Krishnamurti Subtitles

BO84T3 - જીવવાની અને મરવાની કળા

ત્રીજું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪



0:41  May we continue આપણે અહીં છેલ્લા મળ્યાં
with what we were talking about ત્યારે જે વાત કરતાં હતાં,
   
0:47  last time that we met here? તેમાં આગળ વધીશું?
   
0:53  We were talking about conflict, આપણે સંઘર્ષ વિષે વાત કરતાં હતાં,
whether it is possible શું આ જગતમાં
   
1:00  to live in this world સમસ્યાઓ અને સંઘર્ષ વિના
without problems and conflict. જીવવું શક્ય છે ખરું.
   
1:11  We shall go on talking about that આપણે એને વિષે આગળ વાત કરીશું
because for most of us, કારણ કે મોટાભાગના લોકો માટે
   
1:20  life, the daily living, જીવન, રોજિંદું જીવન,
is a series of struggles, એ મથામણ,
   
1:27  conflicts, pain, સંઘર્ષ, પીડા અને વિવિધ વ્યગ્રતાઓની
and varieties of anxieties. હારમાળા હોય છે.
   
1:40  And we were asking અને આપણે પૂછતાં હતાં કે
whether it is possible, શું આ પાગલ જગતમાં
   
1:46  living in this crazy world, એવું જીવન જીવવું શક્ય છે,
to live a life  
   
1:56  in which every kind of problem જેમાં કોઈ પણ પ્રકારની
and conflict doesn't exist. સમસ્યા અને સંઘર્ષ ન હોય.
   
2:04  It may sound rather absurd, આ કદાચ થોડું વાહિયાત અથવા
or even crazy, પાગલ જેવું પણ લાગે,
   
2:12  to think about such thing, કે આપણે આવી વસ્તુ
   
2:16  to live - ‘એક પણ સંઘર્ષ વિના જીવવું’ -
without a single conflict. વિષે વિચાર કરીએ છીએ.
   
2:23  As we were saying આપણે પેલે દિવસે કહ્યું તેમ,
the other day,  
   
2:28  the enquiry into this question આ પ્રશ્નમાં તપાસ કરવા માટે
   
2:35  requires ઘણી વિવેકબુદ્ધિની,
considerable intelligence,  
   
2:39  considerable energy, ઘણી ઊર્જાની, ખંતની
application. જરૂર રહે છે.
   
2:47  Merely to discuss, or have a dialogue તમારી અને વક્તા વચ્ચે
between you and the speaker માત્ર શાબ્દિક, સૈદ્ધાંતિક
   
2:55  verbally, theoretically, ચર્ચા કે સંવાદ કરવાનો
has very little meaning. બહુ જ નજીવો અર્થ છે.
   
3:03  So, if we could તો, આજની સાંજે
together this evening આપણે સૌ
   
3:11  – in spite of the crows – - કાગડાઓના અવાજ છતાં -
   
3:15  could think together, સાથે મળીને વિચારીએ,
   
3:22  go into this problem આ સમસ્યામાં ઊંડા ઊતરીએ
   
3:26  whether there is કે જીવવાની કોઈ
an art of living એવી કળા છે,
   
3:34  in which one can live જે મુજબ માણસ
in daily life રોજિંદા જીવનમાં જીવી શકે
   
3:40  – not in a theoretical world, - સૈદ્ધાંતિક જગતમાં નહીં,
in daily life – રોજિંદા જીવનમાં -
   
3:46  to live without, માનસિક રીતે, આંતરિક રીતે
psychologically, inwardly,  
   
3:55  without all the turmoil, કોઈ દોડધામ વિના,
   
4:00  the pain of change, પરિવર્તનની પીડા વિના,
   
4:03  and the anxiety અને એ પરિવર્તનમાં જે વ્યગ્રતા
involved in that change, રહેલી છે એના વિના જીવવું,
   
4:09  whether it is possible શું આવું જીવન જીવવું
to live such a life. શક્ય છે.
   
4:17  To ask such a question આવો પ્રશ્ન પૂછવો
may seem quite incredible એ ઘણું અવિશ્વસનીય લાગે,
   
4:24  because our life, from the moment કારણ કે જન્મથી મૃત્યુ સુધી
we are born till we die, આપણું જીવન
   
4:31  is a series of conflicts, સંઘર્ષો, લડતો,
struggles,  
   
4:39  ambition, પોતાની સિદ્ધિ માટે
trying to fulfil itself, મથતી મહત્ત્વાકાંક્ષા,
   
4:43  and all the pain of existence, અને અસ્તિત્વની તમામ પીડા,
   
4:47  with sorrow, pleasure, દુ:ખ, ખુશી
and so on. વગેરેની હારમાળા છે.
   
4:54  So if we could go તો આપણે આ પ્રશ્નમાં
into this question, ઊંડા જઈએ,
   
4:58  the art of living. જીવવાની કળા.
In daily life. રોજિંદા જીવનમાં.
   
5:06  We have many arts : આપણી પાસે ઘણી કળાઓ છે:
the art of painting, ચિત્રકળા,
   
5:13  the art of making a marvellous shoe, અદ્દભુત જોડા બનાવવાની કળા,
first-class shoe, સૌથી સારા જોડા,
   
5:22  and the art of painting, અને ચિત્રકળા,
the art of engineering, ઇજનેરી કળા,
   
5:31  the art of communication સામાજિક વહેવાર અને વાતચીતની કળા
– there are many, many arts. - એમ અનેક કળાઓ છે.
   
5:39  But for most of us, probably પરંતુ આપણે, અને કદાચ
for the rest of the world too, આખી દુનિયાએ પણ
   
5:45  we have never asked ક્યારેય આ પ્રશ્ન નથી પૂછ્યો,
this question, the art of living. જીવવાની કળા.
   
5:55  To find that out... એ શોધી કાઢવા માટે...
– this is a terrible… - આ ભારે ત્રાસ...
   
6:01  Bombay is rather dirty country, મુંબઈ એક ગંદું શહેર છે,
it makes one's eyes water, આંખોમાંથી પાણી નીકળે છે,
   
6:09  I am not crying. હું રડતો નથી.
   
6:18  It requires investigation, આમાં પરીક્ષણની જરૂર છે કે,
how to live. જીવવું કેવી રીતે.
   
6:25  Because the art of living કારણ કે જીવવાની કળા
is the greatest art, એ છે સર્વોચ્ચ કળા,
   
6:30  and the most important art, અને સૌથી મહત્ત્વની કળા,
greater than any other art, અન્ય કોઈ પણ કળા કરતાં અધિક મહાન,
   
6:39  greater than the art સરકાર ચલાવવાની કળા
of governments, કરતાં અધિક મહાન,
   
6:44  the art of communication, સંવાદની કળા કરતાં અધિક મહાન,
   
6:49  in spite of all that, we have એ છતાં, આપણે ક્યારેય
never enquired very deeply પૂરા ઊંડાણથી તપાસ નથી કરી
   
6:56  what is the art of living કે આપણું રોજિંદું જીવન
our daily life, જીવવાની કળા શું છે,
   
7:06  which requires such subtlety, જેમાં અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિ,
   
7:09  sensitivity, સંવેદનશીલતા અને અતિશય
and a great deal of freedom. સ્વતંત્રતાની જરૂર પડે છે.
   
7:20  Because without freedom you cannot કારણ કે સ્વતંત્રતા વિના તમે
find out what is the art of living. જીવવાની કળા શું છે તે શોધી ન શકો.
   
7:29  The art of living જીવવાની કળા એ કોઈ
isn't a method, a system, રીત કે પદ્ધતિ નથી,
   
7:36  or ask another how to find કે પછી કોઈને પૂછવાનું નથી કે
the art of living, જીવવાની કળા કેવી રીતે શોધવી,
   
7:43  but requires considerable પરંતુ આમાં જરૂર છે
intellectual activity, ઘણીબધી બૌદ્ધિક પ્રવૃત્તિની
   
7:52  and also a deep abiding અને ઊંડી તેમ જ વ્યાપક
honesty. પ્રામાણિકતાની.
   
8:03  Very few of us are honest. આપણામાંના બહુ જ થોડા લોકો પ્રામાણિક છે.
   
8:10  It is getting worse દુનિયામાં આ વધુ ને વધુ
and worse in the world. બગડી રહ્યું છે.
   
8:15  We are not honest people. આપણે પ્રામાણિક માણસો નથી.
   
8:19  We say one thing, આપણે એક વસ્તુ કહીએ છીએ,
do another, બીજી વસ્તુ કરીએ છીએ,
   
8:24  we talk about philosophy, આપણે તત્ત્વજ્ઞાન વિષે, ઈશ્વર વિષે
God, વાતો કરીએ છીએ,
   
8:30  all the theories that પ્રાચીન ભારતીયોએ ઘણાબધા
the ancient Indians have invented, તાત્વિક સિદ્ધાંતોનો આવિષ્કાર કર્યો છે,
   
8:37  and we are rather good અને આપણે આ બધી બાબતોમાં
at all that kind of stuff, ખાસ્સા કુશળ છીએ,
   
8:42  but the word, the description, પરંતુ શબ્દ, વર્ણન,
   
8:49  the explanation, વિગતવાર નિવેદન
is not the deed, the action. એ કૃત્ય નથી, કાર્ય નથી.
   
8:58  And that's why there is અને આને કારણે અહી
a great deal of dishonesty. અતિશય અપ્રામાણિક્તા છે.
   
9:07  And to enquire into the art અને જીવવાની કળા બાબતે
of living there must be તપાસ કરવામાં
   
9:16  a fundamental, unshakeable, મૂળભૂત, દૃઢ, અચલ
immutable honesty. પ્રામાણિકતા હોવી જ જોઈએ.
   
9:29  Honesty એવી પ્રામાણિકતા
which is not corruptible, જે ભ્રષ્ટ ન થઈ શકે,
   
9:36  which doesn't adjust itself જે પોતાને પરિસ્થિતિઓ સાથે,
to environment, માગણીઓ સાથે,
   
9:40  to demands, વિવિધ પ્રકારના પડકારો સાથે
to various forms of challenges. અનુકૂળ ન બનાવી લે.
   
9:48  It requires a great integrity આ શોધી કાઢવામાં
to find out અખંડતાની જરૂર પડે છે,
   
9:57  because we are dealing with a very, કારણ કે આપણે એક અતિશય
very complex problem. સંકુલ સમસ્યા સાથે કામ કરવાનું છે.
   
10:03  It isn't just easy to live a life એવું જીવન જીવવું
which is perfectly orderly, જે સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય,
   
10:16  without dissipating energy, જેમાં ઊર્જાનો વ્યય ન હોય,
   
10:21  without living in any kind કોઈ પ્રકારનો ભ્રમ કે રૂઢિ ન હોય,
of illusion or tradition. એ કાંઈ તદ્દન સહેલું નથી.
   
10:29  Tradition, however old, રૂઢિ, ગમે તેટલી પુરાણી હોય,
however modern, કે ગમે તેટલી આધુનિક હોય,
   
10:34  is merely carrying on એ માત્ર જૂના માળખાને
the old pattern. આગળ ચલાવે છે.
   
10:43  And the old pattern cannot અને જૂનું માળખું શક્યત: પોતાને
possibly adjust itself to the new. નવા સાથે અનુકૂળ બનાવી શકતું નથી.
   
10:53  So together, તો સાથે મળીને,
and we mean together, અને અમારો અર્થ છે ખરેખર સાથે,
   
11:00  it is not that the speaker આ એવું નથી કે વક્તા
is saying something કશુંક કહે છે
   
11:04  to which you agree જેની સાથે તમે સંમત
or disagree, કે અસંમત થાવ છો,
   
11:08  but together, exercising પણ સાથે મળીને, તમારી
your intellect, your reason, બુધ્ધિનો, વિચારશક્તિનો,
   
11:18  your sanity, તમારા ડહાપણનો પ્રયોગ કરીને,
if you have sanity, - જો તમારામાં ડહાપણ હોય તો -
   
11:23  and together, અને સાથે મળીને,
   
11:31  looking at આ અતિ સંકુલ સમસ્યાને
this very complex problem. જોવાની છે.
   
11:36  As we said the other day, આપણે અગાઉ કહ્યું તેમ,,
this is not a lecture, આ કોઈ ભાષણ નથી,
   
11:45  this is not a lecture આ તમને માહિતી, હકીકતો
to give you information, facts, જણાવવા માટેનું,
   
11:54  instruct you, સૂચના આપવા માટેનું,
to persuade you, તમને સમજાવવા માટેનું,
   
12:00  to slightly, delicately, direct you તમને થોડુંક, હળવેકથી અમુક દિશામાં
in a particular direction. દોરવા માટેનું ભાષણ નથી.
   
12:11  Not doing અમે નવી કલ્પનાઓનાં
any kind of propaganda બીજ વાવવા માટે
   
12:15  to inseminate કોઈ પ્રકારનો પ્રચાર
a new set of ideas, નથી કરી રહ્યા,
   
12:22  it is not anything આ એવા પ્રકારનું કશું જ નથી.
of that kind.  
   
12:26  That would be dishonourable એ તો વક્તાના પક્ષે
on the part of the speaker ગૌરવહીન કહેવાય,
   
12:30  when he says it is not that, જ્યારે એ કહે કે આ એવું નથી,
and he means that. અને એનો અર્થ એવો હોય કે આ એવું છે.
   
12:40  So you are exercising એટલે તમે તમારા
your own brain, પોતાના મગજનો,
   
12:48  your own sense of urgency, તમારી પોતાની ઉતાવળની અને
demand, માગણીની સમજનો ઉપયોગ
   
12:58  to find out એ શોધવા માટે કરો છો,
if there is a way of living કે શું જીવવાની એવી કોઈ રીત છે
   
13:05  which is totally orderly. જે સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય.
   
13:15  So please, if you will, માટે, કૃપયા, જો તમારી ઇચ્છા હોય,
be serious for this evening. તો આજની સાંજે ગંભીર રહો.
   
13:27  You may not be serious for the rest તમે કદાચ બાકીનું વર્ષ, કે બાકીનું
of the year, or the rest of the week, અઠવાડિયું ભલે ગંભીર ન રહો,
   
13:34  but at least for once in one's life પરંતુ તમારા જીવનમાં ઓછામાં ઓછું
to be totally earnest, એક વાર સંપૂર્ણપણે આતુર રહો,
   
13:45  to be completely honest પોતાની જાત સાથે
with oneself. સર્વથા પ્રામાણિક રહો.
   
13:52  Then we can together તો પછી આપણે સાથે મળીને
go into this question : આ પ્રશ્નની અંદર જઈ શકીએ:
   
14:00  what is the art of living. જીવવાની કળા એટલે શું.
   
14:11  How are we going to find out? આપણે કેવી રીતે શોધી કાઢીશું?
The art. કળા.
   
14:19  To put everything દરેક ચીજને એના
in its right place, નિયત સ્થાને મૂકવી,
   
14:28  not exaggerating કોઈપણ બાબતમાં
one or the other, અતિશયોકિત કરવી નહીં,
   
14:32  not giving one's instinct, પોતાની સહજવૃત્તિને, આવેગોને
one's urges in one direction, એક દિશામાં વાળીને
   
14:42  and neglecting totally અન્ય દિશાઓની સદંતર ઉપેક્ષા
the other. કરવી નહીં.
   
14:46  Not trying to fulfil કોઈ એક દિશામાં સિદ્ધિ માટેનો
in a particular direction, પ્રયત્ન કરવાનો નથી,
   
14:56  but together, પરંતુ તમે અને વક્તા
you and the speaker, સાથે મળીને
   
15:05  are going to find out શોધી કાઢવાના છીએ
– for ourselves, - આપણા પોતાના માટે,
   
15:11  not that you will be told એવું નથી કે
by the speaker, વક્તા તમને કહેશે,
   
15:15  this is important આ સમજવું અગત્યનું છે.
to understand.  
   
15:22  I am sorry, હું દિલગીર છું,
the crows are having fun ! કાગડાઓ મજા કરી રહ્યા છે!
   
15:28  They are saying good night એ બધા એકબીજાને શુભરાત્રી
to each other. કહી રહ્યા છે.
   
15:38  They will quieten down થોડું અંધારું વધશે એટલે
when it gets a little darker. કાગડાઓ શાંત થઈ જશે.
   
15:46  So please, માટે કૃપયા,
for this evening at least, ઓછામાં ઓછું આજની સાંજ પૂરતું,
   
15:57  see how important it is આ જુઓ કે જીવવાની એવી રીત
   
16:01  to find out a way of living શોધી કાઢવી એ કેટલું મહત્ત્વનું છે,
   
16:06  in which conflict, problems જેમાં સંઘર્ષનું, સમસ્યાઓનું
don't exist. અસ્તિત્વ ન હોય.
   
16:16  Because conflict and problems કારણ કે સંઘર્ષ અને સમસ્યાઓ
waste our energy. આપણી ઊર્જાનો અપવ્યય કરે છે.
   
16:26  One has to find out માણસે શોધી કાઢવું પડે કે
why problems exist. સમસ્યાઓનું અસ્તિત્વ શાથી છે.
   
16:33  There are ગણિતને લગતી,
mathematical problems, ભૂગોળને લગતી
   
16:35  geographical problems, and so on વગેરે સમસ્યાઓ હોય છે
– academic problems, - શૈક્ષણિક સમસ્યાઓ,
   
16:40  we are not talking આપણે એ બધી સમસ્યાઓની
about those problems. વાત નથી કરી રહ્યાં.
   
16:44  We are talking about આપણે માનવોની સમસ્યાઓની
the problems of human beings. વાત કરી રહ્યાં છીએ.
   
16:50  They are first human beings, સૌ પ્રથમ આપણે માનવો છીએ,
afterwards they are scientists, ત્યાર બાદ આપણે વૈજ્ઞાનિકો,
   
16:54  engineers, businessmen ઇજનેરો, વેપારીઓ
– all the rest of it. વગેરે છીએ.
   
16:58  First we are human beings. સૌ પ્રથમ આપણે માનવો છીએ.
   
17:04  But when you give પરંતુ જ્યારે તમે અન્ય બાબતોને
importance to other things મહત્ત્વ આપો છો,
   
17:09  you forget that ત્યારે તમે ભૂલી જાવ છો
you are a human being. કે તમે એક માનવ છો.
   
17:15  So please, together, માટે કૃપયા, આવો, આપણે
let's find out. સાથે મળીને શોધી કાઢીએ.
   
17:23  The art of living, doesn't it mean જીવવાની કળાનો અર્થ શું એ નથી
to lead a life, a daily life, કે જીવન, રોજિંદું જીવન
   
17:32  with tremendous precision, અતિશય ચોકસાઈપૂર્વક,
accuracy of order. વ્યવસ્થિતપણે જીવવું?
   
17:46  Order વ્યવસ્થાનો અર્થ
does not mean conformity, આજ્ઞાપાલન નથી,
   
17:53  following a pattern set and એક ચોક્કસ ઢાંચાને અનુસરવું અને
adjusting yourself to that pattern. પોતાને એની સાથે અનુકૂળ કરવું એવો નથી.
   
18:04  We will go into this slowly. આપણે આમાં ધીરેથી જઈશું.
   
18:09  Does it not mean શું આનો અર્થ એ નથી કે
to become fully conscious, પોતાની અવ્યવસ્થિતતા પ્રત્યે
   
18:17  aware of one's own disorder? સંપૂર્ણત: સભાન, જાગૃત હોવું?
   
18:26  Are we aware of that? તમે એ પ્રત્યે જાગૃત છો?
   
18:29  Or do we think that is merely અથવા શું આપણે એમ વિચારીએ છીએ
an environmental difficulty, કે આ માત્ર એક બાહ્ય વાતાવરણની
   
18:36  but inwardly મુશ્કેલી છે, પણ આંતરિક રીતે
we are perfectly orderly. આપણે સંપૂર્ણત: વ્યવસ્થિત છીએ?
   
18:43  We are pointing out together આપણે સાથે મળીને એ દર્શાવીએ છીએ
   
18:47  that inwardly we live in disorder, કે આંતરિક રીતે આપણે અવ્યવસ્થામાં,
in contradiction. વિરોધાભાસમાં જીવીએ છીએ.
   
18:57  That's a fact. આ હકીકત છે.
   
18:59  Even the greatest saints સૌથી મહાન સંતો પણ
   
19:04  – they are generally - એ લોકો સામાન્યપણે થોડા
slightly neurotic – જ્ઞાનતંતુના રોગની અસરવાળા હોય છે -
   
19:08  even the greatest saints સૌથી મહાન સંતો પણ
live in disorder, અવ્યવસ્થામાં જીવે છે,
   
19:12  because they are trying કારણ કે તેઓ હંમેશ કશુંક બનવાનો
to become something all the time. પ્રયત્ન કરતા હોય છે.
   
19:20  The very becoming – બનવું એ જ -
you understand? તમે સમજો છો?
   
19:24  I hope we are following મને આશા છે કે આપણે
each other. એકબીજાને સમજીએ છીએ.
   
19:26  Becoming : I am this, બનવું : હું આ છું,
I will become that. હું તે બનીશ.
   
19:33  In that endeavour to change ‘જે છે’ તેને ‘જે હોવું જોઈએ’માં
'what is' to 'what should be', બદલવાના એ પ્રયાસમાં
   
19:41  there is an interval, a gap, અંતરાળ છે, વિશાળ અવકાશ છે,
in which conflict takes place. જેમાં સંઘર્ષ આકાર પામે છે.
   
19:49  And that conflict અને એ સંઘર્ષ
is the essence of disorder. અવ્યવસ્થાનું મૂળ છે.
   
19:55  Right? બરાબર?
   
19:57  You have understood? તમે સમજ્યા છો?
   
20:01  Where there is division જયાં વિભાજન છે
– different classes of people, - વિભિન્ન વર્ગોના લોકો,
   
20:08  races, religions, and in ourselves જાતિઓ, ધર્મો, અને આપણી અંદરનો
a contradiction, a division, વિરોધાભાસ, વિભાજન,
   
20:16  'I am this, I must become that', ‘હું આ છું, મારે તે બનવું જોઈએ’,
in that there is a division. એમાં વિભાજન રહેલું છે.
   
20:23  That very division એ વિભાજન જ
is the root of disorder. અવ્યવસ્થાનું મૂળ છે.
   
20:32  Because in that કારણ કે એમાં
there is a contradiction વિરોધાભાસ રહેલો છે
   
20:38  – right? – I am this, - ખરું? - હું આ છું,
I want to be orderly. હું વ્યવસ્થિત થવા માગું છું.
   
20:47  When I say 'I want to be orderly' જ્યારે હું કહું કે, ‘હું વ્યવસ્થિત થવા માગું છું’,
I recognise I am in confusion, ત્યારે હું જાણું છું કે હું ગૂંચવણમાં છું,
   
20:54  so I attempt આથી હું વ્યવસ્થા સાધવાનો
to bring about order, પ્રયત્ન કરું છું,
   
21:02  so I make a diagram, આથી હું વ્યવસ્થા કેવી હોય
a sketch of what is order એની એક આકૃતિ, એક આકાર બનાવું છું,
   
21:10  and then I try to follow that. અને પછી એને અનુસરવાનો યત્ન કરું છું.
   
21:13  We are saying, if you will અમે કહીએ છીએ - જો તમે કૃપા કરીને
kindly listen together, સાથે મળીને સાંભળો તો -
   
21:17  that that very fact કે એ હકીકત જ
is the cause of disorder. અવ્યવસ્થાનું મૂળ છે.
   
21:25  Right? બરાબર?
Have you understood? તમે સમજ્યા છો?
   
21:29  Are we together in this a little bit, આપણે આમાં થોડે અંશે
slightly? પણ સાથે છીએ?
   
21:34  Not too much, બહુ અંશે નહીં,
but just enough. પણ પૂરતું થાય એટલું.
   
21:42  So, where there is division એટલે કે, જયાં આપણી અંદર
in us psychologically, માનસિક રીતે વિભાજન હોય,
   
21:49  there must be conflict, ત્યાં સંઘર્ષ હોય જ,
and therefore disorder. અને એથી અવ્યવસ્થા હોય જ.
   
22:01  Now, as long હવે, જયાં સુધી
as there is disorder, અવ્યવસ્થા હોય,
   
22:06  trying to find order ત્યાં સુધી વ્યવસ્થા મેળવવાનો
is still disorder. પ્રયત્ન પણ અવ્યવસ્થા જ રહે છે.
   
22:14  Right? You understand ખરું? તમે મારા કહેવાનો
what I mean? અર્થ સમજો છો?
   
22:19  I am confused, હું ગૂંચવાયેલો છું,
   
22:25  my life is in disorder, મારું જીવન અવ્યવસ્થિત છે,
   
22:32  I am fragmented, હું ખંડિત છું,
broken up inside, અંદરથી તૂટી ગયેલો છું,
   
22:36  and being confused, out of that અને ગૂંચવાયેલો એવો હું,
confusion I create a pattern, એ ગૂંચવણમાંથી એક ઢાંચો,
   
22:46  an ideal, a scheme, એક આદર્શ, એક યોજના બનાવું છું,
   
22:52  and I say I am going to live અને હું કહું છું કે હું
according to that scheme. તે યોજના મુજબ જીવીશ.
   
22:56  But the origin of that scheme પરંતુ તે યોજનાનું મૂળ
is born out of my confusion. મારી ગૂંચવણમાંથી પેદા થયેલું છે.
   
23:05  Right? Clear? બરાબર? સ્પષ્ટ છે?
   
23:06  So, what I have એટલે, મારે જે સમજવાનું છે
to understand is તે એ કે
   
23:12  why am I confused, હું શા કારણે ગૂંચવાયેલો છું,
why am I disorderly. હું શા કારણે અવ્યવસ્થિત છું.
   
23:18  If I can understand that, then out જો હું એ સમજી શકું, તો પછી
of that comprehension, perception, એ આકલનમાંથી, અર્થબોધમાંથી
   
23:24  order naturally comes કોઈ પણ પ્રયત્ન વિના
without a single effort. વ્યવસ્થા સહજ જ આવે છે.
   
23:33  That is, if I can find એનો અર્થ એ કે જો હું મારી
the causation of my confusion, ગૂંચવણનું કારણ જાણી શકું,
   
23:39  then confusion doesn't exist, તો ગૂંચવણ રહેતી નથી,
then there is order. તો પછી વ્યવસ્થા હોય છે.
   
23:44  I wonder if you see this. તમે આ જુઓ છો કે કેમ?
   
23:47  Are we together in this, શું આપણે આમાં સાથે છીએ,
a little bit? થોડે અંશે?
   
23:53  Are we? Good. આપણે સાથે છીએ? સરસ.
   
23:58  When you say 'Yes, sir', જ્યારે તમે કહો છો, ‘હા, સર’,
do you really mean it? ત્યારે તમે ખરેખર એવો અર્થ કરો છો?
   
24:04  Or it is just verbal assertion કે પછી આ માત્ર શાબ્દિક કથન છે
– 'let's get on with it'. - ‘ચાલો આગળ વધીએ’.
   
24:10  That is dishonesty ! એ તો અપ્રામાણિકતા થઈ!
   
24:22  If we don't see things clearly, જો આપણે વસ્તુઓને સ્પષ્ટ ન જોઈએ,
don't say yes – say 'I don't see it' તો હા ન કહેવું – કહો કે ‘મને સ્પષ્ટ નથી’;
   
24:30  then we can together પછી આપણે સાથે મળીને
have a dialogue. સંવાદ કરી શકીએ.
   
24:35  But if you say yes, પણ જો તમે હા કહો,
   
24:40  your concern is then : તો પછી તમારી નિસબત હોય:
let's go on. ચાલો આગળ વધીએ.
   
24:47  So please, માટે કૃપયા
look at it carefully. આને કાળજીથી જુઓ.
   
24:54  We have got a whole hour. આપણી પાસે એક આખો કલાક છે.
   
24:59  And this awareness અને ગૂંચવણ વિષેની
of confusion આ જાગૃતિ
   
25:06  – not we should not - આપણે ગૂંચવાયેલા ન હોવું જોઈએ
be confused – એવું નથી -
   
25:11  but the very awareness પરંતુ ગૂંચવણ વિષેની જાગૃતિ
of confusion પોતે જ
   
25:15  brings about the cause of it, એના કારણને, કાર્યકારણના ભાવને
the causation. સ્પષ્ટ કરે છે.
   
25:23  So what is the cause? તો કારણ શું છે?
   
25:34  Do you understand? તમે સમજો છો?
   
25:36  If I am ill and જો હું બીમાર હોઉં અને
I go to the doctor, ડૉક્ટર પાસે જાઉં,
   
25:40  and the doctor અને ડૉક્ટર
– if he is fairly good – - જો હોશિયાર હોય તો -
   
25:44  says you are eating તમને કહે કે તમે અમુક વસ્તુઓ
or doing certain things ખાવ છો કે કરો છો,
   
25:48  that upset જે તમારા આખા શરીરતંત્રને
your whole organism, અસ્વસ્થ કરે છે,
   
25:51  so he says don't do this માટે આ ન કરો,
and don't do that. અને તે ન કરો.
   
25:56  So I change, એટલે હું બદલાઉં છું,
I eat properly. હું યોગ્ય આહાર લઉં છું.
   
26:01  In the same way એ જ રીતે,
if we can find the cause, જો આપણે કારણ શોધી શકીએ,
   
26:05  then the effect is changed. તો પરિણામ બદલાય છે.
   
26:10  And if there is a change in the અને જો પરિણામમાં કોઈ ફેરફાર થાય,
effect there is change in the cause. તો કારણમાં ફેરફાર થાય છે.
   
26:16  Do you understand? તમે સમજો છો?
   
26:23  Are we together આપણે સાથે છીએ
or you are asleep? કે તમે ઊંઘો છો?
   
26:30  Let's proceed. ચાલો આગળ વધીએ.
   
26:32  So, order is only possible માટે, વ્યવસ્થા ત્યારે જ શક્ય બને
   
26:40  when we understand જ્યારે આપણે અવ્યવસ્થાના
the nature of disorder. મૂળ સ્વરૂપને સમજીએ.
   
26:46  And the nature of disorder અને અવ્યવસ્થાના મૂળ સ્વરૂપનો
can be totally wiped out. સંપૂર્ણપણે નાશ કરી શકાય.
   
26:56  If I am quarrelling જો હું મારી પત્ની સાથે
with my wife, ઝઘડતો હોઉં,
   
26:59  or the wife is quarrelling અથવા પત્ની મારી સાથે
with me, ઝઘડતી હોય,
   
27:03  I find out તો હું શોધી કાઢું કે
why we are quarrelling. અમે શા કારણે ઝઘડીયે છીએ.
   
27:07  If we like to quarrel, જો અમને ઝઘડવાનું ગમતું હોય,
that's a different matter, તો એ જુદી વાત છે,
   
27:11  but if want પરંતુ જો અમે ઝઘડવાનું બંધ
to stop quarrelling કરવા માગતા હોઈએ, તો અમે કહીએ
   
27:15  we say, 'Let's talk about it, કે, ‘ચાલો આપણે એના વિષે વાત કરીએ,
let's see why we quarrel.' જોઈએ કે આપણે શા કારણે ઝઘડીએ છીએ.’
   
27:22  And then we find we are અને પછી આપણે જોઈએ છીએ કે
quarrelling about opinions, આપણે મંતવ્યો વિષે ઝઘડતા હોઈએ છીએ,
   
27:27  I want this and you want મારે આ જોઈએ અને તમારે
something different. કશુંક જુદું જોઈએ.
   
27:31  And thereby we begin આમ આપણે એકબીજા સાથે
to communicate with each other વાત કરવાનું શરૂ કરીએ છીએ અને
   
27:37  and ultimately come to some point છેવટે કોઈ એવા સ્થાન ઉપર આવીએ છીએ
where we both of us agree. કે જયાં આપણે બંને સંમત થઈએ.
   
27:43  So similarly, together, તો એવી જ રીતે, સાથે મળીને,
to live a life, જીવન જીવવું,
   
27:53  the art of living so that એવી જીવવાની કળા જેથી જીવન
it is completely orderly. સર્વથા વ્યવસ્થિત હોય.
   
28:01  That is the art of living. એ છે જીવવાની કળા.
   
28:06  Then, the art of living implies ત્યાર બાદ, જીવવાની કળાનો સૂચિતાર્થ
that there should be no fear. એ છે કે કોઈ ભય ન હોવો જોઈએ.
   
28:17  Right? Shall we go into it? બરાબર? શું આપણે એમાં જઈશું?
Are you interested in it? તમને એમાં રસ છે?
   
28:26  We are saying that અમે કહીએ છીએ કે
the art of living demands જીવવાની કળાની એ માંગ છે કે
   
28:32  that there should be કોઈ જ ભય ન હોવો જોઈએ
no fear at all  
   
28:42  – fear of psychological - માનસિક સલામતીનો ભય,
security,  
   
28:49  fear of death, મૃત્યુનો ભય,
   
28:54  fear of not પોતે કશુંક ન બનવાનો ભય,
becoming something,  
   
29:01  fear of losing, gaining – you know, હાનિ-લાભનો ભય – તમે જાણો છો,
the whole problem of fear. ભયની સંપૂર્ણ સમસ્યા.
   
29:09  Shall we talk about it શું આપણે એના વિષે સાથે મળીને
together? વાત કરીશું?
   
29:14  Whether it is possible શું ભયથી સંપૂર્ણત: મુક્ત થવું
to be free completely of fear, શક્ય છે ખરું,
   
29:24  because કારણ કે
a brain that is frightened, જે મગજ ડરી ગયેલું છે,
   
29:30  a brain that is frightened જે મગજ ડરી ગયેલું છે
is a dull mind, એ મૂઢ મન છે,
   
29:40  a mind that is not capable એવું મન જે અવલોકન કરવા માટે,
of observing, living. જીવવા માટે સમર્થ નથી.
   
29:46  Aren't you all frightened? શું તમે સૌ ભયભીત નથી?
   
29:52  Be a little honest with it. આમાં થોડા પ્રામાણિક રહો.
   
29:56  We are all frightened, આપણે સહુ આંતરિક રીતે
inwardly. ભયભીત છીએ.
   
30:02  We will first examine the inner, આપણે પહેલાં અંદરનું પરીક્ષણ કરીશું,
then we'll look at the outer, પછી બહારની તરફ જોઈશું,
   
30:07  not the other way round. એનાથી ઊલટું નહીં.
You understand? તમે સમજો છો?
   
30:13  We all want physical security, આપણને સૌને ભૌતિક સલામતી જોઈએ છે,
that's what everybody demands દરેક માણસ આની માગણી કરે છે
   
30:20  – money, position, safety, - ધન, હોદ્દો, સુરક્ષા,
security physically. શારીરિક સલામતી.
   
30:30  But we never enquire પરંતુ આપણે ક્યારેય
   
30:35  into the security, certainty, આંતરિક સલામતી, નિશ્ચિતતા વિષે
inwardly. તપાસ કરતાં નથી.
   
30:43  Because the inward activity shapes કારણ કે આંતરિક પ્રવૃત્તિ બાહ્યને
the outer, controls the outer. આકાર આપે છે, એનું નિયંત્રણ કરે છે.
   
30:51  Right? ખરું?
You understand it? તમે આ સમજો છો?
   
30:56  So, we are asking, માટે, આપણે પૂછીએ છીએ,
the art of living consists જીવવાની કળામાં માત્ર
   
31:02  not only having સંપૂર્ણ વ્યવસ્થા હોવી
complete order, એટલું જ નહીં, પરંતુ
   
31:08  but also to be totally, આંતરિક રીતે, માનસિક રીતે
psychologically, ભયથી સંપૂર્ણપણે મુક્ત હોવું
   
31:13  inwardly free of fear. પણ સામેલ છે.
   
31:17  Is that possible? શું એ શક્ય છે?
   
31:23  Because we have lived કારણ કે આપણે બાળપણથી
with fear from childhood. ભય સાથે જીવ્યાં છીએ.
   
31:32  Fear of the husband, fear પતિનો ભય, પત્નીનો ભય,
of the wife, fear of not achieving, ઉપલબ્ધિ ન મળવાનો ભય,
   
31:44  fear of not fulfilling, પરિપૂર્ણતા ન પામવાનો ભય,
fear of not being satisfied સંતુષ્ટ ન હોવાનો ભય,
   
31:51  – you know the nature of fear, - મને ખાતરી છે કે તમે સૌ
I am sure, all of you. ભયના મૂળ સ્વરૂપને જાણો છો.
   
31:57  So, we are asking what is તો, આપણે પૂછીએ છીએ કે ભયનું
the nature and the structure of fear. મૂળ સ્વરૂપ અને માળખું શું છે.
   
32:08  Ask yourself the question first. પહેલાં તમારી જાતને આ પ્રશ્ન પૂછો.
   
32:12  What is fear, ભય શું છે,
how does it arise, એ કેવી રીતે ઉત્પન્ન થાય છે,
   
32:19  what is the cause of it, એનું કારણ શું છે,
the root cause of it? એનું મૂળ કારણ?
   
32:25  I may be afraid મને અંધારાની બીક હોય,
of darkness,  
   
32:28  I may be afraid મને લોકોના અભિપ્રાયની બીક હોય,
of public opinion,  
   
32:33  I may be afraid of somebody મને એવા કોઈકની બીક હોય
who is going to beat me up. કે જે મને માર મારવાનું હોય.
   
32:44  There are વિવિધ પ્રકારના
various forms of fear. ભય હોય છે.
   
32:49  So shall we deal with the various તો શું આપણે વિવિધ પ્રકારો સાથે
forms one by one – એક પછી એક કામ કરીશું -
   
32:58  your particular fear, her particular તમારો અમુક ભય, આમનો અમુક
fear, or my particular fear – ભય, અથવા મારો અમુક ભય -
   
33:04  or shall we go together and find out કે પછી આપણે સાથે મળીને
the root of it, the cause of it? એનું મૂળ, એનું કારણ શોધી કાઢીશું?
   
33:12  Right? બરાબર?
Which do you want? તમને બેમાંથી કયું જોઈએ છે?
   
33:16  The various branches of fear, ભયની વિવિધ શાખાઓ,
or the very hidden root, કે ભયનું સાવ છુપાયેલું મૂળ,
   
33:24  hidden nature of fear? છુપાયેલું મૂળ સ્વરૂપ?
   
33:29  You understand? તમે સમજો છો?
What is the root of fear? ભયનું મૂળ શું છે?
   
33:39  The speaker is asking you વક્તા તમને આ પ્રશ્ન
this question, પૂછી રહ્યો છે,
   
33:46  and if you will kindly અને જો તમે કૃપયા
be honest this evening આજની સાંજે પ્રામાણિક રહો
   
33:52  – you can be dishonest - ત્યાર પછી તમે અપ્રામાણિક
afterwards, રહી શકો છો,
   
33:55  that's your nature, એ તમારો સ્વભાવ છે,
that's what you want – તમને એ જોઈએ છે -
   
33:59  but for this evening find out પણ આજની સાંજે તમારા પોતાના માટે
for yourself what is the root of it, એ શોધી કાઢો કે આનું મૂળ શું છે,
   
34:09  what brings આ બધો ભય
all this fear about. શેમાંથી આવે છે.
   
34:15  Because fear કારણ કે ભય
is most destructive. સૌથી વધુ વિનાશક છે.
   
34:22  In it, એમાં માણસ
one lives in an enclosed... બંધિયાર રીતે જીવે છે...
   
34:28  a sense of physical શારીરિક રીતે જ્ઞાનતંતુઓના
nervous tension, તણાવનું ભાન,
   
34:35  feeling small, frightened, નજીવા કે ભયભીત હોવાની લાગણી,
you know, the feeling of fear, તમે જાણો છો, ભયની લાગણી,
   
34:41  and where there is fear every kind અને જયાં ભય હોય, ત્યાં દરેક પ્રકારનું
of neurotic action takes place, ચિંતાગ્રસ્ત કાર્ય થાય છે,
   
34:49  irrational, જે બુદ્ધિહીનતા છે તે
pretending to be rational. બુદ્ધિગમ્ય હોવાનો દેખાવ કરે છે.
   
34:55  So it is important to find out એટલે તમારા પોતાના માટે આ શોધી કાઢવું
for yourself what is the root of it. અગત્યનું છે કે આનું મૂળ શું છે.
   
35:03  Or are there many roots of it, અથવા આનાં ઘણાં મૂળ છે,
or only one single root? કે માત્ર એક જ મૂળ છે?
   
35:20  Probably you have not કદાચ તમે આના વિષે
thought about this, વિચાર્યું નથી,
   
35:25  you are too busy તમે પૈસા કમાવામાં
earning money, અતિ વ્યસ્ત છો,
   
35:30  you are too busy તમે તમારી સ્થિતિ વિષે
worrying about your states, ચિંતા કરવામાં અતિ વ્યસ્ત છો,
   
35:35  you haven't probably ever given તમે કદાચ ક્યારેય આ શોધી કાઢવા
thought or enquiry માટે વિચાર કે તપાસ કર્યાં નથી
   
35:41  to find out if you can live કે તમે ભય વિના
without fear. જીવી શકો કે કેમ.
   
35:51  Change from 'what is' ‘જે છે’ તેમાંથી
to 'what should be' ‘જે હોવું જોઈએ’ તરફનો બદલાવ
   
35:55  is one of the causes of fear. એ ભયનાં કારણોમાંનું એક છે.
   
35:59  I may not ever arrive there, હું કદાચ ક્યારેય ત્યાં ન પહોંચું,
so I am frightened of that too. આથી હું એનાથી પણ ડરું છું.
   
36:06  I am also frightened હું જે બધું બની રહ્યું છે
of what is going on. એનાથી પણ ડરું છું,
   
36:11  I am also frightened of the past. હું ભૂતકાળથી પણ ડરું છું.
Right? ખરું?
   
36:18  So we are trying together તો આપણે સાથે મળીને શોધી
– not accepting કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ
   
36:22  what the speaker is saying – - વક્તા જે કહે
to find out. તે સ્વીકારતા નથી.
   
36:29  That requires honesty, આમાં પ્રામાણિકતાની,
scepticism, સંશયની જરૂર પડે છે,
   
36:36  not accepting a thing વક્તા જે કહે તેમાંની એકપણ
that the speaker is saying, વસ્તુ સ્વીકારવાની નથી,
   
36:44  but to see for ourselves પરંતુ આપણા પોતાના માટે
   
36:49  the essence and ભયના તથ્યને તથા માળખાને
the structure of fear. જોવાનાં છે.
   
36:57  Right? બરાબર?
What is fear? ભય એટલે શું?
   
37:03  Not what we are afraid about. આપણને શેનાથી બીક લાગે છે એ નહીં.
   
37:09  I am afraid about death મને મૃત્યુની બીક લાગે છે
– suppose – - ધારો કે -
   
37:12  because I am getting old કારણ કે હું વૃધ્ધ થઈ રહ્યો છું
and I am getting frightened. અને હું ડરું છું.
   
37:18  We are not asking અમે એ નથી પૂછતા કે
what you are afraid of, તમને શેનાથી બીક લાગે છે,
   
37:25  but what is fear 'per se', પણ ભય ‘સ્વત:’ છે શું,
in itself. એના પોતાનામાં શું છે.
   
37:31  You understand? તમે સમજો છો?
   
37:36  Are you getting tired? તમે થાકી ગયા છો?
   
37:39  All right. સારું.
So what is fear itself? તો ભય પોતે શું છે?
   
37:46  How does it come about? એ શેમાંથી ઉત્પન્ન થાય છે?
   
37:53  We will go together આપણે આનું પરીક્ષણ
into the investigation of it, સાથે મળીને કરીશું,
   
37:58  but you must together share it, પણ તમારે આમાં સહભાગી બનવું પડે,
not verbally accept it. શાબ્દિક રીતે સ્વીકારવાનું નહીં.
   
38:07  Then if you verbally accept it, જો તમે શાબ્દિક રીતે, તાત્વિક સિદ્ધાંત
theoretically or intellectually, તરીકે કે બૌદ્ધિક રીતે આને સ્વીકારો,
   
38:11  at the end of it તો અંતે તમે
you are still frightened. ભયભીત જ રહેશો.
   
38:14  And that's a waste of time, અને એ તો સમયનો બગાડ છે,
your time and the speaker's time. તમારા સમયનો અને વક્તાના સમયનો.
   
38:21  But if you and the speaker પરંતુ જો તમે અને વક્તા
can walk together, સાથે મળીને ચાલી શકો,
   
38:26  journey together ભયના સમગ્ર મૂળ સ્વરૂપની અંદર
into the whole nature of fear, સાથે મળીને મુસાફરી કરી શકો,
   
38:32  and you yourself અને તમે તમારી જાતે
   
38:35  capture the truth of the cause ભયના કારણના સત્યને પામી શકો,
of fear, then you are free. તો પછી તમે મુક્ત છો.
   
38:42  Unless you want to be frightened સિવાય કે તમે તમારું બાકીનું જીવન
for the rest of your life ભયભીત રહેવા માગતા હો
   
38:45  – you may like it, because people - તમને કદાચ એ ગમતું હોય, કેમ કે
do love some kind of fear લોકોને કોઈક પ્રકારનો ભય ગમતો હોય છે
   
38:50  because that makes them feel કારણ કે એનાથી લોકોને લાગે છે કે
   
38:55  at least they have something તેઓની પાસે પકડી રાખવા માટે
to hold on to. કશુંક તો છે.
   
39:10  What is the past? ભૂતકાળ એટલે શું?
   
39:15  Please listen, કૃપયા સાંભળો,
we are talking about fear. આપણે ભય વિષે વાત કરીએ છીએ.
   
39:19  What is the past, what is ભૂતકાળ શું છે, વર્તમાન શું છે,
the present, and what is the future? અને ભવિષ્ય શું છે?
   
39:30  The past is all that you have ભૂતકાળ એ બધું છે જે તમે
accumulated as memory, સ્મૃતિ તરીકે સંગ્રહ કરેલું છે,
   
39:38  the remembrance બની ગયેલી ઘટનાઓનું
of things gone, સ્મરણ,
   
39:45  and the present is the past, અને વર્તમાન એ જ ભૂતકાળ છે,
   
39:51  modifying itself જે પોતાનામાં ભવિષ્ય માટેના
to the future. ફેરફારો કરતો રહે છે.
   
39:54  Right? ખરું?
This is the actual fact. આ વાસ્તવિક હકીકત છે.
   
39:59  So you are એટલે તમે
the past memories, ભૂતકાળની સ્મૃતિઓ છો,
   
40:06  past remembrances, ભૂતકાળનાં સ્મરણો છો,
past accidents, ભૂતકાળના અકસ્માતો છો,
   
40:12  the whole accumulation ભૂતકાળનો સમગ્ર સંચય છો.
of the past. You are that. એ છો તમે.
   
40:19  You are the bundle તમે સ્મૃતિઓનું પોટલું છો.
of memories. That's a fact. એ હકીકત છે.
   
40:27  If you had no memories જો તમને કોઈ સ્મૃતિઓ ન હોય,
you don't exist. તો તમારું અસ્તિત્વ ન હોય.
   
40:34  So you are that. માટે તમે એ છો.
   
40:37  The past – please listen – ભૂતકાળ – કૃપયા સાંભળો -
is time, isn't it? સમય છે, ખરું કે નહીં?
   
40:46  The past has been ભૂતકાળને સમય થકી
gathered through time. એકત્ર કરવામાં આવ્યો છે.
   
40:54  I have had an experience, મને એક અનુભવ થયો છે,
a week ago, એક અઠવાડિયા પહેલાં,
   
41:01  that experience એ અનુભવે એક સ્મૃતિ
has left a memory, છોડી છે,
   
41:09  and that memory is born અને એ સ્મૃતિ ભૂતકાળના
from the past experience, અનુભવમાંથી જન્મી છે,
   
41:14  which is, when I use the word એટલે કે, જ્યારે હું ‘ભૂતકાળ’ શબ્દનો
'past', it's already time. પ્રયોગ કરું, ત્યારે એ સમય જ છે.
   
41:19  Right? Agreed? ખરું? તમે સંમત છો?
   
41:23  So it is time. તો આ સમય છે.
The past is time. ભૂતકાળ સમય છે.
   
41:28  And also the past is memory, અને ભૂતકાળ સ્મૃતિ, જ્ઞાન,
knowledge, experience. અનુભવ પણ છે.
   
41:36  Right, sirs? બરાબર, સર?
   
41:40  The past is ભૂતકાળ મગજમાં
experience, knowledge, સ્મૃતિ તરીકે સંગ્રહાયેલાં
   
41:46  stored in the brain અનુભવ અને જ્ઞાન છે,
as memory,  
   
41:49  and from memory અને સ્મૃતિમાંથી
thought arises. વિચાર ઉદ્ભવે છે.
   
41:54  This is a fact. આ એક હકીકત છે.
   
41:56  So time, which is the past, માટે સમય, જે ભૂતકાળ છે,
   
42:03  and also memory, અને સ્મૃતિ પણ,
which is the past, જે ભૂતકાળ છે,
   
42:06  so time and thought એટલે સમય અને વિચાર
are the same, એક જ છે,
   
42:13  they are not separate. એ બંને અલગ નથી.
   
42:16  Are you understanding this? તમે આ સમજો છો?
   
42:23  Are we together? શું આપણે સાથે છીએ?
A little bit? થોડાક અંશે?
   
42:31  So, we are asking, તો, આપણે કહીએ છીએ કે,
fear is both time and thought. ભય એ સમય અને વિચાર બંને છે.
   
42:42  I did something a week ago, મેં એક અઠવાડિયા પહેલાં કશુંક કર્યું,
which caused fear, જેનાથી ભય પેદા થયો,
   
42:52  I remember that fear, હું એ ભયને યાદ કરું છું,
   
42:57  and I want to prevent અને હું એને ફરી બનતાં
that happening again. અટકાવવા માગું છું.
   
43:02  So there is the past incident એટલે ભૂતકાળનો એક બનાવ છે
which caused fear, જેનાથી ભય પેદા થયો,
   
43:08  and it is recorded અને મગજમાં સ્મૃતિ તરીકે
in the brain as memory. એની નોંધણી થઈ છે.
   
43:16  That recording is time. એ નોંધણી એ સમય છે.
Right? ખરું?
   
43:24  This speech, this talk, આ બોલવું તે, આ પ્રવચન,
is being recorded, આની નોંધણી થઈ રહી છે,
   
43:29  this recording is time, આ નોંધણી એ સમય છે,
   
43:33  between the word and the thing, શબ્દ અને વસ્તુ વચ્ચે જે છે,
that is time. તે સમય છે.
   
43:38  I hope you understand મને આશા છે કે તમે
all this. આ બધું સમજો છો.
   
43:42  And thought is also time, અને વિચાર સમય પણ છે,
   
43:47  because thought comes કારણ કે વિચાર અસ્તિત્વમાં આવે છે
into being through memory, સ્મૃતિ થકી,
   
43:53  through knowledge, જ્ઞાન થકી,
through experience, અનુભવ થકી,
   
43:58  so thought and time are similar, માટે વિચાર અને સમય એકસમાન છે,
together એકસાથે છે,
   
44:04  they are not separate. બંને અલગ નથી.
Right? બરાબર?
   
44:10  And we are asking, અને આપણે પૂછીએ છીએ,
is that the root of fear? શું એ ભયનું મૂળ છે?
   
44:18  Time and thought, સમય અને વિચાર,
time-thought? સમય-વિચાર?
   
44:24  That is, I am afraid of death. એટલે કે, મને મૃત્યુનો ડર છે.
Right? ખરું?
   
44:30  I am still young, old, whatever, હું હજુ યુવાન છું, વૃધ્ધ છું,
I am healthy, જે કાંઈ હોય તે, હું તંદુરસ્ત છું,
   
44:34  but death is waiting for me, પરંતુ મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું છે,
and I am afraid of death. અને મને મૃત્યુની બીક છે.
   
44:40  That is, I have એટલે કે, મેં એને
put it away from me, મારાથી દૂર મૂકી દીધું છે,
   
44:48  but I am still afraid of that. પણ હજુ મને મૃત્યુની બીક છે.
   
44:52  Aren't you all afraid of death? તમને સહુને મૃત્યુની બીક નથી?
Yes? No? હા? ના?
   
45:00  You must be strange people જો તમને મૃત્યુની બીક ન હોય,
if you are not afraid of death. તો તમે સહુ વિલક્ષણ લોકો છો.
   
45:10  So, fear, the root of fear, માટે, ભય, ભયનું મૂળ છે
is thought-time. સમય-વિચાર.
   
45:21  Don't say 'How am I એવું ન કહો કે, ‘હું કેવી રીતે
to stop time and thought?' સમય અને વિચારને અટકાવું?’
   
45:29  If you say 'how' then you જો તમે ‘કેવી રીતે’ કહો, તો તમે
demand a system, a method, એક પદ્ધતિની, એક રીતની માગણી કરો છો,
   
45:36  then you will practise that method પછી તમે એ રીત મુજબનું આચરણ કરશો,
which means time. જેનો અર્થ છે સમય.
   
45:42  Right? So you are back again ખરું? આમ તમે ફરી પાછા
in the same old pattern. એના એ જ જૂના ઢાંચામાં આવી જાવ છો.
   
45:48  Have you understood? તમે સમજ્યા છો?
   
45:50  But if you understand, grasp, પરંતુ જો તમે સમજો, મજબૂત પકડ મેળવો,
   
45:55  have an insight into the nature ભયના મૂળ સ્વરૂપમાં તથા ભયના કારણમાં
of fear and the causation of fear, અંતર્દૃષ્ટિ મેળવો,
   
46:03  which is thought and time, જે વિચાર અને સમય છે,
if you really grasp that, જો તમે ખરેખર એની મજબૂત પકડ મેળવો,
   
46:10  then hold it, તો એને પકડી રાખો,
don't run away from it ! એનાથી દૂર ભાગી ન જાવ.
   
46:16  Look... જુઓ...
   
46:21  I don't know why I should મને ખબર નથી કે શા માટે મારે
explain all these things, આ બધું વિગતવાર સમજાવવું પડે છે,
   
46:25  they are all so simple. આ બધું એટલું તો સરળ છે.
   
46:29  But you are all very complicated પણ તમે સહુ લોકો બહુ અટપટા છો,
people, too intellectual, બહુ બુદ્ધિજીવી, બહુ ભણેલા,
   
46:35  too learned, too experienced, બહુ અનુભવી છો, તમે ક્યારેય કશાનેય
you can never meet anything simply. સરળતાથી મળી શકતા નથી.
   
46:45  We'll go into it. આપણે આમાં ઊંડા જઈશું.
   
46:53  Fear arises from something કશુંક અગાઉ બની ગયું હોય
that has happened before. એમાંથી ભય ઉત્પન્ન થાય છે.
   
47:00  I have had a toothache, મને દાંતનો દુખાવો થયો, હું દાંતના
go to the dentist, he heals it, ડૉક્ટર પાસે ગયો, એણે સાજો કર્યો,
   
47:08  but it has been recorded, પણ એની નોંધણી થઈ છે,
   
47:15  the pain has been recorded. એ પીડાની નોંધણી થઈ છે.
   
47:18  Where there is a recording there જયાં નોંધણી હોય, ત્યાં
must be the memory and saying સ્મૃતિ હોવાની જ અને એ કહે કે,
   
47:23  'I hope it will not happen ‘મને આશા છે કે આવું આવતીકાલે
again tomorrow.' ફરી નહીં થાય.’
   
47:27  So, the pain of yesterday તો, ગઈકાલની પીડા નોંધાય છે,
is recorded, then the memory, પછી સ્મૃતિ,
   
47:36  which is the recording, જે નોંધણી છે, એ કહે છે,
says, 'I hope I won't have it' ‘મને આશા છે કે આવું નહીં થાય’
   
47:40  – the whole process of that - આ સમગ્ર પ્રક્રિયા ભય છે.
is fear. Right? ખરું?
   
47:47  If you understand જો તમે આના
the principle of it, મૂળ તત્ત્વને સમજો,
   
47:53  the fundamental ભયની પાયાની
nature of fear, પ્રકૃતિને સમજો,
   
47:58  then you can deal with it, તો તમે આની સાથે કામ કરી શકો,
but if you are escaping from fear, પરંતુ જો તમે ભયથી પલાયન કરતા હો,
   
48:04  trying to rationalise it, trying એમ કહીને તાર્કિક રીતે સમજાવવાનો
to say, 'How am I, tell me, પ્રયત્ન કરતા હો કે, ‘હું કેવો છું, મને કહો,
   
48:11  help me to escape from it', મને આમાંથી છૂટવામાં મદદ કરો’,
then at the end of it, as you are, તો એના અંતમાં, તમે જેવા છો તેવા,
   
48:17  for the rest of your life તમારા બાકીના જીવનપર્યંત
you are frightened. Right? ભયભીત જ રહેશો. ખરું?
   
48:24  So the root of fear તો ભયનું મૂળ છે
is time-thought. સમય-વિચાર.
   
48:33  If you understand that – see જો તમે આ સમજો – આનું
the beauty of it, the subtlety of it. સૌંદર્ય જુઓ, આની બારીકાઈ જુઓ.
   
48:45  And the other thing is : અને બીજી વસ્તુ છે:
   
48:51  people are afraid લોકોને બીક છે
– as you are – - તમારી જેમ જ -
   
48:53  most human beings throughout આખી દુનિયામાં મોટાભાગના લોકોને
the world are afraid of death. મૃત્યુની બીક લાગે છે.
   
49:01  That's one of the આ જીવનના મૂળભૂત
fundamental fears of life. ભયમાંનો એક છે.
   
49:07  And we all know અને આપણે સહુ જાણીએ છીએ કે
death is for everybody, દરેકનું મૃત્યુ છે,
   
49:14  for you and the speaker. તમારું અને વક્તાનું છે.
   
49:16  That's an absolute certainty. એ અંતિમ નિશ્ચિતતા છે.
Right? ખરું?
   
49:22  You can't escape from that. તમે એનાથી પલાયન કરી ન શકો.
   
49:25  You might live longer તમે કદાચ લાંબું જીવો,
by not wasting your energy, તમારી ઊર્જાને વેડફયા વિના,
   
49:31  by leading a simple, સાદું, ડહાપણભરેલું,
sane, rational life, બુધ્ધિયુક્ત જીવન ગાળીને,
   
49:36  but however way you live, પણ તમે ભલે ગમે તે રીતે જીવો,
death is inevitable. તો પણ મૃત્યુ અનિવાર્ય છે.
   
49:46  Would you accept that? તમે એ સ્વીકારશો?
   
49:53  Not accept – it is a fact. સ્વીકારવાનું નહીં – એ એક હકીકત છે.
   
49:57  Would you face that fact? તમે એ હકીકતનો સામનો કરશો?
   
50:03  You are going to die ! તમે મરવાના છો!
So is the speaker. એમ જ વક્તા પણ.
   
50:11  You – who are you? તમે – તમે કોણ છો?
   
50:23  Who are you, sirs and ladies તમે કોણ છો, સજ્જનો અને સન્નારીઓ
– who are you? - તમે કોણ છો?
   
50:28  Your money, your position, તમારું ધન, તમારો હોદ્દો,
   
50:33  your capacity, તમારી ક્ષમતા,
your dishonesty, તમારી અપ્રામાણિકતા,
   
50:40  your confusion, તમારી ગૂંચવણ,
your anxiety, તમારી વ્યગ્રતા,
   
50:44  your loneliness, તમારું બૅન્કનું ખાતું,
your bank account તમારું બૅન્કનું ખાતું,
   
50:50  – you are all that, - તમે એ બધું છો,
aren't you? નહીં કે?
   
50:53  Be simple and honest. સરળ અને પ્રામાણિક રહો.
It is so ! આ આવું છે!
   
51:01  And we are asking, અને આપણે પૂછીએ છીએ,
   
51:07  what is the art of living જ્યારે આપણે મૃત્યુ પામવાના છીએ
when we are going to die? તો જીવવાની કળા શી છે?
   
51:16  It is there, એ તો છે જ,
whether you like it or not. ભલે તમને ગમે કે ન ગમે.
   
51:20  What is the art of living જીવવાની કઈ એવી કળા છે
so that one is not afraid of death? જેથી માણસને મૃત્યુની બીક ન રહે?
   
51:27  You understand? તમે સમજો છો?
   
51:33  Let's go into it. ચાલો આમાં ઊંડા જઈએ.
   
51:35  Let's go into it, not verbally, not ચાલો આમાં ઊંડા જઈએ, શાબ્દિક રીતે નહીં,
intellectually, not theoretically, બૌદ્ધિક રીતે નહીં, સૈદ્ધાંતિક રીતે નહીં,
   
51:41  but actually, so that you know પણ વાસ્તવિક રીતે, જેથી તમે જાણો
what death means. કે મૃત્યુનો અર્થ શો છે.
   
51:49  We are not advocating suicide. અમે આપઘાતની દલીલ નથી કરતા.
   
51:57  There are certain philosophers, અમુક તત્ત્વજ્ઞાનીઓ,
the existentialists and others, અસ્તિત્વવાદીઓ અને અન્ય લોકો છે,
   
52:03  who say life is a perpetual going up જેઓ કહે છે કે જીવન કાયમ કોઈ ટેકરીની
the hill and coming down the hill, ઉપર ચઢવા અને નીચે ઉતરવા,
   
52:13  pushing up the hill, and after you ઉપર જવા માટે જોર કરવા અને અમુક ઊંચાઈએ
reach a certain height, coming down. પહોંચ્યા પછી નીચે આવવા જેવું છે.
   
52:19  And life, such a life has no meaning, અને જીવન, આવા જીવનનો કોઈ અર્થ નથી,
therefore commit suicide. માટે આપઘાત કરો.
   
52:29  Do you understand? તમે સમજો છો?
   
52:35  We are not saying અમે એમ નથી કહેતા કે
that is the way to live, જીવન જીવવાનો રસ્તો એ છે,
   
52:40  that's not the art of living. એ જીવન જીવવાની કળા નથી.
   
52:43  But we are asking ourselves, પરંતુ આપણે આપણી જાતને પૂછીએ છીએ,
why are we afraid of death. શા કારણે આપણને મૃત્યુની બીક લાગે છે.
   
52:54  Whether we are young, આપણે યુવાન હોઈએ કે વૃધ્ધ,
old, and so on, અથવા જેવા પણ હોઈએ,
   
53:00  why is there this torment પણ શા કારણે આ તીવ્ર વ્યથા
of which we are so... જેનો આપણે આટલો બધો...
   
53:05  – it may be conscious - એ સભાનપણે હોય કે
or unconscious. અભાનપણે હોય.
   
53:12  And the fear of death અને મૃત્યુનો ભય એ દુ:ખ
is also suffering. Right? સહન કરવું પણ છે. બરાબર?
   
53:19  Suffering in leaving મારા કુટુંબને છોડવામાં
my family, suffering દુ:ખ સહન કરવું
   
53:25  – you know, all the things - તમને ખબર છે, મે સંચય કરેલી
I have accumulated, બધી જ વસ્તુઓ,
   
53:29  and I am leaving all that. અને હું એ બધું છોડું છું.
   
53:38  So, the art of living is not only to જીવનની કળા માત્ર એ શોધી કાઢવું જ નથી
find out how to live our daily life, કે આપણું રોજિંદું જીવન કેવી રીતે જીવવું,
   
53:47  but also to find out પરંતુ એ શોધી કાઢવું પણ છે
   
53:51  what the significance of death is, કે જીવતા હોઈએ તે દરમ્યાન
while living. Right? મૃત્યુનો મર્મ શો છે. બરાબર?
   
54:03  What is death? મૃત્યુ એટલે શું?
   
54:07  There is the biological, એક જૈવિક, શારીરિક અંત છે,
organic ending through disease, રોગ થકી,
   
54:16  through old age, through accident, મોટી ઉંમરને લીધે, અકસ્માતથી,
through some misfortune કોઈ દુર્ઘટના થકી
   
54:23  – I go down the street, a brick may - હું રસ્તા ઉપર જતો હોઉં, અને બનવાજોગ
fall on me by chance and I am killed. મારી ઉપર એક ઈંટ પડે અને હું મરી જાઉં.
   
54:34  So what do we mean by dying? તો આપણે મરવાનો અર્થ શો કરીએ છીએ?
   
54:40  If we can understand that જો આપણે એ સમજી શકીએ,
   
54:44  then life and death તો જીવન અને મૃત્યુ
can live together. સાથેસાથે રહી શકે.
   
54:52  You understand? તમે સમજો છો?
   
54:53  Not death at the end માણસના આખા જીવનના
of one's whole… અંતમાં મૃત્યુ નહીં...
   
54:59  when the organism ends, જ્યારે જીવતંત્ર અંત પામે,
but to live together, પણ સાથે મળીને જીવવું,
   
55:03  to live with death and life. મૃત્યુ અને જીવન સાથે જીવવું.
   
55:10  Have you ever asked તમે ક્યારેય આ પ્રશ્ન
this question? પૂછ્યો છે?
   
55:15  Probably not. કદાચ નહીં.
You ask that question. તમે એ પ્રશ્ન પૂછો.
   
55:20  Put it to yourself, this question તમારી જાત સમક્ષ આ પ્રશ્ન મૂકો
whether it is possible to live કે જીવવું શક્ય છે
   
55:27  – which is the art of living – - જે છે જીવવાની કળા -
living, and living with death. જીવવું, અને મૃત્યુની સાથે જીવવું.
   
55:41  Then to find that out you must પછી એ શોધી કાઢવા માટે તમારે એ
find out what is living. Right? શોધી કાઢવું પડે કે જીવવું એટલે શું. ખરું?
   
55:51  Which is more important, વધારે મહત્ત્વનું શું છે,
   
55:53  dying or living? મરવું કે જીવવું?
Before or after? પહેલાં કે પછી?
   
56:01  You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
56:05  Most people are concerned મોટાભાગના લોકોની નિસબત
with after, પછી સાથે હોય છે,
   
56:09  whether there is reincarnation, કાં તો પુનર્જન્મ હોય,
all that kind of stuff. અથવા બીજું કશું હોય.
   
56:14  But they never ask, પરંતુ તેઓ ક્યારેય એ નથી પૂછતા,
   
56:17  which is more important, કે વધારે મહત્ત્વનું શું છે,
the living, which is an art... જીવવું, જે એક કળા છે...
   
56:23  If there is right living, જો સાચું જીવન હોય,
   
56:26  perhaps death તો કદાચ મૃત્યુ પણ
is also part of right living, સાચી રીતે જીવવાનો એક ભાગ છે,
   
56:31  – you understand – - તમે સમજો છો -
not at the end of one's stupid life ! મૂર્ખાઈભરેલા જીવનના અંતમાં નહીં!
   
56:38  So one must enquire first, માટે માણસે પહેલાં એ તપાસ કરવી પડે,
what is living. કે જીવવું એટલે શું.
   
56:48  You answer it, sir. તમે આનો જવાબ આપો, સર.
   
56:50  We will discuss it, આપણે આની ચર્ચા કરીશું,
have a dialogue about it, આને વિષે સંવાદ કરીશું,
   
56:53  but you have to answer પણ તમારે આનો જવાબ
that question for yourself. પોતાને માટે આપવો જ રહ્યો.
   
57:00  Which means, જેનો અર્થ છે,
what is your life? તમારું જીવન શું છે?
   
57:04  What's your daily life, તમારું રોજિંદું જીવન શું છે,
which is what your life is, એટલે કે જે તમારું જીવન છે,
   
57:10  a long series of daily lives. રોજેરોજના જીવનની હારમાળા છે.
   
57:14  What are those એ બધાં જીવનોની
long series of lives? લાંબી હારમાળા શું છે?
   
57:21  Pain, anxiety, insecurity, પીડા, વ્યગ્રતા, બિનસલામતી,
uncertainty. Right? અનિશ્ચિતતા. ખરું?
   
57:31  Some kind of illusory devotion to તમે ઉપજાવેલી કોઈક વસ્તુ પ્રત્યે
some entity which you have invented, ભ્રામક ધાર્મિકતા,
   
57:40  some kind of fanciful, illusory કોઈક પ્રકારનું કાલ્પનિક, ભ્રામક
existence, a make-believe life, અસ્તિત્વ, એક ઢોંગ ભરેલું જીવન,
   
57:48  having faith, having belief શ્રદ્ધા હોવી, માન્યતા હોવી
– all that is what you are. Right? - તમે આ બધું છો. ખરું?
   
57:56  You are attached to your house, તમે તમારા મકાન સાથે,
to your money, to your bank, તમારા ધન સાથે, તમારી બૅન્ક સાથે,
   
58:02  to your wife, children. તમારી પત્ની, બાળકો પ્રત્યે
Right? આસક્ત છો. ખરું?
   
58:06  You are attached, hold, right? તમે જોડાયેલા છો, પકડો છો, ખરું?
This is your life. આ તમારું જીવન છે.
   
58:13  Would you contradict that? તમે આનો વિરોધ કરશો?
   
58:18  Would you contradict that? તમે આનો વિરોધ કરશો?
   
58:21  The description, which વક્તાએ દર્શાવેલું વર્ણન
the speaker has pointed out, આ છે, કે
   
58:26  that you live તમે સતત મથામણ,
a constant struggle,  
   
58:31  constant effort, સતત પ્રયત્ન,
comfort, pain, સગવડ, પીડા,
   
58:39  loneliness, sorrow એકલતા, વિષાદને જીવો છો
– that's your life. - એ છે તમારું જીવન.
   
58:47  And you are afraid અને તમે એને છોડવાથી
to let that go. ગભરાવ છો.
   
58:52  And death says, 'My friend, અને મૃત્યુ કહે છે, ‘મારા મિત્ર,
you can't take it with you. તમે એને તમારી સાથે ન લઈ જઈ શકો.
   
58:58  You can't take your money, your તમે તમારું ધન, તમારું કુટુંબ, તમારું જ્ઞાન,
family, your knowledge, your beliefs.' તમારી માન્યતાઓ સાથે ન લઈ જઈ શકો.’
   
59:04  Death says you have to leave મૃત્યુ કહે છે, તમારે એ બધું
all that behind. પાછળ છોડી દેવું રહ્યું.
   
59:10  Right? ખરું?
Would you agree to that? તમે એની સાથે સંમત થશો?
   
59:16  Or do you deny that? કે એને નકારશો?
   
59:20  Face it, sirs. આનો સામનો કરો, સર.
   
59:23  So, the art of living is તો, જીવવાની કળા એ છે
   
59:32  – need I answer it? - મારે આનો જવાબ આપવાની જરૂર છે?
   
59:36  You see, you are waiting તમે જુઓ, તમે મારા જવાબ આપવાની
for me to answer it. રાહ જોઈ રહ્યાં છો.
   
59:44  Look sir, I am attached જુઓ સર, હું મારી પત્ની સાથે
to my wife, જોડાયેલો છું,
   
59:52  or to a certain conclusion, અથવા અમુક નિષ્કર્ષ સાથે,
   
59:56  I am tremendously હું એની સાથે
attached to it. જબરદસ્ત રીતે જોડાયેલો છું.
   
1:00:04  Now, death says to me, હવે મૃત્યુ મને કહે છે,
   
1:00:07  'You can't. When I'll come ‘તમે ન લઈ જઈ શકો, હું આવું ત્યારે
you'll have to let go.' તમારે એને છોડવું જ પડશે.’
   
1:00:16  Now, is it possible for me, હવે, શું મારા માટે હું જીવતો હોઉં ત્યારે,
living, to let go? એને છોડવું શક્ય છે?
   
1:00:25  Yes, sir ! Will you? હા, સર! તમે છોડશો?
Will you let go? તમે છોડશો?
   
1:00:34  Absolute silence. સંપૂર્ણ શાંતિ.
   
1:00:40  I am attached હું મારા ફર્નીચર સાથે
to my furniture, જોડાયેલો છું,
   
1:00:45  I have polished it, મેં એને ઘસીને ચળકતું કર્યું છે,
I have looked after it, મેં એની કાળજી કરી છે,
   
1:00:48  it's an old piece of furniture, એ જૂનું ફર્નિચર છે,
   
1:00:52  I won't give it away, હું એ કોઈને નહીં આપું.
it's mine. એ મારું છે.
   
1:00:56  I have lived with it for years, હું એની સાથે વર્ષોથી જીવ્યો છું,
eighty years. It's part of me. એંસી વર્ષ. એ મારો ભાગ છે.
   
1:01:05  When I am attached to that piece જ્યારે હું એ ફર્નિચર સાથે જોડાયેલો હોઉં,
of furniture, that furniture is me. તો એ ફર્નિચર હું છું.
   
1:01:13  I know you laugh, હું જાણું છું તમે હસો છો,
   
1:01:19  but you won't let પણ તમે એ ફર્નીચરને
that furniture go. છોડશો નહીં.
   
1:01:27  So death says to you, તો મૃત્યુ તમને કહે છે,
   
1:01:30  'My friend, you can't take ‘મારા મિત્ર, તમે એ મેજ
that desk with you.' તમારી સાથે ન લઈ જઈ શકો.’
   
1:01:36  So can you be totally free, તો શું તમે સંપૂર્ણપણે મુક્ત રહી શકો,
   
1:01:41  totally free of that attachment એ ફર્નીચર પ્રત્યેની આસક્તિથી
to that piece of furniture? સંપૂર્ણપણે મુક્ત?
   
1:01:49  You live with that furniture, તમે એ ફર્નિચર સાથે જીવો,
   
1:01:51  but totally free પરંતુ એની આસક્તિથી
of attachment to that. સંપૂર્ણપણે મુક્ત.
   
1:01:57  That is death. એ છે મૃત્યુ.
You understand? તમે સમજો છો?
   
1:02:01  So that you are living, જેથી તમે જીવતા રહો,
living and dying all the time. દરેક સમયે જીવતા અને મરતા.
   
1:02:10  Oh, you don't see ઓહ, તમે આનું સૌંદર્ય જોતાં નથી!
the beauty of it !  
   
1:02:15  You don't see તમે આ મુક્તિને જોતાં નથી
the freedom that it gives you કે આ તમને
   
1:02:19  the energy, the capacity. ઊર્જા, ક્ષમતા આપે છે.
   
1:02:26  Where you are attached જયાં તમે આસક્ત હો,
there is fear, ત્યાં ભય હોય છે,
   
1:02:30  there is anxiety, વ્યગ્રતા,
uncertainty. અનિશ્ચિતતા હોય છે.
   
1:02:34  Uncertainty, fear, અનિશ્ચિતતા, ભયને કારણે
causes sorrow. વિષાદ થાય છે.
   
1:02:49  And to go into the question અને વિષાદના પ્રશ્નમાં ઊંડા
of sorrow – that's part of life. ઊતરવું – એ જીવનનો એક ભાગ છે.
   
1:02:56  Everyone on earth has suffered, પૃથ્વી ઉપર સૌએ દુ:ખ સહન કર્યું છે,
has shed tears. આંસુ વહાવ્યાં છે.
   
1:03:10  Haven't you shed tears? તમે આંસુ વહાવ્યાં નથી?
   
1:03:16  Your husband તમારો પતિ તમારી
doesn't care for you, સંભાળ નથી લેતો,
   
1:03:21  he uses you એ તમારો ઉપયોગ કરે છે
and you use him. અને તમે એનો ઉપયોગ કરો છો.
   
1:03:28  And you suddenly realise અને તમે અચાનક અનુભવો છો કે
how ugly that is, એ કેટલું કદરૂપું છે,
   
1:03:37  and you suffer. અને તમે દુ:ખ સહન કરો છો.
   
1:03:42  Man has killed man throughout આખાયે ઇતિહાસ દરમ્યાન માનવે
history in the name of religion, માનવનો વિનાશ કર્યો છે,
   
1:03:48  in the name of God, ધર્મને નામે, ઈશ્વરને નામે,
in the name of nationality… Right? રાષ્ટ્રીયતાને નામે... ખરું?
   
1:03:57  So man તો માનવે અપાર દુ:ખ
has suffered immensely. સહન કર્યું છે.
   
1:04:05  And they have never been અને તેઓ ક્યારેય એ સમસ્યાનો
able to solve that problem, ઉકેલ લાવી નથી શક્યા,
   
1:04:13  never suffer. કે ક્યારેય દુ:ખ સહન ન કરવું.
   
1:04:16  Because where there is suffering કેમ કે જ્યારે આપણે દુ:ખ સહન
there is no love. કરીએ છીએ, ત્યારે પ્રેમ નથી હોતો.
   
1:04:26  In suffering there is દુ:ખ સહન કરવામાં
not only self-pity, માત્ર આત્મ દયા જ નહીં,
   
1:04:31  there is also fear of loneliness, પણ એકલતાનો, વિયોગનો,
of separation, of division, વિભાજનનો ભય, વસવસો,
   
1:04:44  a remorse, guilt – all that અપરાધભાવ – આ બધું જ
is contained in that word. એ શબ્દમાં સમાવિષ્ટ છે.
   
1:04:54  And we have never આપણે ક્યારેય આ સમસ્યાનો
solved this problem. ઉકેલ લાવ્યા નથી.
   
1:05:02  We put up with it, આપણે એને સહન કરી લઈએ છીએ,
we shed tears આપણે આંસુ વહાવીએ છીએ,
   
1:05:08  and carry the memory અને પુત્રની, કે ભાઈની,
of the son,  
   
1:05:11  or the brother, or the wife, or the કે પત્નીની કે પતિની સ્મૃતિને
husband for the rest of your life. બાકીના જીવનપર્યંત સાથે રાખીએ છીએ.
   
1:05:23  Is there an end to sorrow? શું વિષાદનો અંત છે ખરો?
   
1:05:29  Or must man forever કે પછી માનવે હંમેશ માટે
and ever carry this burden? આનો બોજો ઉઠાવવો જ રહ્યો?
   
1:05:40  To find that out એ શોધી કાઢવું તે પણ
is also the art of living. જીવવાની કળા છે.
   
1:05:52  The art of living ભયનું ન હોવું તે
is to have no fear. જીવવાની કળા છે.
   
1:06:00  And also the art of living અને વિષાદ ન હોવો તે પણ
is to have no sorrow. જીવવાની કળા છે.
   
1:06:10  So to enquire into માટે આ જટિલ સમસ્યાની મહીં
that complex problem, તપાસ કરવાની છે, કે
   
1:06:17  why man not only શા કારણે માનવ અન્ય માનવો પ્રત્યે
has been inhuman માત્ર અમાનવીય જ નહીં,
   
1:06:25  but also cruel પરંતુ ક્રૂર પણ રહ્યો છે,
to other people,  
   
1:06:29  brutal, violent, killing પાશવી, હિંસક, હજારો, લાખોની સંખ્યામાં
by the millions, thousands. લોકોને મારી નાખતો રહ્યો છે.
   
1:06:38  And how many people અને કેટલા બધા લોકોએ
have shed tears over their sons, પોતાના પુત્રો, કે પતિઓ,
   
1:06:43  or their husbands, કે અન્ય સંબંધીઓ માટે
or their relations, and so on? આંસુ વહાવ્યાં છે?
   
1:06:49  And we are still carrying on અને આપણે હજુયે એનો એ જ
the same old rotten, પુરાણો ઢાંચો, એકબીજાને મારી નાખવાની
   
1:06:52  filthy, brutal game, ગંદી, પાશવી રમત
killing each other. આગળ ચલાવીએ છીએ.
   
1:07:04  You are going to have, I believe મેં અહીં આવતી વખતે જોયું,
I saw as we came down, કે અહીં નૌકાસૈન્યનો
   
1:07:10  a naval show here. એક કાર્યક્રમ થવાનો છે.
   
1:07:15  Right? Yes, sir. ખરું? હા, સર.
   
1:07:21  And you are very proud of your army, તમે સૌ તમારા લશ્કર અને નૌકાસૈન્ય
and your navy, and all that rot ! વગેરે માટે ખૂબ અભિમાન ધરાવો છો.
   
1:07:29  And every country is proud દરેક દેશ હજારો લોકોના વિનાશ માટેનાં
of its own military instruments પોતાનાં લશ્કરી ઉપકરણો માટે
   
1:07:35  to kill thousands of people. અભિમાન ધરાવે છે.
   
1:07:44  And you agree that we should not, તમે સંમત છો કે આપણે આ ન કરવું જોઈએ,
and you carry on the next day, અને બીજે દિવસે આગળ ચાલ્યાં જાવ છો,
   
1:07:55  never enquiring whether you ક્યારેય એ તપાસ નથી કરતાં કે તમે
can stop in yourself violence, તમારી અંદર હિંસા અટકાવી શકો છો કે નહીં,
   
1:08:10  why wars exist. યુધ્ધોનું અસ્તિત્વ શા કારણે છે.
   
1:08:15  Do you realise, sirs, there have તમે સમજો છો, સર, કે છ હજાર
been wars for six thousand years વર્ષોથી યુધ્ધો થતાં આવ્યાં છે
   
1:08:22  – man killing man. - માણસ માણસને મારી નાખે છે.
   
1:08:26  The filthiness, એ બધાંની ગંદકી, કુરૂપતા.
the ugliness of it all.  
   
1:08:35  And you don't mind. અને તમને વાંધો નથી.
   
1:08:38  It is happening far away એ ક્યાંક દૂર બની રહ્યું છે,
somewhere, and you don't mind. અને તમને વાંધો નથી.
   
1:08:45  But you are preparing પરંતુ તમે પણ એની જ
for it too. તૈયારી કરી રહ્યાં છો.
   
1:08:51  So that is one માટે આ જીવનની
of the problems of life, સમસ્યાઓમાંની એક છે,
   
1:08:56  whether it is possible કે શું વિષાદ વિના જીવવું
to live without sorrow. શક્ય છે ખરું.
   
1:09:10  What is sorrow? વિષાદ એટલે શું?
   
1:09:14  Why, when my son dies શા માટે જ્યારે મારો પુત્ર અવસાન પામે
   
1:09:19  – my son, not yours, - મારો પુત્ર, તમારો નહીં,
that's your affair – એ તમારી બાબત છે -
   
1:09:24  when my son dies જ્યારે મારો પુત્ર અવસાન પામે,
something has broken in me, ત્યારે મારી અંદર કશુંક તૂટી જાય છે,
   
1:09:35  especially if I am a woman. ખાસ કરીને જો હું સ્ત્રી હોઉં તો.
   
1:09:40  I have born him in my womb, મેં એને મારા ગર્ભમાં ધારણ કર્યો છે,
give birth, and I have nursed him, જન્મ આપ્યો છે, અને એને ઉછેર્યો છે,
   
1:09:49  looked after him, એની સંભાળ લીધી છે,
   
1:09:53  and the pain of all that and અને એ બધાંની પીડા અને ખુશી,
the pleasure, the joy of the mother, માતાનો હર્ષ,
   
1:10:00  and then he ends up અને પછી એને અંતે
being killed મારી નાખવામાં આવે છે
   
1:10:07  – for your country. - તમારા દેશને માટે.
   
1:10:12  Your honour demands તમારું ગૌરવ એ માગણી કરે છે કે
that he'll be killed. એને મારી નાખવામાં આવશે.
   
1:10:17  You understand all this, તમે આ બધું સમજો છો,
don't you? નહીં કે?
   
1:10:22  Why do you allow it? કેમ તમે આ ચાલવા દો છો?
   
1:10:35  So what is sorrow? તો વિષાદ એટલે શું?
   
1:10:47  Is it that my son, શું એવું છે કે મારો પુત્ર,
– gone, can never return, - જતો રહ્યો, કદી પાછો ન આવી શકે,
   
1:10:54  though I think we'll meet next life, જો કે હું વિચારું છું કે અમે આગલા જન્મમાં,
or in heaven, or in hell – કે સ્વર્ગમાં, કે નર્કમાં મળીશું -
   
1:11:05  he is gone, that's a fact. એ જતો રહ્યો છે, એ હકીકત છે.
   
1:11:08  But I carry the memory, પણ હું સ્મૃતિને આગળ ચલાવું છું,
   
1:11:14  I keep his picture હું એનું ચિત્ર મારા હ્રદયની
round my heart. આજુબાજુ રાખું છું.
   
1:11:21  I live on that memory, હું એ સ્મૃતિને આધારે,
shedding tears. આંસુ વહાવતો જીવું છું.
   
1:11:28  I can't forget. હું ભૂલી શકતો નથી.
   
1:11:32  It is part of my burden. એ મારા બોજાનો એક ભાગ છે.
   
1:11:39  Don't you know all this? તમે આ બધું નથી જાણતાં શું?
   
1:11:43  Or is the speaker saying કે પછી વક્તા કશુંક
something irrelevant? અસંગત બોલી રહ્યો છે?
   
1:11:54  And you have never asked તમે ક્યારેય પૂછ્યું નથી કે આપણે
why we suffer. શા કારણે દુ:ખ સહન કરીએ છીએ.
   
1:12:05  And we have never enquired અને આપણે ક્યારેય વિષાદ વિષે,
into sorrow, into suffering, દુ:ખ સહન કરવા બાબતે
   
1:12:11  and asked તપાસ કરી નથી અને પૂછ્યું નથી કે,
whether it can ever end, શું એનો ક્યારેય અંત થઈ શકે ખરો,
   
1:12:16  not at the end માણસના જીવનના
of one's life, અંતમાં નહીં,
   
1:12:22  but now, today. પણ અત્યારે, આજે.
   
1:12:31  If you begin to enquire into it જો તમે એમાં તપાસ કરવાનું શરૂ કરો,
– as we are doing now I hope – - જે મને આશા છે કે અત્યારે આપણે
   
1:12:39  what is the cause? કરી રહ્યાં છીએ - તો કારણ શું છે?
   
1:12:42  Is it self-pity? શું એ આત્મ દયા છે?
   
1:12:46  Is it that he was young, શું એ છે કે એ યુવાન હતો, તાજગીભર્યો,
fresh, alive – and gone? ખુશખુશાલ – અને જતો રહ્યો?
   
1:12:59  Is it that શું એ છે કે
I am attached to him? હું એના પ્રત્યે આસક્ત છું?
   
1:13:03  Face all this, sirs ! આ બધાંનો સામનો કરો, સર!
   
1:13:08  Is it I am attached to him? શું હું એના પ્રત્યે આસક્ત છું?
   
1:13:14  And that attachment, અને તે આસક્તિ,
what is that attachment? શું છે તે આસક્તિ?
   
1:13:21  To whom am I attached? હું કોના પ્રત્યે આસક્ત છું?
To my son? મારા પુત્ર પ્રત્યે?
   
1:13:26  What do I mean by my son? ‘મારો પુત્ર’ કહેવાનો મારો અર્થ શો છે?
   
1:13:30  – be rational, logical – - બુદ્ધિગમ્ય, તર્કસંગત રહો -
   
1:13:35  what is my son? મારો પુત્ર એટલે શું?
   
1:13:37  I have a picture of him, મારી પાસે એનું એક ચિત્ર છે,
I have an image of him, મારી પાસે એની એક માનસિક છબી છે,
   
1:13:42  I want him to be something. હું એ કશુંક ખાસ બને એમ ઇચ્છું છું.
Right? ખરું?
   
1:13:48  I want him to be something, હું એ કશુંક ખાસ બને એમ ઇચ્છું છું,
and he is my son. અને એ મારો પુત્ર છે.
   
1:14:01  And I am attached અને હું અત્યંત આસક્ત છું
desperately  
   
1:14:06  because he will કેમ કે એ મારો ધંધો
carry on my business, આગળ વધારશે,
   
1:14:17  he will be better એ વધારે પૈસા કમાવામાં
at getting more money. મારા કરતાં વધુ હોશિયાર હશે.
   
1:14:21  You know, you are all playing તમને ખબર છે, તમે સહુ આ રમત
this game, you know it very well. રમો છો, તમે આ બહુ સારી રીતે જાણો છો.
   
1:14:29  And that's one side. And that's one side.
   
1:14:32  And also I have અને મને એને માટે
a certain affection for him. અમુક સ્નેહ પણ છે.
   
1:14:38  We won't call it love, આપણે એને પ્રેમ નહીં કહીએ,
   
1:14:42  but we'll call it પણ આપણે એને અમુક
a certain kind of affection. ખાસ પ્રકારનો સ્નેહ કહીશું.
   
1:14:46  If you loved your son જો તમે તમારા પુત્રને પ્રેમ કરતા હતા,
   
1:14:50  you would have તો તમે એને જુદા પ્રકારનું
a different kind of education, શિક્ષણ આપ્યું હોત,
   
1:14:53  a different kind જુદા પ્રકારનો
of upbringing, ઉછેર આપ્યો હોત,
   
1:14:59  not just follow your footsteps. માત્ર તમારાં પગલે ચાલવા ન કહ્યું હોત.
   
1:15:03  He is the new generation, એ નવી પેઢી છે,
   
1:15:09  and a new generation may be અને નવી પેઢી તમારી પેઢી કરતાં
totally different from yours, સંપૂર્ણપણે વિશિષ્ટ હોઈ શકે,
   
1:15:16  I hope he is. મને આશા છે કે તમારો પુત્ર વિશિષ્ટ છે.
   
1:15:19  I want him to be હું એવું ઈચ્છું છું કે
a new generation, એ નવી પેઢી હોય,
   
1:15:21  of a different type મારા કરતાં જુદા પ્રકારની
of person than me. વ્યક્તિ હોય.
   
1:15:29  Not follow હું જે કરું છું એનું
what I have been doing અનુસરણ ન કરે
   
1:15:32  – engineer, businessman, - ઇજનેર, વેપારી,
and all that business. અને એ બધા ધંધા.
   
1:15:42  But I want him પરંતુ હું ઈચ્છું છું કે
to inherit my money, એ મારા ધનનો, મારી સંપત્તિનો,
   
1:15:46  my possessions, my house મારા મકાનનો વારસ હોય
   
1:15:52  – you know the game - તમે સહુ જે રમત રમો છો
you are all playing. એ તમે જાણો છો.
   
1:15:59  And when he dies અને જ્યારે એ અવસાન પામે,
everything is broken. ત્યારે એ બધું જ તૂટી જાય છે.
   
1:16:06  That is, my picture of him, એટલે કે, મારું પુત્ર વિષેનું ચિત્ર,
my wanting him to be this and that, એ આ કે તે બને એ મારી ઇચ્છા,
   
1:16:12  that just comes to an end, એ બધાંનો તદ્દન અંત આવે છે,
and I am shocked. અને મને આઘાત લાગે છે.
   
1:16:21  And I turn પછી હું મારા ભત્રીજા,
to my nephew, my niece, મારી ભત્રીજી, કે કોઈ અન્ય તરફ
   
1:16:27  to someone to carry on વળું છું, જે આ જ ઢાંચો
the same pattern, આગળ ચાલુ રાખે,
   
1:16:32  because I have lots of money કારણ કે મારી પાસે અતિશય પૈસા છે,
or a single room. અથવા એક ઓરડો છે.
   
1:16:38  Don't you know all this? તમને આ બધી નથી ખબર?
   
1:16:41  How cruel all this is. આ બધું કેટલું નિષ્ઠુર છે.
   
1:16:46  And this is one of the causes અને મહાન વિષાદનાં
of great sorrow. કારણોમાંનું આ એક છે.
   
1:16:56  And death of course અને મૃત્યુ ખરેખર
is the final sorrow. અંતિમ વિષાદ છે.
   
1:17:05  But if you are living, પરંતુ જો તમે જીવતા હો,
with death and life together, મૃત્યુ અને જીવન એકસાથે મળીને,
   
1:17:13  then there is no change. તો પછી કોઈ પરિવર્તન નથી.
   
1:17:21  You are incarnating તમે દરરોજ તાજગીસભર
every day afresh – not you, પુનર્જન્મ પામો છો – તમે નહીં,
   
1:17:26  a new thing is incarnating એક નવી વસ્તુ દરરોજ તાજગીસભર
every day afresh. પુનર્જન્મ પામે છે.
   
1:17:34  And in that અને એમાં મહાન સૌંદર્ય છે.
there is great beauty.  
   
1:17:38  That is creation. એ સર્જન છે.
   
1:17:42  Not merely painting a picture, નહીં કે માત્ર ચિત્ર દોરવું,
building a house, and architecture, મકાન બનાવવું, સ્થાપત્ય,
   
1:17:48  but living with this : પણ આની સાથે જીવવું:
death and life. મૃત્યુ અને જીવન.
   
1:17:56  And in that અને એમાં અસાધારણ મુક્તિ છે.
there is tremendous freedom.  
   
1:18:05  And freedom implies also, અને મુક્તિનો સૂચિતાર્થ એ પણ છે,
   
1:18:07  the root meaning of that word ‘મુક્તિ’ શબ્દનો મૂળ અર્થ
'freedom' is also love. પ્રેમ પણ છે.
   
1:18:17  Living, the art of living જીવવું, જીવવાની કળા
and the art of dying, together. અને મરવાની કળા, એકસાથે.
   
1:18:26  That brings about great love. એમાંથી મહાન પ્રેમ સધાય છે.
   
1:18:30  And love અને પ્રેમની પોતાની વિવેકબુદ્ધિ છે,
has its own intelligence,  
   
1:18:34  not the intelligence એ કપટી મનની બુદ્ધિ નથી.
of a cunning mind.  
   
1:18:40  Intelligence is something વિવેકબુદ્ધિ કે પ્રજ્ઞા
outside of the brain. એ મગજની બહારની વસ્તુ છે.
   
1:18:47  We will talk about that આપણે એને વિષે
tomorrow. આવતીકાલે વાત કરીશું.