Krishnamurti Subtitles

ક્રિયા અને પ્રતિક્રિયાનું અનંત ચક્ર

Bombay (Mumbai) - 5 February 1984

Public Talk 20:50 આપણે પેલો અવાજ પસાર થઈ જાય
ત્યાં સુધી રાહ જોઈશું?
  
2:32 હવે આપણે શરૂ કરી શકીએ.
 
2:41 આપણે એ વિષે
વાત કરવાનાં હતાં કે
  
2:46 શું આપણે આ દુનિયામાં જીવી શકીએ,
 
2:51 જે ઘણી ગાંડી દુનિયા છે,
 
2:55 એમાં સંઘર્ષ વિના જીવવું
શક્ય છે કે કેમ.
  
3:07 આપણે આપણી જાતને
 
3:13 જાતજાતના પ્રયત્ન કરવાની,
 
3:17 પ્રાપ્ત કરવાની - માત્ર જૈવિક રીતે નહીં,
પરંતુ બાહ્ય રીતે પણ -
  
3:25 ટેવ પાડી દીધી છે.
 
3:30 આપણો સમાજ
એવી રીતે રચાયેલો છે
  
3:34 કે આપણે
જબરદસ્ત પ્રયત્ન
  
3:42 નકલનો વ્યવસાય મેળવવા માટે
કરવો પડે છે.
  
3:54 આપણે એકબીજા સાથે
શાંતિથી વાત કરી શકીએ?
  
4:01 આપણે કહીએ છીએ કે
આપણો સમાજ
  
4:08 એવી રીતે બનેલો છે
જેથી દરેક જણે
  
4:13 અતિશય પ્રયત્ન કરવો પડે છે,
 
4:17 - નોકરી મેળવવા માટે,
કારકિર્દી માટે,
  
4:22 સલામતી ખાતર ધન
ભેગું કરવા માટે વગેરે -
  
4:28 અતિશય પ્રમાણમાં પ્રયત્ન
આવશ્યક છે,
  
4:32 શાળા, મહાવિદ્યાલય,
યુનિવર્સિટી વગેરે.
  
4:38 અને આપણી પાસે
એવી વિભાવના પણ છે કે
  
4:46 આપણે આંતરિક રીતે પણ
જબરદસ્ત પ્રયત્ન કરવો જ પડે.
  
4:56 પ્રયત્નમાં અભિપ્રેત છે નિયંત્રણ,
 
5:00 પ્રયત્નમાં અભિપ્રેત છે સંઘર્ષ,
 
5:08 આંતરિક રીતે, માનસિક રીતે,
અને બાહ્ય રીતે.
  
5:15 આ સ્થિતિથી
આપણે ટેવાયેલા છીએ.
  
5:21 દરેક પ્રકારના ધાર્મિક લોકોએ,
કામધંધાવાળા લોકોએ પ્રયત્ન કરવો જ પડે.
  
5:32 અને તે પ્રયત્નમાં
અતિશય પ્રમાણમાં ઊર્જા,
  
5:39 સંઘર્ષ વગેરે સામેલ છે.
 
5:47 આપણે સાથે મળીને
વાત કરીશું
  
5:50 - આ કેટલી ઘોંઘાટવાળી જગ્યા છે,
નહીં? -
  
5:59 આપણે સાથે મળીને
આ પ્રશ્ન વિષે વાત કરવાનાં છીએ,
  
6:05 શા માટે આપણે સંઘર્ષમાં જીવીએ છીએ,
 
6:09 શા માટે આપણે આપણી જાતને
આવી રીતે જીવવાની ટેવ પાડી દીધી છે,
  
6:16 શા કારણે માનવોએ,
આખીયે દુનિયામાં,
  
6:22 રોજિંદું જીવન જીવવાનો
એવો કોઈ રસ્તો નથી શોધ્યો,
  
6:27 જેમાં ધમાચકડી,
વ્યગ્રતા, પીડા ન હોય.
  
6:38 અને આપણે એવા વ્યવસાયમાં
તાલીમબદ્ધ છીએ જે નકલ છે.
  
6:53 આપણે સમજી શકીએ કે બહારની દુનિયામાં
પ્રયત્ન શા માટે કરવો પડે છે.
  
7:01 આવા પુષ્કળ વસ્તીવાળા દેશમાં,
 
7:05 ખરાબ રીતે શાસન કરતી સરકારોમાં,
અને આવા બધામાં
  
7:10 આપણે જીવવા માટે, નોકરી મેળવવા માટે
પ્રયત્ન કરવો જ પડે.
  
7:18 એ તો સમજ્યા.
 
7:21 અને આપણે પૂછીએ છીએ કે,
આપણે માનવોએ
  
7:27 આંતરિક પ્રયત્ન શા માટે કરવો પડે.
 
7:32 એમાં સામેલ છે
નિયંત્રણ, સંઘર્ષ,
  
7:43 અને વિવિધ પ્રકારની મથામણ,
વ્યગ્રતા વગેરે.
  
7:54 આપણે પ્રશ્ન કરીએ છીએ કે,
માનવોએ આંતરિક પ્રયત્ન
  
7:59 કરવો જ શા માટે પડે,
 
8:02 આંતરિક, માનસિક સંઘર્ષ
હોવો જ શા માટે જોઈએ.
  
8:08 શું એ પ્રશ્ન સ્પષ્ટ છે?
 
8:12 આપણે પૂછીએ છીએ,
શું માનવો માટે
  
8:20 તેઓના એકબીજા સાથેના
પરસ્પર સંબંધોમાં એ આવશ્યક છે
  
8:24 - કારણ કે આપણે શક્યતઃ
એકલા ન જીવી શકીએ,
  
8:30 જો તમે એક સાધુ હો તો પણ તમે કાયમ
કોઇની સાથે સંબંધ ધરાવતા હો છો.
  
8:37 માટે આપણે પૂછીએ છીએ કે
શું આ દુનિયા, જેમાં
  
8:45 પ્રચંડ ધમાચકડી છે, અપાર જટિલતા છે,
એમાં જીવવું શક્ય છે,
  
8:53 શું આપણે એકપણ સંઘર્ષ વિના
જીવી શકીએ. બરાબર?
  
8:59 આપણે એ પ્રશ્ન પૂછવાનાં છીએ.
 
9:04 વક્તા પ્રશ્ન નથી પૂછી રહ્યો,
તમે પૂછી રહ્યાં છો,
  
9:10 કારણ કે આપણે બંને સાથે મળીને
મુસાફરી કરીએ છીએ.
  
9:16 જો આ બહુ સ્પષ્ટ હોય,
તો આપણે બંને
  
9:21 આ પ્રશ્નની મહીં
કાળજીપૂર્વક તપાસ કરીશું.
  
9:28 આપણે ગઇકાલે સાંજે
વાત કરી તેમ,
  
9:33 અમે ભાષણ આપી રહ્યા નથી,
ભગવાનનો આભાર!
  
9:38 ભાષણનો ભાવાર્થ છે તમને કોઈ ખાસ
વિષયની અમુક માહિતી આપવી,
  
9:45 સૂચના આપવી, જાણ કરવી અથવા
કોઈક પ્રકારનો પ્રચાર કરવો.
  
9:52 અમે કોઈ પ્રકારનો પ્રચાર
કરતા નથી.
  
9:57 અમે તમને કોઈ વસ્તુ વિષે ખાતરી
કરાવવાનો પ્રયત્ન કરતા નથી. બરાબર?
  
10:03 અમે તમને સૂચના આપવાનો
પ્રયત્ન કરતા નથી.
  
10:09 માટે, કૃપા કરીને,
મોટાભાગના લોકો આજ્ઞાપાલન માટે,
  
10:19 અનુસરવા માટે,
સ્વીકારવા માટે ટેવાયેલા છે,
  
10:26 જો તમારું મગજ
એવી રીતે અનુબંધિત હોય,
  
10:30 તો શક્યત: તમે આ ખૂબ જટિલ
પ્રશ્નની મહીં તપાસ નહીં કરી શકો,
  
10:38 કે શું આ દુનિયામાં
સંઘર્ષના કોઈપણ ભાવ વિના
  
10:42 જીવવું શક્ય છે કે કેમ.
બરાબર?
  
10:49 કૃપા કરીને, આ પ્રશ્નો તમે
તમારી જાતને પૂછી રહ્યાં છો.
  
10:58 વક્તા માત્ર એક અરીસા તરીકે
કાર્ય કરી રહ્યો છે,
  
11:05 જેમાં તમે તમારી જાતને જુઓ છો.
 
11:10 જ્યારે તમે તમારી જાતને અરીસામાં જુઓ,
યથાતથ પ્રતિબિંબને જોઈ લો,
  
11:17 ત્યાર પછી તમે અરીસાને
ફેંકી દઈ શકો,
  
11:21 અરીસાનો નાશ કરી શકો,
 
11:23 કારણ કે તમે તમારી જાતને
ખૂબ સ્પષ્ટ જોઈ લીધી છે.
  
11:27 આથી ત્યાર પછી તમારે અરીસાની,
અર્થઘટન કરનારની,
  
11:33 વિગતવાર નિવેદન કે પૃથક્કરણ કરે
એવી વ્યક્તિની જરૂર નથી હોતી. ખરું?
  
11:39 શું આપણે એકબીજાને અહીં સુધી
સમજીએ છીએ,
  
11:41 કે અમે કોઈ પ્રકારનો પ્રચાર
કરતા નથી,
  
11:49 અમે તમને કોઈ વસ્તુ વિષે ખાતરી
કરાવવાનો પ્રયત્ન કરતા નથી.
  
11:55 એથી ઊલટું, અમે કહીએ છીએ કે
તમારે શંકા કરવી જોઈએ.
  
12:02 તમારામાં અતિશય પ્રમાણમાં
સંશય હોવો જોઈએ,
  
12:09 કારણ કે શંકા મનને
 
12:15 સઘળી સંગૃહીત પરંપરાથી,
 
12:20 આપણે જેને ધર્મ કહીએ છીએ એ સઘળા
અર્થહીન બકવાટથી મુક્ત કરે છે.
  
12:28 ધર્મ કશુંક સંપૂર્ણપણે વિશિષ્ટ છે,
 
12:31 આપણે એ વિષયમાં
થોડી વાર પછી જઈશું.
  
12:35 પરંતુ આ સમસ્યાને સમજીએ,
 
12:39 જે છે:
શું આપણે આ દુનિયામાં
  
12:42 એકપણ સંઘર્ષ વિના જીવી શકીએ.
 
12:48 કદાચ તમે ક્યારેય
આ પ્રશ્ન પૂછ્યો નથી.
  
12:59 અને કદાચ તમે કહો કે
આ દુનિયામાં
  
13:03 સંઘર્ષ વિના જીવવું
અશક્ય છે.
  
13:07 જો તમે કહો કે આ અશક્ય છે,
તો તમે બારણું બંધ કરી દીધું છે.
  
13:13 બરાબર?
 
13:15 પણ જો તમે કહો કે આ શક્ય છે,
તો પણ તમે બારણું બંધ કરો છો.
  
13:23 તમે સમજો છો?
 
13:25 પરંતુ જો તમે કહો કે
આપણે આ અતિશય જટિલ
  
13:29 પ્રશ્નની મહીં
તપાસ કરીશું,
  
13:34 કારણ કે બાળપણથી મૃત્યુ સુધીનું
આપણું આખું જીવન
  
13:40 મથામણોની હારમાળા છે,
સંઘર્ષોની હારમાળા છે,
  
13:48 નિત્ય પીડા,
અને વિટંબણા, ગૂંચવણ છે.
  
13:55 ખરું?
 
13:58 તો, કૃપા કરીને, આ પ્રશ્ન
તમે પૂછી રહ્યાં છો.
  
14:05 આપણે આમાં કાળજીપૂર્વક જઈએ.
 
14:11 આપણા જીવનમાં
શા માટે સંઘર્ષ છે?
  
14:18 આપણે સમજી શકીએ છીએ કે
જીવવા માટે સંઘર્ષ, મથામણ રહેવાનાં
  
14:25 કેમ કે વર્તમાન સમયમાં
સમાજ એવી રીતે રચાયેલો છે
  
14:30 જયાં દરેક માણસ
પોતાના માટે જ જીવે છે.
  
14:35 ખરું? તમે એમ નથી જીવતા?
 
14:40 તમારા કાર્યક્ષેત્રમાં,
તમારી ધાર્મિક બાબતોમાં,
  
14:44 તમારી નિર્વાણની,
પ્રબુદ્ધતાની વિભાવનામાં,
  
14:49 દરેક જણ એમ વિચારે છે કે
એ પોતે અલગ છે.
  
14:54 અને આ અલગતા,
બાહ્ય તેમ જ આંતરિક,
  
15:00 એ સંઘર્ષનાં મુખ્ય પરિબળોમાંનું
એક છે, ખરું?
  
15:05 ગઇકાલે આપણે આ વિષે
થોડી વાત કરી હતી.
  
15:09 શું આપણે એકબીજાને
સમજીએ છીએ?
  
15:14 શું આપણે સૌ રવિવારની બપોરે
ઊંઘી ગયાં છીએ?
  
15:19 એક આરામનો દિવસ હોવો
એ સુખકર છે,
  
15:23 અને કદાચ તમે સૌ અહીં
મનોરંજન મેળવવા આવ્યાં છો.
  
15:30 આપણે મનોરંજનના
ગુલામો છીએ
  
15:38 - ચલચિત્રો, પત્રિકાઓ,
 
15:42 અવિરત ધાર્મિક વિધિઓ,
 
15:47 એ બધું એક પ્રકારનું
મનોરંજન છે, ઉત્તેજના છે.
  
15:51 અને કદાચ રવિવારની સાંજ
એક અન્ય પ્રકારનું મનોરંજન હોય.
  
16:00 પરંતુ આ
કોઈ મનોરંજન નથી.
  
16:06 આ ઘણી ગંભીર બાબત છે
 
16:11 તથા માત્ર અતિશય બૌદ્ધિક
ક્ષમતા જ નહીં, પરંતુ
  
16:19 એવા ગુણધર્મવાળું મગજ માગે છે જે
તપાસતું, આગળ વધતું, ઝુંબેશ કરતું હોય.
  
16:31 આ દુનિયામાં
શાંતિથી જીવવા માટે
  
16:35 તમારે અતિશય પ્રજ્ઞાની જરૂર પડે.
 
16:41 ધાર્મિક જીવન જીવવા માટે
એનાથી ઘણી અધિક પ્રજ્ઞાની જરૂર પડે.
  
16:51 આપણે તે શબ્દનો અર્થ માત્ર
શબ્દકોશ મુજબનો કરતાં નથી,
  
16:58 જે છે,
લીટીઓની વચ્ચે વાંચવું,
  
17:05 માહિતી એકઠી કરવી.
 
17:09 એ તો બુધ્ધિનું કાર્ય છે,
લીટીઓની વચ્ચે વાંચવું,
  
17:15 માહિતી એકઠી કરવી,
એને સંઘરવી
  
17:20 અને તે માહિતીનો, જ્ઞાનનો
કુશળતાપૂર્વક ઉપયોગ કરવો.
  
17:27 બરાબર?
 
17:29 એટલે, આપણે
ઊંડાણને સમજવા માટે,
  
17:38 અને પારખવા માટે, ધ્યાનથી જોવા માટે,
 
17:41 શું હકીકત છે અને શું હકીકત નથી
એનું સ્પષ્ટપણે અવલોકન કરવા માટે
  
17:47 માત્ર બૌદ્ધિક ક્ષમતાની જ જરૂર નથી.
 
17:54 હકીકત એ છે કે જે
બની ગયેલું છે,
  
17:59 જે ભૂતકાળ છે
- એ એક હકીકત છે.
  
18:02 તથા જે અત્યારે બની રહ્યું છે તે પણ
- તે પણ એક હકીકત છે.
  
18:08 તમે ત્યાં બેઠેલાં છો અને વક્તા
અહીં બેઠેલો છે - એ એક હકીકત છે.
  
18:17 ગઈકાલનો સૂર્યાસ્ત
સુંદર હતો,
  
18:21 અને તમે એને જોયો
- એ એક હકીકત છે.
  
18:25 પરંતુ ભવિષ્ય
એ એક હકીકત નથી.
  
18:31 ભવિષ્ય ‘જે છે’ તે છે, અત્યારે.
 
18:38 આ થોડું જટિલ છે
- હું આમાં ઊંડો જઈશ.
  
18:42 આપણે ભૂતકાળ છીએ – આપણી
સ્મૃતિઓ, આપણાં સ્મરણો,
  
18:48 આપણો જ્ઞાનનો સંચય,
વગેરે વગેરે,
  
18:52 એ બધું ભૂતકાળમાં
બની ગયેલું છે.
  
18:56 અને એ ભૂતકાળ
વર્તમાનને મળે છે,
  
19:02 પોતાનામાં સુધારા-વધારા કરે છે
અને ભવિષ્ય તરફ આગળ જાય છે.
  
19:08 એટલે વર્તમાન જ ભવિષ્ય છે.
બરાબર?
  
19:14 તમે સમજ્યા છો?
 
19:19 એટલે કે, વર્તમાનમાં
માત્ર ભૂતકાળનો જ સમાવેશ નથી,
  
19:26 પરંતુ વર્તમાનનો
અને ભવિષ્યનો પણ છે.
  
19:33 તમે આ જુઓ છો?
 
19:35 આનો અર્થ એ કે
વર્તમાન જ બધો સમય છે.
  
19:40 હું આને અટપટું નહીં બનાવું,
આપણે ધીમેધીમે જઈશું.
  
19:45 તો, તમે જુઓ છો કે
આપણે ભૂતકાળમાં જીવી રહ્યાં છીએ.
  
19:55 આપણી સ્મૃતિઓ, આપણી વિદ્યા,
આપણાં સ્મરણો ભૂતકાળ છે.
  
20:04 પોતાનામાં સુધારા-વધારા કરતો
 
20:10 અને ભવિષ્ય તરફ આગળ જતો
ભૂતકાળ જ વર્તમાન છે.
  
20:15 ખરું?
 
20:16 સંસ્કૃતિ, આ દેશની
કહેવાતી સંસ્કૃતિ,
  
20:21 પ્રાચીન સંસ્કૃતિ
અલોપ થઈ ગઈ છે.
  
20:26 એણે વર્તમાન પરિસ્થિતિઓ સાથે
પોતાને ગોઠવી દીધી છે -
  
20:34 ધન, સત્તા વગેરે -
 
20:38 પોતાને ગોઠવી દીધી છે અને
ભવિષ્યમાં આગળ જઈ રહી છે.
  
20:42 માટે ભવિષ્ય એ
સુધારા-વધારા સાથેનો ભૂતકાળ છે.
  
20:48 ખરું? ખરું?
 
20:52 તો, આ સમગ્ર ગતિ
એ સમય છે,
  
20:59 જે ઉત્ક્રાંતિ છે.
 
21:02 તમે આ બધું
સમજો છો ને?
  
21:05 આ હોશિયારીની વાત નથી.
આ કોઈ હોશિયારીભરી વિવેચના નથી,
  
21:09 એવા વિચારે નહીં ચડી જતાં કે
આ કેટલું હોશિયારીભરેલું છે.
  
21:12 પરંતુ આપણા રોજિંદા જીવનની
હકીકતને જુઓ.
  
21:17 આપણું રોજિંદું જીવન
માત્ર ભૂતકાળથી જ ભરેલું નથી
  
21:25 - ભૂતકાળના બનાવો,
ભૂતકાળના અકસ્માતો,
  
21:28 ભૂતકાળની દુભાયાની લાગણીઓ,
માનસિક જખમો,
  
21:33 અને ભૂતકાળમાં દાંતમાં
પીડા થયાનું સ્મરણ પણ -
  
21:39 એ બધું જ ભૂતકાળ છે,
અને એ ભૂતકાળમાં આપણે જીવીએ છીએ.
  
21:46 બરાબર?
 
21:49 એ ભૂતકાળ બધા જ સમયે પોતાનામાં
સુધારા-વધારા કરતો રહે છે,
  
21:56 કારણ કે
નવા બનાવો, નવા અકસ્માતો
  
22:00 બનતા રહે છે,
નવી અસરો થતી રહે છે,
  
22:04 અને આથી ભૂતકાળ પોતાનામાં
સુધારા-વધારા કરતો રહે છે.
  
22:07 પરંતુ એ હંમેશ ભૂતકાળની ગતિ છે,
ભૂતકાળમાં જકડાયેલી છે.
  
22:14 ખરું?
તમે આ જુઓ છો?
  
22:19 શું મારે આ હજુ વધારે
સમજાવવું જોઈએ?
  
22:21 હું એમ કરીશ.
આ ઘણું અટપટું છે.
  
22:24 તો, આપણું જીવન એ
વર્તમાનને મળતો ભૂતકાળ છે,
  
22:34 અને આથી
વર્તમાનને મળતો ભૂતકાળ
  
22:38 એ સંઘર્ષનાં પરિબળોમાંનું એક છે.
 
22:43 તમે સમજો છો?
 
22:47 તમારી જાતે દુનિયાની
વર્તમાન સ્થિતિનું અવલોકન કરો,
  
22:54 ખાસ કરીને ભારતની,
તમારા દેશની દુનિયાનું.
  
22:58 આ મારો દેશ નથી.
 
23:03 મારો દેશ યુરોપ કે અમેરિકા નથી,
મારે કોઈ દેશ નથી.
  
23:08 આ રીતે હોવું સારું છે.
દરેક માણસ પાસે પાસપોર્ટ હોવો જોઈએ,
  
23:17 પણ પાસપોર્ટ તમને ભારતીય નથી
બનાવતો, એ કાગળનો એક ટુકડો છે.
  
23:24 આ દેશમાં જે બની રહ્યું છે
તેને જુઓ.
  
23:27 એક પ્રાચીન સંસ્કૃતિ,
ત્રણથી પાંચ હજાર વર્ષો પુરાણી,
  
23:35 તદ્દન અલોપ થઈ ગઈ છે.
 
23:39 મુદ્દો એ નથી કે
એ ખરું છે કે ખોટું.
  
23:42 બ્રાહ્મણ સંસ્કૃતિ – એને વિષે
ઉત્તેજિત ન થશો – એ ચાલી ગઈ છે.
  
23:51 અને પાશ્ચાત્ય સંસ્કૃતિ,
જે સાંસ્કૃતિક,
  
23:57 રસલક્ષી તેમ જ પ્રૌદ્યોગિક છે,
એણે આ દેશ ઉપર ચડાઈ કરી છે.
  
24:04 એટલે તમે તમારી જાતને
એ ઢાંચા મુજબ ગોઠવી દીધી છે.
  
24:08 ખરું? તમે આ જુઓ છો.
 
24:11 એટલે ભૂતકાળ સતત પોતાનામાં
સુધારા-વધારા કરતો રહે છે
  
24:17 તથા ભૂતકાળ અને વર્તમાન
વચ્ચેનું વિભાજન
  
24:22 એ સંઘર્ષનાં પરિબળોમાંનું એક છે.
 
24:26 તમે આ સમજો છો?
કૃપા કરીને.
  
24:30 અને આથી રોજિંદું જીવન
જીવવું શક્ય છે
  
24:38 - તાત્વિક સિદ્ધાંત મુજબનું જીવન નહીં,
 
24:42 જેમાં શબ્દ અને કાર્ય
એ બે અલગ વસ્તુઓ હોય.
  
24:48 આપણાં માટે શબ્દ વધુ મહત્ત્વનો હોય છે,
કાર્ય નહીં.
  
24:56 તમે આ બધું સાંભળો છો,
 
25:01 અને તે શબ્દો બને છે,
અને તે એક તાત્વિક સિદ્ધાંત બને છે,
  
25:05 અને તમે તમારું રોજિંદું જીવન એમ ને એમ
ચાલુ રાખો છો, જે તમે જે સાંભળ્યું કે
  
25:09 વાંચ્યું છે, કે સિદ્ધાંત સ્થાપ્યો છે,
તેના કરતાં સંપૂર્ણપણે અલગ જ હોય છે.
  
25:16 આમ શબ્દ અને કાર્ય
વચ્ચે વિભાજન રહે છે.
  
25:23 અને એ સંઘર્ષનાં પરિબળોમાંનું
એક પરિબળ પણ છે.
  
25:28 બરાબર?
તમે સમજો છો?
  
25:33 કોઈક તો હા કહો, ભગવાનને ખાતર.
તમે સૌ ઊંઘતાં હો એમ લાગે છે!
  
25:41 તો શું એવું રોજિંદું જીવન
જીવવું શક્ય છે
  
25:49 - કૃપા કરીને સમજો -
રોજિંદું જીવન,
  
25:53 જેમાં ભૂતકાળ,
 
25:57 ભવિષ્ય અને વર્તમાન વચ્ચે
કોઈ વિભાજન ન હોય?
  
26:06 એનો અર્થ એ કે,
મગજ રેકોર્ડીંગ કરે છે,
  
26:16 પેલા રેકોર્ડરની જેમ,
 
26:20 દરેક બનાવ,
દરેક અકસ્માત, વલણ,
  
26:24 અસરો, શારીરિક ઇજાઓ,
માનસિક જખમો
  
26:29 - એ બધું જ ટેપ થાય છે.
 
26:34 મગજ એક
રેકોર્ડીંગ કરનારું યંત્ર છે.
  
26:41 જયાં સુધી તે
રેકોર્ડીંગ કરતું રહે -
  
26:49 જે ભૂતકાળ છે -
 
26:53 ત્યાં સુધી તે રેકોર્ડ તમને
જે નવું છે એને જોવાથી રોકે છે.
  
27:00 ખરું?
 
27:02 તમે આ બધું સમજો છો કે?
 
27:10 હવે, એક બહુ જ
સહેલો દાખલો લઈએ.
  
27:13 માનસિક રીતે
તમે દુભાવ છો.
  
27:19 બાળપણથી કુટુંબ દ્વારા,
શાળા દ્વારા,
  
27:25 મહાવિદ્યાલય, યુનિવર્સિટી દ્વારા
તમે માનસિક રીતે દુભાવ છો.
  
27:32 તમે તમારા ભાઈ જેટલા
સારા નથી,
  
27:35 તમે પરીક્ષામાં સારું
કરતા નથી વગેરે.
  
27:40 આ સઘળી પ્રક્રિયા
માનસિક રીતે દુભાવાનું એક પરિબળ છે.
  
27:46 તે જખમ ભૂતકાળ છે.
ખરું?
  
27:53 તમારી જાતને જુઓ, શોધી કાઢો
કે શું તમે જખમી છો.
  
27:58 અવશ્ય, તમે જખમી છો.
 
28:00 દરેક માનવ
માનસિક રીતે જખમી છે,
  
28:05 પિતાના, માતાના, પતિના, પત્નીના
કોઈ કઠોર વચનથી,
  
28:13 જે જખમનું કામ કરે છે.
 
28:17 હવે, જયાં કોઈ માનસિક જખમ હોય,
 
28:21 ત્યાં તમે વિરોધની દીવાલ ચણો છો,
સ્વાભાવિક રીતે જ. ખરું?
  
28:29 એટલે એ જખમ તમને
અન્યોને મળવાથી રોકે છે,
  
28:39 કેમ કે તમે ફરી
દુભાવા માગતા નથી.
  
28:43 તમે આ બધું નોંધ્યું નથી?
હા?
  
28:50 અથવા તમે એટલા બધા અસાધારણ
માનવો છો કે તમે ક્યારેય દુભાયા નથી.
  
28:58 તો, એ જખમ ભૂતકાળ છે.
 
29:02 એ જખમ મગજમાં
રેકોર્ડ થયેલો છે.
  
29:09 હવે, જયાં સુધી તે રેકોર્ડ રહે,
ત્યાં સુધી ભય હોવાનો જ.
  
29:17 તમે સમજો છો?
અને આથી સંઘર્ષ.
  
29:24 તો શું આપણે રેકોર્ડ ન કરીએ એ શક્ય છે?
 
29:33 મારે એ રેકોર્ડ કરવું પડે કે કેવી રીતે
ગાડી ચલાવવી, ભાષા શીખવી,
  
29:42 અપ્રામાણિક ધંધો કરવો.
 
29:44 ભૌતિક જીવન જીવવા માટે
મને બધા પ્રકારના જ્ઞાનની જરૂર પડે.
  
29:51 ત્યાં મગજે રેકોર્ડ કરવું જ રહ્યું.
બરાબર?
  
29:59 આપણે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે
મગજે જખમને રેકોર્ડ કરવો જોઈએ.
  
30:07 તમે સમજો છો?
 
30:10 કારણ કે જયાં સુધી રેકોર્ડ હોય,
ત્યાં સુધી એ
  
30:16 વધુ જખમ થવાના ભયને લીધે
ચાલુ જ રહેવાનો. બરાબર?
  
30:22 તો, આપણે એક પ્રશ્ન પૂછીએ છીએ
 
30:25 - જટિલ, એ કાળજીપૂર્વકનું
પરીક્ષણ માગે છે -
  
30:29 કે શું માનસિક રીતે, આંતરિક રીતે
રેકોર્ડ ન કરવું શક્ય છે?
  
30:35 તમે સમજો છો? કૃપયા એ પ્રશ્ન
તમારી જાત સામે મૂકો, શોધી કાઢો.
  
30:46 કોઈ તમારાં વખાણ કરે,
કહે કે તમે કેટલા અદ્દભુત માણસ છો
  
30:54 - શા માટે તમારે એને રેકોર્ડ કરવું જોઈએ?
 
30:59 અને કોઈ આવે અને કહે કે,
‘તમે ગધેડા છો’
  
31:03 અને તમે તત્ક્ષણ રેકોર્ડ કરો.
 
31:07 આ રેકોર્ડીંગ
સંઘર્ષનાં પરિબળોમાંનું એક છે. ખરું?
  
31:14 જો તમે આ સમજો,
તો પછી તમે જોશો કે
  
31:18 સહેજ પણ રેકોર્ડ ન કરવું
શક્ય છે કે કેમ.
  
31:25 કારણ કે સ્વત્વ,
અહં, ‘હું’,
  
31:32 માનવજાતના બધા રેકોર્ડનો
સંગ્રહ છે.
  
31:39 ખરું? ખરું, સર?
તમે લોકો!
  
31:55 મગજનાં બે નિયોજિત કાર્યો છે:
 
32:01 એક છે જયાં આવશ્યક છે
ત્યાં રેકોર્ડ કરવું,
  
32:08 અને બીજું છે જયાં આવશ્યક નથી
ત્યાં રેકોર્ડ ન કરવું.
  
32:13 આથી મગજ પછી
વ્યવસ્થિત રહે, મુક્ત રહે,
  
32:22 અને તેથી તમે ત્યાર પછી
ભૂતકાળમાં જીવતાં ન રહો.
  
32:31 તેથી કોઈ સંઘર્ષ ન હોય.
ખરું? તમે સમજો છો?
  
32:39 સર, વક્તા જે કહે છે
એને સ્વીકારી ન લેશો,
  
32:44 ભગવાનને ખાતર,
કે તમારે પોતાને ખાતર.
  
32:50 તમારી જાતે
હકીકતને સમજો.
  
32:56 હકીકત એ નથી જે તમે વિચારો છો,
‘જે છે’ એ હકીકત છે.
  
33:05 તમે એને વિષે વિચારી શકો, પણ તમે
એને વિષે જે વિચારો એ હકીકત નથી.
  
33:11 બરાબર?
હકીકત એ છે ‘જે છે’.
  
33:15 માટે, જો તમે એ જુઓ કે
એવું જીવન કેવી રીતે જીવવું
  
33:24 જેમાં અસાધારણ ઊર્જા હોય
 
33:32 અને તેથી સંઘર્ષ ન હોય -
 
33:37 સંઘર્ષ ત્યાં સુધી જ હોય જયાં સુધી
આ રેકોર્ડિંગની પ્રક્રિયા ચાલુ રહે, ખરું? -
  
33:46 તો પછી તમે અનિવાર્યપણે આ પ્રશ્ન
પૂછશો કે, ‘આ કેવી રીતે શક્ય છે?’
  
33:53 બરાબર?
 
33:54 આ તાત્વિક રીતે ઉત્તમ લાગે છે,
બરાબર?
  
33:54 આ તાત્વિક રીતે ઉત્તમ લાગે છે,
 
33:59 પણ આ થાય કેવી રીતે?
બરાબર?
  
34:03 તમે સ્વાભાવિક રીતે
આ પ્રશ્ન પૂછો છો.
  
34:06 હવે, જ્યારે તમે પૂછો કે ‘કેવી રીતે’,
ત્યારે એ પ્રશ્નમાં, એ શબ્દ ‘કેવી રીતે’માં
  
34:12 શું અભિપ્રેત છે?
 
34:17 તમારે એક પદ્ધતિ જોઈએ છે,
તમારે એક ઢાંચો જોઈએ છે,
  
34:19 તમારે એક રીત જોઈએ છે,
જે ભૂતકાળ છે.
  
34:24 શું તમે આ જુઓ છો?
મને શંકા છે કે તમે આ જુઓ છો કે કેમ.
  
34:30 આપણે કાયમ એવું પૂછીએ છીએ કે, કૃપયા
અમને કહો કે કોઈ વસ્તુ કેવી રીતે કરવી.
  
34:38 હું એ સમજી શકું કે જો હું સુથાર હોઉં, તો
મને નિષ્ણાત સુથાર પાસે જવાની જરૂર પડે
  
34:44 અને તે મને દેખાડે કે કેવી રીતે બધું કરવું
- લાકડાની ચકાસણી કરવી,
  
34:52 લાકડું સારું છે કે કેમ,
વગેરે વગેરે.
  
34:56 પરંતુ જ્યારે હું આંતરિક રીતે
એમ પૂછું કે ‘કેવી રીતે’,
  
35:01 ત્યારે મારે જોઈતો હોય છે
એક ઢાંચો જેને હું અનુસરું,
  
35:06 એક રીત જેની હું નકલ કરું.
 
35:10 આથી, એ રીત, એ પદ્ધતિ,
 
35:14 એ ટેવ
મગજમાં રેકોર્ડ થતી રહે છે.
  
35:20 ખરું?
તમે આ સમજો છો?
  
35:24 માટે ક્યારેય એમ ન પૂછો કે ‘કેવી રીતે’.
 
35:34 આ એક મહાનતમ શોધ છે
 
35:37 - ક્યારેય કોઈનેય માનસિક રીતે
એમ ન પૂછો કે ‘કેવી રીતે’.
  
35:44 અલબત્ત, તમે પૂછો કે અહીંથી
હું જે ઓરડામાં રહું છું ત્યાં
  
35:48 કેવી રીતે જવાય
- મારે પૂછવું પડે કે, ‘કૃપયા મને કહો.’
  
35:52 એ એક અલગ બાબત છે.
 
35:54 પરંતુ એક ગુરુને પૂછવું
- જેમ તમે સૌ...
  
36:00 તમે સૌએ વિવિધ લોકોને જોયા છે,
 
36:03 તેઓના વિશિષ્ટ પોશાકોમાં,
તમારે ગુરુઓ છે.
  
36:07 તેઓ ગુરુને પૂછે છે કે
પ્રબુદ્ધતા કેવી રીતે પ્રાપ્ત કરવી.
  
36:11 અને બિચારો ગુરુ
તમને કહે છે કે કેવી રીતે.
  
36:15 અને તમે માત્ર એનું એ ફરી કર્યા કરો છો,
જેથી મગજ રેકોર્ડીંગ કરતું રહે છે.
  
36:21 તમે સમજો છો?
 
36:23 અને એટલે તે રેકોર્ડ
તમને સ્પષ્ટતા મેળવવાથી રોકે છે.
  
36:33 બરાબર?
 
36:35 હવે, જો તમે એમ ન પૂછો કે ‘કેવી રીતે’,
જો તમે એ શબ્દને તમારી ચેતનાથી
  
36:41 સંપૂર્ણપણે બહાર મૂકી શકો,
તો પછી શું બચે છે?
  
36:51 પછી
તમે તમારી જાતને જુઓ છો,
  
36:55 તમે તમારી પોતાની
પ્રવૃત્તિને જુઓ છો, જેમાં ભૂતકાળ
  
36:59 વર્તમાન ઉપર કાર્યરત રહીને, પોતાનામાં
સુધારા-વધારા કરતો આગળ વધે છે.
  
37:05 આ ચક્ર છે. બરાબર?
 
37:09 ક્રિયા-પ્રતિક્રિયા અને
પ્રતિક્રિયા-ક્રિયાનું આ ચક્ર.
  
37:16 બરાબર?
આપણે આ ચક્રમાં જીવીએ છીએ.
  
37:22 આ ભરતીઓટ જેવું છે, એનું એ પાણી
બહાર જાય છે અને અંદર પાછું આવે છે.
  
37:30 ખરું?
આ છે આપણું જીવન.
  
37:35 હવે આપણે
બીજો પ્રશ્ન પૂછીશું,
  
37:37 જે છે
- શું હું તમને બહુ ખલેલ પહોંચાડું છું?
  
37:44 આ તમારી ઉપર છે.
 
37:48 એટલે કે, આપણું જીવન
ક્રિયા અને પ્રતિક્રિયા છે. ખરું?
  
37:56 આ એના જેવું છે કે ભરતી બહાર જાય છે,
ઓટ અંદર આવે છે,
  
38:01 પડકાર – પ્રતિભાવ,
 
38:06 પ્રશ્ન – જવાબ.
 
38:09 તો, જેમ પાણી બહાર જાય છે
અને પાણી અંદર આવે છે,
  
38:16 એમ મનની, મગજની
કોઈ એવી અવસ્થા હોઈ શકે
  
38:21 જ્યારે કોઈ
ક્રિયા અને પ્રતિક્રિયા ન હોય?
  
38:25 આ તમારી જાતનું
અતિશય અવલોકન માગે છે.
  
38:31 હું એમાં નહીં જાઉં,
એ હાલ પૂરતું ઘણું જટિલ છે.
  
38:36 તો, શું રેકોર્ડ ન કરવું શક્ય છે?
બરાબર?
  
38:46 અપમાન કે વખાણને રેકોર્ડ નહીં કરવાનું.
રેકોર્ડ ન કરવું
  
38:53 - કોઈ કહે કે
તમે ગધેડા છો કે મૂરખ છો,
  
38:56 જ્યારે તમને એમ હોય કે તમે
હોશિયાર માણસ છો - રેકોર્ડ નહીં કરવાનું.
  
39:03 એ ત્યારે જ શક્ય બને
જ્યારે તમે જુઓ કે
  
39:06 રેકોર્ડીંગની પ્રક્રિયા
જીવનમાં શું કરે છે.
  
39:14 બરાબર?
 
39:16 ધારો કે તમે વિવાહિત છો,
અથવા અવિવાહિત છો,
  
39:18 કે કોઈ છોકરી સાથે રહો છો,
વગેરે,
  
39:22 એ સંબંધમાંનો
દરેક બનાવ,
  
39:26 શારીરિક સંબંધ હોય કે
ગમે તે હોય, દરેક બનાવ,
  
39:31 દરેક શબ્દ રેકોર્ડ થાય છે,
ટેપ થાય છે.
  
39:34 ખરું?
આ આવું છે, નહીં કે?
  
39:47 તે રેકોર્ડ – અને તમારી પાસે
પતિનો રેકોર્ડ છે -
  
39:57 આ બંને રેકોર્ડઝ
સ્મૃતિઓ છે. બરાબર?
  
40:02 અને આથી તમે ભૂતકાળમાં
જીવો છો – સ્વાભાવિક રીતે જ.
  
40:08 તો, શું બને છે?
 
40:13 તમે એકબીજાને ક્યારેય
નવેસરથી મળતા નથી.
  
40:19 ખરું?
તમે ક્યારેય કશુંય નવેસરથી જોતા નથી.
  
40:27 ખરું?
અને ત્યાં સંઘર્ષ રહેલો છે.
  
40:32 હંમેશાં જૂનું
નવાને મળે છે
  
40:35 અને નવાને ભૂતકાળના નિયમોનું
પાલન કરવા માટે બદલે છે.
  
40:40 નવાને ભૂતકાળના નિયમોનું પાલન કરવા
 
40:44 કે ભૂતકાળને પચાવવા માટે ફરજ પાડવી
એ સંઘર્ષની પ્રક્રિયા છે.
  
40:48 તમે આ બધું સમજો છો કે?
 
40:55 આપણે આપણાં મગજોને વ્યાયામ
આપીએ છીએ કે માત્ર સાંભળીએ છીએ?
  
41:04 તમે લોકો તમારાં મગજોની ક્ષમતાનો
ઉપયોગ કરો છો? આપણે પાછા આવીએ.
  
41:12 જ્યારે તમે બધા જ સમયે રેકોર્ડીંગ કરો,
ત્યારે તમે ઊર્જાનો અપવ્યય કરો છો,
  
41:20 કારણ કે તમે મને જે કહ્યું હતું એ તમે
યાદ કરો છો અને હું એનાથી ગુસ્સે થાઉં છું.
  
41:26 તમે સમજો છો?
 
41:27 માટે તમે શોધો છો કે બધું રેકોર્ડીંગ
ઊર્જાનો અપવ્યય છે.
  
41:36 ખરું?
અને તમને ઊર્જાની જરૂર છે!
  
41:46 જે લોકો મહાન વિદ્વાનો હોય છે,
જેઓએ પુષ્કળ વાંચ્યું હોય છે,
  
41:52 જેઓ ઘણીબધી બાબતો જાણતા હોય છે,
- તમે એવા લોકોને મળ્યા નથી? -
  
42:00 તેઓનાં મગજોમાં વિપુલ
સંગ્રહ હોય છે.
  
42:06 શા માટે એ બધું
મગજમાં રાખવું?
  
42:10 એ બધું પુસ્તકોમાં છે, તમે
વાંચી શકો - શા માટે એ અહીં લાવવું?
  
42:15 ના, તપાસ કરો, આમાં ઊંડા જાવ,
તમે જોશો.
  
42:18 તમે એને અહીં ઊંચકી લાવો છો
કેમ કે એ તમને વર્ચસ્વ, હોદ્દો,
  
42:23 મહાવિદ્વાન પંડિતની
પદવી આપે છે.
  
42:31 ખરું?
 
42:33 આથી તમારું મગજ પછી જ્ઞાનથી
એટલું તો ભારે થઈ જાય છે,
  
42:41 અને જ્ઞાન
પ્રેમનું શત્રુ છે.
  
42:45 ઓહ, ભગવાનને ખાતર!
 
42:49 જો તમે આ તમારા હ્રદયથી સમજો,
બુદ્ધિથી નહીં,
  
42:57 તો પછી
જ્ઞાનનું પોતાનું સ્થાન છે,
  
43:03 અને માનસિક રીતે
જ્ઞાનનું કોઈ જ સ્થાન નથી.
  
43:09 બરાબર?
તમે એ પ્રમાણે જીવી શકો?
  
43:15 તમે રોજિંદું જીવન
 
43:22 ક્યારેય માનસિક બાબતે રેકોર્ડીંગ
કર્યા વિના જીવી શકો?
  
43:29 તમે આનો પ્રયત્ન કરશો?
 
43:33 તમે અહીં બેઠેલાં છો
ત્યારે જ આ કરશો,
  
43:37 કે ઘરે જશો
અને આના વિષે વિચારશો?
  
43:42 હું જાણું છું તમે
આના વિષે વિચારશો,
  
43:46 કદાચ તમે એવું કરી રહ્યાં છો,
તમે આના વિષે વિચારી રહ્યાં છો.
  
43:51 અને તે વિચારવું,
જે જ્ઞાનમાંથી જન્મ્યું છે,
  
43:55 એ પ્રેમને રોકશે.
 
44:03 ખરું?
 
44:05 તો હવે આપણે
એક અન્ય પ્રશ્ન લઈશું:
  
44:15 જ્યારે તમે કોઈ વસ્તુ વિષે વિચારતા હો,
ત્યારે તમે વિચારવાનો શો અર્થ કરો છો?
  
44:27 હું તમારે વિષે વિચારું,
 
44:33 મારી પત્ની વિષે, મારા પતિ વિષે,
 
44:35 મારા કામધંધા વિષે વિચારું
- વિચારવું.
  
44:39 વિચારવું એટલે શું?
 
44:44 કશાકને ‘વિષે’ વિચારવું
- ખરું? -
  
44:49 અને વિચારવું - કશાકને ‘વિષે’ નહીં.
તમે તફાવત જુઓ છો?
  
44:56 ઓ પ્રભુ!
આપણે આગળ જઈએ?
  
45:00 તમે બહુ થાકી નથી ગયાં ને?
 
45:03 રવિવારની બપોર.
 
45:08 સોમવારે સવારે તમે સૌ
ફરી શરૂ કરશો
  
45:12 - ઑફિસ,
રોજિંદું કામકાજ.
  
45:17 ઓછામાં ઓછું આજની સાંજ
તમે થોડુંઘણું સ્વતંત્ર છો,
  
45:21 તમે આ બધી વાહિયાત વાતનો
આનંદ માણી શકો છો.
  
45:28 પણ આ વાહિયાત વાત નથી.
 
45:32 આ અત્યંત ગંભીર
વાત છે,
  
45:37 કારણ કે
માનવ પોતાનો વિનાશ કરી રહ્યો છે.
  
45:45 અને જ્ઞાન એ વિનાશનાં
પરિબળોમાંનું એક છે,
  
45:53 માટે જયાં પ્રેમ હોય છે
ત્યાં કોઈ વિનાશ નથી હોતો.
  
46:05 આપણે એક વસ્તુ
સમજવી જોઈએ કે
  
46:10 વિચારવું એટલે શું અને
કશાકને ‘વિષે’ વિચારવું એટલે શું. બરાબર?
  
46:19 કશાકને ‘વિષે’ વિચારવું
એ એક પરિબળ છે,
  
46:25 અને વિચારવું એ બીજી હકીકત છે
- બરાબર? - વિચારવું.
  
46:30 એટલે કે, હું યુરોપ વિષે,
કે લેબનોનમાં વિનાશ,
  
46:39 હત્યાઓ, જે આઘાતજનક ઘટનાઓ
બની રહી છે તે વિષે વિચારી શકું,
  
46:43 અથવા હું તપાસ કરું :
વિચારવું એટલે શું?
  
46:47 તમે સમજો છો?
તમે આ રમતમાં મારી સાથે જોડાશો?
  
46:56 આપણે સાથે મળીને
આનું આકલન કરી રહ્યાં છીએ.
  
47:00 હું મારી ગંમત ખાતર આ નથી કરી રહ્યો,
આપણે સાથે મળીને આ કરી રહ્યાં છીએ.
  
47:05 વિચારવું એટલે શું?
 
47:08 જ્યારે તમે કહો કે, ‘હું તમે જે કહ્યું
તે વિષે વિચારીશ’,
  
47:15 એ છે વિચારવું
- મેં જે કહ્યું તેના વિષે.
  
47:23 અથવા તો તમે કોઈ વિષય વિના
ખરેખર વિચારતા હો છો. ખરું?
  
47:30 તો, વિચારવું એટલે શું?
 
47:37 કારણ કે વિચારે જીવનમાં અસાધારણ
વસ્તુઓનું સર્જન કર્યું છે,
  
47:45 ભવ્ય મંદિરો, ભવ્ય મસ્જિદો,
અદ્દભુત દેવળો,
  
47:50 આકાશમાં ઊંચે ઊઠતી એ બધી
અદ્દભુત ઈમારતોની જાહોજલાલી,
  
47:59 મહાન ચિત્રો, શિલ્પો,
મહાન કવિતાઓ. ખરું?
  
48:05 અને વિચારે યુદ્ધનાં અસાધારણ
સાધનોનું પણ સર્જન કર્યું છે.
  
48:15 વિચારે એ બધી વસ્તુઓનું
પણ સર્જન કર્યું છે, જે
  
48:19 મંદિરોની, મસ્જિદોની, ચર્ચની
અંદર છે.
  
48:23 ખરું?
આ હકીકતો છે.
  
48:27 તમે કહી શકો કે, ‘ના, એ બધું
ભગવાનનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર છે’;
  
48:32 જ્યારે તમે એવું કહો,
ત્યારે તે પણ વિચાર છે. બરાબર?
  
48:38 એટલે, વિચારે સૌથી અસાધારણ
વસ્તુઓ કરી છે,
  
48:46 અને સૌથી આઘાતજનક
વસ્તુઓ પણ કરી છે.
  
48:51 વિચારે લોકોને સળગાવી દીધા છે,
એમને નાસ્તિક કહીને સળગાવી દીધા છે.
  
48:59 અને વિચારે કહ્યું છે, તમારે માર્ક્સ,
એંગલ્સ વગેરેને જ અનુસરવું રહ્યું.
  
49:05 વિચારનું આપણાં જીવનમાં
અતિશય મહત્ત્વ રહ્યું છે.
  
49:12 ખરું?
તમે આ સમજો છો?
  
49:16 તો, વિચાર એટલે શું?
વિચારવું એટલે શું?
  
49:26 જુઓ, તપાસ કરો, આની સામે જુઓ,
તમારી પોતાની વિચારવાની રીતને જુઓ.
  
49:35 તમે તમારી પત્ની વિષે વિચારો છો
- એમ ધારો, તમે ક્યારેય વિચારતા હો તો -
  
49:43 તમે તમારી પત્ની કે પતિ વિષે
વિચારો છો.
  
49:49 તમે જ્યારે પત્ની કે પતિ વિષે વિચારો,
ત્યારે તે વિચારવું શું હોય છે?
  
49:53 તમારી પાસે તે વ્યક્તિનો
અનુભવ છે,
  
49:58 તે વ્યક્તિની માનસિક છબી છે,
 
50:00 - તેનો સ્વભાવ, ચહેરો, બાંધો,
 
50:05 દેખાવ વગેરે -
જે સ્મૃતિ છે.
  
50:10 બરાબર? બરાબર, સર?
 
50:14 અને એ સ્મૃતિ તે વ્યક્તિ વિષેના
જ્ઞાન ઉપર આધારિત છે.
  
50:21 બરાબર?
 
50:23 અને એ જ્ઞાન તે વ્યક્તિ સાથેના
અનુભવ ઉપર આધારિત છે.
  
50:28 બરાબર?
તમે આ જુઓ છો?
  
50:32 એટલે કે, વિચારવું જન્મ્યું છે
અનુભવમાંથી,
  
50:41 જ્ઞાન આવ્યું છે મગજમાં સ્મૃતિ તરીકે
સંગ્રહાયેલા અનુભવમાંથી,
  
50:48 અને તે સ્મૃતિ પ્રત્યેની પ્રતિક્રિયા
એ છે વિચાર. બરાબર?
  
50:57 એટલે વિચાર એક
ભૌતિક પ્રક્રિયા છે.
  
51:03 તમે આ જુઓ છો?
 
51:09 ખરું, સર?
માટે વિચાર પવિત્ર નથી.
  
51:13 અને એ જે કાંઈ સર્જન કરે છે
તે પવિત્ર નથી – તમારા ઉપનિષદો,
  
51:19 તમારી ગીતા, તમારું બાઇબલ,
કુરાન પવિત્ર નથી.
  
51:27 એ જુઓ કે જે ક્ષણે તમે કહો કે
વિચાર એક ભૌતિક પ્રક્રિયા છે,
  
51:32 ત્યારે તમે શેનો સ્વીકાર કરો છો.
 
51:36 એ એક ભૌતિક પ્રક્રિયા છે
કારણ કે
  
51:40 મગજ, મગજના કોષો ધરાવે છે
ભૂતકાળની સ્મૃતિઓ,
  
51:45 ભૂતકાળનું જ્ઞાન, ભૂતકાળનો અનુભવ,
અને તેમાંથી ઉદ્ભવે છે વિચાર.
  
51:52 જો તમને કોઈ અનુભવ ન હોય,
જ્ઞાન ન હોય,
  
51:55 સ્મૃતિ ન હોય, તો વિચાર ન હોય.
ખરું?
  
52:02 માટે આને કાળજીથી જુઓ
અને તમે તમારી જાતે આ જોશો.
  
52:06 એટલે વિચાર
એક ભૌતિક પ્રક્રિયા છે.
  
52:12 તમે આ જોશો?
 
52:16 એટલે વિચારે ભગવાનનું સર્જન કર્યું છે
અને પછી વિચાર ભગવાનની પૂજા કરે છે.
  
52:27 હા, સર!
તમે ફસાયા છો!
  
52:35 આ બહુ અગત્યનું છે.
કૃપયા, આને જુઓ.
  
52:42 અને જો વિચાર એક ભૌતિક પ્રક્રિયા છે,
તો આપણે શું છીએ?
  
52:54 તમે મારો પ્રશ્ન સમજો છો?
 
52:57 માનસિક રીતે,
આપણે શું છીએ?
  
53:03 વિચાર કહે છે, તમે હિન્દૂ છો.
 
53:07 વિચાર કહે છે,
તમે એક મહાન માણસ છો.
  
53:10 વિચાર કહે છે, તમારે
પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવી જ રહી.
  
53:16 વિચાર કહે છે,
તમારે ધ્યાન ધરવું જ જોઈએ.
  
53:21 વિચાર કહે છે, આજ્ઞાપાલન કરો, અનુસરો,
કોઈક અન્યના જેવા બનો.
  
53:32 વિચાર કહે છે,
બાહ્ય રીતે કશુંક બનો,
  
53:39 જો તમે કારકુન હો,
તો સંચાલક બનો,
  
53:43 જો તમે સંચાલક હો,
તો વહીવટકર્તા બનો,
  
53:45 જો તમે વહીવટકર્તા હો,
તો અધ્યક્ષ બનો,
  
53:51 વિચાર એ પણ કહે છે કે,
તમે શિષ્ય છો,
  
53:55 તમે આગળ જતાં નિષ્ણાત બનશો,
અને છેવટે ગુરુ,
  
54:00 અને, એથીયે આગળ જતાં
પ્રબુદ્ધ બનશો.
  
54:04 વિચાર આ બધું
નિર્માણ કરે છે.
  
54:08 હું વિચારું છું, તમે આ બધું
સ્પષ્ટપણે સમજો છો કે કેમ?
  
54:19 આમ,
આપણે વિચાર દ્વારા જીવી છીએ.
  
54:31 અનુભવ સીમિત છે,
તેથી જ્ઞાન હંમેશાં સીમિત હોય છે,
  
54:40 ભલે તે વૈજ્ઞાનિક જ્ઞાન હોય,
જૈવિક જ્ઞાન,
  
54:44 અંકગણિતનું જ્ઞાન,
કે જે પણ હોય,
  
54:48 બધું જ્ઞાન હંમેશાં
સદૈવ સીમિત હોય છે.
  
54:55 ભવિષ્યનું જ્ઞાન સીમિત છે.
ખરું? તમે આ જુઓ છો?
  
55:02 ના, તમે નથી જોતા.
ખરું, સર?
  
55:05 જ્ઞાન સીમિત છે
કેમ કે એ અનુભવ ઉપર આધારિત છે.
  
55:10 એ અનુભવ છે,
માટે સીમિત છે;
  
55:13 આથી વિચાર સીમિત છે.
 
55:17 વિચાર અસીમની
કલ્પના કરી શકે
  
55:23 અને કલ્પી શકે કે તમે
અસીમની પ્રાપ્તિ કરી રહ્યાં છો.
  
55:27 બરાબર?
તમે સમજો છો આ બધું?
  
55:35 વિચાર શબ્દ છે.
ખરું?
  
55:39 વિચાર પ્રતિક છે.
 
55:44 એટલે, પ્રબુદ્ધતા, અમાપ
એ એક શબ્દ છે.
  
55:55 અને શબ્દ એ વાસ્તવિકતા નથી.
તમે સમજો છો આ બધું?
  
56:02 તો, શું મગજ શબ્દોની જાળમાંથી
મુક્ત થઈ શકે?
  
56:09 હા, સર...
 
56:15 અને સ્વત્વ, ‘હું’, અહં
એ છે જ્ઞાન.
  
56:25 ખરું? ખરું, સર?
 
56:30 તમે પંડિતો,
તમે આની સાથે સંમત થશો?
  
56:35 સ્વત્વ, ‘હું’ એ જ્ઞાનનો
સારાંશ છે. નહીં?
  
56:47 સારું, ચાલો આને બીજી રીતે મૂકીએ,
સ્વત્વ એટલે શું?
  
56:51 તમે શું છો?
 
56:56 આવો, સર, તમે શું છો?
 
56:59 તમારું નામ, તમારો આકાર,
તમારાં વસ્ત્રો,
  
57:05 જો તમે સંન્યાસી હો તો
ખાસ પ્રકારનો પોશાક,
  
57:12 તમારી પાસે બેન્કનું ખાતું છે,
 
57:14 તમે ધંધાદારી માણસ છો,
તમે ઘણાબધા અનુભવો મેળવ્યા છે,
  
57:20 તમે અતિશય પ્રમાણમાં
ખુશી મેળવી છે,
  
57:24 પીડા, વ્યગ્રતા, દુ:ખ
મેળવ્યાં છે -
  
57:29 બરાબર?
તમે તે છો, નહીં કે?
  
57:35 બરાબર?
શું તમે આના ખરાપણાને સ્વીકારશો?
  
57:38 કે પછી તમે કહેશો કે, ‘હું આત્મા છું,
કશુંક અતિ ઉચ્ચ છું.’
  
57:43 ઓહ હા, તમે સૌ એમ કહો છો.
 
57:47 જો તમે કહો કે, ‘હું અતિ ઉચ્ચ છું’,
તો તે પણ વિચારે ઉપજાવેલું છે.
  
57:56 ખરું?
 
57:59 તમે એના વિષે વાંચ્યું છે, એટલે તમે
કહો છો, ‘અવશ્ય, એક ઉચ્ચતર સ્વત્વ છે.’
  
58:06 અથવા કોઈ ગુરુ આવે છે
અને કહે છે,
  
58:08 ‘એક ઉત્તમ ચેતના છે અને
તમારે એને નીચે ખેંચી લાવવી જોઈએ.’
  
58:14 ખરું?
 
58:16 માટે તે સઘળી પ્રક્રિયા
વિચારની એક ગતિ છે,
  
58:25 - અને વિચાર સમય છે.
ખરું?
  
58:33 કેમ કે જ્ઞાન સંપાદન કરવામાં
સમય લાગે છે.
  
58:38 જ્ઞાન સંપાદન કરવું, જેમ કે
રશિયન, અંગ્રેજી, સ્પેનિશ કે ફ્રેંચ
  
58:45 શીખવું એ અતિશય પ્રમાણમાં
સમય માગી લે છે.
  
58:48 તમને ત્રણ મહિના કે એક વર્ષ લાગે,
એ સમય છે.
  
58:54 આમ આંતરિક કે બાહ્ય રીતે જ્ઞાન
સંપાદન કરવામાં સમય લાગે છે. ખરું?
  
59:04 તમારી જાત વિષે શીખવું
એનો અર્થ છે સમય લેવો.
  
59:11 ખરું?
તમે આ સમજો છો?
  
59:17 જુઓ કે તમે તમારી જાત સાથે
કેવી રમત રમો છો.
  
59:22 હું મારી જાત વિષે શીખવા માગું છું
- આત્મજ્ઞાન,
  
59:26 જેને વિષે મેં
ઘણીબધી વાતો કરી છે -
  
59:31 આત્મજ્ઞાન,
મારી જાતને જાણવી.
  
59:34 અને મારી જાતને જાણવા માટે મારે
પરીક્ષણ, અવલોકન કરવું પડે,
  
59:38 મારે પૃથક્કરણ, આત્મનિરીક્ષણ કરવું પડે,
- તમે સમજો છો? -
  
59:42 ધ્યાનથી જોવું, શીખવું, અવલોકવું,
આત્મસ્મૃતિ, જાગૃત હોવું,
  
59:48 આ બધું સમય માગે છે.
 
59:51 ખરું? તમે આની સાથે સંમત થશો?
તમે આ જુઓ છો?
  
59:59 આ બધું સમય માગે છે.
 
1:00:01 ચંદ્ર વિષે જાણવું
એ સમય માગે છે.
  
1:00:08 આ સરળ છે.
 
1:00:10 અને મારી જાતને જાણવા માટે પણ,
આપણે કહ્યું કે, ‘મને સમય જોઈએ’.
  
1:00:16 ખરું?
 
1:00:20 એનો અર્થ શો?
 
1:00:21 ઓહ, તમે ઘણુંબધું ગુમાવી રહ્યા છો,
તમને થયું છે શું?
  
1:00:33 સમય માણસનો શત્રુ છે.
 
1:00:44 પ્રકાશ એ કાંઈ
સમય થકી પ્રબુદ્ધતા નથી.
  
1:00:51 એ ક્રમિક પ્રક્રિયા નથી,
એક સફળતા પછી બીજી સફળતા.
  
1:01:02 જ્યારે તમે જુઓ કે વિચાર એ સમય છે
- અવશ્ય.
  
1:01:08 વિચાર ગતિ છે
અને સમય ગતિ છે.
  
1:01:13 આ સ્પષ્ટ છે? એટલે કે, વિચાર
અને સમય એકસાથે જાય છે.
  
1:01:20 એ બંને અલગ નથી.
 
1:01:21 વિચાર સમય છે
અને સમય વિચાર છે.
  
1:01:27 વિચાર કહે છે,
મારે પ્રબુદ્ધ બનવું જ રહ્યું.
  
1:01:33 મારે બનવું જ પડે,
હું જે છું તેમાંથી મારે જે હોવું જોઈએ તે.
  
1:01:39 એનો અર્થ... સારપ,
મારે આ બધું સમજાવવાની જરૂર છે?
  
1:01:46 હું હિંસક છું.
માનવો હિંસક છે.
  
1:01:53 તમે હિંસક છો,
નથી શું?
  
1:01:58 અને તમે કહો છો, ‘મારે હિંસક હોવું
ન જોઈએ, અથવા અહિંસક બનવું જોઈએ.’
  
1:02:07 માટે અહિંસક બનવું
એ સમય માગે છે.
  
1:02:12 અહિંસક બનવાના એ અંતરાળ
દરમ્યાન, તમે હિંસક હો છો.
  
1:02:21 એટલે અહિંસા વાહિયાત વાત છે.
બરાબર?
  
1:02:29 જે હકીકત છે એ છે હિંસા.
 
1:02:34 આપણાં મગજો કશુંક બનવા માટે
કેળવાયેલાં છે.
  
1:02:40 જેમ તમે કારકુન બનો,
પછી સીડી ચડો,
  
1:02:45 એને જ માનસિક વિશ્વમાં
વિસ્તારવામાં આવે છે.
  
1:02:51 તમે સમજો છો?
 
1:02:53 ત્યાં આપણે કહીએ છીએ, ‘હું અજાણ છું,
મને મારી જાત વિષે જ્ઞાન હોવું જોઈએ.’
  
1:02:58 ‘હું હિંસક છું,
મારે અહિંસક બનવું જ રહ્યું.’
  
1:03:04 હું ક્રોધિત છું,
મારે ક્રોધરહિત બનવું જ રહ્યું.’
  
1:03:10 હવે, આને સાવચેતીથી જુઓ.
 
1:03:14 તમે હિંસક છો. હિંસા
તમારાથી અલગ નથી.
  
1:03:22 તમે આની સાથે સંમત થશો?
 
1:03:28 હિન્દૂઓ બહુ હોશિયાર હોય છે.
 
1:03:32 તેઓ એક બિંદુ સુધી સંમત થાય છે.
હું તેઓના ચહેરાઓ ઉપર તે જોઈ શકું છું.
  
1:03:39 પરંતુ તેઓની પાસે
એક કલ્પના હોય છે કે
  
1:03:42 ‘હું’ એ દૃષ્ટાથી
ભિન્ન છે.
  
1:03:47 જે જોનાર વ્યક્તિ છે
તે ભિન્ન છે.
  
1:03:50 ખરું? તમે જે રમત રમો છો
તે તમે જાણો છો !
  
1:03:58 શું આ હકીકત છે?
 
1:04:01 શું આ હકીકત છે કે
ક્રોધથી ભિન્ન એક દૃષ્ટા છે?
  
1:04:09 સાવચેતીથી, આનો જવાબ ન આપો,
આને સાવચેતીથી જુઓ.
  
1:04:14 ક્રોધ છું હું.
હું ક્રોધથી ભિન્ન નથી.
  
1:04:18 ખરું?
હિંસા છું હું.
  
1:04:23 અહિંસા હું નથી
 
1:04:28 - ખરું? -
એ માત્ર એક કલ્પના છે.
  
1:04:31 હકીકત એ છે કે હું હિંસક છું.
એ એક હકીકત છે.
  
1:04:35 અહિંસા એ બિન-હકીકત છે.
 
1:04:39 પણ આપણે બિન-હકીકતનો પીછો કરીએ
છીએ કેમ કે આપણે નથી જાણતા કે
  
1:04:43 ‘જે છે’ તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો.
તમે આ સમજો છો?
  
1:04:56 એટલે, દૃષ્ટા
દૃશ્યથી ભિન્ન નથી.
  
1:05:05 સાચું? ના, આ અઘરું છે.
 
1:05:12 ભલું થાવ ! હું આમાં જઈશ.
 
1:05:17 તમે ત્યાં પેલું વૃક્ષ જુઓ
- જો તમે વૃક્ષોને ક્યારેય જોતા હો તો.
  
1:05:24 જ્યારે તમે એક વૃક્ષને જુઓ, ત્યારે
દેખીતી રીતે જ વૃક્ષ તમારાથી ભિન્ન છે.
  
1:05:32 ખરું?
સાંજનું પ્રકાશ અને
  
1:05:36 સૌંદર્યથી સભર વાદળ
તમારાથી ભિન્ન છે.
  
1:05:42 પરંતુ જ્યારે તમે તે વૃક્ષને જુઓ,
ત્યારે શું બને છે?
  
1:05:49 વૃક્ષને જુઓ
- શું બને છે?
  
1:05:55 તમે તરત જ શબ્દનો ઉપયોગ કરો છો.
ખરું?
  
1:06:01 એટલે શબ્દ એ વૃક્ષને જોવામાં
હસ્તક્ષેપ કરે છે.
  
1:06:09 એ મારી પત્ની કે મારો પતિ છે
- થઈ રહ્યું.
  
1:06:17 ખરું?
તમે આ બધું નથી જાણતા શું?
  
1:06:24 એટલે શબ્દ તમને
અવલોકન કરવામાંથી રોકે છે.
  
1:06:32 અને શબ્દ
એ વસ્તુ પણ નથી.
  
1:06:38 ‘વૃક્ષ’ શબ્દ
એ વૃક્ષ નથી.
  
1:06:41 ‘મારી પત્ની’ શબ્દ એ પત્ની નથી.
તમે આ જુઓ છો ને!
  
1:06:47 જો તમે આ જુઓ,
તો તમારો તમારી પત્ની સાથેનો સંબંધ
  
1:06:50 તદ્દન વિશિષ્ટ હશે.
ઓહ, તમે લોકો.
  
1:06:58 તો, સમય વિચાર છે.
 
1:07:05 અને વિચાર કહે છે,
‘હું આ છું, મારે તે બનવું જ રહ્યું.’
  
1:07:11 આથી, બનવામાં
અભિપ્રેત છે સમય.
  
1:07:16 અને તમે શું બનો છો?
 
1:07:22 તમે પંડિતો આનો જવાબ આપો,
તમે શું બનો છો?
  
1:07:28 વધુ પ્રબુદ્ધ?
વધુ સારા માનવ?
  
1:07:35 તમે સારા નથી, પણ તમે કહો છો,
‘હું સારો બનીશ.’
  
1:07:42 અને જ્યારે તમે સારા બની રહ્યા હો,
ત્યારે તમે ક્યારેય સારા નહીં હો!
  
1:07:48 તમે આ જુઓ છો કે કેમ?
 
1:07:51 માટે બનવાનું કશું નથી, એ તો
સંઘર્ષનાં પરિબળોમાંનું એક છે.
  
1:07:59 પરંતુ જો તમે કહો, ‘સારું,
હકીકત એ છે કે હિંસા હું છું,
  
1:08:07 હિંસા મારાથી અલગ નથી.’
 
1:08:11 એ એક હકીકત છે.
 
1:08:15 ‘હું’ છે મારો ચહેરો,
‘હું’ છે મારી પ્રકૃતિ – એ બધું જ.
  
1:08:22 પરંતુ આપણે ‘હું’ને જે બની રહી છે
તે વસ્તુથી અલગ કરી દીધો છે.
  
1:08:29 એનો અર્થ એ કે, વિચારે હિંસાને
વિચારકથી અલગ કરી દીધી છે.
  
1:08:40 ખરું?
શું તમે થાકયાં છો?
  
1:08:44 ઓહ ના.. તમે થાકયાં જ હોવાં જોઈએ.
 
1:08:51 કેમ કે તમે જરાય સહકાર આપતાં નથી,
કામ કરતાં નથી,
  
1:08:56 એટલા માટે તમે કહો છો,
‘હું નથી થાક્યો.’
  
1:08:59 જો તમે સહકાર આપી રહ્યાં હો,
કામ કરી રહ્યાં હો,
  
1:09:03 તો તમે જોશો કે તમારાં મગજોમાં કેટલી
અસાધારણ વસ્તુ ચાલી રહી છે.
  
1:09:11 જુઓ, હું હિંસા છું,
હું લોભ છું, હું ક્રોધ છું.
  
1:09:23 પછીથી હું કહું છું કે, ‘હું ક્રોધિત
થયો છું’, પણ હકીકત એ છે કે
  
1:09:31 ક્રોધ, ઈર્ષા, દ્વેષ, વ્યગ્રતા...
હું જ છું.
  
1:09:39 એટલે દૃષ્ટા જ
દૃશ્ય છે. બરાબર?
  
1:09:47 ખરું, સર? તમે આ જુઓ છો?
ઓહ ના, તમે નથી જોતાં.
  
1:09:57 સર, સંઘર્ષનાં પરિબળોમાંનું એક
એ છે કે આપણે વિચારકને
  
1:10:05 વિચારથી અલગ કર્યો છે.
ખરું?
  
1:10:13 વિચાર વિના
કોઈ વિચારક નથી. ખરું?
  
1:10:18 પણ આપણે વિચારકને, અનુભવનારને
અનુભવથી અલગ કર્યો છે.
  
1:10:24 આપણે પૃથક્કરણ કરનારને
પૃથક્કરણથી અલગ કર્યો છે. ખરું?
  
1:10:31 શું તમે આ નોંધ્યું નથી? આને લીધે
કાયમ સંઘર્ષ, વિભાજન રહે છે.
  
1:10:37 એટલે દૃષ્ટા જ
દૃશ્ય છે.
  
1:10:42 અનુભવનાર જ
અનુભવ છે.
  
1:10:47 આ પ્રશ્ન કે 'મારી પાસે સમય નથી',
એમાં ઊંડા જાવ.
  
1:10:54 તમે સૌ અનુભવ કરવા માગો છો,
ખરું કે નહીં?
  
1:10:57 નિર્વાણ
અથવા કોઈ અન્ય પરિબળ,
  
1:11:01 જાતીયતા કે બીજું કશુંક
- તમે અનુભવ કરવા માગો છો.
  
1:11:04 અનુભવ એટલે શું?
 
1:11:12 તમે એ કેવી રીતે જાણો કે
આ એક અનુભવ છે?
  
1:11:17 જ્યારે તમે એને ઓળખો,
ત્યારે જ તમે એને જાણો છો. ખરું?
  
1:11:22 તો, જુઓ કે શું બની રહ્યું છે:
 
1:11:25 જ્યારે તમે એને ઓળખો,
ત્યારે એ નવું નથી.
  
1:11:30 પણ છતાં તમે એમ કહો છો કે,
‘મને નવો અનુભવ થવો જોઈએ.’
  
1:11:34 એટલે સઘળા અનુભવો,
જ્યારે ઓળખવામાં આવે,
  
1:11:38 ત્યારે માત્ર
ભૂતકાળનું સ્મરણ જ હોય છે.
  
1:11:42 હા, સર, આને તમારી રગરગમાં પ્રસરાવો
અને તમે જોશો કે શું બને છે.
  
1:11:48 પછી તમારું મન એટલું સતેજ,
એટલું જાગૃત, એટલું સચેત હોય છે
  
1:11:53 કે કોઈ જ અનુભવ નથી હોતો.
તમે આ બધું નહીં સમજો.
  
1:11:59 તો, આપણે સંઘર્ષનાં કારણની મહીં
તપાસ કરી રહ્યાં છીએ.
  
1:12:07 સંઘર્ષનાં કારણોમાંનું એક છે દ્વૈત.
ખરું?
  
1:12:15 હિંસા અને અહિંસા,
એ છે દ્વૈત.
  
1:12:20 સારું અને નરસું,
દ્વેષ અને પ્રેમ.
  
1:12:26 શા માટે આપણે દ્વૈતમાં જીવીએ છીએ?
 
1:12:30 આનું અદ્વૈત કે કોઈ અન્ય સંસ્કૃત
શબ્દમાં ભાષાંતર ન કરતાં
  
1:12:33 અને એવી રીતે છટકી ન જતાં.
 
1:12:36 શા માટે આપણે દ્વૈતમાં જીવીએ છીએ?
દ્વૈત એટલે શું?
  
1:12:42 તમે સ્ત્રી છો, હું પુરુષ છું,
તમે ઊંચા છો, હું નીચો છું,
  
1:12:46 તમે ગોરા છો, બીજું કોઈ શ્યામ છે,
કે વધારે શ્યામ છે, જે કાંઈ હોય તે.
  
1:12:53 બરાબર? દ્વૈત માત્ર ત્યાં જ હોય છે
જયાં સરખામણી હોય છે.
  
1:13:00 તમે આ બધું સમજો છો?
 
1:13:03 જ્યારે હું મારી જાતને તમારી સાથે સરખાવું,
ત્યારે મેં દ્વૈતનું સર્જન કર્યું છે.
  
1:13:10 ખરું, સર?
 
1:13:17 માટે જો હું સરખામણી ન કરું,
તો કોઈ દ્વૈત નથી.
  
1:13:23 એનો અર્થ એ કે,
મેં અહિંસાનું સર્જન કર્યું છે
  
1:13:31 - આ દેશ એનાથી ભરેલો છે,
અહિંસા, ઓછામાં ઓછું તેઓ
  
1:13:34 એના વિષે વાતો કરે છે.
 
1:13:39 પરંતુ હકીકત એ છે કે
તેઓ હિંસક છે.
  
1:13:43 હકીકત.
હકીકતમાં કોઈ દ્વૈત નથી.
  
1:13:50 આહ, હું તે જોઉં છું, મેં અત્યારે જ
તે શોધ્યું. તમે સમજો છો?
  
1:13:56 હકીકતની વિરુદ્ધ કશું નથી.
 
1:14:07 હું ક્રોધિત છું, એ એક હકીકત છે.
 
1:14:12 જ્યારે હું કહું કે, ‘મારે ક્રોધિત ન હોવું
જોઈએ’, ત્યારે દ્વૈત પેદા થાય છે.
  
1:14:20 એટલે – બહુ રસપ્રદ,
તમારાં મગજોનો ઉપયોગ કરો,
  
1:14:24 આ બધાની અંદર જાવ -
તો, હું ક્રોધિત છું.
  
1:14:31 એ એક હકીકત છે.
મારે શું કરવાનું છે?
  
1:14:34 હું એવું નહીં કહું કે,
‘મારે ક્રોધિત ન હોવું જોઈએ’,
  
1:14:37 તો પછી હું સંઘર્ષમાં આવું છું,
તમે સમજો છો?
  
1:14:42 હું તેને દાબી નહીં દઉં.
 
1:14:46 આમાં કોઈ દમન નથી, કોઈ
પલાયન નથી, કોઈ અતિક્રમ નથી.
  
1:14:52 તો શું બને છે?
 
1:14:56 આગળ જાવ, સર, શું બને છે જ્યારે
હકીકતથી દૂર જવાની કોઈ ગતિ ન હોય?
  
1:15:09 જાવ.
 
1:15:14 એટલે કે: એનાથી દૂર જવાની ગતિ
સંઘર્ષ સરજે છે, દ્વૈત સરજે છે.
  
1:15:24 અને હોશિયાર ભારતીયોએ દ્વૈત વિષે
ગ્રંથો લખ્યા છે.
  
1:15:33 વક્તાએ કહ્યું છે કે
શરૂઆતથી જ કોઈ દ્વૈત નથી,
  
1:15:36 કારણ કે માત્ર
હકીકત છે.
  
1:15:41 પરંતુ જ્યારે હું હકીકત ઉપર કાબૂ મેળવવા
માગું, ત્યારે હું દ્વૈતનું સર્જન કરું છું.
  
1:15:48 ખરું, સર? જુઓ.
પછી શું બને છે?
  
1:15:52 હકીકતની સાથે કેવી રીતે રહેવું?
તમે સમજો છો?
  
1:15:57 હકીકતથી દૂર જવાનું નહીં.
 
1:16:00 હકીકતથી દૂર જવાની કોઈપણ ગતિ
સંઘર્ષ તથા દ્વૈત છે.
  
1:16:07 તો, જ્યારે તમે હકીકતની સાથે રહો,
ત્યારે શું બને છે?
  
1:16:16 તમે આનું આકલન કરો. હું આકલન
કરી રહ્યો છું, પણ તમે આકલન કરો.
  
1:16:21 જ્યારે તમે હકીકતની સાથે રહો,
ત્યારે શું બને છે?
  
1:16:29 એનો અર્થ શો?
તમે...
  
1:16:33 હું તમને કહી શકું છું, તમે કહેશો,
‘હા, હા’, અને દૂર ચાલ્યાં જશો.
  
1:16:39 તમે કામ કરતાં નથી!
 
1:16:45 સર, જુઓ, જ્યારે હું હકીકતથી દૂર
ચાલ્યો જાઉં, ત્યારે મેં ઊર્જા ખોઈ છે.
  
1:16:54 ખરું?
તમે આ જુઓ છો?
  
1:16:57 જ્યારે હું હકીકતથી દૂર ચાલ્યો જાઉં,
તો તે ઊર્જાનો અપવ્યય છે. ખરું?
  
1:17:06 માટે જ્યારે હકીકતથી દૂર જવાની
કોઈ ગતિ ન હોય, ત્યારે
  
1:17:11 સઘળી ઊર્જા ત્યાં જ રહે છે.
 
1:17:15 જેનો અર્થ છે, હકીકતની સાથે
સંપૂર્ણ અવધાન.
  
1:17:22 અને જ્યારે સંપૂર્ણ અવધાન હોય,
ત્યારે તે પ્રકાશ જેવું હોય છે,
  
1:17:29 હકીકતની ઉપર અતિ શક્તિશાળી
પ્રકાશ ફેંકાતો હોય એવું.
  
1:17:35 અને પછી હકીકત પોતાની
બધી સામગ્રી પ્રગટ કરે છે.
  
1:17:40 તમે સમજો છો?
પછી હકીકતનો કોઈ અર્થ નથી.
  
1:17:44 ઓહ, વધો આગળ!
તમે સમજો છો?
  
1:17:55 હવે, જુઓ: આપણે કહ્યું કે જ્ઞાન
પ્રેમનું શત્રુ છે,
  
1:18:13 અને પ્રેમની વિરુદ્ધ કશું નથી.
 
1:18:18 પણ આપણે વિરુદ્ધને બનાવ્યું છે
- દ્વેષ.
  
1:18:25 માફ કરજો –પગ સહેજ ખેંચાય છે.
 
1:18:29 હું તમારા માટે બહુ સખત
કામ કરું છું, એ છે આ.
  
1:18:45 તો, સર, આપણે એક અતિ જટિલ
પ્રશ્નને તપાસ્યો છે.
  
1:18:54 આપણે સાથે મળીને તપાસ્યો છે.
 
1:18:59 વક્તાએ તપાસ્યો નથી,
તમે તપાસ્યો છે.
  
1:19:06 વક્તા માત્ર તમારા અવાજ તરીકે
કામ કરી રહ્યો છે.
  
1:19:14 વક્તા માત્ર ‘જે છે’ તે
દેખાડી રહ્યો છે.
  
1:19:21 અને તમે એને જુઓ છો,
તમારી જાતને જુઓ છો.
  
1:19:29 જ્યારે તમે તમારી જાતને
કાળજીપૂર્વક જુઓ,
  
1:19:34 ત્યારે તમે ભૂતકાળ સિવાય
કાંઈ જ નથી,
  
1:19:40 ભૂતકાળની સ્મૃતિઓ, ભૂતકાળનાં સ્મરણો,
ભૂતકાળની ખુશીઓ.
  
1:19:48 જ્યારે તમે દુ:ખ સહન કરો, જેવું લગભગ
બધા માનવો કરે છે, ત્યારે દુર્ભાગ્યે
  
1:19:57 પાછું તમે એમાંથી પલાયન કરો છો.
 
1:20:01 તો જ્યારે તમે હકીકતની સાથે રહો,
ત્યારે એ એક કળીને
  
1:20:08 જોવા જેવું હોય છે,
એક ગુલાબની કળીને જોવા જેવું.
  
1:20:13 અને તમે ગુલાબની કળીને ખૂલતી જોશો,
એની સુગંધ,
  
1:20:18 એની સુંદરતા, એની ગુણવત્તા,
એની કુમાશ, એની કૂણાશ જોશો.
  
1:20:27 જ્યારે તમે હકીકતનું અવલોકન કરો,
ત્યારે એ લોપ પામે છે. ખરું?
  
1:20:35 આપણે આવતા શનિ-રવિવારે
આગળ જઈશું,
  
1:20:39 ભય, દુ:ખ,
 
1:20:47 ધર્મ એટલે શું,
ધ્યાન એટલે શું, મૃત્યુ એટલે શું,
  
1:20:51 એ વિષે વાત કરીશું, કારણ કે
આ બધું આપણાં જીવનનો ભાગ છે.
  
1:20:58 તમે એકને બીજાથી
અલગ ન કરી શકો.
  
1:21:04 તમે એમ ન કહી શકો કે, ‘હું ધ્યાન
ધરીશ’, અને એક મૂર્ખ માણસ રહો.
  
1:21:12 જીવનને, જીવનની આ સમગ્ર
સમસ્યાને સમજવા માટે,
  
1:21:18 તમારામાં અતિશય ધીરતા જોઈએ.
 
1:21:22 સમયની ધીરતા નહીં
- ધીરતા.
  
1:21:27 તમારામાં એવું મગજ જોઈએ જે જીવંત,
પ્રશ્નો કરતું, પૂછતું, શંકા કરતું હોય,
  
1:21:38 અને પછી તમે તમારી જાત માટે
શબ્દ વિના એ શોધી કાઢશો
  
1:21:42 જે શબ્દોથી મપાય એવું નથી.
 
1:21:48 માફ કરજો, મેં તમને વધુ રોક્યા હોય તો.