસ એવા પતિ સાથે કેવી રીતે
who doesn’t care? રહી શકે જે તેની સંભાળ નથી રાખતો?
   
29:11  Either you say goodbye old man, કાં તો તમે પુરુષને ગુડબાય કહી દો,
or old boy, or you put up with it. અથવા તો તમે સહન કરી લો.
   
29:22  This is generally what happens, સામાન્ય રીતે આવું બને છે,
you put up with it, તમે તે સહન કરી લો છો;
   
29:27  getting more and more એકબીજા પ્રત્યે
indifferent to each other, વધુ ને વધુ ઉદાસીન,
   
29:32  more and more isolated, વધુ ને વધુ અલગ, વધુ ને વધુ
more and more depressed, નિરુત્સાહી થતા જાવ છો;
   
29:41  and all the misery of living અને એવા પુરુષ કે સ્ત્રી સાથે
with a man or a woman જીવવાની વિટંબણા,
   
29:47  who doesn’t really care at all. જે ખરેખર બિલકુલ સંભાળ રાખતો નથી.
   
29:51  It is your problem, not mine. આ તમારી સમસ્યા છે, મારી નથી.
   
29:55  So what will you do, તો તમે શું કરશો,
   
30:02  go after another woman, કોઈ બીજી સ્ત્રીની પાછળ પડશો,
go after another man? કોઈ બીજા પુરુષની પાછળ પડશો?
   
30:08  And it will also happen there, અને આવું ત્યાં પણ બનશે,
   
30:13  after a little while થોડા સમય પછી
he will not care. એ પણ સંભાળ નહીં રાખે.
   
30:19  And so you are અને આમ તમે હંમેશાં
always caught in this problem. સમસ્યામાં પકડાયેલા રહેશો.
   
30:26  Which means, is there love at all? એનો અર્થ કે, શું પ્રેમ છે ખરો?
   
30:37  When two people live together, જયારે બે માણસો સાથે મળીને જીવે,
   
30:42  is it a sexual, biological activity ત્યારે શું એ કામવાસનાની
of coming together જૈવિક પ્રવૃત્તિ છે,
   
30:52  or is there love in their life, કે પછી તેમના જીવનમાં પ્રેમ છે,
caring for each other? એકબીજા પ્રત્યે સંભાળ છે?
   
31:02  Perhaps you know this answer કદાચ આનો જવાબ તમે
better than the speaker. વક્તા કરતાં વધુ સારી રીતે જાણો છો.
   
31:20  4th Question: ચોથો પ્રશ્ન:
Is it necessary to marry in life? શું જીવનમાં લગ્ન કરવું જરૂરી છે?
   
31:25  What is the physical relationship પુરુષ અને સ્ત્રી વચ્ચે
between man and woman? શારીરિક સંબંધ શો છે?
   
31:30  I don’t know. મને ખબર નથી.
   
31:36  You ought to know. તમને ખબર હોવી જોઈએ.
   
31:41  What a strange question આ કેવો વિચિત્ર પ્રશ્ન છે,
this is, isn’t it? નહીં કે?
   
31:46  Is it necessary to marry in life? જીવનમાં લગ્ન કરવું જરૂરી છે?
   
31:54  What do you say? તમે શું કહો છો?
   
31:59  If the speaker puts this question જો વક્તા તમને આ પ્રશ્ન કરે,
to you, what will you answer? તો તમે શું જવાબ આપશો?
   
32:06  Is it necessary, sirs and ladies, સજ્જનો અને સન્નારીઓ, શું એ જરૂરી છે
that I should marry? કે મારે લગ્ન કરવાં જોઈએ?
   
32:12  What would be your answer? તમારો જવાબ શું હોય?
   
32:16  Your answer probably would be, કદાચ તમારો જવાબ હોય કે,
   
32:18  ‘Do what you want to do. 'તમારે જે કરવું હોય એ કરો.
Why bother me with it? મને શું કામ તસ્દી આપો છો?
   
32:25  It’s up to you.' એ તમારી ઉપર છે.'
   
32:31  But you see the question is really પરંતુ તમે જુઓ કે પ્રશ્ન ખરેખર
much more complex than that. આનાથી ઘણો અધિક જટિલ છે.
   
32:38  We all want companionship, આપણને સૌને સાહચર્ય જોઈએ છે,
we all want sexual relationship, આપણને સૌને યૌન સંબંધ જોઈએ છે,
   
32:48  a biological necessity. જે જૈવિક જરૂરિયાત છે.
   
32:52  And also we want somebody અને આપણે એવું કોઈ માણસ પણ જોઈએ છે
on whom we can rely, જેની ઉપર આપણે નિર્ભર રહી શકીએ,
   
32:58  in whom we can find security, જેનામાં આપણને સલામતી મળે,
   
33:03  in whom there is a sense જેનામાં રાહત અને
of comfort, support, સમર્થનની ભાવના હોય,
   
33:10  because most of us cannot કારણ કે આપણામાંના મોટાભાગના લોકો
stand alone on our own feet, પોતાના પગ ઉપર એકલા ઊભા રહી શકતા નથી,
   
33:17  therefore we say, ‘I must marry’, તેથી આપણે કહીએ છીએ, 'મારે લગ્ન કરવાં જોઈએ',
   
33:19  or I will have a girlfriend, અથવા 'મારે એક સ્ત્રીમિત્ર હશે',
or whatever it is, અથવા જે કંઈ હોય તે,
   
33:23  ‘I must have somebody 'મારે કોઈ એવું જોઈએ
with whom I can be at home’. જેની સાથે મને ઘરના જેવું લાગે'.
   
33:30  We are never at home with anybody આપણે ક્યારેય કોઈની સાથે
  નિરાંતજીવે હોતા નથી,
   
33:34  because we are living in our own કારણ કે આપણે પોતાના જ
thoughts, in our own problems, વિચારો, પોતાની જ સમસ્યાઓ,
   
33:39  our own ambitions and so on. પોતાની જ મહત્ત્વાકાંક્ષાઓ
  વગેરેમાં જીવીએ છીએ.
   
33:42  And we are frightened to stand alone, અને આપણે એકલા ઊભા રહેતાં ડરીએ છીએ,
   
33:52  because life is very lonely, કારણ કે જીવન ઘણું એકલવાયું છે,
   
33:58  life is very complex, troublesome, જીવન ઘણું જટિલ, મુશ્કેલીભર્યું છે,
   
34:03  and one needs somebody with whom અને આપણે એવું કોઈ જોઈએ જેની સાથે
you can talk things over. આપણે બધી બાબતોની ચર્ચા કરી શકીએ.
   
34:09  And also when you marry આ ઉપરાંત જયારે તમે લગ્ન કરો,
you have sexual relationships, ત્યારે તમારે યૌન સંબંધ થાય છે,
   
34:20  children and so on. સંતાનો વગેરે.
   
34:21  So, in this relationship માટે, પુરુષ અને સ્ત્રી
between man and woman, વચ્ચેના આ સંબંધમાં
   
34:28  if there is no love, જો પ્રેમ ન હોય, તો તમે પત્નીનો ઉપયોગ
you use her and she uses you. કરો છો અને પત્ની તમારો ઉપયોગ કરે છે.
   
34:35  You exploit her and she exploits you. તમે પત્નીનું શોષણ કરો છો અને
  પત્ની તમારું શોષણ કરે છે.
   
34:39  That’s a fact. એ એક હકીકત છે.
   
34:44  So, the questioner asks, તેથી પ્રશ્નકર્તા પૂછે છે કે,
should one marry. શું માણસે લગ્ન કરવાં જોઈએ.
   
34:57  And what is the physical તથા પુરુષ અને સ્ત્રી વચ્ચે
relationship between man – શારીરિક સંબંધ શો છે -
   
35:02  don’t you know the question? તમે પ્રશ્ન નથી જાણતા?
   
35:07  It’s up to you, sirs. આ તમારી ઉપર છે, સર.
   
35:12  But to really enter into પરંતુ સાથે મળીને જીવવાની
this whole complex problem આ જટિલ સમસ્યામાં
   
35:19  of living together, ખરેખર ઊંડા ઉતરવું,
not only with two people, માત્ર બે માણસો સાથે જ નહીં,
   
35:24  living together with humanity – પણ માનવજાત સાથે મળીને જીવવું -
with your neighbour, તમારા પાડોશી સાથે,
   
35:31  with your boss, with your servant તમારા ઉપરી સાથે, જો નોકર હોય
if you have a servant, તો નોકર સાથે,
   
35:35  with your father, mother, children – તમારા પિતા, માતા, સંતાનો સાથે -
   
35:38  to live together, સાથે મળીને જીવવું,
it’s a very complex thing. એ એક ઘણી જટિલ વસ્તુ છે.
   
35:47  Living together as a family gives you એક કુટુંબ તરીકે સાથે મળીને જીવવું તમને
certain security, certain safety અમુક સલામતી, અમુક સુરક્ષા આપે છે,
   
35:57  and so you extend અને એટલે તમે કુટુંબનો
that family to a group, જૂથમાં, સમુદાયમાં,
   
36:01  to a community, to a state, એક રાજ્યમાં,
to a nation, એક રાષ્ટ્રમાં વિસ્તાર કરો છો;
   
36:06  and from a nation which is અને તે રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું
opposed to another nation, વિરોધી હોય છે,
   
36:12  and so there is always division અને આમ હંમેશાં વિભાજન,
and conflict, and wars. સંઘર્ષ અને યુદ્ધો ચાલુ રહે છે.
   
36:18  So one has to find out how to live એટલે માણસે એ શોધી કાઢવું પડે કે
with another without any conflict, બીજા માણસ સાથે કોઈપણ સંઘર્ષ વિના,
   
36:34  without any sense of struggle, મથામણની, અનુરૂપતાની કે અનુકૂલનની
adaptation, adjustment. કોઈ ભાવના વિના કેવી રીતે જીવવું.
   
36:42  That requires a great deal આ તીવ્ર સમજશક્તિ તથા
of intelligence, integrity. સાકલ્ય માગી લે છે.
   
36:50  But we just marry off because of પરંતુ આપણે યૌન, જૈવિક જરૂરિયાતો
sexual, biological demands and so on. વગેરે માટે બસ લગ્ન કરી લઈએ છીએ.
   
37:06  Did you make up these questions? તમે આ પ્રશ્નો ઉપજાવી કાઢેલા છે?
They say no. તેઓ કહે છે, ના.
   
37:17  5th Question: What is the difference પાંચમો પ્રશ્ન: મગજ અને
between the brain and the mind? મન વચ્ચે શો ફરક છે?
   
37:26  What is the difference મગજ અને મન
between the brain and the mind? વચ્ચે શો ફરક છે?
   
37:36  This is a very complex question. આ ઘણો જટિલ પ્રશ્ન છે.
   
37:42  We know what the brain is. આપણે જાણીએ છીએ કે મગજ શું છે.
   
37:46  The scientists are saying now વૈજ્ઞાનિકો હવે કહે છે કે,
   
37:50  there is the left side of the brain મગજમાં એક ડાબી બાજુ છે
and the right side of the brain. અને બીજી જમણી બાજુ છે.
   
37:56  The left side of the brain મગજની ડાબી બાજુનો
is used daily. ઉપયોગ રોજ થાય છે.
   
38:01  I won’t go into all the details of it, હું એની બધી વિગતોમાં નહીં જાઉં,
you can read it if you want to. તમને ઇચ્છા હોય તો એને વિષે વાંચી શકો.
   
38:05  I haven’t read it, મેં એ વાંચ્યું નથી,
   
38:06  but some friends who are scientists પણ મારા કેટલાક વૈજ્ઞાનિક મિત્રોએ
have told me about it. મને એને વિષે કહ્યું છે.
   
38:11  The left side of the brain મગજની ડાબી બાજુ
is in operation, activity, બધી રોજિંદી પ્રવૃત્તિઓ
   
38:17  functioning with all અને કામકાજોમાં
the daily activity. કાર્યરત હોય છે.
   
38:22  And the right side of the brain અને મગજની જમણી બાજુ
   
38:26  is not operating fully, પૂર્ણપણે કાર્યરત નથી હોતી,
not functioning fully પૂર્ણપણે કામ નથી કરતી,
   
38:29  because the right side of the brain કારણ કે મગજની જમણી બાજુ
is much more intelligent, ઘણી વધુ બુદ્ધિમાન,
   
38:36  much more acute, ઘણી વધુ ભેદક,
much more aware. ઘણી વધુ જાગૃત છે.
   
38:42  And also the brain is the centre અને મગજ બધી ક્રિયા
of all action and reaction, અને પ્રતિક્રિયાનું, તેમ જ
   
38:55  of all the sensory responses ઇન્દ્રિયજન્ય પ્રતિભાવોનું કેન્દ્ર પણ છે
   
38:59  – this is what the speaker is saying. - વક્તા જે કહી રહ્યો છે તે આ છે.
   
39:05  So, the brain contains, or has એટલે કે, મગજ ચેતનાની
the whole content of consciousness. સમગ્ર સામગ્રી ધરાવે છે.
   
39:19  Consciousness is your belief, ચેતના એટલે તમારી માન્યતા,
your faith, તમારી આસ્થા,
   
39:24  your name, your faculty, capacity, તમારું નામ, તમારી વિદ્યા, તમારી ક્ષમતા,
   
39:30  all the memories, all the hurts, બધી સ્મૃતિઓ, બધી દુભાયાની લાગણીઓ,
pleasure, pain, ખુશી, પીડા,
   
39:34  agony, struggle, all that, વ્યથા, મથામણ,
affection and so on, મમતા વગેરે બધું જ.
   
39:40  all that is the content આ બધું જ તમારી
of your consciousness. ચેતનાની સામગ્રી છે.
   
39:45  The content of your તમારી ચેતનાની સામગ્રી
consciousness is you, તમે છો,
   
39:50  is the self, is the ‘me’. સ્વ છે, ‘હું’ છે.
   
39:58  That content of consciousness may આ ચેતનાની સામગ્રી
invent a super-super-consciousness, કોઈ ઉત્તમોત્તમ ચેતનાનો આવિષ્કાર કરી શકે,
   
40:06  or invent various kinds of અથવા કલ્પિત કે અકલ્પિત
unimagined or imagined states, અવસ્થાઓનો આવિષ્કાર કરી શકે,
   
40:13  but it is still within the content પરંતુ એ હજુ પણ તમારી
of your consciousness. ચેતનાની સામગ્રીની અંદર જ છે.
   
40:22  Do we see this? શું આપણે આ જોઈએ છીએ?
   
40:25  You – you are your name, your body, તમે - તમે છો તમારું નામ, તમારું શરીર,
   
40:31  your anger, your greed, તમારો ક્રોધ, તમારો લોભ,
your competition, your ambition, તમારી હરીફાઈ, તમારી મહત્ત્વાકાંક્ષા,
   
40:37  your pleasure, your pain and so on, તમારી ખુશી, તમારી પીડા વગેરે,
   
40:43  affection, all that – you are that. મમતા, તે બધું જ – તમે તે છો.
   
40:50  And that means the content અને તેનો અર્થ છે
of your consciousness. તમારી ચેતનાની સામગ્રી.
   
40:56  The content of your તમારી ચેતનાની સામગ્રી
consciousness is the past – ભૂતકાળ છે -
   
41:05  past memories, past incidents, ભૂતકાળની સ્મૃતિઓ, ભૂતકાળના બનાવો,
   
41:11  all kinds of activities, experiences બધા પ્રકારની પ્રવૃત્તિઓ, અનુભવો
– you are the past. - તમે ભૂતકાળ છો.
   
41:20  You are knowledge, which is the past. તમે વિદ્યા કે માહિતી છો, જે ભૂતકાળ છે.
   
41:25  So, that is the brain. આમ, આ છે મગજ.
   
41:28  We are saying – and the speaker આપણે કહી રહ્યાં છીએ - અને વક્તા
may be wrong, કદાચ ખોટો હોઈ શકે,
   
41:36  and he has discussed this matter તેણે આ બાબતની ચર્ચા
with several so-called scientists, ઘણા તથાકથિત વૈજ્ઞાનિકો સાથે કરી છે,
   
41:41  and even then, the speaker અને તેમ છતાં, વક્તા
may be wrong, ખોટો હોઈ શકે,
   
41:47  please don’t accept what he says, કૃપયા તે જે કહે છે એને સ્વીકારી લેશો નહીં,
   
41:52  doubt what he says, તે જે કહે છે એની ઉપર શંકા કરજો,
question, enquire. પ્રશ્ન કરજો, તપાસ કરજો.
   
41:57  He says, the brain is the whole તે કહે છે, પોતાની બધી જ
limited consciousness સામગ્રી સહિતની સંપૂર્ણ સીમિત ચેતના
   
42:05  with all its content – એ છે મગજ -
   
42:08  pleasant, unpleasant, સુખકર, દુઃખકર,
ugly, beautiful, struggle, કદરૂપું, સુંદર, મથામણ,
   
42:13  all that is the content. એ બધું જ સામગ્રી છે.
   
42:19  And the mind is something અને મન એ મગજ કરતાં કશુંક
totally separate from the brain. તદ્દન અલગ છે.
   
42:27  The mind is outside the brain મન મગજની બહાર છે
– the speaker is saying, - વક્તા કહી રહ્યો છે,
   
42:31  the scientists are not saying that. વૈજ્ઞાનિકો આ નથી કહી રહ્યા.
   
42:40  The speaker says વક્તા કહે છે કે
the brain is one thing મગજ એક વસ્તુ છે
   
42:44  and mind is something અને મન કશુંક
entirely different. સંપૂર્ણપણે ભિન્ન છે.
   
42:50  The brain with all its content, મગજ પોતાની બધી જ સામગ્રી સહિત,
   
42:54  with its struggles, પોતાની મથામણો સહિત,
with its pain, anxieties, પોતાની પીડા, વ્યગ્રતા સહિત,
   
42:57  can never know, understand ક્યારેય પ્રેમના સૌંદર્યને
the beauty of love. જાણી, સમજી ન શકે.
   
43:06  Love is limitless. પ્રેમ અસીમ છે.
   
43:09  It is not, ‘I love one person only’, એવું નથી કે, 'હું એક માણસને જ પ્રેમ
it is too vast, too tremendous. કરું છું', આ અતિ વિશાળ, અતિ વિપુલ છે.
   
43:18  And the brain with all its મગજ પોતાનાં તમામ
conflicts, miseries, confusion, સંઘર્ષો, વિટંબણાઓ, ગૂંચવણો સહિત
   
43:22  cannot comprehend or hold પ્રેમને સમજી કે પામી ન શકે,
or be alive to love – કે પ્રેમ કરવાને માટે જીવંત ન હોઈ શકે -
   
43:29  only the mind, which is limitless. આ માત્ર મન જ કરી શકે, જે અસીમ છે.
   
43:35  So there is a difference એટલે મગજ અને મન
between the brain and the mind. વચ્ચે ફરક છે.
   
43:42  Then what the questioner પછી પ્રશ્નકર્તાએ
doesn’t ask, જે નથી પૂછ્યો,
   
43:46  there is still a further question એવો એક વધારાનો પ્રશ્ન હજુ
involved in this: આમાં સંકળાયેલો છે:
   
43:49  what is the relationship then તો પછી મગજ અને મન
between the mind and the brain? વચ્ચે શો સંબંધ છે?
   
44:00  The brain is limited, મગજ સીમિત છે,
   
44:03  limited because it is made up સીમિત કારણ કે તે વિભિન્ન પ્રકારના
of all kinds of separate parts, અલગઅલગ ભાગોનું બનેલું છે,
   
44:12  fragmented, broken up, ખંડિત, તૂટેલુંફૂટેલું,
   
44:17  and therefore it is in constant અને તેથી તે સતત
state of struggle, conflict. મથામણની, સંઘર્ષની સ્થિતિમાં રહે છે.
   
44:23  Whereas the mind is totally જયારે મન એ વર્ગની
out of that category. સંપૂર્ણપણે બહાર છે.
   
44:31  There is a relationship only બંને વચ્ચે સંબંધ ત્યારે જ સંભવે
when the brain is completely free, જયારે મગજ પોતાની સ્મૃતિઓની
   
44:37  if that is possible, from all સમગ્ર સામગ્રીથી પૂરેપૂરું મુક્ત હોય,
the content of its memories. જો એ શક્ય હોય તો.
   
44:45  This requires a great deal આ અતિશય તપાસણી
of enquiry, sensitivity. અને સંવેદનશીલતા માગે છે.
   
44:54  Intelligence is not of the brain. પ્રજ્ઞા એ મગજની બાબત નથી.
   
45:04  The intelligence of thought cannot વિચારની બુદ્ધિ એ કાંઈ
contain the intelligence of the mind. મનની પ્રજ્ઞાને સમાવી ન શકે.
   
45:19  You understand all this? તમે આ બધું સમજો છો?
   
45:23  Does somebody understand કોઈ સમજે છે કે
what I am talking about? હું શું વાત કરી રહ્યો છું?
   
45:28  No, all right. નહીં, ભલે.
   
45:31  Look, sirs, be very simple, જુઓ, સર, બહુ સરળ રહો,
   
45:35  because if one can be very simple કારણ કે જો તમે બહુ સરળ રહી શકો,
you can go very far. તો તમે બહુ દૂર જઈ શકો.
   
45:41  But if you begin with lots of પરંતુ જો તમે અનેક જટિલ તાત્વિક સિદ્ધાંતો
complex theories and conclusions અને નિષ્કર્ષો સાથે શરૂઆત કરો,
   
45:47  you are stuck there, તો તમે તેમાં જ અટકી જાવ,
so let’s be very simple. માટે આપણે બહુ સરળ રહીએ.
   
45:53  Your daily life – going to the office, તમારું રોજિંદું જીવન - ઑફિસ જવું,
working, working, working, કામ, કામ, કામ,
   
46:00  money, trained in certain disciplines પૈસા, અમુક શાખાઓમાં પ્રશિક્ષણ મેળવવું,
   
46:05  as a lawyer, surgeon, businessman, વકીલ, સર્જન, ધંધાદારી કે
or a cook or whatever it is – રસોઇયા તરીકે અથવા જે કંઈ હોય તે -
   
46:13  your brain is being તમારું મગજ સંકુચિત, સીમિત
narrowed down, limited. કરવામાં આવે છે.
   
46:21  If I am a physicist I spend years જો હું ભૌતિકવિજ્ઞાની હોઉં, તો હું
and years learning about physics, ભૌતિકશાસ્ત્ર વિષે શીખવામાં
   
46:30  studying it, investigating, વર્ષો વિતાવું છું, ભણું છું, તપાસણી
research into it, કરું છું, એમાં સંશોધન કરું છું,
   
46:34  so my brain is naturally, through તેથી મારું મગજ સ્વાભાવિકપણે,
this peculiar culture that we have, આપણી આ વિચિત્ર સંસ્કૃતિ દ્વારા,
   
46:41  is being narrowed down. સંકુચિત કરવામાં આવે છે.
   
46:47  There are two scientists here, અહીં બે વૈજ્ઞાનિકો છે,
they agree. તેઓ સંમત છે.
   
46:55  And our brain has become આપણું મગજ યાંત્રિક,
mechanical, routine, small, ઘટમાળ મુજબનું, નાનું બની ગયું છે,
   
47:02  because we are so concerned કારણ કે આપણને આપણી જાત સાથે
with ourselves, એટલી બધી નિસબત છે,
   
47:06  always living in a very small area આપણે હંમેશાં ગમો, અણગમો, પીડા, દુઃખના
of like, dislike, pain, sorrow, એક નાનકડા ક્ષેત્રમાં જીવીએ છીએ,
   
47:15  and all the rest of it. અને એવું જ બધું.
   
47:18  But the mind is something પરંતુ મન કશુંક
entirely different. સંપૂર્ણપણે ભિન્ન છે.
   
47:24  You cannot understand or comprehend જો તમારું મગજ સીમિત હોય,
the nature of that mind તો તમે મનના મૂળ સ્વરૂપને
   
47:29  if your brain is limited. સમજી કે જાણી ન શકો.
   
47:33  You cannot understand the limitless જયારે તમારું જીવન સીમિત હોય,
when your life is limited. ત્યારે તમે અસીમને સમજી ન શકો.
   
47:44  So that is the relationship – તો આ છે સંબંધ -
   
47:47  the relationship between the brain મગજ અને મન વચ્ચે
and the mind can only take place સંબંધ ત્યારે જ સંભવે
   
47:52  when the brain જયારે મગજ પોતાની
is free from its content. સામગ્રીથી મુક્ત હોય.
   
47:58  This is a complex question, આ એક જટિલ પ્રશ્ન છે,
it requires much more going into આમાં ઘણા વધુ ઊંડા ઉતરવું જરૂરી છે,
   
48:03  but we haven’t the time for it. પણ આપણી પાસે એને માટે સમય નથી.
   
48:21  6th Question: What is faith? છઠ્ઠો પ્રશ્ન: આસ્થા એટલે શું?
   
48:29  What is faith? Faith in God, faith. આસ્થા એટલે શું? ઈશ્વરમાં આસ્થા, શ્રદ્ધા.
   
48:36  I have faith in my wife, મને મારી પત્નીમાં વિશ્વાસ છે,
she won’t betray me. તે મારી સાથે દગો નહીં કરે.
   
48:42  I have faith in my husband. મને મારા પતિમાં વિશ્વાસ છે.
   
48:44  I have faith in my business. Faith. મને મારા ધંધામાં વિશ્વાસ છે. વિશ્વાસ.
   
48:51  The whole Christendom, સમસ્ત ખ્રિસ્તીધર્મી લોકો અને દેશો,
   
48:56  all the religious structure ખ્રિસ્તી ધર્મનું સમગ્ર ધાર્મિક
and nature of Christianity માળખું તેમ જ મૂળ સ્વરૂપ
   
49:01  is based on faith. આસ્થા ઉપર આધારિત છે.
   
49:05  And there they do not question, અને ત્યાં એ લોકો પ્રશ્ન કરતા નથી,
   
49:09  they do not have doubt, scepticism. તેઓને શંકા કે સંશયવાદ નથી.
   
49:17  If you have faith in God જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોય,
then you cannot possibly allow તો તમે શક્ય હોય ત્યાં સુધી
   
49:25  any form of scepticism, કોઈપણ પ્રકારના સંશયવાદ કે શંકાને
doubt to enter, પ્રવેશવા દઈ શકો નહીં,
   
49:31  or in the Islamic world. અને એવું જ ઇસ્લામી દુનિયામાં છે.
   
49:34  But in the Hindu world પરંતુ હિન્દુ દુનિયામાં
and in the Buddhist world અને બૌદ્ધ દુનિયામાં
   
49:41  doubt is one of the necessary શંકા મગજને નિર્મળ કરવા માટેના
qualities to cleanse the brain. જરૂરી ગુણધર્મોમાંથી એક છે.
   
49:55  You have faith, તમને સૌને શ્રદ્ધા છે,
haven’t all of you, belief? ખરું કે નહીં, માન્યતા?
   
50:00  Have you ever questioned તમે ક્યારેય તમારી શ્રદ્ધાને,
your belief, your faith તમારી માન્યતાને અને
   
50:06  and your illusions? તમારા ભ્રમને પ્રશ્ન કર્યો છે?
   
50:09  Or you just accept them. અથવા તમે એ બધાંને બસ સ્વીકારી લો છો.
   
50:13  When you have faith જયારે તમને શ્રદ્ધા હોય,
   
50:16  you have put aside altogether ત્યારે તમે કાળજીપૂર્વકની તપાસના કોઈપણ
any question of investigation. પ્રશ્નને બિલકુલ બાજુએ મૂકી દીધો હોય છે.
   
50:24  Suppose I believe in God, ધારો કે, હું ઈશ્વરમાં માનું છું,
   
50:27  believe, have faith in God, મને ઈશ્વરમાં શ્રદ્ધા છે,
   
50:33  then every question, every doubt તો પછી દરેક પ્રશ્નને, દરેક શંકાને
must be set aside એક બાજુ જ કરી નાખવાં પડે,
   
50:41  because my belief in God કારણ કે મારી ઈશ્વરમાં માન્યતા
is based on fear. ભય ઉપર આધારિત છે.
   
50:51  I don’t know what the world is, મને ખબર નથી કે આ દુનિયા શું છે,
somebody has created it, કોઈકે આને સર્જી છે,
   
50:56  and I like to think અને મને એમ વિચારવું ગમે છે કે
God has created it, ઈશ્વરે આને સર્જી છે,
   
51:01  that’s one kind of belief. આ એક પ્રકારની માન્યતા છે.
   
51:03  The scientists say વૈજ્ઞાનિકો કહે છે કે
there is no such thing as God, ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી,
   
51:07  it is a natural growth of evolution એક કોષમાંથી માણસના મગજના
from the cell અતિ જટિલ કોષોમાં
   
51:12  into the very complex cells આ ઉત્ક્રાંતિનો
of the human brain. કુદરતી વિકાસ છે.
   
51:19  So, why do we have faith? તો, શા માટે આપણે આસ્થા ધરાવીએ છીએ?
   
51:28  Isn’t that very restricting, શું તે ઘણું પ્રતિબંધ કરનારું,
narrowing down, limiting, સંકુચિત કરનારું, સીમિત કરનારું નથી,
   
51:36  and doesn’t faith divide people? અને શું આસ્થા લોકોનું વિભાજન કરતી નથી?
   
51:41  The Christians’ faith ખ્રિસ્તીઓની આસ્થા
and Islamic faith, અને ઇસ્લામીઓની આસ્થા,
   
51:45  and the Hindus who probably have અને હિન્દુઓ જેઓને કદાચ કોઈ પણ
no faith about anything at all, વસ્તુમાં કોઈ જ આસ્થા નથી,
   
51:52  and so there is constant conflict આથી આ બધા વચ્ચે સતત સંઘર્ષ
between them all. ચાલ્યા કરે છે.
   
51:59  You see, there is also another તમે જુઓ, અન્ય એક જટિલ પ્રશ્ન
complex question involved in this: પણ આમાં સંકળાયેલો છે:
   
52:04  why do we have ideals? શા માટે આપણે આદર્શો ધરાવીએ છીએ?
   
52:08  The whole communist world આખી સામ્યવાદી દુનિયા
   
52:11  is based on the theoretical માર્ક્સ, સ્ટાલિન, લેનિન વગેરેની
supposition of Marx, તાત્વિક સિદ્ધાંતની ધારણા
   
52:19  Stalin and so on, Lenin. ઉપર આધારિત છે.
They are their gods. એ બધા તેઓના ભગવાનો છે.
   
52:28  And they believe તેઓ એ બધાએ જે કહ્યું છે
in what they have said તેમાં માને છે,
   
52:31  as Christians believe in what એવી જ રીતે ખ્રિસ્તીઓ
the Bible says, or the Koran, બાઇબલ જે કહે છે તેમાં માને છે, કે કુરાન,
   
52:36  or you with your Gita, અથવા તમારે માટે ગીતા,
Upanishads or something else. ઉપનિષદ કે બીજું કંઈક.
   
52:46  You are all absorbing તમે લોકો પુસ્તકો જે કહે છે
what the books say, તેમાં ધ્યાન આપો છો,
   
52:51  but you never for yourself પરંતુ તમે ક્યારેય તમારે પોતાને માટે
question the whole thing. આખીયે વસ્તુને પ્રશ્ન કરતાં નથી.
   
52:57  Because the moment કારણ કે જે પળે તમે
you question, doubt, પ્રશ્ન કરો, શંકા કરો,
   
53:03  you have to rely on yourself, ત્યારે તમારે પોતાની જાત ઉપર નિર્ભર
and therefore you are frightened. રહેવું પડે, અને એનાથી તમે ડરી જાવ છો.
   
53:09  Therefore much better to have માટે કોઈ ભ્રામક વસ્તુમાં
faith in something illusory, આસ્થા ધરાવવી એ ઘણું વધુ સારું લાગે છે,
   
53:15  something that doesn’t એવું કંઈક જેનું ખરેખર,
really actually exist. વાસ્તવિકતામાં અસ્તિત્વ નથી.
   
53:20  But if you know for yourself, પરંતુ પોતાની જાત માટે જાણવા માટે
I have to understand my own life, મારે મારા પોતાના જીવનને સમજવું પડે,
   
53:27  I have to see if it is possible મારે એ જોવું પડે કે
   
53:30  to bring about a great મારા જીવનમાં એક મહાન
revolution in my life, ક્રાન્તિ આણવી શક્ય છે કે શું,
   
53:36  then you start from there. પછી ત્યાંથી તમે શરૂઆત કરો.
   
53:40  But if you have faith in something, પરંતુ જો તમને કશીક વસ્તુમાં આસ્થા હોય,
   
53:43  you are living in an extraordinarily તો તમે એક અસાધારણપણે
illusory world. ભ્રામક દુનિયામાં જીવી રહ્યા છો.
   
53:55  You have got a lot of questions. તમારી પાસે ઘણાબધા પ્રશ્નો છે.
   
54:05  7th Question: સાતમો પ્રશ્ન:
If human consciousness is one, જો માનવચેતના એક છે,
   
54:09  how is it that one person is happy તો એવું કેમ છે કે એક માણસ સુખી છે
and the other is unhappy? અને બીજો દુઃખી છે?
   
54:18  Also you say thought is ‘me’. તમે એમ પણ કહો છો કે વિચાર એ 'હું' છે.
Please show me how. કૃપા કરીને મને દર્શાવો કે કેવી રીતે.
   
54:29  If human consciousness is one, જો માનવચેતના એક છે,
   
54:35  how is it that one person is happy તો એવું કેમ છે કે એક માણસ સુખી છે
and the other, unhappy? અને બીજો, દુઃખી?
   
54:45  Also you say thought is me – તમે એમ પણ કહો છો કે વિચાર એ હું છે.
please show me how. કૃપા કરીને મને દર્શાવો કે કેવી રીતે.
   
55:07  Are you happy? તમે સુખી છો?
   
55:15  And why is another unhappy? અને કેમ બીજો દુઃખી છે?
   
55:18  You are born rich, તમે જન્મથી ધનિક છો,
   
55:22  your grandfathers and grandparents તમારા દાદા, પરદાદાઓ તમારે માટે
have left you a factory or a business, એક કારખાનું કે ધંધો છોડી ગયા છે,
   
55:30  and you are quite happy with it. અને તમે કેટલેક અંશે સુખી છો.
   
55:33  And another is born બીજો માણસ એક નાના
in a little village, uneducated, ગામમાં જન્મ્યો છે, અશિક્ષિત છે,
   
55:38  toiling day after day રોજેરોજ જમીનના એક ટુકડા ઉપર
on a piece of earth સખત શ્રમ કરે છે,
   
55:44  which is the size of this room, જે આ ઓરડા જેટલા માપનો છે,
or half the size of this hall, કે પછી આનાથીયે અડધો,
   
55:49  working on it, living on a pittance એની ઉપર કામ કરે છે,
and he is unhappy, માંડ પેટ પૂરીને તકલીફમાં જીવે છે,
   
55:55  he doesn’t know about happiness એ સુખ કે દુઃખ વિષે
or unhappiness, જાણતો નથી,
   
55:59  he is working, working, working. એ કામ, કામ, કામ કરે છે.
   
56:04  Does happiness depend શું સુખ સંજોગો ઉપર,
on circumstances, on work, કામ ઉપર,
   
56:14  on what you are doing, તમે જે કરો છો એના ઉપર આધારિત છે,
   
56:19  or on your satisfaction કે કશુંક કરવામાં તમને જે
in doing something? સંતોષ મળે છે એના ઉપર?
   
56:26  What do you call happiness, તમે શેને સુખ કહો છો,
and what do you call unhappiness? અને તમે શેને દુઃખ કહો છો?
   
56:33  Happiness can be said સુખ એને કહી શકાય
that when you are satisfied. કે જયારે તમે સંતુષ્ટ હો.
   
56:38  I am satisfied in doing something હું કશુંક કરવામાં સંતુષ્ટ છું,
and feel very happy about it. અને ખૂબ સુખ અનુભવું છું.
   
56:45  And I am not satisfied અને હું કશુંક કરવામાં
in doing something સંતુષ્ટ નથી
   
56:48  and I am very unhappy about it. અને એનાથી હું ખૂબ દુઃખી છું.
   
56:52  Is satisfaction synonymous શું સંતોષ એ
with happiness? સુખનો પર્યાય છે?
   
57:01  And am I seeking અને શું હું સતત
continuously satisfaction? સંતોષ શોધું છું?
   
57:09  Which means I am seeking એનો અર્થ કે હું બધા સમયે
all the time gratification તુષ્ટિ શોધું છું
   
57:15  and I will be happy. અને એનાથી મને સુખ લાગે છે.
   
57:20  Or is happiness something કે પછી સુખ એવું કશુંક છે
that comes and goes, જે આવે છે અને જાય છે,
   
57:27  that is a by-product, જે એક આડપેદાશ છે,
it is not very important? જે બહુ મહત્ત્વનું નથી?
   
57:36  And also the questioner asks, અને પ્રશ્નકર્તા એ પણ પૂછે છે કે,
   
57:46  thought is ‘me’, show me how. વિચાર એ 'હું' છે, મને દર્શાવો કે કેવી રીતે.
   
57:53  What do you mean ‘show you how’? ‘મને દર્શાવો કે કેવી રીતે’
  એનો તમારો અર્થ શો છે?
   
57:58  On a screen in a television? ટેલિવિઝનના પડદા ઉપર?
   
58:05  Or make a diagram? કે આકૃતિ દોરીને?
   
58:11  Or show you verbally? કે તમને મૌખિક રીતે દર્શાવું?
   
58:20  Which is, you accept intellectually if એટલે કે, જો વક્તા સમજાવે કે વિચાર એ 'હું'
the speaker explains, thought is ‘me’. છે, તો તમે એને બુદ્ધિપૂર્વક સ્વીકારો.
   
58:29  Would you understand it? તમે એને સમજશો?
   
58:33  The speaker will explain, વક્તા સમજાવશે,
that is, he will describe, એટલે કે, વર્ણન કરશે,
   
58:38  he will explain step by step. ધીમે ધીમે સમજાવશે.
   
58:43  And will you see the truth of it, અને શું તમે એનું સત્ય જોશો,
   
58:47  or say, ‘No, that is not the self. અથવા કહેશો કે, 'ના, આ સ્વત્વ નથી.
Self is something far superior. સ્વત્વ આનાથી કશુંક ઘણું અધિક ઉચ્ચ છે.
   
58:53  It is divine, it is atman, એ દૈવી છે, એ આત્મા છે,
it is something else’. એ કશુંક અન્ય છે’.
   
58:58  So how will you receive તો તમે એક વિગતવાર નિવેદનને
an explanation? કેવી રીતે ગ્રહણ કરશો?
   
59:04  Knowing the explanation, એ જાણીને કે વિગતવાર નિવેદન,
the description, the word, વર્ણન, શબ્દ,
   
59:13  is not the thing? એ તે વસ્તુ નથી?
   
59:20  The window, the word ‘window’ બારી, 'બારી' શબ્દ,
is not the actual window. એ વાસ્તવિક બારી નથી.
   
59:28  I can paint a mountain but the હું એક પર્વતનું ચિત્ર દોરી શકું,
painting is not the actual mountain. પરંતુ એ ચિત્ર પર્વત નથી.
   
59:37  So we can go into this together. માટે આપણે સાથે મળીને આની અંદર જઈ શકીએ.
I can’t show it to you. હું તમને આ દર્શાવી ન શકું.
   
59:47  I can’t put it on a screen, હું આને પડદા ઉપર, ટેલિવિઝન ઉપર
television, મૂકીને તમને
   
59:51  and show it to you; there it is. દેખાડી ન શકું; કે જુઓ આ રહ્યું તે.
   
59:54  But if we can together investigate, પણ આપણે સાથે મળીને કાળજીપૂર્વકની
if you are willing. તપાસ કરી શકીએ, જો તમે રાજી હો તો;
   
1:00:02  If you are bored with it, અને જો તમે આનાથી કંટાળતા હો,
all right, be bored with it. તો ભલે, કંટાળતા રહો.
   
1:00:08  So let us together find out. તો ચાલો આપણે સાથે મળીને શોધી કાઢીએ.
   
1:00:11  What are you? તમે શું છો?
   
1:00:17  If you are really frank, serious, તમારી સમક્ષ આ પ્રશ્ન મૂકવામાં આવે, ત્યારે,
when that question is put to you, જો તમે ખરેખર નિખાલસ હો, ગંભીર હો,
   
1:00:23  what are you? તો તમે શું છો?
   
1:00:30  Aren’t you your name? શું તમે તમારું નામ નથી?
   
1:00:35  aren’t you your face, શું તમે તમારો ચહેરો,
your eyes, your nose, તમારી આંખો, તમારું નાક,
   
1:00:40  your hair and so on, physically? તમારા વાળ વગેરે નથી, શારીરિક રીતે?
   
1:00:45  Aren’t you the anger, શું તમે ક્રોધ નથી,
aren’t you the greed, શું તમે લોભ નથી,
   
1:00:56  or the greed is separate from you? કે પછી લોભ તમારાથી અલગ છે?
   
1:01:05  Aren’t you, when there is anxiety, જયારે વ્યગ્રતા હોય, ત્યારે
aren’t you that anxiety? શું તમે તે વ્યગ્રતા નથી?
   
1:01:13  When you are suffering, જયારે તમે દુઃખ સહન કરો,
   
1:01:18  suffering when one loses - પોતાની પત્ની, પતિ,
one’s wife, husband, પોતાનાં બાળકો, કે દાદીમા વગેરેને
   
1:01:25  children, or grandmother, etc., ગુમાવ્યાનું દુઃખ -
are you not suffering? ત્યારે શું તમે દુઃખ સહન કરતાં હોતાં નથી?
   
1:01:31  And is that suffering અને શું તે દુઃખ
something separate from you? તમારાથી કશુંક અલગ છે?
   
1:01:38  Aren’t you all that? શું તમે એ બધું નથી?
   
1:01:43  Or do you think – think – કે પછી તમે વિચારો છો - વિચારો છો -
that you are separate from all that? કે તમે એ બધાથી અલગ છો?
   
1:01:54  Right, sir? ખરું, સર?
   
1:01:56  Are you separate from all that? શું તમે એ બધાથી અલગ છો?
   
1:02:01  Are you separate from your anger, શું તમે તમારા ક્રોધથી, તમારી ઈર્ષાથી,
jealousy, from your bank account? તમારા બેન્કના ખાતાથી અલગ છો?
   
1:02:10  You are your bank account, તમે તમારું બેન્કનું ખાતું છો,
aren’t you? ખરું કે નહીં?
   
1:02:17  Or if I take away your bank account કે પછી જો હું તમારું બેન્કનું ખાતું હટાવી
you say, ‘That’s not me’. દઉં, તો તમે કહેશો કે, 'એ હું નથી'.
   
1:02:25  Would you say that? શું તમે એવું કહેશો?
   
1:02:27  ‘You can take my bank account ‘તમે મારું બેન્કનું ખાતું લઇ શકો છો,
because it is not me’. કારણ કે એ હું નથી’.
   
1:02:32  How you would howl જો હું તમારું બેન્કનું ખાતું હટાવી દઉં,
if I took away your bank account. તો તમે કેવો કારમો વિલાપ કરવા લાગો!
   
1:02:38  So you are your bank account, એટલે કે તમે તમારું બેન્કનું ખાતું છો,
you are your furniture, તમે તમારું ફર્નિચર છો,
   
1:02:42  you are your house, your insurance, તમે તમારું મકાન, તમારો વીમો,
your mortgage, your money. તમારી ગીરવી સંપત્તિ, તમારું ધન છો.
   
1:02:52  But if you say, ‘I am not all that, પરંતુ જો તમે કહો કે, ‘હું એ બધું નથી,
   
1:02:56  there is something in me મારી અંદર કશુંક છે
that is watching all this’, જે આ બધાંને જુએ છે’,
   
1:03:05  is that a fact? તો શું તે એક હકીકત છે?
   
1:03:09  Or you have invented it? કે પછી તમે એને ઉપજાવી કાઢેલું છે?
   
1:03:16  Many people say there is ઘણા લોકો કહે છે કે
super-super-consciousness આ બધી ચેતનાથી ઉપર કોઈ
   
1:03:21  above all this consciousness. ઉત્તમોત્તમ ચેતના છે.
   
1:03:27  That is, is that not એટલે કે, શું તે
invented by thought? વિચાર દ્વારા ઉપજાવી કાઢેલું નથી?
   
1:03:37  Is not your bank account શું તમારું બેન્કનું ખાતું
– not the coin, not the notes – - સિક્કાઓ નહીં, રોકડ રકમ નહીં -
   
1:03:43  all that is not એ બધું
the result of thought? વિચારનું પરિણામ નથી?
   
1:03:53  Is not your recognition તમને તમારી પત્નીની
of your wife, your husband, કે તમારા પતિની જે ઓળખાણ છે,
   
1:04:00  isn’t that thought? એ શું વિચાર નથી?
   
1:04:03  So aren’t you all the memory તો શું તમે ભૂતકાળની
of the past, સમગ્ર સ્મૃતિ નથી,
   
1:04:10  all the tradition of the past – ભૂતકાળની સમગ્ર પરંપરા નથી -
   
1:04:13  as a Hindu, as a Brahmin, એક હિન્દૂ તરીકે, બ્રાહ્મણ તરીકે,
non-Brahmin, બિન-બ્રાહ્મણ તરીકે,
   
1:04:17  and all that business અને એ બધોય ધંધો
– aren’t you all that? - શું તમે એ બધું નથી?
   
1:04:24  Of course you are. અવશ્ય તમે છો જ.
   
1:04:27  So, you are the knowledge આમ, તમે એ માહિતી કે જ્ઞાન છો,
which is the past. જે ભૂતકાળ છે.
   
1:04:38  You are nothing but memories. તમે સ્મૃતિઓ સિવાય બીજું કશું નથી.
   
1:04:45  Would you accept that? Of course not. શું તમે આ સ્વીકારશો? અવશ્ય નહીં જ.
   
1:04:52  Aren’t you? ખરું કે નહીં?
   
1:04:55  If all your memories were જો તમારી બધી સ્મૃતિઓ હટાવી
taken away, what are you? દેવામાં આવે, તો તમે શું છો?
   
1:05:04  You would be a vegetable. તમે વનસ્પતિ બની જાવ.
   
1:05:09  So your memories, which is એટલે તમે છો તમારી સ્મૃતિઓ,
always the past, is what you are. જે હંમેશાં ભૂતકાળ છે.
   
1:05:20  Your tradition, as a Hindu, તમારી પરંપરા - એક હિન્દૂ તરીકેની,
as a Parsi, as a Muslim and so on, પારસી તરીકેની, મુસ્લિમ તરીકેની વગેરે -
   
1:05:27  that’s the result of years of એ વર્ષોના પ્રચારનું, વર્ષોની
propaganda, years of tradition, પરંપરાનું પરિણામ છે,
   
1:05:35  which is the activity of thought. જે વિચારની પ્રવૃત્તિ છે.
   
1:05:39  So you are thought. એટલે તમે વિચાર છો.
   
1:05:45  If you don’t think at all, જો તમે બિલકુલ વિચાર ન કરો,
what are you? તો તમે શું છો?
   
1:05:56  So you are the whole એટલે તમે ભૂતકાળની
content of the past. સમગ્ર સામગ્રી છો.
   
1:06:09  That past is modifying એ ભૂતકાળ પોતાને
itself in the present વર્તમાનમાં સુધારે છે
   
1:06:15  and continues as the future. અને ભવિષ્ય તરીકે ચાલુ રહે છે.
   
1:06:19  So you are the past, એટલે તમે ભૂતકાળ,
the present and the future. વર્તમાન અને ભવિષ્ય છો.
   
1:06:27  In you all time is contained. તમારામાં બધો જ સમય સમાયેલો છે.
   
1:06:31  Oh, you don’t understand all this. ઓહ, તમે આ બધું સમજતા નથી.
   
1:06:39  And the self, the ‘me’, my name, અને સ્વત્વ, ‘હું’, મારું નામ,
my quality, my achievement, મારી ગુણવત્તા, મારી ઉપલબ્ધિ,
   
1:06:48  my ambition, my pain, મારી મહત્ત્વાકાંક્ષા, મારી પીડા,
my sorrow, is all the past. મારું દુઃખ, આ બધું ભૂતકાળ છે.
   
1:06:54  And so the self is અને એટલે સ્વત્વ
the essence of the past, ભૂતકાળનો સારાંશ છે,
   
1:07:01  which is memory, knowledge. જે છે સ્મૃતિ, માહિતીજ્ઞાન.
   
1:07:04  And therefore the self અને આથી સ્વત્વ
is very, very limited. અત્યંત સીમિત છે.
   
1:07:14  And that’s why the self is causing અને આ કારણે સ્વત્વ દુનિયામાં
so much mischief in the world. આટલો બધો ઉપદ્રવ પેદા કરે છે.
   
1:07:22  Each self is out for itself. દરેક સ્વત્વ પોતાને માટે જ સક્રિય છે.
   
1:07:27  You are out for your તમે તમારી પોતાની જાત માટે જ
own self, aren’t you? સક્રિય છો, ખરું કે નહીં?
   
1:07:33  If you were honest, see this clearly, જો તમે પ્રામાણિક હો, આ સ્પષ્ટપણે જોતા હો,
aren’t you out for yourself? તો શું તમે પોતાની જાત માટે સક્રિય નથી?
   
1:07:41  Your ambition, your achievement, તમારી મહત્ત્વાકાંક્ષા, તમારી ઉપલબ્ધિ,
your fulfilment, your satisfaction. તમારી સિદ્ધિ, તમારો સંતોષ.
   
1:07:53  So thought is you. એટલે વિચાર છો તમે.
   
1:08:00  Thought is limited, વિચાર સીમિત છે,
because all knowledge is limited. કારણ કે બધું જ્ઞાન સીમિત છે.
   
1:08:05  Therefore your self માટે તમારું સ્વત્વ
is the most limited thing. સૌથી વધુ સીમિત વસ્તુ છે.
   
1:08:16  And therefore you are causing અને આથી તમે અતિશય દુઃખ,
enormous sorrow, enormous conflict, અતિશય સંઘર્ષ પેદા કરો છો,
   
1:08:23  because the self is કારણ કે સ્વત્વ
separative, divisive. વિયોજનાત્મક છે, વિભાજનાત્મક છે.
   
1:08:31  So, sirs, the speaker has explained. તો, સર, વક્તાએ સમજાવ્યું છે.
The explanation is not the fact. આ વિગતવાર નિવેદન એ હકીકત નથી.
   
1:08:46  The fact is for you હકીકત તમારે પોતાની
to see this for yourself. જાત માટે આ જોવું તે છે.
   
1:08:53  If you see this for yourself and say, જો તમે પોતાની જાતે આ જુઓ અને કહો કે,
‘I like the way I am going on’, ‘હું જે રીતે જીવું છું એ મને ગમે છે’,
   
1:08:58  perfectly all right. તો એ બિલકુલ બરાબર છે.
   
1:09:01  But you know for yourself that you પણ તમે પોતે જાણો છો કે તમે
are creating havoc in the world, દુનિયામાં વિધ્વંસ સર્જો છો,
   
1:09:10  and you prefer to live that way, અને તમે એ રીતે જીવવાનું પસંદ કરો છો,
good luck to you. તમને શુભેચ્છા.
   
1:09:17  But there might be some who say પરંતુ કેટલાક લોકો એવા હોય જેઓ કહે કે
that is not the way to live. જીવવાની આ રીત બરાબર નથી.
   
1:09:27  One must live with a global brain, માણસે વૈશ્વીક મગજ સાથે જીવવું જોઈએ,
   
1:09:31  without any division, કોઈ વિભાજન વિના,
without any nationality, કોઈ રાષ્ટ્રીયતા વિના,
   
1:09:34  without any self. કોઈ સ્વત્વ વિના.
   
1:09:39  Don’t make that into some kind આને બહુ થોડા લોકો જ પામી શકે એવું
of heightened illumination કોઈક પ્રકારના ઉચ્ચ પ્રકાશ જેવું
   
1:09:44  only a few can reach. કશું નહીં બનાવતા.
   
1:09:47  Anybody કોઈપણ માણસ
who sets his brain and heart જે પોતાનાં મગજને અને હૃદયને
   
1:09:53  to understand the nature of the self સ્વત્વની પ્રકૃતિ સમજવા માટે
   
1:09:56  and be free of that self, તથા એ સ્વત્વથી મુક્ત થવા માટે તૈયાર કરે,
   
1:09:58  anybody can do it એવું કોઈપણ માણસ આ કરી શકે
if they put their mind. જો એ પોતાનું મન આમાં મૂકે તો.
   
1:10:07  Right, sir. ખરું, સર.
   
1:10:12  May I answer one more question? શું હું વધુ એક પ્રશ્નનો જવાબ આપી શકું?
After that we’ll stop. ત્યાર બાદ આપણે પૂરું કરીશું.
   
1:10:17  It’s ten o’clock. દસ વાગ્યા છે.
   
1:10:19  Probably you have to go to your કદાચ તમારે લોકોને
own jobs and all the rest of it... પોતપોતાનાં કામે જવાનું હશે, વગેરે…
   
1:10:28  ...Ten past ten, sorry. One more ...દસ ને દસ, માફ કરજો.
question and that’s the end of it. વધુ એક પ્રશ્ન અને બસ પૂરું.
   
1:10:42  Oh, I’ve answered this question. ઓહ, મેં આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે.
   
1:10:59  8th Question: If the great religions આઠમો પ્રશ્ન: જો દુનિયાના
of the world મહાન ધર્મો
   
1:11:04  are not religions, એ ધર્મો નથી,
what is then religion? તો પછી ધર્મ શું છે?
   
1:11:10  That’s the question. એ છે પ્રશ્ન.
   
1:11:14  It is not printed clearly. એ સ્પષ્ટ રીતે છપાયેલો નથી.
   
1:11:18  If the great religions of the world જો દુનિયાના મહાન ધર્મો
are not true religions, એ સાચા ધર્મો નથી,
   
1:11:26  what is true religion? તો સાચો ધર્મ શું છે?
   
1:11:32  Why do you say, ‘if’ the great કેમ તમે એવું કહો છો કે, ‘જો’ મહાન ધર્મો
religions are not true religions? એ સાચા ધર્મો નથી?
   
1:11:37  Why do you say ‘if’? કેમ તમે કહો છો, ‘જો’?
   
1:11:41  Are they religions? એ ધર્મો છે?
   
1:11:45  You answer that question. તમે તે પ્રશ્નનો જવાબ આપો.
   
1:11:48  You all go to temples probably. તમે સૌ કદાચ મંદિર જતાં હશો.
   
1:11:51  You have all had marriage ceremonies તમે સૌએ લગ્નની વિધિઓ,
and puja, etc. અને પૂજા વગેરે કર્યું છે.
   
1:11:58  Are they religions? શું એ ધર્મો છે?
   
1:12:02  Great religions; Christianity, મહાન ધર્મો; ખ્રિસ્તી ધર્મ,
Islam, Hinduism, Buddhism, ઇસ્લામ ધર્મ, હિન્દૂ ધર્મ, બૌદ્ધ ધર્મ,
   
1:12:09  are they religions? શું એ ધર્મો છે?
   
1:12:14  Which is, their rituals, એટલે કે, તેઓનાં કર્મકાંડો,
their hierarchy, તેઓનો અધિક્રમ,
   
1:12:23  their faith, belief, તેઓની આસ્થા, માન્યતા,
   
1:12:29  their going to temple and તેઓનું મંદિર જવું અને
offering enormous sums of money એવી વસ્તુઓ ઉપર અતિશય ધન ચઢાવવું
   
1:12:35  to some things made by hand જે હાથથી બનેલી હોય,
or by the mind, which you call God, અથવા મનથી, જેને તમે ભગવાન કહો છો,
   
1:12:44  is all that religion? શું એ બધું ધર્મ છે?
   
1:12:48  You accept it as religion. તમે એને ધર્મ તરીકે સ્વીકારો છો.
   
1:12:52  But if you question, doubt, પરંતુ જો તમે પ્રશ્ન કરો, શંકા કરો,
   
1:13:00  then you begin to ask, તો તમે પૂછવાનું શરુ કરો છો,
   
1:13:05  obviously these things દેખીતી રીતે જ આ બધી વસ્તુઓ
are all put together by thought. વિચાર દ્વારા એકત્ર કરવામાં આવેલી છે.
   
1:13:13  The Bible, the Koran and your own બાઇબલ, કુરાન, અને તમારાં પોતાનાં
so-called religious books, કહેવાતાં ધાર્મિક પુસ્તકો,
   
1:13:21  they are all put down by thought. એ બધું જ વિચાર દ્વારા
  લેખબદ્ધ કરવામાં આવેલું છે.
   
1:13:25  They are not divine revelations, એ દૈવી સાક્ષાત્કારો નથી,
   
1:13:30  they are not straight એ સીધું પરમેશ્વરના
from God’s mouth. મોઢામાંથી આવેલું નથી.
   
1:13:33  I know you love to think that. હું જાણું છું કે તમને એવું વિચારવું ગમે છે.
   
1:13:39  But thought has operated પરંતુ વિચાર સંચાલિત થયો છે
and put down on a piece of paper, અને વિચારે કાગળ ઉપર લેખબદ્ધ કર્યું છે,
   
1:13:46  and then you accept it as something અને ત્યાર પછી તમે આને કશુંક
extraordinarily sacred. અસાધારણ પવિત્ર તરીકે સ્વીકારો છો.
   
1:13:51  So, if you brush aside all that, માટે જો તમે આ બધું કોરે મૂકી દો,
and that requires scepticism, - અને એમાં જરૂરી છે સંશય,
   
1:14:00  a sense of freedom to observe, નિરીક્ષણ કરવા માટેની મુક્તિની સમજ,
   
1:14:06  freedom from fear, ભયથી મુક્તિ,
   
1:14:14  totally from fear, સંપૂર્ણપણે -
   
1:14:18  then you can find out for yourself તો તમે પોતાની જાત માટે શોધી શકો
what is religion. કે ધર્મ શું છે.
   
1:14:23  That is, is there something sacred, એટલે કે, શું એવું કશુંક પવિત્ર છે,
   
1:14:31  not invented by thought, જે વિચારે ઉપજાવી કાઢેલું નથી,
not measured by words, જે શબ્દોથી મપાયેલું નથી,
   
1:14:41  is there something શું એવું કશુંક છે
that is immeasurable, timeless? જે અમાપ છે, કાલાતીત છે?
   
1:14:47  This has been a question આ એક પ્રશ્ન
from the ancient of times. પ્રાચીન કાળથી રહ્યો છે.
   
1:14:54  The ancient Egyptians, the Greeks, પ્રાચીન ઇજિપ્તના લોકો, ગ્રીક લોકો,
   
1:14:57  all the great past civilizations બધી જ ભૂતકાળની મહાન સંસ્કૃતિઓએ
have asked this question: આ પ્રશ્ન પૂછ્યો છે:
   
1:15:04  is there something beyond all this શું આ બધાની પેલી પાર એવું કશુંક છે
which thought has not invented? જે વિચારે ઉપજાવી કાઢેલું નથી?
   
1:15:13  Which thought has not touched? જેને વિચારે સ્પર્શ કર્યો નથી?
   
1:15:16  Because thought can be measured. કારણ કે વિચાર માપી શકાય છે.
   
1:15:21  Thought is a material process, વિચાર એક ભૌતિક પ્રક્રિયા છે,
   
1:15:26  and whatever it invents અને એ જે કંઈપણ ઉપજાવી કાઢે
is not sacred. તે પવિત્ર નથી.
   
1:15:34  So to find that out એટલે તે શોધી કાઢવા માટે
   
1:15:39  the brain must be મગજ પોતાની
entirely free from its content, સામગ્રીથી,
   
1:15:46  from fear, from anxiety, ભયથી, વ્યગ્રતાથી,
   
1:15:50  from the sense of terrible loneliness, ભયંકર એકલતાના ભાનથી,
from death. મૃત્યુથી સંપૂર્ણપણે મુક્ત હોવું જોઈએ.
   
1:15:59  Then only you will find out ત્યાર પછી જ તમે શોધી કાઢશો કે
what is truth, સત્ય શું છે,
   
1:16:02  what is the highest form of religion. ધર્મનું સર્વોચ્ચ સ્વરૂપ શું છે.