Krishnamurti Subtitles

RA85D - આપણે શા માટે આધ્યાત્મિક અને સાંસારિક એવું વિભાજન કરીએ છીએ?

જાહેર સંવાદ
રાજઘાટ - વારાણસી, ભારત
૨૧ નવેમ્બર ૧૯૮૫



0:48  આ આપણી વચ્ચે
એક સંવાદ છે.
  
0:55  સંવાદ એટલે શું તે તમે જાણો છો?
 
0:57  બે માણસો વચ્ચેની વાતચીત.
 
1:02  એટલે કે, તમે મને પ્રશ્ન કરશો,
વક્તાને પ્રશ્ન કરશો,
  
1:08  આપણે ચર્ચાવિચારણા કરીશું,
વિચારવિમર્શ કરીશું.
  
1:16  ‘વિચારવિમર્શ’ શબ્દનો અર્થ છે,
ભેગા મળીને સલાહમસલત કરવી,
  
1:22  વાતને તોલવી,
ગંભીરતાપૂર્વક વિચાર કરવો,
  
1:28  બધી બાબતોને સમતોલ કરવી,
 
1:32  આ એવું નથી કે એક માણસ તમારા પ્રશ્નોના
કે તમારા સવાલોના જવાબ આપતું હોય,
  
1:39  પરંતુ આપણે ભેગા મળીને
વાતચીત કરીશું.
  
1:47  કદાચ તમે આવી રીતે બીજા કોઈ સાથે
 
1:52  ખુલ્લાશથી, નિખાલસતાથી વાત કરવા
ટેવાયેલા નથી.
  
1:59  કદાચ આપણે ક્યારેય આવું કરતા નથી,
આપણી પત્નીઓ કે પતિઓ સાથે પણ,
  
2:05  અથવા ખૂબ નિકટની વ્યક્તિ સાથે, આપણે ક્યારેય
ખુલ્લાશથી, નિખાલસતાથી વાત કરતા નથી.
  
2:12  આપણે ઘણાં મહોરાં પહેરી
લઈએ છીએ, ઢોંગ કરીએ છીએ.
  
2:17  જો આપણે આજની સવારે તે બધું
બાજુ ઉપર મૂકી દઈએ,
  
2:21  અને તે વિચારીએ કે આપણી
પાસે કયા પ્રશ્નો છે,
  
2:28  આપણે ભેગા મળીને શેને વિષે
વાત કરવા માગીએ છીએ,
  
2:32  તમને શેની સાથે સૌથી વધુ નિસબત છે,
 
2:38  કોઈ વાહિયાત વાત નહીં,
 
2:42  પણ એવું કશુંક જે તમે ખરેખર
શોધી કાઢવા માગતા હો.
  
2:51  તો, આવી રીતે આપણે
વિચારવિમર્શ કરીશું.
  
2:57  તે શબ્દનો અર્થ છે,
સાથે મળીને તોલવું, સમતોલ કરવું,
  
3:07  એકબીજા પાસેથી સલાહ લેવી,
એકબીજા સાથે ગંભીરતાપૂર્વક વિચાર કરવો.
  
3:16  એવું નહીં કે વક્તા વિચારે અને
પછી તમે સંમત કે અસંમત થાવ -
  
3:22  તે તો ખરું જોતાં બાલિશ છે.
 
3:25  તો આપણે, આજની સવારે,
 
3:29  ખરેખર સાચા મિત્રોની જેમ
ભેગા મળીને વાત કરી શકીશું?
  
3:36  એવું નથી કે હું એક વ્યાસપીઠ ઉપર બેઠો છું,
 
3:39  કારણ કે વ્યાસપીઠ જાણે કોઈ ઉપરી હોય
એવું દર્શાવે છે,
  
3:44  આ માત્ર વધુ સુગમ છે,
 
3:48  જેથી આપણે એકબીજાને જોઈ શકીએ.
 
3:51  તો, આપણે ચર્ચાવિચારણા
શરુ કરીએ તે પહેલાં,,
  
3:59  એક પ્રશ્નને પહોંચવાનો
તમારો અભિગમ કેવો છે?
  
4:03  હું તમને શું પૂછું છું તે તમે સમજો છો?
 
4:06  તમે એક પ્રશ્નને, એક સમસ્યાને
કેટલી બારીકાઈથી જુઓ છો,
  
4:14  સમસ્યાને કેવી રીતે તોલો છો,
 
4:19  તમે સમસ્યાની અત્યંત નિકટ
કેવી રીતે આવો છો?
  
4:24  એટલે કે, આપણે ભેગા મળીને
ગંભીરતાપૂર્વક વિચાર કરીશું -
  
4:28  જે પણ પ્રશ્ન હોય,
ભલે ગમે તેટલો મૂર્ખ જેવો પ્રશ્ન હોય,
  
4:33  ગમે તેવો વાહિયાત પ્રશ્ન હોય -
 
4:36  આપણે ભેગા મળીને વાત કરવાના છીએ.
 
4:39  આ સ્પષ્ટ છે?
 
4:52  વક્તા તમારા પ્રશ્નોના જવાબો આપે
એવી અપેક્ષા આપણે ન રાખી શકીએ,
  
5:00  કેમ કે પ્રશ્નની અંદર જ
જવાબ હોઈ શકે.
  
5:06  તમે સમજો છો?
 
5:09  એવું નહીં કે તમે મને પ્રશ્ન પૂછો
અને પછી હું તમને જવાબ આપું.
  
5:13  એ તો ખરું જોતાં અર્થહીન છે.
 
5:17  પણ તમે પ્રશ્નને કેટલી બારીકાઈથી જુઓ છો,
 
5:24  પ્રશ્નને પહોંચવાનો તમારો અભિગમ કેવો છે,
તમે પ્રશ્નને કેટલી ગંભીરતાપૂર્વક
  
5:31  વિચારો છો, તોલો છો?
 
5:37  કેમ કે પ્રશ્નની અંદર જ
જવાબ હોઈ શકે;
  
5:41  એમ નહીં કે પ્રશ્ન કરવો
અને પછી જવાબ માટે રાહ જોવી.
  
5:46  માટે, આજની સવારે આપણે
જે કોઈ પ્રશ્ન વિષે ચર્ચા કરીએ,
  
5:56  તેમાં આપણે પહેલાં પ્રશ્નને તપાસીએ,
જવાબ માટે રાહ ન જોઈએ.
  
6:02  તમે સમજો છો, સર?
 
6:05  શું આપણે આ સમજ્યા છીએ,
અથવા આ ઘણું અગમ્ય છે?
  
6:11  મારી પાસે તમારે માટે એક પ્રશ્ન છે.
 
6:18  પ્રશ્ન -
હું તેનો જવાબ આપવાનો નથી.
  
6:24  શા માટે તમે જીવનને,
તમારા રોજિંદા જીવનને,
  
6:29  તમારી આધ્યાત્મિકતાની
કલ્પનાઓથી જુદું પાડો છો?
  
6:36  શા માટે તમે બંનેમાં વિભાજન કરો છો?
 
6:38  હું તે પ્રશ્ન કરી શકું છું?
 
6:42  શા માટે આપણે
કહેવાતા ધાર્મિક જીવનને
  
6:49  - બધા સાધુઓ, તેઓના પોશાકો, વગેરે -
 
6:53  અને રોજિંદા, એકધારા, એકલવાયા જીવનને
જુદું પાડીએ છીએ?
  
7:04  તમે મારા પ્રશ્નનો જવાબ આપો.
 
7:12  પ્ર: કારણ કે તે આપણને
એક વિશિષ્ટ પ્રકારની ઊર્જા આપે છે.
  
7:28  કૃ: એટલે કે તમારે ઊર્જા જોઈએ છે,
ખરું કે?
  
7:43  પ્ર: ના. આધ્યાત્મિક જીવન
અને સામાન્ય, સાંસારિક જીવન,
  
7:48  આ બંનેમાં બે વિશિષ્ટ પ્રકારની
ઊર્જાઓ રહેલી છે.
  
7:54  કૃ: એનો અર્થ એ કે,
બે વિશિષ્ટ પ્રકારની ઊર્જાઓ.
  
7:58  એક કહેવાતા આધ્યાત્મિક,
ધાર્મિક જીવન માટે,
  
8:04  અને બીજા, સાંસારિક જીવન માટે,
અન્ય પ્રકારની ઊર્જા.
  
8:11  હવે, હું આ પ્રશ્નનો
જવાબ આપવાનો નથી,
  
8:17  ચાલો શોધી કાઢીએ કે તમે જે કહો
છો તે હકીકત છે કે કેમ. બરાબર?
  
8:23  શું તે હકીકત છે?
 
8:26  તમે આવું કહો છો. તમે કહો છો કે,
જે લોકો ધાર્મિક છે તેઓ
  
8:30  વિચિત્ર પોશાકો પહેરે છે,
 
8:34  તેઓને ઘણી વિશિષ્ટ પ્રકારની ઊર્જા જોઈએ,
 
8:38  એક અહીંતહીં ફરતા,
નાણાં કમાતા, માણસ કરતાં,
  
8:44  અથવા તો ગામડાના એક ગરીબ માણસ કરતાં.
 
8:48  શા માટે તમે બંનેને જુદાં પાડો છો?
 
8:52  ઊર્જા તો ઊર્જા છે,
વીજળીની ઊર્જા હોય,
  
8:58  કે મોટરથી પેદા થતી ઊર્જા હોય,
કે સૌર ઊર્જા હોય,
  
9:04  અથવા નદીમાં આવેલા પૂરની ઊર્જા હોય,
- ઊર્જા.
  
9:11  તમારી પાસે અહીં આવવા માટે જરૂરી ઊર્જા છે,
ચાલવા જવા માટે ઊર્જા છે,
  
9:17  જાતભાતનાં કાર્યો
કરવા માટે ઊર્જા છે.
  
9:22  તો શા માટે તમે ઊર્જાનું વિભાજન કરો છો?
 
9:27  તે વિચિત્ર પોશાકવાળા,
દાઢીવાળા માણસ પાસે
  
9:32  અધિક ઊર્જા છે?
 
9:38  કે પછી તે માણસ પોતાની ઊર્જાને
અમુક ખાસ બાબત પર એકાગ્ર કરે છે?
  
9:45  તમે સમજો છો, સર?
ઊર્જા તો ઊર્જા છે.
  
9:49  જળશક્તિ ઊર્જા, ગાડીમાં પિસ્ટનની ઊર્જા,
ડાઇનેમોની ઊર્જા,
  
9:57  સૌર ઊર્જા.
 
10:00  તે બધી જ ઊર્જા છે, ખરું કે નહીં?
 
10:04  પ્ર: અમુક ઊર્જા જેને આપણે વિચાર કહીએ છીએ,
તેનો આપણે અંત લાવી શકીએ.
  
10:11  અન્ય એક ઊર્જા છે
જેને આપણે અંતર્દૃષ્ટિ કહીએ છીએ,
  
10:14  જેનો અંત નથી આવતો
પરંતુ તે જાગૃતિમાં પુષ્પિત થાય છે.
  
10:17  અન્ય એક ઊર્જા છે
જેને આપણે મન કહીએ છીએ,
  
10:20  જે આરંભમાં પણ મન છે,
 
10:22  અને તેનો અંત લાવ્યા પછી
પણ મન જ રહે છે,
  
10:29  પરંતુ તે મન કરુણામય છે,
સત્ત્વમય છે, પદ્ધતિસર છે…
  
10:33  આમ મનની ઊર્જા
સતત રહે છે,
  
10:36  વિચારની ઊર્જાનો અંત આવે છે,
અને અંતર્દૃષ્ટિની ઊર્જા
  
10:42  વિચારની ઊર્જાનો અંત કરે છે
અને પછી પણ તે રહે છે.
  
10:48  કૃ: સર, તમે તમારા
કથનને થોડું ટૂંકાવી શકો?
  
10:55  પ્ર: હું તેમ કરું…?
 
10:56  તે કહે છે કે વિવિધ પ્રકારની
ઊર્જા હોય છે:
  
11:01  એક છે વિચારની ઊર્જા
જેને શાંત કરી શકાય છે,
  
11:05  બીજી છે અંતર્દૃષ્ટિની ઊર્જા,
જે શાંત થતી નથી,
  
11:09  અને ત્રીજી છે મનની ઊર્જા
 
11:12  જેના થકી કરુણા વગેરે
સધાય છે.
  
11:15  કૃ: બિલકુલ નહીં.
 
11:18  સર, આપણે વાત કરી રહ્યા છીએ,
હું કોઈ નિયમ નથી રજૂ કરી રહ્યો.
  
11:24  તમે કૃપા કરીને સાંભળશો.
 
11:26  પ્ર: ત્રણ પ્રકારની ઊર્જા વચ્ચેનો સંબંધ:
 
11:36  વિચારની,
અંતર્દૃષ્ટિની અને મનની.
  
11:41  કૃ: તમે એનો જવાબ આપો.
 
11:50  કેમ નહીં? તમને
તેમને જવાબ આપવાનો પૂરો હક છે.
  
11:54  પ્ર: સર, મને લાગે છે કે એ
(અસ્પષ્ટ) એવું માત્ર એટલા માટે છે કે
  
11:57  આપણે સગવડિયા અને આળસુ છીએ.
આપણે તેનો ઉપયોગ કરવા માગતા નથી,
  
12:04  તેથી આપણે તેનું વિભાજન કરીએ છીએ.
 
12:08  કૃ: એક મિનિટ, સર.
 
12:11  પહેલાં કોઈની વાત
સાંભળવાની શિષ્ટતા રાખો.
  
12:15  પ્ર: તે કહે છે કે આપણે સુખસગવડમાં
રહેવા માગતા હોવાને લીધે જ
  
12:20  આપણે ઊર્જાનું વિવિધ ખાનાંઓમાં
વિભાજન કરીએ છીએ.
  
12:24  પ્ર: મને નથી લાગતું કે
વિવિધ પ્રકારની ઊર્જા હોઈ શકે.
  
12:28  ઊર્જા એક જ હોઈ શકે.
 
12:30  કૃ: હા. હું પોતે
એમ જ વિચારું છું.
  
12:38  તમે જુઓ છો આપણે દરેક વસ્તુનું
કેવી રીતે વિભાજન કરીએ છીએ?
  
12:41  આપણે વિભાજન કરીએ છીએ -
આધ્યાત્મિક ઊર્જા, માનસિક ઊર્જા,
  
12:45  અંતર્દૃષ્ટિની ઊર્જા,
વિચારની ઊર્જા.
  
12:51  પ્ર: આ બિનજરૂરી
ગુંચવાડો છે.
  
12:52  કૃ: હું જાણું છું, એમાંથી ગુંચવાડો થાય છે,
ખરું કે નહીં.
  
12:59  શા માટે ખૂબ સરળ ન રહેવું?
 
13:03  શરીરની ઊર્જા,
કામવાસનાની ઊર્જા,,
  
13:09  વિચારની ઊર્જા,
તે બધી ઊર્જા છે, તે એક વસ્તુ છે,
  
13:15  આપણે જ વિભાજન કરીએ છીએ.
શા માટે?
  
13:19  શોધી કાઢો, મૅડમ,
શા માટે આપણે તેનું વિભાજન કરીએ છીએ?
  
13:22  પ્ર: આપણે તેનું વિભાજન કરવા અનુબંધિત છીએ.
 
13:29  કૃ: હવે, સર,
શા માટે તમે અનુબંધિત છો?
  
13:37  શા માટે તમે આને સ્વીકારો છો?
 
13:40  વિભાજન - તમે સમજો છો, સર,
 
13:42  ભારત, પાકિસ્તાન,
રશિયા, અમેરિકા,
  
13:47  શા માટે આપણે આ બધાનું વિભાજન કરીએ છીએ?
કહો મને.
  
13:52  પ્ર: આ હકીકત છે.
 
13:55  પ્ર: કોઈ ભ્રમને કારણે.
 
13:57  પ્ર: તે કહે છે, આ હકીકત છે.
આ વિભાજન એક હકીકત છે.
  
14:00  કૃ: અલબત્ત આ હકીકત છે
- તમે યુદ્ધ કરો છો.
  
14:04  શા માટે તમે જે દેખીતું છે
તેનાં કથનો કરો છો, સર?
  
14:07  પ્ર: સત્ય અને હકીકત
વચ્ચે ફરક છે.
  
14:20  કૃ: સારું.
તમે હકીકત શેને કહો છો?
  
14:23  પ્ર: આપણે જે જોઈએ તેને.
 
14:26  કૃ: માટે તમે કહો છો કે
હકીકત બિલકુલ તમારી પ્રત્યક્ષ છે,
  
14:32  જે તમે જુઓ છો,
દૃષ્ટિથી, નજરોનજર.
  
14:38  શું આ વૃક્ષ હકીકત છે?
 
14:41  પ્ર: હા, સર.
 
14:43  કૃ: સારું.
શું તમે જે વિચારો છો તે હકીકત છે?
  
14:48  પ્ર: કેટલીક વાર આપણે વિચારવું પડે.
 
14:54  કૃ: તમારી પત્ની હકીકત છે?
 
14:59  પ્ર: હા, સર.
 
15:03  કૃ: પત્નીનો તમે શો અર્થ કરો છો?
 
15:09  પ્ર: વાસ્તવિક જીવન...
 
15:10  કૃ: ના, ના,
હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું.
  
15:13  મારી પત્ની એમ કહેવાનો તમારો શો અર્થ છે?
 
15:19  પ્ર: આમાં એક માનસિક પરિબળ છે.
 
15:21  કૃ: માનસિકનો તમે શો અર્થ કરો છો?
 
15:32  પ્ર: એમાં બે વસ્તુઓ છે: એક છે...
 
15:34  કૃ: સર, આપણે હજુ એ પ્રશ્નનો
અંત નથી લાવ્યા.
  
15:37  પ્ર: એ મારી ભૂલ છે.
કૃ: સારું, સર.
  
15:53  પ્ર: એક તરફ મારું મારી પત્ની પ્રત્યેનું
માનસિક વલણ છે, wife,
  
15:59  અને બીજી તરફ હકીકત છે પત્ની,
 
16:02  જેની પોતાની માનસિકતા છે…
 
16:05  કૃ: એટલે તમે કહો છો, સર,
 
16:08  જો હું એને મારા પોતાના
શબ્દોમાં મૂકી શકું તો -
  
16:14  તમે મને આ મારા પોતાના
શબ્દોમાં મૂકવા દેશો?
  
16:19  તમારી પત્નીની માનસિક છબી,
- માનસિક છબી જે તમે બનાવેલી છે -
  
16:25  તમારી પત્નીથી ભિન્ન છે,
- શું આમ છે?
  
16:31  પ્ર: હોઈ શકે.
કૃ: ‘હોઈ શકે’ એટલે શું?
  
16:36  પ્ર: ધારો કે પત્ની મોટાભાગના સમયે
માનસિક છબીને બંધબેસતી હોય,
  
16:40  જાણે કે એ કોઈ જીવંત વ્યક્તિ ન હોય તેમ,
તો સ્વાભાવિકપણે જ
  
16:43  મારી માનસિક છબી
પત્નીની હકીકત સાથે મળતી આવશે.
  
16:48  પ્ર: કેટલીક વાર એવું બને કે
માનસિક છબી
  
16:51  મારી પત્નીની હકીકત સાથે
મળતી આવે.
  
16:55  કૃ: તમે તમારી પત્ની સામે જોયું છે?
 
17:00  તમે તેને જોઈ છે,
 
17:03  તેની મહત્ત્વાકાંક્ષાઓ,
તેની વેદના અને ચિંતા,
  
17:08  બાળકોની પીડા સહેવી,
અને એવું બધું?
  
17:12  પત્ની એટલે શું તે તમે
ગંભીરતાપૂર્વક વિચાર્યું છે?
  
17:17  અથવા તો તમે તેની સાથે
દસ, પાંચ, કે પચાસ વર્ષ જીવ્યા છો,
  
17:24  - તમે તેની એક માનસિક છબી બનાવી છે,
ખરું કે નહીં?
  
17:27  બરાબર, સર?
 
17:32  પ્ર: આવશ્યકપણે નહીં.
 
17:35  કૃ: હું આવશ્યક કે અનાવશ્યક
એમ નથી કહેતો.
  
17:39  શું એ એક હકીકત છે,
જો તમે પરિણીત હો તો,
  
17:45  અથવા તમારે કોઈ મિત્ર હોય તો,
કે તમે તેને વિષે માનસિક છબી બનાવી છે,
  
17:49  ખરું કે નહીં?
 
17:51  આવશ્યકપણે નહીં,
પરંતુ એમ બને ખરું.
  
17:58  બરાબર, સર?
 
18:01  હું તમને ધમકાવવાનો પ્રયત્ન
નથી કરતો, સર,
  
18:05  પણ દરેક જણ પાસે બીજા વિષે
એક માનસિક છબી છે.
  
18:12  તમારી પાસે મારા વિષે એક માનસિક છબી છે,
ખરું કે નહીં? ના, સર?
  
18:18  નહીંતર તમે અહીંયાં ન હો.
 
18:24  એટલે કે, આપણે બીજી વ્યક્તિ વિષે
એક માનસિક છબી બનાવીએ છીએ,
  
18:30  આપણા સ્વભાવ પ્રમાણે,
આપણી માહિતી પ્રમાણે,
  
18:34  આપણા ભ્રમો પ્રમાણે,
આપણી કલ્પનાઓ પ્રમાણે,
  
18:39  વગેરે.
આપણે લોકો વિષે માનસિક છબી બનાવીએ છીએ.
  
18:43  તમારી પાસે વડાપ્રધાનની
એક માનસિક છબી છે,
  
18:45  તમારી પાસે આ વક્તાની
એક માનસિક છબી છે.
  
18:49  તો, આપણે એક ઘણો ઊંડો
પ્રશ્ન પૂછીએ છીએ,
  
18:55  કે શું તમે માનસિક છબીઓ વિના
રોજીંદું જીવન જીવી શકો?
  
19:06  પ્ર: એક વાત છે, સર...
 
19:08  કૃ: સર, તમે અધ્યક્ષ છો,
તમે અહીં આવો તો વધુ સારું.
  
19:22  પ્ર: આ માનસિક છબીઓ
જે આપણે બનાવીએ છીએ,
  
19:25  તે સામાન્યપણે આપણા પોતાના
સંબંધમાં હોય છે.
  
19:29  હું મારી આજુબાજુ એક માનસિક છબી બનાવું છું.
 
19:34  કૃ: હા, તમારી પાસે તમારી પોતાની
એક માનસિક છબી છે.
  
19:36  પ્ર: હા. અને જો આપણે
તે અવસ્થાએ પહોંચી શકીએ,
  
19:43  જેને વિષે તમે
વાત કરી રહ્યા છો -
  
19:45  કેન્દ્રને ભૂંસી નાખવું,
આત્મવિલોપન કરવું,
  
19:49  તો પછી માનસિક છબીઓ
આપોઆપ જ ખરી પડશે.
  
19:56  પ્ર: વાત પૂરી થઈ?
તમે પૂરું કર્યું છે?
  
20:00  તે કહે છે કે આપણી પાસે
આપણા વિષે માનસિક છબીઓ છે.
  
20:05  પ્ર: આપણા વિષે નહીં.
 
20:07  માત્ર એ માનસિક છબીઓ જે આપણે
આપણા પોતાના સંબંધમાં બનાવીએ છીએ.
  
20:10  મારી પત્ની વિષેની માનસિક છબી
મારા પોતાના સંબંધમાં છે.
  
20:13  પ્ર: હા. અને જો આપણે તે અવસ્થાએ
પહોંચી શકીએ જેની તમે વાત કરો છો,
  
20:19  જેમાં સ્વ ખરી પડે,
 
20:21  તો આપણે માનસિક છબી વિના
જીવી શકીશું.
  
20:25  કૃ: તો જયારે તમે
સંબંધ વિષે વાત કરો છો,
  
20:30  ત્યારે એ શબ્દનો
શો અર્થ કરો છો?
  
20:36  પ્ર: સંબંધ એટલે...
 
20:38  પ્ર: સંબંધ એટલે...
આપતાં પહેલાં શાંતિથી સાંભળો.
  
20:43  થોડો શ્વાસ ખાવ.
 
20:49  તમારો અન્ય સાથેનો
સંબંધ શો છે?
  
20:52  સંબંધ. તમે આ શબ્દને
સમજો છો? માત્ર સાંભળો, સર.
  
20:58  સંબંધિત હોવું.
 
21:01  મારો તેમની સાથે સંબંધ છે,
તે મારા પિતા છે,
  
21:03  કે મારો ભાઈ, મારી બહેન,
જે કંઈ હોય તે,
  
21:05  તમે ‘સંબંધ’ શબ્દનો
શો અર્થ કરો છો?
  
21:11  સાવચેતીથી, સર!
આટલી ઉતાવળ ન કરો.
  
21:18  ધીરેથી આગળ વધો,
આપણી પાસે ઘણો સમય છે.
  
21:23  તમે ‘સંબંધ’ શબ્દને
સમજો છો:
  
21:26  સંબંધિત હોવું,
કાં તો લોહીથી
  
21:31  - તે મારા પિતા છે, મારો ભાઈ છે,
 
21:33  અમે એક જ કૂખમાંથી
બહાર આવ્યા છીએ,
  
21:36  મારા પિતા અને
મારી માતાએ અમને પેદા કર્યા છે -
  
21:39  અને તમે ‘સંબંધ’ શબ્દનો
શો અર્થ કરો છો?
  
21:48  પ્ર: હું ‘સંબંધ’ શબ્દનો ઉપયોગ
તે અર્થમાં નહોતો કરી રહ્યો.
  
21:57  કૃ: હું તે અર્થમાં વાત કરું છું.
 
22:29  પ્ર: મારા મિત્રો માટેની,
મારાં માતા-પિતા માટેની, મારાં સંતાનો માટેની
  
22:32  મારી કાળજી અને નિસબત - દ્વેષભાવ સહીત -
તે બધું જ આમાં સમાવિષ્ટ છે.
  
22:38  કૃ: તમે ખરેખર કાળજી ધરાવો છો?
 
22:41  કે પછી એ માત્ર એક વિચાર છે
કે તમારે કાળજી ધરાવવી જોઈએ?
  
22:52  સર, તમે સમજ્યા, સર,
શું હું તમને નમ્રતાથી પૂછી શકું,
  
22:59  કે તમે આ શબ્દનો શો અર્થ કરો છો
- શબ્દ - ‘સંબંધિત હોવું’?
  
23:08  તમે આને જે અર્થ આપો છો તે નહીં -
 
23:10  જોડણીકોશ
પ્રમાણેનો અર્થ,
  
23:14  તમે એ ‘સંબંધિત’ શબ્દનો
શો અર્થ કરો છો?
  
23:25  પ્ર: વાસ્તવિક સંપર્ક,
શબ્દો કે માનસિક છબી થકીનો નહીં.
  
23:30  કૃ: સર, હું તમને એક પ્રશ્ન પૂછું છું,
એને આમતેમ ફંગોળો નહીં.
  
23:38  સર, હું તમને સંપૂર્ણ આદર સહીત
પૂછી રહ્યો છું,
  
23:41  તમે ‘સંબંધિત’નો શો અર્થ કરો છો?
‘મારો તેમની સાથે સંબંધ છે’.
  
23:45  એનો અર્થ શો?
 
23:50  પ્ર: મને લાગે છે કે જયારે હું સંબંધિત હોઉં,
 
23:53  ત્યારે હું તે માણસનો એક ભાગ બનું છું.
 
23:57  કૃ: તમે તમારી પત્નીનો એક ભાગ છો?
 
24:08  સંપૂર્ણપણે કે આંશિક એમ નહીં.
સર, હું સંપૂર્ણ નમ્રતાપૂર્વક પૂછું છું,
  
24:14  તમે એ ‘સંબંધિત’ શબ્દનો
શો અર્થ કરો છો?
  
24:19  પ્ર: સર, રોજિંદા જીવન સાથે
જોડાયેલા હોવું.
  
24:23  પ્ર: હું તે વ્યક્તિની નજીક છું.
 
24:31  પ્ર: આ એકબીજા પ્રત્યે
અપેક્ષાઓની જાળ,
  
24:33  ઉપકારો અને ફરજો.
 
24:35  પ્ર: કૃપા કરીને
ફરી કહો.
  
24:38  પ્ર: સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં
સંબંધનો જે અર્થ કરીએ છીએ
  
24:41  તે છે એકબીજા પ્રત્યે
અપેક્ષાઓની જાળ,
  
24:44  આપણી ફરજો અને
ઉપકારો…
  
24:46  પ્ર: એકબીજા પ્રત્યે
અપેક્ષાઓની જાળ,
  
24:49  ફરજો અને ઉપકારો.
આ બધાથી સંબંધ રચાય છે.
  
24:52  કૃ: તમે આને ઘણું બધું જટિલ બનાવો છો,
નહીં કે?
  
24:58  જો તમે કૃપા કરીને સાંભળો,
 
25:01  હું તમને પૂછું છું,
તમે એ શબ્દનો શો અર્થ કરો છો,
  
25:06  એનો પોતાનો અર્થ,
તમે માનવા માગો છો તે નહીં.
  
25:14  પ્ર: નિકટનો સ્પર્શ.
પ્ર: જોડાયેલા હોવું.
  
25:19  કૃ: શું મારે દુભાષિયાની જરૂર છે?
 
25:23  પ્ર: કશુંક સહિયારું હોવું.
 
25:25  કૃ: આપણે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ,
ખરું કે નહીં?
  
25:29  બરાબર, સર?
આપણે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ.
  
25:33  હું હિન્દી કે અન્ય
ભારતીય ભાષા નથી જાણતો,
  
25:36  હું માત્ર યુરોપની
કેટલીક ભાષાઓ જ જાણું છું.
  
25:39  પરંતુ ‘સંબંધ’ શબ્દનું
મોટું મહત્ત્વ છે.
  
25:46  હું તમને પૂછું છું,
તમે એ શબ્દનો શો અર્થ કરો છો?
  
25:52  પ્ર: કશુંક સહિયારું હોવું.
 
25:54  કૃ: હે પ્રભુ! લોકો ફરીફરી એ જ બોલે છે.
 
25:59  કૃ: ભલે, સર, એમને બૂમો પાડવા દો.
 
26:01  પ્ર: મારા તમારી સાથેના સંબંધમાં
મારી પાસે તમારા વિષે એક માનસિક છબી છે.
  
26:07  કૃ: તમારે મારી સાથે
સંબંધ છે?
  
26:12  પ્ર: હા.
 
26:14  કૃ: કેવી રીતે?
 
26:17  હું ગંભીરતાપૂર્વક આ પૂછું છું, સર,
એને બાજુએ ન ફેંકી દો.
  
26:21  પ્ર: જયારે હું તમને
માનસિક છબી વિના જોઉં,
  
26:24  તે ક્ષણે મારે
તમારી સાથે સંબંધ છે.
  
26:28  કૃ: તમે ખરેખર આ વિષે
વિચાર્યું નથી.
  
26:31  આપણે માત્ર શબ્દો બહાર ફેંકીએ છીએ.
 
26:34  પ્ર: મને લાગે છે આપણે અસલ પ્રશ્નથી
દૂર ફંટાઈ ગયા છીએ -
  
26:37  આધ્યાત્મિક કે વાસ્તવિક જીવન.
 
26:43  પ્ર: તે કહે છે, આપણે મૂળ પ્રશ્નથી
દૂર ફંટાઈ ગયા છીએ,
  
26:47  જે છે વિભાજન
આધ્યાત્મિક અને…
  
26:49  કૃ: હું જાણું છું, હું જાણું છું.
 
26:57  હું દેખાઉં છું એટલો મૂરખ છું નહીં!
 
27:10  તો, સર, ચાલો પાછા ફરીએ -
હું ફરી આ જ શબ્દ તરફ આવું છું,
  
27:14  આ આપણા જીવનમાં
બહુ મહત્ત્વનો શબ્દ છે.
  
27:18  આપણે શા માટે આધ્યાત્મિક અને સાંસારિક
એવું વિભાજન કરીએ છીએ?
  
27:26  બસ સાંભળો, સર,
કૃપા કરીને બસ સાંભળો.
  
27:31  આપણે ભારત અને પાકિસ્તાન
વચ્ચે વિભાજન કરીએ છીએ.
  
27:35  આપણે વિવિધ ધર્મોમાં વિભાજન કરીએ છીએ
- ખ્રિસ્તી, બૌદ્ધ,
  
27:42  હિન્દુ વગેરે,
વિભાજન, વિભાજન, વિભાજન - શા માટે?
  
27:48  જવાબ ન આપો,
માત્ર આને જુઓ, સર,
  
27:50  આપણે સલાહમસલત કરી રહ્યા છીએ,
 
27:53  આપણે ભેગા મળીને એક જ
સમસ્યાને જોઈ રહ્યા છીએ.
  
27:57  તમે સમજો છો, સર?
શા માટે આપણે વિભાજન કરીએ છીએ?
  
28:00  અલબત્ત, પુરુષ અને સ્ત્રીમાં
વિભાજન છે,
  
28:03  તમે ઊંચા છો, હું નીચો છું,
અથવા હું ઊંચો છું, તમે પાતળા છો -
  
28:06  જે કંઈ હોય તે -
પરંતુ તે કુદરતી છે, ખરું કે નહીં?
  
28:12  તમે ઊંચા કે ઘઉંવર્ણા છો,
અથવા સફેદ, ગુલાબી, કે પીળા,
  
28:17  હું તો કાળો છું, ભલે.
 
28:20  પરંતુ તે સૂર્ય પ્રમાણે છે,
વારસાગત છે વગેરે,
  
28:26  આનુવંશિક બાબતો
- હું તેમાં નહીં જાઉં.
  
28:31  તો, શા માટે આપણે વિભાજન કરીએ છીએ?
 
28:36  પ્ર: કારણ કે આપણી પાસે ભિન્ન વિચારો,
ભિન્ન માન્યતાઓ,
  
28:39  અને ભિન્ન અભિરુચિઓ છે,
અને આપણે તેમને વળગી રહેવા માગીએ છીએ.
  
28:43  કૃ: શા માટે તમે તેમને
વળગી રહેવા માગો છો?
  
28:45  પ્ર: કારણ કે આપણે મતલબી છીએ
અને આપણામાં સ્વાર્થવૃત્તિ છે.
  
28:50  કૃ: ના, દરેક વસ્તુને સ્વાર્થમાં
ન ઘટાવો.
  
28:55  વિભાજન શા માટે, એમ હું પૂછું છું.
 
28:57  પ્ર: આપણી અંદર કોઈ
ભય રહેલો છે.
  
29:05  પ્ર: મને લાગે છે આપણે વિભાજન કરવું જ પડે
 
29:08  કારણ કે મારી પાસે મારી પત્ની વિષે
માનસિક છબી ન હોય, તો હું આધ્યાત્મિક છું,
  
29:15  અને જયારે તે મારી તરફ
હિંસક બને, તે ભારતીય છે…
  
29:21  કૃ: તેમણે શું કહ્યું?
 
29:23  પ્ર: તે કહે છે કે આપણે વિભાજન કરવું જ પડે
 
29:26  કારણ કે જયારે મારી પાસે મારી પત્ની વિષે
માનસિક છબી ન હોય, તો હું આધ્યાત્મિક છું,
  
29:32  પરંતુ જયારે તે હિંસક બને,
ત્યારે તે પોતે વાસ્તવિક છે,
  
29:36  એટલે ત્યાં વાસ્તવિક અને આધ્યાત્મિક
વચ્ચે વિભાજન થાય છે.
  
29:43  પ્ર: હું બોલી શકું...
 
29:46  સર, ઊર્જા એક છે.
મૂળભૂત ઊર્જા એક જ છે.
  
29:51  જયારે એ મૂળભૂત ઊર્જા
કોઈ અણુ કે ભૌતિક પદાર્થ ઉપર હુમલો કરે છે,
  
29:56  ત્યારે તે પ્રકીર્ણ ઊર્જામાં
વિભાજીત થઈ જાય છે.
  
29:59  આ પ્રકીર્ણ ઊર્જાના
વિશિષ્ટ ગુણધર્મો હોય છે.
  
30:02  આપણે માનસિક દ્રવ્યને
એકઠું કર્યું છે,
  
30:05  જે મૂળભૂત ઊર્જાને
પ્રકીર્ણ ઊર્જામાં વિભાજીત કરે છે.
  
30:09  ઊર્જા વેરવિખેર હોવાના કારણે
આપણે ભિન્ન વિચારોનું
  
30:14  માનસિક દ્રવ્ય
એકઠું કરીએ છીએ,
  
30:16  અને એ આ વિભાજન માટે
જવાબદાર છે.
  
30:19  કૃ: શું વાત છે, સર?
 
30:21  પ્ર: સર, એ કહે છે કે
તે ઊર્જા પોતે જ
  
30:25  પ્રકીર્ણ ઊર્જા કરતાં વિભિન્ન છે.
 
30:27  જયારે ઊર્જા અણુ ઉપર હુમલો કરે છે,
 
30:30  ત્યારે અણુ વેરવિખેર થઈ જાય છે,
 
30:32  અને આ પ્રકીર્ણ ઊર્જાના
ગુણધર્મો
  
30:35  એ પૂર્ણ ઊર્જા કરતાં જુદા હોય છે,
જેના દ્વારા અણુ ઉપર હુમલો થયો છે.
  
30:40  આવી જ વસ્તુ
માનસિક ક્ષેત્રમાં બને છે.
  
30:44  કૃ: એટલે શું?
 
30:47  પ્ર: એનો અર્થ એ કે
માનસિક ક્ષેત્રમાં પ્રગટ થયેલી
  
30:50  વિભિન્ન પ્રકારની ઊર્જાઓ
એકબીજા કરતાં જુદી છે.
  
30:55  કૃ: તો કોણ આ બધાને વિભાજીત કરે છે?
 
31:00  આ બધી વિવિધ પ્રકારની ઊર્જાઓને
કોણ વિભાજીત કરે છે?
  
31:06  પ્ર: મન પોતે જ પહેલાં આંતરિક સૂઝ તરીકે
અને પછી બાહ્ય સૂઝ તરીકે
  
31:11  વિભાજન કરે છે,
 
31:13  પોતાને વિભાજીત કર્યા પછી...
 
31:15  કૃ: આ તમારો અનુભવ છે?
કે તમે કોઈ બીજાને ટાંકો છો?
  
31:21  પ્ર: અડધું-અડધું.
 
31:38  કૃ: કૃપા કરીને આપણે
થોડો સમય ગંભીર થઈને
  
31:44  આ વાસ્તવિકતાઓનો સામનો કરીએ: પહેલું -
શા માટે આપણે વિશ્વને વિભાજીત કર્યું છે,
  
31:52  આપણી ચારેબાજુ - તમે સમજો છો? -
 
31:54  પાકિસ્તાન, ભારત, યુરોપ,
અમેરિકા અને રશિયા
  
32:00  વગેરે -
કોણે આ બધાં વિભાજનો કર્યાં છે?
  
32:05  પ્ર: મને લાગે છે તે અહં છે,
આપણી અલગ અલગ ઓળખ છે.
  
32:12  પ્ર: એ કહે છે કે તે અહં છે.
એ કહે છે કે તે વિચાર છે.
  
32:17  કૃ: તમે અનુમાન કરો છો? શા માટે
આપણે પહેલાં વાસ્તવિકતાને જોતા નથી?
  
32:28  આપણી પાસે જુદીજુદી વિચારસરણીઓ છે,
જુદીજુદી માન્યતાઓ છે,
  
32:34  વિશ્વનો એક ભાગ
જિસસમાં માને છે,
  
32:37  બીજો ભાગ
અલ્લામાં માને છે,
  
32:41  અન્ય એક ભાગ
બુદ્ધમાં માને છે,
  
32:43  અન્ય એક ભાગ
બીજા કશાકમાં માને છે -
  
32:45  કોણે આ બધાં વિભાજનો કર્યાં છે?
 
32:48  પ્ર: આપણે, માનવજાતે.
 
32:53  કૃ: એટલે કે, તમે.
 
32:55  પ્ર: હા, સર.
 
32:57  કૃ: તમે આ વિશ્વનું વિભાજન
કર્યું છે, શા માટે?
  
33:01  પ્ર: આપણને આ વારસામાં મળ્યું છે.
 
33:03  કૃ: સર, સાંભળો, કૃપા કરીને સાંભળો.
શા માટે તમે વિભાજન કર્યું છે?
  
33:09  પ્ર: ભયને કારણે.
 
33:13  પ્ર: સલામતી.
 
33:15  પ્ર: ભય અને સલામતી.
કૃ: ભય.
  
33:24  તમે જે કહી રહ્યા છો તેની તમને ખાત્રી છે?
 
33:26  બીજાની તરફ આંગળી ન ચીંધો.
 
33:28  પ્ર: એ કહે છે કે…
હું બીજા જે કહે તેનું પુનરાવર્તન કરું છું.
  
33:32  કૃ: તમે શું કહો છો?
 
33:37  પ્ર: આપણે પોતાને વિભાજીત કરીએ છીએ
કારણ કે આપણને ખુશી મળે છે…
  
33:41  પ્ર: આપણે પોતાને વિભાજીત કરીએ છીએ
કારણ કે આપણને આ વિભાજનમાંથી
  
33:44  ખુશી મળે છે.
 
33:47  કૃ: જો તમને અન્ય દ્વારા
મારી નાખવામાં આવે,
  
33:52  તો શું એ પણ ખુશી છે?
 
33:56  તમે સામનો કરતા નથી...
 
34:04  કૃ: તમારે, તાદાત્મ્ય જોઈએ છે.
તાદાત્મ્ય શેની સાથે?
  
34:14  ના, સન્નારી, હું તમને પૂછું છું,
તમે જયારે તાદાત્મ્ય કહો છો - તે શેની સાથે?
  
34:21  ના, હું તમને પૂછું છું, સન્નારી,
 
34:24  તમે ઓળખ ધરાવવા માગો છો,
નહીં કે?
  
34:27  ઓળખ હોવી.
શેની સાથે? પૃથ્વી સાથે?
  
34:39  પ્ર: કારણ કે, સર, દરેક માણસ
એમ સાબિત કરવા
  
34:46  માગે છે કે હું
અન્ય કરતાં વધુ સારો છું.
  
34:49  કૃ: બિલકુલ સાચું.
 
34:52  પ્ર: એ કારણ છે.
 
34:56  કૃ: હવે, જુઓ, તમે
થોડી મિનિટો સાંભળશો, સર?
  
35:03  વિશ્વએ પોતાનું વિભાજન કર્યું છે -
 
35:07  યુરોપ, અમેરિકા, રશિયા,
ભારત, મુસ્લિમ.
  
35:12  આ હકીકત છે.
કોણે તેનું વિભાજન કર્યું છે?
  
35:17  પ્ર: માનવજાતે.
 
35:20  કૃ: બેદરકારીભરી ટીકાઓ ન કરો, સર,
 
35:23  કેમ કે આ કોઈ
મનોરંજન નથી.
  
35:27  હું અહીં તમારું મનોરંજન કરવા નથી આવ્યો.
 
35:31  માટે, તમે મહેરબાની કરીને સાંભળો,
હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું:
  
35:36  કોણે વિશ્વનું આવું
વિભાજન કર્યું છે?
  
35:41  સર, તમે શાંતિથી
એક મિનિટ સાંભળશો?
  
35:49  માણસે આ નથી કર્યું?
 
35:52  તમે આ કર્યું છે કારણ કે તમે કહો છો કે,
‘હું એક હિન્દુ છું’,
  
35:57  અથવા મુસ્લિમ, કે શીખ,
કે અન્ય કોઈ પંથ.
  
36:04  કોણે કર્યું છે આ બધું?
માણસે, ખરું કે નહીં? માણસે.
  
36:11  માણસને સલામતી જોઈએ છે, તેથી તે કહે છે,
‘હું બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છું,
  
36:20  તે મને ઓળખ આપે છે,
તે મને તાકાત આપે છે,
  
36:24  તે મને એક એવા સ્થાનની ભાવના આપે છે
જ્યાં હું રહી શકું’.
  
36:31  તો, આનો આધાર શો છે?
 
36:37  તમે મારો પ્રશ્ન સમજો છો, સર?
 
36:39  કેમ આપણે આવું કરીએ છીએ?
 
36:44  શું આ સલામતી માટે છે?
 
36:47  કારણ કે જો હું એક હિન્દુ તરીકે
મુસ્લિમોની દુનિયામાં રહેતો હોઉં,
  
36:53  તો તેઓ મને મારે, પીટે.
 
36:57  અથવા જો હું એક પ્રોટેસ્ટન્ટ તરીકે રોમમાં
રહેતો હોઉં, તો મને બહુ જ મુશ્કેલ લાગે,
  
37:03  કારણ કે રોમ સમસ્ત કૅથલિક
સંપ્રદાયનું કેન્દ્ર છે.
  
37:11  માટે હું તમને કહું છું, સર,
વિનંતી કરું છું,
  
37:16  કોણે કર્યું છે આ બધું?
 
37:20  આ વિશાળ અવ્યવસ્થા.
તમે સમજો છો?
  
37:24  તમે? તમે આ કર્યું છે, તે પુરુષે આ
કર્યું છે, અને તે સ્ત્રીએ આ કર્યું છે.
  
37:34  અને તમે આના વિષે શું કરશો?
 
37:38  માત્ર આના વિષે વાતો કરશો?
 
37:42  આમ આપણે અટકી જઈશું. બસ આટલું જ.
 
37:45  તમે કર્મ કરવા માગતા નથી.
તમે કહો છો કે, 'આમ ને આમ ચાલ્યા કરીએ’.
  
37:52  પ્ર: સર, તમે પહેલાં કહ્યું હતું કે
તમારો અમને મદદ કરવાનો
  
37:55  કોઈ જ ઈરાદો નથી. પરંતુ અમને લાગે છે
કે તમે અહીં અમારી મદદ માટે આવ્યા છો,
  
37:59  અને અમને તમારી તરફથી મદદ મળી રહી છે...
 
38:01  કૃ: શું કહ્યું, સર?
 
38:03  પ્ર: એ કહે છે કે તમારો અમને
મદદ કરવાનો કોઈ જ ઈરાદો નથી,
  
38:06  પરંતુ જયારે અમે અહીં છીએ ત્યારે
અમને લાગે છે કે તમે અમારી મદદ કરો છો.
  
38:09  આવું કેવી રીતે બને છે?
 
38:11  કૃ: બહુ ખરાબ!
હું કોઈને મદદ કરવા માગતો નથી.
  
38:17  બીજાને મદદ કરવી એ ખોટું છે,
સિવાય કે શસ્ત્રક્રિયામાં, ખોરાકમાં વગેરે.
  
38:27  વક્તા તમારો આગેવાન નથી.
 
38:32  તેણે આ હજાર વાર
આખા યુરોપમાં,
  
38:38  અમેરિકામાં અને અહીંયા કહ્યું છે.
 
38:41  પ્ર: તમે અમને મદદ કદાચ ન કરતા હો,
પરંતુ તમે અમને ઘણુંબધું સમજાવી દો છો.
  
38:44  કૃ: ના, આપણે સાથે મળીને
વાતચીત કરી રહ્યા છીએ,
  
38:47  આ વાતચીત દરમ્યાન આપણે
જાતે જ વસ્તુઓને સ્પષ્ટ જોવાનું
  
38:51  શરુ કરીએ છીએ.
 
38:53  એટલે કે કોઈ તમને મદદ નથી કરી રહ્યું,
આ એક વાતચીત છે.
  
39:01  પ્ર: સર, મારો પ્રશ્ન છે,
શા માટે આપણે...
  
39:05  કૃ: સર, મેં જે કહ્યું તે તમે સાંભળ્યું?
 
39:13  હા, સર, પણ મેં જે કહ્યું
તે તમે સાંભળ્યું?
  
39:17  વક્તા અહીં તમારી કોઈપણ પ્રકારે
મદદ કરવા માટે નથી આવ્યો.
  
39:28  એ તમારો ગુરુ નથી,
તમે એના અનુયાયી નથી,
  
39:33  વક્તા જે બધું કહે છે તે
તિરસ્કારને પાત્ર વસ્તુ છે.
  
39:41  બસ આટલું જ.
સર, એક મિનિટ, તે ત્યાં છે.
  
39:54  પ્ર: શા માટે કુદરતમાં
આટલી બધી ક્રૂરતા છે કે
  
39:58  એક સજીવે જીવતા રહેવા માટે અન્ય સજીવને
ખાઈ જવું પડે છે?
  
40:02  કૃ: શું આ તમારો પ્રશ્ન છે, સર?
 
40:04  પ્ર: હા, સર.
 
40:08  કૃ: એક વાઘ નાનાં પ્રાણીઓ ઉપર જીવે છે.
 
40:13  એટલે કે મોટાં પ્રાણીઓ
નાનાં પ્રાણીઓને ખાઈ જાય છે.
  
40:19  અને તમે પૂછો છો કે, કુદરત બહુ
- કયો શબ્દ હતો?
  
40:24  પ્ર: ક્રૂર.
 
40:25  કૃ: કુદરત ક્રૂર છે.
 
40:28  પ્ર: ના, સર, કેમ કુદરતમાં
આટલી બધી ક્રૂરતા છે?
  
40:34  કૃ: સૌ પ્રથમ તો, કેમ માણસમાં
આટલી બધી ક્રૂરતા છે?
  
40:39  નહીં કે કુદરતમાં, અલબત્ત,
તે તો કદાચ કુદરતી જ છે.
  
40:43  કેમ તમે આટલા ક્રૂર છો?
એવું ન કહો કે,
  
40:47  ‘કુદરતમાં ક્રૂરતા છે’,
કેમ માણસો આટલા ક્રૂર છે?
  
40:53  પ્ર: હું મારાં પીડા અને દુઃખમાંથી
છુટકારો મેળવવા માગું છું.
  
40:58  જયારે કોઈ મને દુભવે, ત્યારે હું પણ...
 
41:02  પ્ર: હું મારાં પીડા અને દુઃખમાંથી
છુટકારો મેળવવા માગું છું,
  
41:06  માટે જો કોઈ મને દુભવે,
તો હું પણ પ્રતિક્રિયા કરું છું
  
41:11  અથવા એવી જ રીતનો પ્રતિભાવ આપું છું.
 
41:17  કૃ: સર, તમે ક્યારેય એ ધ્યાનમાં લીધું છે
કે બધા માણસો દુઃખ સહન કરે છે?
  
41:24  વિશ્વના બધા જ મનુષ્યો.
 
41:27  પ્ર: હું જાણું છું, સર,
હું દુઃખ સહન કરું છું…
  
41:31  કૃ: તમે માણસ છો, ખરું કે નહીં?
પ્ર: હા, સર.
  
41:34  કૃ: તો હું કહું છું કે,
બધા માણસો દુઃખ સહન કરે છે,
  
41:40  ભલે તેઓ રશિયા,
અમેરિકા, ચીન, ભારત,
  
41:43  પાકિસ્તાન, કે ગમે ત્યાં રહેતા હોય,
- બધા જ મનુષ્યો દુઃખ સહન કરે છે.
  
41:48  હવે તમે આ દુઃખનો ઉકેલ
કેવી રીતે લાવો?
  
41:51  પ્ર: ફરી કહો, સર.
 
41:53  પ્ર: તમે આ દુઃખનો ઉકેલ
કેવી રીતે લાવો?
  
41:55  પ્ર: મને મારા પોતાના
દુઃખમાં રસ છે.
  
41:58  પ્ર: તેણે કહ્યું કે, મને મારા પોતાના
દુઃખમાં રસ છે.
  
42:06  કૃ: તમે તેના વિષે શું કરો છો?
 
42:09  પ્ર: હું અહીં તમારી પાસેથી
પ્રબુદ્ધતા પામવા આવ્યો છું.
  
42:14  કૃ: આહ!
 
42:31  આપણે સાથે મળીને શું કરીશું, સર?
આપણે સાથે મળીને શું કરીશું -
  
42:36  એકબીજાની સાથેસાથે, હું તમને કે
તમે મને મદદ કરો એવું નહીં -
  
42:41  આપણે એકબીજાની સાથે મળીને
દુઃખનો ઉકેલ લાવવા શું કરીશું?
  
42:47  પ્ર: હું નથી જાણતો, સર.
 
42:48  કૃ: તમે ખરેખર નથી જાણતા?
 
42:50  પ્ર: કૃપા કરી ફરી કહો.
કૃ: તમે ખરેખર નથી જાણતા?
  
42:54  પ્ર: હું નથી જાણતો.
કૃ: તમને ખાતરી છે?
  
42:59  પ્ર: હા, સર.
 
43:02  કૃ: ચીવટથી જવાબ આપો, સર,
 
43:04  આ ઘણો ગંભીર પ્રશ્ન છે,
 
43:06  તમને ખાતરી છે કે દુઃખમાંથી મુક્તિ કેવી રીતે
મેળવવી તે તમે નથી જાણતા?
  
43:10  પ્ર: હા, સર. મને ખાતરી છે હું નથી જાણતો.
કૃ: તમે નથી જાણતા.
  
43:14  પ્ર: પીડા અને દુઃખમાંથી મુક્તિ કેવી રીતે
મેળવવી તે હું નથી જાણતો.
  
43:16  કૃ: બસ એક મિનિટ.
તે અવસ્થામાં રહો.
  
43:26  કૃપા કરી તમે લોકો સાંભળશો?
 
43:28  આમણે એક ઘણો ગંભીર પ્રશ્ન પૂછ્યો છે,
આમણે કહ્યું,
  
43:32  ‘હું ખરેખર નથી જાણતો કે
દુઃખમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી’.
  
43:39  ‘હું નથી જાણતો’.
જયારે તમે કહો છો કે, ‘હું નથી જાણતો’,
  
43:45  ત્યારે શું તમે જાણવાની રાહ જોઈ રહ્યા છો?
 
43:51  કૃ: તમે મારો પ્રશ્ન સમજો છો, સર?
પ્ર: હા, સર.
  
43:54  કૃ: મને ખ્યાલ ન હોય પણ કદાચ હું
કોઈ પ્રકારના જવાબની અપેક્ષા રાખતો હોઉં,
  
44:02  તેથી જયારે હું અપેક્ષા રાખતો હોઉં, ત્યારે
હું નહીં જાણવાની બહાર ચાલ્યો જાઉં છું.
  
44:12  તેઓ સમજ્યા નથી.
 
44:14  પ્ર: તે કહે છે કે, જયારે આપણે
જવાબની અપેક્ષા રાખતા હોઈએ
  
44:18  ત્યારે આપણે નહીં જાણવાના ક્ષેત્રથી
બહુ દૂર જતા રહ્યા હોઈએ છીએ.
  
44:24  અને તે કહે છે કે,
નહીં જાણતા હોવાની અવસ્થામાં રહો.
  
44:28  પ્ર: નહીં જાણતા હોવાની અવસ્થામાં રહો.
આનો અર્થ શો?
  
44:32  પ્ર: તે કહે છે કે, આનો અર્થ શો?
 
44:36  કૃ: હું તમને કહીશ
કે આનો અર્થ શો?
  
44:40  હું તમને મદદ નથી કરી રહ્યો.
 
44:45  સર, તમારું એમ કહેવું કે હું તમને મદદ
નથી કરી રહ્યો એ ઘણી ગંભીર બાબત છે
  
44:53  - કારણ કે હજારો વર્ષોથી આપણને મદદ
કરવામાં આવી છે. વાંધો નહીં.
  
45:01  જયારે તમે કહો કે, ‘હું નથી જાણતો’,
ત્યારે એનો અર્થ શો?
  
45:07  હું નથી જાણતો કે મંગળ કેવો છે,
- મંગળ ગ્રહ -
  
45:14  હું નથી જાણતો.
 
45:17  તો શું હું તે જાણવા માટે
કોઈ અન્ય પાસે જાઉં?
  
45:29  સર, હું નથી જાણતો કે મંગળ કેવો છે.
આ એક એસ્ટ્રોફિઝિસ્ટ છે.
  
45:36  મંગળ કેવો છે તે જાણવા માટે હું
આમની પાસે જાઉં. ઈશ્વરને ખાતર, સર.
  
45:41  પ્ર: પણ મને મંગળ ગ્રહમાં રસ નથી.
 
45:51  કૃ: મને ખબર છે તમને મંગળ ગ્રહમાં
રસ નથી, સર, મને પણ નથી,
  
45:56  પણ હું માત્ર ઉદાહરણ તરીકે
વાત કરું છું.
  
46:00  હું નથી જાણતો કે મંગળ કેવો છે,
અને હું એસ્ટ્રોફિઝિસ્ટ પાસે જાઉં છું.
  
46:06  હું આમની પાસે જઈને કહું,
 
46:08  ‘સર, મને કહો કે મંગળ કેવો છે’,
 
46:11  અને તે મને કહે છે કે,
મંગળમાં વાયુનાં વિવિધ મિશ્રણો છે,
  
46:16  અને એવું બધું.
અને હું કહું છું કે, ‘એ મંગળ નથી.
  
46:21  તમારું મંગળનું વર્ણન
મંગળ કરતાં અલગ છે’.
  
46:26  માટે હું તમને સંપૂર્ણ
આદરપૂર્વક પૂછું છું, સર,
  
46:31  જયારે તમે કહો કે, ‘હું નથી જાણતો’,
ત્યારે તમે એનો શો અર્થ કરો છો?
  
46:39  હું નથી જાણતો.
 
46:43  હું જવાબ માટે રાહ નથી જોઈ રહ્યો,
 
46:47  જે અપ્રામાણિક હોઈ શકે,
જે ખોટો હોઈ શકે,
  
46:49  જે ભ્રામક હોઈ શકે,
માટે હું અપેક્ષા નથી રાખતો.
  
46:53  તમે એ અવસ્થામાં છો?
હું નથી જાણતો.
  
47:02  પ્ર: જયારે આપણે એ અવસ્થામાં રહીએ,
ત્યારે દિગ્મૂઢ થઈ જઈએ છીએ.
  
47:09  કૃ: એ અવસ્થામાં રહો.
 
47:12  હું નથી જાણતો કે
ગંગામાં કેવી રીતે તરવું.
  
47:19  પ્ર: હું એના વિષે કાંઈ ન કરી શકું.
 
47:24  કૃ: તમે ન કરી શકો.
 
47:28  જયારે તમે જાણતા ન હો કે
તમારા દુઃખનું કારણ શું છે -
  
47:34  ત્યારે કેવી રીતે એનો અંત લાવી શકાય,
એ તમે નથી જાણતા.
  
47:39  માટે, એ અવસ્થામાં રહો
અને શોધી કાઢો.
  
47:46  સર, બસ એક મિનિટ, સર.
 
47:50  જયારે તમે એક પ્રશ્ન પૂછો, ત્યારે તમે
જવાબની અપેક્ષા રાખો છો, ખરું ને?
  
47:57  પ્રામાણિક રહો, સરળ રહો.
 
48:02  તો, તમે કોઈ પુસ્તકમાંથી,
કોઈ અન્ય વ્યક્તિ પાસેથી,
  
48:07  અથવા કોઈ તત્ત્વજ્ઞાની વગેરે પાસેથી જવાબની
અપેક્ષા રાખો છો.
  
48:10  કોઈક જોઈએ જે તમને જવાબ આપે.
 
48:17  તમે પ્રશ્ન પૂછો
અને પ્રશ્નને સાંભળો?
  
48:26  તમે સમજો છો હું શું કહું છું?
 
48:33  મેં તમને એક પ્રશ્ન પૂછ્યો -
 
48:36  હું ભૂલી ગયો છું કે એ પ્રશ્ન શું હતો,
મને બીજો વિચારવા દો.
  
48:43  શા માટે કાશી આટલું મહત્ત્વનું બન્યું છે?
 
48:51  તમે મારો પ્રશ્ન સમજો છો?
 
48:53  શા માટે કાશી,
આ સ્થાન, આ ભૂમિ,
  
48:59  તમે મહત્ત્વનું ગણો છો?
આનો જવાબ આપો, સર.
  
49:06  પ્ર: એનાં પ્રાચીન મંદિરોને કારણે.
 
49:12  કૃ: ખરું. તમને ખબર છે,
જેરુસલેમમાં, ઇસરાઇલમાં,
  
49:18  તેઓએ ૮૦૦૦ વર્ષો જૂનું
એક મકાન શોધ્યું છે,
  
49:26  તમે ત્યાં જઈને પૂજા કરશો?
 
49:28  પ્ર: ના.
કૃ: કેમ?
  
49:31  પ્ર: કારણ કે આ સ્થાન પણ…
પ્રાચીન સાધુઓ, પ્રાચીન ગુરુઓ
  
49:38  અહીં જીવ્યા છે.
 
49:44  કૃ: એમ જ ત્યાં પણ તેઓ જીવ્યા છે,
ઇસરાઇલમાં એ લોકોના ગુરુઓ છે,
  
49:52  પૂજારીઓ અને રાજાઓ
- ૮૦૦૦ વર્ષો જૂના,
  
49:55  કેમ તમે ત્યાં જઈને પૂજા નથી કરતા?
 
49:57  પ્ર: ત્યાં પૂજા કરનારા
ત્યાંના લોકો છે.
  
50:12  કૃ: તમે વિચાર નથી કરતા, સર.
 
50:16  તમે બિલકુલ સાચા છો, સર.
 
50:22  તો, જયારે તમે એક પ્રશ્ન કરો,
ત્યારે શું તમે તે પ્રશ્ન
  
50:26  પોતાનું રહસ્ય પ્રગટ કરે તેની રાહ જોશો?
તમે સમજો છો?
  
50:32  હું તમને ખૂબ નમ્રતાથી પૂછું છું,
એક પ્રશ્ન કરું છું,
  
50:38  હું જાણું છું કે જો હું
પ્રશ્નને યોગ્ય રીતે સમજી શકું,
  
50:42  તો મને જવાબ મળશે.
 
50:45  એટલે કે, જવાબ
પ્રશ્નની અંદર હોઈ શકે.
  
50:50  તમે સાંભળતા નથી.
તમે કંટાળી ગયા છો, ખરું ને, સર?
  
50:54  પ્ર: જરાય નહીં.
 
50:58  કૃ: હું જે કહું છું તેનો
શું તમે પ્રયોગ કરશો?
  
51:01  પ્ર: હા.
કૃ: શું તમે ખરેખર એમ કરશો?
  
51:04  એટલે કે, જો હું તમને
એક પ્રશ્ન કરું,
  
51:08  તો તમે જવાબ શોધવાનો પ્રયત્ન ન કરો,
પરંતુ એ શોધી કાઢો કે
  
51:13  શું તમે એ પ્રશ્નને,
 
51:16  પ્રશ્નના ઊંડાણને, અથવા તો
પ્રશ્નની ગાંભીર્યહીનતાને,
  
51:21  પ્રશ્નની અર્થહીનતાને
સમજ્યા છો.
  
51:24  શું તમે સૌ પહેલાં પૂરતો સમય લઈને
એ પ્રશ્નને જોશો?
  
51:28  કે પછી તમે જવાબ આપવા તૈયાર છો?
 
51:33  માટે, હું સૂચવું છું, સર, કે
 
51:36  જો તમે વક્તાને
પ્રશ્ન કરો,
  
51:40  તો વક્તા કહે છે કે પ્રશ્નમાં પોતાની જ
જીવનશક્તિ છે, ઊર્જા છે;
  
51:45  જવાબમાં નથી, કારણ કે
જવાબ પ્રશ્નની અંદર છે.
  
51:51  ખરું? શોધી કાઢો.
 
51:57  સર, મેં કહ્યું તે તમે સાંભળ્યું?
 
52:01  મેં જે કહ્યું તે તમે સમજ્યા, સર?
ગભરાવ નહીં.
  
52:08  જો તમે કહો કે, 'નરકમાં જાવ',
તો એ બરાબર છે.
  
52:12  હું તમને એક બહુ સરળ વાત પૂછું છું:
તમે મને એક પ્રશ્ન કરો,
  
52:19  અને હું તમને કહું છું,
પ્રશ્નમાં જ જવાબ છે.
  
52:27  પ્રશ્નમાં જવાબ સમાયેલો છે.
 
52:31  તમે મહેરબાની કરીને સાંભળશો, સર.
 
52:38  તમે તમારો પ્રશ્ન પછી
પૂછી શકો છો, સર.
  
52:42  કૃ: તમે એમ કરશો?
પ્ર: હા.
  
52:45  કૃ: ગરીબડા થઈને હા ન પાડો.
ચાલો, શોધી કાઢીએ, સર,
  
52:51  આ બહુ અગત્યનું છે.
 
52:56  શું, સર?
તમે ઓડકાર ખાવ છો?
  
53:02  પ્ર: એક પ્રજ્ઞાશીલ મન
સાચો પ્રશ્ન કરી શકે.
  
53:07  મને લાગે છે કે હું
બિલકુલ પ્રજ્ઞાશીલ નથી;
  
53:11  તો હું કેવી રીતે સાચો પ્રશ્ન કરી શકું?
 
53:13  પ્ર: તે કહે છે, એક પ્રજ્ઞાશીલ મન
એક સાચો પ્રશ્ન કરી શકે.
  
53:19  મને લાગે છે કે હું
બિલકુલ પ્રજ્ઞાશીલ નથી;
  
53:22  તો હું કેવી રીતે
સાચો પ્રશ્ન કરી શકું?
  
53:25  કૃ: તમે ન કરી શકો!
 
53:34  પરંતુ તમે એ શોધી શકો કે
તમે કેમ પ્રજ્ઞાશીલ નથી.
  
53:44  હું એ શોધી શકું કે
હું કેમ પ્રજ્ઞાશીલ નથી.
  
53:49  તે પ્રજ્ઞાશીલ છે,
હું નથી, કેમ?
  
53:53  પ્રજ્ઞા શું તુલના ઉપર
આધારિત છે?
  
53:59  તમે સમજો છો, સર?
ના, તેઓ નથી સમજતા.
  
54:03  સર, તમે મારા
પ્રશ્નને સાંભળ્યો?
  
54:19  પ્ર: ઘણીવાર આપણને
આપણા પ્રશ્નનો જવાબ મળે છે,
  
54:23  પણ આપણને એ જવાબ માટે
કોઈ બીજાની મંજૂરી જોઈએ છે.
  
54:28  કૃ: એટલે જવાબ
મહત્ત્વનો નથી,
  
54:32  પણ બીજાની મંજૂરી
મહત્ત્વની છે?
  
54:37  પ્ર: સાચો જવાબ મહત્ત્વનો છે,
 
54:39  માટે મંજૂરી મહત્ત્વની છે.
 
54:42  પ્ર: તે કહે છે - જેમણે પ્રશ્ન પૂછ્યો
તે મહિલા નહીં,
  
54:45  પણ બીજા સદ્દગૃહસ્થ - કહે છે,
 
54:47  સાચો જવાબ મહત્ત્વનો છે,
 
54:50  અને તેથી સાચા જવાબ માટે
મંજૂરી જોઈએ છે.
  
54:54  કૃ: કોની મંજૂરી? તમારા મિત્રોની
જેઓ તમારા જેટલા જ પ્રજ્ઞાહીન છે?
  
55:01  તમને કોની મંજૂરી જોઈએ છે?
લોકમત?
  
55:07  રાજ્યપાલ? વડાપ્રધાન?
કે મોટા ધર્મોપદેશકો?
  
55:10  તમને કોની
મંજૂરી જોઈએ છે?
  
55:15  માફ કરજો, તમે વિચારતા જ નથી,
 
55:17  તમે માત્ર પુનરાવર્તન કર્યા કરો છો.
 
55:21  પ્ર: બીજા પ્રશ્ન તરફ જઈએ તો,
 
55:23  હું એ પ્રશ્ન સાથે રહું છું કે
હું કંઈ જાણતો નથી,
  
55:25  પરંતુ પ્રશ્ન સાથે રહેવું, શોધી કાઢવું,
એ થકવી નાખે એવું છે.
  
55:30  પ્ર: તે કહે છે કે હું એ
પરિસ્થિતિ સાથે રહું છું કે
  
55:33  ‘હું કંઈ જાણતો નથી’,
પરંતુ એ થકવી નાખે એવું છે.
  
55:36  કૃ: શા માટે એ થકવી નાખે એવું છે?
 
55:39  પ્ર: હું શોધવાનો પ્રયત્ન કરું છું…
 
55:41  કૃ: શોધવાનો પ્રયત્ન ન કરો.
આ રહ્યો એક પ્રશ્ન:
  
55:46  શા કારણે માણસે
- તમે અને દુનિયા -
  
55:52  શા કારણે આપણે આ દુનિયામાં
આવી અવ્યવસ્થા ફેલાવી છે?
  
55:56  આપણા જીવનની અવ્યવસ્થા,
બીજા લોકોના જીવનની અવ્યવસ્થા?
  
56:00  તમે સમજો છો, સર, આ અવ્યવસ્થા છે,
આ ગૂંચવણ છે, શા કારણે?
  
56:05  પ્ર: કારણ કે…
 
56:07  કૃ: મેડમ, તમે કૃપા કરીને
એક મિનિટ સાંભળશો?
  
56:11  હું આ સદ્દગૃહસ્થ સાથે વાત કરી રહ્યો છું.
 
56:15  કેમ દુનિયામાં બધે જ
મનુષ્યોએ દુનિયાની
  
56:20  આવી અવ્યવસ્થિત દશા કરી છે?
તમે સમજો છો, સર? શા કારણે?
  
56:26  પ્રશ્નને ધ્યાનથી સાંભળો,
પ્રશ્નની અંદર જાવ.
  
56:33  તમે સમજો છો?
 
56:34  સર, તમે ક્યારેય પોતાના હાથમાં
કોઈ અદ્દભુત દાગીનો લીધો છે?
  
56:43  અદ્દભુત રત્નજડિત ઘરેણું.
તમે એની સામે જુઓ છો, ખરું કે નહીં?
  
56:48  તમે એની સામે જુઓ છો,
એની બારીક કારીગરી જુઓ છો,
  
56:51  એની બનાવટ
કેવી સુંદર છે,
  
56:54  કેટલી અનોખી કુશળતાની
એમાં જરૂર પડી છે વગેરે ચકાસો છો.
  
56:59  સોનીના હાથ ખરેખર
અદ્દભુત હોવા જોઈએ.
  
57:05  આ ઘરેણું બહુ અગત્યનું છે.
 
57:08  તમે એને જુઓ છો, જાળવણી કરો છો,
 
57:11  સાચવીને મૂકી દો છો, અને ક્યારેક ક્યારેક
એની સામે જુઓ છો, ખરું કે નહીં?
  
57:15  પ્ર: મને એ જોઈએ છે.
 
57:17  કૃ: એ તમારા
હાથમાં છે, સર.
  
57:22  હું કહું છું તમે એની સામે જુઓ.
 
57:26  તમારી પાસે કોઈનું દોરેલું
 
57:28  એક અદ્દભુત ચિત્ર છે,
અને તમે એને જુઓ છો.
  
57:34  એ તમારા ઓરડામાં છે, તમારું પોતાનું છે,
 
57:37  તમે માત્ર એને ત્યાં લટકાડીને
ભૂલી નથી જતા, તમે એને જુઓ છો.
  
57:41  એવી જ રીતે,
જો હું તમને પ્રશ્ન પૂછું, તો એને જુઓ,
  
57:45  પ્રશ્નને સાંભળો.
 
57:50  પણ આપણે એનો જવાબ આપવાને માટે
બહુ ત્વરિત, અધીર હોઈએ છીએ.
  
57:55  માટે, હું પૂરા આદરથી સૂચવું છું, સર,
કે એને જુઓ,
  
58:00  પૂરતો સમય લો, એને તોલો,
પ્રશ્નનું સૌંદર્ય નિહાળો -
  
58:05  અથવા તો એ તદ્દન
બિનઅગત્યનો પ્રશ્ન હોઈ શકે.
  
58:10  આ કરો, સર.
પછી તમે જાણશો કે
  
58:15  પ્રશ્નમાં પોતાનામાં જ
વિપુલ ઊર્જા રહેલી છે.
  
58:21  પ્ર: સર, આ ભાઈ એક
પ્રશ્ન પૂછવા માગે છે.
  
58:25  પ્ર: આપણે કેમ બદલાતા નથી.
 
58:30  પ્ર: આપણે કેમ બદલાતા નથી?
આ પ્રશ્ન છે.
  
58:42  કૃ: કેમ, સર?
કેમ તમે બદલાતા નથી?
  
58:46  પ્ર: હું નથી જાણતો,
પણ હું બદલાતો નથી.
  
58:54  કૃ: શું તમે જ્યાં છો ત્યાં સંતુષ્ટ છો?
પ્ર: ના.
  
58:57  કૃ: તો બદલાવ.
 
59:12  પ્ર: હું એક પ્રશ્ન
પૂછવા માગું છું.
  
59:14  આપણે જેની ચર્ચા કરી રહ્યા હતા
એ હિંસાનો પ્રશ્ન.
  
59:22  વર્ગમાં એક શિક્ષક છે
 
59:24  અને કેટલાંક બાળકો તોફાની છે,
 
59:27  અને તોફાન અટકાવવા માટે
એમણે બાળકોને સજા કરવી પડે છે.
  
59:33  શું એમણે સજા
કરવી જોઈએ?
  
59:36  પ્ર: આ તમારો પ્રશ્ન છે?
 
59:38  વર્ગમાં એક શિક્ષક છે
જેમાં કોઈ એક બાળક તોફાની છે,
  
59:43  એને સુધારવા માટે
એમણે એને સજા કરવી પડે છે.
  
59:46  શું એમણે સજા
કરવી જોઈએ?
  
59:50  પ્ર: અને હિંસા.
એનો અર્થ હિંસા.
  
59:55  કૃ: તમે 'હિંસા' શબ્દનો
શો અર્થ કરો છો?
  
1:00:01  ત્વરિત જવાબ ન આપો, સર.
તમે હિંસાનો શો અર્થ કરો છો?
  
1:00:07  એકબીજાને મારવું?
 
1:00:10  એને તમે હિંસા કહેશો?
 
1:00:14  હું તમને મારું - મહેરબાની કરીને સાંભળો, સર,
- હું તમને મારું - તમે સામું મને મારો.
  
1:00:21  એ એક પ્રકારની હિંસા છે, ખરું ને?
 
1:00:24  એક મોટી ઉંમરનો માણસ
પોતાના બાળકને મારે છે -
  
1:00:28  એ એક પ્રકારની હિંસા છે.
 
1:00:31  બીજાની હત્યા કરવી
એ એક પ્રકારની હિંસા છે.
  
1:00:38  બીજાને ત્રાસ આપવો – ત્રાસ,
 
1:00:41  એ શબ્દનો અર્થ તમે જાણો છો?
- એ એક પ્રકારની હિંસા છે.
  
1:00:45  બીજાની નકલ કરવાનો પ્રયત્ન કરવો,
નકલ એક પ્રકારની હિંસા છે.
  
1:00:55  તમે આની સાથે સંમત થાવ છો?
 
1:00:59  નકલ કરવી, બીજાના ઢાંચા મુજબના
નિયમોનું પાલન કરવું, એ હિંસા છે.
  
1:01:08  ખરું, સર?
 
1:01:11  સર, હું જે કહું છું
તે તમે સાંભળી રહ્યા છો?
  
1:01:16  તો, હું તમને પૂછું છું,
 
1:01:18  માનસિક હિંસા
તથા શારીરિક હિંસા.
  
1:01:25  તમે એને કેવી રીતે અટકાવશો?
તમે - બીજા લોકોની વાત ન કરો -
  
1:01:29  તમે - તમે એને કેવી રીતે અટકાવશો?
 
1:01:38  બસ આટલું જ.
 
1:01:41  મેં જે કહ્યું
તે તમે સાંભળ્યું છે?
  
1:01:48  સર, મહેરબાની કરીને
બીજા કોઈના પ્રશ્નને
  
1:01:52  સાંભળવાનું સૌજન્ય,
સભ્યતા દાખવો.
  
1:01:56  કાયમ એવું ન કહો કે,
બીજા બધાને દૂર રાખો,
  
1:01:59  માત્ર મારી જ સમસ્યાની વાત કરો.
 
1:02:03  પ્ર: કેમ પ્રકૃતિમાં
વૈવિધ્ય છે?
  
1:02:16  કૃ: કેમ તમને પ્રકૃતિ
વિષે ચિંતા છે?
  
1:02:23  કેમ તમને પ્રકૃતિ
સાથે નિસબત છે?
  
1:02:26  પ્ર: હું વૈવિધ્ય જોઉં છું.
 
1:02:31  કૃ: તમે અહીં
વૈવિધ્ય જોતા નથી?
  
1:02:34  પ્ર: હું બહાર પણ તે જોઉં છું.
 
1:02:38  કૃ: તમે એના વિષે
શું કરશો?
  
1:02:40  પ્ર: હું જાણવા માગું છું કે
કેમ ત્યાં વૈવિધ્ય છે.
  
1:02:44  કૃ: સર, હું તમને પહેલાં પોતાનો
અભ્યાસ કરવા વિનંતી કરું છું.
  
1:02:51  તમે સમજો છો?
પહેલાં પોતાની જાતને જાણવું.
  
1:02:57  તમે તમારી બહારનું
બધું જાણો છો,
  
1:03:01  પરંતુ તમે તમારા પોતાના વિષે
કશું જ જાણતા નથી.
  
1:03:06  આમ, આ એક
જૂનો પ્રશ્ન છે, સર.
  
1:03:10  ગ્રીક લોકોએ પોતાની રીતે
આ પ્રશ્ન કર્યો છે, ઇજિપ્શીઅન તેમ જ
  
1:03:15  પ્રાચીન હિન્દુઓએ પણ આ જ કહ્યું છે:
પહેલાં પોતાની જાતને જાણો.
  
1:03:23  તમે આનાથી શરૂઆત કરશો?
 
1:03:32  પ્ર: સર, હું હંમેશાં
મારી જાતને આ પ્રશ્ન કરું છું,
  
1:03:36  કે કેમ હું શારીરિક પીડાના
બંધનમાં છું.
  
1:03:44  હું હંમેશાં મારી જાતને
આ પ્રશ્ન કરું છું,
  
1:03:46  પણ મને કોઈ
જવાબ મળતા નથી.
  
1:03:49  પ્ર: હું હંમેશાં મારી જાતને
આ પ્રશ્ન કરું છું,
  
1:03:52  કે કેમ હું શારીરિક પીડાના
બંધનમાં છું.
  
1:03:56  હું આ પ્રશ્ન કાયમ પૂછતો રહું છું,
પણ મને કોઈ જવાબ નથી મળતો.
  
1:04:00  કૃ: તમે કદાચ ખોટા ડૉક્ટર
પાસે જતા હશો.
  
1:04:20  સર, હું એવા લોકોને જાણું છું જે
એક પછી બીજા, ત્રીજા ડૉક્ટર પાસે જાય છે.
  
1:04:27  તેઓ પાસે ઘણા પૈસા છે,
 
1:04:29  એટલે તેઓ એક પછી એક
ડૉક્ટર પાસે ફર્યા કરે છે.
  
1:04:32  તમે એવું કરો છો?
કે આ માનસિક પીડા છે?
  
1:04:39  પ્ર: શારીરિક તેમ જ
માનસિક પીડા.
  
1:04:43  કૃ: મહત્ત્વનું શું છે?
 
1:04:47  પ્ર: કૃપા કરીને ફરીથી કહેશો?
મહત્ત્વનું શું છે?
  
1:04:52  કૃ: કઈ પીડા અધિક છે?
 
1:04:56  પ્ર: જયારે શારીરિક પીડા આત્યંતિક હોય,
ત્યારે ચોક્કસ એ મહત્ત્વનું છે.
  
1:04:59  પ્ર: જયારે શારીરિક પીડા આત્યંતિક હોય,
 
1:05:01  ત્યારે ચોક્કસ શારીરિક પીડા
મહત્ત્વની છે.
  
1:05:03  કૃ: હા, સર, હું એ બધું જાણું છું.
પણ હું તમને વિવેકથી પૂછું છું, સર,
  
1:05:08  કે તમે કઈ પીડાને મહત્ત્વ આપો છો?
 
1:05:12  પ્ર: મને લાગે છે...
 
1:05:13  કૃ: તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો.
 
1:05:17  તમે શેને મહત્ત્વ આપો છો?
 
1:05:23  પ્ર: જે ક્ષણે હું
પીડા સહન કરતો હોઉં,
  
1:05:26  ત્યારે હું એને મહત્ત્વ આપું છું.
 
1:05:29  કૃ: તમે મારા પ્રશ્નનો જવાબ
નથી આપ્યો, સર, ખરું ને?
  
1:05:38  હું તમને પૂછું છું,
વધુ મહત્ત્વનું શું છે;
  
1:05:42  માનસિક પીડા
કે શારીરિક પીડા?
  
1:05:50  પ્ર: તમે માનસિક પીડાનો
શો અર્થ કરો છો?
  
1:05:55  કૃ: હું તમને કહું.
 
1:05:58  ભયની પીડા, એકલતાની પીડા,
 
1:06:05  વ્યગ્રતાની પીડા,
વિષાદની પીડા, વગેરે -
  
1:06:12  આ બધું જ મન છે.
 
1:06:15  હવે તમે શેને મહત્ત્વ આપો છો?
 
1:06:19  મનને કે શારીરિક પીડાને?
 
1:06:24  પ્ર: મનને.
 
1:06:28  કૃ: ખરેખર?
 
1:06:30  પ્ર: હા, સર.
 
1:06:33  કૃ: તમે જિદ્દી બની રહ્યા છો, સર?
 
1:06:40  તો, જો તમે માનસિક પીડાને
મહત્ત્વ આપતા હો,
  
1:06:43  તો ડૉક્ટર પાસે કોણ જાય છે?
 
1:06:47  પ્ર: હું.
 
1:06:51  કૃ: તમે ‘હું’નો શો અર્થ કરો છો?
તમે પીડા છો.
  
1:06:54  તમે ‘હું’થી અલગ નથી.
 
1:06:58  ‘હું’ પીડા, વ્યગ્રતા, કંટાળો,
એકલતા, ભય, ખુશી વગેરેથી બનેલો છે
  
1:07:05  - આ બધું છે ‘હું’.
 
1:07:10  સર, મેં જવાબ આપી દીધો છે.
 
1:07:12  સર, અહીં એક પ્રશ્ન છે -
 
1:07:16  માફ કરજો, આ બધું જરા ગોટાળાવાળું છે.
 
1:07:18  પ્ર: સર…
 
1:07:24  કૃ: તમે કોઈને
સાંભળતા નથી, ખરું કે?
  
1:07:28  મને સાંભળવાની તસ્દી શું કામ લો છો?
 
1:07:33  પ્ર: સર, હું જાગૃત રહેવાની
તાકીદને સમજ્યો છું,
  
1:07:38  એવું કેમ છે કે હું દિવસમાં
કેટલીક વાર જ જાગૃત રહી શકું છું?
  
1:07:44  પ્ર: જો હું હરહંમેશ જાગૃત રહેવાની
તાકીદને સમજ્યો હોઉં,
  
1:07:50  તો એવું કેમ છે કે હું એ અવસ્થામાં
 
1:07:52  દિવસ દરમ્યાન બહુ થોડો સમય જ
રહી શકું છું?
  
1:07:55  કૃ: કારણ કે તમે એ નથી સમજતા કે
જાગૃત રહેવાનો અર્થ શું છે.
  
1:08:01  સર, અહીં એક પ્રશ્ન છે.
 
1:08:07  અરેરે, મારે આ બધા કચરાની અંદર જવું પડશે?
 
1:08:12  પ્રશ્ન: એ હકીકત છે કે
કે.એફ.આઇ.નાં વિવિધ કેન્દ્રો
  
1:08:20  સતત અને હંમેશાં
એ વાતનો
  
1:08:25  ભાર દઈને પ્રસાર કરે છે કે
તેઓ 'કૃ'ની શીખનું કેન્દ્ર છે.
  
1:08:39  તો, હવે જયારે આપણી પાસે
બૌદ્ધ શીખ,
  
1:08:44  ખ્રિસ્તી શીખ
અને કૃષ્ણમૂર્તિ શીખ છે,
  
1:08:49  તો શું આ કહેવાતી 'કૃ'ની શીખની
પણ એવી જ દશા થશે
  
1:08:57  જેવી બુદ્ધની અને
ઈસુ ખ્રિસ્તની શીખની થઈ છે?
  
1:09:03  તમે પ્રશ્નને
સમજ્યા છો?
  
1:09:05  પ્ર: હા.
 
1:09:07  કૃ: તમે પ્રશ્નથી કંટાળી ગયા છો?
મને વાંધો નથી.
  
1:09:12  હું મારી જાતથી કંટાળી ગયો છું.
 
1:09:16  સર, 'કૃ'એ શીખ શબ્દ વિષે
ઘણું વિચાર્યું છે.
  
1:09:29  અમે 'કામ' શબ્દ વાપરવાનું વિચાર્યું હતું -
 
1:09:33  ઇસ્ત્રીકામ, મોટું ચણતરકામ,
જળશક્તિકામ -
  
1:09:40  તમે સમજો છો?
 
1:09:42  મને લાગ્યું કે 'કામ' શબ્દ ઘણો સામાન્ય છે.
 
1:09:46  તો આમને લાગ્યું કે
'શીખ' શબ્દ વાપરીએ,
  
1:09:49  પણ શબ્દ મહત્ત્વનો નથી.
 
1:09:53  તમારો પ્રશ્ન છે,
શું બુદ્ધની શીખ -
  
1:10:00  જેને કોઈ જાણતું નથી,
મેં તેઓને પૂછ્યું છે,
  
1:10:04  બુદ્ધની મૂળ શીખ
કોઈ જાણતું નથી;
  
1:10:10  અને ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ
કદાચ હોય કે ન પણ હોય.
  
1:10:14  એ એક જબરદસ્ત સમસ્યા છે
કે એમનું અસ્તિત્વ ખરેખર હતું કે નહીં.
  
1:10:20  અમે એ વિષે મહાન વિદ્વાનો
સાથે ચર્ચાઓ કરી છે -
  
1:10:22  હું એમાં નહીં જાઉં.
 
1:10:25  અને શું 'કૃ'ની શીખ પણ
બીજી બધી શીખની જેમ ખોવાઈ જશે?
  
1:10:31  તમે પ્રશ્ન સમજ્યા છો?
 
1:10:39  અલબત્ત, આ તમે નથી કહ્યું,
 
1:10:41  આ બીજા કોઈએ મને લખ્યું છે,
માટે આ રસપ્રદ છે.
  
1:10:51  પ્રશ્નકર્તા કહે છે
- કદાચ તમે પણ આવું વિચારતા હો -
  
1:10:55  કે જયારે કૃ જતા રહેશે,
- તેમણે પણ મૃત્યુ પામવાનું છે -
  
1:11:02  ત્યાર બાદ
આ શીખનું શું થશે?
  
1:11:05  શું આ પણ બુદ્ધની શીખની
જેમ ભ્રષ્ટ થઈ જશે?
  
1:11:09  જે કંઈ બની રહ્યું છે તે તમે જાણો છો,
શું તમારી શીખનું પ્રારબ્ધ પણ આવું જ થશે?
  
1:11:15  તમે પ્રશ્ન સમજ્યા છો?
 
1:11:18  આનો આધાર તમારી ઉપર છે.
 
1:11:23  આનો આધાર કોઈ અન્ય ઉપર નહીં,
બલ્કે તમારી ઉપર છે:
  
1:11:28  તમે આને કેવી રીતે જીવો છો,
તમે આને વિષે શું વિચારો છો,
  
1:11:30  તમારે માટે આનો શો અર્થ છે.
 
1:11:32  જો આનો અર્થ શબ્દો સિવાય કાંઈ જ નહીં હોય,
તો આ બીજી બધી શીખના રસ્તે જ જશે.
  
1:11:38  જો તમારે માટે આનો અર્થ બહુ ઊંડો હોય,
વ્યક્તિગત રીતે,
  
1:11:45  તો આ ભ્રષ્ટ નહીં થાય.
 
1:11:49  તમે સમજો છો, સર?
આ ભ્રષ્ટ નહીં થાય.
  
1:11:52  એટલે આનો આધાર તમારી ઉપર છે,
કેન્દ્રો
  
1:11:57  અને માહિતી કેન્દ્રો
અને એ બધા ઉપર નથી.
  
1:12:01  આનો આધાર એની ઉપર છે,
કે તમે આ શીખને જીવો છો, કે નહીં.
  
1:12:11  પ્ર: શું સત્યમાં પોતાની ક્રિયાશક્તિ નથી?
 
1:12:25  કૃ: છે, જો તમે તેને એકલી છોડો તો.
 
1:12:40  પ્ર: સર, આ પ્રશ્ન
મેં મૂક્યો હતો.
  
1:12:43  શું હું એ સ્પષ્ટ કરી શકું કે
હું આ પ્રશ્નનો શું અર્થ કરું છું?
  
1:12:47  આ પ્રશ્ન મેં લખ્યો હતો,
અને તમને ગઈકાલે મોકલ્યો હતો.
  
1:12:53  કારણ કે મને ખાતરી નહોતી
કે જો હું તેમ કરું,
  
1:12:56  તો અહીંના અધિકારીઓ આ પ્રશ્ન
તમારા સુધી પહોંચાડશે કે કેમ.
  
1:13:01  એટલા માટે મેં એને એક પરબીડિયામાં મોકલ્યો.
 
1:13:04  કારણ કે જયારે પ્રશ્ન હોય,
 
1:13:07  ત્યારે તમારા લોકો
તમને એ આપતા નથી.
  
1:13:11  આ એક હકીકત છે.
એટલે મેં એવું કર્યું કે કોઈકને કીધું કે,
  
1:13:16  મહેરબાની કરીને ઉપર જઈને
પરબીડિયામાં આ પ્રશ્ન આપી આવો ને.
  
1:13:22  શું હું આ પ્રશ્નને સ્પષ્ટ કરી શકું?
 
1:13:26  કૃ: હા, તમને જે ગમે તે કરો, સર.
 
1:13:30  પ્ર: હું જાણવા માગતો હતો, અને હું આ
ઘણા સમયથી જાણવાનો પ્રયત્ન કરું છું,
  
1:13:35  મુંબઈમાં પણ મેં આ પ્રશ્ન મૂક્યો હતો...
 
1:13:37  કૃ: હા, સર, મને કહો.
 
1:13:40  પ્ર: …પણ મને જવાબ આપવામાં નહોતો આવ્યો.
 
1:13:42  એટલા માટે મેં આ પ્રશ્ન મૂક્યો.
 
1:13:44  કૃ: હા, સર, પ્રશ્ન શું છે?
પ્ર: હવે, મારો પ્રશ્ન આ છે:
  
1:13:47  તમે ૭૦ વર્ષો સુધી
ઘણી બધી વાર કહ્યું છે કે
  
1:13:52  તમે કોઈને કશી વાતની પ્રતીતિ
કરાવતા નથી - નંબર એક -
  
1:13:58  તમે શિક્ષક કે ગુરુ નથી,
તમે કોઈને કશું શીખવતા નથી.
  
1:14:05  હવે હું કહું છું કે કે.એફ.આઇ.નાં કેન્દ્રો -
 
1:14:10  જેના તમે અધ્યક્ષ છો,
અને તમે હજુ જીવો છો,
  
1:14:14  તમે મરી નથી ગયા…
કૃ: મને ખુશી છે.
  
1:14:19  પ્ર: હવે તે કેન્દ્રો કહે છે કે 'અહીં આવો',
તેઓ જનતાને આમંત્રે છે,
  
1:14:26  'અહીંયાં કૃષ્ણમૂર્તિની શીખ છે.
 
1:14:33  તેમનું કહેવાનું શું છે
તેનો તમે અહીં અભ્યાસ કરો.
  
1:14:38  તેમણે ઘણી વસ્તુઓની ખોજ કરી છે.
 
1:14:41  કૃપા કરી અહીં આવો અને અભ્યાસ કરો
અને અમે તમને વિડિઓ
  
1:14:46  વગેરે પૂરું પાડીશું’.
 
1:14:50  જયારે તમે કહો છો કે
તમે અરીસાની જેમ કામ કરો છો,
  
1:14:53  જો હું બૃહદદર્શક કાચનો ઉપયોગ કરું,
 
1:14:56  તો શું તે બૃહદદર્શક કાચ
મને મદદરૂપ થાય?
  
1:15:00  તે મને ચોક્કસ મદદરૂપ થાય,
મને પ્રકાશ મદદ કરે છે.
  
1:15:03  કૃ: કોણ?
 
1:15:07  પ્ર: તે બધું મદદ નથી કરતું?
 
1:15:09  આ વસ્તુઓ
તમારી શીખ નથી?
  
1:15:12  તે બધું દેખીતી રીતે
તમારી શીખ જ છે.
  
1:15:14  માટે જો તમે કહો કે હું શિક્ષક છું,
તો એમાં કોઈ જ હાનિ નથી,
  
1:15:17  કારણ કે તમે
કશુંક શીખવો છો,
  
1:15:19  તમે કશુંક સ્પષ્ટ કરો છો.
 
1:15:21  તમે પોતે જ કહો છો
કે તમે અરીસાની જેમ કામ કરો છો;
  
1:15:25  જે કંઈ પણ અરીસાની જેમ કામ કરતું હોય,
 
1:15:27  ચોક્કસ એ અરીસો મને મદદ કરે છે.
મારો પ્રશ્ન આ છે.
  
1:15:32  કૃ: તો, શું છે પ્રશ્ન?
 
1:16:02  સર, પોતાનાં બધાં પ્રવચનોમાં
 
1:16:06  'કૃ'એ એ વાત ઉપર ભાર મૂક્યો છે
કે તે માત્ર એક અરીસો છે.
  
1:16:12  ખરું, સર?
 
1:16:14  કે તે માત્ર તમારા જીવનને પ્રતિબિંબિત કરતો
એક અરીસો છે.
  
1:16:22  અને તેણે એમ પણ કહ્યું છે કે
જો તમે તમારી જાતને ખૂબ સ્પષ્ટતાપૂર્વક
  
1:16:27  જોઈ લીધી હોય તો તમે
તે અરીસાને તોડી નાખી શકો.
  
1:16:30  અરીસો મહત્ત્વનો નથી.
 
1:16:34  પરંતુ આખીયે દુનિયામાં એવું
બન્યું છે કે - ટૂંકી દુનિયા -
  
1:16:43  બધા લોકો બેન્ડવાજાંની પ્રવૃત્તિમાં
જોડાવા માગે છે.
  
1:16:47  તમે આનો અર્થ સમજો છો?
 
1:16:49  બધાને સર્કસમાં ભાગ લેવો છે.
 
1:16:54  માટે હું કહું છું, એ બધાની ચિંતા ન કરો,
માત્ર શીખને સાંભળો;
  
1:17:01  જો કોઈ કશુંક કરવા માગતું હોય,
 
1:17:03  ગુજરાતમાં એક નાનું કેન્દ્ર બનાવવા
માગતું હોય, તો તેને એમ કરવા દો,
  
1:17:07  પરંતુ તેને એવું કહેવાની કોઈ સત્તા નથી
કે તે 'કૃ'નું પ્રતિનિધિત્વ કરે છે,
  
1:17:13  કે તે અનુયાયી છે.
તે તેને જે ગમે તે કહી શકે,
  
1:17:16  તે પોતાને જે ગમે તે કરવા સ્વતંત્ર છે.
 
1:17:19  અમે કોઈના ઉપર કંઈ લાદતા નથી
કે એણે આમ કરવું, તેમ કરવું.
  
1:17:27  દાખલા તરીકે, કોઈ શરૂઆત કરે,
વિડિઓ વગેરે ખરીદે,
  
1:17:33  પોતાના ઘરમાં થોડા મિત્રોને
ભેગા કરે. એ તેની બાબત છે.
  
1:17:38  અમે કહેતા નથી કે,
'આમ ન કરો, તેમ કરો'.
  
1:17:43  જો કોઈ એવું કરે,
તો હું કહું કે, 'માફ કરજો, આવું ન કરો'.
  
1:17:46  પરંતુ તેઓને આવું કરવું ગમે છે,
તેઓને અર્થઘટન કરવું ગમે છે,
  
1:17:51  પોતાની ટૂંકી રીતે ગુરુ બનવું ગમે છે.
 
1:17:54  તમે જાણો છો કે તમે બધા કેવી રમતો રમો છો.
 
1:17:57  એટલે, જો તમારે એવું કરવું હોય,
તો એનું બિલકુલ સ્વાગત છે.
  
1:18:02  પરંતુ ફાઉન્ડેશન -
 
1:18:07  કમનસીબે હું તેની સાથે
જોડાયેલો છું, અથવા તો સદ્દનસીબે -
  
1:18:12  ફાઉન્ડેશન કહે છે કે તમે તમને
જે ગમે તે કરવા સ્વતંત્ર છો.
  
1:18:18  તમે સમજો છો, સર?
 
1:18:19  'કૃ'નાં પુસ્તકો ખરીદો,
વાંચો, સળગાવો,
  
1:18:23  તમને જે ગમે તે કરો.
એ તમારા હાથમાં છે.
  
1:18:28  જો તમે તેને જીવવા માગતા હો, તો તેને જીવો;
 
1:18:30  જો તમે તેને જીવવા ન માગતા હો,
તો તે બરાબર છે, તે તમારી બાબત છે.
  
1:18:35  શું આ તમને બધાને પૂરેપૂરું સુસ્પષ્ટ છે?
 
1:18:40  ફાઉન્ડેશનનો તમારા
જીવન ઉપર કોઈ અધિકાર નથી,
  
1:18:46  તમને શું કરવું કે શું ન કરવું
એ કહેવાની સત્તા નથી.
  
1:18:51  અથવા એમ કહેવું કે, ‘આ એ કેન્દ્ર છે
જેમાંથી રેડિયો સ્ટેશન
  
1:18:56  કે ટેલિવિઝન સ્ટેશનની જેમ
બધાં કિરણો નીકળે છે’,
  
1:19:01  તો અમે તે નથી.
 
1:19:03  અમે માત્ર એટલું જ કહીએ છીએ કે,
અહીં કશુંક છે,
  
1:19:09  જે કદાચ મૌલિક છે,
કે કદાચ મૌલિક નથી,
  
1:19:11  અહીં તમારે
જોવા માટે કશુંક છે.
  
1:19:16  આને વાંચવા માટે સમય ફાળવો,
આને સમજવા માટે સમય ફાળવો.
  
1:19:19  જો તમને આમાં રસ ન હોય,
તો દૂર ફેંકી દો. એનો કંઈ વાંધો નથી.
  
1:19:23  તમે ૨૫ રૂપિયા બગાડયા,
બસ એટલું જ.
  
1:19:28  પણ જો તમને એ રીતે
જીવવું ગમે, તો આને જીવો;
  
1:19:31  જો તમને ન ગમે, તો છોડી દો.
 
1:19:32  આના વિષે બહુ ઘોંઘાટ ન કરો.
 
1:19:37  હું જે કહું છું તે
તમે સમજો છો, સર?
  
1:19:40  આની આજુબાજુ કોઈ સર્કસ ન બનાવો,
- નૃત્ય, ગીત વગેરે -
  
1:19:46  કે હું સમજ્યો છું,
તમે નથી સમજ્યા,
  
1:19:47  અને હું તમને આના વિષે બધું કહીશ.
 
1:19:50  હું જે કહું છું તે તમે સમજો છો, સર?
 
1:19:55  તો હવે પૂરું કરવાનો સમય આવ્યો.
 
1:20:01  હવે હું પૂછી શકું કે,
તમને આજની સવારની
  
1:20:04  વાતચીતમાંથી, ચર્ચામાંથી
શું મળ્યું છે?
  
1:20:08  કશુંક કે કશું જ નહીં?
 
1:20:10  પ્ર: સર, હજુ સુધી પ્રશ્નની
અંદર જોઈ રહ્યો છું -
  
1:20:11  હું પ્રશ્નની સાથે છું, પણ વિચારવું
પોતાની મેળે જ બંધ થઈ ગયું છે.
  
1:20:17  પ્ર: પ્રશ્ન સામે જોતો,
 
1:20:19  હું હજુ સુધી પ્રશ્નની સાથે છું,
પણ વિચારવું બંધ થઈ ગયું છે.
  
1:20:23  કૃ: હા, સર, સરસ!
 
1:20:26  હું બસ એ પૂછું છું, સર,
 
1:20:28  કે આજની સવારને અંતે
 
1:20:31  તમને બધાને તમારી અંદર
પુષ્પિત થતું શું મળ્યું છે?
  
1:20:38  જેમ એક ફૂલ રાત્રી દરમ્યાન ખીલે છે,
 
1:20:44  એમ તમારી અંદર શું ખીલ્યું છે?
તમારામાંથી શું બહાર આવ્યું છે?
  
1:20:53  પ્ર: એ કે આપણે સાથે મળીને
વિચારવાની ટેવ પાડવી જોઈએ.
  
1:20:59  કૃ: તમે ખરેખર સાથે મળીને વિચાર્યું?
 
1:21:02  પ્ર: હા, મેં કર્યું.
 
1:21:05  કૃ: સાથે મળીને, તમે અને હું -
કે તમે તમારી જાત સાથે વાત કરતા હતા?
  
1:21:11  પ્ર: હું મારી જાત સાથે પણ વાત કરતી હતી.
 
1:21:15  કૃ: હું બસ તમને પૂછું છું -
 
1:21:17  તમારે વક્તાને કશું જ
કહેવું જરૂરી નથી.
  
1:21:20  હું બસ પૂછું છું,
વિવેકપૂર્વક:
  
1:21:24  આપણે એક કલાકથી વધુ સમય ભેગા થયા,
એકબીજા સાથે વાતો કરી,
  
1:21:30  આપણા અભિપ્રાય મુજબ
ઘણું કહ્યું,
  
1:21:36  આજની સવારની મુસાફરીને અંતે,
તમે ક્યાં છો?
  
1:21:44  આપણે ક્યાંથી શરૂઆત કરી?
આપણે ક્યાં અંત કર્યો?
  
1:21:46  કશુંક નવું પુષ્પિત થયું?
 
1:21:53  બસ એટલું જ, સર.
હું એવું નથી કહેવાનો કે,
  
1:21:57  'ઓહ, તમે નથી મેળવ્યું,
અથવા તમે મેળવ્યું છે'.
  
1:21:59  એ તો મારી
ઉદ્ધતાઈ થાય.
  
1:22:07  હા, સર.
 
1:22:12  આપણે ઊભા થઈએ હવે?
 
1:22:39  મારે તમને ઘણી વાતો કહેવી છે,
પરંતુ આપણી પાસે સમય નથી.
  
1:22:45  તમે એ ક્યારેય ગંભીરતાપૂર્વક વિચાર્યું છે કે
સર્જન એટલે શું અને આવિષ્કાર એટલે શું?
  
1:22:54  તમે આ બાબતો વિષે વિચારતા નથી.
 
1:22:57  સર્જન એટલે શું,
 
1:23:03  તથા સર્જન અને આવિષ્કાર
વચ્ચે શો સંબંધ છે?
  
1:23:24  કારણ કે વક્તાને
અમેરિકાના ન્યુ મેક્સિકોમાં લોસ અલામૉસમાં
  
1:23:29  આમંત્રિત કરવામાં આવ્યો હતો.
 
1:23:34  ત્યાં એ કેન્દ્ર આવેલું છે જેમાં
આઇન્સ્ટાઇન, ઓપેનહાઈમર અને અન્યોએ મળીને
  
1:23:40  પહેલી વાર એટમ બોમ્બનો આવિષ્કાર કર્યો હતો.
 
1:23:44  તમે સમજો છો હું શું કહું છું?
 
1:23:46  તમને આમાં રસ છે?
 
1:23:48  પ્રેક્ષકો: હા.
 
1:23:49  કૃ: સારું.
 
1:23:51  વક્તાને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યો હતો,
ભારે મોટું સન્માન,
  
1:23:55  અને બધી વાહિયાત વાતો.
 
1:24:00  એ લોકોએ પહેલો પ્રશ્ન પૂછ્યો,
જે વિષે તેઓ વાત કરવા માગતા હતા,
  
1:24:04  ત્યાં લગભગ નવસો
શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો હતા,
  
1:24:11  અને એ લોકોએ મને પ્રવચન આપવા કહ્યું,
પહેલી વાર.
  
1:24:15  તો પ્રશ્ન હતો:
 
1:24:19  સર્જનનો વિજ્ઞાન સાથે
શો સંબંધ છે?
  
1:24:25  તમે સમજો છો?
 
1:24:27  હું જે કહું છું તે
તમે સમજો છો?
  
1:24:30  સર્જન અને વિજ્ઞાન.
 
1:24:32  મેં કહ્યું કે એ બે વચ્ચે
કોઈ જ સંબંધ નથી.
  
1:24:37  આવિષ્કારનો વિજ્ઞાન સાથે
સંબંધ છે, સર્જનનો નહીં.
  
1:24:44  તમે મારો પ્રશ્ન સમજો છો?
 
1:24:46  તમે માત્ર સાંભળો -
ત્યાં નવસો શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો હતા.
  
1:24:53  મેં કહ્યું કે આવિષ્કાર
વિદ્યા ઉપર આધારિત છે,
  
1:25:02  જયારે સર્જન વિદ્યા
ઉપર આધારિત નથી.
  
1:25:07  ચિંતા ન કરો,
જે હોય તે મને કહો,
  
1:25:09  હું હમણાં તમારી સાથે
તે વાત નહીં કરું.
  
1:25:12  અને અમે તેમાં ઊંડા ઉતર્યા.
 
1:25:16  બીજા દિવસે એ લોકોએ મને પૂછ્યું,
મને પંદર પ્રશ્નો પકડાવ્યા,
  
1:25:24  અને મને પાછળથી કહેવામાં આવ્યું કે,
એ વૈજ્ઞાનિકોને
  
1:25:28  પંદર પ્રશ્નો તૈયાર કરવામાં
લગભગ એક મહિનો લાગ્યો.
  
1:25:33  તમે સમજો છો? શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો.
 
1:25:37  અને પહેલો પ્રશ્ન હતો:
 
1:25:40  ધ્યાનનો વિજ્ઞાન સાથે
શો સંબંધ છે?
  
1:25:46  તમારી જેમ નહીં - તમે જે કરો છો
તે ધ્યાન નથી. તેઓ જાણવા માગતા હતા.
  
1:25:54  તે હતો પહેલો પ્રશ્ન
અને છેલ્લો પ્રશ્ન હતો:
  
1:26:04  તમે શું કરો, 'કૃ',
 
1:26:06  જો તમે આ સંસ્થાના પ્રમુખ હો,
જે અમેરિકાની રાષ્ટ્રીય
  
1:26:12  પ્રયોગશાળા છે,
જેમાં તમારે દેશનું
  
1:26:16  સંરક્ષણ કરવાનું છે,
તો તમે શું કરો?
  
1:26:25  તેઓએ પ્રથમ આવિષ્કાર કર્યો -
આવિષ્કારો ચાલુ જ છે:
  
1:26:28  ન્યુટ્રોન બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ,
દરેક પ્રકારનો બોમ્બ.
  
1:26:32  અને તે લોકો
સબમરીન, ગણિતશાસ્ત્ર,
  
1:26:37  અત્યાધુનિક યાંત્રિક બુદ્ધિ પણ બનાવે છે.
આ એક જબરદસ્ત બાબત છે.
  
1:26:47  તેઓએ કહ્યું,
ધ્યાનનું વિજ્ઞાનમાં શું સ્થાન છે,
  
1:26:52  અને જો તમે આ સંસ્થાના પ્રમુખ હો,
એ જાણતા હો કે તમારે
  
1:26:59  દેશને બચાવવાનો છે
તથા બીજા બધા દેશો કરતાં
  
1:27:07  આગળ રહેવાનું છે,
તો તમે શું કરો?
  
1:27:13  હું જે કહું છું તે તમે સમજો છો?
 
1:27:16  પ્રૌદ્યોગિક રીતે, મૂળભૂત રીતે,
 
1:27:21  નવી સબમરીનો, નવાં લડાયક વિમાનો,
એવું બધું.
  
1:27:27  તો વક્તાએ કહ્યું,
પ્રભુનો આભાર કે તે પોતે એ પદ ઉપર નથી,
  
1:27:34  અને પછી વક્તા એ આખી
સમસ્યામાં ઊંડો ઉતર્યો;
  
1:27:42  વક્તાએ કહ્યું કે તમે આ પ્રશ્ન
આ બધા બનાવોના અંતમાં પૂછી રહ્યા છો,
  
1:27:45  શરૂઆતમાં નહીં,
તમે સમજો છો?
  
1:27:50  હું જે કહું છું તે તમે સમજો છો
કે પછી આ બધું તમારા માટે ગ્રીક ભાષા છે?
  
1:27:57  જો તમે આ પ્રશ્ન બિલકુલ
શરૂઆતમાં પૂછ્યો હોત,
  
1:28:01  તો કદાચ તમે લોકો
આવું બધું ન કરતા હોત.
  
1:28:06  એ લોકો હજુ એ જ કરી રહ્યા છે,
'કૃ'એ જે કહ્યું તે વિષે વાતો કરે છે.
  
1:28:11  'કૃ'ને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ
બીજી કે ત્રીજી વાર
  
1:28:15  આમંત્રિત કરવામાં આવ્યો હતો.
 
1:28:20  તમે 'પાચમ ઇન ટેરીસ'
શબ્દસમૂહને જાણો છો?
  
1:28:25  ના, તમે નથી જાણતા.
 
1:28:27  લેટિન ભાષામાં એનો અર્થ છે,
'પૃથ્વી ઉપર શાંતિ',
  
1:28:33  જેના વિષે પોપ હરહંમેશ
વાતો કરતા હોય છે.
  
1:28:38  તો તેઓએ મને એ
વિષે વાત કરવા કહ્યું.
  
1:28:42  પ્રવચનમાં
'કૃ' એ કહ્યું,
  
1:28:48  'દેશો સંપીને રહી ન શકે.
 
1:28:54  દેશો એકબીજા સાથે લડી શકે,
જે તેઓ કરી રહ્યા છે.
  
1:28:59  તેથી પૃથ્વી ઉપર
શાંતિ ત્યારે જ શક્ય છે
  
1:29:03  જયારે
રાષ્ટ્રીયતાઓ ન હોય.'
  
1:29:06  પ્રવચનના અંતે તેઓ બધા સંમત થયા,
તાળીઓ પાડી, બધું વાહિયાત.
  
1:29:12  પછી તેઓના પ્રમુખોમાંના એક
ઊભા થયા અને કહે છે,
  
1:29:16  'આ સદ્દગૃહસ્થને સાંભળવા એ વિશેષ
સન્માનની બાબત છે', અને એવું બધું.
  
1:29:20  અને તેમણે કહ્યું,
'વક્તાને સાંભળ્યા બાદ -
  
1:29:26  મેં તેમને ગયા વર્ષે સાંભળ્યા હતા -
હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું,
  
1:29:32  ચાલીસ વર્ષો આ સંસ્થામાં
ખૂબ મહેનત કર્યા બાદ,’
  
1:29:37  - એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ -
તેમણે કહ્યું,
  
1:29:40  ‘હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે ક્યારેય
કોઈ બીજા મનુષ્યને મારી નાખવો નહીં.'
  
1:29:45  ચાળીસ વર્ષો પછી!
 
1:29:49  અને તમે પણ બિલકુલ
એમ જ કરવાના છો. ખરું?
  
1:29:55  હું સંપૂર્ણ આદરભાવથી તમારું
ધ્યાન દોરું છું કે તમે
  
1:30:00  આ એક સરળ હકીકતને જોવામાં
ચાળીસ વર્ષો લેશો.
  
1:30:08  આ એક અનોખી દુનિયા છે, સર.
તમે આ અનુભવતા લાગતા નથી.
  
1:30:14  આ દુનિયા અદ્ભૂત છે,
પૃથ્વી -
  
1:30:18  સુંદર, સભર, વિશાળ મેદાનો,
રણો, નદીઓ, પર્વતો,
  
1:30:25  અને ધરતીનું ઐશ્વર્ય.
 
1:30:30  અને માનવો પોતાનાં જીવનપર્યંત
એકબીજાને મારી નાખવા તૈયાર રહે છે.
  
1:30:39  આ દેશ, જેમાં તમે રહો છો,
તેના જો તમે પ્રમુખ હો,
  
1:30:46  અને જો તમે આમ ને આમ જ ચાલશો,
તો તમે આ જ ઢાંચામાં રહેશો,
  
1:30:49  વારંવાર હત્યાઓ જ
કરતા રહેશો.
  
1:30:51  તમે સંસ્કૃતની સૌથી અદ્ભૂત કવિતાઓનું
પુનરાવર્તન ભલે કર્યા કરો - હું પણ કરું છું.
  
1:31:03  અને જો તમે એને જીવો નહીં,
તો એ બધાનું એક પૈસો પણ મૂલ્ય નથી.
  
1:31:10  બસ આટલું જ છે, સર.
 
1:31:16  તમને રાહ જોવડાવવા બદલ હું દિલગીર છું.
 
1:31:22  શું હું ઊભો થઇ શકું છું?