જ્યાં સુધી કોઈ મધ્યસ્થ છે, ત્યાં સુધી ધ્યાન નથી
Rajghat - 22 November 1985
Public Talk 3
2:13 | કૃ: કોઈને પણ અહીંયાં |
આવીને બેસવું ગમશે? | |
2:16 | હું ખરેખર કહું છું, સર. |
તમે આવી શકો છો. | |
2:30 | પ્ર: સર, હું આવી શકું? |
હા, આવો. | |
2:40 | કૃ: અથવા તમને આ તરફ આવવું ગમશે? |
આ બરાબર છે, સર. | |
2:52 | બે ગુરુઓ. |
2:59 | પ્ર: માત્ર એક જ. |
3:14 | કૃ: આ બરાબર છે? |
3:36 | આ છેલ્લું પ્રવચન છે. |
3:47 | આપણે સાથે મળીને આજની સવારે |
3:50 | ઘણીબધી મહાન બાબતોની વાતો કરવાના છીએ, |
ઘણીબધી મહાન બાબતોની, | |
4:00 | અને અમે કહ્યું તે પ્રમાણે, |
માત્ર અમે જ વક્તા નથી. | |
4:11 | આપણે જે આખીયે સમસ્યા અથવા બાબતો વિષે |
ચર્ચા કે વાતચીત કરવાના છીએ, | |
4:20 | તેમાં તમે અને વક્તા સાથે મળીને |
ભાગ લઈ રહ્યા છીએ. | |
4:27 | આપણે કહ્યું તે પ્રમાણે, |
તમે તેમાં સહભાગી છો, | |
4:33 | માત્ર સહેજ સાંભળવાનું નથી |
અથવા એવું કંઈ નથી કે તમારે સાંભળવું જ પડે, | |
4:41 | પરંતુ આપણે સાથે મળીને |
ઘણી વસ્તુઓની વાતો કરીશું. | |
4:50 | આપણે આગલાં બે પ્રવચનો અને એક ચર્ચા દરમ્યાન |
ઘણી વસ્તુઓની ઊંડાણમાં વાતો કરી છે: | |
5:03 | ભય અને માનવની સઘળી વેદનાઓ, |
5:14 | આપણી સમસ્યાઓ, |
5:18 | એવી સમસ્યાઓ |
જેનો આપણે કદી નિવેડો લાવી શકતા નથી, | |
5:24 | અને જેનું આપણે અત્યાર સુધી વહન કરીએ છીએ. |
5:27 | આપણે કાળજીપૂર્વક તેની વાત કરી. |
5:32 | સમસ્યાઓનું અસ્તિત્વ છે કારણ કે |
આપણાં મન સમસ્યાઓથી ભરાયેલાં છે, | |
5:38 | અને માટે કોઈ પણ સમસ્યા સામે જોવાની |
મુક્તિ રહી જ નથી. | |
5:43 | તેમાં અત્યારે જવાનો |
આ સમય નથી - | |
5:46 | આપણે ખૂબ કાળજીપૂર્વક તે વાત કરી છે. |
5:50 | અને આપણે વિચાર અંગેના પ્રશ્નમાં |
ઊંડાણથી વાત કરી: | |
5:56 | કેમ વિચારે આ જીવનને |
તદ્દન અશક્ય બનાવી દીધું છે. | |
6:06 | વિચારે વિપુલ પ્રમાણમાં |
સંઘર્ષ આણ્યો છે - | |
6:11 | પચીસ લાખ વર્ષોથી |
ચાલતાં યુદ્ધો - | |
6:18 | એનો અર્થ કે લગભગ દર વર્ષે આપણે |
એકબીજાની હત્યા કરીએ છીએ, | |
6:25 | ભગવાનના નામે, |
દેશભક્તિના નામે - | |
6:34 | મારા દેશની વિરુદ્ધ તમારો દેશ, |
6:38 | અમારા ધર્મની વિરુદ્ધ તમારો ધર્મ |
વગેરે. | |
6:44 | યુદ્ધ પછી બીજું યુદ્ધ, |
કદાચ બનારસમાં નહીં - | |
6:51 | અહીં તમે વાસ્તવિક દુનિયાથી |
ખાસ્સા દૂર છો, | |
6:58 | પરંતુ આપણે દર વર્ષે |
યુદ્ધોનો સામનો કરીએ છીએ. | |
7:08 | અને આપણે વિચારના મૂળ સ્વભાવ વિષે |
પણ વાત કરી, | |
7:14 | કેમ વિચાર માનવોને વિભાજીત કરે છે, |
અથવા તેમને કોઈ એક યોજના મુજબ | |
7:21 | કામ કરવા માટે સાથે લાવે છે, |
જેમ કે ચંદ્ર ઉપર જવું. | |
7:27 | તે રૉકેટ બનાવવા માટે, |
કદાચ ૩૦૦૦૦૦ થી વધારે | |
7:32 | લોકોની જરૂર પડી હશે, |
7:35 | જેમાંનું દરેક જણ પોતાનું કામ |
કોઈ ખામી વિના કરતું હોય. | |
7:40 | કાં તો આપણે યુદ્ધ જેવા કટોકટીના સમયે |
સાથે મળીએ છીએ, જે વેરભાવમાંથી ઉદ્ભવે છે, | |
7:48 | અથવા આપણે કોઈ રાષ્ટ્રીય મુદ્દા |
ઉપર એકમત થઈએ છીએ, | |
7:58 | અથવા આપણે કોઈ મહાન આફત આવે |
ત્યારે એક સાથે થઈએ છીએ, | |
8:03 | જેમ કે ધરતીકંપ, જ્વાળામુખી ફાટવો, |
કુદરતી હોનારતો વગેરે. | |
8:16 | તે સિવાય, |
આપણે ક્યારેય એક સાથે થતા નથી. | |
8:25 | હવે આજની સવારે, |
હું આદરપૂર્વક સૂચવું છું, | |
8:30 | કે અહીં બેઠેલાં આપણે બધાં |
એકસાથે મળીએ, | |
8:36 | અને શક્તિ એકઠી કરીએ, જેથી |
આપણે જે વિભિન્ન મુદ્દાઓ ઉઠાવવાના છીએ | |
8:46 | તેને વિષે બહુ સ્પષ્ટતાથી વિચારી શકીએ. |
સાથે મળીને. | |
8:54 | એનો અર્થ એ કે તમે |
સક્રિયપણે વિચારશો, સક્રિયપણે સાંભળશો, | |
9:08 | આપણાં મગજો જે ઘણાં સુસ્ત છે |
તેમને સક્રિય કરશો - | |
9:15 | મને આ કહેવા બધા ક્ષમા કરજો - |
9:19 | સુસ્ત, ધીમાં, એકધારાં, |
પુનરાવર્તનભર્યાં વગેરે. | |
9:29 | એટલે, આજની સવારે આપણે સાથે મળીને, |
પોતાનાં મગજોને સચેત રાખીને - | |
9:37 | હું અપમાન નથી કરી રહ્યો, |
હું અપમાન કરવા માગું છું, પણ હું કરીશ નહીં. | |
9:47 | તે માત્ર એક મજાક છે! |
9:52 | માત્ર શારીરિક જીવતંત્રને |
સક્રિય રાખવા પૂરતું જ નહીં, | |
10:00 | કારણ કે તે આપણને શક્તિ આપે છે: |
10:04 | જુદીજુદી રીતે ચાલવું, |
તરવું, | |
10:08 | અને વિશિષ્ટ પ્રકારનાં |
યોગાસનો વગેરે, | |
10:14 | પણ એક બહુ જ સ્પષ્ટ |
અને સક્રિય મગજ હોવું, | |
10:23 | કોઈ વિશેષિત મગજ નહીં, |
જેમ કે કોઈ તત્ત્વજ્ઞાની, કોઈ વૈજ્ઞાનિક, | |
10:35 | કોઈ ભૌતિકશાસ્ત્રવિદ્ વગેરે. |
10:40 | વિશેષિત મગજો |
બહુ સંકુચિત બની જાય છે. | |
10:47 | હું કેટલાક મિત્રોને ઓળખું છું |
જેઓ અહીં વૈજ્ઞાનિક છે - | |
10:51 | મને આશા છે કે હું તેઓનું |
અપમાન નથી કરી રહ્યો. | |
10:56 | અથવા ડૉક્ટરો, કે તત્ત્વજ્ઞાનીઓ, |
જેઓ પ્રવચનો વિષે પ્રવચન કરે છે. | |
11:06 | તમે સમજો છો? |
આ મજાકને જુઓ છો? | |
11:12 | પ્રવચનો વિષે પ્રવચન - |
કાં તો પ્લેટો, એરિસ્ટોટલ, | |
11:20 | અનેક ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ, |
અથવા તો તમારા પોતાના. | |
11:29 | શબ્દકોશ મુજબ |
તત્ત્વજ્ઞાનનો ખરો અર્થ છે | |
11:34 | 'સત્ય માટેનો પ્રેમ', |
'જીવન માટેનો પ્રેમ', | |
11:40 | 'વિદ્વતા માટેનો પ્રેમ'. |
તાત્વિક સિદ્ધાંતો નહીં, | |
11:48 | વધુ ને વધુ સિદ્ધાંતો ઉમેરવા, |
11:51 | અથવા કોઈની વાતોમાંથી અવતરણ ટાંકવાં અને |
સમજાવવું કે તેમણે ક્યાંથી ઉતારો કર્યો છે. | |
11:59 | આખીયે દુનિયામાં બધી યુનિવર્સીટીઓ, |
કૉલેજો, સ્કૂલો | |
12:06 | મગજને અનુબંધિત કરી રહી છે. |
12:12 | મને ખબર નથી કે તમે ક્યારેય |
શીખવાના પ્રશ્નમાં ઊંડા ઉતર્યા છો કે કેમ, | |
12:19 | શીખવું એટલે શું. |
12:22 | હવે આપણે સાથે મળીને |
શોધી કાઢવાના છીએ કે | |
12:26 | ‘શીખવું’ એનો અર્થ શો છે. |
12:29 | સામાન્ય રીતે આપણે શીખવાનો અર્થ |
યાદ કરી લેવું એવો કરીએ છીએ - | |
12:39 | સ્કૂલ જઈને તમે કેવી રીતે |
વાંચવું અને લખવું એ યાદ કરો છો, | |
12:44 | ગણિત યાદ કરી લો છો, |
વગેરે. | |
12:50 | સ્કૂલ, કૉલેજ, |
યુનિવર્સીટી દરમ્યાન - | |
12:55 | જો તમે ત્યાં સુધી પહોંચવા જેટલા |
નસીબદાર હો, | |
12:58 | અથવા તો કમનસીબે ત્યાં સુધી ન પહોંચી શકો - |
તમે બધું યાદ કરી લો છો. | |
13:07 | અને તે સ્મૃતિનો |
સક્રિય ઉપયોગ કરી શકાય - | |
13:13 | આજીવિકા કમાવા માટે, |
સત્તા, માલમિલકત, પ્રતિષ્ઠા, | |
13:19 | સમર્થન મેળવવા માટે વગેરે. |
13:23 | તો શીખવું એટલે શું? |
કોઈ અન્ય પ્રકારનું શીખવું છે? | |
13:28 | આપણે સાધારણ પ્રકારના શીખવાને |
જાણીએ છીએ - | |
13:32 | સ્કૂલ, કૉલેજ, યુનિવર્સીટી. |
13:35 | અથવા તો કોઈ ખાસ કારીગરી શીખવી, |
શ્રેષ્ઠ સુથાર | |
13:41 | કે પ્લમર કે રસોઇયા બનવા માટે. |
13:53 | અહીં મારા કેટલાક |
મિત્રો છે | |
13:56 | જેઓ ખૂબ સારા રસોઇયાઓ છે, |
અને ખૂબ સારા તત્ત્વજ્ઞાનીઓ પણ છે, | |
14:04 | અને માનસચિકિત્સકો તેમ જ ભૌતિકવિજ્ઞાનીઓ છે |
- તેઓ બધા ત્યાં છે - | |
14:12 | અહીં - તે તરફ નહીં. |
14:21 | તો, શીખવું એટલે શું? |
14:25 | શું કોઈ અન્ય પ્રકારનું શીખવું છે |
14:28 | જે માત્ર પાકું યાદ કરી લેવું એટલું જ ન હોય? |
14:34 | તમે ક્યારેય એ વિષે વિચાર્યું છે? |
14:40 | જયારે તમે યાદ કરો છો ત્યારે |
તમારું મગજ સ્મૃતિઓથી ભરાઈ જાય છે. | |
14:50 | તે સરળ છે. |
14:52 | એટલે સ્મૃતિઓ વધતી રહે છે, |
તમને થોડા સચેત રાખે છે, | |
15:02 | તમે વધુ ને વધુ શીખતા રહો છો. |
15:06 | અમે - આ ભાઈ અને હું - તમને પૂછીએ છીએ: |
15:15 | બરાબર, સર? |
15:22 | અમે તમને પૂછીએ છીએ: |
શું કોઈ અન્ય પ્રકારનું શીખવું છે, | |
15:30 | જે માત્ર પાકું યાદ કરી લેવું એટલું જ નથી? |
15:36 | આપણે કહ્યું તેમ, આપણે એક સાથે છીએ, |
અને આપણાં મગજો સચેત છે. | |
15:46 | તો વક્તા તમને પૂછે છે: |
15:51 | કોઈ તદ્દન વિશિષ્ટ પ્રકારનું |
શીખવું છે ખરું? | |
16:01 | પ્ર: સમજવું તે શીખવું છે, સર. |
કૃ: ના, સર, તેની તરત વ્યાખ્યા ન કરો, | |
16:07 | તેમાં પૂરેપૂરું વિચારો, |
પ્રશ્નને જુઓ. | |
16:11 | કોઈ વિશિષ્ટ પ્રકારનું |
શીખવું છે, | |
16:16 | જે માત્ર યાદ કરવું એટલું જ નથી? |
16:20 | આ બહુ અગત્યનો પ્રશ્ન છે |
16:24 | કારણ કે મગજ |
દરેક વસ્તુ, દરેક બનાવ, | |
16:33 | દરેક જાતની સ્મૃતિ નોંધ્યા કરે છે. |
16:39 | જયારે તમારું મન દુભાય, |
ત્યારે તેની નોંધ થાય છે, | |
16:43 | પરંતુ તમે ક્યારેય એ તપાસતા નથી |
કે કોણ દુભાયું છે. આપણે | |
16:50 | તો મગજ નોંધ કરે છે. |
16:55 | તેનું મહત્ત્વ જુઓ. |
16:58 | તેણે નોંધ કરવી જ પડે, નહીંતર |
તમે અને હું અહીં ન હોઈએ. | |
17:05 | તો મગજ સતત |
નોંધ કરે છે, કાઢી નાખે છે. | |
17:15 | હવે, શું નોંધ કરવી જરૂરી છે? |
17:24 | તમે મારો પ્રશ્ન સમજો છો? |
17:27 | તમે ગાડીમાં એક અકસ્માતના |
બનાવની નોંધ કરો છો. | |
17:32 | તેની નોંધ તત્ક્ષણ થાય છે, |
કારણ કે તમને પીડા થાય છે, | |
17:37 | અથવા તમને ઇજા થઈ છે, |
કે પછી તમારી ગાડીને નુકસાન થયું છે. | |
17:41 | એટલે કે, મગજ પાસે |
ક્ષમતા છે, શક્તિ છે - | |
17:46 | માત્ર નોંધ કરવાની જ નહીં, |
પરંતુ પોતાનું સંરક્ષણ કરવાની પણ. | |
17:56 | આપણે પૂછીએ છીએ: શું દરેક વસ્તુની |
નોંધ કરવી જરૂરી છે? | |
18:07 | અથવા તો માત્ર તેની જ નોંધ કરવી |
જે જરૂરી હોય - અને બીજા કશાની નહીં? | |
18:19 | તમે સૌએ, માનસચિકિત્સકોએ, |
તેમ જ ભૌતિકવિજ્ઞાનીઓએ, આ પ્રશ્ન | |
18:28 | ક્યારેય પોતાની જાતને પૂછ્યો છે? |
18:31 | તમે ક્યારેય આ પ્રશ્ન વિષે |
ગંભીરતાપૂર્વક વિચાર્યું છે? | |
18:36 | મગજ પોતાની સલામતી માટે નોંધ કરે છે, |
18:44 | નહીંતર તમે અને હું |
અહીં બેઠા ન હોઈએ. | |
18:46 | આપણે નોંધ્યું કે અહીં પહોંચવામાં |
કેટલો સમય લાગશે વગેરે. | |
18:53 | આપણે તપાસી રહ્યા છીએ કે, અમુક વસ્તુઓની |
નોંધ કરવી જરૂરી છે, | |
18:59 | અને જેમાં મન સંડોવાયેલું હોય |
ત્યાં નોંધ કરવી તે તદ્દન બિનજરૂરી છે. | |
19:09 | તમે મારો પ્રશ્ન સમજો છો, સર? |
19:15 | જયારે તમારાં વખાણ થાય |
ત્યારે તેની નોંધ કરવી જરૂરી છે? | |
19:24 | અથવા તમારું અપમાન થાય ત્યારે? |
19:28 | શું તે વસ્તુઓની |
નોંધ કરવી જરૂરી છે? | |
19:33 | કારણ કે નોંધણી |
મનને રચે છે. | |
19:43 | શું આપણે ભેગા મળીને વાત કરી રહ્યા છીએ? |
કે પછી તમે માત્ર કહો છો, | |
19:47 | 'હા, આ જરા સારું લાગે છે.' |
19:55 | આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. |
19:58 | કારણ કે, મન, |
જે બધાં ઘટકો, | |
20:04 | ખાસિયતો, પ્રાકૃતિક લક્ષણોનું બનેલું છે, |
તે મગજની અંદર રહેલું છે, | |
20:11 | જેને આપણે ચેતના કહીએ છીએ. |
20:16 | તે ચેતનાની અંદર |
20:18 | સ્મૃતિની બધી પ્રવૃત્તિઓ, |
ભયો વગેરે રહેલું છે. | |
20:26 | તો આપણે ફરી પૂછીએ છીએ |
- ઊંઘી ન જશો, મહેરબાની કરીને - ફરીથી: | |
20:34 | શું મનને રચવું |
જરૂરી છે? | |
20:40 | 'મન' એટલે સ્વત્વ. |
20:43 | સ્વત્વ એટલે બધી જ સ્મૃતિઓ, |
20:46 | વિચારની બધી પ્રવૃત્તિઓ, |
કલ્પના, મોહ, ભય, | |
20:55 | ખુશી, દુઃખ, વેદના. |
માટે, નોંધ કરવી તે. | |
21:00 | તેમાંથી સમગ્ર મન, |
'હું', વ્યક્તિત્વ બને છે. | |
21:07 | તમે સમજો છો? |
21:09 | શું સ્વત્વની રચના કરવા માટે |
નોંધણી કરવી જરૂરી છે? | |
21:17 | તમે આમાંની કોઈ પણ |
વસ્તુ વિષે વિચારતા નથી. | |
21:21 | તો હું પૂછું છું, આપણે પૂછીએ છીએ, |
આ ભાઈ અને હું - બિચારો માણસ, | |
21:27 | મને ખેદ છે કે તમે અહીં બેઠા છો, |
તમને વાંધો નથી? | |
21:35 | પ્ર: તમારી ઇચ્છા હોય તો. |
કૃ: મારી ઇચ્છા હોય તો? | |
21:39 | તમે ત્યાં બેઠેલા છો, સર. |
21:48 | તમે ક્યારેય આ વિષે વિચાર્યું છે, |
આની સામે જોયું છે, | |
21:55 | અથવા જેવી રીતે તમે વિવિધ તત્ત્વજ્ઞાનની |
કે ધાર્મિક બાબતોનું પરીક્ષણ કરો | |
22:03 | તેવી રીતે આનું પરીક્ષણ કર્યું છે, |
નોંધણી કરવાના પ્રશ્નમાં ઊંડા ઉતર્યા છો? | |
22:10 | જો મેં ગાડી કેવી રીતે ચલાવવી |
તેની નોંધણી ન કરી હોય | |
22:18 | - વકતાએ બે વર્ષ પહેલાં |
કલાકના ૧૨૦ માઈલની ઝડપે ગાડી ચલાવી છે - | |
22:27 | જો મેં ન કરી હોત… જો નોંધણી |
ન હોત, તો હું ગાડી ચલાવી ન શકત. | |
22:34 | એટલે, અમુક વસ્તુઓની |
નોંધણી કરવી જરૂરી છે, | |
22:39 | અને અન્ય વસ્તુઓની નોંધણી કરવી |
તદ્દન બિનજરૂરી છે. | |
22:46 | આનું સૌંદર્ય જુઓ, |
22:49 | જેથી મગજ હંમેશાં |
સ્મૃતિમાં અનુબંધિત ન રહે, | |
22:57 | જેથી મગજ અસાધારણપણે |
મુક્ત, પરંતુ સક્રિય બને. | |
23:10 | તો આ છે પહેલો પ્રશ્ન. |
23:13 | શીખવું એટલે નોંધણી ન કરવી. |
23:21 | હું કોઈ માનસચિકિત્સક સાથે |
આની ચર્ચા કરવા માગું છું - તેઓ અહીં છે. | |
23:28 | આપણે આ બાબતે |
ન્યૂયોર્કમાં ચર્ચા કરી છે. | |
23:33 | તેઓ નોંધણી ન કરવાના વિચારથી |
મંત્રમુગ્ધ થયા હતા. | |
23:41 | જેથી મગજના કોષો |
જાતે જ પરિવર્તિત થાય. | |
23:48 | તમે સમજો છો? ઓહ, ના. |
23:53 | આપણાં મગજો |
કોષો, વગેરે વડે બનેલાં છે - | |
23:59 | હું આનો વ્યવસાયી નથી - |
24:02 | અને મગજના કોષોમાં |
સ્મૃતિઓ છે. | |
24:11 | અને આપણે તે સ્મૃતિઓના સહારે |
જીવીએ છીએ - ભૂતકાળ, | |
24:16 | માણસ પાસે રહેલી |
બધી યાદો, | |
24:20 | અને માણસ જેમ જેમ વધુ વૃદ્ધ થાય, |
તેમ તેમ વધુ ને વધુ પાછળ જતો જાય છે, | |
24:23 | મૃત્યુ આવે ત્યાં સુધી. |
24:29 | પાછળ. |
24:31 | અને આ શોધી કાઢવું, શીખવું, |
તે ખરું જોતાં એક અગત્યનો પ્રશ્ન છે, | |
24:40 | તે શોધી કાઢવાનું શીખો કે શું મગજે |
દરેક બાબતની નોંધ રાખવાની જરૂર છે. | |
24:47 | ભૂલી જવું એમ નહીં - બંને અલગ છે, |
ભૂલી જવું અને નોંધણી કરવી | |
24:54 | તે બંને બિલકુલ ભિન્ન બાબતો છે. |
24:58 | તો, જયારે તમે દુભાઈ જાવ, |
- શારીરિક રીતે નહીં - | |
25:06 | માનસિક રીતે, આંતરિક રીતે, |
ત્યારે શું દુભાય છે? | |
25:16 | તમે કહો છો, 'હું દુભાયો છું.' |
શું તમે આ શબ્દો નથી સાંભળ્યા? | |
25:23 | આ તમારા માટે નવું છે? |
25:26 | તમે બધા દુભાયા છો, ખરું કે નહીં? |
25:29 | બાળપણથી, |
તમે મોટા થાવ અને મૃત્યુ પામો ત્યાં સુધી, | |
25:34 | તમને બધા સમયે દુભવવામાં આવે છે. |
25:37 | તમે કહો છો, 'હું આનાથી વધારે |
દુભાવાનું સહન કરી શકું એમ નથી, | |
25:40 | મને એટલો દુભવવામાં આવ્યો છે, |
કે હું ભયભીત થઈ ગયો છું.' | |
25:44 | હું મારી જાતની આજુબાજુ એક દીવાલ |
ચણી દઉં છું, મારી જાતને વિખુટી કરી દઉં છું, | |
25:48 | અને દુભાયેલા હોવાનાં |
બધાં પરિણામો સહન કરું છું. | |
25:52 | હવે, કોણ દુભાઈ રહ્યું છે? |
25:57 | આનો જવાબ આપો, સર, બેસી ન રહો. |
26:00 | તમે બધા દુભાયા છો. |
26:05 | પૃથ્વી ઉપરનો દરેક માણસ |
થોડોઘણો દુભાયેલો છે, બાળપણથી - | |
26:12 | ઠપકો આપવો, લાફો મારવો, |
એવું બધું બાળકો સાથે થતું જ હોય છે. | |
26:19 | આપણે સૌએ દુભાયાની લાગણી અનુભવી છે. |
26:24 | હવે, કોણ દુભાયું છે? |
26:27 | પ્રઃ હું. |
26:28 | કૃ: માત્ર જવાબ ન આપો, સર, મહેરબાની કરીને. |
26:33 | તેને વિષે પૂરો વિચાર કરો, સર. |
26:37 | તમે કહો છો, 'તે હું છું', |
પેલા સદ્દગૃહસ્થે તેમ કહ્યું. | |
26:42 | તો પછી 'હું' શું છે? |
26:49 | તમે માત્ર બોલો છો, 'હું', 'અહં' - |
જે કોઈ શબ્દ તમારા મનમાં આવે તે. | |
26:57 | પરંતુ તમે એની કાળજીપૂર્વકની તપાસ નથી કરતા |
કે કોણ છે 'હું'? | |
27:04 | કોણ છે તે વ્યક્તિત્વ, કોણ છે, |
તે વ્યક્તિ, કોણ છો તમે? | |
27:12 | એક નામ, એક ઊપાધિ, જો તમે |
પૂરતા નસીબદાર અથવા કમનસીબ હો તો, | |
27:18 | એક નોકરી, એક ઘર, અથવા એક ફ્લેટ - |
27:24 | સાંકડા, નાના ફ્લેટો, |
ખોખાંઓમાં જીવવાનું - | |
27:31 | અને નામની પાછળ એક પદવી |
- આઈ.એ.એસ., એમ.એસસી., અથવા એમ.એ.ડી. | |
27:41 | મોટે ભાગે એમ.એ.ડી. જેવું - વગેરે. |
27:47 | એટલે માનસિક છબી તમે |
પોતાની જાતની આજુબાજુ ચણી છે, | |
27:52 | અને માનસિક છબીઓ તમે |
અન્ય વસ્તુઓ વિષે બનાવી છે કે જે તમે જ છો, | |
27:58 | તેથી જયારે તમે કહો છો કે તમે |
દુભાયા છો, ત્યારે તમારી | |
28:01 | પોતાની જાત વિષેની માનસિક |
છબીઓ દુભાઈ રહી હોય છે. | |
28:04 | તમે સ્પષ્ટ છો? |
28:08 | ના, મહેરબાની કરીને, આ |
વિગતવાર નિવેદન બાબતે સ્પષ્ટ નહીં થતા. | |
28:12 | પરંતુ તે બધી માનસિક છબીઓ તમે જ છો. |
તમે એક ભૌતિકશાસ્ત્રી છો, | |
28:21 | તમે ડૉક્ટર છો, તમે તત્ત્વજ્ઞાની છો, |
તમે એમ.પી. છો - | |
28:27 | મને ખબર નથી કે તમે… હા, માફ કરજો, |
હું જાણું છું - એક એન્જિનિઅર છો. | |
28:34 | તમે ક્યારેય નોંધ્યું છે કે |
તેઓનો પરિચય એવી રીતે કરાવવામાં આવે છે, | |
28:38 | 'તે એન્જિનિઅર છે', |
'તે કોયલ છે'. | |
28:45 | પરિચય હંમેશાં તેઓના |
વ્યવસાય દ્વારા અપાય છે. | |
28:50 | તમે સમજો છો, સર, |
આ બધું ગાંડપણ છે. | |
28:55 | એટલે સ્વત્વ, મન, |
વ્યક્તિત્વ એ માનસિક છબી છે, | |
29:01 | જે તમે પોતાને વિષે રચી છે, |
29:04 | અને એ માનસિક છબી છે, જે તમે |
તમારી પત્ની વિષે રચી છે, | |
29:07 | અને પત્ની તમારે વિષે માનસિક છબી રચે છે, |
29:09 | અને આ માનસિક છબીઓ વચ્ચે |
સંબંધ છે. | |
29:15 | જુઓ કે શું બની રહ્યું છે. |
29:17 | માનસિક છબીઓ વચ્ચે સંબંધ છે, |
29:20 | વ્યક્તિઓ નહીં, પરંતુ માનસિક છબીઓ. |
29:27 | અને તમે આવી રીતે જીવો છો. |
29:30 | એટલે કે તમે કદી તમારી પત્નીને, |
કે તમારા પતિને, કે મિત્રને ઓળખતા નથી. | |
29:37 | અથવા તમે ઓળખવા માગતા નથી, |
પરંતુ તમારી પાસે માનસિક છબી છે. | |
29:45 | તો પ્રશ્ન આ છે: શું તમે |
એક પણ માનસિક છબી વિના જીવી શકો - | |
29:53 | વડાપ્રધાન વિષે, તેમના જેવા અન્ય |
વ્યક્તિઓ વિષે અને મારા વિષે? | |
30:00 | તમે એક પણ માનસિક છબી વિના જીવી શકો? |
30:05 | તેના સૂચિતાર્થો જુઓ, |
30:08 | તેનું સૌંદર્ય, |
તેની સ્વતંત્રતા જુઓ. | |
30:14 | વાતો કરવા માટે બહુ બધી |
બાબતો છે. | |
30:18 | શું આપણે આગળ વધીએ? |
30:21 | માત્ર કહેવાનું નહીં કે, 'હા, આગળ વધો', |
પણ તમે તેમાં ભાગ લઈ રહ્યા છો, | |
30:28 | તમે સક્રિયપણે ભેગા મળીને |
વિચારી રહ્યા છો. | |
30:33 | માત્ર કહેવાનું નહીં કે, 'હા, તમારે |
જે કહેવાનું છે તે મને સાંભળવા દો’. | |
30:37 | જે તમે હકીકતમાં આમેય |
બિલકુલ સાંભળતા નથી. | |
30:43 | તેથી આપણે સાથે મળીને વાત કરવી હિતાવહ છે: |
30:48 | જીવનમાં આ બધો પ્રયત્ન શા માટે? |
30:53 | શા માટે આપણે કંઈ પણ કરવા માટે |
આટલો અતિશય પ્રયત્ન કરીએ છીએ? | |
31:00 | તમે મારો પ્રશ્ન |
સમજો છો, સર? | |
31:07 | હું આ સદ્દગૃહસ્થને પૂછું છું. |
31:10 | શા માટે પ્રયત્ન કરવો? |
31:15 | હું આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું |
- જલ્દી જવાબ ન આપતા. | |
31:19 | હું આવી કામગીરીમાં મુકાઈ ચુક્યો છું, |
વૈજ્ઞાનિકો દ્વારા, તત્ત્વજ્ઞાનીઓ દ્વારા, | |
31:27 | વિભિન્ન પ્રકારના |
ધાર્મિક લોકો દ્વારા, | |
31:32 | દરેક પ્રકારના માણસ દ્વારા, |
માટે જલ્દી કંઈ ન કહો. | |
31:35 | શા માટે આપણે જીવનમાં |
આટલો બધો પ્રયત્ન કરીએ છીએ? | |
31:46 | તમે ધ્યાન ધરવા માટે જબરદસ્ત |
પ્રયત્ન કરો છો - | |
31:50 | આપણે હમણાં તે વિષે વાત કરીશું - |
31:53 | જીવવા માટે, એકબીજા સામે |
ઝઘડવા માટે, લડવા માટે, | |
31:58 | મતની વિરુદ્ધ મત, |
નિર્ણયની વિરુદ્ધ નિર્ણય, | |
32:03 | હું તમારી સાથે સંમત છું, |
હું પેલા માણસની સાથે સંમત નથી. | |
32:08 | આ બધો પ્રયત્ન શા માટે? |
શેના માટે? ધન માટે? | |
32:14 | હું તમને પૂછું છું, સર, જાગતા રહો. |
32:18 | ધન માટે? તમારા કુટુંબ માટે? |
મહેરબાની કરીને કાળજીપૂર્વક સાંભળો. | |
32:29 | તમારી એવી મમતા માટે, કે તમને |
કોઈએ પ્રેમ કરવો જ જોઈએ? | |
32:39 | આ બધો પ્રયત્ન શા માટે? |
32:43 | જયારે તમે એ પ્રશ્ન પૂછો, |
ત્યારે તમારે પૂછવું પડે, | |
32:48 | - શું હું આગળ વધી શકું? - |
32:51 | તમારે પૂછવું પડે: પ્રેમ એટલે શું? |
32:58 | તે તમને મૂંઝવણમાં નાખે છે. |
33:02 | પ્રેમ એ પ્રયત્ન છે? |
મારે તમને પ્રેમ કરવો પડે, | |
33:07 | તેથી હું તે અંગે |
પ્રયત્ન કરીશ. | |
33:17 | પ્રેમ એક પ્રયત્ન છે? |
33:24 | તો પછી તમારે તપાસ કરવી પડે, |
પ્રેમ એટલે શું? | |
33:29 | તમે આ બાબતમાં તપાસ કરશો? |
33:35 | તમે જાણો છો કે પ્રેમ શું છે? |
33:44 | તમે જાણતા હો એવું દેખાતું નથી, |
કારણ કે તમે બધા બહુ ચૂપ છો. | |
33:50 | પ્રેમ શું છે? |
33:53 | જ્યાં મહત્ત્વાકાંક્ષા હોય |
ત્યાં પ્રેમ હોઈ શકે? | |
33:58 | સર , એમ નહીં... મહેરબાની કરીને, આ ગંભીર છે. |
ભગવાનને ખાતર. | |
34:04 | આ તેમના માટે નથી |
જેમને કોઈ પડી જ નથી, | |
34:09 | જે માત્ર પોતાનો જ કક્કો |
સાચો ઠરાવવા માગે છે. | |
34:13 | શું તે મહત્ત્વાકાંક્ષા છે? શું તે લોભ છે? |
34:20 | શું તે સ્વાર્થ છે? |
34:30 | શું તે મહત્ત્વાકાંક્ષાની ઉપલબ્ધિ છે? |
34:37 | શું પ્રેમ ઘૃણાનો વિરોધી છે? |
અરે, પ્રભુ! | |
34:47 | તમે જાણો છો, સર, |
આપણે હંમેશાં ઝઘડતા રહીએ છીએ, | |
34:53 | અનાદિકાળથી. |
34:58 | આ તમે ફ્રાન્સમાં |
ઘણી ગુફાઓમાં જુઓ છો, | |
35:04 | અને ગ્રીક પૌરાણિક કથાઓમાં, |
35:08 | સારા-નરસા વચ્ચે લડાઈ ચાલતી હોય છે, |
આખા જીવનકાળ દરમ્યાન. | |
35:15 | તમે સમજો છો હું શું કહું છું? |
35:17 | સારાની નરસા સામે લડાઈ. |
35:21 | તમે આ ચિત્રોમાં જુઓ છો, |
સારપનાં ચિહ્નો, | |
35:28 | રાક્ષસનાં ચિહ્નો, |
અને એવું બધું... | |
35:32 | ગ્રીક પૌરાણિક કથાઓ |
અને અન્ય પૌરાણિક કથાઓમાં | |
35:36 | એક આખલાની સામે બીજો આખલો હોય છે - |
35:41 | કાળા આખલાની સામે સફેદ આખલો - |
35:44 | અથવા વિભિન્ન આકારો, ચિહ્નોમાં |
અનિષ્ટ સામે લડતી ભલાઈ. | |
35:53 | આપણે હજુ સુધી એમ જ કરીએ છીએ, |
35:56 | સારું નરસા સામે લડે છે. |
36:00 | ખરું? તમે એવું નથી કરતા? |
36:08 | શું સારું નરસા કરતાં અલગ છે? |
36:15 | સારો માણસ અને ખરાબ માણસ. |
36:20 | શું સારું નરસામાંથી જન્મ્યું છે? |
36:35 | અચાનક આવા ભારેખમ ન થઈ જાવ, સર |
- આ બધું તમારે માટે એક રમત છે. | |
36:45 | સારું જો નરસા સાથે સંકળાયેલું હોય, |
તો તે સારું નથી. | |
36:56 | સારું જો નરસામાંથી જન્મ્યું હોય, |
નરસામાંથી આવતું હોય, | |
37:01 | તો તે સારું નથી. |
37:05 | તે સહેલું છે, ખરું કે નહીં? |
37:08 | પરંતુ જો જે નરસું છે તે |
સારા કરતાં તદ્દન છૂટું હોય, | |
37:14 | જો સારા અને નરસા વચ્ચે |
કોઈ સંબંધ જ ન હોય, | |
37:18 | બંનેનો એકબીજા સાથે |
કોઈ જ સંબંધ ન હોય, | |
37:21 | તો પછી માત્ર |
નરસું અને સારું રહે છે. | |
37:26 | એકબીજાથી તદ્દન છૂટાં, |
37:28 | અને તેથી તેઓ લડી ન શકે. |
37:36 | માટે આપણે તપાસ કરવી પડે કે, |
સારું શું છે? | |
37:41 | તમને આ બધામાં રસ છે? |
37:52 | તેથી, તમારે પૂછવું પડે, |
શું પ્રેમમાં ઘૃણા હોઈ શકે? | |
38:03 | કે પછી ઘૃણાને પ્રેમ સાથે |
કશી જ લેવાદેવા નથી. | |
38:13 | એટલે કે, તે બંને વચ્ચે, |
કોઈ જ સંબંધ નથી | |
38:17 | અને તેથી તેઓ |
એકબીજા સાથે લડી ન શકે. | |
38:21 | તમે સમજો છો - |
38:23 | તમારે સમજવા માટે, |
ઊંડાણમાં ઊતરવા માટે, | |
38:27 | આ એક અગત્યનો પ્રશ્ન છે, |
38:31 | કારણ કે તમે હંમેશાં કહેતા હો છો, |
38:33 | 'આજે મેં સારું નહીં કર્યું, |
પણ આવતીકાલે હું સારું કરીશ.' | |
38:39 | 'આજે હું ગુસ્સે થયો છું, |
પણ આવતીકાલે હું ગુસ્સો નહીં કરું.' | |
38:45 | આ છે સારા અને નરસા વચ્ચેનો |
38:49 | સાપેક્ષ સંબંધ. |
38:53 | એટલે કે, ઈર્ષ્યાને પ્રેમ સાથે કશી જ |
લેવાદેવા નથી. | |
39:04 | પ્રેમને ઘૃણા સાથે કશી જ |
લેવાદેવા નથી. | |
39:08 | જ્યાં ઘૃણા, મોજશોખ, |
વ્યગ્રતા વગેરે હોય, | |
39:17 | ત્યાં પ્રેમનું અસ્તિત્વ શક્ય નથી. |
હા, સર. | |
39:25 | અને વક્તા પ્રશ્ન ઉઠાવે છે, |
કે તમે કોઈને ય પ્રેમ કરો છો ખરા? | |
39:38 | અને પ્રેમ શું છે? |
તે કેવી રીતે થાય છે? | |
39:42 | તમે મારો પ્રશ્ન સમજો છો? |
39:48 | તમે તે પ્રશ્ન પૂછતા નથી? |
39:51 | તમે ખરેખર તે પ્રશ્ન પૂછો છો, |
કે માત્ર હું તમારા માટે પૂછું છું? | |
39:57 | પ્ર: પ્રશ્ન આપણી સાથે છે. |
કૃ: કયો પ્રશ્ન? | |
40:02 | પ્ર: આપણે પ્રેમ કરીએ છીએ કે કેમ. |
કૃ: હા. તમે પ્રેમ કરો છો કે કેમ. | |
40:08 | જ્યાં દુઃખ હોય, |
ત્યાં પ્રેમ હોઈ શકે? | |
40:12 | કાળજીથી, સર, મને જવાબ ન આપો. |
40:19 | લગભગ આપણે બધાં કોઈ ને કોઈ |
પ્રકારના દુઃખમાં છીએ. | |
40:24 | પરીક્ષામાં નપાસ થવું - હે પ્રભુ, વિચારો કે |
આપણે કેવા છીએ - પરીક્ષામાં નપાસ થવું, | |
40:33 | ધંધામાં અથવા રાજકારણમાં |
સફળ ન થવું, | |
40:38 | કે પછી તમારા તમારી પત્ની |
સાથેના સંબંધમાં, | |
40:41 | અથવા ઉપરવાળા સાથેના સંબંધમાં |
સફળ ન થવું. | |
40:48 | તમે સમજો છો - ઉપરવાળો! - |
40:54 | જે તમારો ગુરુ હોઈ શકે |
અથવા કોઈ અન્ય કાલ્પનિક પાત્ર. | |
41:01 | માટે, જયારે તમે સફળ નથી થઈ શકતા, |
જયારે તમારામાં સફળતાની ભાવના નથી હોતી, | |
41:07 | ત્યારે તમે નિરાશ થઈ જાવ છો, |
તમે દુઃખી થઈ જાવ છો. | |
41:10 | અથવા તમે દુઃખી હો છો કારણ કે તમે |
એક નાનકડા ગામડામાં રહો છો, | |
41:16 | તમને વાંચતાં અને લખતાં |
નથી આવડતું - ભગવાનનો આભાર - | |
41:22 | અને તમને ગાડી |
ચલાવતાં નથી આવડતું, | |
41:26 | અથવા તમારી પાસે નહાવા માટે ગરમ |
પાણી નથી, તમે ગંદો પોશાક પહેરો છો. | |
41:35 | આપણે એ બધામાંથી પસાર થયા છીએ. |
41:38 | વક્તા એ બધામાંથી |
પસાર થયો છે. | |
41:41 | તમે બધા ઘણા |
સમૃદ્ધ છો. | |
41:46 | માટે તે દુઃખ ભોગવે છે. |
41:51 | પદ ઉપર રહેલો માણસ, |
સીડીમાં ઊંચે બેઠેલો - | |
41:56 | કોઈ સીડી નીચે ખેંચતું નેથી, |
પણ તે ઘણો ઊંચે છે. | |
42:02 | તે પણ દુઃખ ભોગવે છે, કારણ કે |
થોડાં વધુ પગથિયાં ચડવાનાં બાકી છે. | |
42:10 | એટલે પૃથ્વી ઉપર દરેક માણસ, |
42:15 | દરેકેદરેક, |
સૌથી ગરીબથી માંડીને સૌથી અમીર, | |
42:19 | સૌથી શક્તિશાળીથી માંડીને |
સૌથી નબળો - | |
42:23 | તેઓ બધા દુઃખ ભોગવે છે. |
42:28 | ખરું, સર? તેઓ બધા દુઃખ ભોગવે છે. |
42:31 | પૃથ્વી ઉપરની દરેક સ્ત્રી દુઃખ ભોગવે છે. |
42:36 | પુરુષો મોજશોખ કરે છે, |
42:39 | સ્ત્રીઓ દુઃખ ભોગવે છે. |
42:48 | એટલે કે, દુઃખ તમારા એકલાનું નથી, |
42:54 | કારણ કે તમારી આજુબાજુ |
દરેક માણસ દુઃખ ભોગવે છે. | |
43:00 | એ મારું દુઃખ નથી |
- એ માત્ર દુઃખ છે. | |
43:04 | તમે તે સમજો છો? |
43:09 | મારો પુત્ર મૃત્યુ પામે છે, |
અને હું અત્યંત અસ્વસ્થ થઈ જાઉં છું. | |
43:18 | હું રડું છું, અને કહું છું, |
'અરે, પ્રભુ, મેં મારો પુત્ર ગુમાવ્યો છે', | |
43:21 | અને તે બની જાય છે |
કાયમી સમસ્યા. | |
43:26 | હું જયારે પણ એક નાના છોકરા કે છોકરીને |
જોઉં, ત્યારે હું રડું છું. | |
43:34 | અને હું એકલતા, દુઃખ વગેરેની |
પીડામાંથી પસાર થાઉં છું. | |
43:41 | આપણે ક્યારેય વિચારીએ છીએ કે દુઃખ |
મારું નથી, એ દરેકનું છે, | |
43:51 | જેનાથી દુઃખ ઘટતું નથી |
- તે રહે છે. | |
44:07 | શું તે દુઃખનો અંત આવી શકે? |
44:14 | જ્યાં સુધી હું દુઃખ ભોગવું, |
- કારણ કે મેં મારી પત્નીને ગુમાવી છે, | |
44:20 | અથવા હું પોતે માનતો હતો |
એટલો મહાન નથી, | |
44:25 | અથવા મારા સાંધામાં દર્દ છે, |
અથવા બીજું કંઈ, | |
44:35 | હું હંમેશાં દુઃખ ભોગવું છું. |
44:38 | હું પૂછું છું કે, તે દુઃખનો અંત આવી શકે? |
44:48 | જો દુઃખ હોય, |
તો ત્યાં પ્રેમ નથી. | |
44:54 | મહેરબાની કરીને આ સમજો. |
44:57 | જો હું દુઃખ ભોગવ્યા જ કરું, |
તો તે આત્મદયાનો ભાગ છે, | |
45:02 | મારી ચિંતાનો ભાગ છે કે, માત્ર હું |
દુઃખ ભોગવું છું, બીજું કોઈ નહીં, | |
45:09 | મારું દુઃખ તમારા દુઃખ કરતાં |
ભિન્ન છે, | |
45:11 | જેમ કે મારો ઈશ્વર તમારા ઈશ્વર કરતાં |
વિશિષ્ટ છે, | |
45:14 | મારો ગુરુ તમારા ગુરુ કરતાં |
વધુ શક્તિસંપન્ન છે. | |
45:19 | એ એક મજાક બની જાય છે. |
45:23 | તો શું દુઃખનો અંત છે? |
45:30 | કે પછી માનવજાતે આ મહાભયમાંથી |
આખું જીવન પસાર થવું જ પડે? | |
45:40 | હા, સર. |
45:44 | વક્તા કહે છે કે તેનો અંત આવી શકે, |
45:48 | નહીંતર પ્રેમ સંભવ નથી. |
45:50 | જો હું બધા સમયે આંસુઓ જ વહાવતો રહું |
કારણ કે મેં મારો પુત્ર ગુમાવ્યો છે | |
45:59 | અને તે મારો એકનો એક પુત્ર હતો, |
46:03 | મારા માટે તે મારું પ્રતિનિધિત્વ કરે છે, |
46:07 | મારું સાતત્ય, મારી મિલકત, |
ભલે ગમે તેટલી ઓછી હોય, | |
46:14 | મને આશા હતી કે તે |
વડાપ્રધાન બનશે, મોટું મકાન હશે, | |
46:20 | વધારે શિક્ષિત હશે, વધુ ધન મેળવશે. |
તમે જાણો છો? | |
46:23 | આપણે સૌ એકસરખી રીતે વિચારીએ છીએ, |
આની સાથે રમત ન રમો. | |
46:30 | આમ હું દુઃખ ભોગવું છું. |
46:32 | અને તમે આવો છો અને મને કહો છો, |
46:38 | 'પૃથ્વી ઉપરનો દરેક માણસ |
દુઃખ ભોગવે છે, | |
46:41 | તે તારું દુઃખ નથી, મોટા છોકરા, |
આપણે સૌ તેમાં સહભાગી છીએ'. | |
46:45 | હું આવું કથન સ્વીકારવાની ના પાડું છું |
કારણ કે મારું દુઃખ - | |
46:49 | હું મારા દુઃખને પ્રેમ કરું છું. |
46:52 | હું મારા દુઃખમાં સુખી છું, |
46:58 | અને હું મારા દુઃખમાં |
અલગ રહેવા માગું છું. | |
47:05 | તે ઘણી તપાસ, સમજાવટ |
અને વાતચીત માગી લે છે, | |
47:10 | ત્યાર પછી તમે કહી શકો, |
'જુઓ, આ પૂરેપૂરું તમારું નથી, | |
47:14 | તેમાંથી થોડુંક ભલે લો, |
પણ આ પૂરેપૂરું તમારું નથી.' | |
47:20 | તેનો અર્થ એ કે કોઈ આત્મદયા નહીં |
47:28 | અને તેનો અર્થ એ કે |
તમે બાકીની સમગ્ર માનવજાત માટે | |
47:34 | દુઃખનો ભાર ઉપાડવામાં |
ખરેખર ફાળો આપો છો. | |
47:39 | આગળ વધો, સર - તમે એ વિષે |
કશું જાણતા નથી. | |
47:42 | એને વિષે વિચારો, એને જુઓ. |
47:45 | તમે માનવજાતના ભાગ છો, |
47:49 | તમે માનવજાતથી |
અલગ નથી. | |
47:52 | તમારી પાસે વધુ સારો હોદ્દો હોય, |
વધુ સારી પદવીઓ, | |
47:55 | વધુ ધન હોય, પ્રાધ્યાપક સાહેબ, |
તમે માનવજાતના ભાગ છો, | |
48:01 | તમારી ચેતના |
માનવજાતનો ભાગ છે. | |
48:05 | એટલે કે, તમારી ચેતનામાં |
એ બધી જ વસ્તુઓ છે | |
48:11 | જેને વિષે તમે વિચાર કર્યો છે, |
કલ્પના કરી છે, ભય અનુભવ્યો છે વગેરે. | |
48:15 | તે છે તમારી ચેતના |
48:18 | અને તે છે માનવજાતની |
ચેતના. | |
48:22 | માનવજાત ભય, દુઃખ, પીડા, |
વ્યગ્રતા પામે છે, આંસુઓ વહાવે છે, | |
48:31 | અનિશ્ચિત, ગૂંચવાયેલી હોય છે - |
પૃથ્વી ઉપરનો દરેક માનવ. | |
48:36 | અને તમે બીજા બધા જેવા છો. |
48:39 | એટલે તમે નથી - ધ્યાનથી સાંભળો - |
તમે વ્યક્તિઓ નથી. | |
48:45 | હું જાણું છું કે મારું શરીર |
તમારા શરીર કરતાં અલગ છે. | |
48:49 | તમે એક સ્ત્રી છો, |
હું પુરુષ છું, વગેરે. | |
48:53 | પણ આપણે આ દુનિયામાં એક એકમ તરીકે છીએ. |
48:59 | જયારે તમે તે સંબંધ અનુભવો કે |
તમે જ બાકીની માનવજાત છો, | |
49:05 | ત્યારે કશુંક સંપૂર્ણપણે |
વિશિષ્ટ બને છે. | |
49:10 | માત્ર શબ્દો, કલ્પના નહીં, |
પરંતુ તેની સંવેદના, | |
49:14 | તેની પ્રચંડતા. |
49:18 | તો આપણે તેના વિષે |
થોડી વાત કરી. | |
49:22 | હવે આપણે મૃત્યુ વિષે વાત કરવી જોઈએ. |
49:26 | માફ કરજો. આ સુંદર સવારે, |
વૃક્ષો નીચે બેસીને, | |
49:36 | શાંતિ, - કોઈ ટ્રેઈન |
પુલ પસાર કરી રહી નથી - | |
49:54 | આપણે આ સુંદર સવારે |
ખૂબ શાંત છીએ. | |
49:58 | અને મૃત્યુ વિષે વાત કરવી એ |
કદાચ માંદલું લાગે, કદરૂપું લાગે, | |
50:07 | કદાચ કંઇક એવું લાગે કે જેને વિષે |
વાત નહીં કરવી જોઈએ. | |
50:13 | અમેરિકામાં તેઓ પુસ્તકો લખે છે, |
'કેવી રીતે સુખેથી મરવું', | |
50:27 | ડૉક્ટરો એવું કરે છે, |
પોતાના દર્દીઓને કહે છે કે | |
50:30 | કેવી રીતે સુખેથી મરવું. |
50:33 | હવે આપણે સાથે મળીને |
તેને તપાસીશું, તેને વિષે વાત કરીશું. | |
50:41 | માત્ર તમે સાંભળો અને હું બોલું એવું નહીં. |
તે તો બાલિશ છે. | |
50:49 | તો, મૃત્યુ શું છે? |
50:57 | શા માટે આપણે તેનાથી આટલા ડરીએ છીએ? |
51:04 | શા માટે આપણે મૃત્યુને |
દસ વર્ષ, | |
51:07 | કે વીસ વર્ષ, |
કે સો વર્ષો દૂર મૂકીએ છીએ? કેમ? | |
51:13 | જીવવું, અને મૃત્યુ? |
51:19 | તો પછી તમારે માત્ર એ નથી પૂછવાનું કે |
51:24 | મૃત્યુ શું છે, મરવું એટલે શું, |
પરંતુ એ પણ કે જીવવું એટલે શું? | |
51:30 | હું જે કહું છું તે તમે સમજો છો? |
જીવવું એટલે શું? | |
51:37 | તમે કેવી રીતે જીવો છો. |
51:40 | નવથી પાંચ ઑફિસ, |
ક્લાર્ક તરીકે, કે ગવર્નર તરીકે, | |
51:45 | અથવા જે કંઈ હોય તે, |
કારખાનાના કારીગર તરીકે. | |
51:50 | નવથી પાંચ |
તમારું આખું જીવન, | |
51:54 | તમે એક વૃદ્ધ માણસ તરીકે |
નિવૃત્ત થાવ ત્યાં સુધીનું. | |
52:00 | અને તમારું જીવન છે બાળકો પેદા કરવાં, |
જાતીયતા, ખુશી, પીડા, | |
52:05 | દુઃખ, વ્યગ્રતા, |
સમસ્યા અને સમસ્યા, | |
52:13 | માંદગી, ડૉક્ટરો, |
52:20 | સિઝેરિઅન ઓપરેશનો, |
પ્રસવની પીડા. | |
52:29 | આ છે આપણું જીવન. |
52:33 | શું તમે આને નકારો છો? ના. |
52:38 | અને આને તમે જીવવું કહો છો. |
52:44 | મારી સામે આવી રીતે ન જુઓ, |
જાણે કે હું કોઈ વિચિત્ર માણસ હોઉં. | |
52:48 | આને આપણે જીવવું કહીએ છીએ. |
52:51 | અને આને તમે ટેકો આપો છો, આનંદ માણો છો. |
52:56 | તમારે વધુ ને વધુ આ જોઈએ છે. |
53:05 | તો તમે જેને જીવવું કહો છો તે આ છે. |
53:09 | અને તમે મૃત્યુને ખૂબ દૂર મુકો છો |
53:13 | - જેટલાં વર્ષો દૂર શક્ય હોય તેટલું. |
53:21 | અને સમયના તે અંતરાળમાં |
53:27 | તમે એનો એ જ ઢાંચો |
ફરીફરી બનાવતા રહો છો - | |
53:31 | તમારાં સંતાનો, પૌત્રોપૌત્રીઓ, |
એના એ જ ઢાંચામાં જીવે છે, | |
53:38 | જેને તમે જીવન કહો છો. |
53:40 | તમારી પોતાની જાતને |
એવું કહીને છેતરો નહીં | |
53:43 | કે કુદરત લડત કરે છે, |
માટે આપણે લડત કરવી જ પડે. | |
53:47 | વાનરો લડત કરે છે, |
માટે આપણે વાનર છીએ. | |
53:53 | તમે જાણો છો કે |
એક બહુ પ્રસિદ્ધ લેખક છે - | |
53:57 | હું તેમને જાણતો હતો |
- શું હું તમને તેમની વાત કરું? - | |
54:04 | હું તેમને જાણતો હતો |
- અને તેમણે લખ્યું છે, | |
54:09 | 'કદાચ કેદખાનાના સળિયાઓ પાછળ |
આપણે હોવું જોઈએ, વાનરોએ નહીં.' | |
54:20 | તો આપણે જેને જીવવું કહીએ છીએ તે આ છે. |
54:27 | અને હું આ મારી પોતાની જાતને કહું છું |
- આપણે એકબીજા સાથે વાત કરી રહ્યાં છીએ - | |
54:31 | કે જેને તમે મૃત્યુ કહો છો તેને |
જીવનની સાથે કેમ ન ભેળવી દેવું. | |
54:41 | તમે પોતાની સાથે |
કશું જ ન લઈ જઈ શકો, | |
54:45 | તમારા ગુરુ પણ નહીં, |
તેમણે જે બધું કહ્યું હોય તે નહીં, | |
54:50 | તમે જે મુજબ જીવવાનો પ્રયત્ન કર્યો હોય |
તેમાંનું કશું જ નહીં. | |
54:53 | તમે પોતાની સાથે તે ન લઈ જઈ શકો. |
તમારું રાચરચીલું, તમારી પત્ની, | |
54:57 | તમારાં સંતાનો, બધાં ઘરેણાં |
જે તમે ભેગાં કર્યાં હોય, | |
55:01 | તિજોરીમાંનાં નાણાં - |
55:03 | આમાંનું કશું જ તમે પોતાની સાથે ન લઈ જઈ શકો. |
55:07 | એ એક નિશ્ચિત વસ્તુ છે: મૃત્યુ, |
55:11 | અને તમે પોતાની સાથે |
કશું ન લઈ જઈ શકો. | |
55:14 | સિવાય કે - આપણે તેમાં નહીં જઈએ. |
55:19 | તો, જયારે તમે કશું |
લઈ જઈ શકવાના નથી, | |
55:25 | તો શા માટે બંનેને મળવા ન દેવાં? |
55:30 | હું જે કહું છું તે તમે સમજો છો? |
શા માટે મૃત્યુ આજે ન આવે? | |
55:37 | આપઘાત નહીં - |
હું તેની વાત નથી કરતો. | |
55:41 | આખરે, હું મારી પત્ની સાથે અથવા |
રાચરચીલા સાથે જોડાયેલો છું - | |
55:48 | કદાચ તેની સાથે વધુ! |
55:54 | હસવા બદલ દિલગીર છું. |
તમે પાગલોનું ટોળું છો! | |
56:05 | તો, હું મારી જાતને કહું છું, |
અથવા તમે તમારી જાતને કહો છો, | |
56:12 | હું કોઈને કોઈ વસ્તુ સાથે જોડાયેલો છું. |
56:18 | મારા ખમીસ સાથે, કે મારા ઝભ્ભા સાથે |
- પેલા સદ્દગૃહસ્થના જેવો - | |
56:27 | અથવા કોઈ ગુરુ સાથે, કોઈ દિવાસ્વપ્ન સાથે, |
કોઈ પ્રતીક સાથે - હું જોડાયેલો છું. | |
56:33 | દસ વર્ષમાં મૃત્યુ આવે છે |
અને કહે છે, | |
56:36 | 'વૃદ્ધ માણસ, તું એને સાથે |
ન લઈ જઈ શકે.' | |
56:48 | તો શા માટે અત્યારે જ |
જોડાણથી મુક્ત ન થવું? | |
56:54 | જે છે મૃત્યુ. |
તમે સમજો છો? | |
57:01 | પૂરેપૂરા અલગ. |
57:08 | આજે, નહીં કે આવતીકાલે. |
આવતીકાલ મૃત્યુ છે. | |
57:14 | તો, હું શા માટે મારા જોડાણથી |
મુક્ત ન થઈ શકું? અત્યારે. | |
57:24 | માટે જીવન અને મૃત્યુ |
બધા સમયે સાથે જ છે. | |
57:30 | મને ખબર નથી કે તમે આનું |
સૌંદર્ય જુઓ છો કે કેમ. | |
57:36 | દસ વર્ષો પછી |
કે ચાળીસ વર્ષો પછી નહીં. | |
57:42 | તે તમને અપાર મુક્તિનું |
ભાન કરાવે છે - | |
57:46 | તમારા વ્યવસાય પ્રત્યે, |
તમારી દરેક બાબત પ્રત્યે. | |
57:54 | એટલે, જીવવું અને મરવું |
સાથે જ છે, હંમેશ. | |
58:00 | તેમાં ડરવા જેવું |
કશું નથી. | |
58:07 | તેથી, જો મગજ તેમ કરી શકે |
- તમે સમજો છો? - | |
58:14 | તો પછી મગજનો ગુણધર્મ |
તદ્દન વિશિષ્ટ બને છે. | |
58:20 | તેને કોઈ આંકડીઓ રહેતી નથી. |
58:25 | તેને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળનું |
કોઈ ભાન હોતું નથી. તે માત્ર જીવે છે. | |
58:37 | હું અત્યારે તેમાં જઈ નહીં શકું કારણ કે |
તે ખરેખર જીવવાની અનંત રીત છે, | |
58:45 | એટલે કે, દરેક દિવસ એક નવો દિવસ છે; |
58:52 | દરેક સવાર |
એક સવારનો સૂરજ છે. | |
59:01 | અને આપણે ધર્મ વિષે |
વાત કરવી જોઈએ. | |
59:09 | હું જે કહી રહ્યો છું |
- કૃ જે કહી રહ્યો છે - | |
59:12 | તેને ખોટું ન સમજતા. |
59:15 | ભવિષ્ય અત્યારે છે. |
59:17 | એટલે એવું કશું નથી કે |
'હું આવતા જીવનમાં ફરી જન્મ પામીશ.' | |
59:24 | એ માત્ર એક કલ્પના છે |
જેની સાથે તમે જોડાયેલા છો, | |
59:26 | એ તમને ખૂબ રાહત આપે છે, |
વગેરે વાહિયાત વાતો. | |
59:30 | પરંતુ જો તમે પુનર્જન્મમાં માનતા હો, |
તો તમારે અત્યારે જ કાર્ય કરવું પડે, | |
59:36 | યોગ્ય રીતે કાર્ય કરવું પડે, |
59:40 | કારણ કે આવતા જીવનમાં તમારે |
ચુકવણી કરવાની અથવા પુરસ્કાર લેવાનો છે. | |
59:50 | જો તમે પુનર્જન્મમાં માનતા હો, |
જેમ કે તમારામાંથી મોટાભાગના લોકો માનતા હશો, | |
59:56 | - તે કલ્પના ઘણી રાહત આપનારી છે, |
પણ તે અર્થહીન છે | |
1:00:02 | કારણ કે જો તમે અત્યારે યોગ્ય રીતે કાર્ય |
કરો, તો સદાચારનો કોઈ પુરસ્કાર નથી હોતો. | |
1:00:15 | સદાચાર પોતે પવિત્રતા છે, |
1:00:18 | નહીં કે તેમાંથી |
તમને જે મળશે તે. | |
1:00:21 | તે તો વેપારી વલણ થયું, |
યાંત્રિક વલણ. | |
1:00:30 | હું તે બધામાં નહીં જાઉં |
- સમય નથી | |
1:00:34 | કારણ કે આપણે કેટલીક |
અન્ય બાબતો વિષે વાત કરવાની છે. | |
1:00:38 | ધર્મ શું છે? |
1:00:46 | સર, આ જીવનના સૌથી મહત્ત્વના |
પ્રશ્નોમાંનો એક છે. | |
1:00:52 | આખા ભારતમાં |
ઘણાં મંદિરો છે, | |
1:00:55 | આખી દુનિયામાં ઘણી મસ્જિદો છે, |
આખી દુનિયામાં ઘણાં દેવળો છે, | |
1:01:00 | અને ત્યાંના પૂજારીઓ |
સરસ શણગારેલા હોય છે, | |
1:01:03 | સુંદર પોશાક, |
ઘણા ચંદ્રકો... વગેરે. | |
1:01:11 | આ એક સમસ્યા |
પ્રાચીન કાળથી રહી છે. | |
1:01:16 | પૂજારી અને રાજા. |
1:01:21 | પૂજારી સત્તા ઇચ્છતો હતો. |
1:01:25 | રાજા પણ સત્તા ઇચ્છતો હતો. |
1:01:28 | પરંતુ પૂજારી અધિક શક્તિશાળી હતો, |
1:01:30 | કારણ કે તે જ |
લખતો, વાંચતો, | |
1:01:37 | અને રાજાએ તેની આમન્યા રાખવી પડતી |
કારણ કે તે વધારે વિદ્વાન હતો - | |
1:01:41 | અથવા તો એમ માનવામાં આવતું. |
1:01:43 | અને છેવટે રાજાએ કહ્યું, |
'આ તો કંઈ બરાબર નથી' | |
1:01:47 | અને આમ પૂજારી અને |
રાજા વચ્ચે લડાઈ થઈ. | |
1:01:50 | આ ઐતિહાસિક છે - |
તમને આના ઘણા પુરાવાઓ મળશે. | |
1:01:55 | અને રાજા જીત્યો. |
અને કહ્યું, 'તમે તમારી જગ્યાએ રહો.' | |
1:02:03 | પરંતુ પૂજારી પણ |
સત્તા ઇચ્છતો હતો. | |
1:02:07 | તમે આ બધું જાણો છો, નહીં કે? |
આ અત્યારે પણ બની રહ્યું છે. | |
1:02:14 | અને પોપ પાસે ત્રણ મુગટો છે |
- આધ્યાત્મિક, પ્રાદેશિક વગેરે. | |
1:02:24 | આમ સંસદમાં ઝઘડો થયો |
… અને પૂજારી વચ્ચે, | |
1:02:33 | એટલે પૂજારીને બહાર કાઢવામાં આવ્યો. |
1:02:38 | તો, તેમણે ધાર્મિક રહેવાનું હતું. |
1:02:41 | ધર્મના માળખાની રચના થઈ ગઈ હતી. |
હું 'ધર્મ' શબ્દમાં નહીં જાઉં. | |
1:02:49 | તેનો અર્થ એક સમયે |
ઘણો વિકટ હતો, | |
1:02:54 | પણ અત્યારે તે એક પ્રતીક, કર્મકાંડ, |
અંધશ્રદ્ધા બની ગયો છે. | |
1:03:05 | આ દેશમાં તે એક |
અંધશ્રદ્ધા છે, કર્મકાંડ છે, | |
1:03:12 | પ્રતીકનું પૂજન છે. |
1:03:15 | આખી દુનિયામાં વારેવારે આનું જ |
1:03:17 | પુનરાવર્તન થાય છે - |
આ ત્રણનું મિશ્રણ. | |
1:03:23 | અને શું તે ધર્મ છે? |
પારસી, હિન્દુ, મુસ્લિમ, | |
1:03:29 | ખ્રિસ્તી, બૌદ્ધ |
- તે ધર્મ છે? | |
1:03:34 | કે પછી ધર્મ કશુંક |
તદ્દન વિશિષ્ટ છે? | |
1:03:42 | હું તમને સૌને અસ્વસ્થ કરવા બદલ દિલગીર છું. |
પરંતુ શું તે ધર્મ છે? | |
1:03:51 | દિવસમાં ત્રણ વાર |
મંદિર જવું, | |
1:03:56 | મુસ્લિમો રોજ પાંચ વાર, |
1:04:04 | અને બૌદ્ધ લોકો વગેરે. |
1:04:06 | શું તે ધર્મ છે કે પછી ધર્મ |
કશુંક તદ્દન વિશિષ્ટ છે? | |
1:04:12 | એનો કર્મકાંડો સાથે, પ્રતીકો સાથે |
કોઈ જ સંબંધ નથી. | |
1:04:20 | કારણ કે આ બધું |
માણસે શોધેલું છે, | |
1:04:25 | કારણ કે પૂજારીઓને |
સત્તા, હોદ્દો જોઈતાં હતાં, | |
1:04:27 | તેથી તેઓએ નવી ટોપીઓ, નવાં વસ્ત્રો પહેર્યાં, |
અને લાંબી દાઢીઓ વધારી, | |
1:04:35 | અથવા તો માથે મુંડન કરાવ્યું. |
1:04:40 | આમ, આ બધું ધર્મ કહેવાય છે. |
1:04:48 | એક સાધારણ વિચારશીલ, |
બુદ્ધિશાળી માણસ, | |
1:04:52 | કહેશે કે, 'આ બધું વાહિયાત છે, |
તદ્દન વાહિયાત.' | |
1:05:00 | પરંતુ જો તે આ બધું એક બાજુ કાઢી નાખે, |
હકીકતમાં એક બાજુ કાઢી નાખે, દૂર મૂકી દે, | |
1:05:06 | એક હિન્દુ તરીકે પોતાનાં |
અંધશ્રદ્ધાઓ, પ્રતીકો, | |
1:05:10 | પૂજા, પ્રાર્થનાઓ |
વગેરે બધું. | |
1:05:14 | અને એક ખ્રિસ્તી તેમ કરે, |
બૌદ્ધ તેમ કરે, | |
1:05:17 | તો ત્યાર પછી ધર્મ શું છે? |
1:05:19 | તે એક ગંભીર માણસ છે, |
1:05:21 | તે માત્ર શાબ્દિક રમતો કરતો નથી - |
યુદ્ધખોર નહીં, પણ શબ્દખોર. | |
1:05:30 | તો ધર્મ શું છે? |
1:05:37 | આપણે સૌ સાથે મળીને વાત કરી રહ્યા છીએ - |
1:05:40 | વક્તા કોઈ કાયદો કે અધિકાર મુજબ |
વાત કરતો નથી, | |
1:05:46 | તે કહે છે, 'આપણે સૌ તેના વિષે વાત કરીએ, |
તપાસ કરીએ, | |
1:05:50 | તેમાં ઊંડા ઉતરીએ.' |
1:05:57 | આપણાં મગજ સતત બબડાટ |
કર્યા કરતાં હોય છે. | |
1:06:02 | એક સેકંડ પણ ચૂપ નથી રહેતાં. |
શું તમે તે નોંધ્યું નથી? | |
1:06:09 | બબડાટ, બબડાટ, |
બબડાટ કરે, અથવા કલ્પનાઓ કરે, | |
1:06:14 | અથવા સતત કામ કર્યા કરે. |
1:06:21 | તમે એ જાણો છો, નહીં કે? |
1:06:25 | અને ક્યારેય શાંતિની એક પળ |
પણ નથી હોતી. | |
1:06:29 | અને તે શાંતિમાં પણ |
કંઈક રટણ રહે છે: | |
1:06:34 | 'રામ, રામ', |
અથવા જે કંઈ તમે રટતા હો તે. | |
1:06:37 | જયારે તમે રટ્યા જ કરો, |
ત્યારે તમારું મગજ બહુ મૂઢ બની જાય છે. | |
1:06:43 | ખરું? તમે આની સાથે સંમત છો? |
1:06:47 | જો તમે યાંત્રિક રીતે કંઈક રટણ કર્યા કરો, |
1:06:52 | કોઈ શબ્દ, |
કે બીજું કંઈ પણ, | |
1:06:56 | તો ધીરેધીરે તમારું મગજ |
રટણને લીધે મૂઢ અને ચૂપ થઇ જાય છે, | |
1:07:04 | અને તે શાંતિ તમને કશુંક |
અદ્દભુત હોય એમ લાગે છે. | |
1:07:09 | હું જે કહું છું તે તમે સમજો છો? |
શું તમે સૌ ઊંઘમાં છો? | |
1:07:14 | કે પછી આપણે સૌ એકબીજા સાથે |
વાતો કરવા માટે જાગીએ છીએ? | |
1:07:19 | આ રટણ, |
શારીરિક રીતે, કે જાતીય રીતે, | |
1:07:24 | સતત રટણ, રટણ, રટણ, |
1:07:27 | માત્ર શરીરને અને જીવતંત્રને જ નહીં, |
પરંતુ મગજને પણ મૂઢ કરી નાખે છે. | |
1:07:35 | અને જયારે તે મૂઢ બની જાય, |
ત્યારે તમે માનો છો કે તે શાંત છે. | |
1:07:44 | ઓહોહો! |
1:07:47 | તેથી, જો તમે એ બધી મૂર્ખામીને |
એક બાજુ કાઢી નાખો - | |
1:07:53 | વક્તા માટે |
એ પૂરેપૂરી મૂર્ખામી છે, | |
1:07:57 | સર્કસમાં જવા જેવું છે - |
વક્તા માટે, તમારા માટે નહીં. | |
1:08:06 | પરંતુ આપણે વિમર્શ કરી રહ્યા છીએ, |
1:08:08 | સાથે મળીને વાત કરી રહ્યા છીએ. |
1:08:10 | હું તમને મનાવતો નથી, |
પ્રભાવ પાડતો નથી - એવું કંઈ કરતો નથી. | |
1:08:16 | માટે, આપણે તપાસ કરવી પડે કે |
ધ્યાન શું છે, શાંતિ શું છે? | |
1:08:26 | શાંતિ અવકાશ પૂરો પાડે છે. |
તમે એક નાનકડી જગ્યામાં શાંત ન રહી શકો. | |
1:08:33 | અવકાશ. |
1:08:36 | માટે આપણે ધ્યાન, અવકાશ, સમયના |
પ્રશ્નમાં જવું પડે, | |
1:08:45 | અને એ જોવું પડે કે શું |
સમયનો અંત છે ખરો. | |
1:08:50 | તમે સમજો છો? 'મને કહો કે ધ્યાન |
કેવી રીતે ધરવું', એવું નહીં. | |
1:08:58 | તમે સમજો છો, સર? |
1:09:01 | હું તમને એ નથી કહી રહ્યો |
કે ધ્યાન કેવી રીતે ધરવું. | |
1:09:05 | અત્યારે તમારું ધ્યાન |
કશાકની પ્રાપ્તિ છે. | |
1:09:10 | 'ધ્યાન' શબ્દનો અર્થ છે |
કશાકનું ચિંતન કરવું - | |
1:09:18 | શબ્દકોશમાં તમને આ મળશે - |
ચિંતન કરવું, | |
1:09:21 | વિચાર કરવો, તોલવું, |
કાળજીપૂર્વક ચકાસવું. | |
1:09:27 | અને તેનો અર્થ 'માપવું' પણ છે. |
સંસ્કૃતમાં 'મા' એટલે માપવું. | |
1:09:35 | તો, અત્યારે ધ્યાન જે છે, |
તે છે | |
1:09:41 | રટણ, જે મગજને મૂઢ બનાવે છે, |
અને એટલે કહો કે, 'આખરે!'. | |
1:09:49 | તે મૂઢ બને છે, |
અને તેથી શાંત પડી જાય છે. | |
1:09:57 | અને તમને લાગે છે કે તમે કોઈ |
જબરદસ્ત વસ્તુ પ્રાપ્ત કરી છે. | |
1:10:02 | અને તમે ચારેબાજુ બીજા લોકોને |
આમ કરવા કહો છો. | |
1:10:05 | અને બિચારા, ભોળા લોકો |
કહે છે, 'હા, હા'. | |
1:10:13 | તો આપણે આ બધા વિષે |
હવે વાત કરીશું. | |
1:10:18 | દસ વાગ્યા ઉપર પાંચ મિનિટ થઈ છે. |
શું તમે આગળ વધવા માગો છો? | |
1:10:24 | હું કામ કરું છું કે તમે કામ કરો છો? |
1:10:27 | પ્રઃ સાથે મળીને. |
કૃ: તમે ચોક્કસ છો? | |
1:10:30 | પ્રઃ અમે ચોક્કસ છીએ. |
1:10:37 | કૃ: સાધારણ રીતે |
જે ધ્યાન કરવામાં આવે છે, | |
1:10:43 | તે આ મૂઢતાનો વિકાસ કરવા માટે છે. |
1:10:54 | અને તેથી ધીરેધીરે મગજને |
તાબામાં લઈને શાંત પાડી દે છે. | |
1:11:01 | અને જો તમને શાંતિ લાગે, તો તમે કહો, |
'હે પ્રભુ, દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે.' | |
1:11:08 | વક્તા માટે તે |
ધ્યાન છે જ નહીં. | |
1:11:14 | ધ્યાન કેવી રીતે કરવું એવું ન પૂછો. |
1:11:17 | એ એક સુથારને એવું પૂછવા બરાબર છે કે |
સુંદર કબાટ કેવી રીતે બનાવવું. | |
1:11:25 | જો તે એક સારો સુથાર હશે, |
તો તમારે તેને કહેવું નહીં પડે. | |
1:11:32 | માટે, આપણે એવું નથી પૂછતાં |
કે ધ્યાન કેવી રીતે કરવું, | |
1:11:35 | પરંતુ આપણે પૂછીએ છીએ કે ધ્યાન એટલે શું? |
બંને વસ્તુઓ તદ્દન ભિન્ન છે. | |
1:11:44 | કેવી રીતે ધ્યાન નહીં, પરંતુ શું છે ધ્યાન? |
1:11:49 | સામાન્ય રીતે જે કરવામાં આવે છે, |
તે ઉપલબ્ધિઓની હારમાળા છે. | |
1:11:55 | અને તમે કહો છો, |
'બુદ્ધ પ્રબુદ્ધ છે’. | |
1:11:58 | હું નથી જાણતો કે એનો અર્થ શું, |
પણ એથી કશો ફરક નથી પડતો. | |
1:12:04 | તો, જયારે તમે સરખામણી કરો, |
જે છે ધ્યાન - | |
1:12:10 | મેં પહેલાં કહ્યું તેમ સંસ્કૃતમાં |
'મા'નો અર્થ છે 'માપવું'. | |
1:12:14 | 'હું આજે આવો હતો, |
હું આવતીકાલે વધારે સારો થઈશ.' | |
1:12:19 | એ છે માપણી. |
1:12:22 | તો, માપણીનું ધ્યાનમાં |
કોઈ સ્થાન નથી. | |
1:12:30 | ગ્રીક સંસ્કૃતિ આવ્યા બાદ |
માપણીનું સ્થાન ઊંચું બની ગયું. | |
1:12:38 | માપણી બધી જ પ્રૌદ્યોગિક બાબતોમાં |
જરૂરી છે - | |
1:12:43 | બધી જ પ્રૌદ્યોગિક બાબતો, |
તમે એક ખુરશી બનાવો, | |
1:12:48 | કે ચંદ્ર ઉપર જવા માટે અટપટું |
અવકાશયાન બનાવો. | |
1:12:58 | માપણી જરૂરી છે. |
1:13:01 | તો આપણે કહીએ છીએ કે, |
ધ્યાનનો ભાવાર્થ છે | |
1:13:07 | બધી સરખામણી અને માપણીમાંથી |
સંપૂર્ણ મુક્તિ. | |
1:13:11 | હવે, આ અઘરું છે |
1:13:17 | કારણ કે, ધ્યાન કશુંક |
અદ્દભુત છે, | |
1:13:22 | જો તમે જાણતા હો કે શું કરવાનું છે તો |
- તમે નહીં, ધ્યાન. | |
1:13:27 | ધ્યાન કરનાર અને ધ્યાન |
એ બે જુદાં છે. | |
1:13:33 | જ્યાં સુધી ધ્યાન કરનાર છે, |
ત્યાં સુધી ધ્યાન નથી. | |
1:13:42 | તમે આ બધું સમજો છો? |
1:13:45 | કારણ કે ધ્યાન કરનારને |
પોતાની સાથે નિસબત છે - | |
1:13:48 | પોતે કેવી પ્રગતિ કરે છે, |
પોતે શું કરે છે, | |
1:13:51 | 'મને આશા છે કે હું આવતીકાલે |
વધારે સારો થઈશ', વ્યગ્રતા, | |
1:13:56 | ધ્યાનમાં |
કોઈ ધ્યાન કરનાર હોતું જ નથી. | |
1:14:01 | એક વાર તમે આ જાતે જ જુઓ, |
1:14:04 | આનું સૌંદર્ય, આનું ઊંડાણ, |
આની બારીકાઈ જુઓ. | |
1:14:11 | એટલે, ધ્યાનની પ્રસ્થાપિત રીત |
એ ધ્યાન નથી. | |
1:14:19 | નદીકિનારે બેસવું અને જોયા કરવું વગેરે... |
તમે જાણો છો - | |
1:14:23 | મગજને વધુ ને વધુ |
મૂઢ બનાવે છે, | |
1:14:26 | અને તમે કહો, 'હા, મેં એક કલાક ગાળ્યો, |
અદ્દભુત', | |
1:14:30 | અને તમે બીજાને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરો, |
ચરણસ્પર્શ કરો. | |
1:14:34 | જો કે, મહેરબાની કરીને |
મારો ચરણસ્પર્શ કરતા નહીં. | |
1:14:37 | તે એક માણસ તરીકે |
સૌથી વધુ ગૌરવહીન છે. | |
1:14:42 | તમે ઇચ્છો ત્યાં સુધી |
મારો હાથ પકડી શકો, | |
1:14:46 | પરંતુ કોઈના પગ નહીં, |
તે અમાનવીય, ગૌરવહીન છે. બરાબર. બરાબર. | |
1:14:53 | માટે, ધ્યાન એ એવું કશુંક છે |
જેનો મહાવરો થઈ ન શકે, | |
1:15:00 | જેમ તમે વાયોલિન કે પિયાનોનો મહાવરો કરો તેમ. |
1:15:06 | ગાવામાં તમે મહાવરો કરો છો. |
1:15:09 | એનો અર્થ એ કે તમે અમુક સ્તરની |
સર્વોત્કૃષ્ટતાએ પહોંચવા માગો છો. | |
1:15:15 | અને ધ્યાનમાં કોઈ સ્તર નથી, |
કશું પ્રાપ્ત કરવાનું નથી. | |
1:15:21 | તેથી તે સભાનપણાનું, |
ઈરાદાપૂર્વકનું ધ્યાન નથી. | |
1:15:29 | મને આશ્ચર્ય છે કે તમે |
આ બધું સમજો છો કે કેમ. | |
1:15:32 | એવું એક ધ્યાન છે |
જે પૂર્ણપણે દિશાહીન છે, | |
1:15:40 | પૂર્ણપણે, જો હું આ શબ્દ વાપરી શકું તો, |
અભાન. | |
1:15:45 | એ કોઈ ઈરાદાપૂર્વકની પ્રક્રિયા નથી. |
ચાલો, છોડો આ વાતને. | |
1:15:51 | આપણે આ વાતમાં ઘણો સમય |
ગાળી શકીએ - એક કલાક, વધારે, | |
1:15:54 | એક આખો દિવસ, |
આ શોધવા માટે તમારું આખું જીવન. | |
1:16:03 | અને આપણે અવકાશ વિષે પણ |
વાત કરવી જોઈએ, | |
1:16:08 | કારણ કે તે ધ્યાન છે. |
1:16:13 | અવકાશ - આપણાં મગજમાં |
જરા પણ અવકાશ નથી. | |
1:16:18 | તમે આ સમજ્યા છો, સર? |
અવકાશ નથી. | |
1:16:23 | બે સંઘર્ષો વચ્ચે, બે વિચારો વચ્ચે |
ખાલી જગ્યા છે, | |
1:16:31 | પરંતુ છતાં એ બધું કાયમ |
વિચારના ક્ષેત્રમાં જ રહે છે. | |
1:16:37 | અવકાશ એટલે શું? |
1:16:47 | શું અવકાશમાં સમય સમાવિષ્ટ છે? |
1:16:53 | કે પછી, સમયમાં બધો અવકાશ સમાયેલો છે. |
1:17:01 | આપણે સમય વિષે વાત કરી. |
1:17:04 | શું હું ટૂંકમાં તેની વાત કરી શકું, |
1:17:07 | જોકે લગભગ |
સવાદસ વાગ્યા છે - | |
1:17:09 | પછી તમને અહીં રોકી રાખવા બદલ |
મને દોષ નહીં આપતા. | |
1:17:13 | સમય - હું બહુ ટૂંકમાં તે |
વાત કરીશ, | |
1:17:16 | જો તમને સમજ ન પડે તો |
હું દિલગીર છું – સમય ગઈકાલ છે - | |
1:17:22 | બધી સ્મૃતિઓ, |
બધા બનાવો, | |
1:17:25 | બધા ઝઘડાઓ, |
અનિશ્ચિતતાઓ, | |
1:17:28 | અને લાંબી, પચીસ |
લાખ વર્ષોની સ્મૃતિઓ - | |
1:17:34 | એ બધું ગઈકાલ છે. |
1:17:37 | અને વર્તમાન એ પરિસ્થિતિ છે, |
જે અત્યારે ઘટી રહી છે. | |
1:17:43 | બધો ભૂતકાળ અત્યારે |
સંજોગો દ્વારા, સમય દ્વારા, ઘટનાઓ દ્વારા | |
1:17:49 | ફેરફાર પામી રહ્યો છે. |
1:17:53 | અને ભવિષ્ય ફેરફાર પામી રહ્યું છે, |
1:17:57 | સમયની અંદર ભવિષ્ય તરીકે ઘડાઈ રહ્યું છે. |
1:18:03 | એટલે કે, ભૂતકાળ પોતાનામાં |
વર્તમાનમાં ફેરફાર કરીને | |
1:18:09 | ભવિષ્ય બને છે. |
1:18:15 | આમ, બધો સમય, ભવિષ્ય, |
વર્તમાન અને ભૂતકાળ | |
1:18:22 | અત્યારની પળમાં સમાવિષ્ટ છે. |
1:18:26 | કૃપા કરીને, સંમત ન થતા, |
આ સૌથી વધુ… | |
1:18:29 | આ અસાધારણ |
રહસ્ય પ્રગટ કરે છે, | |
1:18:32 | કારણ કે આ કર્મ માગી લે છે |
- માત્ર કહેવા પૂરતી સંમતિ નહીં કે, | |
1:18:36 | 'હા, હું ઘરે જાઉં છું…' |
અને પછી તમારું જીવન એમ ને એમ ચાલુ રાખો. | |
1:18:43 | સમગ્ર સમય - ભવિષ્ય, |
વર્તમાન અને ભૂતકાળ, અત્યારની પળ છે. | |
1:18:53 | માટે, કર્મ અત્યારે ફેરફાર કરે છે, |
આવતીકાલે નહીં. | |
1:18:58 | 'હું આવતીકાલે સારો થઈશ'. |
1:19:02 | એટલે બધું કર્મ, બધો વિચાર, |
1:19:07 | બધો સમય અત્યારે જ છે. |
1:19:14 | આપણે તે વિષે વાત કરી. |
હું વધુ આગળ નહીં જાઉં. | |
1:19:19 | તો અવકાશ શું છે? |
1:19:24 | તેની કલ્પના ન કરતા કારણ કે |
એ માત્ર તમારો વિચાર જ કલ્પના કરે છે | |
1:19:27 | કે અવકાશ આવો છે, |
સ્વર્ગ છે. | |
1:19:32 | હું તમને એક બહુ મજાનો ટુચકો કહું. |
કહું હું? | |
1:19:37 | પ્રઃ જરૂર, જરૂર. |
1:19:43 | કૃ: આ નરક છે, |
અને ત્યાં દૂર શયતાન છે. | |
1:19:49 | હું કોઈની તરફ આંગળી નથી ચીંધી રહ્યો! |
1:19:54 | શયતાન દૂર ખૂણામાં છે |
- તમે જાણો છો, | |
1:19:58 | ખ્રિસ્તી શયતાન |
બે શીંગડાં અને પૂંછડીવાળો - | |
1:20:01 | અને ત્યાં બે લોકો |
વાતો કરી રહ્યા છે. | |
1:20:05 | એક માણસ બીજાને કહે છે, |
'અહીં બહુ ગરમી છે, નહીં?' | |
1:20:09 | નરક - બહુ ગરમી. |
બીજો માણસ કહે છે, | |
1:20:12 | 'હા, બહુ ગરમી છે, પણ સૂકી ગરમી.' |
1:20:23 | આ ટુચકો નથી? રમુજી માણસો. |
ભલે, સર. | |
1:20:31 | મારી પાસે ઘણા ટુચકાઓ છે, |
હું તે શરુ નહીં કરું. | |
1:20:36 | તો અવકાશ શું છે? |
1:20:39 | જો અવકાશમાં સમય સમાવિષ્ટ હોય, |
તો તે અવકાશ નથી. | |
1:20:46 | તો તેની હદ ચારેકોરથી બંધાયેલી છે, |
સીમિત છે. | |
1:20:51 | તો, શું મગજ સમયથી |
મુક્ત થઈ શકે? | |
1:20:59 | સર, આ અતિ મહત્ત્વનો, |
પ્રચંડ પ્રશ્ન છે. | |
1:21:03 | તમે આ સમજતા હો એમ લાગતું નથી. |
1:21:11 | જો સમગ્ર જીવન અત્યારની પળમાં |
સમાયેલું હોય, | |
1:21:16 | તો એનો અર્થ શું એ તમે જુઓ છો? |
1:21:20 | સમગ્ર માનવજાત તમે છો. |
1:21:25 | સમગ્ર માનવજાત, |
તમે સહન કરો છો, તેથી બીજો માણસ સહન કરે છે, | |
1:21:28 | વ્યગ્રતા, દર્દ વગેરે. |
1:21:32 | તેની ચેતના એ તમે છો. |
1:21:35 | તમારી ચેતના, |
તમારું અસ્તિત્વ, એ તે છે. | |
1:21:41 | તમે અને હું, એવું કંઈ નથી, |
જે અવકાશને સીમિત કરે છે. | |
1:21:51 | તો, શું સમયનો અંત છે ખરો? |
1:21:59 | ઘડિયાળનો નહીં, તે તો |
તમે ચાવી ન આપો એટલે બંધ પડી જાય. | |
1:22:04 | સમયની સંપૂર્ણ ગતિનો અંત. |
1:22:09 | સમય ગતિ છે, |
બનાવોની, હિલચાલોની હારમાળા છે. | |
1:22:17 | વિચાર હિલચાલોની હારમાળા છે, |
માટે સમય વિચાર છે. | |
1:22:23 | તો આપણે પૂછીએ છીએ: |
જો અવકાશમાં સમય સમાવિષ્ટ હોય - | |
1:22:30 | ગઈકાલ, આવતીકાલ વગેરે. |
- તો તે અવકાશ નથી. | |
1:22:37 | માટે, શું સમયનો અંત છે ખરો? |
1:22:41 | એનો અર્થ એ કે |
શું વિચારનો અંત છે ખરો? | |
1:22:45 | એનો અર્થ એ કે |
શું જ્ઞાનનો અંત છે ખરો? | |
1:22:50 | એટલે કે, શું અનુભવનો અંત છે ખરો? |
1:22:57 | જે છે સંપૂર્ણ મુક્તિ. |
1:23:03 | અને આ છે ધ્યાન - |
1:23:07 | નહીં કે નદીકિનારે બેસવું અને |
જોયા કરવું વગેરે... | |
1:23:10 | તે બધું તો ખૂબ બાલિશ છે. |
1:23:13 | આ માત્ર અતિશય પ્રમાણમાં |
બુદ્ધિ જ નહીં, પરંતુ અંતર્દૃષ્ટિ | |
1:23:20 | પણ માગે છે - કૃપા કરી |
આ શબ્દનો પ્રયોગ ફરી ન કરતા - | |
1:23:26 | આ બધામાં અંતર્દૃષ્ટિ - |
1:23:33 | ભૌતિકશાસ્ત્રવિદ્, કળાકાર, |
1:23:39 | ચિત્રકાર, કવિ વગેરે |
પાસે સીમિત અંતર્દૃષ્ટિ હોય છે. | |
1:23:46 | સીમિત, અલ્પ. |
1:23:49 | આપણે વાત કરી રહ્યા છીએ |
સમયહીન અંતર્દૃષ્ટિની. | |
1:23:57 | તો આ છે ધ્યાન. |