Krishnamurti Subtitles

RA85T1 - તમે જે કંઈ વિચારો છો, તે તમે છો

પહેલું જાહેર પ્રવચન
રાજઘાટ - વારાણસી, ભારત
૧૮ નવેમ્બર ૧૯૮૫



1:37  Is it all right? શું બધું બરાબર છે?
   
1:51  He didn’t much alter it. મને લાગે છે કે એણે માઇકની ગોઠવણમાં
  કંઈ ખાસ ફેરફાર નથી કર્યો.
   
1:57  I hope you can all hear. હું આશા રાખું છું કે
  તમે બધાં સાંભળી શકો તેમ છો.
   
2:10  I wonder why you are all here. મને આશ્ચર્ય છે
  કે તમે બધાં અહીં કેમ આવ્યાં છો.
   
2:18  If one asked that question જો તમને કોઈ ગંભીરતાથી એ પ્રશ્ન પૂછે,
seriously,  
   
2:25  what would be your answer? તો તમારો શો જવાબ હોય?
   
2:29  Why we are all gathered here શા માટે આપણે સૌ અહીં ગંગાકિનારે
on the banks of the Ganga – ભેગાં થયાં છીએ
   
2:35  of course, sacred river, - અલબત્ત, પવિત્ર નદી,
   
2:38  therefore partially એટલે અંશતઃ તે કારણે તમે અહીં છો.
for that reason you are here.  
   
2:43  And I wonder અને મને આશ્ચર્ય છે કે
what other reasons you have બીજાં કયાં કારણોસર તમે
   
2:47  to come and listen અહીં આ માણસને
to this person. સાંભળવા આવ્યાં છો.
   
2:53  Is it merely reputation? શું તે માત્ર પ્રતિષ્ઠાને લીધે છે?
   
3:02  Is it merely that you શું માત્ર એ જ કે તમે
have heard this man talk આ માણસને પહેલાં કેટલીક વાર
   
3:07  several times before; બોલતાં સાંભળ્યો છે;
   
3:10  therefore you say, અને એટલે તમે કહો છો,
let’s go and hear? ચાલો, જઈને સાંભળીએ?
   
3:15  What relationship તે જે કહે છે અને તમે જે કરો છો
with what he says to what you do? તેની વચ્ચે શો સંબંધ છે?
   
3:23  You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
3:26  What is the relationship તે જે કહે છે અને તમે જે કરો છો
   
3:32  with what he says and what you do? તેની વચ્ચે શો સંબંધ છે?
   
3:40  Are they two separate things? શું આ બે અલગ વસ્તુઓ છે?
   
3:48  Or, you just listen અથવા, તમે માત્ર તે જે કહે છે
to what he has to say, તે સાંભળો છો,
   
3:56  and carry on your daily life? અને તમારું રોજિંદું જીવન
  એમનું એમ ચાલુ રાખો છો?
   
4:04  You’ve understood our question? શું તમે આપણો પ્રશ્ન સમજ્યા છો?
   
4:09  So we two are going માટે આપણે બંને સાથે મળીને,
to talk over together,  
   
4:16  not some abstract બે જૂના મિત્રોની જેમ,
theoretical problems,  
   
4:24  but rather we are going આ વૃક્ષોની નીચે બેસીને, વાત કરવાના છીએ;
to talk over together  
   
4:30  like two old friends, કોઈ તાત્ત્વિક, સૈદ્ધાંતિક પ્રશ્નોની નહીં,
   
4:33  sitting under these trees, પરંતુ આપણા રોજિંદા જીવનની,
   
4:37  our daily life, જે કોઈક સૈદ્ધાંતિક, અતિ બૌદ્ધિક,
   
4:40  which is far more important તાત્ત્વિક પ્રશ્નો કરતાં
than some theoretical,  
   
4:51  very knowledgeable ઘણું વધારે અગત્યનું છે.
abstract problems.  
   
4:58  We may come to those much later. આપણે તેની વાત પછી કરીશું.
   
5:03  So, shall we, તો, શું આપણે બે જૂના મિત્રોની જેમ,
as two old friends,  
   
5:11  talking over our problems. આ પ્રશ્નો વિષે વાત કરીશું?
   
5:16  We have got so many problems આપણી પાસે ઘણા પ્રશ્નો છે
– how to meditate, - કેવી રીતે ધ્યાન ધરવું,
   
5:23  which guru to follow, કયા ગુરુને અનુસરવું,
if you are a follower, જો તમે અનુયાયી હો તો
   
5:29  what kind of practice કયા પ્રકારની પદ્ધતિ અપનાવવી,
you should do,  
   
5:37  what kind of daily activity કયા પ્રકારની રોજિંદી પ્રવૃત્તિ આચરવી,
you should go through,  
   
5:44  and so on. વગેરે વગેરે.
   
5:46  And also, what is our અને પ્રકૃતિ - વૃક્ષો, નદીઓ, પર્વતો,
relationship to nature –  
   
5:53  all the trees, the rivers મેદાનો અને ખાઈઓ -
and the mountains,  
   
5:57  and the plains and the valleys – સાથે આપણો શો સંબંધ છે?
   
6:02  what is our relationship પ્રકૃતિ સાથે આપણો શો સંબંધ છે?
to nature?  
   
6:06  To a tree, to a flower, એક વૃક્ષ સાથે, એક ફૂલ અને
to a bird that passes by, તેની પાસેથી પસાર થતા એક પંખી સાથે,
   
6:15  and what is our relationship અને એકબીજા સાથે આપણો શો સંબંધ છે -
with each other –  
   
6:22  not with the speaker વક્તા સાથે નહીં - પણ એકમેકની સાથે,
– but with each other,  
   
6:28  with your wife, with your husband, તમારી પત્ની સાથે, તમારા પતિ સાથે,
with your children, તમારાં સંતાનો સાથે,
   
6:34  with all the environment, આ સમગ્ર પર્યાવરણ સાથે,
as government, neighbour, સરકાર, પાડોશી,
   
6:41  community and so on? સમુદાય સાથે શો સંબંધ છે?
   
6:44  What’s our relationship to all this? શો છે આપણો આ બધા સાથેનો સંબંધ?
   
6:49  Or, are we so isolated, અથવા તો, આપણે બહુ એકલા, બહુ સ્વાર્થી,
   
6:57  so self-concerned, માત્ર આપણા પોતાના જ જીવનમાં
   
7:06  so intensely interested ભારે રસ ધરાવનારાં છીએ?
in our own way of life?  
   
7:16  Please, I am asking – we are asking મહેરબાની કરીને, હું પૂછું છું...
you all these questions. અમે તમને આ બધા પ્રશ્નો પૂછીએ છીએ.
   
7:25  So as two friends માટે, બે મિત્રો તરીકે
– the speaker means as friends – - વક્તાનો અર્થ છે મિત્ર -
   
7:31  not as a guru. ગુરુ તરીકે નહીં.
   
7:35  You have had enough gurus આ દેશમાં ઘણા ગુરુઓ છે.
in this country.  
   
7:41  They are really quite not worth it. તે બધાનું કોઈ ખાસ મૂલ્ય નથી.
   
7:51  And the speaker has no intention અને વક્તાનો તમારી ઉપર કોઈ છાપ પાડવાનો,
whatsoever to impress you,  
   
8:00  to tell you what to do, કે તમને શું કરવું તે કહેવાનો,
or to help you. કે તમને મદદ કરવાનો બિલકુલ ઇરાદો નથી.
   
8:08  Please bear this in mind મહેરબાની કરીને આ વ્યાખ્યાન દરમ્યાન
right through the talks: આ સતત ધ્યાનમાં રાખજો:
   
8:13  he has no intention whatsoever તેનો તમને મદદ કરવાનો
to help you. બિલકુલ ઇરાદો નથી.
   
8:21  I will tell you why – હું તમને કહીશ કે કેમ -
the reason, the logic of it. તેનું કારણ, તેનો તર્ક.
   
8:28  You have had a great many gurus, તમે લોકોએ હજારોની સંખ્યામાં
thousands of them, ગુરુઓને, મદદગારોને જોયા છે -
   
8:34  a great many helpers – ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ,
Christian helpers, Hindus, Buddhist,  
   
8:41  every kind of leader, દરેક પ્રકારના નેતાઓ,
not only politically, માત્ર રાજનૈતિક નહીં,
   
8:48  but so-called religiously. પરંતુ કહેવાતા ધાર્મિક ક્ષેત્રમાં પણ.
   
8:52  I do not know what that word એ શબ્દનો શો અર્થ છે
means for the moment, તે હું અત્યારે જાણતો નથી,
   
8:54  we will go into that word. તે શબ્દ વિષે આપણે પછીથી વાત કરીશું.
   
8:59  And you have had leaders તમે ભવ્ય પ્રકારના અને
of major kind and the minor, મામૂલી પ્રકારના નેતાઓ જોયા છે,
   
9:04  and where are you at the end અને આ વીસ લાખ વર્ષો જૂની,
of this long evolution  
   
9:10  of two million years old? લાંબી ઉત્ક્રાંતિને અંતે તમે ક્યાં છો?
   
9:14  Where are you? ક્યાં છો તમે?
   
9:17  Where are we આપણે ક્યાં છીએ
– you, and all of us here? - તમે, અને અહીં હાજર આપણે બધાં?
   
9:26  We are supposed એમ માનવામાં આવે છે કે
to have lived on this earth આપણે આ પૃથ્વી ઉપર
   
9:32  two and a half million years, 25 લાખ વર્ષોથી જીવીએ છીએ,
   
9:37  and during that long અને તે લાંબી ક્રાંતિ
revolution and evolution, અને ઉત્ક્રાંતિ દરમ્યાન
   
9:45  we still remain barbarians. આપણે હજુ જંગલી રહ્યા છીએ.
   
9:50  We may be cleaner, એવું હોઈ શકે કે આપણે અધિક સ્વચ્છ અને આરોગ્યના જાણકાર હોઈએ,
quicker communication,  
   
9:57  better hygiene and so on, ઝડપી સંચાર અને પરિવહનનાં
transportation, સાધનો ધરાવતા હોઈએ,
   
10:04  but morally, ethically, પણ નૈતિકતાની રીતે, સભ્યતાની રીતે,
   
10:10  if I may use that word અને હું જો એ શબ્દનો ઉપયોગ કરી શકું
– spiritually – તો આધ્યાત્મિક રીતે જોતાં
   
10:15  we are still barbarian. આપણે હજુ જંગલી છીએ.
   
10:20  We kill each other આપણે એકબીજાને માત્ર યુદ્ધમાં જ નહીં,
not only in a war,  
   
10:26  but also by our words, પણ આપણા શબ્દો તેમ જ હાવભાવ
by a gesture. દ્વારા પણ મારી નાખીએ છીએ.
   
10:31  We are very competitive. આપણે બહુ સ્પર્ધાત્મક છીએ.
   
10:36  Am I talking to myself શું હું મારી જાત સાથે વાત કરી રહ્યો છું
or are we together in this? કે આપણે આમાં સાથે છીએ?
   
10:46  We are very ambitious. આપણે બહુ મહત્વાકાંક્ષી છીએ.
   
10:50  Each is concerned with himself. દરેકને પોતાની જાત સાથે જ નિસબત છે.
   
10:54  Self-interest. સ્વાર્થવૃત્તિ.
   
10:57  That is the dominant તે આપણા જીવનનો પ્રધાન સૂર છે.
note in our life.  
   
11:03  Self-interest. સ્વાર્થવૃત્તિ.
Concerned with one’s own wellbeing, આપણાં પોતાનાં હિત, સલામતી,
   
11:10  security, position, પદવી, સત્તા વગેરે સાથે નિસબત.
power and so on.  
   
11:20  Aren’t we concerned શું આપણે આધ્યાત્મિક, ધાર્મિક,
with ourselves, spiritually, કામધંધો વગેરે બાબતોમાં
   
11:28  religiously, business and so on, આપણી પોતાની જ જાત સાથે
  નિસબત નથી ધરાવતા?
   
11:36  each one right through the world, આખી દુનિયાનો દરેક માણસ,
   
11:40  whether Russian, American રશિયન, અમેરિકન કે યુરોપીઅન વગેરે,
or Europeans and so on,  
   
11:46  we are all concerned માત્ર પોતાની જ જાત સાથે નિસબત રાખે છે.
with ourselves.  
   
11:52  That means isolating ourselves એનો અર્થ એ કે આપણે પોતાને
from the rest of humanity. બાકીની માનવજાતથી અલગ કરીએ છીએ.
   
12:00  That’s a fact. તે એક હકીકત છે.
We are not exaggerating. આપણે અતિશયોકિત નથી કરી રહ્યા.
   
12:04  We are not saying something આપણે એવું કંઈ નથી કહી રહ્યા
that is not true. જે સાચું નથી.
   
12:11  Wherever you go – the speaker તમે જ્યાં પણ જાવ -
has been all over the world વક્તા આખી દુનિયામાં ફર્યો છે
   
12:18  at a certain time અને હજુ બધે ફરે છે.
and still goes round.  
   
12:23  Some of you have come a long way, તમારામાંના કેટલાક ઘણું ફર્યા છે,
so has the speaker,  
   
12:28  a very long way. અને વક્તા પણ ઘણું ફર્યો છે.
   
12:31  And when you go around the world અને જયારે તમે દુનિયામાં ઘૂમો
   
12:33  and see what is happening ત્યારે જુઓ છો
   
12:38  – increase of armaments, - શસ્ત્રસરંજામમાં વધારો,
   
12:43  violence, fanaticism, હિંસા, ઝનૂન,
   
12:52  and the great, deep sense અને અસલામતી, અસુરક્ષાની ભારે ઊંડી લાગણી,
of insecurity, uncertainty  
   
13:07  and the sense of separateness, અને અલગતાનો ભાવ,
‘you’ and ‘I’. Right? 'તમે અને 'હું'. ખરું?
   
13:17  This is the common note of mankind. આ માનવજાતનો સહિયારો સૂર છે.
   
13:22  Please, we are facing કૃપા કરીને, આપણે હકીકતોનો
facts, not theories, સામનો કરી રહ્યાં છીએ,
   
13:29  not some kind of નહીં કે કોઈ તાત્વિક સિદ્ધાંતો
distant, theoretical, અથવા કોઈ પ્રકારનાં દૂરનાં,
   
13:34  philosophical statements. સૈદ્ધાંતિક, આધ્યાત્મિક વિધાનોનો.
   
13:46  We are looking at facts, આપણે હકીકતોને જોઈ રહ્યાં છીએ,
   
13:48  not my facts opposed તમારી હકીકતોના વિરોધમાં
to your facts – facts. મારી હકીકતો નહીં - હકીકતો.
   
13:54  Every country in the world તમે સૌ જાણતાં જ હશો કે
as you must all know,  
   
14:02  gathering armaments આ દુનિયાનો દરેક દેશ,
   
14:05  – every country, ગમે તેટલો ગરીબ હોય કે તવંગર,
   
14:07  however poor or however rich. શસ્ત્રો એકઠાં કરે છે.
Right? ખરું?
   
14:13  Look at your own country – તમારા પોતાના દેશને જુઓ -
immense poverty, disorder, અપાર ગરીબી, ગેરવ્યવસ્થા,
   
14:22  corruption ભ્રષ્ટાચાર
– you all know that – - તમે એ બધું જાણો છો -
   
14:28  and gathering of armaments. અને શસ્ત્રસરંજામનો વધારો.
   
14:35  It used to be a club to kill another, બીજાને મારી નાખવાની એક ક્લબ હતી,
   
14:42  now you can vaporise mankind હવે તમે માનવજાતને લાખોની સંખ્યામાં
by the million  
   
14:49  with one atom bomb or neutron bomb. એક એટમ બૉમ્બ કે ન્યુટ્રોન બૉમ્બથી
  ઊડાવી દઈ શકો છો.
   
14:54  We have, from the club, આપણી પાસે ક્લબમાં તીરકામઠાં વગેરે હતું,
arrow and so on,  
   
14:59  till we have the atom bomb. હવે આપણી પાસે એટમ બૉમ્બ છે.
   
15:05  And we have progressed, અને આપણે પ્રૌદ્યોગિક ક્ષેત્રે
  અતિશય પ્રગતિ કરી છે -
   
15:09  technologically, immensely – ક્રાંતિ ચાલી રહી છે,
   
15:17  revolution is going on, જેના વિષે આપણે બહુ ઓછું જાણીએ છીએ.
of which we know very little.  
   
15:27  The technological process પ્રૌદ્યોગિક પ્રક્રિયા એટલી ઝડપી છે કે
is so rapid,  
   
15:39  overnight is already over ગઈકાલનું જૂનું થઇ જાય છે
– something new. - આજે કંઈક નવું.
   
15:47  And, ethically we are what we અને સભ્યતાની બાબતમાં આપણે
have been for a million years. લાખો વર્ષો પૂર્વે હતાં તેવાં જ છીએ.
   
15:56  You understand the contrast? તમે આ વિરોધાભાસને સમજો છો?
   
16:00  Technologically, પ્રૌદ્યોગિક ક્ષેત્રે, કમ્પ્યુટર
like the computer, માણસ કરતાં ઝડપી વિચારી શકે છે,
   
16:06  which can outthink man, ધ્યાનની નવી પદ્ધતિઓના,
it can invent new meditations, નવા ઈશ્વરોના,
   
16:15  new gods, new theories. નવા તાત્વિક સિદ્ધાંતોના
  આવિષ્કાર કરી શકે છે.
   
16:20  We were talking the other day થોડા દિવસ પહેલાં અમે
with three or four કમ્પ્યુટરના ત્રણ ચાર
   
16:26  very prominent computer people. નિષ્ણાતો સાથે વાત કરતા હતા.
   
16:33  The computer can think કમ્પ્યુટર આગળ અને પાછળ વિચારી શકે છે,
backwards and forwards  
   
16:38  which is called ‘architecture’. જેને 'આર્કિટેક્ચર' કહે છે.
   
16:41  I am not going into it હું અત્યારે તેમાં ઊંડો નથી જતો.
for the moment.  
   
16:45  And this fifth or sixth અને આ પાંચમી કે છઠ્ઠી પેઢીનું કમ્પ્યુટર
generation of computers  
   
16:52  is so quick, એટલું ત્વરિત અને એટલું
  અસાધારણ ક્ષમતાવાળું છે -
   
16:57  so extraordinarily capable – તે કોઈ વસ્તુને શોધી શકે છે,
   
17:02  it can invent, it can produce, ઉત્પન્ન કરી શકે છે,
it can change and so on. તેમાં ફેરફાર કરી શકે છે વગેરે.
   
17:06  I won’t go into all that with you. હું તેની વિગતોમાં તમારી સાથે ઊંડો નહીં જાઉં.
   
17:10  And man – that is you and I – અને ભાઈ, આપણા - તમારા અને મારા -
   
17:15  what is going to happen મગજનું શું થશે?
to our brains?  
   
17:18  You understand what I’m saying? તમે મારું કહેવું સમજો છો?
   
17:21  If the computer can do જો કમ્પ્યુટર લગભગ બધું જ કરી શકતું હોય -
anything almost –  
   
17:24  of course there’s sex, સિવાય કે મૈથુન, ચંદ્રને નિહાળવો વગેરે -
or look at the new moon –  
   
17:30  it can almost do anything તો એ માણસ કરી શકે
that human beings can. એવી દરેક વસ્તુ કરી શકે.
   
17:36  This is not some theory, આ કોઈ માન્યતા નથી,
it is happening now. આ હાલમાં બની રહ્યું છે.
   
17:42  So, what’s going તો, તમારું શું થશે?
to happen to you?  
   
17:50  What’s going to happen આપણું એટલે કે માનવજાતનું શું થશે?
to us as human beings?  
   
17:56  We want entertainment, આપણને મનોરંજન જોઈએ છે,
   
17:59  probably this is part કદાચ આ તમારી મનોરંજનની કલ્પનાનો ભાગ છે -
of your idea of entertainment:  
   
18:02  coming here, sitting, listening, અહીં આવવું, બેસવું, સાંભળવું,
   
18:06  and agreeing or disagreeing, અને સંમત કે અસંમત થવું,
and going back home, અને ઘરે પાછા જવું,
   
18:10  carry on your own life. તમારું પોતાનું જીવન એમ ને એમ ચલાવે રાખવું.
   
18:12  This is part of entertainment, આ મનોરંજનનો ભાગ છે,
   
18:18  as going to church, temple, જેમ કે ચર્ચ, મંદિર, મસ્જિદ અથવા ફૂટબૉલ,
mosque or football,  
   
18:25  cricket in this country. આ દેશમાં ક્રિકેટ.
   
18:30  Please, this is not મહેરબાની કરો, આ મનોરંજન નથી.
an entertainment.  
   
18:37  You and the speaker તમારે અને વક્તાએ સાથે મળીને
must think together, વિચારવું જ જોઈએ,
   
18:43  not just to sit quietly and absorb નહીં કે માત્ર શાંતિથી બેસી રહેવું અને
some strange atmosphere, કોઈ વિલક્ષણ માનસિક પરિસ્થિતિને,
   
18:51  some punyam. કોઈ પુણ્યને આત્મસાત્ કરવું.
   
18:57  Sorry, it is not હું દિલગીર છું, તે આવું બિલકુલ નથી.
like that at all.  
   
19:01  We are going to sanely, આપણે સમજણપૂર્વક અને તર્કસંગત રીતે
logically, think together,  
   
19:11  look at the same thing, સાથે મળીને વિચારીશું, તેને જોઈશું.
together.  
   
19:15  Not how you look and I look, તમે જુઓ અને હું જોઉં એમ નહીં,
but together, to observe, પણ સાથે મળીને,
   
19:26  not only our daily life, માત્ર આપણા રોજિંદા જીવનનું જ નહીં,
   
19:29  which is far more important - જે બીજી કોઈ પણ બાબત કરતાં
than any other – our daily… વધારે અગત્યનું છે -
   
19:35  every minute of our day. પરંતુ આપણા દિવસની દરેક મિનિટનું
  અવલોકન કરીશું.
   
19:42  So, first, we are going માટે સૌ પ્રથમ આપણે સાથે મળીને વિચારીશું,
to together think,  
   
19:49  not just merely listen, માત્ર સાંભળવાનું, સંમત કે અસંમત
agree or disagree, થવાનું એમ નહીં,
   
19:54  which is very easy. તે તો બહુ સહેલું છે.
   
19:59  One wishes strongly મારી એવી પ્રબળ ઇચ્છા છે કે
if we could put aside  
   
20:05  agreement and disagreement. આપણે સંમતિ અને અસંમતિને બાજુએ મૂકી દઈએ.
   
20:09  That is very difficult મોટાભાગના લોકો માટે આ બહુ અઘરું છે.
for most people to do.  
   
20:14  We are too eager આપણે સંમત કે અસંમત થવા માટે
to agree or disagree. અતિ આતુર છીએ.
   
20:17  Our reactions are so quick. આપણી પ્રતિક્રિયાઓ બહુ ઉતાવળી છે.
   
20:23  We classify everything – આપણે દરેક વસ્તુનું વર્ગીકરણ કરીએ છીએ -
   
20:26  religious man, irreligious man, ધાર્મિક માણસ, નાસ્તિક માણસ,
mundane and so on. સાંસારિક માણસ વગેરે વગેરે.
   
20:33  If you could, જો તમે માત્ર આજની સવાર પૂરતું પણ
this morning at least, કરી શકો તેમ હો,
   
20:38  put aside completely તો સંમતિ અને અસંમતિને
agreement and disagreement, સંપૂર્ણપણે બાજુએ મૂકી દો,
   
20:44  and merely observe together, અને માત્ર સાથે મળીને અવલોકન કરો,
think together. સાથે મળીને વિચારો.
   
20:51  Will you do it? શું તમે તેમ કરશો?
   
20:56  Put aside altogether તમારો મત અને મારો મત,
your opinion and my opinion, તમારી વિચારવાની રીત અને
   
21:03  your way of thinking and મારી વિચારવાની રીત -
the other person’s way of thinking. આ બધું જ બિલકુલ બાજુએ મૂકી દો.
   
21:11  Could we do that? આપણે એમ કરી શકીએ?
   
21:12  Only for an hour. Don’t bother. માત્ર એક કલાક પૂરતું. મૂંઝાવ નહીં.
   
21:16  Don’t be too long at it. બહુ લાંબું ન વિચારો.
   
21:23  Because agreement and કારણ કે સંમતિ અને અસંમતિ
disagreement divides people. લોકોના ભાગલા પાડે છે.
   
21:31  It’s illogical – 'હું તમારી સાથે સંમત છું',
  અથવા 'હું તમારી સાથે સંમત નથી'
   
21:34  say, ‘Yes, I agree with you’, એમ કહેવું અતાર્કિક છે,
or ‘I don’t agree with you’,  
   
21:40  which means એનો અર્થ એ કે કાં તો તમે
you are either projecting, તમારા મતને, તમારા નિર્ણયને,
   
21:45  holding to your opinion, તમારા મૂલ્યાંકનને વળગી રહીને
your judgement, your evaluation, તેનું પ્રક્ષેપણ કરો છો,
   
21:51  or you disagree – say, ‘I am sorry, અથવા તો તમે અસંમત થઈને એમ કહો છો
I don’t agree with you’. કે, 'માફ કરો, હું તમારી સાથે સંમત નથી'.
   
21:57  Another form of personal વ્યક્તિગત લાભ અને
interest and discarding. કોરે મૂકવાનું એક બીજું રૂપ.
   
22:06  Could we do that, શું આપણે માત્ર રમૂજ ખાતર
for this morning, just for fun? આજની સવાર પૂરતું એમ કરી શકીશું?
   
22:11  Just for an amusement, માત્ર ગંમત ખાતર, અથવા
or for entertainment if you want. મનોરંજન ખાતર, જો તમે ઇચ્છો તો.
   
22:16  To forget our opinions, આપણા અભિપ્રાયો, નિર્ણયો,
our judgements,  
   
22:22  our saying agreement સંમતિ, અસંમતિને ભૂલી જઈએ,
or disagreement,  
   
22:24  just have a good clear brain, માત્ર એક સારું, સાફ મન રાખીએ,
   
22:32  not devotional and emotional ધાર્મિક, લાગણીશીલ કે ભાવાવેશવાળું નહીં,
or romantic,  
   
22:39  but a brain that thinks clearly – પરંતુ એવું મન જે સ્પષ્ટપણે વિચારતું હોય -
   
22:44  if it is at all possible. જો તે શક્ય હોય તો.
   
22:48  A brain that doesn’t get involved એવું મન જે સિદ્ધાંત, અભિપ્રાય,
   
22:53  in all the complications સ્વીકાર, અસ્વીકાર વગેરે ગૂંચવાડાઓમાં ન પડે.
of theory, opinion,  
   
22:59  admission, dismission. આપણે તે કરી શકીશું?
Could we do that?  
   
23:07  Probably you have કદાચ તમે આ ક્યારેય કર્યું નથી.
never done this.  
   
23:13  So let us proceed. તો આવો, આગળ વધીએ.
   
23:20  What is thinking? વિચારવું એટલે શું?
   
23:24  Every human being in the world, દુનિયાનો દરેકેદરેક માણસ,
   
23:29  everyone, from the most સૌથી અજાણ, સૌથી અસભ્ય કે
ignorant, most crude,  
   
23:37  from the very, very small એક નાનકડા ગામમાં રહેતા
person in a little village એક નાના માણસથી લઈને
   
23:43  and to the most highly સૌથી મહાન વ્યવહારદક્ષ વૈજ્ઞાનિક સુધી,
sophisticated scientist,  
   
23:51  they have something in common. એ સૌમાં કંઈક સહિયારું છે.
Haven’t you noticed? તમે એ નથી નોંધ્યું?
   
23:57  Thinking. વિચારવું.
They think – the villager, તેઓ વિચારે છે -
   
24:03  never read anything, never been ગામડાનો માણસ જેણે કદી કંઈ વાંચ્યું નથી,
to a school, college, university, સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સીટીમાં કદી ગયો નથી,
   
24:11  but probably most of you here, પણ અહીં આવેલા તમારામાંના મોટા ભાગના
   
24:14  are or have been educated. લોકો તો સુશિક્ષિત છે.
Right? ખરું?
   
24:24  So you think તો તમે વિચારો છો અને
and the villager thinks. Right? ગામડાનો માણસ વિચારે છે. ખરું?
   
24:29  The man who sits હિમાલયમાં જે માણસ
in the Himalayas by himself, સંપૂર્ણ એકાંતમાં બેઠેલો છે,
   
24:32  he also thinks. તે પણ વિચારે છે.
   
24:36  So, every human being એટલે કે, દુનિયાનો દરેક માણસ વિચાર કરે છે.
in the world thinks.  
   
24:45  Right? ખરું?
   
24:48  And this thinking has been અને આ વિચારવું તે
right from the beginning of time. અનાદિકાળથી ચાલ્યું આવે છે.
   
24:58  So we must ask the first question – એટલા માટે આપણે સૌ પ્રથમ
  એ પ્રશ્ન પૂછવો જોઈએ -
   
25:01  as we are going to ask અને આપણે ઘણા પ્રશ્નો પૂછવાના છીએ -
several questions –  
   
25:03  what is thinking? કે વિચારવું એટલે શું?
   
25:08  What is it that you think about? તમે શેના વિષે વિચારો છો?
   
25:11  And what is it અને તમે શેના વિષે વિચારો છો?
that you think about?  
   
25:15  What is thinking? Right? વિચારવું એટલે શું? ખરું?
   
25:21  Will you answer that question first? તમે સૌ પ્રથમ એ પ્રશ્નનો જવાબ આપશો?
   
25:25  Not from books. Right? પુસ્તકોમાંથી નહીં. ખરું?
   
25:28  Not from some Gita કોઈ ગીતા કે ઉપનિષદ કે બાઇબલ
or the Upanishads  
   
25:32  or the Bible or the Koran says કે કુરાનમાં કહેવાયેલું હોય
– what is thinking? તે નહીં - વિચારવું એટલે શું?
   
25:47  Sir, when you go સાહેબ, તમે સ્કૂલ, કૉલેજ કે
to college, school,  
   
25:51  right up to the university યુનિવર્સીટીમાં ભણેલા અમલદાર
and you’re a bureaucrat,  
   
25:56  or a chief minister કે મુખ્યપ્રધાન કે વડાપ્રધાન હો
or prime minister,  
   
25:59  or the lowliest અથવા ગામડાના નાનામાં નાના માણસ હો,
of the villagers,  
   
26:02  they’ve all something in common. એ બધામાં કંઈક સહિયારું છે.
   
26:07  Apart from many other things બીજી ઘણી બાબતો જેની ચર્ચા આપણે પછી કરીશું તે સિવાય -
which we will go into –  
   
26:11  what is thinking? વિચારવું એટલે શું?
   
26:15  We live by thinking. આપણે સૌ વિચારીને જીવીએ છીએ.
   
26:20  Our daily action આપણાં રોજિંદા કાર્યો વિચાર ઉપર આધારિત છે.
is based on thinking.  
   
26:27  Unless we question, solve, આ પ્રશ્નના પૂરા ઊંડાણમાં જઈને
and hold to it, find out. આપણે શોધી કાઢવાનું છે.
   
26:37  Whether you are તમે ભૌતિકશાસ્ત્રી હો કે મજૂર,
a physicist or a labourer,  
   
26:43  or any kind of human being અથવા તો ગમે તે પ્રકારના માણસ હો,
on this earth, we all think. આપણે સૌ વિચારીએ છીએ.
   
26:50  You may think one way, તમે એક રીતે વિચારતા હો,
and another may think another way, અને બીજો માણસ બીજી રીતે વિચારતો હોય,
   
26:54  but it’s still thinking. પણ તે વિચારવાની જ પ્રક્રિયા છે.
Yeah? ખરું?
   
27:01  So what is that? તો તે શું છે?
   
27:09  Can you think જો તમારી પાસે કોઈ સ્મૃતિ ન હોય
if you have no memory? તો તમે વિચારી શકો ખરા?
   
27:20  If you cannot, જો સ્મૃતિ ન હોય,
think backwards and forwards તો તમે આગળનું કે પાછળનું
   
27:24  what you will do tomorrow આવતીકાલે કે એક કલાક પછી
or the next hour, શું કરવાનું છે અથવા તો
   
27:29  or what you have done ગઈકાલે કે આજે સવારે શું કર્યું હતું
yesterday or this morning. તે વિષે વિચારી ન શકો.
   
27:33  You can think forward and backward. તમે આગળનું ને પાછળનું વિચારી શકો છો.
   
27:40  That is called, technologically in તેને કમ્પ્યુટરની પ્રૌદ્યોગિક ભાષામાં
the computer world, ‘architecture’, 'આર્કિટેક્ચર' કહે છે,
   
27:45  and the computers can do this. અને કમ્પ્યુટર આ કરી શકે છે.
   
27:52  So you must find out together, તેથી તમારે ભેગા મળીને શોધવું જોઈએ,
   
27:57  not Indian way of thinking ભારતીય વિચારસરણી
   
28:02  and the European way of thinking. અને યુરોપીઅન વિચારસરણી એમ નહીં.
   
28:06  I don’t know if you follow વક્તા જે કહે છે તે તમે સમજો છો
what the speaker is saying – કે નહીં એ હું જાણતો નથી -
   
28:12  oriental way of thinking પૌર્વાત્ય, બુદ્ધ, હિન્દુ,
which is the Buddhist, the Hindu, મુસલમાન, ખ્રિસ્તી
   
28:21  the Muslim, the Christian કે કોઈ પણ સંપ્રદાયની વિચારધારા મુજબ નહીં.
and all the sects.  
   
28:29  Right? બરાબર? તો વિચારવું એટલે શું?
So what is thinking?  
   
28:40  Tell me please. What is thinking? મને કહો. વિચારવું એટલે શું?
Why do you think? શા માટે તમે વિચારો છો?
   
28:52  Are you stumped? શું તમે મૂંઝાઈ ગયા છો?
   
28:57  No answer? કોઈ જવાબ નથી?
   
29:02  You will discuss હું માનું છું કે તમે મારી સાથે આવતીકાલે
with me tomorrow I believe,  
   
29:05  or the day after tomorrow. અથવા પરમદિવસે વાત કરશો.
   
29:08  We are going to have આપણે સાથે મળીને ચર્ચા કરવાના છીએ.
a dialogue together.  
   
29:14  Unless you really understand જ્યાં સુધી તમે વિચારવાની
the process of thinking, પ્રક્રિયાને ન સમજો,
   
29:24  unless you really understand it, જ્યાં સુધી તમે એને ખરેખર ન સમજો,
   
29:29  our life is always going ત્યાં સુધી આપણું જીવન
to be very, very limited. હંમેશ ઘણું મર્યાદિત રહેશે.
   
29:36  So, we must very deeply, seriously, માટે આપણે ખૂબ ઊંડાણમાં, ગંભીરતાપૂર્વક,
   
29:40  as a physicist, એક ભૌતિક્શાસ્ત્રીની જેમ,
as a scientist examines, એક વૈજ્ઞાનિકની જેમ,
   
29:44  we must examine very, very closely વિચારવાની આ સમગ્ર પ્રક્રિયાને
  અતિશય ઝીણવટથી તપાસવી પડે,
   
29:49  this whole process of thinking, જે આપણા જીવનને ઘડે છે.
which shapes our life.  
   
29:59  Man has created god માણસે પોતાના વિચારો દ્વારા
by his thinking. ઈશ્વરનું સર્જન કર્યું છે.
   
30:06  God has not created man. ઈશ્વરે માણસનું સર્જન કર્યું નથી.
   
30:10  It must be a very, very poor god એ બહુ જ નબળો ઈશ્વર હોવો જોઈએ
who created these human beings જેણે આવા માણસો સર્જ્યા
   
30:15  who are fighting જે કાયમ એકબીજા સાથે લડ્યા જ કરે છે.
each other perpetually.  
   
30:21  He must be a rather silly old god. એ તો કોઈ મૂર્ખ, બુઢ્ઢો ઈશ્વર હોવો જોઈએ.
   
30:27  So, what is thinking? તો, વિચારવું એટલે શું?
And why have we made problems of it? અને આપણે એમાંથી સમસ્યાઓ કેમ બનાવી છે?
   
30:35  Right? ખરું?
We have problems about thinking. આપણી પાસે વિચારવા અંગે સમસ્યાઓ છે.
   
30:44  So we also must examine closely એટલે આપણે ઝીણવટથી એ પણ તપાસવું પડે
why we have problems. કે આપણે કયા કારણે સમસ્યાઓ છે.
   
30:52  Do you understand? તમે સમજો છો?
Are we together in this a little bit, શું આપણે આમાં થોડે અંશે સાથે છીએ,
   
30:56  at least following each other, એકબીજાને અનુસરીએ છીએ,
   
30:59  or have you all gone to sleep? કે પછી તમે સૌ ઊંઘી ગયાં છો?
   
31:04  So first, why have we તો પહેલી વાત, આપણા જીવનમાં
problems in our life? સમસ્યાઓ કેમ છે?
   
31:18  What is a problem? સમસ્યા એટલે શું?
   
31:23  We have plenty of them: આપણી પાસે ઘણી સમસ્યાઓ છે:
political problems, રાજકીય સમસ્યાઓ,
   
31:27  financial problems, આર્થિક સમસ્યાઓ,
economic problems, નાણાંકીય સમસ્યાઓ,
   
31:31  the problems of one religion એક ધર્મની બીજા
against the other, ધર્મ વિરુદ્ધ સમસ્યાઓ,
   
31:34  the problems of – oh! ભાતભાતની સમસ્યાઓ - ઓહ!
You understand? તમે સમજો છો?
   
31:39  Haven’t you got problems શું તમારી પાસે હજારો સમસ્યાઓ નથી?
by the thousand?  
   
31:46  What is a problem? સમસ્યા એટલે શું?
   
31:52  And the meaning અને તે ‘સમસ્યા’ શબ્દનો અર્થ -
of that word ‘problem’ –  
   
31:56  what does that mean? તેનો અર્થ શું?
The meaning. અર્થ.
   
32:00  According to the dictionary શબ્દકોશ પ્રમાણે એનો અર્થ છે
it means  
   
32:03  something thrown at you, કશુંક તમારી તરફ ફેંકવામાં આવેલું હોય તે,
a challenge, કોઈ પડકાર,
   
32:08  something you have એવું કશુંક કે જેનો તમારે
got to look at, face. સામનો કરવાનો છે.
   
32:14  That’s what a problem means. આ છે સમસ્યાનો અર્થ.
Right? ખરું?
   
32:19  Are we together in this, આપણે આમાં સાથે છીએ,
or am I talking to myself? કે હું મારી જાત સાથે વાત કરી રહ્યો છું?
   
32:27  So first, the word ‘problem’ means તો સૌ પહેલું, 'સમસ્યા' શબ્દનો અર્થ છે
something thrown at you. તમારી તરફ ફેંકવામાં આવેલું હોય તે.
   
32:36  You can’t dodge it, તમે કોઈ યુક્તિથી તેને ટાળી ન શકો,
you can’t run away from it, તેનાથી દૂર ભાગી ન જઈ શકો,
   
32:40  you can’t suppress it. તમે તેને દબાવી ન શકો.
It is there, like a sore thumb. તે છે, એક દૂખતા અંગૂઠાની માફક.
   
32:49  Why is it, that all our life, એવું કેમ કે આપણા આખા જીવનમાં,
   
32:54  from the moment we are born જન્મથી લઈને મૃત્યુ સુધી,
till we die, have problems – સમસ્યાઓ હોય છે -
   
33:00  about death, about fear, મૃત્યુ વિષે, ભય વિષે,
about a hundred things? Right? સેંકડો બાબતો વિષે? ખરું?
   
33:07  Are you asking this question, શું તમે આ પ્રશ્ન પૂછો છો,
   
33:09  or am I merely asking it for you? કે માત્ર હું જ તમારા વતી પૂછું છું?
   
33:15  You don’t seem to react to all this. તમે આ બધા ઉપર કોઈ
  પ્રતિક્રિયા આપતા લાગતા નથી.
   
33:27  From the moment તમારા જન્મના થોડાં વર્ષો પછી
you are born, after a while,  
   
33:34  after several years, તમે સ્કૂલ જાવ છો.
you go to school.  
   
33:40  There you have to read, write. ત્યાં તમારે વાંચવું, લખવું પડે છે.
   
33:45  That becomes a problem બાળક માટે તે સમસ્યા
to the child. Right? બની જાય છે. ખરું?
   
33:53  And later on he has to learn અને પછી એને બિચારાને
mathematics, poor devil, ગણિત શીખવું પડે છે,
   
33:58  and that becomes a problem. અને તે સમસ્યા બની જાય છે.
   
34:01  And the mother says, ‘Don’t do, અને મા કહે છે, 'આ કર, તે ન કર' -
do this, don’t do that’ –  
   
34:06  that becomes a problem. તે સમસ્યા બની જાય છે.
Right? ખરું?
   
34:11  So, from childhood we are એટલે કે, બાળપણથી આપણો ઉછેર
bred in problems. Right? સમસ્યાઓમાં થાય છે. ખરું?
   
34:23  Am I saying something strange? હું કશુંક વિચિત્ર કહી રહ્યો છું?
   
34:32  You all look so damn serious! તમે બધા ભારે ગંભીર દેખાવ છો!
   
34:39  I am sorry to use that word, હું તે શબ્દ વાપરવા બદલ દિલગીર છું,
but you do look very serious. પણ તમે બધા બહુ ગંભીર દેખાવ છો.
   
34:47  Probably only this morning કદાચ માત્ર આજની સવારે જ
– anyhow that’s all right. - કંઈ વાંધો નહીં.
   
34:53  So from childhood we cultivate તો બાળપણથી આપણે લાખો
and live in problems. સમસ્યાઓને મનમાં સંઘરીએ છીએ.
   
35:01  Our brain is conditioned આપણું મગજ સમસ્યાઓમાં
in problems. અનુબંધિત છે.
   
35:07  It is never free from problems. તે ક્યારેય સમસ્યાઓથી મુક્ત નથી હોતું.
   
35:13  As you grow, become adolescent, જેમ જેમ તમે મોટા થાવ, પુખ્ત બનો,
sex, how to earn money, what to do, તેમ તેમ કામવાસના અંગેની, પૈસા કમાવા અંગેની,
   
35:23  to follow society or not, શું કરવું અને શું ન કરવું,
revolt or not, સમાજનું અનુસરણ કરવું કે નહીં,
   
35:26  and at the end you yield બળવો કરવો કે નહીં વગેરે સમસ્યાઓ, અને
to society, to environment. છેવટે તમે સમાજને, પરિસ્થિતિને શરણે જાવ છો.
   
35:34  So, all this becomes a problem. આમ, આ બધું સમસ્યા બને છે.
   
35:39  Every politician in the world દુનિયાનો દરેક રાજકારણી એક
solves one problem સમસ્યાને હલ કરે છે
   
35:44  and thereby creates અને તેમાંથી બીજી સમસ્યા પેદા કરે છે.
another problem.  
   
35:47  Haven’t you noticed all this? તમે આ બધું નોંધ્યું નથી?
   
35:52  So, the human brain, એટલે માણસની ખોપરીમાં રહેલા મગજમાં
   
35:56  what is inside the skull, પોતાનામાં જ એક સમસ્યા છે.
itself has a problem.  
   
36:05  You understand? તમે સમજો છો?
   
36:07  So, can the brain ever be free તો સમસ્યાઓને હલ કરવા માટે આપણું
of problems to solve problems? મગજ ક્યારેય પણ સમસ્યારહિત હોઈ શકે?
   
36:14  Do you understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
36:18  If the brain is not જો મગજ સમસ્યારહિત ન હોય,
free of problems,  
   
36:21  then how can it solve any problem? તો એ કેવી રીતે કોઈ પણ સમસ્યાને
Do you understand? હલ કરી શકે? તમે સમજો છો?
   
36:27  This is logical. Right? આ તર્કસંગત છે. ખરું?
   
36:32  So, can the brain, your brain, એટલે કે, મગજ, તમારું મગજ,
   
36:35  that which is within the skull, જે ખોપરીમાં રહેલું છે,
which carries memories – જે સ્મૃતિઓનું વહન કરે છે -
   
36:41  I am not going હું વિગતોમાં નથી ઊતરતો -
into all the details of it –  
   
36:43  which has acquired જેણે અસાધારણ વિદ્યા પ્રાપ્ત કરેલી છે,
tremendous knowledge,  
   
36:52  that brain has been nurtured, એ મગજનું પોષણ અને કેળવણી થયાં છે
educated, to have problems. સમસ્યાઓ ધારણ કરવા માટે.
   
37:00  Right? ખરું?
   
37:03  So, we are asking now: માટે આપણે અત્યારે પૂછીએ છીએ:
can the brain, your brain, શું મગજ, તમારું મગજ,
   
37:08  can it ever be free ક્યારેય પહેલાં સમસ્યારહિત હોઈ શકે,
of problems first,  
   
37:12  and then it can solve problems. અને ત્યાર પછી એ સમસ્યાઓને હલ કરી શકે.
   
37:15  It’s logical. Right? એ તર્કસંગત છે. ખરું?
   
37:20  So, can you be free તો શું તમે પહેલાં સમસ્યારહિત હોઈ શકો?
of problems first?  
   
37:27  Or is that impossible? કે તે અશક્ય છે?
   
37:32  You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
37:40  Our brain is conditioned as Hindus આપણું મગજ હિન્દુ તરીકે અને
   
37:45  and the various divisions હિન્દુ ધર્મનાં જુદાંજુદાં વિભાજનો પ્રમાણે
in Hinduism. We are – અનુબંધિત છે.
   
37:52  the brain is conditioned આપણે, આપણું મગજ એક બૌદ્ધ તરીકે,
as a Buddhist, as a monk, એક સાધુ તરીકે,
   
37:59  the brain is conditioned એમ ઘણા બધા સંકુચિત ધર્મોમાં અનુબંધિત છે,
in the various narrow religions,  
   
38:08  the brain is conditioned આપણું મગજ તજ્જ્ઞતાથી
by specialisation. Oh, lord! અનુબંધિત થયેલું છે. ઓ પ્રભુ!
   
38:17  Aren’t you interested તમને આ બધામાં રસ નથી?
in all this?  
   
38:23  I am asking myself, તમારી સામે જોઈને હું મારી જાતને પૂછું છું -
looking at you –  
   
38:26  aren’t you interested તમને આ બધામાં રસ નથી?
in all this?  
   
38:32  Or is it the habit of going કે પછી આ એક ટેવ છે -
to a meeting and listening, સભામાં જવું, સાંભળવું,
   
38:37  and saying, અને કહેવું, 'હા, બિલકુલ ખરું, બિલકુલ ખરું'.
‘Yes, quite right, quite right’.  
   
38:44  You are a funny people, all right. તમે રમૂજી લોકો છો, સારું.
   
38:51  So, let’s begin. તો, શરુ કરીએ.
   
38:54  Our brain is conditioned આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ
by environment, in which we live, એનાથી આપણું મગજ અનુબંધિત છે,
   
39:02  by your education, તમારા શિક્ષણથી,
by your religion, તમારા ધર્મથી,
   
39:08  by your poverty or richness, તમારી ગરીબી કે અમીરીથી,
   
39:14  you have taken vows as monks – સાધુઓ તરીકે તમે લીધેલી પ્રતિજ્ઞાઓથી -
   
39:17  I don’t know why, મને ખબર નથી કેમ,
but you have taken them – પણ તમે લીધી છે -
   
39:20  and it becomes a torture, a problem. અને તે યાતના બને છે, સમસ્યા બને છે.
   
39:26  So our brain are આપણાં મગજ અસાધારણ રીતે
extraordinarily conditioned – અનુબંધિત છે -
   
39:33  as a business man, ધંધાદારી માણસ તરીકે,
as a housekeeper, and so on, ઘર ચલાવનાર તરીકે વગેરે,
   
39:40  and from that narrow point of view, અને તે સંકુચિત દૃષ્ટિબિન્દુથી
we look at the world. આપણે દુનિયાને જોઈએ છીએ.
   
39:50  So we have to go એટલા માટે આપણે
into this question, આ પ્રશ્નમાં ઊંડા જવાનું છે,
   
39:54  not only having problems, માત્ર સમસ્યાઓ હોવા વિષે નહીં,
but also, what is thinking? પણ વિચારવું એટલે શું એ પણ.
   
40:06  Why do you think at all? તમે વિચારો છો જ શા માટે?
   
40:10  Is there a different કાર્ય કરવાનો કોઈ બીજો રસ્તો છે ખરો?
way of action?  
   
40:18  Is there a different manner of જીવન પ્રત્યે, રોજિંદા જીવન પ્રત્યે,
approach to life, to the daily living, કોઈ વિશિષ્ટ અભિગમ છે,
   
40:27  that doesn’t require thinking at all? જેમાં વિચારવાની કોઈ જરૂર જ ન હોય?
   
40:30  Oh, you don’t know all this. ઓહ, તમે આ બધું જાણતા નથી.
   
40:37  So first we have to look માટે પહેલાં આપણે સાથે મળીને
very closely, together – ખૂબ ઝીણવટથી જોવાનું છે -
   
40:43  not I am explaining and you accept, હું સમજાવું અને તમે સ્વીકારી લો એમ નહીં,
that would be silly – તે તો મૂર્ખામી છે -
   
40:49  but together find out for ourselves પણ ભેગા મળીને આપણે પોતાના માટે
and then act, not say, શોધી કાઢીએ અને પછી કાર્ય કરીએ,
   
40:55  ‘Yes, quite right’. But act. માત્ર 'હા, બિલકુલ સાચું'
  એમ કહીએ એટલું જ નહીં. પણ કાર્ય કરીએ.
   
41:03  We are going to go into that. આપણે આમાં આગળ જઈશું.
   
41:05  What is thinking? વિચારવું એટલે શું?
   
41:09  Don’t you think? તમે વિચારતા નથી?
   
41:12  Otherwise you would not be here. નહીંતર તમે અહીં ન હોત.
   
41:18  You made arrangements તમે અમુક ચોક્કસ સમયે અહીં આવવાની
to come here at a certain time વ્યવસ્થા કરી છે,
   
41:27  and you have also made અને પાછા જવાની વ્યવસ્થા પણ કરી છે.
arrangements to go back.  
   
41:31  That is thinking. તે છે વિચારવું.
   
41:37  Thinking philosophically – તત્ત્વજ્ઞાનની રીતે જોતાં વિચારવું -
   
41:41  philosophy means તત્ત્વજ્ઞાન એટલે
the love of truth, the love of life, સત્ય પ્રત્યે પ્રેમ, જીવન પ્રત્યે પ્રેમ,
   
41:50  not passing some exam યુનિવર્સીટીમાં કોઈ પરીક્ષા પાસ કરવી તે નહીં.
in a university.  
   
42:00  So let us find out together, માટે ચાલો, સાથે મળીને શોધી કાઢીએ
what is thinking. કે વિચારવું એટલે શું.
   
42:07  If you had no memory of yesterday જો તમારી પાસે ગઈકાલની અથવા
or what will happen tomorrow – આવતીકાલે શું થવાનું છે એની
   
42:19  no memory at all, કોઈ સ્મૃતિ ન હોય, તો તમે વિચારો ખરા?
of any kind, would you think?  
   
42:25  You understand? તમે સમજો છો?
Oh, come on, sirs – ઓહ, સાહેબ -
   
42:30  would you think, and act thereby, જો તમને કશી સ્મૃતિ ન હોય
if you had no memory? તો તમે વિચારીને તે મુજબ કાર્ય કરશો?
   
42:40  Of course not. અલબત્ત, નહીં.
What are you hesitating about? તમે અચકાવ છો શા માટે?
   
42:46  You can’t think જો તમારી પાસે કોઈ સ્મૃતિ ન હોય
if you have no memory. Right? તો તમે વિચારી ન શકો. ખરું?
   
42:50  So what is memory? તો સ્મૃતિ એટલે શું?
   
42:52  Now you are stumped. હવે તમે મૂંઝાયા છો.
   
42:56  What is memory? સ્મૃતિ એટલે શું?
   
42:59  You did something yesterday તમે ગઈકાલે કંઈક કર્યું
   
43:03  and what you did is registered અને તમે જે કર્યું એની મગજમાં છાપ પડી,
in the brain,  
   
43:08  which becomes a memory, તે સ્મૃતિ બને છે,
   
43:10  and according to the memory અને સ્મૃતિ મુજબ તમે વિચારો છો
you think and act. Right? અને કાર્ય કરો છો. બરાબર?
   
43:17  So, what is memory? તો, સ્મૃતિ એટલે શું?
How does it come about? તે કેવી રીતે પેદા થાય છે?
   
43:25  You remember somebody કોઈ તમારાં વખાણ કરતું હોય
flattering you, તે તમને યાદ આવે,
   
43:29  you remember somebody કોઈ તમને દુભાવતું હોય
hurting you, તે તમને યાદ આવે,
   
43:34  saying ugly things about you, તમારે વિષે ખરાબ બોલતું હોય,
   
43:37  or flattering you અથવા તમે કોઈ પુસ્તક લખ્યું હોય
because you have written a book. એનાં વખાણ કરતુ હોય તે યાદ આવે.
   
43:45  So you remember – memory. એટલે તમે યાદ કરો છો – તે છે સ્મૃતિ.
   
43:49  That is, memory is the outcome એનો અર્થ કે સ્મૃતિ માહિતીનું પરિણામ છે.
of knowledge. Right? ખરું?
   
43:57  Right? બરાબર?
Oh, lord! ઓ પ્રભુ!
   
44:01  That is, you insulted me; એટલે કે, તમે મારું અપમાન કર્યું,
   
44:09  it is registered on the brain તેની મારા મગજમાં સ્મૃતિ તરીકે છાપ પડી.
as a memory.  
   
44:15  That insult or flattery, તે અપમાન કે વખાણ,
whatever it is, is registered જે હોય તે,
   
44:22  which becomes the memory. તેની છાપ સ્મૃતિ બને છે.
   
44:24  That is, the knowledge of that એટલે કે તે બનાવની માહિતી સ્મૃતિ બને છે.
incident becomes memory.  
   
44:33  I have an accident in a car, મને ગાડીમાં અકસ્માત થાય છે,
that accident is registered તે અકસ્માતની મગજમાં,
   
44:40  in the brain, in the brain cells, મગજના કોષોમાં છાપ પડે છે,
and then it says, અને પછી તે કહે છે,
   
44:47  ‘Yes that is memory, 'હા, તે સ્મૃતિ છે. મને અકસ્માત થયો,
I’ve had an accident,  
   
44:49  I must drive carefully’. મારે ગાડી સાચવીને ચલાવવી જોઈએ'.
Right? ખરું?
   
44:53  So, out of knowledge માટે માહિતીમાંથી સ્મૃતિ આવે છે.
comes memory. Right? બરાબર છે?
   
45:01  Clear? સ્પષ્ટ છે?
   
45:03  From memory, thought. સ્મૃતિમાંથી વિચાર આવે છે.
   
45:08  Now, what is knowledge? હવે, માહિતી એટલે શું?
   
45:11  This is rather difficult. આ જરા અઘરું છે.
   
45:14  We all accumulate knowledge, આપણે બધા માહિતીનો સંચય કરીએ છીએ,
the great scholars, મહાન વિદ્વાનો,
   
45:19  great professors, scientists, મહાન પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો
acquire tremendous knowledge. અસાધારણ માહિતી પ્રાપ્ત કરે છે.
   
45:26  Do you understand? તમે સમજો છો?
What is knowledge? માહિતી એટલે શું?
   
45:30  How does it come about કેવી રીતે તમને માહિતી મળે છે?
you have knowledge?  
   
45:37  Haven’t you thought about તમે ક્યારેય આ બધા વિષે વિચાર્યું નથી,
all this, looked at all this? આ બધું જોયું નથી?
   
45:44  Knowledge comes જયારે અનુભવ થાય છે
when there is experience. Right? ત્યારે માહિતી ઉપજે છે. ખરું?
   
45:49  You have an accident in a car, તમને ગાડીમાં અકસ્માત થયો,
that becomes…  
   
45:52  the accident, that’s an experience. તે અકસ્માત એક અનુભવ છે.
Right? બરાબર?
   
46:03  From that experience અનુભવમાંથી તમને માહિતી મળે છે
you have knowledge  
   
46:07  and from that knowledge અને તે માહિતીમાંથી તમને સ્મૃતિ મળે છે;
you have memory;  
   
46:11  from memory, તે સ્મૃતિમાંથી તમને વિચાર મળે છે.
you have thought. Right? બરાબર?
   
46:15  Be careful. સાવચેતી રાખો.
Don’t agree yet or disagree. તરત સંમત કે અસંમત ન થાવ.
   
46:18  I am going to pull the rug હું તમારા પગ નીચેનું પાથરણું
under your feet. ખેંચી લેવાનો છું.
   
46:24  So, what is experience, તો, અનુભવ શું છે,
which is that incident – right? – તે છે એ બનાવ - બરાબર? -
   
46:31  accident in a car, ગાડીમાં અકસ્માત,
   
46:34  which is registered in the brain જે મગજમાં માહિતી તરીકે
as knowledge? Right? નોંધાયેલો છે. ખરું?
   
46:40  And so on – knowledge… અને એવી રીતે - માહિતી...
   
46:42  experience – knowledge – અનુભવ - માહિતી -
memory – thought. Clear? સ્મૃતિ - વિચાર. ખરું?
   
46:50  This is logical. આ તર્કસંગત છે.
   
46:52  Not my way of looking at it આમાં મારી જોવાની રીત કે
or your way of looking at it. તમારી જોવાની રીત એવું કશું નથી.
   
46:58  So, all experience માટે, સઘળો અનુભવ સીમિત છે,
whether it is god’s experience તે ઈશ્વરનો અનુભવ હોય
   
47:03  or your experience, કે તમારો અનુભવ હોય.
is limited. Yes? સાચું?
   
47:14  Right? Would you agree, બરાબર? તમે સંમત થશો,
would you see that? તમે તે જોશો?
   
47:19  All experience. સઘળો અનુભવ.
Because, you look at it, કારણ કે તમે જુઓ છો કે
   
47:23  the scientists are adding every day વૈજ્ઞાનિકો એમાં રોજેરોજ વધુ ને વધુ
more and more and more. ઉમેરો કરતા જાય છે.
   
47:29  Right? ખરું?
   
47:31  That which is added to, જેનામાં ઉમેરો થાય તે
is always limited. Right? હંમેશ સીમિત જ હોય. ખરું?
   
47:36  Don’t agree. સંમત ન થાવ.
Look at it, look at it. તેને જુઓ, તેને જુઓ.
   
47:42  ‘I know little, and I must know more’, 'હું થોડું જાણું છું, અને મારે વધુ જાણવું જોઇએ',
you are adding. તમે ઉમેરો કરી રહ્યા છો.
   
47:49  Right? ખરું?
   
47:51  That which you add to, જેમાં તમે ઉમેરો કરો છો,
must be limited. તે સીમિત જ હોવું જોઈએ.
   
48:02  Oh, lord! Right? ઓ પ્રભુ! ખરું?
   
48:04  Q: Right. પ્રશ્નકર્તા: ખરું.
   
48:07  K: So, experience કૃષ્ણમૂર્તિ: એટલે, અનુભવ
is always limited. હંમેશાં સીમિત છે.
   
48:15  Your experience of god તમારો ઈશ્વરનો અનુભવ
   
48:17  – I don’t know what that means, - મને ખબર નથી કે તેનો શો અર્થ છે,
but it doesn’t matter – પણ કશો વાંધો નહીં -
   
48:21  your experience of something તમારો કોઈ પણ વસ્તુનો અનુભવ
is always limited, જેમાં કંઈક વધુ ઉમેરી શકાય,
   
48:25  where there’s something તે હંમેશાં સીમિત છે.
more to be added.  
   
48:29  So, experience is limited, એટલે, અનુભવ સીમિત છે,
knowledge is limited – માહિતી સીમિત છે -
   
48:38  forever, not just future knowledge, સદાકાળ, માત્ર ભવિષ્યની માહિતી જ નહીં,
it is always limited. તે હંમેશાં સીમિત છે.
   
48:44  Therefore memory is limited માટે સ્મૃતિ સીમિત છે
and so thought is limited. અને તેથી વિચાર સીમિત છે.
   
48:51  Right? Thought is limited. ખરું? વિચાર સીમિત છે.
   
48:58  And where there is limitation, અને જ્યાં સીમા છે,
there is division. Right? ત્યાં વિભાજન છે. ખરું?
   
49:07  As the Sikh, the Hindu, શીખ, હિન્દુ,
the Buddhist, the Muslim, બૌદ્ધ, મુસલમાન,
   
49:12  the Christian, the Democratic party, ખ્રિસ્તી, લોકશાહી દળ,
Republican party, Communist. લોકસત્તા દળ, સામ્યવાદી વગેરે.
   
49:20  You understand? તમે સમજો છો?
They are all based on thought. તે બધા વિચાર ઉપર આધારિત છે.
   
49:25  Therefore all the governments માટે બધી જ સરકારો સીમિત છે.
are limited.  
   
49:29  All your activity is limited, તમારી બધી પ્રવૃત્તિઓ સીમિત છે,
   
49:34  whether you think most abstractly તમે બિલકુલ તાત્ત્વિક રીતે વિચારો
or try to be very noble, કે બહુ પ્રભાવી થવાનો પ્રયત્ન કરો,
   
49:39  it is still thinking. Right? તે વિચાર જ છે. ખરું?
   
49:45  So from that limited એટલે કે વિચારવાના
quality of thinking – સીમિત લક્ષણમાંથી આવતાં -
   
49:49  and thinking is always limited અને વિચારવું હંમેશાં સીમિત છે
– our actions are limited. - આપણાં કાર્યો સીમિત છે.
   
49:55  Right? બરાબર?
   
49:59  Now, from that you begin હવે, તેમાંથી તમે
to enquire very carefully: કાળજીપૂર્વક તપાસવાનું શરુ કરો:
   
50:05  can thought have its right place શું વિચારનું પોતાનું
  કોઈ ઉચિત સ્થાન સંભવે છે,
   
50:09  and have no other place at all? અને એનું બીજું કોઈ સ્થાન જ ન હોય?
You understand my question? તમે મારો પ્રશ્ન સમજો છો?
   
50:14  No, no, don’t go to sleep, please. ના, ના, મહેરબાની કરીને ઊંઘી ન જાવ.
   
50:19  I need thought to come here. અહીં આવવા માટે મારે વિચારની જરૂર છે.
   
50:22  I had to get up at a certain time મારે અમુક સમયે ઊઠવું પડ્યું - વગેરે.
– all the rest of it.  
   
50:26  You had, too. તમારે પણ.
You have to think there. ત્યાં તમારે વિચાર કરવો પડ્યો.
   
50:35  So is there an action તો એવું કોઈ કાર્ય છે
which is free of limitation? જે સીમાથી મુક્ત હોય?
   
50:48  You think it out a minute તમે એક મિનિટ વિચાર કરો
– I’ll give you... - હું તમને આપીશ...
   
50:50  Think it out, look at it carefully. પૂરેપૂરો વિચાર કરો,
  કાળજીપૂર્વક તેને જુઓ.
   
50:56  That is, તેનો અર્થ એ કે
   
51:03  thinking being limited, વિચારવું સીમિત હોવાને લીધે
we have reduced the whole universe આપણે સમસ્ત સૃષ્ટિને
   
51:09  into a very small affair. એક અતિશય નાની ઘટનાના સ્તરે
You understand? નીચે લાવી દીધી છે. તમે સમજો છો?
   
51:15  We have made our life આપણે આપણા જીવનને એક અતિશય
into such a small affair. નાની બાબત બનાવી દીધી છે.
   
51:20  I think I must be this, મને લાગે છે કે મારે આવા હોવું જોઈએ,
I must not be that, તેવા ન હોવું જોઈએ,
   
51:23  I must have power, મારે સત્તા જોઈએ,
I mustn’t… You follow? ન જોઈએ... સમજો છો તમે?
   
51:28  We have reduced આપણે પ્રચંડ ગુણધર્મવાળા જીવનને
the enormous quality of life એક અતિશય નાની,
   
51:33  into a very small petty મામૂલી, નિંદ્ય ઘટનાના સ્તરે
little affair. Right? નીચું લાવી દીધું છે. ખરું?
   
51:44  So, is it possible તો, વિચારથી મુક્ત થવું શક્ય છે?
to be free of thought?  
   
51:55  Which means I must think એનો અર્થ એ કે મારે અહીં આવવા માટે
to come here. વિચાર કરવો પડે.
   
52:00  If I am a bureaucrat, જો હું અમલદાર હોઉં, તો મારે
I must think in terms of bureaucracy. અમલદારશાહીની બાબતમાં વિચાર કરવો પડે.
   
52:09  If I go to the factory જો હું કારખાનામાં કામ કરતો હોઉં,
and turn the screw,  
   
52:13  I must have certain knowledge. તો મારી પાસે અમુક પ્રકારની માહિતી હોવી જોઈએ.
   
52:18  Why should I have knowledge મારી પાસે મારી જાત માટે માહિતી
about myself? શું કામ હોવી જોઈએ?
   
52:24  Oh, you people. ઓ ભલા માણસો.
You understand my question? તમે સમજો છો મારો પ્રશ્ન?
   
52:29  Higher self, lower self ઊંચી જાત, નીચી જાત
and all that stuff. અને એવું બધું.
   
52:36  Why should I have knowledge મારે એ બાબતની માહિતી
about it? It is very simple. શા માટે જોઈએ? તે બહુ સહેલું છે.
   
52:40  I am self-interested. હું સ્વાર્થવૃત્તિવાળો છું.
   
52:44  I am only concerned હકીકતમાં મને માત્ર
with myself actually. મારી જાત સાથે જ નિસબત છે.
   
52:48  We may pretend આપણે ભાઈચારો હોવાનો ડોળ કરીએ,
to have brotherhood,  
   
52:50  or may talk about peace, અથવા શાંતિની વાતો કરીએ,
we may do every kind of  
   
52:54  verbal explaining in many words, આપણે જાતજાતના શબ્દોમાં સમજાવીએ,
   
53:01  but we are always self-centred. પણ આપણે હંમેશાં આત્મકેન્દ્રી છીએ.
Right? ખરું?
   
53:11  So from that arises the question: માટે તેમાંથી પ્રશ્ન ઉદ્ભવે છે:
   
53:23  can the self-centredness, શું આત્મકેન્દ્રીપણું,
   
53:27  which is essentially જે અનિવાર્યપણે ઊંડો સ્વાર્થ છે,
deep selfishness,  
   
53:35  can there be a change at all? એમાં ફેરફાર શક્ય છે?
You understand? તમે સમજો છો?
   
53:44  Can we be utterly selfless? શું આપણે તદ્દન નિઃસ્વાર્થ હોઈ શકીએ?
   
53:55  Answer, sirs. જવાબ આપો.
So we have to enquire: તો આપણે તપાસવું પડશે:
   
53:58  what is the self? સ્વ એટલે શું?
Right, sir? ખરું, સાહેબ?
   
54:04  What are you, તમે શું છો,
apart from your name and profession તમારા નામ, વ્યવસાય,
   
54:11  and your vows and તમારી પ્રતિજ્ઞાઓ અને
following some guru or other, કોઈ ગુરુને અનુસરવા સિવાય,
   
54:15  what are you? તમે શું છો?
   
54:32  Tell me. મને કહો.
   
54:36  Apart from your profession, તમારા વ્યવસાય સિવાય,
apart from your name – તમારા નામ સિવાય -
   
54:39  or put it the other way: અથવા આને બીજી રીતે મૂકીએ:
are you your name? શું તમે તમારું નામ છો?
   
54:45  Are you your profession? શું તમે તમારો વ્યવસાય છો?
   
54:49  Or are you part of the community? શું તમે કોઈ સમુદાયના ભાગ છો?
   
54:54  Or are you part of the tradition? કે કોઈ પરંપરાના ભાગ છો?
   
54:58  Hindu – that is a tradition, a name. હિન્દુ - એ એક પરંપરા છે, એક નામ છે.
   
55:07  So, what are you? તો, તમે શું છો?
   
55:11  Don’t repeat what Gita says, ગીતા, ઉપનિષદ, અથવા
Upanishad says, બીજા કોઈએ કહ્યું હોય,
   
55:14  or somebody says. એનું એ જ ફરી ન કહો.
That’s futile. તે વ્યર્થ છે.
   
55:19  Actually what are you? હકીકતમાં તમે શું છો?
   
55:27  God, what’s the matter પ્રભુ, તમને બધાને શું થયું છે?
with all of you?  
   
55:30  Is this the first time this question શું આ પ્રશ્ન પહેલી જ વાર
is being put to you? તમારી સામે મૂકાઈ રહ્યો છે?
   
55:37  What am I? શું છો તમે?
   
55:46  Aren’t you fear? તમે ભય નથી?
   
55:52  Aren’t you your name? તમે તમારું નામ નથી?
   
55:59  Aren’t you your body? તમે તમારું શરીર નથી?
   
56:04  Aren’t you what you think you are? તમે પોતાની બાબતમાં
  જે વિચારો છો તે તમે નથી?
   
56:09  The image you have built તમે તમારી પોતાની જાત વિષે
about yourself – aren’t you that? જે માનસિક ચિત્ર બનાવ્યું છે - તે તમે નથી?
   
56:16  Aren’t you your anger? તમે તમારો ક્રોધ નથી?
Or you say, અથવા તો તમે કહો છો કે,
   
56:20  ‘No, anger is separate from me’. 'ના, ક્રોધ મારાથી અલગ છે.'
Come on, sir. આગળ વધો, સાહેબ.
   
56:28  Aren’t you your fears, તમે તમારા ભયો,
your ambitions, your greed, તમારી મહત્ત્વાકાંક્ષાઓ, તમારો લોભ,
   
56:33  your competition, your uncertainty, તમારી સ્પર્ધા, તમારી અનિશ્ચિતતા,
your confusion, તમારી ગૂંચવણ,
   
56:39  your pain, your sorrow? તમારી પીડા, તમારું દુઃખ નથી?
Aren’t you all that? શું તમે આ બધું નથી?
   
56:46  Aren’t you the guru you follow – જે ગુરુને તમે અનુસરો છો તે અને
   
56:49  and all kind of stuff ભાતભાતની વસ્તુઓ જેને તમે
you put around your neck? ગળે વળગાડી રાખી છે તે તમે નથી?
   
56:57  So, when you identify એટલે કે, જયારે તમે તેની સાથે
yourself with that, એકરૂપ થાવ છો,
   
57:02  that is, your fear, your pleasure, ત્યારે - તમારો ભય, તમારી ખુશી,
your pain, your sorrow, તમારી પીડા, તમારું દુઃખ,
   
57:08  your affection, તમારી મમતા,
your rudeness – all that, તમારી તોછડાઈ - તે બધું,
   
57:13  aren’t you all that? શું તમે તે બધું નથી?
   
57:17  Or are you something high up, કે તમે કશુંક ઉચ્ચ છો,
   
57:27  super-self, ઉચ્ચ-સ્વ,
super-consciousness? ઉચ્ચ-ચેતના?
   
57:32  If you say you are જો તમે કહો કે તમે
super-consciousness, higher self, ઉચ્ચ-ચેતના, ઉચ્ચ-સ્વ છો,
   
57:36  that is also part of thinking; તો તે પણ તમારા વિચારવાનો ભાગ છે;
   
57:39  therefore what you call એટલા માટે જેને તમે ઉચ્ચ વિચારક
higher thinker, higher self, કે ઉચ્ચ-આત્મા કહો છો,
   
57:43  is still very small. તે ઘણી નાની બાબત છે.
   
57:51  So what am I? તો હું શું છું?
   
57:56  Go on, sir, don’t go to sleep. આગળ ચાલો, સાહેબ, ઊંઘી ન જાવ.
   
57:59  What’s the time, sir? સમય શો થયો છે, સાહેબ?
   
58:01  Q: Ten minutes to ten, sir. પ્રશ્નકર્તા: દસમાં દસ મિનિટ બાકી છે, સાહેબ.
Q: Nine fifty five. પ્રશ્નકર્તા: નવ પંચાવન.
   
58:06  K: We have talked nearly an hour? કૃષ્ણમૂર્તિ: આપણે લગભગ એક કલાક વાત કરી?
Q: Yes, sir. પ્રશ્નકર્તા: હા, સાહેબ.
   
58:12  K: Goodness! I don’t know કૃષ્ણમૂર્તિ: ભલા માણસ! હું જાણતો નથી
if you think it’s worthwhile. કે તમને આ બધું યોગ્ય લાગે છે કે કેમ.
   
58:20  I am saying, you are a bundle હું કહું છું કે તમે આ બધાનું પોટલું છો.
of all that. Right? ખરું?
   
58:29  Put together by thought – વિચાર દ્વારા એકત્ર કરાયેલું -
I am a Hindu, I am a Brahman, હું હિન્દુ છું, હું બ્રાહ્મણ છું,
   
58:35  I am not Brahman, હું બ્રાહ્મણ નથી,
I am anti-Brahman, હું બ્રાહ્મણ-વિરોધી છું,
   
58:39  and I want to be prime minister, અને મારે વડાપ્રધાન થવું છે,
   
58:43  I want to have a bigger position, મારે વધુ મોટી પદવી જોઈએ છે,
I want power, position. મારે જોઈએ છે સત્તા, હોદ્દો.
   
58:48  Right? Don’t say no. ખરું? ના ન કહેતા.
You want all those. તમારે આ બધું જોઈએ છે.
   
58:53  You want nearer તમે ઈશ્વરની, તમારા ગુરુની
to be god, your guru, અધિક સમીપ જવા ઈચ્છો છો
   
58:57  and therefore what he says, અને તેથી ગુરુ જે કહે તેનું પાલન કરો છો,
you follow,  
   
59:01  and you are uncertain, અને તમે અનિશ્ચિત, વ્યાકુળ,
confused, lonely, in sorrow, એકલવાયા, દુઃખી,
   
59:08  in pain, anxiety. પીડાગ્રસ્ત, વ્યગ્ર છો.
Right? You are all that. ખરું? તમે તે સઘળું છો.
   
59:14  Whatever you think, તમે જે કંઈ વિચારો,
you are. Right? તે તમે છો. ખરું?
   
59:20  You may invent તમે જાતભાતની ચીજવસ્તુઓના
all kinds of stuff, આવિષ્કાર કરો,
   
59:22  but that invention too પરંતુ તે આવિષ્કાર પણ
is what you are. Right? તમે છો. ખરું?
   
59:31  So another very, very હવે, બીજો ઘણો જ વિકટ પ્રશ્ન -
complicated question –  
   
59:35  I won’t go into now હું અત્યારે એમાં નહીં જાઉં
because it is nearly time: કારણ કે સમય લગભગ સમાપ્ત થઇ ગયો છે:
   
59:41  who has put all this together? કોણે આ બધું એકત્ર કર્યું છે?
   
59:46  Putting it all together is called me, આ બધું એકત્ર કરવાને કહેવાય છે હું,
myself, my ego, મારી જાત, મારો અહં,
   
59:50  my personality, my higher self, મારું વ્યક્તિત્વ, ઉચ્ચ-સ્વ, મારો ઈશ્વર,
my god, you know, Atman – તમે જાણો છો, આત્મા -
   
59:57  I invent all this kind of stuff. હું આવી બધી ચીજવસ્તુઓના આવિષ્કાર કરું છું.
   
1:00:00  Who has put this together? કોણે આ એકત્ર કર્યું છે?
You understand my question? તમે સમજો છો મારો પ્રશ્ન?
   
1:00:07  Or is there only one structure? અથવા માત્ર એક જ રચના છે?
You understand? તમે સમજો છો?
   
1:00:17  You understand? સમજો છો તમે?
We have separated all this. આપણે આ બધું અલગ કર્યું છે.
   
1:00:23  One day I am quite certain, એક દિવસે હું બિલકુલ નિશ્ચિત હોઉં છું,
second day I am uncertain, બીજે દિવસે હું અનિશ્ચિત હોઉં છું,
   
1:00:29  and third day – I mean third day, ત્રીજે દિવસે - મારો અર્થે છે
with long intervals – ઘણા સમય બાદ ત્રીજો દિવસ -
   
1:00:34  I want, I aspire to be very noble, હું ઉચ્ચ ચારિત્ર્યવાન બનવા માગું છું,
  પાંચમા દિવસે હું કહું છું,
   
1:00:39  fifth day I say, ‘I must be fearless’, 'મારે નિર્ભય હોવું જોઇએ',
and so on. Right? અને આમ આગળ ને આગળ. ખરું?
   
1:00:46  Moving from day to day. એક દિવસથી બીજો દિવસ એમ ખસવું.
What kind of human beings we are! આપણે કેવા પ્રકારના માણસો છીએ!
   
1:00:54  I am a Hindu, Buddhist, હું હિન્દુ છું, બૌદ્ધ છું, વગેરે.
and all the rest of it.  
   
1:00:57  Who has divided all this? કોણે કર્યાં આ બધાં વિભાજનો?
   
1:01:07  You understand my question? તમે સમજો છો મારો પ્રશ્ન?
   
1:01:10  Who has said, ‘I am a Hindu’, કોણે કહ્યું કે, 'હું હિન્દુ છું',
or ‘I am a Muslim’? અથવા 'હું મુસલમાન છું'?
   
1:01:18  Is it merely propaganda? શું આ માત્ર પ્રચાર છે?
   
1:01:23  Division between countries દેશો વચ્ચે ભાગલા
– who created this division? - કોણે કર્યા આ ભાગલા?
   
1:01:28  Oh, come on, sirs… અરે સાહેબ, આગળ વધો...
   
1:01:36  Q: Thought has made it. પ્રશ્નકર્તા: વિચારે આ બનાવ્યું છે.
K: Socrates? કૃષ્ણમૂર્તિ: સોક્રેટિસ?
   
1:01:41  Q: Thought. પ્રશ્નકર્તા: વિચાર.
K: Thought. Are you sure? કૃષ્ણમૂર્તિ: વિચાર. તમને ખાતરી છે?
   
1:01:51  Or is it the desire, the longing અથવા શું તે જાણીતા થવા માટેની,
to be identified, to be safe? સહીસલામત રહેવાની ઇચ્છા છે, ઝંખના છે?
   
1:02:04  Q: Yes. પ્રશ્નકર્તા: હા.
Q: It’s also thought. પ્રશ્નકર્તા: તે વિચાર પણ છે.
   
1:02:09  K: Would you listen, sir, કૃષ્ણમૂર્તિ: તમે એમ કહો
before you put that? તે પહેલાં સાંભળશો, સાહેબ?
   
1:02:12  Of course thought, અલબત્ત, વિચાર,
but there is something else in it. પણ તેમાં બીજું કંઈક છે.
   
1:02:20  I am asking you હું તમને પૂરા આદરભાવ સાથે પૂછું છું,
most respectfully,  
   
1:02:25  who has created this division? કોણે આ ભાગલા સર્જ્યા છે?
It is thought, of course, અવશ્ય, તે વિચાર છે,
   
1:02:30  but behind that thought પણ વિચારની પાછળ
there is something else. કંઈક બીજું જ રહેલું છે.
   
1:02:36  I am a Russian, or a Muslim હું રશિયન છું, અથવા મુસલમાન છું,
and I hold on to that. Right? અને હું તેને વળગી રહું છું. ખરું?
   
1:02:46  For the rest of my life મારી બાકીની આખી જિંદગી
I am a Muslim, or a Catholic, હું મુસલમાન છું, અથવા કેથોલિક છું,
   
1:02:51  or a Hindu, or whatever it is. અથવા હિન્દુ છું,
  અથવા જે કંઈ હોઉં તે છું.
   
1:02:56  Who is doing all this, વિચાર સિવાય,
apart from the thought? કોણ કરે છે આ બધું?
   
1:02:59  What is the desire, આની પાછળ શી ઇચ્છા છે,
what is the urge, કયું પ્રેરક બળ છે,
   
1:03:01  what is the movement behind it? કઈ ગતિ છે?
   
1:03:06  Q: To become. પ્રશ્નકર્તા: ભવત. કંઈક બનવું.
   
1:03:08  K: To become – what do you mean, કૃષ્ણમૂર્તિ: ભવત - તમારો અર્થ શો છે,
to become what? શું બનવું?
   
1:03:12  Q: Different to what I am. પ્રશ્નકર્તા: હું જે છું તેનાથી કઈંક વિશિષ્ટ.
Q: It’s security. પ્રશ્નકર્તા: તે સલામતી છે.
   
1:03:17  K: At last. Security, isn’t it? કૃષ્ણમૂર્તિ: છેવટે. સલામતી, ખરું કે નહીં ?
   
1:03:20  I want to be secure, હું સલામત રહેવા ચાહું છું,
that is why I follow a guru. એટલે માટે હું એક ગુરુને અનુસરું છું.
   
1:03:27  I want to be secure મારા તમારી સાથેના સંબંધમાં
in my relationship with you, હું સલામત રહેવા ચાહું છું,
   
1:03:31  with my wife – she is mine. મારી પત્ની સાથે - તે મારી છે.
Right? ખરું?
   
1:03:39  Secure. Right, sir? સલામતી. ખરું, સાહેબ?
   
1:03:41  Secure, protected, safe, સલામત, સુરક્ષિત, નિશ્ચિંત,
some place I must have that. કોઈ સ્થાન મારે એવું જોઈએ.
   
1:03:49  Right? At home – ખરું? ઘરે -
it is rather difficult in a factory કોઈ કારખાનામાં અથવા
   
1:03:53  or in a bureaucratic structure. અમલદારશાહી રચનામાં આ અઘરું છે.
   
1:03:57  The desire, the urge, the response, ઇચ્છા, પ્રેરક બળ, પ્રતિભાવ,
   
1:04:00  the reaction is safety – પ્રતિક્રિયા છે સુરક્ષા -
I must be safe, secure. Right? મારે સલામત હોવું જોઈએ. ખરું?
   
1:04:09  K, so and so name, B.A. ક, ગમે તે નામ, બ, અ.
   
1:04:15  You are a crazy crowd. તમે એક ગાંડું ટોળું છો.
   
1:04:19  Or an MP, અથવા, સંસદસભ્ય. સમજો છો?
Member of Parliament. Follow?  
   
1:04:24  Titles matter very much here, આ દેશમાં પદવીનું બહુ મહત્ત્વ છે.
in this country.  
   
1:04:30  So it is a form of security. તે એક પ્રકારની સલામતી છે.
Right? બરાબર?
   
1:04:35  You all want security, તમે સૌ સલામતી ચાહો છો,
   
1:04:40  but we never question પણ આપણે ક્યારેય પૂછતા નથી
is there security at all? કે ક્યાંય સલામતી છે ખરી?
   
1:04:49  Go on, sir. આગળ વધો, સાહેબ.
   
1:04:52  Is there anywhere એવું કોઈ પણ સ્થાન છે,
I can say I’m safe? જ્યાં હું કહી શકું કે, 'હું સલામત છું'?
   
1:05:01  You distrust your wife, તમને તમારી પત્નીનો વિશ્વાસ નથી,
your wife distrusts you. તમારી પત્નીને તમારો વિશ્વાસ નથી.
   
1:05:06  You distrust your boss, તમે તમારા ઉપરીનો અવિશ્વાસ કરો છો,
because you want his place. કારણ કે તમારે એનું સ્થાન જોઈએ છે.
   
1:05:15  It is all so common sense. આ બધી સામાન્ય સમજણની વાત છે.
You like to be gurus – તમને ગુરુ બનવું ગમે છે -
   
1:05:24  for god’s sake! ભગવાનને ખાતર!
   
1:05:30  So, each human being in the world એટલે દુનિયાનો દરેક માણસ
   
1:05:35  – you may laugh at it now – - ભલે તમે અત્યારે હસો -
each human being in the world દુનિયાનો દરેક માણસ
   
1:05:41  wants to have a place એવું સ્થાન ચાહે છે,
where he can be safe, secure, જ્યાં તે સલામત, નિશ્ચિંત રહી શકે,
   
1:05:49  where there is no competition, જ્યાં કોઈ હરીફાઈ ન હોય,
   
1:05:52  where he is not pushed around, જ્યાં તેને આમતેમ ધકેલવામાં ન આવે,
where he is not harassed. જ્યાં તેને કનડવામાં ન આવે.
   
1:05:59  Don’t you want all that? શું તમે આ બધું નથી ચાહતા?
   
1:06:05  If you are honest, for a change, જો તમે પ્રામાણિક હો, થોડાક ફેરફાર ખાતર,
don’t you want all that? તો તમારે આ બધું નથી જોઈતું?
   
1:06:13  Yes. But you never ask: હા. પણ તમે ક્યારેય પૂછતા નથી:
is there security at all? કયાંયેય સલામતી છે ખરી?
   
1:06:21  We want something – આપણે કશુંક જોઈએ છે -
it may be illusory. તે ભ્રમ હોઈ શકે.
   
1:06:26  I want god, મારે ઈશ્વર જોઈએ છે,
but we have created god. પણ ઈશ્વરનું સર્જન આપણે કર્યું છે.
   
1:06:34  So, you want security, માટે, તમારે સલામતી જોઈએ છે,
and you also must ask: અને તમારે એ પણ પૂછવું જોઈએ:
   
1:06:40  is there security at all? સલામતી કયાંયેય છે ખરી?
If you want your security, જો તમને તમારી સલામતી જોઈતી હોય,
   
1:06:46  you must also ask તો તમારે આ બીજો પ્રશ્ન પણ
the other question. પૂછવો જ જોઈએ.
   
1:06:48  You can’t say, 'મારે સલામતી જોઈએ છે',
‘I want security’ and hold on. એમ કહીને તમે અટકી ન જઈ શકો.
   
1:06:54  Is there security at all? ક્યાંય પણ સલામતી છે ખરી?
   
1:07:00  Then, the question arises: પછી, પ્રશ્ન ઉદ્ભવે છે:
why do you want security? કેમ તમારે સલામતી જોઈએ છે?
   
1:07:07  Is there security તમારા વિચારવામાં સલામતી છે?
in your thinking?  
   
1:07:15  Is there security તમારા સંબંધોમાં સલામતી છે?
in your relationship?  
   
1:07:20  Not with me – with your wife મારી સાથે નહીં - તમારી પત્ની સાથે,
and with your children. તમારાં સંતાનો સાથે.
   
1:07:26  Is there security in your job? તમારી નોકરીમાં સલામતી છે?
   
1:07:31  You may be a professor, તમે પ્રાધ્યાપક હો,
   
1:07:33  carefully protected ઘણા સુરક્ષિત હો,
once you become a professor,  
   
1:07:38  but they are higher professors. પણ તમારાથી ઉપર ઘણા પ્રાધ્યાપકો છે.
   
1:07:41  You want to become Vice Chancellor. તમારે ઉપકુલપતિ બનવું છે.
You know the game. તમે આ રમત જાણો છો.
   
1:07:48  So where is there security? તો ક્યાં છે સલામતી?
   
1:07:54  Or there may be અથવા તો કયાંયેય
no security at all. કોઈ સલામતી હોય જ નહીં.
   
1:07:59  Just think about it, sir. જરા આનો વિચાર કરો, સાહેબ.
See the beauty of that. આનું સૌન્દર્ય જુઓ.
   
1:08:03  Having no desire for security. સલામતીની કોઈ ઈચ્છા ન હોવી.
   
1:08:14  Having no urge, કોઈ ઝંખના નહીં,
   
1:08:16  no feeling of any kind કોઈ પ્રકારની લાગણી નહીં
in which there is security – જેમાં સલામતી હોય -
   
1:08:22  in your vows, in your offices, તમારી પ્રતિજ્ઞાઓમાં, તમારી કચેરીઓમાં,
in your factory, તમારા કારખાનામાં,
   
1:08:29  in your parliament and so on. તમારી સંસદમાં, વગેરે.
Is there security? સલામતી છે ખરી?
   
1:08:35  Life may not have security. જીવનમાં સલામતી ન હોય એવું હોઈ શકે.
Life is meant to be lived. જીવન જીવવા માટે છે.
   
1:08:46  Not to create problems નહીં કે પ્રશ્નો સર્જવા માટે
and then try to solve them. અને પછી તેને ઉકેલવા માટે.
   
1:08:50  Not to have sorrow, pain. દુઃખ, પીડા હોય તે માટે નહીં.
   
1:08:52  It is meant to be lived, તે જીવવા માટે છે,
and it will die. અને તેનું મૃત્યુ થશે.
   
1:09:02  That is one of our fears, તે આપણા ભયોમાંનો એક છે,
to die. Right? મૃત્યુ પામવું. ખરું?
   
1:09:11  We will go into all that. આપણે એ બધામાં ઊંડા ઊતરીશું.
   
1:09:14  So, for this morning, તો આજની સવારે આપણે
have we learnt from each other – એકબીજા પાસેથી શીખ્યા છીએ -
   
1:09:22  not helped each other એકબીજાને મદદ નથી કરી
– have we learnt? - આપણે શીખ્યા છીએ?
   
1:09:31  Have we heard at all વક્તા જે કહે છે
what the speaker is talking about? તે શું આપણે સાંભળ્યું છે ખરું?
   
1:09:40  Heard with the ear? કાનથી સાંભળ્યું છે?
   
1:09:46  Have you seen the facts of the world, શું તમે દુનિયાની હકીકતો જોઈ છે,
   
1:09:52  which is you – the world is you – જે તમે છો - દુનિયા તમે છો -
   
1:09:56  have you seen the facts of all that? શું તમે આ બધાની હકીકતો નિહાળી છે?
   
1:09:59  Or are they all ideas? કે આ બધી કલ્પનાઓ છે?
   
1:10:03  There is a difference કલ્પના અને હકીકત વચ્ચે ફેર છે.
between fact and idea.  
   
1:10:10  The idea is never the fact. કલ્પના ક્યારેય હકીકત નથી હોતી.
   
1:10:14  The microphone, માઈક્રોફોન,
this thing in front of the speaker, વક્તાની સામે રહેલી આ વસ્તુ,
   
1:10:21  the word ‘microphone’ શબ્દ 'માઈક્રોફોન'
is not the thing. Right? તે વસ્તુ નથી. ખરું?
   
1:10:27  The word is not the thing, શબ્દ એ વસ્તુ નથી,
   
1:10:34  but we have made પણ આપણે શબ્દને
the word the thing. વસ્તુ બનાવી દીધી છે.
   
1:10:39  You understand what I am saying? તમે સમજો છો હું કહું છું તે?
   
1:10:43  So, the Hindu is not you. એટલે કે, તમે હિન્દુ નથી.
   
1:10:51  The word is not you. શબ્દ તમે નથી.
   
1:10:56  You are the fact, not the word. તમે હકીકત છો, શબ્દ નથી.
   
1:11:01  I wonder if you see all this. મને આશ્ચર્ય છે કે
  તમે આ બધું જુઓ છો કે નહીં.
   
1:11:05  So, can we see the word, તો, આપણે શબ્દને જોઈ શકીએ,
   
1:11:10  and see the word અને એ જોઈ શકીએ
is not the thing? કે શબ્દ એ વસ્તુ નથી?
   
1:11:18  The word ‘god’ is not god. શબ્દ 'ઈશ્વર' એ ઈશ્વર નથી.
   
1:11:24  The word is different totally શબ્દ વાસ્તવિકતાથી
from the reality. Right? તદ્દન અલગ છે. ખરું?
   
1:11:32  So, we are most માટે, આપણે બિલકુલ
respectfully asking: આદરપૂર્વક પૂછીએ છીએ:
   
1:11:38  what have you learnt this morning? તમે આજની સવારે શું શીખ્યા છો?
   
1:11:40  Actually learnt, વાસ્તવિક રીતે શીખ્યા છો,
so that you act? જેનાથી તમે કાર્ય કરી શકો?
   
1:11:47  Not say, ‘Yes, એમ નહીં કે માત્ર કહેવું, 'હા,
quite right, quite right’, બિલકુલ ખરું, બિલકુલ ખરું',
   
1:11:49  and go home and carry on. અને ઘરે જવું અને એમનું એમ જીવવું.
   
1:12:02  So unless we act, એટલે આપણે કાર્ય ન કરીએ,
the world is in a great chaos – ત્યાં સુધી દુનિયામાં અરાજકતા જ રહેવાની છે -
   
1:12:10  I don’t know if you realise it. હું જાણતો નથી કે તમે
  આ સ્પષ્ટપણે સમજો છો કે કેમ.
   
1:12:14  There is great trouble in the world, જગતમાં ઘણી મુશ્કેલીઓ,
great misery. ઘણી વિટંબણાઓ છે.
   
1:12:25  And the world is you, અને દુનિયા છો તમે,
because you are in misery, કારણ કે તમે વિટંબણામાં છો,
   
1:12:31  you are confused, તમે વ્યગ્ર છો,
you are all this, તમે આ બધું છો,
   
1:12:34  therefore you are creating માટે તમે તમારી આસપાસ
the world around you. આ જગત બનાવો છો.
   
1:12:38  You understand what I am saying? હું શું કહું છું એ તમે સમજો છો?
God’s sake, sir! ભગવાનને ખાતર, સાહેબ!
   
1:12:47  If you don’t alter, જો તમારામાં પરિવર્તન ન થાય,
the world cannot alter, change. તો દુનિયામાં પરિવર્તન કે ફેરફાર થઇ ન શકે.
   
1:12:55  Because the world, everywhere you go, કેમ કે દુનિયામાં તમે જ્યાં જાવ ત્યાં
   
1:13:00  every human being in the world દરેક માણસ એ જ ઘટનામાંથી
goes through the same phenomenon પસાર થઇ રહ્યો છે
   
1:13:06  as you are going through: જેમાંથી તમે પસાર થઇ રહ્યા છો:
uncertain, unhappy, fearful, અનિશ્ચિત, દુઃખી, ભયભીત,
   
1:13:11  insecure, wanting security, અસુરક્ષિત, સલામતી ઇચ્છતો,
trying to control, નિયંત્રણ માટે મથતો,
   
1:13:15  trying to say, એમ કહેવા મથતો કે
‘That guru is better than my guru’ 'પેલો ગુરુ મારા ગુરુ કરતાં વધુ સારો છે',
   
1:13:20  and so on, so on, અને એવું જ બધું
– creating wars. - યુદ્ધો સર્જતો.
   
1:13:27  You understand, sir? તમે સમજો છો, સાહેબ?
   
1:13:32  The speaker is not વક્તા આશાવાદી કે
an optimist or a pessimist – નિરાશાવાદી નથી -
   
1:13:36  we are presenting you with the facts. અમે તમારી સમક્ષ હકીકતો રજૂ કરી રહ્યાં છીએ.
   
1:13:42  Not newspaper facts. વર્તમાનપત્રોની હકીકતો નહીં.
   
1:13:51  We are talking આપણે આપણા જીવનની હકીકતોની
about facts of our life, વાત કરી રહ્યાં છીએ,
   
1:14:01  not the life of a guru or the emperor કોઈ ગુરુના કે કોઈ સમ્રાટના
or somebody or other. કે બીજા કોઈના જીવનની નહીં.
   
1:14:07  We are talking together આપણે સાથે મળીને
about your life. તમારા જીવન વિષે વાત કરી રહ્યાં છીએ.
   
1:14:15  Your life is like તમારું જીવન બાકીની દુનિયા જેવું છે.
the rest of the world.  
   
1:14:20  They are terribly unhappy, દુનિયામાં લોકો અતિશય દુઃખી,
uncertain, miserable, અનિશ્ચિત, કંગાળ છે,
   
1:14:28  unemployed by the million. લાખો બેરોજગાર છે.
   
1:14:34  Poverty, hunger, sorrow, pain ગરીબી, ભૂખ, દુઃખ, પીડા
– just like you. - બિલકુલ તમારા જેવા જ.
   
1:14:47  You are not different from them. તમે એમનાથી જુદા નથી.
   
1:14:49  You may call yourself Hindu or Muslims તમે પોતાને હિન્દુ કે મુસલમાન
or Christians or what you like, કે ખ્રિસ્તી કે જે ગમે તે કહો,
   
1:14:55  but consciously, inwardly પણ સભાનતાથી જોતાં, આંતરિક દૃષ્ટિએ જોતાં,
you are like rest of the world. તમે બાકીની દુનિયા જેવા છો.
   
1:15:02  You may be dark brown તમે અધિક ઘઉંવર્ણા હો અને
or they be light brown, બીજા લોકો ઓછા ઘઉંવર્ણા હોય,
   
1:15:07  different government, દરેક દેશની સરકાર જુદી હોય,
   
1:15:12  but every human being પરંતુ દરેક માણસ
shares this terrible world. આ ભયંકર દુનિયાનો ભાગ છે.
   
1:15:20  We have made the world. આપણે બનાવ્યું છે આ જગત.
You understand? તમે સમજો છો?
   
1:15:27  Not Lenin or Marx લેનિન કે માર્કસે નહીં
   
1:15:35  – we have made the world. - આપણે જગત બનાવ્યું છે.
We are society. આપણે સમાજ છીએ.
   
1:15:41  If you want society જો તમે સમાજને
to be something different કંઈક વિશિષ્ટ જોવા ઇચ્છતા હો,
   
1:15:45  you have to start, તો શરૂઆત તમારે કરવી પડે,
   
1:15:49  you have to bring order તમારે તમારા ઘરમાં
to your house. વ્યવસ્થા લાવવી પડે.
   
1:15:54  The house is you. ઘર એ તમે છો.
   
1:15:58  All right, sirs? બરાબર, સાહેબ?
   
1:16:04  I have finished, sir. મેં પૂરું કર્યું છે, સાહેબ.