Krishnamurti Subtitles

જીવનનો વિશિષ્ટ ગુણધર્મ

Bombay (Mumbai) - 4 February 1984

Public Talk 10:58 First of all, I would like સૌ પ્રથમ, હું તમને યાદ અપાવવા માગું છું
to remind you, if I may, - જો હું એમ કરી શકું તો -
   
1:05 that this is not a lecture. કે આ એક ભાષણ નથી.
   
1:11 A lecture is intended ભાષણનો આશય હોય છે
to inform, માહિતગાર કરવાનો,
   
1:19 instruct and bring about સૂચના આપવાનો અને
certain data, અમુક આંકડાઓ
   
1:26 factual or imaginative, - વાસ્તવિક અથવા કાલ્પનિક -
and so on. રજૂ કરવાનો વગેરે.
   
1:30 So, this is not a lecture તો, આ એક ભાષણ નથી,
   
1:35 but a conversation પણ તમારી અને વક્તાની વચ્ચે
between you and the speaker, એક વાતચીત છે,
   
1:43 a conversation in which એક વાતચીત જેમાં
you and the speaker are sharing, તમે અને વક્તા સહભાગી છો,
   
1:52 walking together through અસ્તિત્વના સમસ્ત ક્ષેત્રમાં
the whole field of existence, સહવિચરણ કરી રહ્યાં છો,
   
2:01 not only outwardly, externally, માત્ર બાહ્ય કે ઉપર ઉપરની રીતે નહીં,
but also inwardly. પરંતુ આંતરિક રીતે પણ.
   
2:13 And to understand each other, અને એકબીજાને સમજવા માટે
we must think together, આપણે સાથે મળીને વિચારવું પડે,
   
2:23 not agree or disagree, સંમત કે અસંમત થવું એમ નહીં,
but to have the capacity પરંતુ આપણી પાસે ક્ષમતા જોઈએ
   
2:31 to observe together, સાથે મળીને અવલોકન કરવાની,
think together, સાથે મળીને વિચારવાની,
   
2:41 explore together and share સાથે મળીને નિરીક્ષણ કરવાની અને
what we have explored, જે શોધ્યું હોય એની આપ-લે કરવાની,
   
2:52 not from any particular point of view, કોઈ પણ ખાસ દૃષ્ટિબિંદુથી નહીં,
either yours or that of the speaker. ભલે તે તમારું હોય કે પછી વક્તાનું.
   
3:03 If this is very clear આ શરૂઆતથી જ
from the beginning, તદ્દન સ્પષ્ટ હોવું જોઈએ
   
3:08 that we are together કે આપણે સાથે મળીને એક
going to take a long journey, લાંબી મુસાફરી કરવાનાં છીએ,
   
3:17 both externally and બાહ્ય રીતે તેમ જ
in the whole psychological world, સમગ્ર માનસિક વિશ્વમાં,
   
3:24 which is much more complex જે બાહ્ય વિશ્વ કરતાં
than the external world. ઘણું અધિક જટિલ છે.
   
3:30 And to explore both the outer બાહ્ય તથા આંતરિક બંનેનું નિરીક્ષણ
and the inner requires a very clear, કરવા માટે ખૂબ સ્પષ્ટ,
   
3:39 objective, non-emotional, વસ્તુનિષ્ઠ, ઊર્મિશીલતાવિહીન,
non-romantic observation. ભાવાવેશવિહીન અવલોકન જરૂરી છે.
   
3:47 I hope this is clear. મને આશા છે કે આ સ્પષ્ટ છે.
   
3:56 Why do you come to listen? શા માટે તમે સાંભળવા આવો છો?
   
4:02 That's an important question આ એક મહત્ત્વનો
to ask. પૂછવા જેવો પ્રશ્ન છે.
   
4:08 Is it merely to have some kind of શું આ માત્ર કોઈક પ્રકારની ધાર્મિક,
religious, emotional excitement? ઊર્મિશીલ ઉત્તેજના મેળવવા માટે છે?
   
4:21 Or is it you want to discover કે પછી તમે પોતાને માટે
for yourself a way of living જીવવાની એક રીત શોધવા માગો છો,
   
4:30 which must be totally different જે તમે અત્યાર સુધી જીવો છો
from the way we are living now? એના કરતાં સંપૂર્ણપણે વિશિષ્ટ હોય?
   
4:37 Because at present, કારણ કે અત્યારે
the world is in great trouble, વિશ્વ ભારે મુસીબતમાં છે,
   
4:45 great uncertainty, અતિશય અનિશ્ચિતતા છે,
   
4:49 there is a great deal માણસોમાં અતિશય પ્રમાણમાં
of insecurity for human beings. બિનસલામતીની ભાવના છે.
   
4:55 So, if one may ask most respectfully, માટે, જો હું પૂરા આદરથી પૂછી શકું તો,
why do you come? તમે શા માટે આવો છો?
   
5:03 And why does the speaker have અને વક્તાએ શા માટે
to make a speech? You understand? વક્તવ્ય આપવું જોઈએ? તમે સમજો છો?
   
5:10 Why you come, why the speaker શા માટે તમે આવો છો, શા માટે
has to say something. વક્તાએ કંઇક કહેવું જોઈએ.
   
5:19 Please, are you listening મહેરબાની કરીને, હું જે કહી રહ્યો છું
to what I am saying? તે તમે સાંભળો છો?
   
5:24 Why you come and why I speak શા માટે તમે આવો છો અને શા માટે
every year here in Bombay? હું અહીં મુંબઇમાં દર વર્ષે બોલું છું?
   
5:37 Are you really interested, શું તમે ખરેખર રસ, નિસબત ધરાવો છો,
concerned with the world as it is, આ વિશ્વ જેવું છે તેના પ્રત્યે,
   
5:47 and to find out, અને જો શક્ય હોય, તો
if possible, એ શોધી કાઢવા પ્રત્યે
   
5:51 whether a few of us, કે શું આપણાંમાનાં થોડાંક,
or all of us, અથવા આપણે બધાં,
   
5:56 can bring about a way of living જીવવાની એવી રીત સાધી શકીએ
which is not monotonous, જે એકધારી ન હોય,
   
6:06 boring, routine, all the ugliness કંટાળાભરેલી, નીરસ, આધુનિક જીવનની
of modern existence. તમામ ગંદકીથી ભરેલી ન હોય?
   
6:13 If that is why you come, શું તમે એ કારણે આવો છો
   
6:17 because you want to find out, કે તમે વક્તા પાસેથી
from the speaker, જાણવા માગો છો,
   
6:24 who apparently દેખીતી રીતે વક્તાની અમુક પ્રતિષ્ઠા છે,
has a certain reputation,  
   
6:28 – and are you listening અને શું તમે પ્રતિષ્ઠાને સાંભળો છો,
to the reputation,  
   
6:33 the image તમે વક્તાની આજુબાજુ રચેલી
you have built about him, માનસિક છબીને સાંભળો છો?
   
6:35 or are you listening to him, અથવા તો તમે વક્તાને,
to what he has to say? તે જે કહે છે તેને સાંભળો છો?
   
6:42 And what has the speaker to say વક્તા પાસે શું કહેવાનું છે
- you understand? - તમે સમજો છો?
   
6:50 The speaker has to say વક્તા પાસે કહેવાની
great many things, ઘણી બધી વસ્તુઓ છે,
   
6:56 both obvious, both logical, દેખીતી, તર્કસંગત,
rational, sane. બુદ્ધિગમ્ય, ડહાપણભરી.
   
7:04 And also he has, perhaps, અને વક્તા પાસે કદાચ
   
7:12 a way of looking at life જીવનને જોવાની
totally different. એક સંપૂર્ણપણે વિશિષ્ટ રીત છે.
   
7:19 A way of thinking, observing, જીવનની સમગ્ર જટિલ પ્રક્રિયા વિષે
   
7:24 the whole complex process વિચારવાની, અવલોકવાની
of life. એક રીત.
   
7:29 And if you જો તમે અને વક્તા મળો,
and the speaker meet,  
   
7:35 then તો આપણે સાથે મળીને
we can go along together. આગળ જઈ શકીએ.
   
7:38 You are sure why you come, જો તમને ખાતરી હોય કે તમે શા માટે આવ્યા છો,
   
7:44 what your intention is, તમારો ઉદ્દેશ શો છે,
   
7:50 whether you are serious તમે કાં તો ગંભીર હો
   
7:54 or ready to be amused, અથવા તો ગંમત કે મનોરંજન
to be entertained, મેળવવા માટે તૈયાર હો,
   
8:04 then you and the speaker તો તમે અને વક્તા નહીં મળો,
won't meet,  
   
8:09 you will listen તમે પુષ્કળ શબ્દોને સાંભળશો,
to a lot of words  
   
8:12 and those words will have અને એ શબ્દોનો
very little meaning. બહુ જ નજીવો અર્થ હશે.
   
8:16 But if we are together, પરંતુ જો આપણે સાથે હોઈએ,
taking the journey together, સાથે મળીને મુસાફરી કરતાં હોઈએ,
   
8:26 then one discovers તો આપણે જીવનની ઘણી બધી
enormously,  
   
8:30 a great many things પ્રચંડ બાબતો
of life. Right? શોધી શકીએ. બરાબર?
   
8:35 If this is clear જો આ સ્પષ્ટ હોય કે તમે
that you have come  
   
8:41 not merely માત્ર જિજ્ઞાસાથી દોરવાઈને,
out of curiosity,  
   
8:46 not merely as a follower કે માત્ર એક અનુયાયી તરીકે આવ્યાં છો,
– and I hope you are not – - મને આશા છે કે તમે અનુયાયી નથી -
   
8:57 or merely come અથવા માત્ર મનોરંજન ખાતર,
to be entertained,  
   
9:06 amused, ગંમત ખાતર આવ્યાં છો,
to be told what to do, શું કરવું તે સાંભળવા માટે આવ્યાં છો,
   
9:10 then I am afraid you and તો મને ડર છે કે તમે અને વક્તા
the speaker will not be able to meet. નહીં મળી શકો.
   
9:15 But if you have come પરંતુ જો તમે ઉદ્દેશ સહિત,
with the intention, with the urge, અન્ત:પ્રેરણા સહિત,
   
9:22 with that quality of seriousness ગાંભીર્યના લક્ષણ સહિત આવ્યાં હો,
to find out for yourself તો તમે પોતાની જાત માટે
   
9:30 a way of living આ ગાંડી દુનિયામાં જીવવાની
which must be rational, એક રીત શોધી કાઢશો
   
9:36 logical, sane જે બુદ્ધિગમ્ય,
in this mad world. તર્કસંગત, ડહાપણભરેલી હોય.
   
9:43 And the speaker અને વક્તાની
has certain responsibility અમુક જવાબદારી છે,
   
9:49 to make what he has to say કે એને જે કહેવાનું છે
clearly, તે સ્પષ્ટતાપૂર્વક કહે,
   
9:55 not obscurely, objectively. પ્રચ્છન્ન રીતે નહીં, પણ તટસ્થપણે.
   
10:02 It has to be objective, એ વસ્તુનિષ્ઠ, સ્પષ્ટ,
clear, rational. Right? બુદ્ધિગમ્ય હોવું જોઈએ. ખરું?
   
10:08 Do we understand each other now? હવે આપણે એકબીજાને સમજીએ છીએ?
I hope so. મને આશા છે કે એમ છે.
   
10:13 And also it's important અને એ પણ અગત્યનું છે
that you question કે તમે વક્તા જે કહે છે
   
10:19 what the speaker is saying, એને પ્રશ્ન કરો,
   
10:24 doubt, be sceptical. શંકા કરો, સંશય કરો.
   
10:35 Not say, 'Well, I agree, એમ ન કહો કે, ‘હું સંમત છું કે અસંમત છું,
or disagree, he is right or wrong', વક્તા સાચો છે કે ખોટો છે’,
   
10:39 but scepticism, પણ સંશય, પ્રશ્ન, શંકા કરો,
questioning, doubt,  
   
10:48 not only what માત્ર વક્તા જે કહે છે
the speaker is saying, એની ઉપર જ નહીં,
   
10:50 what everybody is saying, પણ દરેક જણ જે કહે છે એની ઉપર,
   
10:58 so that your own brain જેથી તમારું મગજ પોતાની
operates at its highest quality, સર્વોચ્ચ ગુણવત્તાએ કાર્ય કરે,
   
11:08 not just go off to sleep, ઊંઘી ન જાય,
   
11:11 because we are going કારણ કે આપણે સાથે મળીને
to look together અતિ જટિલ જીવનની મહીં
   
11:17 into a very complex life. જોવાનાં છીએ.
   
11:23 So you are not followers, એટલે, તમે અનુયાયીઓ નથી,
I am not your guru, હું તમારો ગુરુ નથી,
   
11:35 because you have followed કેમ કે તમે ઘણા બધા લોકોને
too many people already અગાઉ અનુસર્યાં છો,
   
11:41 and we have made અને આપણે વિશ્વને આટલું બધું
the world such a mess. અવ્યવસ્થિત બનાવ્યું છે.
   
11:47 So, please, we are તો, મહેરબાની કરીને, આપણે
walking together, સાથે મળીને ચાલીએ છીએ,
   
11:54 we are concerned together, એકસાથે નિસબત ધરાવીએ છીએ.
   
11:57 perhaps we may have કદાચ આપણને એકબીજા પ્રત્યે
affection for each other. સ્નેહ હોય.
   
12:04 But the affection, પણ સ્નેહને અને
the rationalisation બુદ્ધિસુસંગતતાને
   
12:11 has nothing આપણા અવલોકન સાથે
whatsoever to do સહેજ પણ લાગતુંવળગતું નથી,
   
12:14 with our observation, તમારે સ્પષ્ટતાપૂર્વક જોવાનું છે,
so that you see clearly,  
   
12:21 which means એનો અર્થ એ કે આપણે વસ્તુઓને
we see things together. સાથે મળીને જોઈએ છીએ.
   
12:28 Not I see and then tell you, હું જોઉં અને પછી તમને કહું એવું નહીં,
but together પણ સાથે મળીને
   
12:35 - you understand - તમે એ શબ્દનો અર્થ
the meaning of that word? સમજો છો?
   
12:42 We hardly ever co-operate. આપણે ક્વચિત જ સહકાર કરીએ છીએ.
We don't know what co-operation is. સહકાર શું છે એ આપણે નથી જાણતાં.
   
12:50 We co-operate with a person જે વ્યક્તિ પાસે સત્તા હોય, એની સાથે
who has authority, આપણે સહકાર કરીએ છીએ,
   
12:57 and you follow that authority, અને તમે એ સત્તાધિકારીને અથવા
or the authority of reputation, પ્રતિષ્ઠાની સત્તાને અનુસરો છો,
   
13:05 or you follow an ideal. અથવા તમે કોઈ આદર્શને અનુસરો છો.
   
13:09 If you and I agree upon an ideal, જો તમે અને હું એક આદર્શ ઉપર
we then co-operate સંમત થઈએ, તો પછી આપણે
   
13:14 to do something together એ આદર્શ બાબતે કંઇક કરવા માટે
about that ideal. Right? સહકાર કરીએ છીએ. ખરું?
   
13:21 If you and I have a common purpose જો તમારી અને મારી પાસે એક સહિયારો
then you will co-operate. Right? હેતુ હોય, તો આપણે સહકાર કરીશું. ખરું?
   
13:28 Because then કારણ કે તો પછી
it is profitable for us. એ આપણા માટે લાભદાયક હોય છે.
   
13:32 But here the speaker પરંતુ અહીં વક્તા તમને
is not offering anything. કશું આપી નથી રહ્યો.
   
13:43 Right? બરાબર?
   
13:44 He is offering you nothing. એ તમને કશું આપી નથી રહ્યો.
   
13:52 I wonder મને શંકા છે કે તમે
if you understand this. આ સમજો છો કે કેમ.
   
13:57 Most of us absorb, મોટાભાગના લોકો વાદળીની જેમ
   
14:05 we are a sponge, બધું શોષી લે છે,
take everything in, દરેક વસ્તુ ગળી જાય છે,
   
14:08 including what the speaker વક્તા જે કહેવાનો છે તેની સહિત.
is going to say.  
   
14:13 And when you take અને જ્યારે તમે કશુંક
something in, absorb, ગળી જાવ, શોષી લો,
   
14:17 as this country - જેવું કરવામાં આ દેશ સક્ષમ છે -
is capable of doing,  
   
14:21 when you absorb, જ્યારે તમે શોષી લો,
   
14:24 you have nothing original ત્યારે તમારી અંદર કશું જ
in yourself – right? મૌલિક હોતું નથી – ખરું?
   
14:31 I wonder મને શંકા છે કે તમે
if you understand it. આ સમજો છો કે કેમ.
   
14:38 You absorb the Buddha, તમે બુધ્ધને શોષી લો છો,
   
14:40 you absorb any kind of તમે ગમે તે પ્રકારના ધાર્મિક બકવાટને
religious nonsense, and so on. શોષી લો છો, અને એવું બધું.
   
14:47 So gradually your brain, which આથી તમારું મગજ,
should be extraordinarily active, જે અતિ સક્રિય હોવું જોઈએ,
   
14:55 becomes gradually dull. તે ધીરેધીરે મૂઢ બનતું જાય છે.
   
14:59 So, please, as I have said, માટે, મહેરબાની કરીને, મેં કહ્યું તેમ,
   
15:02 the speaker is not વક્તા તમને એક પણ વસ્તુ
offering you a thing, આપી નથી રહ્યો,
   
15:09 not how to behave, કેવી રીતે વર્તવું એ નહીં,
what to think, and so on. શું વિચારવું એ નહીં, એવું કશું નહીં.
   
15:15 But together, you and the speaker પરંતુ સાથે મળીને, તમે અને વક્તા,
are taking a journey. એક મુસાફરી કરો છો.
   
15:26 It may be a slow journey આ મુસાફરી કદાચ ધીમી હોય
   
15:30 or a very fast journey અથવા તો ખૂબ ઝડપી હોય
– express – - એક્સપ્રેસ -
   
15:40 or you might go very slowly. અથવા તમે ખૂબ જ ધીમે ચાલો.
   
15:47 So, please, listen first. માટે, મહેરબાની કરીને, પહેલાં સાંભળો.
Listen. ધ્યાનથી સાંભળો.
   
16:01 You hear with the ear, તમે કાનથી સાંભળો છો,
   
16:07 but also there is a hearing... પરંતુ એક એવું સાંભળવું છે...
   
16:12 ...listening is different ...ધ્યાનપૂર્વકનું શ્રવણ એ માત્ર
from merely hearing. Right? સાંભળવા કરતાં અલગ છે. ખરું?
   
16:19 You see the distinction? તમે બંને વચ્ચેનો તફાવત જુઓ છો?
   
16:23 You can hear something તમે એવું કાંઈ સાંભળો
that is pleasant, જે સુખકર હોય,
   
16:28 then you will accept it, તો તમે એને સ્વીકારશો,
   
16:30 or if there is અને જો કશુંક દુ:ખકર હોય,
something unpleasant  
   
16:33 you don't actually listen. તો તમે હકીકતમાં સાંભળતાં નથી.
   
16:38 So, there is an art એટલે, ધ્યાનપૂર્વકનું શ્રવણ
in listening. એ એક કળા છે.
   
16:47 What the speaker is going to say વક્તા જે કહેવાનો છે તે
may be quite the opposite તમે જે વિચારો છો અથવા અનુભવો છો
   
16:54 of what you think or what you feel, એનાથી બિલકુલ ઊલટું હોઈ શકે;
but since you are here, પરંતુ તમે અહીં આવ્યાં છો, માટે
   
16:59 you have to listen તમારે વક્તા જે કહેવાનો છે
to what he has to say, તે સાંભળવું પડે,
   
17:04 not interpret what he has વક્તા જે કહે તેનું અર્થઘટન નથી કરવાનું,
to say, but listen. પણ ધ્યાનપૂર્વકનું શ્રવણ કરવાનું છે.
   
17:09 Have you ever listened to your wife? તમે ક્યારેય તમારી પત્નીને સાંભળી છે?
To your husband? તમારા પતિને?
   
17:19 Please, answer that question મહેરબાની કરીને, આ પ્રશ્નનો જવાબ
to yourself. તમારી જાતને આપો.
   
17:22 Listen, to find out પત્ની કે પતિ શું અનુભવે છે,
what she or he feels, વિચારે છે, એને શું જોઈએ છે
   
17:26 thinks, wants એ શોધી કાઢવા માટે ધ્યાનથી સાંભળો
– sensitive enough to find out. - શોધવા માટે પૂરતા સંવેદનશીલ બનો.
   
17:35 So, in listening to the speaker, તો, વક્તાને ધ્યાનથી સાંભળવામાં
   
17:39 one has to be તમારે સ્વાભાવિક રીતે જ
very sensitive, naturally. ખૂબ સંવેદનશીલ હોવું જોઈએ.
   
17:46 So there is an art to listen. એટલે, ધ્યાનપૂર્વકનું શ્રવણ એક કળા છે.
   
17:52 There is an art to learning. શીખવું એ એક કળા છે.
   
18:00 Most of us learn મોટાભાગના લોકો
to acquire knowledge વિદ્યા મેળવવા માટે શીખે છે
   
18:14 - when you go to school, you learn - જ્યારે તમે શાળામાં જાવ, ત્યારે
about mathematics, geography, તમે ગણિત, ભૂગોળ,
   
18:19 history, and later on ઇતિહાસ શીખો છો, અને પછી
you go to university, college, તમે મહાવિદ્યાલય, યુનિવર્સિટી જાવ છો,
   
18:23 you absorb ત્યાં અનેક પ્રકારની વિદ્યા
all kinds of knowledge. પ્રાપ્ત કરો છો.
   
18:31 And from childhood બાળપણથી જ આપણને
we are trained to memorise. મોઢે કરવા માટે કેળવવામાં આવે છે.
   
18:40 Right? ખરું?
   
18:42 So that our brain is always એટલે આપણું મગજ હંમેશાં
accumulating knowledge. વિદ્યાનો સંચય કરતું રહે છે.
   
18:51 And that is અને એને આપણે
what we call learning. શીખવું કહીએ છીએ.
   
18:55 You want to learn a language, તમે એક ભાષા શીખવા માગો છો,
you spend some time તમે વ્યાકરણ ભણવામાં
   
18:59 studying grammar, થોડો સમય વિતાવો વગેરે,
and so on,  
   
19:01 so gradually your brain આથી ધીરેધીરે તમારું મગજ
is conditioned by knowledge. વિદ્યાથી અનુબંધિત થઈ જાય છે.
   
19:10 Right? ખરું?
See all this, please. મહેરબાની કરીને આ બધું જુઓ.
   
19:15 So, your knowledge એટલે કે, તમારું જ્ઞાન
is the enemy of love. પ્રેમનું શત્રુ છે.
   
19:26 We will go into that presently. આપણે હવે તેમાં જઈશું.
   
19:31 And to learn શીખવું એક નદી
is like a river, moving, જેવું છે, વહેતી,
   
19:39 renewing itself all the time. હરહંમેશ પોતાને નૂતન કરતી નદી જેવું.
   
19:42 That is learning, એ છે શીખવું,
not memorising. મોઢે કરવું એ શીખવું નથી.
   
19:46 And also there is an art તથા અવલોકવું, જોવું
to observe, to look, એ પણ એક કળા છે,
   
19:59 not only with the eyes, માત્ર આંખોથી જ
   
20:04 optical observation, but to look અવલોકન નહીં, પણ
at things without prejudice, વસ્તુઓને પૂર્વગ્રહ વિના જોવી,
   
20:13 without some kind of conclusion તમે કરેલા કોઈપણ પ્રકારના
you have come to. નિષ્કર્ષ વિના જોવી.
   
20:20 To observe without the word, શબ્દ વિના અવલોકવું,
   
20:26 without the image that you have built તમે રચેલી માનસિક છબી વિના
– you understand? અવલોકવું - તમે સમજો છો?
   
20:32 So, we are going તો, આપણે સાથે મળીને
to do all this together. આ બધું કરવાનાં છીએ.
   
20:37 The art of listening, ધ્યાનપૂર્વક શ્રવણ કરવાની કળા,
the art of learning, શીખવાની કળા,
   
20:43 and the art of observation. અવલોકન કરવાની કળા.
   
20:48 It is great fun if you do this, જો તમે આ કરો તો ઘણો બધો
because આનંદ આવશે, કારણ કે
   
20:53 it makes the brain extraordinarily આનાથી મગજ અતિ સંવેદનશીલ
sensitive and alive. અને જીવંત બને છે.
   
20:58 But if you keep on repeating પરંતુ જો તમે એના એ જૂના ઢાંચાનું
the same old pattern, પુનરાવર્તન કર્યા કરો, તો પછી
   
21:04 then your brain goes dull, તમારું મગજ મૂઢ બની જાય,
as most brains perhaps have gone. જેવું મોટાભાગના લોકોનું કદાચ થઈ ચૂક્યું છે.
   
21:11 So, together – please, don't get માટે, સાથે મળીને – કૃપયા, મારા આ
bored by my repeating all this, ફરીફરી કહેવાથી કંટાળતા નહીં,
   
21:18 it is important to repeat it, આનું પુનરાવર્તન કરવું અગત્યનું છે,
   
21:21 so that you and the speaker જેથી તમે અને વક્તા
understand each other. એકબીજાને સમજો.
   
21:29 We have laid આપણે ઘરનો પાયો નાખ્યો છે,
the foundation of a house  
   
21:34 we are going આપણે સાથે મળીને ચણતર કરીશું.
to build together.  
   
21:45 Can we observe શું આપણે વિશ્વમાં જે બની રહ્યું છે
what is happening in the world? તેનું અવલોકન કરી શકીએ?
   
21:51 Not only the world of India, માત્ર ભારતનું વિશ્વ જ નહીં,
but the world પણ દુનિયા
   
21:57 – world, the global happenings - વૈશ્વીક સ્તરે જે બનાવો
that are taking place? બની રહ્યા છે તે?
   
22:06 There is a war, threatening war, એક ડરામણું, પરમાણુ યુદ્ધ ચાલી રહ્યું છે.
nuclear war.  
   
22:16 Recently, some scientists, તાજેતરમાં, કેટલાક મોટા વૈજ્ઞાનિકો
top scientists have met ભેગા થયા
   
22:23 and issued અને એક નિવેદન બહાર પાડ્યું કે,
certain statement saying,  
   
22:27 if there is a nuclear war, જો પરમાણુ યુદ્ધ થાય,
   
22:30 the whole earth તો આખી પૃથ્વી
– the whole earth, - સમસ્ત પૃથ્વી,
   
22:35 not just Europe માત્ર યુરોપ,
or America, or Russia – કે અમેરિકા કે રશિયા નહીં -
   
22:38 the whole earth will be covered સમસ્ત પૃથ્વી એટલી
with dust and smoke so thick ગાઢ ધૂળ અને ધુમાડાથી ઢંકાઈ જશે કે
   
22:46 that the sun સૂર્યનો પ્રકાશ એમાંથી આરપાર
cannot get through, પસાર નહીં થઈ શકે,
   
22:52 and the temperature will fall અને વાતાવરણનું ઉષ્ણતામાન
five degrees below zero. શૂન્યથી પાંચ અંશ નીચે જતું રહેશે.
   
23:02 So, nothing will exist. એટલે કશાનું અસ્તિત્વ નહીં રહે.
   
23:07 That is what they are all એ લોકો આ જ બધી વાતો કરે છે,
talking about, preparing, arguing. તૈયારીઓ તેમ જ દલીલો કરે છે.
   
23:15 And also there are અને નાનાં યુધ્ધો પણ
minor wars going on. ચાલી રહ્યાં છે.
   
23:21 And these wars have been going on આ યુધ્ધો પાંચ કે છ હજાર વર્ષોથી
for five to six thousand years. ચાલી રહ્યાં છે.
   
23:27 One started માણસે તીર અથવા દંડાથી
with an arrow or a club, શરૂઆત કરી,
   
23:30 now we have got the extraordinary હવે આપણી પાસે અતિશય
destructive nuclear bomb. વિધ્વંસક પરમાણુ બૉમ્બ છે.
   
23:41 What is the cause of all this? આ બધાનું કારણ શું છે?
You understand? તમે સમજો છો?
   
23:46 What is the cause why human beings માનવો આ રીતે વર્તે છે
are behaving like this? એનું કારણ શું છે?
   
23:54 The intellectuals, the philosophers, બુદ્ધિજીવીઓ, તત્ત્વજ્ઞાનીઓ,
the scientists, વૈજ્ઞાનિકો,
   
24:01 and the so-called અને કહેવાતા ધાર્મિક લોકો
religious people –  
   
24:05 who are not really - જેઓ હકીકતમાં જરાયે
religious at all – ધાર્મિક છે જ નહીં -
   
24:10 what is the cause દુનિયામાં આ બધી
of all this mess in the world? અવ્યવસ્થાનું કારણ શું છે?
   
24:16 Don't wait for me હું આનો જવાબ આપું
to answer it, તેની રાહ ન જુઓ,
   
24:19 you are asking તમે આ પ્રશ્ન તમારી જાતને
that question yourself. પૂછી રહ્યાં છો.
   
24:26 Why is it that human beings એવું કેમ છે કે આ પૃથ્વી ઉપર
who have lived on this earth જે માનવો જીવ્યા છે
   
24:33 – according to geneticists - આનુવંશિકવિજ્ઞાનીઓ
and biologists, તથા જૈવિકવિજ્ઞાનીઓ મુજબ,
   
24:40 forty five to પિસ્તાળીસથી પચાસ હજાર વર્ષોથી
fifty thousand years,  
   
24:45 we have lived on this earth આપણે આ પૃથ્વી ઉપર
as Homo sapiens. હોમો સેપીયન્સ તરીકે જીવીએ છીએ.
   
24:49 And from the very beginning we have સાવ શરૂઆતથી જ આપણે
been in conflict with each other, એકબીજા સાથે સંઘર્ષમાં રહ્યાં છીએ,
   
24:58 killing each other, maiming એકબીજાને મારી નાખીએ છીએ, અપંગ
each other, hurting each other, બનાવીએ છીએ, ઇજા પહોંચાડીએ છીએ,
   
25:02 competing with each other. એકબીજા સાથે હરીફાઈ કરીએ છીએ.
Right? ખરું?
   
25:08 Conflict, struggle, pain, anxiety, સંઘર્ષ, લડત, પીડા, વ્યગ્રતા,
loneliness, suffering. એકલતા, દુ:ખ સહન કરવું.
   
25:18 And we are so extraordinarily અને આપણે પ્રૌદ્યોગિક વિશ્વમાં
clever in the technological world, આટલા બધા નિપુણ છીએ,
   
25:24 developing most extraordinary શસ્ત્રક્રિયા, સંચાર,
instruments in surgery, કમ્પ્યુટર વગેરેનાં
   
25:29 communication, computers, અનોખાં સાધનો
and so on, વિકસાવીએ છીએ,
   
25:33 and we have not solved અને આપણે આપણા માનવીય વર્તનનો
our human behaviour ઉકેલ નથી લાવ્યાં
   
25:39 – you understand? Why? - તમે સમજો છો? શા માટે?
   
25:49 Yes, sir, this is a very હા, સર, આ એક
serious question. બહુ ગંભીર પ્રશ્ન છે.
   
25:53 Why we human beings, શા માટે આપણે માનવો
who are so capable, જે આટલા બધા સમર્થ છીએ,
   
26:01 going to the moon, ચંદ્ર ઉપર જઈએ છીએ,
   
26:05 with all the extraordinary પ્રૌદ્યોગિક વિશ્વ
technological world that is going on, અતિશય અસાધારણ છે,
   
26:12 and yet we are primitive, અને છતાં આપણે આદિમાનવ જેવા,
savages, ઘાતકી છીએ,
   
26:16 tribal gods આદિવાસી ભગવાનો
and tribal instincts. અને આદિવાસી વૃત્તિઓ.
   
26:22 What is wrong with us? આપણામાં શું ખોટું છે?
You understand? તમે સમજો છો?
   
26:28 I am not criticising, હું ટીકા નથી કરી રહ્યો,
   
26:34 I am not blaming anybody. હું કોઈને દોષ નથી આપતો.
   
26:37 But it is a natural question પણ આ એક સ્વાભાવિક પ્રશ્ન છે
every decent human being must ask: જે દરેક સભ્ય માણસે પૂછવો જ પડે:
   
26:45 what is wrong with us? આપણામાં શું ખોટું છે?
Right? બરાબર?
   
26:53 Why are there wars? શા કારણે યુધ્ધો થાય છે?
   
26:58 Pakistan and India, પાકિસ્તાન અને ભારત,
Russia and America... Why? રશિયા અને અમેરિકા વગેરે... શા કારણે?
   
27:06 What are the causes of it? એનાં કારણો કયાં છે?
   
27:09 If you find the cause, then it is જો તમે કારણ શોધી કાઢો, તો
easy to remove the effect. પરિણામને દૂર કરવું સહેલું બને.
   
27:15 Right? You are following? બરાબર? તમે સમજો છો?
   
27:20 If I have a disease, જો મને કોઈ રોગ હોય,
and the cause is cancer, અને એનું કારણ કેન્સર હોય,
   
27:25 and it causes અને એને લીધે અતિશય
a great deal of pain, પીડા થતી હોય,
   
27:27 either it can be removed તો કાં તો એને દૂર કરવું પડે
or I die. અથવા હું મરી જઉં.
   
27:32 But where there is a cause... પણ જ્યારે કોઈ કારણ હોય...
whose effect can be ended. તો એની અસરનો અંત લાવી શકાય.
   
27:39 Right? Is this clear? ખરું? આ સ્પષ્ટ છે?
   
27:43 Where there is a cause જયાં કારણ હોય,
the effect can be ended, ત્યાં અસરનો અંત લાવી શકાય,
   
27:48 because the cause કેમ કે કારણનો
can be ended. અંત લાવી શકાય છે.
   
27:52 Clear? Is this clear? શું આ સ્પષ્ટ છે?
   
27:55 What is the cause of these wars, આ યુધ્ધોનું કારણ શું છે,
these appalling things દુનિયામાં ચાલી રહેલી
   
28:00 that are going on આ બધી આઘાતજનક બાબતોનું
in the world? કારણ શું છે?
   
28:03 Probably most of you તમારામાંના મોટાભાગના લોકો
don't know about it. ઘણું કરીને આ વિષે જાણતા નથી.
   
28:08 They don't print everything દરેક વસ્તુ છાપાંઓમાં
in the papers. છાપવામાં આવતી નથી.
   
28:14 The speaker has talked to વક્તાએ ઘણા બધા
a great many scientists, વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે,
   
28:20 and we are not told જે યથાતથ બની રહ્યું છે
what exactly is going on તે આપણને કહેવામાં આવતું નથી
   
28:24 - chemical warfare - - રાસાયણિક ગેરીલાયુદ્ધ -
all the rest of it. વગેરે બધું.
   
28:29 Now, what is તો, આ બધાનું કારણ શું છે?
the cause of all this?  
   
28:34 Is it division? શું એ વિભાજન છે?
   
28:39 National division, રાષ્ટ્રીય વિભાજન,
religious division, ધાર્મિક વિભાજન,
   
28:45 individual against other individuals, અન્ય માણસોની વિરુદ્ધ એક માણસ,
which is division, separation. જે છે વિભાજન, અલગતા.
   
28:51 You are following all this? તમે આ બધું સમજો છો?
Or am I talking to myself? કે હું મારી જાત સાથે વાત કરું છું?
   
28:59 You understand હું જે કહી રહ્યો છું
what I am saying? તે તમે સમજો છો?
   
29:03 One family is against એક કુટુંબની વિરુદ્ધ
another family, બીજું કુટુંબ,
   
29:07 in the family itself કુટુંબની પોતાની અંદર જ
there is division. વિભાજન હોય છે.
   
29:11 There is division between આરબ અને યહૂદી વચ્ચે
the Arab and the Jew, વિભાજન છે,
   
29:17 there is division between કૅથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે
the Catholic and the Protestant, વિભાજન છે,
   
29:21 there is division between you, તમે - હિન્દૂ - અને મુસલમાન વચ્ચે
the Hindu, and the Muslim. Right? વિભાજન છે. ખરું?
   
29:28 The Christian, the Buddhist, ખ્રિસ્તી, બૌધ્ધ, ઝેન,
the Zen,  
   
29:33 the whole world is fragmented, આખું વિશ્વ ખંડિત છે,
broken up. તૂટેલુંફૂટેલું છે.
   
29:40 Is that the cause શું એ છે
of all this mess? આ સઘળી અવ્યવસ્થાનું કારણ?
   
29:47 You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
29:50 That કે જયાં વિભાજન હોય,
where there is division  
   
29:55 between communities, સમુદાયો વચ્ચે,
between people, લોકો વચ્ચે,
   
30:01 between countries, between દેશો વચ્ચે, વિવિધ ગુરુઓ વચ્ચે,
various gurus, various religions, વિવિધ ધર્મો વચ્ચે,
   
30:06 there must be conflict. ત્યાં સંઘર્ષ હોવાનો જ.
   
30:09 Right? You understand this? બરાબર? તમે આ સમજો છો?
   
30:13 Where there is division, જયાં વિભાજન હોય,
there must be conflict. ત્યાં સંઘર્ષ હોય જ.
   
30:18 That is a law. એ કાયદો છે.
Right? ખરું?
   
30:26 Is that the cause of these શું એ છે કારણ
terrible wars that are going on, આ બધાં ભીષણ યુધ્ધોનું,
   
30:33 the conflict that exists દરેક માણસની અંદર
in each one of us, રહેલા સંઘર્ષનું,
   
30:39 the competition against એકબીજા વિરુદ્ધ હરિફાઈનું?
each other – division, right? વિભાજન કારણ છે – ખરું?
   
30:48 Economically, racially, socially, આર્થિક રીતે, જાતિવાદની રીતે, સામાજિક રીતે,
so-called culturally, કહેવાતી સાંસ્કૃતિક રીતે,
   
30:56 everything brings about a division. દરેક વસ્તુ વિભાજન સાધે છે.
Right? ખરું?
   
31:05 Now, we cannot do anything હવે, આપણે સરકારો વિષે તો
with governments. કશું કરી શકીએ નહીં.
   
31:14 They are set, they have been બધી સરકારો સ્થાપિત છે,
unfortunately elected, કમનસીબે ચૂંટાયેલી છે,
   
31:25 you can't deal with them. તમે તેઓની સાથે વ્યવહાર કરી ન શકો.
   
31:28 The speaker has tried various… met વક્તાએ વિવિધ પ્રયત્નો... વિવિધ
various people but there they are. લોકોને મળ્યો છે, પણ બધું એમનું એમ.
   
31:35 So, what can we do, તો, આપણે શું કરી શકીએ,
you and I? તમે અને હું?
   
31:40 You understand my question? તમે સમજો છો મારો પ્રશ્ન?
   
31:42 You cannot deal તમે રાષ્ટ્રપતિઓ જેવા સૌથી શક્તિશાળી
with the most powerful people, લોકોની સાથે વ્યવહાર કરી ન શકો,
   
31:47 like the presidents. You cannot deal તમે તેઓની સાથે વ્યવહાર ન
with them, they are at that level. કરી શકો, એ લોકો ઊંચા સ્તરે છે.
   
31:53 They have their responsibilities, તેઓની પોતાની જવાબદારીઓ છે,
they want power તેઓને સત્તા જોઈએ છે
   
31:56 – you know - તમે જાણો છો એ બધું.
all the rest of that.  
   
31:58 So, we are asking, you, as માટે આપણે પૂછીએ છીએ કે,
a human being living on this earth, આ પૃથ્વી ઉપર જીવતા
   
32:05 seeing all this is happening, એક માનવ તરીકે, આ બધું
what can you do? બનતું જોઈને, તમે શું કરી શકો?
   
32:12 Please, ask this question. કૃપા કરીને, આ પ્રશ્ન પૂછો.
What's your action? તમારું કાર્ય શું છે?
   
32:16 Not your theories – the Indians તમારા તાત્વિક સિદ્ધાંતો નહીં – ભારતીયો
are pretty good at theories. તાત્વિક સિદ્ધાંતોમાં બહુ કુશળ છે.
   
32:25 Right? ખરું ને?
   
32:29 You are very good તમે લોકો વિવેચનામાં,
in explanations, analysis, મનોવિશ્લેષણમાં, કારણ શોધી કાઢવામાં
   
32:35 in finding out the cause બહુ કુશળ છો,
and there you leave it, અને ત્યાં તમે એને છોડી દો છો,
   
32:39 which has nothing whatsoever જેનો તમારા રોજિંદા જીવન સાથે
to do with your daily life. Right? કશો જ સંબંધ નથી હોતો. ખરું?
   
32:45 You believe in God, તમે ભગવાનમાં માનો છો,
or you believe in some guru, અથવા તમે કોઈ ગુરુમાં માનો છો,
   
32:53 or you believe અથવા તમે કોઈ
in some philosopher. તત્ત્વજ્ઞાનીમાં માનો છો.
   
32:55 But that belief પણ તે માન્યતાની
has no actuality in life. જીવનમાં યથાર્થતા નથી.
   
33:02 Right? ખરું?
   
33:04 This is a fact. I am not saying આ એક હકીકત છે. હું કશું અસામાન્ય
something abnormal. It is a fact. નથી કહી રહ્યો. આ એક હકીકત છે.
   
33:10 So, we are asking, માટે, આપણે પૂછીએ છીએ,
what is your responsibility આ બધી બાબતોનો સામનો કરતા
   
33:18 as a human being એક માણસ તરીકે
facing all this? તમારી જવાબદારી શી છે?
   
33:25 What's your action? તમારું કાર્ય શું છે?
   
33:32 Most of us મોટાભાગના લોકો આમાંથી
want to escape from it. પલાયન કરી જવા માગે છે.
   
33:38 Most of us feel મોટાભાગના લોકોને લાગે છે કે
we cannot solve it. આપણે આનો નિવેડો ન લાવી શકીએ.
   
33:43 Therefore we escape, માટે આપણે આદિવાસી ભગવાનોમાં
escape into tribal gods – પલાયન કરી જઈએ છીએ -
   
33:50 you know all that is happening આ દેશમાં, કે યુરોપમાં જે બધું
in this country, or in Europe – બની રહ્યું છે તેની તમને ખબર છે
   
33:55 drugs, - માદક દવાઓ,
religious entertainments ધાર્મિક મનોરંજનો,
   
34:07 and the entertainment industry અને મનોરંજન ઉદ્યોગ તો
is enormously powerful, અતિ શક્તિશાળી છે,
   
34:15 the cinemas, the magazines, ચલચિત્રો, પત્રિકાઓ,
the gods, their rituals – right? ભગવાનો, કર્મકાંડો – ખરું?
   
34:23 Is it two gods marrying શું આ દેશમાં બે ભગવાનો
each other in this country? એકબીજા સાથે લગ્ન કરે છે?
   
34:31 So, there is either escape એટલે, કાં તો પલાયન હોય છે
   
34:38 or you face actualities, અથવા તો તમે યથાર્થતાનો,
face facts. હકીકતોનો સામનો કરો છો.
   
34:49 When you face facts, જ્યારે તમે હકીકતોનો સામનો કરો,
what's your action? ત્યારે તમારું કાર્ય શું છે?
   
34:57 Now, together હવે, સાથે મળીને આપણે
we are going to find out – right? શોધી કાઢીશું – બરાબર?
   
35:03 Together, not I tell you, and સાથે મળીને, હું કહું અને તમે સાંભળો
you listen, or disagree or agree, અથવા સંમત કે અસંમત થાવ એવું નહીં,
   
35:10 that is too silly, એ તો બહુ મૂર્ખામી છે,
it becomes childish. બાલિશતા છે.
   
35:13 But if you and I પરંતુ જો તમે અને હું
observe the same thing એકસમાન વસ્તુનું અવલોકન કરીએ,
   
35:19 live the same thing daily, એને રોજ જીવીએ,
   
35:24 then it has તો એમાં વિપુલ ક્રિયાશક્તિ
a tremendous power હોય છે
   
35:28 – not power in the sense - રાજકીય સત્તાના અર્થમાં શક્તિ નહીં,
political power,  
   
35:32 power પણ સાચી વસ્તુ કરવાની શક્તિ.
of doing the right thing.  
   
35:40 Right? બરાબર?
Are we together in this so far? અહીં સુધી આપણે સાથે છીએ?
   
35:48 We are asking, આપણે પૂછીએ છીએ,
what is the cause of wars? યુધ્ધોનું કારણ શું છે?
   
35:59 One of the factors of war યુદ્ધનાં પરિબળોમાંનું એક છે
is nationalism રાષ્ટ્રવાદ,
   
36:06 - right? - - ખરું? -
which is tribalism. જે આદિવાસી વૃત્તિ છે.
   
36:15 You may not agree, તમે કદાચ સંમત ન થાવ,
please quietly listen. કૃપા કરી શાંતિથી સાંભળો.
   
36:21 Tribalism - right? - which has become આદિવાસી વૃત્તિ - ખરું? – જે બની છે
glorified nationalism મહિમાન્વિત રાષ્ટ્રવાદ,
   
36:27 with its flags, and so on, એના રાષ્ટ્રધ્વજો વગેરે સહિત,
   
36:30 the British, the French, બ્રિટિશ, ફ્રેંચ,
the Hindu, the Indians, હિન્દૂ, ભારતીયો,
   
36:33 you follow, તમે સમજો છો,
divided, divided, divided. વિભાજિત, વિભાજિત, વિભાજિત.
   
36:37 We are saying, one of the causes આપણે કહીએ છીએ કે યુદ્ધનાં
of war is nationalism. કારણોમાંનું એક છે રાષ્ટ્રવાદ.
   
36:46 That is obvious. એ સાવ દેખીતું છે.
   
36:48 Other cause is અન્ય કારણ છે
economic division, આર્થિક વિભાજન,
   
36:54 each country concerned દરેક દેશને પોતાની જ
with its own economy અર્થવ્યવસ્થા સાથે તથા
   
37:03 and with its own culture. પોતાની જ સંસ્કૃતિ સાથે નિસબત છે.
   
37:08 The British with their… બ્રિટિશ લોકો તેમનું પોતાનું...
and the French, and so on. અને ફ્રેંચ લોકો વગેરે.
   
37:15 And the other cause is અને અન્ય કારણ છે
the division in religion: ધર્મમાં વિભાજન:
   
37:22 the Christian, the Buddhist, ખ્રિસ્તી, બૌધ્ધ,
the Hindu, Islam. હિન્દૂ, ઇસ્લામ.
   
37:29 And they all talk about God, અને એ બધા લોકો ભગવાન વિષે
right ? વાત કરતા હોય છે, બરાબર?
   
37:37 So, these and perhaps others એટલે, આ અને કદાચ થોડાં અન્ય
are the causes of war. કારણો છે યુદ્ધનાં.
   
37:45 And you, as a Hindu, or a Christian, એક હિન્દૂ કે ખ્રિસ્તી તરીકે,
or whatever it is, કે જે કાંઈ હો તે તરીકે,
   
37:51 are responsible તમે યુદ્ધ માટે
for the war. Right? જવાબદાર છો. ખરું?
   
37:59 Because in yourself કારણ કે તમારી અંદર
you are divided. તમે વિભાજિત છો.
   
38:07 Agree? તમે સંમત છો?
Do you see this fact? તમે આ હકીકતને જુઓ છો?
   
38:12 As long as I am a Hindu, જયાં સુધી હું હિન્દૂ હોઉં,
committed to certain tradition અમુક પ્રથાને પ્રતિજ્ઞાબદ્ધ હોઉં,
   
38:20 and following some અને કેટલાક - મને માફ કરજો -
– if you will excuse me – નાદાન ભગવાનોને અનુસરતો હોઉં,
   
38:25 some silly gods, ભગવાન કહેવાતાં રમકડાંઓ સાથે
playing with toys called gods, રમતો હોઉં,
   
38:33 I, as a Hindu, તો, હું, એક હિન્દૂ તરીકે,
am responsible માનવો વચ્ચે
   
38:37 for creating conflict સંઘર્ષ પેદા કરવા માટે
amongst human beings. જવાબદાર છું.
   
38:42 Right? બરાબર?
Is this a fact or not? આ હકીકત છે કે નથી?
   
38:50 It is a fact. આ એક હકીકત છે.
   
38:54 You may not agree, તમે કદાચ સંમત ન થાવ,
you may not see the fact, તમે કદાચ હકીકતને ન જુઓ,
   
38:57 but this is પરંતુ આ સાચે જ
what is really causing wars. યુધ્ધોનું કારણ છે.
   
39:02 Now, what is હવે, તમારી જવાબદારી શી છે?
your responsibility?  
   
39:09 To be free of nationalism. રાષ્ટ્રવાદથી મુક્ત થવું.
Right? બરાબર?
   
39:14 To be free to look at the world વિશ્વને સમસ્ત માનવજાત તરીકે
as a whole humanity, જોવા માટે મુક્ત હોવું,
   
39:22 not as Indian, and American, ભારતીય કે અમેરિકન તરીકે નહીં,
we are human beings, right ? આપણે સૌ માનવો છીએ, બરાબર?
   
39:29 To look at the world globally દુનિયાને વૈશ્વીક રીતે જોવી...
with…  
   
39:35 ...as human beings. ...માનવો તરીકે.
   
39:38 I will make it હું તમારા માટે આને
more complex for you. વધુ જટિલ બનાવીશ.
   
39:47 When you travel around, when you જ્યારે તમે મુસાફરી કરો,
look at people all over the world, જ્યારે તમે આખી દુનિયામાં લોકોને જુઓ,
   
39:54 in this country, and France, આ દેશમાં, તેમ જ ફ્રાન્સમાં,
and Switzerland, and America સ્વિત્ઝર્લેન્ડમાં, અમેરિકામાં,
   
40:00 – the world – in Japan, and so on, - દુનિયામાં - જાપાનમાં વગેરે,
you find that all human beings ત્યારે તમે જુઓ છો કે બધા માનવો
   
40:06 psychologically share, માનસિક રીતે સહભાગી છે,
psychologically they all suffer. તેઓ સૌ માનસિક દુ;ખ સહન કરે છે.
   
40:17 They all cry, તેઓ સૌ રડે છે,
they are all lonely, સૌ એકલા છે,
   
40:24 they have shed tears સૌએ આંસુ સાર્યાં છે,
like you have shed tears. જેમ તમે આંસુ સાર્યાં છે તેમ જ.
   
40:30 They are uncertain, તેઓ સૌ અનિશ્ચિત,
confused, unhappy. વ્યગ્ર, દુ:ખી છે.
   
40:38 They are like you, તેઓ સૌ તમારા જેવા છે,
you are unhappy, તમે દુ:ખી છો,
   
40:43 lonely, suffering, putting up એકલા છો, દુ:ખ સહન કરો છો,
with all kinds of brutalities બધી જાતની નિર્દયતાઓને વેઠો છો,
   
40:49 from your husband, તમારા પતિ તરફથી,
from your wife, and so on. તમારી પત્ની તરફથી વગેરે.
   
40:53 In the world over, it is shared આખીયે દુનિયામાં બધા માનવો
by all human beings. આમાં સહભાગી છે.
   
40:59 Right? That is a fact. ખરું? આ એક હકીકત છે.
   
41:01 So, your consciousness is the એટલે, તમારી ચેતના
consciousness of entire humanity. સમસ્ત માનવજાતની ચેતના છે.
   
41:10 Right? Do you see that? બરાબર? તમે આ જુઓ છો?
   
41:16 Do you want… શું તમે ઇચ્છો છો...
Shall I go more into it? શું હું આમાં વધુ અંદર જાઉં?
   
41:21 We have been conditioned આપણને બાળપણથી એમ માનવા માટે
from childhood, અનુબંધિત કરવામાં આવ્યા છે,
   
41:26 both religiously, socially, - ધાર્મિક, સામાજિક,
economically and nationally આર્થિક અને રાષ્ટ્રીય રીતે -
   
41:32 that we are separate કે આપણે સૌ અલગ વ્યક્તિઓ,
individuals, separate souls. અલગ આત્માઓ છીએ.
   
41:39 Right? Right? ખરું? ખરું?
This is a fact. આ એક હકીકત છે.
   
41:46 And we never examine whether અને આપણે ક્યારેય એ તપાસતા નથી કે
we are actually individuals આપણે વાસ્તવમાં વ્યક્તિઓ છીએ કે નહીં
   
41:54 - you are separate... - તમે અલગ છો...
you are a man and a woman, તમે એક પુરુષ છો, એક સ્ત્રી છો,
   
41:58 that doesn't એ કાંઈ સ્વતંત્ર વ્યક્તિત્વ
constitute individuality. બનાવતું નથી.
   
42:04 Your tendency, તમારી વૃત્તિ,
your idiosyncrasy, તમારી ખાસિયત,
   
42:07 your particular character, તમારું અમુક લક્ષણ,
your bank account, તમારું બેન્કનું ખાતું,
   
42:12 all that makes you think આ બધું તમને એમ વિચારવા પ્રેરે છે
you are a separate human being. કે તમે એક અલગ માણસ છો.
   
42:16 You may be tall, I may be short, તમે ઊંચા હો, હું નીચો હોઉં,
I may be pink, you may be black, હું ગુલાબી હોઉં, તમે કાળા હો,
   
42:20 all that conditions આ બધી પરિસ્થિતિઓ
the human brain to accept માણસના મગજને એ સ્વીકારવા
   
42:27 that we are અનુબંધિત કરે છે કે
separate individuals. આપણે અલગ વ્યક્તિઓ છીએ.
   
42:31 Right? ખરું?
   
42:35 The speaker વક્તા એને
is questioning that. પ્રશ્ન કરે છે.
   
42:39 Don't accept it, આને સ્વીકારો નહીં,
doubt it, question it. આની ઉપર શંકા કરો, આને પ્રશ્ન કરો.
   
42:46 Because he says, our consciousness કારણ કે વક્તા કહે છે કે, આપણી ચેતના
– which is what you feel, - જે છે તમે જે અનુભવો છો,
   
42:52 what you think, your reactions, જે વિચારો છો, તમારી પ્રતિક્રિયાઓ,
beliefs, your pain, your anxiety, માન્યતાઓ, તમારી પીડા, તમારી વ્યગ્રતા,
   
42:57 your loneliness, your sorrow, તમારી એકલતા, તમારું દુ:ખ,
your lack of love, affection – પ્રેમનો અને સ્નેહનો અભાવ -
   
43:02 is shared બધા માનવો સાથે
by all human beings. વહેંચાયેલી છે.
   
43:05 Right? Right, sirs? ખરું? ખરું, સર?
   
43:11 So your consciousness એટલે તમારી ચેતના
is not yours, તમારી નથી,
   
43:17 it is human consciousness. એ સમસ્ત માનવચેતના છે.
   
43:23 If you kill another, જો તમે કોઈને મારી નાખો,
you are killing yourself. તો તમે તમારી જાતને મારી નાખો છો.
   
43:27 You understand this? તમે આ સમજો છો?
   
43:31 If you hurt another, જો તમે કોઈનું મન દુભાવો,
you are hurting yourself. તો તમે તમારી જાતને દુભાવો છો.
   
43:36 I wonder if you realise this. તમે આ સ્પષ્ટપણે સમજો છો?
   
43:44 If you are in sorrow, જો તમે દુ:ખમાં હો,
it is not only your sorrow, તો એ માત્ર તમારું જ દુ:ખ નથી,
   
43:48 it's the sorrow of mankind. એ માનવજાતનું દુખ છે.
   
43:55 So, you are humanity એટલે, તમે માનવજાત છો
   
44:04 – you understand? - તમે સમજો છો?
   
44:06 You are the rest of mankind, તમે બાકીની માનવજાત છો,
   
44:10 not a little man એક નજીવા માણસ નથી,
working in a little backyard, - નાનકડા આંગણામાં કામ કરતા,
   
44:18 thinking about himself, પોતાની જાત વિષે વિચારતા,
his problems, his anxieties, તમારી સમસ્યાઓ, તમારી વ્યગ્રતાઓ -
   
44:24 but when you actually પણ જ્યારે તમે આ હકીકતને
realise this fact, વાસ્તવમાં સ્પષ્ટપણે સમજો,
   
44:31 in your guts, in your blood, તમારા અંતરતમમાં, તમારા લોહીમાં,
not theory, તાત્વિક સિદ્ધાંત તરીકે નહીં,
   
44:37 then your whole ત્યારે જીવન પ્રત્યેનું તમારું
outlook on life changes. સમગ્ર દૃષ્ટિબિન્દુ પરિવર્તન પામે છે:
   
44:43 Then you have a different... ત્યાર પછી તમારામાં વિશિષ્ટ...
love, compassion comes into being. પ્રેમ, કરુણા અસ્તિત્વ પામે છે.
   
44:54 So, what is તો, તમારી જવાબદારી શી છે?
your responsibility?  
   
44:59 When you have seen this, જ્યારે તમે આ જોયું હોય,
   
45:02 not intellectually, બુદ્ધિપૂર્વક નહીં,
   
45:08 but actually, with your heart, પણ વાસ્તવમાં, તમારા હ્રદયથી,
with your eyes, તમારી આંખોથી,
   
45:14 with your ears, with all તમારા કાનોથી, તમારી બધી
your senses, see this. ઇન્દ્રિયોથી આ જુઓ.
   
45:18 It's a global problem, આ વૈશ્વીક સમસ્યા છે,
not a particular individual problem. કોઈ એક ખાસ વ્યક્તિગત સમસ્યા નથી.
   
45:26 Take, for example, this country દાખલા તરીકે, આ દેશમાં
has a great deal of poverty. અતિશય ગરીબી છે.
   
45:34 Right? ખરું?
Enormous poverty. અત્યંત ગરીબી.
   
45:40 Go round the streets of Bombay, મુંબઈની ગલીઓમાં ફરો,
they are sleeping on pavements. લોકો ફૂટપાથ ઉપર સૂતા હોય છે.
   
45:47 Go to any village, કોઈ પણ ગામડામાં જાવ,
which is not too near a town, જે કોઈ શહેરની બહુ પાસે ન હોય,
   
45:54 there is poverty. ત્યાં ગરીબી છે.
   
45:56 Since independence આઝાદી પછી
you may have a little more, સ્થિતિ થોડી સુધરી છે,
   
46:01 but there is still poverty. પરંતુ હજુ ગરીબી છે.
   
46:06 And this poverty cannot be solved અને આ ગરીબીનો નિવેડો
by one government, એક સરકાર દ્વારા ન આવી શકે,
   
46:11 because there is poverty in America, કેમ કે અમેરિકામાં ગરીબી છે,
poverty in France. ફ્રાન્સમાં ગરીબી છે.
   
46:15 In England, four million people ઈંગ્લેન્ડમાં ચાલીસ લાખ લોકો
are unemployed. Do you understand? બેકાર છે. તમે સમજો છો?
   
46:27 So, what is તો, તમારી
your responsibility? જવાબદારી શી છે?
   
46:33 Will you still remain શું તમે હજુ પણ
as an individual એક વ્યક્તિ તરીકે રહેશો,
   
46:38 fighting for yourself, પોતાની જાત માટે લડતા,
   
46:44 fighting for your own illumination, તમારા પોતાના પ્રકાશ,
enlightenment? પોતાની પ્રબુદ્ધતા માટે લડતા?
   
46:52 Or – you understand કે પછી – તમે મારો આ પછીનો
my next question? – પ્રશ્ન સમજો છો? -
   
46:58 or will you look at the world કે પછી તમે આ વિશ્વને
as a whole, અખંડતાથી જોશો,
   
47:08 not as a Christian, Buddhist, ખ્રિસ્તી, બૌધ્ધ, હિન્દૂ
Hindu, and so on. વગેરે તરીકે નહીં?
   
47:14 Unless we do this, we are going આપણે જયાં સુધી આ નહીં કરીએ,
to destroy each other. ત્યાં સુધી એકબીજાનો વિનાશ કરીશું.
   
47:19 It is so obvious એ સાવ દેખીતું છે કે
that's what is going on. આ જ ચાલી રહ્યું છે.
   
47:24 We want security આપણને સલામતી જોઈએ છે,
– we must have security - આપણી પાસે સલામતી હોવી જ જોઈએ,
   
47:30 otherwise you and I નહીંતર તમે અને હું
wouldn't be here. અહીં ન હોઈએ.
   
47:36 Security, food, clothes, સલામતી, અન્ન, વસ્ત્રો
and all that. અને એ બધું.
   
47:41 That is denied એને નકારવામાં આવે છે
because each country says, કારણ કે દરેક દેશ કહે છે,
   
47:44 'I must solve my own problems.' ‘મારે પોતાની સમસ્યાઓ ઉકેલવી પડે.’
Right? ખરું?
   
47:51 There is no global outlook વૈશ્વીક દૃષ્ટિબિન્દુ ક્યાંય છે જ નહીં.
at all.  
   
47:59 And all the problems અને આપણી જે બધી
that we have, સમસ્યાઓ છે,
   
48:05 we reduce it to તેને આપણે સાંપ્રદાયિક, સામાજિક
communal, social, એવી નીચલી કક્ષામાં લાવીને
   
48:09 you follow, make it very small. નાની બનાવી દઈએ છીએ.
   
48:13 So, after hearing this, તો, આ સાંભળ્યા બાદ,
is your brain free શું તમારું મગજ
   
48:24 from nationalism, racialism, રાષ્ટ્રીયતાથી, જાતિવાદથી,
religious nonsense ધાર્મિક બકવાટથી મુક્ત છે,
   
48:30 so that you have જેથી તમારી પાસે
a global outlook, global feeling. વૈશ્વીક દૃષ્ટિબિન્દુ, વૈશ્વીક ભાવના હોય?
   
48:35 You understand, sir? તમે સમજો છો, સર?
   
48:39 Or, you say it is marvellous, અથવા તો, તમે કહો છો કે આ
a lovely idea, અદ્દભુત છે, મનોરમ કલ્પના છે,
   
48:47 make it into આમાંથી એક સુંદર
a lovely theory, તાત્વિક સિદ્ધાંત બનાવો,
   
48:50 speculate about it, એને વિષે અનુમાન કરો,
and kill it. અને એને મારી નાખો.
   
48:56 Right? બરાબર?
So, that's the first thing. તો, આ છે પહેલી વસ્તુ.
   
49:02 That demands a brain આમાં એવા મગજની જરૂર છે
that is free to look. જે જોવા માટે મુક્ત હોય.
   
49:11 But our brains are now પણ આપણાં મગજો સમસ્યાઓથી
so conditioned with problems. બહુ જ અનુબંધિત થયેલાં છે.
   
49:20 Right? You have problems, ખરું? તમારે સમસ્યાઓ છે,
haven't you? નહીં કે?
   
49:27 Haven't you? તમારે સમસ્યાઓ નથી?
Please, say yes or no - yes? કૃપા કરીને કહો, હા કે ના – હા?
   
49:32 You have problems, which is, તમારે સમસ્યાઓ છે, એટલે કે,
sexual problem, religious problems, યૌન સમસ્યા, ધાર્મિક સમસ્યાઓ,
   
49:38 economic problem આર્થિક સમસ્યા
– problems, problems, problems, right? - સમસ્યાઓ, સમસ્યાઓ, સમસ્યાઓ, ખરું?
   
49:44 I can't get on મને મારી પત્ની સાથે
with my wife, ફાવતું નથી,
   
49:47 my wife bullies me, મારી પત્ની મને ધમકાવે છે,
and so on, and on, and on. વગેરે વગેરે.
   
49:51 What are problems? સમસ્યાઓ એટલે શું?
   
49:54 What is the etymological વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે
meaning of that word? એ શબ્દનો અર્થ શો છે?
   
50:02 The etymological meaning is વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે અર્થ છે
'something thrown at you, ‘તમારી તરફ ફેંકવામાં આવેલું કશુંક,
   
50:10 some challenge is thrown at you', તમારી તરફ ફેંકાયેલો કોઈ પડકાર’,
right? ખરું?
   
50:17 That is the meaning ‘સમસ્યા’ શબ્દનો અર્થ એ છે.
of that word 'problem'.  
   
50:21 Now, how હવે, આપણે સમસ્યાઓને
do we meet problems? કેવી રીતે મળીએ છીએ?
   
50:31 We will go into it together. આપણે આમાં સાથે મળીને જઈશું.
   
50:34 I am not telling you, please, bear કૃપા કરીને એ ધ્યાનમાં રાખો કે
in mind, I am not teaching you, હું તમને કહેતો નથી, કે શિખવાડતો નથી,
   
50:42 but we are learning, પણ આપણે સાથે મળીને શીખી રહ્યાં છીએ,
observing together. અવલોકન કરી રહ્યાં છીએ.
   
50:47 The speaker may have observed it વક્તાએ ઘણા સમય પૂર્વે આ બધું
long ago and seen all this, અવલોકન કર્યું અને જોયું હોઈ શકે,
   
50:53 but he is sharing this, પણ વક્તા આમાં સહભાગી છે,
he is walking with you, એ તમારી સાથે ચાલી રહ્યો છે,
   
50:59 not sentimentally, લાગણીવશતાપૂર્વક નહીં,
   
51:02 not romantically, ભાવાવેશપૂર્વક નહીં,
he says, face all this! એ કહે છે, આ બધાનો સામનો કરો!
   
51:10 Our brains have been conditioned આપણાં મગજ બાળપણથી સમસ્યાઓને
from childhood to solve problems. ઉકેલવા માટે અનુબંધિત કરવામાં આવ્યાં છે.
   
51:21 The child goes to school, બાળક શાળાએ જાય છે,
learning becomes a problem, શીખવું એક સમસ્યા બને છે,
   
51:28 mathematics becomes a problem ગણિત એક સમસ્યા બને છે
– problems. - સમસ્યાઓ.
   
51:35 Then college, more problems. પછી મહાવિદ્યાલય, અધિક સમસ્યાઓ.
University, still more problems. યુનિવર્સિટી, એથી અધિક સમસ્યાઓ.
   
51:42 So, his brain આથી, એનું મગજ
– please listen to this – - કૃપા કરીને આ સાંભળો -
   
51:45 is conditioned સમસ્યાઓને ઉકેલવા માટે
to solve problems. અનુબંધિત બને છે.
   
51:51 Right? બરાબર?
You are following this? તમે આ સમજો છો?
   
51:59 Are we following this, આપણે આ સમજીએ છીએ,
or am I… કે પછી હું...
   
52:04 Our brain is conditioned આપણું મગજ સમસ્યાઓને
to solve problems. ઉકેલવા માટે અનુબંધિત છે.
   
52:11 So, what has happened તો, મગજને
to the brain? શું થયું છે?
   
52:16 It is a machine now હવે તે સમસ્યાઓ ઉકેલવા માટેનું
to solve problems. Right? યંત્ર છે. બરાબર?
   
52:23 So, problems are increasing આને લીધે સમસ્યાઓ વધી રહી છે
   
52:27 because it is mechanically કારણ કે મગજ સમસ્યાઓ સાથે
dealing with problems. યંત્રવત્ વ્યવહાર કરે છે.
   
52:32 You follow this, sir? તમે આ સમજો છો, સર?
See what is happening. જે બની રહ્યું છે તે જુઓ.
   
52:38 There are many political problems આ દેશમાં ઘણી
in this country, રાજકીય સમસ્યાઓ છે,
   
52:44 and these politicians who are અને સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નોમાં
trying to solve their problem, આ રાજનીતિજ્ઞોએ
   
52:49 in the solution of that problem એક સમસ્યાના ઉકેલમાં
they have increased other problems. અન્ય સમસ્યાઓ વધારી છે.
   
52:55 You see this, don't you? તમે આ જુઓ છો, નહીં કે?
   
53:00 Don't you know all this? તમે આ બધું નથી જાણતા?
   
53:04 So our brain is conditioned માટે આપણું મગજ બાળપણથી
from childhood to solve problems. સમસ્યાઓને ઉકેલવા માટે અનુબંધિત છે.
   
53:12 And you can only solve problems અને તમે સમસ્યાઓને તો જ
if the brain is free ઉકેલી શકો જો મગજ સમસ્યાઓને
   
53:18 to look at problems afresh. નવેસરથી જોવા માટે મુક્ત હોય.
   
53:21 But if it has been trained, પણ જો મગજ તાલીમબદ્ધ હોય,
it acts mechanically તો એ યંત્રવત્ કાર્ય કરે છે
   
53:28 and is always seeking solutions, અને હંમેશાં ઉકેલો શોધતું રહે છે,
not understanding the problems. સમસ્યાઓને સમજતું નથી.
   
53:36 Because solution કારણ કે ઉકેલ
lies in the problem. સમસ્યામાં રહેલો છે.
   
53:41 I wonder if you મને શંકા છે કે તમે
see all this. આ બધું જુઓ છો કે કેમ.
   
53:47 Right, sir? ખરું, સર?
Can I talk to you? હું તમારી સાથે વાત કરી શકું છું?
   
53:55 So, is this possible, તો, શું એવું મગજ હોવું
to have a brain શક્ય છે,
   
54:01 that is free જે મુક્ત હોય,
so as to solve problems, જેથી સમસ્યાઓને ઉકેલી શકે,
   
54:08 not having problems નહીં કે જે સમસ્યાઓમાં રહીને પછી
then it tries to solve problems. સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરે?
   
54:12 You see the difference? તમે આ તફાવત જુઓ છો?
Right? બરાબર?
   
54:20 So, what we are talking about તો, આપણે જે વાત કરીએ છીએ
– you and I – is that - તમે અને હું – તે એ કે
   
54:31 we are the rest of mankind આપણે માનસિક રીતે, આંતરિક રીતે
psychologically, inwardly. બાકીની માનવજાત છીએ.
   
54:38 Right? That is a fact. ખરું? આ હકીકત છે.
   
54:41 It is not a theory, આ કોઈ તાત્વિક સિદ્ધાંત નથી,
it is not my conclusion. આ મારો નિષ્કર્ષ નથી.
   
54:45 It is a fact because all human આ હકીકત છે કારણ કે બધા માનવો
beings go through terrible times, ખરાબ સમયમાંથી પસાર થાય છે, અને
   
54:55 and we too, go through આપણે પણ બધા પ્રકારની દોડધામમાંથી,
all kinds of turmoil, travail. વેદનામાંથી પસાર થઈએ છીએ.
   
55:03 So we are one humanity, એટલે આપણે એક માનવજાત છીએ,
you are entire humanity. તમે સમસ્ત માનવજાત છો.
   
55:11 That is one. એ એક વાત છે.
   
55:14 Second: wars exist because બીજું: યુધ્ધોનું અસ્તિત્વ છે કારણ કે
you have divided yourself તમે તમારી જાતને
   
55:23 into nationalities, રાષ્ટ્રીયતામાં, જાતિઓમાં, ધર્મોમાં
races, religions, વિભાજિત કરી છે,
   
55:28 and if you don't change that અને જો તમે એને નહીં બદલો, તો
you'll have no security physically તમારી પાસે શારીરિક સલામતી નહીં હોય
   
55:34 because wars are coming. કારણ કે યુધ્ધો આવી રહ્યાં છે.
   
55:39 Third: we have many problems, ત્રીજું: આપણી પાસે ઘણી સમસ્યાઓ છે,
   
55:45 and to solve those problems અને એ સમસ્યાઓને ઉકેલવા માટે
the brain must be free to look at it. મગજ એને જોવા માટે મુક્ત હોવું જોઈએ.
   
55:52 But if the brain is conditioned પરંતુ જો મગજ સમસ્યાને
to solve the problem, ઉકેલવા માટે અનુબંધિત હોય,
   
55:55 it is not able તો એ સમસ્યાને
to look at the problem. જોઈ ન શકે.
   
55:57 You understand? તમે સમજો છો?
Now, can you do this? હવે, તમે આ કરી શકો છો?
   
56:03 Can you, listening વક્તા જે કહી રહ્યો છે એને
to what the speaker is saying – ધ્યાનપૂર્વક સાંભળવામાં
   
56:08 if you are listening at all – - જો તમે સાંભળી રહ્યાં હો તો -
can you do this? શું તમે આ કરી શકો છો?
   
56:13 Don't call yourself a Hindu તમારી જાતને કોઈ પણ ભોગે
at any price, હિન્દૂ ન કહો,
   
56:20 all the superstitions, બધી અંધશ્રદ્ધાઓ વગેરે ન કરો.
all the rest of it.  
   
56:26 Do not belong to any religion, કોઈ પણ ધર્મ સાથે, કે ગુરુ સાથે
to any guru. જોડાયેલા ન રહો.
   
56:36 Yes, sir. Or to any book. હા, સર. અથવા કોઈ પુસ્તક સાથે.
   
56:43 Have you ever wondered... શું તમે ક્યારેય એ વિચાર્યું છે...
   
56:49 Religions based on books – ગ્રંથો ઉપર આધારિત ધર્મો
   
56:57 the Bible, Christianity - ખ્રિસ્તી ધર્મ બાઇબલ ઉપર
is based on the Bible, આધારિત છે,
   
57:06 Koran is the bible of Islam – કુરાન ઇસ્લામ ધર્મનું બાઇબલ છે -
   
57:12 have you ever observed તમે ક્યારેય અવલોકન કર્યું છે કે ગ્રંથો
what religions based on books become? ઉપર આધારિત ધર્મો કેવા બની જાય છે?
   
57:18 Here in this country you have અહીં આ દેશમાં તમારી પાસે
dozens of books about religion, ધર્મ વિષેના ડઝનબંધી ગ્રંથો છે,
   
57:24 you can choose them all, તમે એ બધાને કે એમાંથી કોઈ એકને
one of them, play with them. પસંદ કરી શકો, એની સાથે રમી શકો.
   
57:28 Do you understand તમે સમજો છો
what I am saying? હું શું કહું છું?
   
57:31 Don't go to sleep. ઊંઘી ન જાવ.
   
57:36 That is, in India, there are એટલે કે, ભારતમાં વિવિધ
several religious books, ધાર્મિક ગ્રંથો છે,
   
57:43 the Upanishads, the Gita, ઉપનિષદો, ગીતા,
and so on, so on, so on. વગેરે વગેરે.
   
57:47 Therefore you are able આથી તમે એક અથવા બીજો ગ્રંથ
to choose one or the other પસંદ કરી શકો છો
   
57:50 and play with one or the other; અને એની સાથે રમી શકો છો;
   
57:53 you have dozens of gods, તમારી પાસે ડઝનબંધી ભગવાનો છે,
you can choose  
   
57:56 for your own amusement, તમે પોતાના મનોરંજન માટે, ગંમત માટે
for your own entertainment. કોઈને પણ પસંદ કરી શકો છો.
   
58:00 But if you have only પરંતુ જો તમારી પાસે એક જ
one God, ભગવાન હોય,
   
58:04 according to the Koran or according કુરાન પ્રમાણે અથવા બાઇબલ પ્રમાણે,
to the Bible, then you're stuck. તો તમે એમાંથી છૂટવા અસમર્થ હો છો.
   
58:10 And you become bigoted, તથા તમે ધર્માંધ, સંકુચિત
narrow and therefore brutal. અને તેથી પાશવી બનો છો.
   
58:21 This is what is happening. જે બની રહ્યું છે તે આ છે.
   
58:23 So, can you, please, તો, શું તમે, કૃપયા,
seriously, the speaker is asking, ગંભીરતાપૂર્વક, વક્તા પૂછે છે કે,
   
58:30 can you put away all this શું તમે આ બધું તમારાથી દૂર કરી શકો
from you and be grown-up? તથા પુખ્ત બની શકો?
   
58:44 No nationality, કોઈ રાષ્ટ્રીયતા નહીં,
no belief in gods, ભગવાનોમાં માન્યતા નહીં,
   
58:52 because belief, faith is another કારણ કે માન્યતા, આસ્થા
form which is destroying. એક વિનાશક પરિબળ છે.
   
58:59 If you have faith and therefore જો તમારામાં આસ્થા હોય, અને તેથી
no doubt – you understand? શંકા ન હોય – તમે સમજો છો?
   
59:06 The whole Christian world આખીયે ખ્રિસ્તી ધર્મની દુનિયા
is based on faith. Right? આસ્થા ઉપર આધારિત છે. ખરું?
   
59:13 And they never talk about અને તેઓ ક્યારેય શંકા, સંશય,
doubt, scepticism, question. પ્રશ્ન વિષે વાત કરતા નથી.
   
59:20 It is banished. એ નિષિદ્ધ છે.
   
59:22 And in the Islamic world too, અને ઇસ્લામ ધર્મની દુનિયામાં પણ
it is banished. એ નિષિદ્ધ છે.
   
59:26 And the ancient Indians પ્રાચીન ભારતીયો પાસે
had this doubt: 'Question, આ શંકા હતી: ‘પ્રશ્ન કરો,
   
59:33 don't accept, find out!' સ્વીકારો નહીં, શોધી કાઢો!’
   
59:40 Will you do all that ? તમે સૌ એ બધું કરશો?
   
59:43 Or slink back કે પછી તમારા જૂના ઢાંચામાં
to your old pattern? પાછા લપસી જશો?
   
59:50 See the danger, if you see the truth આનું જોખમ જુઓ, જો તમે સત્યને જુઓ
and go back to something not true અને અસત્યમાં પાછા જતા રહો,
   
59:57 that very truth will poison you. તો એ જ સત્ય તમારો વિનાશ કરશે.
   
1:00:00 You understand? તમે સમજો છો?
   
1:00:05 I wonder if you મને શંકા છે કે તમે આ બધું
understand all this! સમજો છો કે કેમ!
   
1:00:12 If you see danger, જો તમે જોખમને જુઓ,
you keep away from that. તો તમે એનાથી દૂર રહો છો.
   
1:00:22 If you see a cobra or tiger, જો તમે કોબ્રા સાપને કે વાઘને જુઓ,
you keep away. તો તમે એનાથી દૂર રહો છો.
   
1:00:28 But we don't see how પરંતુ આપણે એ નથી જોતાં કે
dangerous psychologically આ વિભાજન માનસિક રીતે
   
1:00:33 this division કેટલું બધું
is bringing about. જોખમકારક છે.
   
1:00:40 If you once see જો તમે એકવાર આના
the danger of it, જોખમને જુઓ,
   
1:00:45 not only theoretically માત્ર સૈદ્ધાંતિક રીતે જ નહીં,
but actually, પરંતુ પ્રત્યક્ષપણે,
   
1:00:48 with all your heart, તમારા સંપૂર્ણ હ્રદયથી,
with all your senses, તમારી સઘળી ઇન્દ્રિયોથી,
   
1:00:51 with your intellect, with your love તમારી બુધ્ધિથી, તમારા પ્રેમથી
– if you have love – - જો તમારામાં પ્રેમ હોય તો -
   
1:01:00 then you will not belong to તો તમે કોઈ પણ વસ્તુ સાથે
anything નહીં જોડાવ,
   
1:01:09 – no nation, no religion, - દેશ નહીં, ધર્મ નહીં,
   
1:01:12 which doesn't mean જેનો અર્થ એ નથી કે
you are sceptical, તમે સંશયવાદી છો,
   
1:01:15 it doesn't mean જેનો અર્થ એ નથી કે
you are anti God તમે નાસ્તિક છો
   
1:01:19 – you don't know what God is, - તમે જાણતા નથી કે ભગવાન શું છે,
you all pretend. તમે સૌ ઢોંગ કરો છો.
   
1:01:26 So, could you all માટે, શું તમે સૌ
put away all this આ બધું દૂર કરી દેશો,
   
1:01:32 so as to have a free mind, જેથી તમારું મન મુક્ત હોય,
   
1:01:35 free brain that can look મુક્ત મગજ હોય જે દુનિયાને જોઈ શકે
at the world and change. અને પરિવર્તન પામી શકે?
   
1:01:45 May I also point out શું હું એક અન્ય બાબત તરફ
something? પણ ધ્યાન દોરી શકું?
   
1:01:52 We said presently that આપણે હમણાં કહ્યું કે
knowledge is the enemy of love. જ્ઞાન પ્રેમનું શત્રુ છે.
   
1:02:02 Does it mean તમારા માટે એનો
anything to you? કશો અર્થ છે ખરો?
   
1:02:08 You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
1:02:11 Knowledge, book knowledge, વિદ્યા, પુસ્તકિયા માહિતી,
knowledge of experience, અનુભવનું જ્ઞાન,
   
1:02:17 knowledge of your wife તમારી પત્ની વિષેનું કે
or your husband, તમારા પતિ વિષેનું જ્ઞાન,
   
1:02:22 the knowledge તમારાં સંતાનો વિષેનું જ્ઞાન,
of your children,  
   
1:02:25 this whole tremendous accumulation of અનુભવ થકીનો જ્ઞાનનો
knowledge through experience, all that. સમગ્ર, વિપુલ સંગ્રહ, એ બધું જ.
   
1:02:34 The speaker is saying, all that વક્તા કહે છે કે, એ સઘળું
knowledge is the enemy of love. જ્ઞાન પ્રેમનું શત્રુ છે.
   
1:02:47 Now, look at it closely. હવે, આને નજીકથી જુઓ.
   
1:02:53 In one's relationship આપણા અન્ય સાથેના,
with another, wife or husband, પત્ની કે પતિ સાથેના સંબંધમાં
   
1:03:00 each one આપણા દરેકની પાસે
has knowledge of the other, right? અન્ય વિષેનું જ્ઞાન હોય છે, ખરું?
   
1:03:14 I know how my wife હું જાણું છું મારી પત્ની
behaves, and so on. કેવું વર્તન કરે છે વગેરે.
   
1:03:19 I know, હું જાણું છું,
and she knows. Right? અને તે જાણે છે. ખરું?
   
1:03:25 What happens when I say, જ્યારે હું કહું કે,
'I know my wife' ‘હું મારી પત્નીને જાણું છું’
   
1:03:33 and the woman says, અને પત્ની કહે કે,
'I know my husband', ‘હું મારા પતિને જાણું છું’,
   
1:03:36 what is the quality ત્યારે શું થાય છે, એ જાણવાનો
of that knowing? ગુણધર્મ શું છે?
   
1:03:43 Knowledge, obviously, દેખીતી રીતે જ, જ્ઞાન,
which means what? જેનો અર્થ શો?
   
1:03:52 The image I have built about her મે એને વિષે બનાવેલી માનસિક છબી અને
and the image she has built about me એણે મારે વિષે બનાવેલી માનસિક છબી
   
1:03:58 – the picture. - ચિત્ર.
Right? બરાબર?
   
1:04:04 So, knowledge is that picture. એટલે, જ્ઞાન એ એ ચિત્ર છે.
I wonder if you understand? તમે સમજો છો?
   
1:04:09 Right? ખરું?
Do you understand this? તમે આ સમજો છો?
   
1:04:24 So, knowledge between એટલે, પુરુષ અને સ્ત્રી વચ્ચેનું
a man and a woman, એકબીજા વિષેનું જ્ઞાન
   
1:04:30 of each other, destroys love. પ્રેમનો વિનાશ કરે છે.
   
1:04:42 Do you accept that? તમે આ સ્વીકારો છો?
   
1:04:46 The women accept that સ્ત્રીઓ બહુ જલદી
very quickly. I see that. આ સ્વીકારે છે. હું એ જોઉ છું.
   
1:04:57 And the men પુરુષો આરામથી બેસી રહે છે
sit back and look. અને જોયા કરે છે.
   
1:05:01 You are a crazy crowd તમે એક ચક્રમ ટોળું છો,
all right. ભલે.
   
1:05:08 So, what happens તો, આપણા સંબંધમાં
in our relationship? શું બને છે?
   
1:05:15 Relationship is the most important જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ
thing, isn't it, in life. No? સંબંધ છે, ખરું કે નહીં?
   
1:05:21 Because without relationship કેમ કે સંબંધ વિના
you cannot exist, તમારું અસ્તિત્વ શક્ય નથી,
   
1:05:25 life is relationship, જીવન સંબંધ છે,
   
1:05:27 whether it is my wife or husband, પત્ની સાથે હોય કે પતિ સાથે,
relationship with a neighbour, પાડોશી સાથેનો સંબંધ,
   
1:05:33 relationship with governments સરકારો સાથેનો સંબંધ
– relationship - સંબંધ
   
1:05:37 is a tremendously જીવનમાં અતિશય મહત્ત્વની વસ્તુ છે.
important thing in life.  
   
1:05:47 And are we related at all? શું આપણે જરાપણ સંબંધિત છીએ?
   
1:05:51 When I have an image about you જ્યારે મારી પાસે તમારી એક માનસિક છબી હોય
and you have an image about me, અને તમારી પાસે મારી એક માનસિક છબી હોય,
   
1:05:55 how can we be related? ત્યારે આપણે સંબંધિત કેવી રીતે હોઈ શકીએ?
You understand? તમે સમજો છો?
   
1:06:04 Images are meeting, માનસિક છબીઓ મળે છે,
that is not relationship. એ સંબંધ નથી.
   
1:06:11 Relationship means સંબંધનો અર્થ છે
to be whole, અખંડ હોવું,
   
1:06:19 not broken up એક સ્ત્રી અને એક પુરુષ
as a woman and a man એમ તૂટેલું નહીં,
   
1:06:23 with all the ugly problems બધી કદરૂપી સમસ્યાઓ
that arise. એમાંથી ઊભી થાય છે.
   
1:06:27 Therefore માટે
knowledge destroys love. જ્ઞાન પ્રેમનો વિનાશ કરે છે.
   
1:06:33 For God's sake ભગવાનને ખાતર
understand this! આ સમજો!
   
1:06:37 Not how to get rid જ્ઞાનથી કેવી રીતે છુટકારો મેળવવો
of knowledge – you can't. એવું નહીં – તમે ન છૂટી શકો.
   
1:06:43 But if you understand that, પરંતુ તમે સમજો કે
in relationship સંબંધમાં
   
1:06:48 knowledge is an element જ્ઞાન એક એવું ઘટક છે
   
1:06:50 that brings about જે બધા પ્રકારના ઝગડાઓને
all kinds of quarrels, etc. નોતરે છે.
   
1:07:01 Knowledge is necessary, જ્ઞાન આવશ્યક છે,
otherwise you can't get home, right? એ સિવાય તમે ઘરે ન પહોંચી શકો, ખરું?
   
1:07:06 If you have no knowledge જો તમને અંગ્રેજીનું જ્ઞાન ન હોય,
of English,  
   
1:07:08 you and I wouldn't understand તો તમે અને હું
each other. એકબીજાને સમજી ન શકીએ.
   
1:07:13 If you have no knowledge જો તમને ગાડી કેવી રીતે ચલાવવી
about how to drive a car એ અંગેનું જ્ઞાન ન હોય,
   
1:07:16 - you follow? - - તમે સમજો છો? -
knowledge is necessary. જ્ઞાન આવશ્યક છે.
   
1:07:20 But psychological knowledge પરંતુ માનસિક જ્ઞાન
is dangerous. જોખમકારક છે.
   
1:07:28 Please, understand this. કૃપયા, આ સમજો.
   
1:07:33 And that very knowledge અને તે જ જ્ઞાન
is destroying love. પ્રેમનો વિનાશ કરે છે.
   
1:07:40 Now, I would like to ask you હવે, હું તમને એક ગંભીર પ્રશ્ન
a serious question, પૂછવા માગું છું,
   
1:07:43 do you love anybody? તમે કોઈને પ્રેમ કરો છો?
   
1:07:49 Answer in your heart, not me. તમારા હ્રદયમાં જવાબ આપો, મને નહીં.
   
1:07:52 Do you love anybody? તમે કોઈને પ્રેમ કરો છો?
   
1:07:59 Do you love your wife? તમે તમારી પત્નીને પ્રેમ કરો છો?
   
1:08:05 Do you love your husband, તમે તમારા પતિને પ્રેમ કરો છો?
do you love your children? તમે તમારાં સંતાનોને પ્રેમ કરો છો?
   
1:08:11 You understand this? તમે આ સમજો છો?
See the implication of that word. એ શબ્દનો ભાવાર્થ જુઓ.
   
1:08:19 You can't answer, can you? તમે જવાબ નથી આપી શકતાં, ખરું ને?
   
1:08:24 And that is what અને તે દુનિયાનો
is destroying the world, વિનાશ કરી રહ્યું છે,
   
1:08:28 because you have lost all that, કારણ કે જો કદાચ એ તમારી પાસે ક્યારેય હતું,
if you ever had it. તો પણ તમે એ બધું જ ગુમાવી દીધું છે.
   
1:08:38 So, listening to all this has તો, આ બધું ધ્યાનથી સાંભળવાનો
either meaning or no meaning. કાં તો અર્થ હોય અથવા અર્થ ન હોય.
   
1:08:47 We have taken આપણે સાથે મળીને
a journey together. એક મુસાફરી કરી છે.
   
1:08:50 And the speaker means અને વક્તાનો અર્થ છે
actually together. વાસ્તવમાં સાથે મળીને.
   
1:09:01 I hold your hand and say, હું તમારો હાથ પકડું અને કહું,
'Let's walk together'. ‘આવો, સાથે મળીને ચાલીએ’.
   
1:09:07 If you want to walk fast, જો તમે ઝડપભેર ચાલવા માગતાં હો,
let's walk fast. તો આપણે ઝડપથી ચાલીએ.
   
1:09:10 If you want to run, જો તમે દોડવા માગતાં હો,
let's run. તો આપણે દોડીએ.
   
1:09:14 If you want to go very, જો તમે અતિશય ધીમેધીમે ચાલવા
very, very slowly, all right, માગતાં હો, તો એય બરાબર છે,
   
1:09:18 but you must walk, પણ તમારે ચાલવું તો પડે જ,
not theorise! તમારે કોઈ સિદ્ધાંત સ્થાપવાનો નથી!
   
1:09:30 So, the speaker તો, વક્તાએ આ બધું
has put all this before you, તમારી સમક્ષ મૂક્યું છે,
   
1:09:39 either you share it, કાં તો તમે એને વહેંચો,
   
1:09:42 like you share જેમ તમે સાથે મળીને
a good meal together, સારું ભોજન વહેંચીને ખાવ છો એમ,
   
1:09:49 share a beautiful view જેમ તમે સાથે મળીને
of a mountain together, એક પર્વતનું સુંદર દૃશ્ય જુઓ છો એમ,
   
1:09:55 see the beauty of a sunset જેમ તમે સાથે મળીને
together, સૂર્યાસ્તનું સૌંદર્ય નિહાળો છો એમ,
   
1:09:59 or the beauty of a single star અથવા જેમ તમે સાથે મળીને આકાશમાં
in the sky together. એક અટૂલા તારાનું સૌંદર્ય નિહાળો છો એમ.
   
1:10:06 But it must be together, પરંતુ એ સાથે મળીને હોવું જોઈએ,
   
1:10:11 not that you have reached there એવું નહીં કે તમે ત્યાં પહોંચી ગયા હો
and I am following you. અને હું તમને અનુસરતો હોઉં.
   
1:10:17 Together સાથે મળીને
we are building a new world, આપણે એક નવી દુનિયા બનાવીએ છીએ,
   
1:10:21 one person can't do it. એક વ્યક્તિ આ કરી શકે નહીં.
   
1:10:25 Do all of you really see this? શું તમે સૌ ખરેખર આ જુઓ છો?
   
1:10:31 That together કે સાથે મળીને તમે
you can change the world. દુનિયામાં પરિવર્તન લાવી શકો.
   
1:10:36 And the world અને દુનિયાને
needs complete change. સંપૂર્ણ પરિવર્તનની જરૂર છે.
   
1:10:43 And no group, or one, or two કોઈ સમુદાય, કે એક કે બે જણા
can do this આ કરી શકે નહીં,
   
1:10:49 it must be done together. આ સાથે મળીને જ કરવું પડે.
   
1:10:53 A baby is produced એક પુરુષ અને એક સ્ત્રી દ્વારા
by a man and a woman. એક બાળક પેદા થાય છે.
   
1:11:00 And this global outlook, આ વૈશ્વીક દૃષ્ટિબિન્દુ,
this feeling that we are one, આ ભાવના કે આપણે સૌ એક છીએ,
   
1:11:07 that you are humanity! કે તમે માનવજાત છો!
   
1:11:13 Do you understand what it does જ્યારે તમે એ અનુભવો ત્યારે
to you when you feel that? એ તમને શું કરે એ તમે સમજો છો?
   
1:11:19 It will change your whole એ તમારા જીવન પ્રત્યેના સંપૂર્ણ
outlook on life. દૃષ્ટિબિન્દુમાં પરિવર્તન લાવશે.
   
1:11:28 And separation then ends, અને પછી અલગતાનો અંત થાય છે,
therefore conflict ends. આથી સંઘર્ષનો અંત થાય છે.
   
1:11:34 We will talk about, tomorrow, આવતીકાલે આપણે સંઘર્ષના મૂળ સ્વરૂપ
the nature of conflict, વિષે વાત કરીશું, અને જોઈશું કે
   
1:11:40 and see if conflict can end, not શું સંઘર્ષનો અંત થઈ શકે, માત્ર બાહ્ય
outwardly only, but first inwardly. રીતે જ નહીં, પરંતુ પહેલાં આંતરિક રીતે.
   
1:11:47 Do you understand? તમે સમજો છો?
   
1:11:48 Whether conflict can ever… શું એ શક્ય છે કે સંઘર્ષનું ક્યારેય...
has no place. ક્યાંય કોઈ સ્થાન જ ન હોય.
   
1:11:56 Whether it is possible શું આ દુનિયામાં,
to live in this world, આ આધુનિક દુનિયામાં,
   
1:11:59 in the modern world, એક પણ સંઘર્ષ વિના
without a single conflict. જીવવું શક્ય છે ખરું?
   
1:12:06 That requires intelligence, એમાં પ્રજ્ઞાની જરૂર પડે છે,
you understand, તમે સમજો છો,
   
1:12:08 investigation, a mind કાળજીપૂર્વકની તપાસ, શોધી કાઢવા માટે
that is active to find out. ક્રિયાશીલ હોય એવું મન જરૂરી છે.
   
1:12:16 The speaker says, વક્તા કહે છે,
it is possible. આ શક્ય છે.
   
1:12:21 The speaker says, વક્તા કહે છે,
there is living without conflict. સંઘર્ષ વિના જીવવું શક્ય છે.
   
1:12:26 You may not believe it, તમારે આ માની લેવાનું નથી,
you must question it, doubt it. તમે આને વિષે પ્રશ્ન કરો, શંકા કરો.
   
1:12:32 And if you doubt it, જો તમે આને વિષે શંકા કરો,
then we will go into it. તો આપણે આમાં ઊંડા ઉતરીશું.
   
1:12:38 But merely say, પણ તમે માત્ર એવું કહો કે,
'Yes, I would like to get that state, 'હા, હું તે અવસ્થા પામવા માગું છું,
   
1:12:42 tell me how to get there', મને કહો કે ત્યાં કેવી રીતે પહોંચવું’,
then that becomes too childish. તો પછી એ બહુ જ બાલિશ બની જાય છે.
   
1:12:50 So can we, please, તો, મહેરબાની કરીને, શું આપણે
walk together, સાથે મળીને ચાલી શકીએ,
   
1:12:57 listen together, સાથે મળીને ધ્યાનથી સાંભળી શકીએ,
learn together, સાથે મળીને શીખી શકીએ,
   
1:13:04 so that you have જેથી તમારા
a different quality of a brain, મગજનો ગુણધર્મ વિશિષ્ટ હોય,
   
1:13:08 a different quality of life? જીવનનો ગુણધર્મ વિશિષ્ટ હોય?