Krishnamurti Subtitles

સમગ્ર સમય અત્યારની પળમાં સમાયેલો છે

Rajghat - 19 November 1985

Public Talk 21:49 આપણે ગઈકાલે સવારે જે વાત કરી રહ્યાં હતાં,
તેને શું આપણે આગળ વધારીશું?
  
2:00 આપણે એમ વાત કરી કે આપણે સાથે
એક લાંબી મુસાફરી કરી રહ્યાં છીએ,
  
2:06 એક ટ્રેઈનમાં,
એક બહુ જ લાંબી મુસાફરી,
  
2:11 આખી દુનિયામાં એક છેડેથી બીજા છેડા સુધી,
 
2:17 અને તે મુસાફરી પચીસ લાખ વર્ષો પૂર્વે
શરુ થઇ હતી.
  
2:32 અને, સમય તેમ જ અંતરના
આટલા લાંબા અંતરાળ દરમ્યાન
  
2:38 આપણને અનેક મહાન અનુભવો થયા છે.
 
2:50 અને તે અનુભવો આપણા
સચેત અથવા ઊંડા અચેત મગજના
  
2:55 ગહન સ્તરોમાં સંગ્રહાયેલા છે.
 
3:04 આપણે, તમે અને વક્તા,
સાથે મળીને
  
3:11 તપાસીશું અને શોધીશું.
 
3:16 માત્ર વક્તા બોલે એમ નહીં;
આપણે બધાં ભેગાં મળીને વાત કરી રહ્યાં છીએ,
  
3:26 વક્તા ફક્ત તેને શબ્દોમાં મૂકે છે.
 
3:36 અને શબ્દોનો ઘણો મહત્ત્વનો અર્થ છે,
 
3:40 માત્ર શબ્દભંડોળ જ નહીં,
પરંતુ શબ્દનું ઊંડાણ,
  
3:47 શબ્દનું મહત્ત્વ, શબ્દનું હાર્દ.
 
3:53 અને, આપણે ગઈકાલે કહ્યું તેમ,
 
3:58 તમે અને વક્તા સાથે મળીને
આ મુસાફરી કરી રહ્યાં છો,
  
4:04 તમે ઊંઘી ન જઈ શકો.
 
4:08 તમે માત્ર એવું ન કહી શકો કે
હા, હું સંમત છું, અથવા અસંમત છું.
  
4:12 આપણે એ વાત કરી ચૂક્યાં છીએ.
આપણે સંમત કે અસંમત નથી થતાં,
  
4:18 આપણે માત્ર બારીની બહાર જોઈએ છીએ કે
 
4:23 માણસ કેવી કેવી અસાધારણ
પરિસ્થિતિઓમાંથી પસાર થઇ ચૂક્યો છે,
  
4:30 કેવો અનુભવ,
કેવી પીડા, કેવું દુઃખ,
  
4:36 કેવી અસહ્ય વસ્તુઓ માણસે પોતાના માટે
 
4:40 અને દુનિયા માટે બનાવી છે.
 
4:47 આપણે તરફેણ અને વિરોધ બંનેમાંથી
એક પણ પક્ષ લઇ નથી રહ્યાં.
  
4:54 મહેરબાની કરીને આ
ખૂબ સાવચેતીથી સમજી લો.
  
4:59 આપણે કોઈ પક્ષ નથી લઇ રહ્યાં,
ડાબો કે જમણો કે મધ્ય.
  
5:10 આ કોઈ રાજકીય સભા નથી,
આ કોઈ મનોરંજન નથી,
  
5:20 આ એક ગંભીર સંમેલન છે.
 
5:23 જો તમે મનોરંજન મેળવવા માગતા હો તો
તમારે કોઈ સિનેમા કે ફૂટબોલ જોવા જવું જોઈએ,
  
5:29 પરંતુ વક્તાને લાગેવળગે છે ત્યાં સુધી
 
5:33 આ ઘણું ગંભીર સંમેલન છે.
 
5:38 વક્તાએ આખી દુનિયામાં વાતો કરી છે.
 
5:41 બદનસીબે અથવા સદનસીબે
 
5:46 વક્તાએ એક પ્રતિષ્ઠા બનાવી હોય,
 
5:50 અને કદાચિત તમે એ પ્રતિષ્ઠાને કારણે
અહીં આવો છો,
  
5:56 પરંતુ તેનું કશું જ મૂલ્ય નથી.
 
6:00 માટે, મહેરબાની કરીને,
આપણે સાથે મળીને તપાસીશું,
  
6:09 પેલી ટ્રેઈનમાં સાથે બેઠાં બેઠાં,
 
6:13 અનંત યાત્રા કરતાં કરતાં.
 
6:21 આપણે તમારી ઉપર છાપ પાડવાનો પ્રયત્ન
નથી કરી રહ્યાં. તમે સમજો છો?
  
6:28 આપણે તમારી ઉપર કોઈ વસ્તુને જોવા માટે
જબરદસ્તી કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યાં.
  
6:33 આપણે આપણા રોજિંદા જીવનને અને
 
6:39 લાખો વર્ષોની પશ્ચાદ્ભૂમિને જોઈ રહ્યાં છીએ -
 
6:47 ચાલો, આપણે કહીએ દસ લાખ વર્ષ,
એટલું પૂરતું છે -
  
6:55 અને આપણે બધા જ ધીમા અવાજોને,
 
7:00 દરેક હિલચાલને સાંભળવી પડે,
 
7:05 દરેક વસ્તુને જેમ છે તેમ જોવી પડે,
 
7:10 તમે જેવી ચાહતા હો તેમ નહીં,
 
7:13 ખરેખર તમે ચાલતી ટ્રેઇનમાંથી
 
7:20 બારીની બહાર જોતા હો તેમ જ.
 
7:26 અને તમારે પસાર થતી દરેક વસ્તુને જોવા માટે,
 
7:34 દરેક ધીમા અવાજને સાંભળવા માટે,
 
7:39 ટેકરીઓની સુંદરતા, નદીઓ, ઝરણાંઓ
 
7:46 અને તમારી આસપાસના બધા જ સૌંદર્યને
 
7:54 નિહાળવા માટે જાગતા રહેવું પડે.
 
7:58 આપણે થોડો સમય સુંદરતા વિષે વાત કરીશું?
 
8:02 તમને એમાં રસ પડશે?
હા ન કહેતા.
  
8:09 આ બહુ ગંભીર વિષય છે,
જીવનની દરેક વસ્તુની જેમ.
  
8:14 માટે, મહેરબાની કરીને,
કદાચ તમે ક્યારેય નથી પૂછ્યું કે
  
8:22 સુંદરતા એટલે શું - સ્ત્રીની સુંદરતા નહીં.
 
8:27 આપને કંઈ જોઈએ છે, સાહેબ?
આ બરાબર કામ કરતું નથી.
  
8:34 અરે બિચારો!
 
8:40 શું આપણે એક મિનિટ થોભીશું?
 
8:49 બરાબર, સાહેબ?
 
8:56 તે બરાબર કામ કરતું થઇ ગયું?
આપણે આગળ વધીશું?
  
9:03 હું મજાક નથી કરી રહ્યો.
 
9:08 હું દિલગીર છું.
 
9:14 એટલા માટે સાંભળો,
 
9:19 માત્ર આપણા આંતરિક વિચારો, લાગણીઓ,
 
9:27 અભિપ્રાયો અને વિવેકબુદ્ધિને જ નહીં,
 
9:30 પરંતુ બીજા લોકો જે કહે છે તેના અવાજને
 
9:37 - તમારા ગુરુઓ નહીં,
તેઓ બધા બાલિશ છે -
  
9:42 પણ બીજા લોકો શું કહે છે તે,
તમારી પત્ની જે કહે છે તે,
  
9:48 તમારા પાડોશી જે કહે છે તે,
 
9:51 પેલા કાગડાનો બધો અવાજ સાંભળો,
 
9:57 દુનિયાની સુંદરતાનો અનુભવ કરો,
 
10:02 પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરો.
 
10:06 તો, આપણે હવે થોડા સમય માટે
 
10:09 સુંદરતા વિષે તપાસ કરીશું.
 
10:15 કારણ કે તમે પેલી ટ્રેઈનમાં
 
10:18 અદ્ભૂત કુદરતી દૃશ્યો જોતાં
પસાર થઇ રહ્યાં છો
  
10:24 - ટેકરીઓ, નદીઓ, ભવ્ય
હિમાચ્છાદિત પર્વતો, ઊંડી ખીણો.
  
10:33 માત્ર તમારી બહારની વસ્તુઓ જ નહીં,
 
10:40 પરંતુ તમારી આંતરિક રચના,
તમારું પોતાનું મૂળ સ્વરૂપ -
  
10:49 તમે શું વિચારો છો, તમે કેવી સંવેદના
અનુભવો છો, તમારી ઇચ્છાઓ શી છે.
  
10:56 માણસે આ બધાને સાંભળવાનું છે.
ફક્ત એમ કહેવાનું જ નહીં કે
  
11:03 હા, ખરું, ખોટું, હું આમ વિચારું છું,
મારે શું વિચારવું ન જોઈએ,
  
11:06 અથવા તો માત્ર કોઈ
પરંપરાનું અનુસરણ કરવું,
  
11:12 અથવા આધુનિક પરંપરા,
માનસશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્રવિદો,
  
11:19 ડૉક્ટરો, કમ્પ્યૂટર નિષ્ણાતો વગેરે,
 
11:26 પણ ખૂબ શાંતિપૂર્વક સાંભળો,
કોઈ પ્રતિક્રિયા વિના,
  
11:39 એક વૃક્ષની સુંદરતાને નિહાળો.
 
11:45 તો આપણે સાથે મળીને
સુંદરતા વિષે વાત કરીશું.
  
11:57 સુંદરતા શું છે?
 
12:01 તમે સંગ્રહાલય ગયાં છો?
 
12:06 તમારામાંથી થોડા લોકોએ મધ્યયુગના
કે નવજાગૃતિ સમયના
  
12:18 મહાન ચિત્રકારોનાં ચિત્રો જોયાં છે?
 
12:21 કદાચ નહીં.
 
12:24 હું તમને સંગ્રહાલયમાં નહીં લઇ જાઉં,
હું કોઈ ભોમિયો નથી.
  
12:30 પણ પ્રાચીન ગ્રીક, ઇજિપ્ત કે રોમન
અને અર્વાચીન
  
12:36 ચિત્રો અને પ્રતિમાઓ જોવાને બદલે
 
12:41 આપણે સુંદરતા શું છે એ શોધી કાઢવા માટે
 
12:45 બધે જોઈએ છીએ,
પૂછીએ છીએ, તપાસીએ છીએ,
  
12:52 હકની માગણી કરીએ છીએ.
 
12:59 આકાર નહીં, સ્ત્રી કે પુરુષ નહીં, અથવા
 
13:05 અત્યંત સુંદર કોઈ નાનું બાળક નહીં
- બધાં બાળકો સુંદર હોય છે.
  
13:13 તો સુંદરતા શું છે?
 
13:19 હું પ્રશ્ન પૂછું છું, સાહેબ,
 
13:21 મહેરબાની કરીને પહેલાં
તમારી જાતને જવાબ આપો.
  
13:26 અથવા તો તમે ક્યારેય આ વિષે વિચાર્યું નથી.
 
13:31 કોઈ ચહેરાની સુંદરતા નહીં,
પરંતુ એક લીલીછમ લૉન,
  
13:42 એક ફૂલ,
 
13:48 ભવ્ય હિમાચ્છાદિત પર્વતો,
 
13:53 ઊંડી ખીણો,
 
13:57 નદીનું શાંત, સ્થિર પાણી.
 
14:03 આ બધું તમારી બહાર છે,
 
14:07 અને તમે કહો છો,
"તે કેટલું સુંદર છે".
  
14:11 સુંદરતા એ શબ્દનો અર્થ શો છે?
 
14:19 તે શોધી કાઢવું અતિ મહત્ત્વનું છે
 
14:23 કારણ કે આપણા રાજિંદા જીવનમાં
સુંદરતા અતિ અલ્પ છે.
  
14:27 જો તમે બનારસ જાવ તો તમને
તે વિષે બધું જાણવા મળશે -
  
14:33 ગંદી ગલીઓ, ધૂળ, ખટારાઓ.
 
14:42 અને આ બધું જોઈને
તમે તમારી જાતને પૂછો છો,
  
14:51 માત્ર એક પાંદડાની કોમળતા
 
14:57 કે માણસોની ઉદાત્તતા જ નહીં,
 
15:05 પણ ખૂબ ઊંડાણથી તપાસ કરો છો,
 
15:15 આ શબ્દ જેનો કવિઓ, ચિત્રકારો,
શિલ્પકારોએ પ્રયોગ કર્યો છે,
  
15:26 અને તમે હવે તમારી જાતને પૂછો છો કે
સુંદરતાનું લક્ષણ શું છે?
  
15:39 તમે ઇચ્છો છો કે હું જવાબ આપું
કે તમે આપશો જવાબ?
  
15:45 આગળ વધો, સાહેબ.
 
15:48 પ્રશ્નકર્તા: મહેરબાની કરીને આપ જવાબ આપો.
કૃષ્ણમૂર્તિ: કેમ?
  
15:52 પ્રશ્નકર્તા: કેમ કે અમે જાણતા નથી.
કૃષ્ણમૂર્તિ: બસ, તે જ.
  
15:56 આ સજ્જન કહે છે,
આપ જવાબ આપો
  
16:00 કેમ કે અમે જાણતા નથી.
 
16:03 કેમ? કેમ તમે જાણતા નથી?
 
16:09 કેમ આપણે આ પ્રચંડ પ્રશ્ન વિષે
આજ સુધી તપાસ નથી કરી?
  
16:17 પ્રાચીનકાળથી વર્તમાનકાળ પર્યંત
ઘણા કવિઓ થયા છે.
  
16:28 તેઓએ તેના વિષે લખ્યું છે,
તેના વિષે ગાયું છે, તેઓ નાચે છે,
  
16:37 અને તમે કહો છો,
"સુંદરતા શું છે તે હું નથી જાણતો".
  
16:41 આપણે લોકો કેવા વિચિત્ર છીએ.
 
16:46 પરંતુ જો તમે પૂછો કે
 
16:49 તમારા ગુરુ કોણ છે,
તમારા ભગવાન કોણ છે -
  
16:56 હું માનું છું કે ભારતમાં 300000 દેવતાઓ છે,
ઘણું સરસ!
  
17:05 યુરોપ અને અમેરિકામાં
માત્ર એક ભગવાન છે.
  
17:09 તમારી પાસે 300000 છે -
 
17:13 તમે પોતાના મનોરંજન ખાતર તેમાંથી
કોઈ પણ એકની પસંદગી કરી શકો છો.
  
17:19 તો શું છે સુંદરતા?
 
17:27 તે એ જ પ્રશ્ન છે, સાહેબ,
જુદા શબ્દોમાં મુકાયેલો.
  
17:32 તમે શું છો?
 
17:39 જૈવિક પરિબળો સિવાય,
 
17:43 શું છે તમારું મૂળ સ્વરૂપ અને રચના.
 
17:52 શું છો તમે?
 
17:55 કેટલીક પરીક્ષાઓ પાસ કરો,
પદવી મેળવો, નોકરી,
  
17:59 ભૌતિકશાસ્ત્રવિદ, વૈજ્ઞાનિક,
સરકારમાં કોષાધ્યક્ષ -
  
18:07 તમે શું છો?
 
18:09 સુંદરતા શું છે તેની સાથે
આનો બહુ નજીકનો સંબંધ છે.
  
18:20 જયારે તમે એક પર્વતને જુઓ છો,
હિમાચ્છાદિત, ઊંડી ખીણો,
  
18:28 ભૂરી વિસ્તરેલી ટેકરીઓ,
 
18:33 ત્યારે તમે શું અનુભવો છો,
 
18:40 આ બધા પ્રત્યે
તમારો વાસ્તવિક પ્રતિભાવ શું છે?
  
18:47 તમે નથી જાણતા?
 
18:50 શું તમને આનાથી એક સેકન્ડ
કે થોડી મિનિટો
  
18:58 સંપૂર્ણપણે આઘાત નથી થતો?
 
19:03 મહાનતા, પ્રચંડતા,
 
19:06 ભૂરી ખીણ,
અસાધારણ પ્રકાશ,
  
19:14 અને હિમાચ્છાદિત પર્વતો ઉપર
ભૂરું આકાશ.
  
19:21 જે ક્ષણે તમે આ જુઓ છો
ત્યારે તમને શું થાય છે -
  
19:26 ભવ્યતા, તે પર્વતોનો વૈભવ -
 
19:31 તમે શું અનુભવો છો?
 
19:34 તે ક્ષણે,
 
19:36 અથવા તો થોડી મિનિટો,
તમારું અસ્તિત્વ હોય છે ખરું?
  
19:40 તમે મારો પ્રશ્ન સમજો છો?
 
19:43 મહેરબાની કરીને સંમત ન થાવ,
બહુ નજીકથી તેને જુઓ.
  
19:51 જે ક્ષણે તમે કશુંક ભવ્ય, પ્રચંડ,
વૈભવશાળી જુઓ છો,
  
19:59 ત્યારે એક સેકન્ડ પૂરતું
તમારું અસ્તિત્વ નથી રહેતું -
  
20:03 ખરું? - તમે તમારી ચિંતાઓ,
અને તમારી પત્ની, અને તમારાં સંતાનો,
  
20:06 તમારી નોકરી, તમારા જીવનની બધી
અણગમતી પરિસ્થિતિઓ ભૂલી ગયા હો છો.
  
20:15 તે ક્ષણે તમે કહો છો કે તમે
તેનાથી દિગ્મૂઢ થઇ ગયા છો,
  
20:20 એટલે કે તે સેકન્ડ પૂરતી તે ભવ્યતાએ
તમારી સમગ્ર સ્મૃતિને
  
20:26 ભૂંસી નાખી છે, તે સેકન્ડ પૂરતી,
 
20:31 પછી તમે પાછા ફરો છો.
 
20:35 તે ક્ષણે શું બને છે?
 
20:42 આગળ વધો, સાહેબ.
 
20:44 જયારે તમે નથી હોતા ત્યારે
શું બને છે? તે છે સુંદરતા.
  
20:51 તમે સમજો છો?
જયારે તમે નથી હોતા.
  
20:58 સંમત ન થાવ, સાહેબ.
 
21:03 તમારું માથું ન ધૂણાવો, હા.
 
21:11 તો તમે પર્વતોની ભવ્યતા તેમ જ વૈભવ
 
21:19 અથવા વહેલી સવારે સરોવર કે નદીમાં બનતા
 
21:25 સોનેરી રસ્તાને નિહાળો છો,
 
21:29 તે સેકન્ડ પૂરતું તમે બધું જ ભૂલી જાવ છો.
 
21:35 એટલે કે જયારે સ્વ નથી,
ત્યાં સુંદરતા છે.
  
21:41 હું જે કહું છું તે તમે સમજો છો?
 
21:52 જયારે તમે - તમારી બધી સમસ્યાઓ અને
 
21:54 જવાબદારીઓ, તમારી પરંપરાઓ અને
 
21:58 તે બધી નકામી વસ્તુઓ, તમારું કુટુંબ -
 
22:05 નથી હોતા, ત્યારે ત્યાં સુંદરતા છે.
 
22:11 જયારે તમે ત્યાં નથી.
 
22:17 રમકડા સાથે એક બાળકની જેમ,
 
22:25 જ્યાં સુધી રમકડું જટિલ હોય અને
બાળક તેનાથી રમતું હોય,
  
22:30 ત્યાં સુધી રમકડું તેને જકડી રાખે છે -
ખરું? - તેની ઉપર કબજો કરી લે છે.
  
22:37 જે ઘડીએ રમકડું તૂટી ગયું કે તરત બાળક પાછું
પહેલાં જે કંઈ કરતું હતું તે કરવા લાગે છે.
  
22:44 એટલે આપણે તેના જેવા છીએ.
 
22:47 પર્વતો આપણને જકડી લે છે.
 
22:51 તે એક સેકન્ડ અથવા થોડીક મિનિટો પૂરતું
આપણા માટે રમકડું છે,
  
22:58 અને પછી આપણે પોતાની દુનિયામાં
પાછા જતા રહીએ છીએ.
  
23:06 અને આપણે કહીએ છીએ રમકડા વગર,
તમને જકડી લે કે તમારી ઉપર કબજો
  
23:17 હું જે કહું છું તે તમે સમજો છો?
નહીં?
  
23:23 તમે એક બાળકને રમકડું આપો ત્યારે
તે કેવું વર્તન કરે છે તે તમે જાણો છો,
  
23:26 કે તમે તે જોયું નથી?
 
23:31 રમકડું બાળક માટે અસાધારણ વસ્તુ બની જાય છે,
 
23:37 બાળકને ગંમત પડે છે, તે તેની સાથે રમે છે.
 
23:42 થોડી મિનિટો કે થોડા કલાકો
કે થોડા દિવસો સુધી
  
23:46 રમકડું બાળકનો કબજો લઇ લે છે.
ખરું? તમે સમજો છો?
  
23:54 તેવી જ રીતે પર્વતે
તમારો કબજો લઇ લીધો છે.
  
24:03 અને શું તમે કોઈ પણ
મહાન વસ્તુથી કબજે થયા વિના
  
24:13 તમારા પોતાનાથી મુક્ત હોઈ શકો?
તમે મારો પ્રશ્ન સમજો છો?
  
24:21 તમે આ નથી સમજતા.
તમે અતિ હોશિયાર છો.
  
24:26 તે છે તમારી બધાની સમસ્યા -
 
24:29 અતિ વિદ્વતા.
 
24:34 તમે પૂરતા સરળ નથી.
 
24:38 જો તમે બહુ સરળ હો
- પોશાકમાં નહીં -
  
24:43 તમારી જાતના ઊંડાણમાં સરળ હો,
 
24:46 તો તમે કશુંક અસાધારણ શોધશો.
 
24:51 પરંતુ તમે અતિશય વિદ્યા,
 
24:56 અનુભવ વગેરેથી ઢંકાયેલા છો.
 
25:00 તો ચાલો આગળ વધીએ.
 
25:04 આપણે ભેગાં મળીને ઘણી બધી
બાબતોની વાત કરવાનાં છીએ.
  
25:11 આપણે થોડી વાર સુંદરતા વિષે વાત કરી -
 
25:14 કવિની સુંદરતા નહીં, કવિતા નહીં,
 
25:24 સાહિત્ય, સુંદર નવલકથા,
કે સરસ રોમાંચક વાર્તા નહીં.
  
25:33 કદાચ તમે રોમાંચક નવલકથાઓ
નથી વાંચતા, કે વાંચો છો?
  
25:36 અથવા તમે અતિ પવિત્ર છો.
 
25:44 તો ચાલો, આપણી જાતને જોઈએ.
 
25:51 આપણે આ વિશ્વનું સર્જન કર્યું છે -
 
25:55 તમે, વક્તા, તેના બાપદાદાઓ,
 
26:01 પાછલાં હજારો વર્ષોની પેઢીઓ અને સમય.
 
26:10 બરાબર? તો, આ બધું શું છે?
તમે સમજો છો?
  
26:17 હું જે કહું છું તે તમે સમજો છો?
 
26:19 આ બધો ઘોંઘાટ શાનો છે?
એકબીજાને મારી નાખવા,
  
26:24 એકબીજાને અપંગ બનાવવા, મારો ભગવાન
અને તમારો ભગવાન એવું વિભાજન કરવું.
  
26:32 કેમ આ સમાજ આટલો કદરૂપો,
આટલો પાશવી, આટલો ક્રૂર છે?
  
26:45 હા, સાહેબ - કેમ?
કોણે સર્જ્યું આ રાક્ષસી વિશ્વ?
  
26:52 હું નિરાશાવાદી કે આશાવાદી
નથી થઈ રહ્યો,
  
26:57 પણ વિશ્વ તરફ જુઓ.
 
27:01 તમારી બહાર જે કંઈ ચાલી રહ્યું છે.
 
27:05 શસ્ત્રસરંજામ ખરીદતા ગરીબ દેશો.
ખરું?
  
27:09 તમારો દેશ શસ્ત્રસરંજામ ખરીદે છે,
 
27:16 અને અપાર ગરીબી છે, હરીફાઈ છે.
 
27:20 ખરું?
કોણે સર્જ્યું આ?
  
27:25 શું તમે એમ કહેશોકે ભગવાને સર્જ્યું છે?
 
27:30 તે અવ્યવસ્થિત ભગવાન હોવો જોઈએ.
 
27:35 તો, કોણે સર્જ્યો આ સમાજ?
 
27:41 અને તમે હંમેશાં
સમાજની વાતો કરો છો.
  
27:45 કોણે સર્જ્યું, કોણે ગોઠવ્યું?
 
27:51 ઓ પ્રભુ, તમે લોકો...
 
27:55 તમે નથી ગોઠવ્યું આ બધું?
 
27:59 માત્ર તમે જ નહીં - તમારા પિતાઓ,
તમારા પરદાદાઓ,
  
28:05 લાખો વર્ષોની પાછલી પેઢીઓ,
 
28:10 તેઓએ પોતાનાં લોભ અને ઈર્ષા દ્વારા
આ સમાજ સર્જ્યો છે. ખરું?
  
28:21 તેઓએ પોતાની હરીફાઈથી
વિશ્વનું વિભાજન કર્યું છે:
  
28:25 આર્થિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે.
ખરું?
  
28:32 હકીકતોનો સામનો કરો, સાહેબ,
ભગવાનને ખાતર.
  
28:35 તમે અને વક્તા અને તેના બાપદાદાઓ,
અને તમારા બાપદાદાઓ,
  
28:42 જેટલે પાછળ તમે જઈ શકો તેટલે સુધી,
 
28:45 આપણે ભેગાં મળીને આ સમાજ બનાવ્યો છે,
 
28:51 આપણે તેના માટે જવાબદાર છીએ.
ખરું?
  
29:00 કે તમે આ હકીકતને નકારો છો?
 
29:05 માટે આપણે આના માટે જવાબદાર છીએ.
 
29:09 ભગવાનો નહીં,
કોઈ બહારનાં પરિબળો નહીં,
  
29:18 પરંતુ આપણે, આપણામાંના દરેકે
આ સમાજ સર્જ્યો છે.
  
29:24 તમે એક સમુદાયમાં જોડાયેલા છો
અને હું બીજા સમુદાયમાં જોડાયેલો છું.
  
29:30 તમે એક ભગવાનની પૂજા કરો છો
અને હું બીજા ભગવાનની પૂજા કરું છું.
  
29:35 તમે એક ગુરુને અનુસરો છો,
ભલે તેઓ ગમે તેટલા મૂર્ખ અને બેવકૂફ હોય,
  
29:42 અને હું બીજાને અનુસરું છું.
 
29:44 એટલે આપણે સમાજને વિભાજીત કર્યો છે.
ખરું?
  
29:52 અને આપણે ફક્ત સામાજિક જ નહીં,
 
30:00 પરંતુ ધાર્મિક વિભાજન પણ કર્યું છે.
બરાબર?
  
30:04 જરા જુઓ સાહેબ,
ભગવાનને ખાતર આને જુઓ.
  
30:13 આપણે વિશ્વનું ભૌગોલિક
વિભાજન કર્યું છે -
  
30:18 યુરોપ, અમેરિકા, રશિયા.
 
30:21 આપણે સંસ્કૃતિનું વિભાજન કર્યું છે -
 
30:25 પશ્ચિમની સંસ્કૃતિ અને પૂર્વની સંસ્કૃતિ.
 
30:30 આપણે સરકારોને વિભાજીત કરી છે -
 
30:32 મજૂરપક્ષ, લોકશાહી પક્ષ,
પ્રજાસત્તાક પક્ષ, સામ્યવાદી પક્ષ.
  
30:37 તમે સમજો છો, સાહેબ?
 
30:38 આપણું મગજ કેવી રીતે કામ કરે છે -
વિભાજન, વિભાજન, વિભાજન કરે છે.
  
30:44 ખરું? તમે આ પરિબળની
નોંધ નથી લીધી?
  
30:48 અને તેથી વિભાજનમાંથી સંઘર્ષ આવે છે.
ખરું?
  
30:56 તમે પોતાનું સારા અને નરસા
તરીકે વિભાજન કર્યું છે -
  
31:02 હું તે બધામાં નહીં જાઉં,
તે ઘણું જટિલ છે.
  
31:05 ભગવાનને ખાતર - કદાચ તમે ક્યારેય
આમાંની એક પણ બાબત વિષે વિચાર્યું નથી.
  
31:12 તો, આપણે આ સમાજ સર્જ્યો છે,
માટે તમે આ સમાજ છો.
  
31:20 તમે સમજો છો?
 
31:23 તમે સમાજ છો.
 
31:32 માટે તમે પોતાનામાં
આમૂલ પરિવર્તન ન લાવો,
  
31:38 ત્યાં સુધી તમે ક્યારેય
સમાજમાં પરિવર્તન લાવી ન શકો.
  
31:42 સામ્યવાદીઓએ આ પ્રયત્ન કર્યો છે,
બળજબરી કરવી, ફરજ પાડવી,
  
31:48 ગુપ્ત રીતે, નીતિભ્રષ્ટ રીતે
લાખો લોકોનો નાશ કરવો,
  
31:54 માણસને, તેની માનસિકતાને,
તેના અસ્તિત્વને
  
31:59 વિવિધ પ્રકારનાં દબાણોને વશ થવા
બળજબરી કરવી.
  
32:05 તમે આ બધું જાણતા જ હોવા જોઈએ,
આ ઇતિહાસ છે - રોજનું છાપું.
  
32:14 અને તેથી જ્યાં વિભાજન છે -
મહેરબાની કરીને સાંભળો -
  
32:18 જ્યાં વિભાજન છે ત્યાં સંઘર્ષ હોય જ.
 
32:25 ખરું? તે નિયમ છે.
 
32:29 અને દેખીતી રીતે આપણને સંઘર્ષ ગમે છે,
 
32:33 કાયમી સંઘર્ષ સાથે જીવવું ગમે છે.
 
32:38 માટે આપણે પાછા જવું જોઈએ અને શોધવું જોઈએ
કે આનું, આ બધાનું કારણ શું છે.
  
32:47 શું તે ઇચ્છા છે, શું તે ભય છે,
શું તે ખુશી છે,
  
32:57 શું તે સઘળી પીડાથી અને એટલે
અપરાધભાવથી દૂર રહેવું છે?
  
33:05 તમે આ બધું સમજો છો?
શું હું ઘણો ઝડપથી જઈ રહ્યો છું?
  
33:14 તો ચાલો આપણે આપણી જાતે
શોધી કાઢવાનું શરુ કરીએ કે ઇચ્છા શું છે.
  
33:23 બરાબર?
તે પાયાની બાબત છે.
  
33:27 સત્તા પામવાની ઈચ્છા, પ્રાપ્ત કરવાની ઈચ્છા,
 
33:38 કંઈક બનવાની ઇચ્છા.
ખરું?
  
33:43 આપણે ઇચ્છાની વિરુદ્ધમાં નથી,
આપણે ઇચ્છાને દાબી દેવાનો કે
  
33:49 અતિક્રમી જવાનો પ્રયત્ન નથી કરતા,
સાધુઓની જેમ,
  
33:54 તમારામાંથી મોટા ભાગનાની જેમ,
અતિક્રમી જવું, નિયંત્રણ કરવું, દબાવી દેવું,
  
33:59 આપણે તે બધામાં નથી જતા.
 
34:01 આપણે બધાએ સાથે મળીને
સમજવું રહ્યું કે ઈચ્છા શું છે.
  
34:08 બરાબર? ઇચ્છા શું છે?
 
34:13 તમે વક્તાની જેટલી મહેનતથી
કામ કરી રહ્યા છો?
  
34:17 અથવા તમે બસ એવું કહો છો કે,
"ભલે, આ માણસને સાંભળીએ,
  
34:20 દિવસ મજાનો છે, સુંદર સવાર છે".
 
34:27 તો આપણે પૂછીએ છીએ,
ઇચ્છા શું છે?
  
34:32 તે કેવી રીતે ઉદ્ભવે છે,
શું છે તેનું મૂળ?
  
34:41 તેને કેવી રીતે દાબી દેવી, કેવી રીતે
નિયંત્રિત કરવી, અથવા છોડી દેવી તેમ નહીં,
  
34:48 પરંતુ તેનું મૂળ શોધવું.
 
34:51 તમને એમાં રસ નથી?
 
34:59 તમને એ શોધી કાઢવામાં રસ નથી
કે તેનું મૂળ શું છે?
  
35:08 તમે એમ ઈચ્છો છો કે હું સમજાવું?
હંમેશ પ્રમાણે.
  
35:16 સાહેબ, વિગતવાર નિવેદન
એ તે વસ્તુ નથી. ખરું?
  
35:21 શબ્દ એ વસ્તુ નથી -
હું આને 'માઈક્રોફોન' કહું,
  
35:27 અને તમે આને 'માઈક્રોફોન' કહેશો,
પરંતુ આ શબ્દ એ તે વસ્તુ નથી.
  
35:34 એટલા માટે વિવેચન એ કોઈ વસ્તુ પોતે નથી.
 
35:40 વર્ણન તે વસ્તુ નથી.
 
35:43 જયારે એક અદ્ભુત વૃક્ષનું કોઈ વર્ણન કરે છે,
 
35:49 ત્યારે તે વર્ણન વૃક્ષ નથી.
 
35:56 માટે આપણે એકબીજા સાથે અભિવ્યક્તિની
આપ-લે કરવા માટે શબ્દોનો ઉપયોગ કરીશું,
  
36:02 પણ તે શબ્દો, તે વર્ણન,
એ તે હકીકત નથી. બરાબર?
  
36:11 તો, આપણે આટલું તો શીખીએ છીએ.
શબ્દ એ વસ્તુ નથી. ખરું?
  
36:21 મારી પત્ની,
શબ્દ 'પત્ની’ એ પત્ની પોતે નથી.
  
36:30 જો આપણે આ સરળ હકીકત સમજી શકીએ,
 
36:33 તો તમે તેની સાથે વધારે સારી રીતે વર્તશો.
 
36:45 તો ઇચ્છા શું છે, અને
કેમ તે આપણી ઉપર વર્ચસ્વ ધરાવે છે?
  
36:54 તેનું સ્થાન શું છે, તેનું મૂળ સ્વરૂપ
શું છે? તમે સમજો છો?
  
37:00 ઇચ્છા શું છે?
તમે સમજો છો?
  
37:05 આખી દુનિયાના બધા સાધુઓ
ઇચ્છાને દબાવે છે,
  
37:11 અથવા ઇચ્છાને અતિક્રમી જવા માગે છે,
 
37:15 અથવા તો ઇચ્છાને અમુક માનસિક ચિત્રો સાથે,
 
37:20 કેટલાંક પ્રતીકો સાથે, અમુક ધાર્મિક
વિધિઓ સાથે એકરૂપ કરી દેવાયેલી છે.
  
37:25 ખરું? તમે બધા અહીં છો,
તમારામાં કેટલાક સાધુઓ છો.
  
37:30 ઇચ્છા શું છે?
 
37:38 તમે કદી એ પ્રશ્ન પૂછ્યો છે?
 
37:42 કે તમે ઇચ્છાને તાબે થાવ છો,
 
37:47 પરિણામ ભલે જે પણ હોય?
 
37:53 તો આપણે સાથે ચાલી રહ્યાં છીએ - સાથે,
 
37:57 મારી, વક્તા સમજાવે તેની રાહ ન જોશો,
 
38:02 પરંતુ આપણે સાથે મળીને
તે જોવાનાં છીએ. બરાબર?
  
38:10 આપણે ઉત્તેજના દ્વારા જીવીએ છીએ,
ખરું કે નહીં?
  
38:14 પુલ ઉપરથી એક ટ્રેઈન પસાર થઇ રહી છે:
 
38:17 તમે તેનો અવાજ સાંભળો છો,
તેની સાથે એકરૂપ થાવ છો.
  
38:23 તો, આપણે ઉત્તેજના થકી જીવીએ છીએ -
 
38:26 વધુ સારો ખોરાક, વધુ સારું મકાન,
વધુ સારી પત્ની.
  
38:38 માટે ઉત્તેજના એ જીવન છે.
ખરું?
  
38:45 જીવનનો ભાગ - કામવાસના જીવનનો ભાગ છે,
તે એક ઉત્તેજના છે, ખુશી છે.
  
38:54 અને આપણી પાસે અનેક ખુશીઓ છે.
ખરું?
  
39:01 માલિકીની ખુશી, વગેરે.
 
39:06 આપણે માટે ઉત્તેજના જીવનનો,
આપણા અસ્તિત્વનો
  
39:11 એક અતિ મહત્વનો ભાગ બની જાય છે - ખરું?
 
39:19 જો ઉત્તેજના ન હોય, તો તમે નિર્જીવ બની જાવ છો.
ખરું?
  
39:25 તમારા બધા જ્ઞાનતંતુઓ જતા રહે છે,
તમારું મગજ ચીમળાઈ જાય છે, વગેરે.
  
39:29 તો આપણે ઉત્તેજના દ્વારા જીવીએ છીએ.
બરાબર?
  
39:38 ઉત્તેજના એટલે સ્પર્શ, અનુભૂતિ - ઉત્તેજના.
 
39:41 જેમ કે અચાનક તમારી આંગળીમાં
ખીલી ઠોકી દેવામાં આવે,
  
39:46 તે ઉત્તેજના છે,
તમે તેને પીડા કહો છો.
  
39:50 જયારે તમે કશુંક રમ્ય જુઓ છો
ત્યારે તમે તેની સામે સ્મિત કરો છો,
  
39:53 તે ઉત્તેજનાનો ભાગ છે;
 
39:55 આંસુઓ, હાસ્ય, રમૂજ કરવી,
 
40:00 આ બધું ઉત્તેજનાનો ભાગ છે.
 
40:06 પછી શું બને છે?
આપણને ઉત્તેજના થાય છે.
  
40:10 તમે કશુંક સુંદર જુઓ છો
- શું? - મકાન?
  
40:15 તમારે શું જોઈએ છે?
વધુ સત્તા, વધુ ધન?
  
40:24 જેટલું વધારે;
તેટલો ઉત્તેજનાનો વધારે મોટો ભાગ. ખરું?
  
40:33 ખરું, સાહેબ?
 
40:36 તમે લોકો કેટલા બધા ઢચુપચુ છો, નહીં?
 
40:42 તો, જયારે તમને ઉત્તેજના થાય
ત્યારે શું બને છે?
  
40:52 જયારે તમે કશુંક અત્યંત સુંદર જુઓ -
 
40:56 એક મોટરગાડી, એક સ્ત્રી, એક પુરુષ,
અથવા એક સુંદર મકાન,
  
41:05 શું બને છે?
 
41:07 તમે મકાનને જુઓ છો,
એક ઉત્તેજના થાય છે,
  
41:13 ત્યાર પછી શું બને છે?
 
41:17 ધીરે ધીરે જાવ, તમને તે સમજાશે.
 
41:20 તમે તે રમ્ય મકાન જુઓ છો,
સ્વચ્છ, સુંદર બગીચા સાથે,
  
41:25 ફૂલો,
દરેક વસ્તુ સુંદર રીતે સજાવેલી,
  
41:30 તમે તે જુઓ છો તે ઉત્તેજના છે.
 
41:33 ત્યાર પછી શું બને છે?
 
41:44 ઉત્તેજના સહજ છે.
ખરું?
  
41:47 તે અનિવાર્ય છે,
તે આપણા જીવનનો ભાગ છે.
  
41:50 પછી હું સમજાવું, તમે સંમત થશો અને
કહેશો, "હા, બિલકુલ ખરું, બિલકુલ ખરું",
  
41:56 અને ઘરે જશો, અને તેની તે જ વસ્તુ કરશો.
 
42:04 તો, ત્યાર પછી શું બને છે?
 
42:05 તમે તે મકાન જોયું,
 
42:07 બગીચો જોયો,
બગીચાકામની સુંદરતા જોઈ,
  
42:12 તથા મકાન કેવું બનેલું છે,
 
42:15 છટાદાર, આકર્ષક,
ભવ્યતાનો ઇન્દ્રિયબોધ,
  
42:21 અને પછી વિચાર ઉદ્ભવે છે,
 
42:25 વિચાર તે ઉત્તેજનાનું માનસિક ચિત્ર બનાવે છે
અને પછી કહે છે,
  
42:29 "હું ઇચ્છું છું કે મારી પાસે તે મકાન હોત".
તમે આ સમજો છો? ના. તમે નથી સમજતા.
  
42:39 તમે ત્યાં તે મકાન જુઓ છો
- ત્યાં ઉત્તેજના થાય છે.
  
42:47 બસ એક મિનિટ થોભો,
હું આગળ વધું તે પહેલાં એક મિનિટ.
  
42:51 ઉત્તેજના, પછી વિચાર આવે છે
અને તે ઉત્તેજનામાંથી
  
43:02 તે મકાન પામવાની ઇચ્છા સર્જે છે.
 
43:07 ખરું? કે બીજું કંઈ.
 
43:09 તમે કોઈ રાજકારણીને એક મોટી મોટરગાડીમાં
ફરતાં જુઓ છો, અથવા તેની આગળનો સાઇકલસવાર,
  
43:17 અને તેવું બધું,
 
43:20 અને તમે કહો છો, "વાહ, હું ઇચ્છું છું
કે મારી પાસે કંઈક સત્તા હોત".
  
43:24 એટલે કે, તમે તે જોયું, ઉત્તેજના,
 
43:29 પછી વિચાર આવે છે અને કહે છે, "હું ઇચ્છું
છું કે મારી પાસે આવી જ સત્તા હોત". ખરું?
  
43:37 તે ક્ષણે ઇચ્છા જન્મે છે.
 
43:40 જયારે ઉત્તેજનાને એક ઘાટ,
એક આકાર આપવામાં આવે છે,
  
43:50 ત્યારે તે ક્ષણે ઇચ્છા જન્મે છે.
નહીં?
  
43:58 મેં જે કહ્યું તે તમે સમજો છો?
 
44:03 હું ફરી વર્ણવી બતાવું?
તમે ઇચ્છો છો કે હું આ ફરી વર્ણવી બતાવું?
  
44:18 સાહેબ, તમે મારા અંગુઠામાં એક ટાંકણી નાખો,
તે પીડાની ઉત્તેજના છે.
  
44:28 અને દરેક નોંધણી, દરેક પ્રતિભાવ
ઉત્તેજનાનો ભાગ છે
  
44:35 - ખરું? - બૌદ્ધિક, સૈદ્ધાંતિક,
દાર્શનિક - ઉત્તેજના.
  
44:42 આપણે ઉત્તેજનાથી જીવીએ છીએ.
બરાબર?
  
44:46 આ બાબતે સ્પષ્ટ થઇ જાવ.
આપણે ઉત્તેજનાથી જીવીએ છીએ,
  
44:51 એટલે કે, ઇન્દ્રિયબોધનો પ્રતિભાવ
- સારો સ્વાદ, ખરાબ સ્વાદ,
  
44:56 તે કડવું છે, તે ગળ્યું છે, વગેરે -
આપણે ઉત્તેજનાથી જીવીએ છીએ.
  
45:03 અને જયારે આપણે એવું કંઈક જોઈએ
જે આપણી પાસે ન હોય,
  
45:09 જેમ કે મકાન, મોટરગાડી વગેરે -
તમે જાણો છો,
  
45:16 જયારે વિચાર તેનું માનસિક ચિત્ર બનાવે
 
45:22 ત્યારે ઉત્તેજના વર્ચસ્વ ધરાવતી બની જાય છે.
તમે સમજો છો?
  
45:30 જયારે વિચાર આવે છે અને કહે છે,
"હું ઇચ્છું છું કે મારી પાસે તે હોત".
  
45:35 તે ક્ષણે ઇચ્છા જન્મે છે.
 
45:40 મારી સામે ન જુઓ,
જાણે કે હું કોઈ ચસકેલો ચક્રમ હોઉં.
  
45:48 તમે આનો મર્મ સમજો,
આનું ઊંડાણ સમજો.
  
45:56 જયારે વિચાર ઉત્તેજનાને એક આકાર,
એક રચના, એક માનસિક ચિત્ર આપે છે,
  
46:07 તે ક્ષણે ઇચ્છા જન્મે છે. ખરું?
આમતેમ જુઓ નહીં... ખરું, સાહેબ?
  
46:22 હવે પ્રશ્ન એ છે કે,
 
46:25 શું ઉત્તેજનાને વિચાર દ્વારા પકડી ન શકાય? -
 
46:34 જે પોતે પણ એક ઉત્તેજના છે.
 
46:41 તમે સમજો છો, સાહેબ?
 
46:43 ઉત્તેજના, અને એને એટલો સમય આપવો
કે વિચાર એને એક ઘાટ આપી શકે,
  
46:50 એટલે કે ઉત્તેજના અને વિચાર તેને રૂપરેખા આપે
 
46:55 તેની વચ્ચે અંતરાળ છે.
ખરું? આ કરી જુઓ.
  
47:04 જયારે તમે આ કરો ત્યારે તેનો સૂચિતાર્થ જુઓ,
 
47:08 માત્ર બોલો નહિ કે,
"હા, હા, હું તમારી સાથે સંમત છું".
  
47:13 શ્નકર્તા: જયારે મારા હાથમાં ટાંકણી
નાખવામાં આવે, ત્યારે વેદના થાય છે.
  
47:19 કૃષ્ણમૂર્તિ: વેદના થાય છે,
ત્યાર પછી વિચાર શું કરે છે?
  
47:22 પ્રશ્નકર્તા: વિચાર આવે છે કે...
 
47:23 કૃષ્ણમૂર્તિ: થોભો, સાહેબ, તેને જુઓ,
ધીરેથી આગળ વધો, ઉતાવળ ન કરો.
  
47:28 મારા અંગૂઠામાં, આંગળીમાં પીડા છે,
 
47:33 ત્યાર પછી હું તે પીડાને અટકાવવા માગું છું.
 
47:41 એટલે હું ડૉક્ટર પાસે જાઉં છું અથવા
કંઈક સારવાર કરું છું. ખરું? ખરું, સાહેબ?
  
47:47 હું તે પીડાને અટકાવવા માગું છું.
 
47:56 શું આપણે ઊંઘીએ છીએ?
 
48:16 સાહેબ, પીડા એક પ્રકારની ઉત્તેજના છે - ખરું?
 
48:22 ત્યાર પછી વિચાર કહે છે,
"મારે આને અટકાવવું જોઈએ".
  
48:26 તમે એમ નથી કહેતા કે,
"થોભો, મને તે પીડાને જોવા દો".
  
48:33 ખરું? તમે આ બધું નથી કર્યું?
 
48:37 જો હું માંદો હોઉં, જે ક્યારેક બને છે,
તો હું કહું, ભલે, તેનો અનુભવ થાય
  
48:45 - જુઓ કે તેનો અર્થ શું છે, પીડાનો
અર્થ શો છે, ખુશીનો અર્થ શો છે.
  
48:53 તમે આવું નથી કરતા,
કે તરત ડૉક્ટર પાસે દોડો છો?
  
48:59 શું? તરત ડૉક્ટર.
હે પ્રભુ, આ કેવું...
  
49:14 પ્રશ્નકર્તા: પીડાનો સમગ્ર
પ્રતિભાવ... (અસ્પષ્ટ)
  
49:19 કૃષ્ણમૂર્તિ: હા સાહેબ, તેને અંતરાળ આપો.
 
49:24 તમે સમજો છો? એમ ન કહો કે, "સારું,
મારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ, ત્વરિત".
  
49:30 તેને અંતરાળ આપો, સમય આપો,
અને તમે તેમાંથી ઘણું શીખશો.
  
49:41 માટે હું કહું છું,
જયારે તમે આપો...
  
49:47 જયારે ઉત્તેજના અને વિચારની વચ્ચે
સમય હોય છે,
  
49:53 અંતરાળ, દીર્ઘ અંતરાળ,
કે ટૂંકો અંતરાળ,
  
49:57 ત્યારે તમે ઇચ્છાના મૂળ સ્વરૂપને સમજશો.
 
50:02 તેમાં કોઈ દબાણ નથી,
કશાને અતિક્રમી જવાનું નથી.
  
50:10 સાહેબ, જો તમારી પાસે એક મોટરગાડી હોય,
અને જયારે તમે તે ચલાવો,
  
50:19 તેની યંત્રરચના કે
 
50:22 તેની અંદરની જ્વલનપ્રક્રિયા કે
તેનું સંચાકામ જાણ્યા વિના,
  
50:27 ત્યારે તમે હંમેશાં થોડા ગભરાવ છો
 
50:28 કે ક્યાંક કશુંક ખોટું ન થઇ જાય.
ખરું?
  
50:32 પરંતુ જો તમે જાણતા હો,
જો તમે મોટરગાડીને છૂટી પાડી હોય,
  
50:37 વક્તાએ કરેલું છે તેમ,
પૂરેપૂરી વેરવિખેર કરી નાખી હોય -
  
50:42 ગભરાવ નહીં, કે મૂંઝાવ નહીં -
 
50:49 જયારે તમે તેને છૂટી પાડો,
અને બહુ જ ધ્યાનથી ભેગી કરો,
  
50:54 તેના બધા ભાગોને જાણો,
 
50:56 ત્યારે તમે તે યંત્રની રચનાના,
 
50:59 તે યંત્રના નિષ્ણાત થાવ છો.
ખરું?
  
51:02 પછી તમે ડરતા નથી,
તમે ફરી તેને ભેગું કરો છો.
  
51:08 તમે સમજો છો?
 
51:10 માટે, જો તમે ઇચ્છાના મૂળ સ્વરૂપને સમજો,
 
51:17 ઇચ્છાનો આરંભ કેવી રીતે થાય છે તે સમજો,
તો પછી તમે તેનાથી ડરતા નથી,
  
51:24 પછી તેની સાથે શું કરવું તે તમે જાણો છો.
 
51:27 પ્રશ્નકર્તા: (અસ્પષ્ટ)
 
51:33 કૃષ્ણમૂર્તિ: મેં સમજાવી દીધું છે, સાહેબ.
 
51:37 તો આપણે કોઈ બીજી બાબત ઉપર જઈએ, બરાબર?
 
51:44 બીજી એક બાબત છે જેના વિષે
તમે અને હું, વક્તા,
  
51:48 આપણે સાથે મળીને વાત કરવી જોઈએ.
 
51:53 આપણે હજારો વર્ષોથી જીવીએ છીએ
 
51:58 અને આપણે ક્યારેય પણ ભયના
મૂળ સ્વરૂપને સમજ્યા નથી. ખરું?
  
52:07 ભયનું ઉગમસ્થાન શું છે,
ભયનું કારણ શું છે? બરાબર?
  
52:14 એ દેખીતું છે કે આપણે ભયનો
ક્યારેય અંત નથી કર્યો,
  
52:20 જૈવિક ભય તેમ જ
 
52:24 તેનાથી ય અધિક માનસિક ભયો, આંતરિક ભયો:
 
52:31 મૃત્યુનો ભય - ખરું? - અભાવનો ભય,
 
52:38 મિલકત ન ધરાવવાનો ભય, ન હોવાનો
- એકલતાનો ભય - ખરું? -
  
52:43 આપણને કેટલા બધા ભયો છે.
તમે તે જાણતા નથી?
  
52:50 તમે પોતાના ભયોને નથી જાણતા?
નહીં?
  
52:59 તમે કેવા વિચિત્ર લોકો છો -
તમારા પોતાના ભયોને નથી જાણતા.
  
53:08 આ ભયોમાંથી તમે
ભગવાનોનું સર્જન કરો છો - ખરું? -
  
53:15 આ ભયોમાંથી તમે કર્મકાંડોનું સર્જન કરો છો,
 
53:22 આધ્યાત્મિક અધિક્રમોનું,
ગુરુઓનું સર્જન કરો છો.
  
53:30 દુનિયાનાં બધાં મંદિરો ભયની નીપજ છે.
ખરું?
  
53:38 અને તમારી પત્નીનો ભય,
તમારા શાસકનો ભય,
  
53:42 પોલીસનો ભય,
તમે જાણો છો, આપણને હજારો ભયો છે.
  
53:48 અને આપણે પૂછીએ છીએ કે ભય શું છે?
 
53:52 માત્ર તમારો વિશિષ્ટ પ્રકારનો ભય નહીં.
તમે સમજો છો?
  
53:58 મારો ભય અને તમારો ભય નહીં
- શું છે ભય?
  
54:05 જો તમે મોટરગાડીની યંત્રરચનાને સમજો,
 
54:09 તો પછી તમે મોટરગાડીથી ડરતા નથી.
ખરું?
  
54:13 તમે તેને કેવી રીતે ચલાવવી તે જાણો છો,
 
54:14 ક્યારે તેની મરમ્મત કરાવવી અને
કેવી રીતે સંભાળ લેવી તે જાણો છો.
  
54:21 માટે જો તમે તેને જાણો, અનુભવો, સમજો,
 
54:27 તેના મૂળ સ્વરૂપ સાથે,
તેના કારણ સાથે, તેની જડ સાથે રહો,
  
54:35 ત્યારે તમે ભયને અતિક્રમી જશો,
ત્યારે ભય જતો રહે છે. ખરું?
  
54:41 આપણે આજે સવારે તે કરીશું.
 
54:46 આપણે પૂછીએ છીએ કે ભય શું છે,
તેનું કારણ શું છે?
  
54:56 તેનો કેવી રીતે અંત કરવો તે નહીં,
તેને કેવી રીતે અતિક્રમી જવો તે નહીં,
  
55:03 તેની ઉપર નિયંત્રણ મેળવવું
અને તેને દાબી દેવો અને તેનાથી
  
55:07 જેમ તમે કરો છો.
 
55:09 તો ભયનું કારણ શું છે,
ભયનું ઉગમસ્થાન શું છે?
  
55:19 તે વિચારો, સાહેબ,
એક મિનિટ તેમાં જાવ.
  
55:29 તમારા ભયને લો,
તમારો વિશિષ્ટ ભય, અથવા ભયો -
  
55:36 તેની જડ શું છે?
 
55:40 સલામતી, અધિકની ઇચ્છા, તે બધું -
 
55:43 તમે સમજો છો?
 
55:47 એટલે, જો તમે તે ન શોધ્યું હોય તો તમે
વક્તા જેવા કોઈકને પૂછશો
  
55:52 કે તેનું કારણ શું છે?
 
55:57 શું તમે તે સાંભળશો?
 
56:00 સાંભળો, હકીકતમાં સાંભળો,
જેમ તમે તમારા ઉપરીને સાંભળો છો તેમ,
  
56:06 જે તમને કાઢી મૂકી શકે, ઓછું વેતન આપી શકે,
તમે ધ્યાનથી તેને સાંભળો છો.
  
56:15 તમે તમારા પૂરા દિલથી,
તમારા ભયો સહીત,
  
56:18 તમારી આશંકા સહિત કે
કદાચ તમે નોકરી ગુમાવી દો
  
56:22 માટે મહેરબાની કરીને
મને કહો કે શું કરવું.
  
56:28 શું તમે તેવી રીતે સાંભળશો જે તે...
અથવા તમે હા કહો છો.
  
56:36 તો હું સમજાવીશ.
મને અનુમતિ છે?
  
56:43 પરંતુ તમે કાર્યાલયમાં તમારી નોકરી
કેવી રીતે કરવી તે જાણો છો. ખરું?
  
56:52 તો હું સમજાવીશ.
 
56:56 તે જરા જટિલ છે,
 
57:00 અને તમને જટિલતા ગમે છે.
 
57:08 પરંતુ વિગતવાર નિવેદન
તે વસ્તુ પોતે નથી. બરાબર?
  
57:15 ‘ભય’ શબ્દ પોતે ભય નથી.
ખરું?
  
57:20 શબ્દ એ વસ્તુ નથી.
 
57:27 ભય શું છે?
તેનું કારણ શું છે?
  
57:35 શું 'ભય' શબ્દ ભયનું કારણ છે?
 
57:43 તમે સમજો છો?
 
57:45 શબ્દ 'ભય',
શું તમારી અંદર ભયનો ભાવ જગાડે છે?
  
57:53 તમને ખાતરી છે?
 
57:58 એટલે ભય એક હકીકત છે. અને
શબ્દ એ હકીકત નથી. બરાબર?
  
58:09 મૂંઝાયેલા ન દેખાવ, સાહેબ,
તે સહેલું છે, બહુ સહેલું છે.
  
58:13 'વૃક્ષ' શબ્દ એ વૃક્ષ નથી.
 
58:18 એટલે વિગતવાર નિવેદન એ ભયનો
અંત કરવાનું સાધન નથી. ખરું?
  
58:36 એટલા માટે આપણે તે તપાસવું પડે
કે સમય શું છે,
  
58:40 કારણ કે સમય એ ભય છે.
આવતીકાલે કશુંક થઇ જાય -
  
58:46 મારું મકાન પડી જાય,
મારી પત્ની પરપુરુષ સાથે ચાલી જાય,
  
58:52 મારો પતિ ચાલ્યો ગયો છે
અને હું દુઃખમાં છું - ભય.
  
58:57 તમે સમજો છો?
 
58:58 ભૂતકાળનો ભય,
ભવિષ્યકાળનો ભય,
  
59:03 વર્તમાનનો ભય;
કંઈ પણ બની શકે.
  
59:08 એટલે, ભૂત, ભવિષ્ય તથા વર્તમાન
 
59:15 સમયના ચક્રમાં બંધાયેલાં છે.
ખરું?
  
59:23 ગઈકાલ, આજ, અને આવતીકાલ સમય છે.
ખરું?
  
59:30 હું તેવો હતો, હું તેવો નહીં હોઉં,
પણ અત્યારે હું તે નથી. ખરું?
  
59:41 હું હતો, હું હોઈશ,
પણ હું નથી.
  
59:50 એટલે આખી પ્રક્રિયા સમયમાં ગતિ છે.
 
59:57 ગતિ એટલે સમય.
 
1:00:02 અહીંથી ત્યાં એ ગતિ છે,
 
1:00:06 અને તેનો અર્થ છે સમય,
 
1:00:09 આ સ્થળેથી તે સ્થળ સુધી જવું
તે સમય માગી લે છે.
  
1:00:15 માટે ગતિ સમય છે.
 
1:00:17 બધી ગતિ સમય છે.
ખરું?
  
1:00:21 ઘડિયાળ પ્રમાણે.
 
1:00:23 વધુ પાસે આવો, સાહેબ,
જો તમે તડકામાં હો તો.
  
1:00:29 સાહેબ, આવો અને બેસો,
ત્યાં ઘણી જગ્યા છે, ભગવાનને ખાતર.
  
1:00:43 તે વધારે સારું છે.
મારાથી ગભરાવ નહીં, હું તમારી પાસે છું.
  
1:00:52 એટલે ભૂત, ભવિષ્ય તથા વર્તમાન
 
1:00:57 એ ગતિ છે
જેને આપણે સમય કહીએ છીએ.
  
1:01:04 હું એક સમયે યુવાન હતો,
અત્યારે હું નેવું વર્ષનો છું - આ સમય છે.
  
1:01:14 તો સમય શું છે?
 
1:01:20 સમય શું છે?
 
1:01:24 તમને બનારસથી અહીં આવતાં
સમય લાગ્યો.
  
1:01:31 તમને પાછા જતાં સમય લાગશે.
 
1:01:36 એટલે કે ઘડિયાળ પ્રમાણે સમય છે - ખરું? -
 
1:01:42 અંતર કાપતાં સમય લાગે છે,
 
1:01:46 ભૂત, ભવિષ્ય તથા વર્તમાન તરીકે સમય છે.
 
1:01:53 બરાબર, સાહેબ? આ બધું સમય છે.
બરાબર?
  
1:02:03 ભૂતકાળ વર્તમાનને ઘડે છે - ખરું? -
સંજોગો અને તે બધું.
  
1:02:13 મહેરબાની કરીને, આ બહુ મુશ્કેલ છે,
સંમત કે અસંમત ન થાવ,
  
1:02:16 માત્ર સાંભળો, શોધી કાઢો.
 
1:02:22 ભૂતકાળ અત્યારે સંચાલિત થઇ રહ્યો છે.
ખરું?
  
1:02:29 અને વર્તમાન દ્વારા ભવિષ્ય ઘડાઈ રહ્યું છે,
તેનામાં ફેરફાર થઇ રહ્યો છે,
  
1:02:36 પરિસ્થિતિ બદલાઈ ગઈ છે,
અમુક બનાવો બને છે,
  
1:02:41 તેનાથી ભૂતકાળમાં ફેરફાર થાય છે, પરિવર્તન
થાય છે, ભૂતકાળ બદલાય છે. બરાબર?
  
1:02:48 અને અત્યારે જે બને તે ભવિષ્ય છે.
ખરું?
  
1:02:58 એટલે સમગ્ર સમય
- ભૂત, ભવિષ્ય તથા વર્તમાન -
  
1:03:04 અત્યારની પળમાં સમાયેલો છે.
 
1:03:08 અરે, આ બધું તમને મૂંઝવે છે -
ધીરે જઈએ, મને ઉતાવળ નથી.
  
1:03:15 આ બહુ... સાહેબ, આ જીવન સાથે સંબંધિત છે,
માત્ર તાત્વિક સિદ્ધાંત સાથે નહીં.
  
1:03:22 તમે બ્રાહ્મણ છો અથવા - અરે માફ કરજો,
અહીંયાં તમે બ્રાહ્મણોને પસંદ નથી કરતા -
  
1:03:27 તમે ગઈકાલે કંઇક હતા,
 
1:03:31 આજે એક બનાવ બન્યો જે ભૂતકાળની પરિસ્થિતિને,
ભૂતકાળને બદલે છે,
  
1:03:36 તેમાં ફેરફાર કરે છે,
થોડું પરિવર્તન લાવે છે,
  
1:03:41 અને ભવિષ્ય એ છે જે તમે અત્યારે છો
- ખરું? - થોડા ફેરફાર સાથે.
  
1:03:48 તે સ્પષ્ટ છે, ખરું કે નહીં ?
કે હજુ તે મૂંઝવતો પ્રશ્ન છે?
  
1:03:56 એટલે કે, ભૂત, વર્તમાન તથા
ભવિષ્ય અત્યારની પળમાં છે.
  
1:04:09 તો અત્યારે કોઈ આમૂલ પરિવર્તન ન થાય
 
1:04:12 - તમે સમજો છો,
'પરિવર્તન' શબ્દ -
  
1:04:15 જો આ પળે પરિવર્તન ન થાય,
 
1:04:18 તો તમે પહેલાં હતા તેવા જ રહેશો.
ખરું?
  
1:04:26 હું વિચારું છું કે હું ભારતીય છું,
એની પાછળના સઘળા સરકસ સહિત,
  
1:04:35 અને આવતીકાલે ફરી ભારતીય હોઈશ.
ખરું? તે તર્કસંગત છે.
  
1:04:46 અને ભારતીય હોવું તે મને
મુસલમાનથી અલગ કરે છે
  
1:04:53 - ખરું? - અને હું તેની સાથે ઝગડીશ,
માત્ર તેની જમીન માટે નહીં,
  
1:04:58 પણ તેનો વસ્તીવધારો
અને બાકીની બધી બાબતો માટે.
  
1:05:01 માટે આવતીકાલ અત્યારે છે.
હું તમને આનાથી વધારે સમજાવતો ન રહી શકું.
  
1:05:11 તમે આ સમજો છો?
 
1:05:14 એટલા માટે તમે આવતીકાલે શું કરશો તેના કરતાં
 
1:05:16 તમે અત્યારે શું કરો છો
એનું મહત્ત્વ ઘણું વધારે છે.
  
1:05:32 તો, તમે શું કરશો?
જો આવતીકાલ અત્યારે હોય -
  
1:05:37 તે હકીકત છે, તે મારો તાત્વિક સિદ્ધાંત નથી,
કે તમારો તાત્વિક સિદ્ધાંત નથી,
  
1:05:41 તે હકીકત છે.
 
1:05:43 હું અત્યારે અતિલોભી છું,
 
1:05:45 જો હું તેની બાબતમાં અત્યારે કંઈ ન કરું,
તો હું આવતીકાલે અતિલોભી હોઈશ.
  
1:05:52 બસ તેટલું જ.
 
1:05:54 શું હું આજે અતિલોભી હોવાનું બંધ કરી શકું?
 
1:06:01 ખરું? તમે કરશો?
ના, અલબત્ત નહીં.
  
1:06:12 એટલે, તમે જેવા છો તેવા રહેશો.
 
1:06:17 માણસજાતનો લાખો વર્ષોથી આ ઢાંચો છે.
 
1:06:22 તમને કોઈને મારી નાખવામાં વાંધો નથી - ખરું?
 
1:06:26 પ્રામાણિક બનો, તમને
કોઈને મારી નાખવામાં વાંધો નથી.
  
1:06:31 તમે એને પોષો છો, તમે ઇચ્છો છો
કે તમારો દેશ મજબૂત હોય. ખરું?
  
1:06:39 આનાથી શરમાવ નહીં,
આ એક હકીકત છે.
  
1:06:44 અને તેથી તમે શસ્ત્રસરંજામ એકઠો કરો છો;
તમે પોતે તે ન કરતા હો,
  
1:06:49 પણ તમે કર દ્વારા તે કરો છો,
ટિકિટ ખરીદીને તમે તેને ટેકો આપો છો. ખરું?
  
1:06:59 એટલે, જો તમે અત્યારે
ભારતીય હોવાનું બંધ ન કરો,
  
1:07:05 તો તમે આવતીકાલે ભારતીય રહેશો.
 
1:07:09 તો હવે તમે શું કરશો?
 
1:07:13 અરેરે, તમે લોકો -
થોભો, તમે ત્યાં થોભી જાવ.
  
1:07:17 હું પૂછું છું કે તમે અત્યારે શું કરશો?
 
1:07:20 પ્રશ્નકર્તા: ભારતીય હોવાનું બંધ કરીશું.
 
1:07:24 કૃષ્ણમૂર્તિ: તમે કરશો?
 
1:07:29 તમે તેના સૂચિતાર્થો જાણો છો?
 
1:07:33 પાસપોર્ટ નહીં, કાગળ નહીં.
 
1:07:37 કોઈ દેશ સાથે જોડાવાનું નહીં,
 
1:07:46 કોઈ સમુદાય સાથે જોડાવાનું નહીં,
કોઈ ધર્મ સાથે નહીં -
  
1:07:50 તે બધા આમે ય બનાવટી છે.
 
1:07:55 શું તે શક્ય છે?
 
1:07:59 શું તમે તે કરશો?
તમે નહીં, સાહેબ.
  
1:08:03 શું તમે તેનું મહત્ત્વ સમજશો
 
1:08:08 કે જો આ પળે, આજે પરિવર્તન ન થાય,
 
1:08:15 તો તમે આવતીકાલે જેવા છો
તેવા જ રહેશો?
  
1:08:21 આ આશાવાદી કે નિરાશાવાદી વાત નથી,
આ એક હકીકત છે.
  
1:08:27 પચીસ લાખ વર્ષો સુધી આપણે
લોકોનો સંહાર કર્યો છે - ખરું? -
  
1:08:37 બૌદ્ધ તરીકે, હિન્દુ તરીકે, ખ્રિસ્તી તરીકે.
 
1:08:41 કદાચ ખ્રિસ્તીઓએ બીજા કોઈ પણ કરતાં
વધારે સંહાર કર્યો છે.
  
1:08:47 તમે ખ્રિસ્તી નથી તેથી હું તમને
સહેલાઈથી આ કહી શકું!
  
1:08:54 મેં ખ્રિસ્તીઓ સાથે આ પ્રશ્નના નિકાલ માટે
સમજપૂર્વક પ્રયાસ કર્યો છે.
  
1:09:02 માટે તમે આની ગંભીરતા સમજો -
 
1:09:07 તેની સાથે રમત ન કરો.
 
1:09:13 જો હું ન... જો આ પળે આમૂલ
પરિવર્તન ન થાય - આ પળે! -
  
1:09:20 તો હું આવતીકાલે આવો ને આવો જ રહીશ.
 
1:09:26 તો ભયની અંદર એક પરિબળ છે સમય.
ખરું?
  
1:09:32 હું ડરું છું કે આવતીકાલે શું થશે.
 
1:09:36 હું ડરું છું કે હું પરીક્ષામાં
પાસ નહીં થાઉં. ખરું?
  
1:09:43 એક છોકરી કે છોકરો
કોઈક પરીક્ષામાં પાસ થવા માગે છે
  
1:09:49 કે જેથી કંઈક વધુ સારું મળે,
વધુ ધન, વધુ સારી તક,
  
1:09:56 અને તે કહે છે કે હું તે પરીક્ષા પાસ કરવા
માટે ખૂબ, ખૂબ મહેનત કરીશ.
  
1:10:01 હું કદાચ પાસ ન થાઉં -
ભય પેદા થાય છે, વગેરે.
  
1:10:08 ભય સમગ્ર માનવજાતનું
સર્વસામાન્ય પરિબળ છે -
  
1:10:12 તમારું જ નહીં -
સમગ્ર માનવજાતનું.
  
1:10:19 તો શું તે ભય - તમે સમજો છો? -
ભય, તેની એક શાખા નહીં,
  
1:10:25 શું ભયના મૂળનું
સંપૂર્ણપણે ખંડન કરી શકાય?
  
1:10:37 એટલે કે કોઈ પણ પ્રકારનો ભય ન હોવો.
 
1:10:49 વક્તા કહે છે કે તે ચોક્કસ શક્ય છે.
 
1:10:56 તે બિલકુલ ધરમૂળથી કરી શકાય છે.
 
1:11:03 કાં તો તમે વક્તાને મારી નાખો
અથવા તમે તેની પૂજા કરો,
  
1:11:08 જે બંને એકસમાન છે.
તમે સમજો છો?
  
1:11:14 અને તમે અત્યારે તે કરી રહ્યા છો.
 
1:11:22 તો, તે આપણા જીવનના પરિબળોમાંનું એક છે.
 
1:11:28 અને આપણે ભય સાથે દસ લાખ વર્ષોથી
જીવ્યાં છીએ, અથવા તેથી વધારે,
  
1:11:33 અને આપણે હજુ તેવી જ રીતે જીવી રહ્યાં છીએ.
 
1:11:38 માટે, ક... વક્તા કહે છે કે
ભયનો સંપૂર્ણપણે અંત કરી શકાય છે.
  
1:11:48 એમ ન કહો કે તે જ્ઞાની છે,
અને એવું બધું વાહિયાત.
  
1:11:54 તમે તેનો અંત કરી શકો, જો તમે
તમારું મગજ, તમારું હૃદય તેમાં મૂકો તો,
  
1:11:59 સંપૂર્ણપણે, આંશિક નહીં.
 
1:12:04 અને ત્યાર પછી તમે પોતાની જાતે જ જોશો
 
1:12:08 કે તેમાં કેટલું અપાર સૌંદર્ય છે.
 
1:12:13 નિરપવાદ મુક્તિનું ભાન.
 
1:12:19 કોઈ દેશનું કે કોઈ
સરકારનું સ્વાતંત્ર્ય નહીં,
  
1:12:24 પરંતુ મુક્તિની પ્રચંડતાનું,
મુક્તિની મહાનતાનું ભાન.
  
1:12:35 ખરું? તમે તે કરશો?
આજે, આ પળે.
  
1:12:42 આજથી, ભયનું કારણ જોઈને,
તેનો અંત કરો.
  
1:12:52 તે છે સમય.
 
1:12:56 સમય એટલે વિચાર,
 
1:13:00 કારણ કે સમય એક ગતિ છે, ખરું કે નહીં
- આપણે બધાં સંમત થયાં છીએ.
  
1:13:04 અને વિચાર પણ એક ગતિ છે.
 
1:13:09 આ બધાથી પ્રભાવિત ન થઇ જાવ,
આ બહુ સરળ છે.
  
1:13:15 સમય ગતિ છે, વિચાર ગતિ છે,
માટે સમય વિચાર છે,
  
1:13:25 અને વિચાર સમય છે.
 
1:13:28 વિચાર આધારિત છે
 
1:13:31 વિદ્યા, સ્મૃતિ, અનુભવ વગેરે ઉપર,
 
1:13:37 અને સમય પણ આપણા જીવનમાં
ઘણો મર્યાદિત છે.
  
1:13:45 જ્યાં સુધી જૈવિક, શારીરિક, માનસિક ભય છે,
 
1:13:51 તે આપણો નાશ કરે છે.
 
1:13:58 માટે, આપણે આ હકીકતને, તાત્વિક સિદ્ધાંતને
નહીં, સાંભળ્યા પછી પૂછી શકીએ
  
1:14:07 કે, તમે શું કરશો?
 
1:14:13 સમય એ ભય તથા વિચારનું પરિબળ છે,
 
1:14:18 માટે જો તમે આ પળે બદલાવ નહીં,
 
1:14:22 તો તમે ફરી ક્યારેય બદલાશો નહીં.
 
1:14:27 આ છે સતત પાછું ઠેલવું.
 
1:14:38 ખરું?