જીવનનો વિશિષ્ટ ગુણધર્મ
Bombay (Mumbai) - 4 February 1984
Public Talk 1
0:58 | સૌ પ્રથમ, હું તમને યાદ અપાવવા માગું છું |
- જો હું એમ કરી શકું તો - | |
1:05 | કે આ એક ભાષણ નથી. |
1:11 | ભાષણનો આશય હોય છે |
માહિતગાર કરવાનો, | |
1:19 | સૂચના આપવાનો અને |
અમુક આંકડાઓ | |
1:26 | - વાસ્તવિક અથવા કાલ્પનિક - |
રજૂ કરવાનો વગેરે. | |
1:30 | તો, આ એક ભાષણ નથી, |
1:35 | પણ તમારી અને વક્તાની વચ્ચે |
એક વાતચીત છે, | |
1:43 | એક વાતચીત જેમાં |
તમે અને વક્તા સહભાગી છો, | |
1:52 | અસ્તિત્વના સમસ્ત ક્ષેત્રમાં |
સહવિચરણ કરી રહ્યાં છો, | |
2:01 | માત્ર બાહ્ય કે ઉપર ઉપરની રીતે નહીં, |
પરંતુ આંતરિક રીતે પણ. | |
2:13 | અને એકબીજાને સમજવા માટે |
આપણે સાથે મળીને વિચારવું પડે, | |
2:23 | સંમત કે અસંમત થવું એમ નહીં, |
પરંતુ આપણી પાસે ક્ષમતા જોઈએ | |
2:31 | સાથે મળીને અવલોકન કરવાની, |
સાથે મળીને વિચારવાની, | |
2:41 | સાથે મળીને નિરીક્ષણ કરવાની અને |
જે શોધ્યું હોય એની આપ-લે કરવાની, | |
2:52 | કોઈ પણ ખાસ દૃષ્ટિબિંદુથી નહીં, |
ભલે તે તમારું હોય કે પછી વક્તાનું. | |
3:03 | આ શરૂઆતથી જ |
તદ્દન સ્પષ્ટ હોવું જોઈએ | |
3:08 | કે આપણે સાથે મળીને એક |
લાંબી મુસાફરી કરવાનાં છીએ, | |
3:17 | બાહ્ય રીતે તેમ જ |
સમગ્ર માનસિક વિશ્વમાં, | |
3:24 | જે બાહ્ય વિશ્વ કરતાં |
ઘણું અધિક જટિલ છે. | |
3:30 | બાહ્ય તથા આંતરિક બંનેનું નિરીક્ષણ |
કરવા માટે ખૂબ સ્પષ્ટ, | |
3:39 | વસ્તુનિષ્ઠ, ઊર્મિશીલતાવિહીન, |
ભાવાવેશવિહીન અવલોકન જરૂરી છે. | |
3:47 | મને આશા છે કે આ સ્પષ્ટ છે. |
3:56 | શા માટે તમે સાંભળવા આવો છો? |
4:02 | આ એક મહત્ત્વનો |
પૂછવા જેવો પ્રશ્ન છે. | |
4:08 | શું આ માત્ર કોઈક પ્રકારની ધાર્મિક, |
ઊર્મિશીલ ઉત્તેજના મેળવવા માટે છે? | |
4:21 | કે પછી તમે પોતાને માટે |
જીવવાની એક રીત શોધવા માગો છો, | |
4:30 | જે તમે અત્યાર સુધી જીવો છો |
એના કરતાં સંપૂર્ણપણે વિશિષ્ટ હોય? | |
4:37 | કારણ કે અત્યારે |
વિશ્વ ભારે મુસીબતમાં છે, | |
4:45 | અતિશય અનિશ્ચિતતા છે, |
4:49 | માણસોમાં અતિશય પ્રમાણમાં |
બિનસલામતીની ભાવના છે. | |
4:55 | માટે, જો હું પૂરા આદરથી પૂછી શકું તો, |
તમે શા માટે આવો છો? | |
5:03 | અને વક્તાએ શા માટે |
વક્તવ્ય આપવું જોઈએ? તમે સમજો છો? | |
5:10 | શા માટે તમે આવો છો, શા માટે |
વક્તાએ કંઇક કહેવું જોઈએ. | |
5:19 | મહેરબાની કરીને, હું જે કહી રહ્યો છું |
તે તમે સાંભળો છો? | |
5:24 | શા માટે તમે આવો છો અને શા માટે |
હું અહીં મુંબઇમાં દર વર્ષે બોલું છું? | |
5:37 | શું તમે ખરેખર રસ, નિસબત ધરાવો છો, |
આ વિશ્વ જેવું છે તેના પ્રત્યે, | |
5:47 | અને જો શક્ય હોય, તો |
એ શોધી કાઢવા પ્રત્યે | |
5:51 | કે શું આપણાંમાનાં થોડાંક, |
અથવા આપણે બધાં, | |
5:56 | જીવવાની એવી રીત સાધી શકીએ |
જે એકધારી ન હોય, | |
6:06 | કંટાળાભરેલી, નીરસ, આધુનિક જીવનની |
તમામ ગંદકીથી ભરેલી ન હોય? | |
6:13 | શું તમે એ કારણે આવો છો |
6:17 | કે તમે વક્તા પાસેથી |
જાણવા માગો છો, | |
6:24 | દેખીતી રીતે વક્તાની અમુક પ્રતિષ્ઠા છે, |
6:28 | અને શું તમે પ્રતિષ્ઠાને સાંભળો છો, |
6:33 | તમે વક્તાની આજુબાજુ રચેલી |
માનસિક છબીને સાંભળો છો? | |
6:35 | અથવા તો તમે વક્તાને, |
તે જે કહે છે તેને સાંભળો છો? | |
6:42 | વક્તા પાસે શું કહેવાનું છે |
- તમે સમજો છો? | |
6:50 | વક્તા પાસે કહેવાની |
ઘણી બધી વસ્તુઓ છે, | |
6:56 | દેખીતી, તર્કસંગત, |
બુદ્ધિગમ્ય, ડહાપણભરી. | |
7:04 | અને વક્તા પાસે કદાચ |
7:12 | જીવનને જોવાની |
એક સંપૂર્ણપણે વિશિષ્ટ રીત છે. | |
7:19 | જીવનની સમગ્ર જટિલ પ્રક્રિયા વિષે |
7:24 | વિચારવાની, અવલોકવાની |
એક રીત. | |
7:29 | જો તમે અને વક્તા મળો, |
7:35 | તો આપણે સાથે મળીને |
આગળ જઈ શકીએ. | |
7:38 | જો તમને ખાતરી હોય કે તમે શા માટે આવ્યા છો, |
7:44 | તમારો ઉદ્દેશ શો છે, |
7:50 | તમે કાં તો ગંભીર હો |
7:54 | અથવા તો ગંમત કે મનોરંજન |
મેળવવા માટે તૈયાર હો, | |
8:04 | તો તમે અને વક્તા નહીં મળો, |
8:09 | તમે પુષ્કળ શબ્દોને સાંભળશો, |
8:12 | અને એ શબ્દોનો |
બહુ જ નજીવો અર્થ હશે. | |
8:16 | પરંતુ જો આપણે સાથે હોઈએ, |
સાથે મળીને મુસાફરી કરતાં હોઈએ, | |
8:26 | તો આપણે જીવનની ઘણી બધી |
8:30 | પ્રચંડ બાબતો |
શોધી શકીએ. બરાબર? | |
8:35 | જો આ સ્પષ્ટ હોય કે તમે |
8:41 | માત્ર જિજ્ઞાસાથી દોરવાઈને, |
8:46 | કે માત્ર એક અનુયાયી તરીકે આવ્યાં છો, |
- મને આશા છે કે તમે અનુયાયી નથી - | |
8:57 | અથવા માત્ર મનોરંજન ખાતર, |
9:06 | ગંમત ખાતર આવ્યાં છો, |
શું કરવું તે સાંભળવા માટે આવ્યાં છો, | |
9:10 | તો મને ડર છે કે તમે અને વક્તા |
નહીં મળી શકો. | |
9:15 | પરંતુ જો તમે ઉદ્દેશ સહિત, |
અન્ત:પ્રેરણા સહિત, | |
9:22 | ગાંભીર્યના લક્ષણ સહિત આવ્યાં હો, |
તો તમે પોતાની જાત માટે | |
9:30 | આ ગાંડી દુનિયામાં જીવવાની |
એક રીત શોધી કાઢશો | |
9:36 | જે બુદ્ધિગમ્ય, |
તર્કસંગત, ડહાપણભરેલી હોય. | |
9:43 | અને વક્તાની |
અમુક જવાબદારી છે, | |
9:49 | કે એને જે કહેવાનું છે |
તે સ્પષ્ટતાપૂર્વક કહે, | |
9:55 | પ્રચ્છન્ન રીતે નહીં, પણ તટસ્થપણે. |
10:02 | એ વસ્તુનિષ્ઠ, સ્પષ્ટ, |
બુદ્ધિગમ્ય હોવું જોઈએ. ખરું? | |
10:08 | હવે આપણે એકબીજાને સમજીએ છીએ? |
મને આશા છે કે એમ છે. | |
10:13 | અને એ પણ અગત્યનું છે |
કે તમે વક્તા જે કહે છે | |
10:19 | એને પ્રશ્ન કરો, |
10:24 | શંકા કરો, સંશય કરો. |
10:35 | એમ ન કહો કે, ‘હું સંમત છું કે અસંમત છું, |
વક્તા સાચો છે કે ખોટો છે’, | |
10:39 | પણ સંશય, પ્રશ્ન, શંકા કરો, |
10:48 | માત્ર વક્તા જે કહે છે |
એની ઉપર જ નહીં, | |
10:50 | પણ દરેક જણ જે કહે છે એની ઉપર, |
10:58 | જેથી તમારું મગજ પોતાની |
સર્વોચ્ચ ગુણવત્તાએ કાર્ય કરે, | |
11:08 | ઊંઘી ન જાય, |
11:11 | કારણ કે આપણે સાથે મળીને |
અતિ જટિલ જીવનની મહીં | |
11:17 | જોવાનાં છીએ. |
11:23 | એટલે, તમે અનુયાયીઓ નથી, |
હું તમારો ગુરુ નથી, | |
11:35 | કેમ કે તમે ઘણા બધા લોકોને |
અગાઉ અનુસર્યાં છો, | |
11:41 | અને આપણે વિશ્વને આટલું બધું |
અવ્યવસ્થિત બનાવ્યું છે. | |
11:47 | તો, મહેરબાની કરીને, આપણે |
સાથે મળીને ચાલીએ છીએ, | |
11:54 | એકસાથે નિસબત ધરાવીએ છીએ. |
11:57 | કદાચ આપણને એકબીજા પ્રત્યે |
સ્નેહ હોય. | |
12:04 | પણ સ્નેહને અને |
બુદ્ધિસુસંગતતાને | |
12:11 | આપણા અવલોકન સાથે |
સહેજ પણ લાગતુંવળગતું નથી, | |
12:14 | તમારે સ્પષ્ટતાપૂર્વક જોવાનું છે, |
12:21 | એનો અર્થ એ કે આપણે વસ્તુઓને |
સાથે મળીને જોઈએ છીએ. | |
12:28 | હું જોઉં અને પછી તમને કહું એવું નહીં, |
પણ સાથે મળીને | |
12:35 | - તમે એ શબ્દનો અર્થ |
સમજો છો? | |
12:42 | આપણે ક્વચિત જ સહકાર કરીએ છીએ. |
સહકાર શું છે એ આપણે નથી જાણતાં. | |
12:50 | જે વ્યક્તિ પાસે સત્તા હોય, એની સાથે |
આપણે સહકાર કરીએ છીએ, | |
12:57 | અને તમે એ સત્તાધિકારીને અથવા |
પ્રતિષ્ઠાની સત્તાને અનુસરો છો, | |
13:05 | અથવા તમે કોઈ આદર્શને અનુસરો છો. |
13:09 | જો તમે અને હું એક આદર્શ ઉપર |
સંમત થઈએ, તો પછી આપણે | |
13:14 | એ આદર્શ બાબતે કંઇક કરવા માટે |
સહકાર કરીએ છીએ. ખરું? | |
13:21 | જો તમારી અને મારી પાસે એક સહિયારો |
હેતુ હોય, તો આપણે સહકાર કરીશું. ખરું? | |
13:28 | કારણ કે તો પછી |
એ આપણા માટે લાભદાયક હોય છે. | |
13:32 | પરંતુ અહીં વક્તા તમને |
કશું આપી નથી રહ્યો. | |
13:43 | બરાબર? |
13:44 | એ તમને કશું આપી નથી રહ્યો. |
13:52 | મને શંકા છે કે તમે |
આ સમજો છો કે કેમ. | |
13:57 | મોટાભાગના લોકો વાદળીની જેમ |
14:05 | બધું શોષી લે છે, |
દરેક વસ્તુ ગળી જાય છે, | |
14:08 | વક્તા જે કહેવાનો છે તેની સહિત. |
14:13 | અને જ્યારે તમે કશુંક |
ગળી જાવ, શોષી લો, | |
14:17 | - જેવું કરવામાં આ દેશ સક્ષમ છે - |
14:21 | જ્યારે તમે શોષી લો, |
14:24 | ત્યારે તમારી અંદર કશું જ |
મૌલિક હોતું નથી – ખરું? | |
14:31 | મને શંકા છે કે તમે |
આ સમજો છો કે કેમ. | |
14:38 | તમે બુધ્ધને શોષી લો છો, |
14:40 | તમે ગમે તે પ્રકારના ધાર્મિક બકવાટને |
શોષી લો છો, અને એવું બધું. | |
14:47 | આથી તમારું મગજ, |
જે અતિ સક્રિય હોવું જોઈએ, | |
14:55 | તે ધીરેધીરે મૂઢ બનતું જાય છે. |
14:59 | માટે, મહેરબાની કરીને, મેં કહ્યું તેમ, |
15:02 | વક્તા તમને એક પણ વસ્તુ |
આપી નથી રહ્યો, | |
15:09 | કેવી રીતે વર્તવું એ નહીં, |
શું વિચારવું એ નહીં, એવું કશું નહીં. | |
15:15 | પરંતુ સાથે મળીને, તમે અને વક્તા, |
એક મુસાફરી કરો છો. | |
15:26 | આ મુસાફરી કદાચ ધીમી હોય |
15:30 | અથવા તો ખૂબ ઝડપી હોય |
- એક્સપ્રેસ - | |
15:40 | અથવા તમે ખૂબ જ ધીમે ચાલો. |
15:47 | માટે, મહેરબાની કરીને, પહેલાં સાંભળો. |
ધ્યાનથી સાંભળો. | |
16:01 | તમે કાનથી સાંભળો છો, |
16:07 | પરંતુ એક એવું સાંભળવું છે... |
16:12 | ...ધ્યાનપૂર્વકનું શ્રવણ એ માત્ર |
સાંભળવા કરતાં અલગ છે. ખરું? | |
16:19 | તમે બંને વચ્ચેનો તફાવત જુઓ છો? |
16:23 | તમે એવું કાંઈ સાંભળો |
જે સુખકર હોય, | |
16:28 | તો તમે એને સ્વીકારશો, |
16:30 | અને જો કશુંક દુ:ખકર હોય, |
16:33 | તો તમે હકીકતમાં સાંભળતાં નથી. |
16:38 | એટલે, ધ્યાનપૂર્વકનું શ્રવણ |
એ એક કળા છે. | |
16:47 | વક્તા જે કહેવાનો છે તે |
તમે જે વિચારો છો અથવા અનુભવો છો | |
16:54 | એનાથી બિલકુલ ઊલટું હોઈ શકે; |
પરંતુ તમે અહીં આવ્યાં છો, માટે | |
16:59 | તમારે વક્તા જે કહેવાનો છે |
તે સાંભળવું પડે, | |
17:04 | વક્તા જે કહે તેનું અર્થઘટન નથી કરવાનું, |
પણ ધ્યાનપૂર્વકનું શ્રવણ કરવાનું છે. | |
17:09 | તમે ક્યારેય તમારી પત્નીને સાંભળી છે? |
તમારા પતિને? | |
17:19 | મહેરબાની કરીને, આ પ્રશ્નનો જવાબ |
તમારી જાતને આપો. | |
17:22 | પત્ની કે પતિ શું અનુભવે છે, |
વિચારે છે, એને શું જોઈએ છે | |
17:26 | એ શોધી કાઢવા માટે ધ્યાનથી સાંભળો |
- શોધવા માટે પૂરતા સંવેદનશીલ બનો. | |
17:35 | તો, વક્તાને ધ્યાનથી સાંભળવામાં |
17:39 | તમારે સ્વાભાવિક રીતે જ |
ખૂબ સંવેદનશીલ હોવું જોઈએ. | |
17:46 | એટલે, ધ્યાનપૂર્વકનું શ્રવણ એક કળા છે. |
17:52 | શીખવું એ એક કળા છે. |
18:00 | મોટાભાગના લોકો |
વિદ્યા મેળવવા માટે શીખે છે | |
18:14 | - જ્યારે તમે શાળામાં જાવ, ત્યારે |
તમે ગણિત, ભૂગોળ, | |
18:19 | ઇતિહાસ શીખો છો, અને પછી |
તમે મહાવિદ્યાલય, યુનિવર્સિટી જાવ છો, | |
18:23 | ત્યાં અનેક પ્રકારની વિદ્યા |
પ્રાપ્ત કરો છો. | |
18:31 | બાળપણથી જ આપણને |
મોઢે કરવા માટે કેળવવામાં આવે છે. | |
18:40 | ખરું? |
18:42 | એટલે આપણું મગજ હંમેશાં |
વિદ્યાનો સંચય કરતું રહે છે. | |
18:51 | અને એને આપણે |
શીખવું કહીએ છીએ. | |
18:55 | તમે એક ભાષા શીખવા માગો છો, |
તમે વ્યાકરણ ભણવામાં | |
18:59 | થોડો સમય વિતાવો વગેરે, |
19:01 | આથી ધીરેધીરે તમારું મગજ |
વિદ્યાથી અનુબંધિત થઈ જાય છે. | |
19:10 | ખરું? |
મહેરબાની કરીને આ બધું જુઓ. | |
19:15 | એટલે કે, તમારું જ્ઞાન |
પ્રેમનું શત્રુ છે. | |
19:26 | આપણે હવે તેમાં જઈશું. |
19:31 | શીખવું એક નદી |
જેવું છે, વહેતી, | |
19:39 | હરહંમેશ પોતાને નૂતન કરતી નદી જેવું. |
19:42 | એ છે શીખવું, |
મોઢે કરવું એ શીખવું નથી. | |
19:46 | તથા અવલોકવું, જોવું |
એ પણ એક કળા છે, | |
19:59 | માત્ર આંખોથી જ |
20:04 | અવલોકન નહીં, પણ |
વસ્તુઓને પૂર્વગ્રહ વિના જોવી, | |
20:13 | તમે કરેલા કોઈપણ પ્રકારના |
નિષ્કર્ષ વિના જોવી. | |
20:20 | શબ્દ વિના અવલોકવું, |
20:26 | તમે રચેલી માનસિક છબી વિના |
અવલોકવું - તમે સમજો છો? | |
20:32 | તો, આપણે સાથે મળીને |
આ બધું કરવાનાં છીએ. | |
20:37 | ધ્યાનપૂર્વક શ્રવણ કરવાની કળા, |
શીખવાની કળા, | |
20:43 | અવલોકન કરવાની કળા. |
20:48 | જો તમે આ કરો તો ઘણો બધો |
આનંદ આવશે, કારણ કે | |
20:53 | આનાથી મગજ અતિ સંવેદનશીલ |
અને જીવંત બને છે. | |
20:58 | પરંતુ જો તમે એના એ જૂના ઢાંચાનું |
પુનરાવર્તન કર્યા કરો, તો પછી | |
21:04 | તમારું મગજ મૂઢ બની જાય, |
જેવું મોટાભાગના લોકોનું કદાચ થઈ ચૂક્યું છે. | |
21:11 | માટે, સાથે મળીને – કૃપયા, મારા આ |
ફરીફરી કહેવાથી કંટાળતા નહીં, | |
21:18 | આનું પુનરાવર્તન કરવું અગત્યનું છે, |
21:21 | જેથી તમે અને વક્તા |
એકબીજાને સમજો. | |
21:29 | આપણે ઘરનો પાયો નાખ્યો છે, |
21:34 | આપણે સાથે મળીને ચણતર કરીશું. |
21:45 | શું આપણે વિશ્વમાં જે બની રહ્યું છે |
તેનું અવલોકન કરી શકીએ? | |
21:51 | માત્ર ભારતનું વિશ્વ જ નહીં, |
પણ દુનિયા | |
21:57 | - વૈશ્વીક સ્તરે જે બનાવો |
બની રહ્યા છે તે? | |
22:06 | એક ડરામણું, પરમાણુ યુદ્ધ ચાલી રહ્યું છે. |
22:16 | તાજેતરમાં, કેટલાક મોટા વૈજ્ઞાનિકો |
ભેગા થયા | |
22:23 | અને એક નિવેદન બહાર પાડ્યું કે, |
22:27 | જો પરમાણુ યુદ્ધ થાય, |
22:30 | તો આખી પૃથ્વી |
- સમસ્ત પૃથ્વી, | |
22:35 | માત્ર યુરોપ, |
કે અમેરિકા કે રશિયા નહીં - | |
22:38 | સમસ્ત પૃથ્વી એટલી |
ગાઢ ધૂળ અને ધુમાડાથી ઢંકાઈ જશે કે | |
22:46 | સૂર્યનો પ્રકાશ એમાંથી આરપાર |
પસાર નહીં થઈ શકે, | |
22:52 | અને વાતાવરણનું ઉષ્ણતામાન |
શૂન્યથી પાંચ અંશ નીચે જતું રહેશે. | |
23:02 | એટલે કશાનું અસ્તિત્વ નહીં રહે. |
23:07 | એ લોકો આ જ બધી વાતો કરે છે, |
તૈયારીઓ તેમ જ દલીલો કરે છે. | |
23:15 | અને નાનાં યુધ્ધો પણ |
ચાલી રહ્યાં છે. | |
23:21 | આ યુધ્ધો પાંચ કે છ હજાર વર્ષોથી |
ચાલી રહ્યાં છે. | |
23:27 | માણસે તીર અથવા દંડાથી |
શરૂઆત કરી, | |
23:30 | હવે આપણી પાસે અતિશય |
વિધ્વંસક પરમાણુ બૉમ્બ છે. | |
23:41 | આ બધાનું કારણ શું છે? |
તમે સમજો છો? | |
23:46 | માનવો આ રીતે વર્તે છે |
એનું કારણ શું છે? | |
23:54 | બુદ્ધિજીવીઓ, તત્ત્વજ્ઞાનીઓ, |
વૈજ્ઞાનિકો, | |
24:01 | અને કહેવાતા ધાર્મિક લોકો |
24:05 | - જેઓ હકીકતમાં જરાયે |
ધાર્મિક છે જ નહીં - | |
24:10 | દુનિયામાં આ બધી |
અવ્યવસ્થાનું કારણ શું છે? | |
24:16 | હું આનો જવાબ આપું |
તેની રાહ ન જુઓ, | |
24:19 | તમે આ પ્રશ્ન તમારી જાતને |
પૂછી રહ્યાં છો. | |
24:26 | એવું કેમ છે કે આ પૃથ્વી ઉપર |
જે માનવો જીવ્યા છે | |
24:33 | - આનુવંશિકવિજ્ઞાનીઓ |
તથા જૈવિકવિજ્ઞાનીઓ મુજબ, | |
24:40 | પિસ્તાળીસથી પચાસ હજાર વર્ષોથી |
24:45 | આપણે આ પૃથ્વી ઉપર |
હોમો સેપીયન્સ તરીકે જીવીએ છીએ. | |
24:49 | સાવ શરૂઆતથી જ આપણે |
એકબીજા સાથે સંઘર્ષમાં રહ્યાં છીએ, | |
24:58 | એકબીજાને મારી નાખીએ છીએ, અપંગ |
બનાવીએ છીએ, ઇજા પહોંચાડીએ છીએ, | |
25:02 | એકબીજા સાથે હરીફાઈ કરીએ છીએ. |
ખરું? | |
25:08 | સંઘર્ષ, લડત, પીડા, વ્યગ્રતા, |
એકલતા, દુ:ખ સહન કરવું. | |
25:18 | અને આપણે પ્રૌદ્યોગિક વિશ્વમાં |
આટલા બધા નિપુણ છીએ, | |
25:24 | શસ્ત્રક્રિયા, સંચાર, |
કમ્પ્યુટર વગેરેનાં | |
25:29 | અનોખાં સાધનો |
વિકસાવીએ છીએ, | |
25:33 | અને આપણે આપણા માનવીય વર્તનનો |
ઉકેલ નથી લાવ્યાં | |
25:39 | - તમે સમજો છો? શા માટે? |
25:49 | હા, સર, આ એક |
બહુ ગંભીર પ્રશ્ન છે. | |
25:53 | શા માટે આપણે માનવો |
જે આટલા બધા સમર્થ છીએ, | |
26:01 | ચંદ્ર ઉપર જઈએ છીએ, |
26:05 | પ્રૌદ્યોગિક વિશ્વ |
અતિશય અસાધારણ છે, | |
26:12 | અને છતાં આપણે આદિમાનવ જેવા, |
ઘાતકી છીએ, | |
26:16 | આદિવાસી ભગવાનો |
અને આદિવાસી વૃત્તિઓ. | |
26:22 | આપણામાં શું ખોટું છે? |
તમે સમજો છો? | |
26:28 | હું ટીકા નથી કરી રહ્યો, |
26:34 | હું કોઈને દોષ નથી આપતો. |
26:37 | પણ આ એક સ્વાભાવિક પ્રશ્ન છે |
જે દરેક સભ્ય માણસે પૂછવો જ પડે: | |
26:45 | આપણામાં શું ખોટું છે? |
બરાબર? | |
26:53 | શા કારણે યુધ્ધો થાય છે? |
26:58 | પાકિસ્તાન અને ભારત, |
રશિયા અને અમેરિકા વગેરે... શા કારણે? | |
27:06 | એનાં કારણો કયાં છે? |
27:09 | જો તમે કારણ શોધી કાઢો, તો |
પરિણામને દૂર કરવું સહેલું બને. | |
27:15 | બરાબર? તમે સમજો છો? |
27:20 | જો મને કોઈ રોગ હોય, |
અને એનું કારણ કેન્સર હોય, | |
27:25 | અને એને લીધે અતિશય |
પીડા થતી હોય, | |
27:27 | તો કાં તો એને દૂર કરવું પડે |
અથવા હું મરી જઉં. | |
27:32 | પણ જ્યારે કોઈ કારણ હોય... |
તો એની અસરનો અંત લાવી શકાય. | |
27:39 | ખરું? આ સ્પષ્ટ છે? |
27:43 | જયાં કારણ હોય, |
ત્યાં અસરનો અંત લાવી શકાય, | |
27:48 | કેમ કે કારણનો |
અંત લાવી શકાય છે. | |
27:52 | શું આ સ્પષ્ટ છે? |
27:55 | આ યુધ્ધોનું કારણ શું છે, |
દુનિયામાં ચાલી રહેલી | |
28:00 | આ બધી આઘાતજનક બાબતોનું |
કારણ શું છે? | |
28:03 | તમારામાંના મોટાભાગના લોકો |
ઘણું કરીને આ વિષે જાણતા નથી. | |
28:08 | દરેક વસ્તુ છાપાંઓમાં |
છાપવામાં આવતી નથી. | |
28:14 | વક્તાએ ઘણા બધા |
વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે, | |
28:20 | જે યથાતથ બની રહ્યું છે |
તે આપણને કહેવામાં આવતું નથી | |
28:24 | - રાસાયણિક ગેરીલાયુદ્ધ - |
વગેરે બધું. | |
28:29 | તો, આ બધાનું કારણ શું છે? |
28:34 | શું એ વિભાજન છે? |
28:39 | રાષ્ટ્રીય વિભાજન, |
ધાર્મિક વિભાજન, | |
28:45 | અન્ય માણસોની વિરુદ્ધ એક માણસ, |
જે છે વિભાજન, અલગતા. | |
28:51 | તમે આ બધું સમજો છો? |
કે હું મારી જાત સાથે વાત કરું છું? | |
28:59 | હું જે કહી રહ્યો છું |
તે તમે સમજો છો? | |
29:03 | એક કુટુંબની વિરુદ્ધ |
બીજું કુટુંબ, | |
29:07 | કુટુંબની પોતાની અંદર જ |
વિભાજન હોય છે. | |
29:11 | આરબ અને યહૂદી વચ્ચે |
વિભાજન છે, | |
29:17 | કૅથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે |
વિભાજન છે, | |
29:21 | તમે - હિન્દૂ - અને મુસલમાન વચ્ચે |
વિભાજન છે. ખરું? | |
29:28 | ખ્રિસ્તી, બૌધ્ધ, ઝેન, |
29:33 | આખું વિશ્વ ખંડિત છે, |
તૂટેલુંફૂટેલું છે. | |
29:40 | શું એ છે |
આ સઘળી અવ્યવસ્થાનું કારણ? | |
29:47 | તમે મારો પ્રશ્ન સમજો છો? |
29:50 | કે જયાં વિભાજન હોય, |
29:55 | સમુદાયો વચ્ચે, |
લોકો વચ્ચે, | |
30:01 | દેશો વચ્ચે, વિવિધ ગુરુઓ વચ્ચે, |
વિવિધ ધર્મો વચ્ચે, | |
30:06 | ત્યાં સંઘર્ષ હોવાનો જ. |
30:09 | બરાબર? તમે આ સમજો છો? |
30:13 | જયાં વિભાજન હોય, |
ત્યાં સંઘર્ષ હોય જ. | |
30:18 | એ કાયદો છે. |
ખરું? | |
30:26 | શું એ છે કારણ |
આ બધાં ભીષણ યુધ્ધોનું, | |
30:33 | દરેક માણસની અંદર |
રહેલા સંઘર્ષનું, | |
30:39 | એકબીજા વિરુદ્ધ હરિફાઈનું? |
વિભાજન કારણ છે – ખરું? | |
30:48 | આર્થિક રીતે, જાતિવાદની રીતે, સામાજિક રીતે, |
કહેવાતી સાંસ્કૃતિક રીતે, | |
30:56 | દરેક વસ્તુ વિભાજન સાધે છે. |
ખરું? | |
31:05 | હવે, આપણે સરકારો વિષે તો |
કશું કરી શકીએ નહીં. | |
31:14 | બધી સરકારો સ્થાપિત છે, |
કમનસીબે ચૂંટાયેલી છે, | |
31:25 | તમે તેઓની સાથે વ્યવહાર કરી ન શકો. |
31:28 | વક્તાએ વિવિધ પ્રયત્નો... વિવિધ |
લોકોને મળ્યો છે, પણ બધું એમનું એમ. | |
31:35 | તો, આપણે શું કરી શકીએ, |
તમે અને હું? | |
31:40 | તમે સમજો છો મારો પ્રશ્ન? |
31:42 | તમે રાષ્ટ્રપતિઓ જેવા સૌથી શક્તિશાળી |
લોકોની સાથે વ્યવહાર કરી ન શકો, | |
31:47 | તમે તેઓની સાથે વ્યવહાર ન |
કરી શકો, એ લોકો ઊંચા સ્તરે છે. | |
31:53 | તેઓની પોતાની જવાબદારીઓ છે, |
તેઓને સત્તા જોઈએ છે | |
31:56 | - તમે જાણો છો એ બધું. |
31:58 | માટે આપણે પૂછીએ છીએ કે, |
આ પૃથ્વી ઉપર જીવતા | |
32:05 | એક માનવ તરીકે, આ બધું |
બનતું જોઈને, તમે શું કરી શકો? | |
32:12 | કૃપા કરીને, આ પ્રશ્ન પૂછો. |
તમારું કાર્ય શું છે? | |
32:16 | તમારા તાત્વિક સિદ્ધાંતો નહીં – ભારતીયો |
તાત્વિક સિદ્ધાંતોમાં બહુ કુશળ છે. | |
32:25 | ખરું ને? |
32:29 | તમે લોકો વિવેચનામાં, |
મનોવિશ્લેષણમાં, કારણ શોધી કાઢવામાં | |
32:35 | બહુ કુશળ છો, |
અને ત્યાં તમે એને છોડી દો છો, | |
32:39 | જેનો તમારા રોજિંદા જીવન સાથે |
કશો જ સંબંધ નથી હોતો. ખરું? | |
32:45 | તમે ભગવાનમાં માનો છો, |
અથવા તમે કોઈ ગુરુમાં માનો છો, | |
32:53 | અથવા તમે કોઈ |
તત્ત્વજ્ઞાનીમાં માનો છો. | |
32:55 | પણ તે માન્યતાની |
જીવનમાં યથાર્થતા નથી. | |
33:02 | ખરું? |
33:04 | આ એક હકીકત છે. હું કશું અસામાન્ય |
નથી કહી રહ્યો. આ એક હકીકત છે. | |
33:10 | માટે, આપણે પૂછીએ છીએ, |
આ બધી બાબતોનો સામનો કરતા | |
33:18 | એક માણસ તરીકે |
તમારી જવાબદારી શી છે? | |
33:25 | તમારું કાર્ય શું છે? |
33:32 | મોટાભાગના લોકો આમાંથી |
પલાયન કરી જવા માગે છે. | |
33:38 | મોટાભાગના લોકોને લાગે છે કે |
આપણે આનો નિવેડો ન લાવી શકીએ. | |
33:43 | માટે આપણે આદિવાસી ભગવાનોમાં |
પલાયન કરી જઈએ છીએ - | |
33:50 | આ દેશમાં, કે યુરોપમાં જે બધું |
બની રહ્યું છે તેની તમને ખબર છે | |
33:55 | - માદક દવાઓ, |
ધાર્મિક મનોરંજનો, | |
34:07 | અને મનોરંજન ઉદ્યોગ તો |
અતિ શક્તિશાળી છે, | |
34:15 | ચલચિત્રો, પત્રિકાઓ, |
ભગવાનો, કર્મકાંડો – ખરું? | |
34:23 | શું આ દેશમાં બે ભગવાનો |
એકબીજા સાથે લગ્ન કરે છે? | |
34:31 | એટલે, કાં તો પલાયન હોય છે |
34:38 | અથવા તો તમે યથાર્થતાનો, |
હકીકતોનો સામનો કરો છો. | |
34:49 | જ્યારે તમે હકીકતોનો સામનો કરો, |
ત્યારે તમારું કાર્ય શું છે? | |
34:57 | હવે, સાથે મળીને આપણે |
શોધી કાઢીશું – બરાબર? | |
35:03 | સાથે મળીને, હું કહું અને તમે સાંભળો |
અથવા સંમત કે અસંમત થાવ એવું નહીં, | |
35:10 | એ તો બહુ મૂર્ખામી છે, |
બાલિશતા છે. | |
35:13 | પરંતુ જો તમે અને હું |
એકસમાન વસ્તુનું અવલોકન કરીએ, | |
35:19 | એને રોજ જીવીએ, |
35:24 | તો એમાં વિપુલ ક્રિયાશક્તિ |
હોય છે | |
35:28 | - રાજકીય સત્તાના અર્થમાં શક્તિ નહીં, |
35:32 | પણ સાચી વસ્તુ કરવાની શક્તિ. |
35:40 | બરાબર? |
અહીં સુધી આપણે સાથે છીએ? | |
35:48 | આપણે પૂછીએ છીએ, |
યુધ્ધોનું કારણ શું છે? | |
35:59 | યુદ્ધનાં પરિબળોમાંનું એક છે |
રાષ્ટ્રવાદ, | |
36:06 | - ખરું? - |
જે આદિવાસી વૃત્તિ છે. | |
36:15 | તમે કદાચ સંમત ન થાવ, |
કૃપા કરી શાંતિથી સાંભળો. | |
36:21 | આદિવાસી વૃત્તિ - ખરું? – જે બની છે |
મહિમાન્વિત રાષ્ટ્રવાદ, | |
36:27 | એના રાષ્ટ્રધ્વજો વગેરે સહિત, |
36:30 | બ્રિટિશ, ફ્રેંચ, |
હિન્દૂ, ભારતીયો, | |
36:33 | તમે સમજો છો, |
વિભાજિત, વિભાજિત, વિભાજિત. | |
36:37 | આપણે કહીએ છીએ કે યુદ્ધનાં |
કારણોમાંનું એક છે રાષ્ટ્રવાદ. | |
36:46 | એ સાવ દેખીતું છે. |
36:48 | અન્ય કારણ છે |
આર્થિક વિભાજન, | |
36:54 | દરેક દેશને પોતાની જ |
અર્થવ્યવસ્થા સાથે તથા | |
37:03 | પોતાની જ સંસ્કૃતિ સાથે નિસબત છે. |
37:08 | બ્રિટિશ લોકો તેમનું પોતાનું... |
અને ફ્રેંચ લોકો વગેરે. | |
37:15 | અને અન્ય કારણ છે |
ધર્મમાં વિભાજન: | |
37:22 | ખ્રિસ્તી, બૌધ્ધ, |
હિન્દૂ, ઇસ્લામ. | |
37:29 | અને એ બધા લોકો ભગવાન વિષે |
વાત કરતા હોય છે, બરાબર? | |
37:37 | એટલે, આ અને કદાચ થોડાં અન્ય |
કારણો છે યુદ્ધનાં. | |
37:45 | એક હિન્દૂ કે ખ્રિસ્તી તરીકે, |
કે જે કાંઈ હો તે તરીકે, | |
37:51 | તમે યુદ્ધ માટે |
જવાબદાર છો. ખરું? | |
37:59 | કારણ કે તમારી અંદર |
તમે વિભાજિત છો. | |
38:07 | તમે સંમત છો? |
તમે આ હકીકતને જુઓ છો? | |
38:12 | જયાં સુધી હું હિન્દૂ હોઉં, |
અમુક પ્રથાને પ્રતિજ્ઞાબદ્ધ હોઉં, | |
38:20 | અને કેટલાક - મને માફ કરજો - |
નાદાન ભગવાનોને અનુસરતો હોઉં, | |
38:25 | ભગવાન કહેવાતાં રમકડાંઓ સાથે |
રમતો હોઉં, | |
38:33 | તો, હું, એક હિન્દૂ તરીકે, |
માનવો વચ્ચે | |
38:37 | સંઘર્ષ પેદા કરવા માટે |
જવાબદાર છું. | |
38:42 | બરાબર? |
આ હકીકત છે કે નથી? | |
38:50 | આ એક હકીકત છે. |
38:54 | તમે કદાચ સંમત ન થાવ, |
તમે કદાચ હકીકતને ન જુઓ, | |
38:57 | પરંતુ આ સાચે જ |
યુધ્ધોનું કારણ છે. | |
39:02 | હવે, તમારી જવાબદારી શી છે? |
39:09 | રાષ્ટ્રવાદથી મુક્ત થવું. |
બરાબર? | |
39:14 | વિશ્વને સમસ્ત માનવજાત તરીકે |
જોવા માટે મુક્ત હોવું, | |
39:22 | ભારતીય કે અમેરિકન તરીકે નહીં, |
આપણે સૌ માનવો છીએ, બરાબર? | |
39:29 | દુનિયાને વૈશ્વીક રીતે જોવી... |
39:35 | ...માનવો તરીકે. |
39:38 | હું તમારા માટે આને |
વધુ જટિલ બનાવીશ. | |
39:47 | જ્યારે તમે મુસાફરી કરો, |
જ્યારે તમે આખી દુનિયામાં લોકોને જુઓ, | |
39:54 | આ દેશમાં, તેમ જ ફ્રાન્સમાં, |
સ્વિત્ઝર્લેન્ડમાં, અમેરિકામાં, | |
40:00 | - દુનિયામાં - જાપાનમાં વગેરે, |
ત્યારે તમે જુઓ છો કે બધા માનવો | |
40:06 | માનસિક રીતે સહભાગી છે, |
તેઓ સૌ માનસિક દુ;ખ સહન કરે છે. | |
40:17 | તેઓ સૌ રડે છે, |
સૌ એકલા છે, | |
40:24 | સૌએ આંસુ સાર્યાં છે, |
જેમ તમે આંસુ સાર્યાં છે તેમ જ. | |
40:30 | તેઓ સૌ અનિશ્ચિત, |
વ્યગ્ર, દુ:ખી છે. | |
40:38 | તેઓ સૌ તમારા જેવા છે, |
તમે દુ:ખી છો, | |
40:43 | એકલા છો, દુ:ખ સહન કરો છો, |
બધી જાતની નિર્દયતાઓને વેઠો છો, | |
40:49 | તમારા પતિ તરફથી, |
તમારી પત્ની તરફથી વગેરે. | |
40:53 | આખીયે દુનિયામાં બધા માનવો |
આમાં સહભાગી છે. | |
40:59 | ખરું? આ એક હકીકત છે. |
41:01 | એટલે, તમારી ચેતના |
સમસ્ત માનવજાતની ચેતના છે. | |
41:10 | બરાબર? તમે આ જુઓ છો? |
41:16 | શું તમે ઇચ્છો છો... |
શું હું આમાં વધુ અંદર જાઉં? | |
41:21 | આપણને બાળપણથી એમ માનવા માટે |
અનુબંધિત કરવામાં આવ્યા છે, | |
41:26 | - ધાર્મિક, સામાજિક, |
આર્થિક અને રાષ્ટ્રીય રીતે - | |
41:32 | કે આપણે સૌ અલગ વ્યક્તિઓ, |
અલગ આત્માઓ છીએ. | |
41:39 | ખરું? ખરું? |
આ એક હકીકત છે. | |
41:46 | અને આપણે ક્યારેય એ તપાસતા નથી કે |
આપણે વાસ્તવમાં વ્યક્તિઓ છીએ કે નહીં | |
41:54 | - તમે અલગ છો... |
તમે એક પુરુષ છો, એક સ્ત્રી છો, | |
41:58 | એ કાંઈ સ્વતંત્ર વ્યક્તિત્વ |
બનાવતું નથી. | |
42:04 | તમારી વૃત્તિ, |
તમારી ખાસિયત, | |
42:07 | તમારું અમુક લક્ષણ, |
તમારું બેન્કનું ખાતું, | |
42:12 | આ બધું તમને એમ વિચારવા પ્રેરે છે |
કે તમે એક અલગ માણસ છો. | |
42:16 | તમે ઊંચા હો, હું નીચો હોઉં, |
હું ગુલાબી હોઉં, તમે કાળા હો, | |
42:20 | આ બધી પરિસ્થિતિઓ |
માણસના મગજને એ સ્વીકારવા | |
42:27 | અનુબંધિત કરે છે કે |
આપણે અલગ વ્યક્તિઓ છીએ. | |
42:31 | ખરું? |
42:35 | વક્તા એને |
પ્રશ્ન કરે છે. | |
42:39 | આને સ્વીકારો નહીં, |
આની ઉપર શંકા કરો, આને પ્રશ્ન કરો. | |
42:46 | કારણ કે વક્તા કહે છે કે, આપણી ચેતના |
- જે છે તમે જે અનુભવો છો, | |
42:52 | જે વિચારો છો, તમારી પ્રતિક્રિયાઓ, |
માન્યતાઓ, તમારી પીડા, તમારી વ્યગ્રતા, | |
42:57 | તમારી એકલતા, તમારું દુ:ખ, |
પ્રેમનો અને સ્નેહનો અભાવ - | |
43:02 | બધા માનવો સાથે |
વહેંચાયેલી છે. | |
43:05 | ખરું? ખરું, સર? |
43:11 | એટલે તમારી ચેતના |
તમારી નથી, | |
43:17 | એ સમસ્ત માનવચેતના છે. |
43:23 | જો તમે કોઈને મારી નાખો, |
તો તમે તમારી જાતને મારી નાખો છો. | |
43:27 | તમે આ સમજો છો? |
43:31 | જો તમે કોઈનું મન દુભાવો, |
તો તમે તમારી જાતને દુભાવો છો. | |
43:36 | તમે આ સ્પષ્ટપણે સમજો છો? |
43:44 | જો તમે દુ:ખમાં હો, |
તો એ માત્ર તમારું જ દુ:ખ નથી, | |
43:48 | એ માનવજાતનું દુખ છે. |
43:55 | એટલે, તમે માનવજાત છો |
44:04 | - તમે સમજો છો? |
44:06 | તમે બાકીની માનવજાત છો, |
44:10 | એક નજીવા માણસ નથી, |
- નાનકડા આંગણામાં કામ કરતા, | |
44:18 | પોતાની જાત વિષે વિચારતા, |
તમારી સમસ્યાઓ, તમારી વ્યગ્રતાઓ - | |
44:24 | પણ જ્યારે તમે આ હકીકતને |
વાસ્તવમાં સ્પષ્ટપણે સમજો, | |
44:31 | તમારા અંતરતમમાં, તમારા લોહીમાં, |
તાત્વિક સિદ્ધાંત તરીકે નહીં, | |
44:37 | ત્યારે જીવન પ્રત્યેનું તમારું |
સમગ્ર દૃષ્ટિબિન્દુ પરિવર્તન પામે છે: | |
44:43 | ત્યાર પછી તમારામાં વિશિષ્ટ... |
પ્રેમ, કરુણા અસ્તિત્વ પામે છે. | |
44:54 | તો, તમારી જવાબદારી શી છે? |
44:59 | જ્યારે તમે આ જોયું હોય, |
45:02 | બુદ્ધિપૂર્વક નહીં, |
45:08 | પણ વાસ્તવમાં, તમારા હ્રદયથી, |
તમારી આંખોથી, | |
45:14 | તમારા કાનોથી, તમારી બધી |
ઇન્દ્રિયોથી આ જુઓ. | |
45:18 | આ વૈશ્વીક સમસ્યા છે, |
કોઈ એક ખાસ વ્યક્તિગત સમસ્યા નથી. | |
45:26 | દાખલા તરીકે, આ દેશમાં |
અતિશય ગરીબી છે. | |
45:34 | ખરું? |
અત્યંત ગરીબી. | |
45:40 | મુંબઈની ગલીઓમાં ફરો, |
લોકો ફૂટપાથ ઉપર સૂતા હોય છે. | |
45:47 | કોઈ પણ ગામડામાં જાવ, |
જે કોઈ શહેરની બહુ પાસે ન હોય, | |
45:54 | ત્યાં ગરીબી છે. |
45:56 | આઝાદી પછી |
સ્થિતિ થોડી સુધરી છે, | |
46:01 | પરંતુ હજુ ગરીબી છે. |
46:06 | અને આ ગરીબીનો નિવેડો |
એક સરકાર દ્વારા ન આવી શકે, | |
46:11 | કેમ કે અમેરિકામાં ગરીબી છે, |
ફ્રાન્સમાં ગરીબી છે. | |
46:15 | ઈંગ્લેન્ડમાં ચાલીસ લાખ લોકો |
બેકાર છે. તમે સમજો છો? | |
46:27 | તો, તમારી |
જવાબદારી શી છે? | |
46:33 | શું તમે હજુ પણ |
એક વ્યક્તિ તરીકે રહેશો, | |
46:38 | પોતાની જાત માટે લડતા, |
46:44 | તમારા પોતાના પ્રકાશ, |
પોતાની પ્રબુદ્ધતા માટે લડતા? | |
46:52 | કે પછી – તમે મારો આ પછીનો |
પ્રશ્ન સમજો છો? - | |
46:58 | કે પછી તમે આ વિશ્વને |
અખંડતાથી જોશો, | |
47:08 | ખ્રિસ્તી, બૌધ્ધ, હિન્દૂ |
વગેરે તરીકે નહીં? | |
47:14 | આપણે જયાં સુધી આ નહીં કરીએ, |
ત્યાં સુધી એકબીજાનો વિનાશ કરીશું. | |
47:19 | એ સાવ દેખીતું છે કે |
આ જ ચાલી રહ્યું છે. | |
47:24 | આપણને સલામતી જોઈએ છે, |
- આપણી પાસે સલામતી હોવી જ જોઈએ, | |
47:30 | નહીંતર તમે અને હું |
અહીં ન હોઈએ. | |
47:36 | સલામતી, અન્ન, વસ્ત્રો |
અને એ બધું. | |
47:41 | એને નકારવામાં આવે છે |
કારણ કે દરેક દેશ કહે છે, | |
47:44 | ‘મારે પોતાની સમસ્યાઓ ઉકેલવી પડે.’ |
ખરું? | |
47:51 | વૈશ્વીક દૃષ્ટિબિન્દુ ક્યાંય છે જ નહીં. |
47:59 | અને આપણી જે બધી |
સમસ્યાઓ છે, | |
48:05 | તેને આપણે સાંપ્રદાયિક, સામાજિક |
એવી નીચલી કક્ષામાં લાવીને | |
48:09 | નાની બનાવી દઈએ છીએ. |
48:13 | તો, આ સાંભળ્યા બાદ, |
શું તમારું મગજ | |
48:24 | રાષ્ટ્રીયતાથી, જાતિવાદથી, |
ધાર્મિક બકવાટથી મુક્ત છે, | |
48:30 | જેથી તમારી પાસે |
વૈશ્વીક દૃષ્ટિબિન્દુ, વૈશ્વીક ભાવના હોય? | |
48:35 | તમે સમજો છો, સર? |
48:39 | અથવા તો, તમે કહો છો કે આ |
અદ્દભુત છે, મનોરમ કલ્પના છે, | |
48:47 | આમાંથી એક સુંદર |
તાત્વિક સિદ્ધાંત બનાવો, | |
48:50 | એને વિષે અનુમાન કરો, |
અને એને મારી નાખો. | |
48:56 | બરાબર? |
તો, આ છે પહેલી વસ્તુ. | |
49:02 | આમાં એવા મગજની જરૂર છે |
જે જોવા માટે મુક્ત હોય. | |
49:11 | પણ આપણાં મગજો સમસ્યાઓથી |
બહુ જ અનુબંધિત થયેલાં છે. | |
49:20 | ખરું? તમારે સમસ્યાઓ છે, |
નહીં કે? | |
49:27 | તમારે સમસ્યાઓ નથી? |
કૃપા કરીને કહો, હા કે ના – હા? | |
49:32 | તમારે સમસ્યાઓ છે, એટલે કે, |
યૌન સમસ્યા, ધાર્મિક સમસ્યાઓ, | |
49:38 | આર્થિક સમસ્યા |
- સમસ્યાઓ, સમસ્યાઓ, સમસ્યાઓ, ખરું? | |
49:44 | મને મારી પત્ની સાથે |
ફાવતું નથી, | |
49:47 | મારી પત્ની મને ધમકાવે છે, |
વગેરે વગેરે. | |
49:51 | સમસ્યાઓ એટલે શું? |
49:54 | વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે |
એ શબ્દનો અર્થ શો છે? | |
50:02 | વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે અર્થ છે |
‘તમારી તરફ ફેંકવામાં આવેલું કશુંક, | |
50:10 | તમારી તરફ ફેંકાયેલો કોઈ પડકાર’, |
ખરું? | |
50:17 | ‘સમસ્યા’ શબ્દનો અર્થ એ છે. |
50:21 | હવે, આપણે સમસ્યાઓને |
કેવી રીતે મળીએ છીએ? | |
50:31 | આપણે આમાં સાથે મળીને જઈશું. |
50:34 | કૃપા કરીને એ ધ્યાનમાં રાખો કે |
હું તમને કહેતો નથી, કે શિખવાડતો નથી, | |
50:42 | પણ આપણે સાથે મળીને શીખી રહ્યાં છીએ, |
અવલોકન કરી રહ્યાં છીએ. | |
50:47 | વક્તાએ ઘણા સમય પૂર્વે આ બધું |
અવલોકન કર્યું અને જોયું હોઈ શકે, | |
50:53 | પણ વક્તા આમાં સહભાગી છે, |
એ તમારી સાથે ચાલી રહ્યો છે, | |
50:59 | લાગણીવશતાપૂર્વક નહીં, |
51:02 | ભાવાવેશપૂર્વક નહીં, |
એ કહે છે, આ બધાનો સામનો કરો! | |
51:10 | આપણાં મગજ બાળપણથી સમસ્યાઓને |
ઉકેલવા માટે અનુબંધિત કરવામાં આવ્યાં છે. | |
51:21 | બાળક શાળાએ જાય છે, |
શીખવું એક સમસ્યા બને છે, | |
51:28 | ગણિત એક સમસ્યા બને છે |
- સમસ્યાઓ. | |
51:35 | પછી મહાવિદ્યાલય, અધિક સમસ્યાઓ. |
યુનિવર્સિટી, એથી અધિક સમસ્યાઓ. | |
51:42 | આથી, એનું મગજ |
- કૃપા કરીને આ સાંભળો - | |
51:45 | સમસ્યાઓને ઉકેલવા માટે |
અનુબંધિત બને છે. | |
51:51 | બરાબર? |
તમે આ સમજો છો? | |
51:59 | આપણે આ સમજીએ છીએ, |
કે પછી હું... | |
52:04 | આપણું મગજ સમસ્યાઓને |
ઉકેલવા માટે અનુબંધિત છે. | |
52:11 | તો, મગજને |
શું થયું છે? | |
52:16 | હવે તે સમસ્યાઓ ઉકેલવા માટેનું |
યંત્ર છે. બરાબર? | |
52:23 | આને લીધે સમસ્યાઓ વધી રહી છે |
52:27 | કારણ કે મગજ સમસ્યાઓ સાથે |
યંત્રવત્ વ્યવહાર કરે છે. | |
52:32 | તમે આ સમજો છો, સર? |
જે બની રહ્યું છે તે જુઓ. | |
52:38 | આ દેશમાં ઘણી |
રાજકીય સમસ્યાઓ છે, | |
52:44 | અને સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નોમાં |
આ રાજનીતિજ્ઞોએ | |
52:49 | એક સમસ્યાના ઉકેલમાં |
અન્ય સમસ્યાઓ વધારી છે. | |
52:55 | તમે આ જુઓ છો, નહીં કે? |
53:00 | તમે આ બધું નથી જાણતા? |
53:04 | માટે આપણું મગજ બાળપણથી |
સમસ્યાઓને ઉકેલવા માટે અનુબંધિત છે. | |
53:12 | અને તમે સમસ્યાઓને તો જ |
ઉકેલી શકો જો મગજ સમસ્યાઓને | |
53:18 | નવેસરથી જોવા માટે મુક્ત હોય. |
53:21 | પણ જો મગજ તાલીમબદ્ધ હોય, |
તો એ યંત્રવત્ કાર્ય કરે છે | |
53:28 | અને હંમેશાં ઉકેલો શોધતું રહે છે, |
સમસ્યાઓને સમજતું નથી. | |
53:36 | કારણ કે ઉકેલ |
સમસ્યામાં રહેલો છે. | |
53:41 | મને શંકા છે કે તમે |
આ બધું જુઓ છો કે કેમ. | |
53:47 | ખરું, સર? |
હું તમારી સાથે વાત કરી શકું છું? | |
53:55 | તો, શું એવું મગજ હોવું |
શક્ય છે, | |
54:01 | જે મુક્ત હોય, |
જેથી સમસ્યાઓને ઉકેલી શકે, | |
54:08 | નહીં કે જે સમસ્યાઓમાં રહીને પછી |
સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરે? | |
54:12 | તમે આ તફાવત જુઓ છો? |
બરાબર? | |
54:20 | તો, આપણે જે વાત કરીએ છીએ |
- તમે અને હું – તે એ કે | |
54:31 | આપણે માનસિક રીતે, આંતરિક રીતે |
બાકીની માનવજાત છીએ. | |
54:38 | ખરું? આ હકીકત છે. |
54:41 | આ કોઈ તાત્વિક સિદ્ધાંત નથી, |
આ મારો નિષ્કર્ષ નથી. | |
54:45 | આ હકીકત છે કારણ કે બધા માનવો |
ખરાબ સમયમાંથી પસાર થાય છે, અને | |
54:55 | આપણે પણ બધા પ્રકારની દોડધામમાંથી, |
વેદનામાંથી પસાર થઈએ છીએ. | |
55:03 | એટલે આપણે એક માનવજાત છીએ, |
તમે સમસ્ત માનવજાત છો. | |
55:11 | એ એક વાત છે. |
55:14 | બીજું: યુધ્ધોનું અસ્તિત્વ છે કારણ કે |
તમે તમારી જાતને | |
55:23 | રાષ્ટ્રીયતામાં, જાતિઓમાં, ધર્મોમાં |
વિભાજિત કરી છે, | |
55:28 | અને જો તમે એને નહીં બદલો, તો |
તમારી પાસે શારીરિક સલામતી નહીં હોય | |
55:34 | કારણ કે યુધ્ધો આવી રહ્યાં છે. |
55:39 | ત્રીજું: આપણી પાસે ઘણી સમસ્યાઓ છે, |
55:45 | અને એ સમસ્યાઓને ઉકેલવા માટે |
મગજ એને જોવા માટે મુક્ત હોવું જોઈએ. | |
55:52 | પરંતુ જો મગજ સમસ્યાને |
ઉકેલવા માટે અનુબંધિત હોય, | |
55:55 | તો એ સમસ્યાને |
જોઈ ન શકે. | |
55:57 | તમે સમજો છો? |
હવે, તમે આ કરી શકો છો? | |
56:03 | વક્તા જે કહી રહ્યો છે એને |
ધ્યાનપૂર્વક સાંભળવામાં | |
56:08 | - જો તમે સાંભળી રહ્યાં હો તો - |
શું તમે આ કરી શકો છો? | |
56:13 | તમારી જાતને કોઈ પણ ભોગે |
હિન્દૂ ન કહો, | |
56:20 | બધી અંધશ્રદ્ધાઓ વગેરે ન કરો. |
56:26 | કોઈ પણ ધર્મ સાથે, કે ગુરુ સાથે |
જોડાયેલા ન રહો. | |
56:36 | હા, સર. અથવા કોઈ પુસ્તક સાથે. |
56:43 | શું તમે ક્યારેય એ વિચાર્યું છે... |
56:49 | ગ્રંથો ઉપર આધારિત ધર્મો |
56:57 | - ખ્રિસ્તી ધર્મ બાઇબલ ઉપર |
આધારિત છે, | |
57:06 | કુરાન ઇસ્લામ ધર્મનું બાઇબલ છે - |
57:12 | તમે ક્યારેય અવલોકન કર્યું છે કે ગ્રંથો |
ઉપર આધારિત ધર્મો કેવા બની જાય છે? | |
57:18 | અહીં આ દેશમાં તમારી પાસે |
ધર્મ વિષેના ડઝનબંધી ગ્રંથો છે, | |
57:24 | તમે એ બધાને કે એમાંથી કોઈ એકને |
પસંદ કરી શકો, એની સાથે રમી શકો. | |
57:28 | તમે સમજો છો |
હું શું કહું છું? | |
57:31 | ઊંઘી ન જાવ. |
57:36 | એટલે કે, ભારતમાં વિવિધ |
ધાર્મિક ગ્રંથો છે, | |
57:43 | ઉપનિષદો, ગીતા, |
વગેરે વગેરે. | |
57:47 | આથી તમે એક અથવા બીજો ગ્રંથ |
પસંદ કરી શકો છો | |
57:50 | અને એની સાથે રમી શકો છો; |
57:53 | તમારી પાસે ડઝનબંધી ભગવાનો છે, |
57:56 | તમે પોતાના મનોરંજન માટે, ગંમત માટે |
કોઈને પણ પસંદ કરી શકો છો. | |
58:00 | પરંતુ જો તમારી પાસે એક જ |
ભગવાન હોય, | |
58:04 | કુરાન પ્રમાણે અથવા બાઇબલ પ્રમાણે, |
તો તમે એમાંથી છૂટવા અસમર્થ હો છો. | |
58:10 | તથા તમે ધર્માંધ, સંકુચિત |
અને તેથી પાશવી બનો છો. | |
58:21 | જે બની રહ્યું છે તે આ છે. |
58:23 | તો, શું તમે, કૃપયા, |
ગંભીરતાપૂર્વક, વક્તા પૂછે છે કે, | |
58:30 | શું તમે આ બધું તમારાથી દૂર કરી શકો |
તથા પુખ્ત બની શકો? | |
58:44 | કોઈ રાષ્ટ્રીયતા નહીં, |
ભગવાનોમાં માન્યતા નહીં, | |
58:52 | કારણ કે માન્યતા, આસ્થા |
એક વિનાશક પરિબળ છે. | |
58:59 | જો તમારામાં આસ્થા હોય, અને તેથી |
શંકા ન હોય – તમે સમજો છો? | |
59:06 | આખીયે ખ્રિસ્તી ધર્મની દુનિયા |
આસ્થા ઉપર આધારિત છે. ખરું? | |
59:13 | અને તેઓ ક્યારેય શંકા, સંશય, |
પ્રશ્ન વિષે વાત કરતા નથી. | |
59:20 | એ નિષિદ્ધ છે. |
59:22 | અને ઇસ્લામ ધર્મની દુનિયામાં પણ |
એ નિષિદ્ધ છે. | |
59:26 | પ્રાચીન ભારતીયો પાસે |
આ શંકા હતી: ‘પ્રશ્ન કરો, | |
59:33 | સ્વીકારો નહીં, શોધી કાઢો!’ |
59:40 | તમે સૌ એ બધું કરશો? |
59:43 | કે પછી તમારા જૂના ઢાંચામાં |
પાછા લપસી જશો? | |
59:50 | આનું જોખમ જુઓ, જો તમે સત્યને જુઓ |
અને અસત્યમાં પાછા જતા રહો, | |
59:57 | તો એ જ સત્ય તમારો વિનાશ કરશે. |
1:00:00 | તમે સમજો છો? |
1:00:05 | મને શંકા છે કે તમે આ બધું |
સમજો છો કે કેમ! | |
1:00:12 | જો તમે જોખમને જુઓ, |
તો તમે એનાથી દૂર રહો છો. | |
1:00:22 | જો તમે કોબ્રા સાપને કે વાઘને જુઓ, |
તો તમે એનાથી દૂર રહો છો. | |
1:00:28 | પરંતુ આપણે એ નથી જોતાં કે |
આ વિભાજન માનસિક રીતે | |
1:00:33 | કેટલું બધું |
જોખમકારક છે. | |
1:00:40 | જો તમે એકવાર આના |
જોખમને જુઓ, | |
1:00:45 | માત્ર સૈદ્ધાંતિક રીતે જ નહીં, |
પરંતુ પ્રત્યક્ષપણે, | |
1:00:48 | તમારા સંપૂર્ણ હ્રદયથી, |
તમારી સઘળી ઇન્દ્રિયોથી, | |
1:00:51 | તમારી બુધ્ધિથી, તમારા પ્રેમથી |
- જો તમારામાં પ્રેમ હોય તો - | |
1:01:00 | તો તમે કોઈ પણ વસ્તુ સાથે |
નહીં જોડાવ, | |
1:01:09 | - દેશ નહીં, ધર્મ નહીં, |
1:01:12 | જેનો અર્થ એ નથી કે |
તમે સંશયવાદી છો, | |
1:01:15 | જેનો અર્થ એ નથી કે |
તમે નાસ્તિક છો | |
1:01:19 | - તમે જાણતા નથી કે ભગવાન શું છે, |
તમે સૌ ઢોંગ કરો છો. | |
1:01:26 | માટે, શું તમે સૌ |
આ બધું દૂર કરી દેશો, | |
1:01:32 | જેથી તમારું મન મુક્ત હોય, |
1:01:35 | મુક્ત મગજ હોય જે દુનિયાને જોઈ શકે |
અને પરિવર્તન પામી શકે? | |
1:01:45 | શું હું એક અન્ય બાબત તરફ |
પણ ધ્યાન દોરી શકું? | |
1:01:52 | આપણે હમણાં કહ્યું કે |
જ્ઞાન પ્રેમનું શત્રુ છે. | |
1:02:02 | તમારા માટે એનો |
કશો અર્થ છે ખરો? | |
1:02:08 | તમે મારો પ્રશ્ન સમજો છો? |
1:02:11 | વિદ્યા, પુસ્તકિયા માહિતી, |
અનુભવનું જ્ઞાન, | |
1:02:17 | તમારી પત્ની વિષેનું કે |
તમારા પતિ વિષેનું જ્ઞાન, | |
1:02:22 | તમારાં સંતાનો વિષેનું જ્ઞાન, |
1:02:25 | અનુભવ થકીનો જ્ઞાનનો |
સમગ્ર, વિપુલ સંગ્રહ, એ બધું જ. | |
1:02:34 | વક્તા કહે છે કે, એ સઘળું |
જ્ઞાન પ્રેમનું શત્રુ છે. | |
1:02:47 | હવે, આને નજીકથી જુઓ. |
1:02:53 | આપણા અન્ય સાથેના, |
પત્ની કે પતિ સાથેના સંબંધમાં | |
1:03:00 | આપણા દરેકની પાસે |
અન્ય વિષેનું જ્ઞાન હોય છે, ખરું? | |
1:03:14 | હું જાણું છું મારી પત્ની |
કેવું વર્તન કરે છે વગેરે. | |
1:03:19 | હું જાણું છું, |
અને તે જાણે છે. ખરું? | |
1:03:25 | જ્યારે હું કહું કે, |
‘હું મારી પત્નીને જાણું છું’ | |
1:03:33 | અને પત્ની કહે કે, |
‘હું મારા પતિને જાણું છું’, | |
1:03:36 | ત્યારે શું થાય છે, એ જાણવાનો |
ગુણધર્મ શું છે? | |
1:03:43 | દેખીતી રીતે જ, જ્ઞાન, |
જેનો અર્થ શો? | |
1:03:52 | મે એને વિષે બનાવેલી માનસિક છબી અને |
એણે મારે વિષે બનાવેલી માનસિક છબી | |
1:03:58 | - ચિત્ર. |
બરાબર? | |
1:04:04 | એટલે, જ્ઞાન એ એ ચિત્ર છે. |
તમે સમજો છો? | |
1:04:09 | ખરું? |
તમે આ સમજો છો? | |
1:04:24 | એટલે, પુરુષ અને સ્ત્રી વચ્ચેનું |
એકબીજા વિષેનું જ્ઞાન | |
1:04:30 | પ્રેમનો વિનાશ કરે છે. |
1:04:42 | તમે આ સ્વીકારો છો? |
1:04:46 | સ્ત્રીઓ બહુ જલદી |
આ સ્વીકારે છે. હું એ જોઉ છું. | |
1:04:57 | પુરુષો આરામથી બેસી રહે છે |
અને જોયા કરે છે. | |
1:05:01 | તમે એક ચક્રમ ટોળું છો, |
ભલે. | |
1:05:08 | તો, આપણા સંબંધમાં |
શું બને છે? | |
1:05:15 | જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ |
સંબંધ છે, ખરું કે નહીં? | |
1:05:21 | કેમ કે સંબંધ વિના |
તમારું અસ્તિત્વ શક્ય નથી, | |
1:05:25 | જીવન સંબંધ છે, |
1:05:27 | પત્ની સાથે હોય કે પતિ સાથે, |
પાડોશી સાથેનો સંબંધ, | |
1:05:33 | સરકારો સાથેનો સંબંધ |
- સંબંધ | |
1:05:37 | જીવનમાં અતિશય મહત્ત્વની વસ્તુ છે. |
1:05:47 | શું આપણે જરાપણ સંબંધિત છીએ? |
1:05:51 | જ્યારે મારી પાસે તમારી એક માનસિક છબી હોય |
અને તમારી પાસે મારી એક માનસિક છબી હોય, | |
1:05:55 | ત્યારે આપણે સંબંધિત કેવી રીતે હોઈ શકીએ? |
તમે સમજો છો? | |
1:06:04 | માનસિક છબીઓ મળે છે, |
એ સંબંધ નથી. | |
1:06:11 | સંબંધનો અર્થ છે |
અખંડ હોવું, | |
1:06:19 | એક સ્ત્રી અને એક પુરુષ |
એમ તૂટેલું નહીં, | |
1:06:23 | બધી કદરૂપી સમસ્યાઓ |
એમાંથી ઊભી થાય છે. | |
1:06:27 | માટે |
જ્ઞાન પ્રેમનો વિનાશ કરે છે. | |
1:06:33 | ભગવાનને ખાતર |
આ સમજો! | |
1:06:37 | જ્ઞાનથી કેવી રીતે છુટકારો મેળવવો |
એવું નહીં – તમે ન છૂટી શકો. | |
1:06:43 | પરંતુ તમે સમજો કે |
સંબંધમાં | |
1:06:48 | જ્ઞાન એક એવું ઘટક છે |
1:06:50 | જે બધા પ્રકારના ઝગડાઓને |
નોતરે છે. | |
1:07:01 | જ્ઞાન આવશ્યક છે, |
એ સિવાય તમે ઘરે ન પહોંચી શકો, ખરું? | |
1:07:06 | જો તમને અંગ્રેજીનું જ્ઞાન ન હોય, |
1:07:08 | તો તમે અને હું |
એકબીજાને સમજી ન શકીએ. | |
1:07:13 | જો તમને ગાડી કેવી રીતે ચલાવવી |
એ અંગેનું જ્ઞાન ન હોય, | |
1:07:16 | - તમે સમજો છો? - |
જ્ઞાન આવશ્યક છે. | |
1:07:20 | પરંતુ માનસિક જ્ઞાન |
જોખમકારક છે. | |
1:07:28 | કૃપયા, આ સમજો. |
1:07:33 | અને તે જ જ્ઞાન |
પ્રેમનો વિનાશ કરે છે. | |
1:07:40 | હવે, હું તમને એક ગંભીર પ્રશ્ન |
પૂછવા માગું છું, | |
1:07:43 | તમે કોઈને પ્રેમ કરો છો? |
1:07:49 | તમારા હ્રદયમાં જવાબ આપો, મને નહીં. |
1:07:52 | તમે કોઈને પ્રેમ કરો છો? |
1:07:59 | તમે તમારી પત્નીને પ્રેમ કરો છો? |
1:08:05 | તમે તમારા પતિને પ્રેમ કરો છો? |
તમે તમારાં સંતાનોને પ્રેમ કરો છો? | |
1:08:11 | તમે આ સમજો છો? |
એ શબ્દનો ભાવાર્થ જુઓ. | |
1:08:19 | તમે જવાબ નથી આપી શકતાં, ખરું ને? |
1:08:24 | અને તે દુનિયાનો |
વિનાશ કરી રહ્યું છે, | |
1:08:28 | કારણ કે જો કદાચ એ તમારી પાસે ક્યારેય હતું, |
તો પણ તમે એ બધું જ ગુમાવી દીધું છે. | |
1:08:38 | તો, આ બધું ધ્યાનથી સાંભળવાનો |
કાં તો અર્થ હોય અથવા અર્થ ન હોય. | |
1:08:47 | આપણે સાથે મળીને |
એક મુસાફરી કરી છે. | |
1:08:50 | અને વક્તાનો અર્થ છે |
વાસ્તવમાં સાથે મળીને. | |
1:09:01 | હું તમારો હાથ પકડું અને કહું, |
‘આવો, સાથે મળીને ચાલીએ’. | |
1:09:07 | જો તમે ઝડપભેર ચાલવા માગતાં હો, |
તો આપણે ઝડપથી ચાલીએ. | |
1:09:10 | જો તમે દોડવા માગતાં હો, |
તો આપણે દોડીએ. | |
1:09:14 | જો તમે અતિશય ધીમેધીમે ચાલવા |
માગતાં હો, તો એય બરાબર છે, | |
1:09:18 | પણ તમારે ચાલવું તો પડે જ, |
તમારે કોઈ સિદ્ધાંત સ્થાપવાનો નથી! | |
1:09:30 | તો, વક્તાએ આ બધું |
તમારી સમક્ષ મૂક્યું છે, | |
1:09:39 | કાં તો તમે એને વહેંચો, |
1:09:42 | જેમ તમે સાથે મળીને |
સારું ભોજન વહેંચીને ખાવ છો એમ, | |
1:09:49 | જેમ તમે સાથે મળીને |
એક પર્વતનું સુંદર દૃશ્ય જુઓ છો એમ, | |
1:09:55 | જેમ તમે સાથે મળીને |
સૂર્યાસ્તનું સૌંદર્ય નિહાળો છો એમ, | |
1:09:59 | અથવા જેમ તમે સાથે મળીને આકાશમાં |
એક અટૂલા તારાનું સૌંદર્ય નિહાળો છો એમ. | |
1:10:06 | પરંતુ એ સાથે મળીને હોવું જોઈએ, |
1:10:11 | એવું નહીં કે તમે ત્યાં પહોંચી ગયા હો |
અને હું તમને અનુસરતો હોઉં. | |
1:10:17 | સાથે મળીને |
આપણે એક નવી દુનિયા બનાવીએ છીએ, | |
1:10:21 | એક વ્યક્તિ આ કરી શકે નહીં. |
1:10:25 | શું તમે સૌ ખરેખર આ જુઓ છો? |
1:10:31 | કે સાથે મળીને તમે |
દુનિયામાં પરિવર્તન લાવી શકો. | |
1:10:36 | અને દુનિયાને |
સંપૂર્ણ પરિવર્તનની જરૂર છે. | |
1:10:43 | કોઈ સમુદાય, કે એક કે બે જણા |
આ કરી શકે નહીં, | |
1:10:49 | આ સાથે મળીને જ કરવું પડે. |
1:10:53 | એક પુરુષ અને એક સ્ત્રી દ્વારા |
એક બાળક પેદા થાય છે. | |
1:11:00 | આ વૈશ્વીક દૃષ્ટિબિન્દુ, |
આ ભાવના કે આપણે સૌ એક છીએ, | |
1:11:07 | કે તમે માનવજાત છો! |
1:11:13 | જ્યારે તમે એ અનુભવો ત્યારે |
એ તમને શું કરે એ તમે સમજો છો? | |
1:11:19 | એ તમારા જીવન પ્રત્યેના સંપૂર્ણ |
દૃષ્ટિબિન્દુમાં પરિવર્તન લાવશે. | |
1:11:28 | અને પછી અલગતાનો અંત થાય છે, |
આથી સંઘર્ષનો અંત થાય છે. | |
1:11:34 | આવતીકાલે આપણે સંઘર્ષના મૂળ સ્વરૂપ |
વિષે વાત કરીશું, અને જોઈશું કે | |
1:11:40 | શું સંઘર્ષનો અંત થઈ શકે, માત્ર બાહ્ય |
રીતે જ નહીં, પરંતુ પહેલાં આંતરિક રીતે. | |
1:11:47 | તમે સમજો છો? |
1:11:48 | શું એ શક્ય છે કે સંઘર્ષનું ક્યારેય... |
ક્યાંય કોઈ સ્થાન જ ન હોય. | |
1:11:56 | શું આ દુનિયામાં, |
આ આધુનિક દુનિયામાં, | |
1:11:59 | એક પણ સંઘર્ષ વિના |
જીવવું શક્ય છે ખરું? | |
1:12:06 | એમાં પ્રજ્ઞાની જરૂર પડે છે, |
તમે સમજો છો, | |
1:12:08 | કાળજીપૂર્વકની તપાસ, શોધી કાઢવા માટે |
ક્રિયાશીલ હોય એવું મન જરૂરી છે. | |
1:12:16 | વક્તા કહે છે, |
આ શક્ય છે. | |
1:12:21 | વક્તા કહે છે, |
સંઘર્ષ વિના જીવવું શક્ય છે. | |
1:12:26 | તમારે આ માની લેવાનું નથી, |
તમે આને વિષે પ્રશ્ન કરો, શંકા કરો. | |
1:12:32 | જો તમે આને વિષે શંકા કરો, |
તો આપણે આમાં ઊંડા ઉતરીશું. | |
1:12:38 | પણ તમે માત્ર એવું કહો કે, |
'હા, હું તે અવસ્થા પામવા માગું છું, | |
1:12:42 | મને કહો કે ત્યાં કેવી રીતે પહોંચવું’, |
તો પછી એ બહુ જ બાલિશ બની જાય છે. | |
1:12:50 | તો, મહેરબાની કરીને, શું આપણે |
સાથે મળીને ચાલી શકીએ, | |
1:12:57 | સાથે મળીને ધ્યાનથી સાંભળી શકીએ, |
સાથે મળીને શીખી શકીએ, | |
1:13:04 | જેથી તમારા |
મગજનો ગુણધર્મ વિશિષ્ટ હોય, | |
1:13:08 | જીવનનો ગુણધર્મ વિશિષ્ટ હોય? |