જ્યાં સુધી કોઈ મધ્યસ્થ છે, ત્યાં સુધી ધ્યાન નથી
Rajghat - 22 November 1985
Public Talk 3
2:13 | K: Would anybody like | કૃ: કોઈને પણ અહીંયાં |
to come and sit here? | આવીને બેસવું ગમશે? | |
2:16 | I really mean it, sir. | હું ખરેખર કહું છું, સર. |
You can come. | તમે આવી શકો છો. | |
2:30 | Q: Sir, may I come? | પ્ર: સર, હું આવી શકું? |
K: Do, yes. | હા, આવો. | |
2:40 | K: Or would you like to come up here? | કૃ: અથવા તમને આ તરફ આવવું ગમશે? |
This is alright, sir. | આ બરાબર છે, સર. | |
2:52 | Two gurus. | બે ગુરુઓ. |
2:59 | Q: Only one. | પ્ર: માત્ર એક જ. |
3:14 | K: Is this alright? | કૃ: આ બરાબર છે? |
3:36 | This is the last talk. | આ છેલ્લું પ્રવચન છે. |
3:47 | We’re going to talk over together | આપણે સાથે મળીને આજની સવારે |
3:50 | a great many things this morning, | ઘણીબધી મહાન બાબતોની વાતો કરવાના છીએ, |
a great many things, | ઘણીબધી મહાન બાબતોની, | |
4:00 | and as we said, | અને અમે કહ્યું તે પ્રમાણે, |
we’re not the only speaker. | માત્ર અમે જ વક્તા નથી. | |
4:11 | You and the speaker are partaking, | આપણે જે આખીયે સમસ્યા અથવા બાબતો વિષે |
sharing together | ચર્ચા કે વાતચીત કરવાના છીએ, | |
4:20 | the whole problem, or issues that | તેમાં તમે અને વક્તા સાથે મળીને |
we are going to discuss, talk over. | ભાગ લઈ રહ્યા છીએ. | |
4:27 | As we said, | આપણે કહ્યું તે પ્રમાણે, |
you are participating in it, | તમે તેમાં સહભાગી છો, | |
4:33 | not just listening casually | માત્ર સહેજ સાંભળવાનું નથી |
or something that you must listen to, | અથવા એવું કંઈ નથી કે તમારે સાંભળવું જ પડે, | |
4:41 | but together we are going | પરંતુ આપણે સાથે મળીને |
to talk over many things. | ઘણી વસ્તુઓની વાતો કરીશું. | |
4:50 | We’ve dealt with, in the last two | આપણે આગલાં બે પ્રવચનો અને એક ચર્ચા દરમ્યાન |
talks and a discussion, many things: | ઘણી વસ્તુઓની ઊંડાણમાં વાતો કરી છે: | |
5:03 | fear and all the travails of man, | ભય અને માનવની સઘળી વેદનાઓ, |
5:14 | the problems that we have, | આપણી સમસ્યાઓ, |
5:18 | those problems | એવી સમસ્યાઓ |
which we never seem to resolve, | જેનો આપણે કદી નિવેડો લાવી શકતા નથી, | |
5:24 | and we still carry them. | અને જેનું આપણે અત્યાર સુધી વહન કરીએ છીએ. |
5:27 | We went into that carefully. | આપણે કાળજીપૂર્વક તેની વાત કરી. |
5:32 | The problems exist because | સમસ્યાઓનું અસ્તિત્વ છે કારણ કે |
our minds are filled with problems | આપણાં મન સમસ્યાઓથી ભરાયેલાં છે, | |
5:38 | therefore there is no freedom | અને માટે કોઈ પણ સમસ્યા સામે જોવાની |
to look at any problem. | મુક્તિ રહી જ નથી. | |
5:43 | This is not the time | તેમાં અત્યારે જવાનો |
to go into it now – | આ સમય નથી - | |
5:46 | we went into it very carefully. | આપણે ખૂબ કાળજીપૂર્વક તે વાત કરી છે. |
5:50 | And also we went into | અને આપણે વિચાર અંગેના પ્રશ્નમાં |
the question of thought: | ઊંડાણથી વાત કરી: | |
5:56 | why thought has made this life | કેમ વિચારે આ જીવનને |
so utterly impossible. | તદ્દન અશક્ય બનાવી દીધું છે. | |
6:06 | Thought has brought about | વિચારે વિપુલ પ્રમાણમાં |
a great deal of conflict – | સંઘર્ષ આણ્યો છે - | |
6:11 | wars for two and a half | પચીસ લાખ વર્ષોથી |
million years – | ચાલતાં યુદ્ધો - | |
6:18 | that means practically every year | એનો અર્થ કે લગભગ દર વર્ષે આપણે |
we kill each other, | એકબીજાની હત્યા કરીએ છીએ, | |
6:25 | in the name of god, | ભગવાનના નામે, |
in the name of patriotism – | દેશભક્તિના નામે - | |
6:34 | my country against your country, | મારા દેશની વિરુદ્ધ તમારો દેશ, |
6:38 | our religion against your religion | અમારા ધર્મની વિરુદ્ધ તમારો ધર્મ |
and so on. | વગેરે. | |
6:44 | War after war, | યુદ્ધ પછી બીજું યુદ્ધ, |
not perhaps in Benares – | કદાચ બનારસમાં નહીં - | |
6:51 | here you’re fairly | અહીં તમે વાસ્તવિક દુનિયાથી |
off the real world, | ખાસ્સા દૂર છો, | |
6:58 | but we are facing wars every year. | પરંતુ આપણે દર વર્ષે |
યુદ્ધોનો સામનો કરીએ છીએ. | ||
7:08 | And we also talked about | અને આપણે વિચારના મૂળ સ્વભાવ વિષે |
the nature of thought, | પણ વાત કરી, | |
7:14 | why thought divides man, | કેમ વિચાર માનવોને વિભાજીત કરે છે, |
or brings them together | અથવા તેમને કોઈ એક યોજના મુજબ | |
7:21 | to do a certain project, | કામ કરવા માટે સાથે લાવે છે, |
like going to the moon. | જેમ કે ચંદ્ર ઉપર જવું. | |
7:27 | To build that rocket, | તે રૉકેટ બનાવવા માટે, |
probably you had to have | કદાચ ૩૦૦૦૦૦ થી વધારે | |
7:32 | over 300,000 people, | લોકોની જરૂર પડી હશે, |
7:35 | everybody doing | જેમાંનું દરેક જણ પોતાનું કામ |
their little job perfectly. | કોઈ ખામી વિના કરતું હોય. | |
7:40 | Either we get together in a crisis | કાં તો આપણે યુદ્ધ જેવા કટોકટીના સમયે |
like war, which is born of hatred, | સાથે મળીએ છીએ, જે વેરભાવમાંથી ઉદ્ભવે છે, | |
7:48 | or we come together | અથવા આપણે કોઈ રાષ્ટ્રીય મુદ્દા |
for some national issue, | ઉપર એકમત થઈએ છીએ, | |
7:58 | or we come together | અથવા આપણે કોઈ મહાન આફત આવે |
when there is a great crisis | ત્યારે એક સાથે થઈએ છીએ, | |
8:03 | like earthquakes, volcanic eruptions, | જેમ કે ધરતીકંપ, જ્વાળામુખી ફાટવો, |
natural incidents and so on. | કુદરતી હોનારતો વગેરે. | |
8:16 | Apart from that, | તે સિવાય, |
we never get together. | આપણે ક્યારેય એક સાથે થતા નથી. | |
8:25 | Now this morning, | હવે આજની સવારે, |
if I may most respectfully suggest, | હું આદરપૂર્વક સૂચવું છું, | |
8:30 | that we all get together, | કે અહીં બેઠેલાં આપણે બધાં |
as we are all sitting together, | એકસાથે મળીએ, | |
8:36 | and gather energy so that | અને શક્તિ એકઠી કરીએ, જેથી |
we can think out very clearly | આપણે જે વિભિન્ન મુદ્દાઓ ઉઠાવવાના છીએ | |
8:46 | the various issues that we are | તેને વિષે બહુ સ્પષ્ટતાથી વિચારી શકીએ. |
going to raise. Together. | સાથે મળીને. | |
8:54 | That means you are | એનો અર્થ એ કે તમે |
actively thinking, actively hearing, | સક્રિયપણે વિચારશો, સક્રિયપણે સાંભળશો, | |
9:08 | to activate our brains | આપણાં મગજો જે ઘણાં સુસ્ત છે |
which are rather sluggish – | તેમને સક્રિય કરશો - | |
9:15 | forgive me for pointing this out – | મને આ કહેવા બધા ક્ષમા કરજો - |
9:19 | sluggish, slow, monotonous, | સુસ્ત, ધીમાં, એકધારાં, |
repetitive and so on. | પુનરાવર્તનભર્યાં વગેરે. | |
9:29 | So we, together this morning, | એટલે, આજની સવારે આપણે સાથે મળીને, |
keeping our brains alert – | પોતાનાં મગજોને સચેત રાખીને - | |
9:37 | I’m not insulting, | હું અપમાન નથી કરી રહ્યો, |
I’d like to insult, but I won’t. | હું અપમાન કરવા માગું છું, પણ હું કરીશ નહીં. | |
9:47 | That’s only a joke! | તે માત્ર એક મજાક છે! |
9:52 | To keep not only | માત્ર શારીરિક જીવતંત્રને |
the physical organism active, | સક્રિય રાખવા પૂરતું જ નહીં, | |
10:00 | because that gives energy: | કારણ કે તે આપણને શક્તિ આપે છે: |
10:04 | different forms of walking, | જુદીજુદી રીતે ચાલવું, |
swimming, | તરવું, | |
10:08 | and different types | અને વિશિષ્ટ પ્રકારનાં |
of yogic asanas and so on, | યોગાસનો વગેરે, | |
10:14 | but also to have | પણ એક બહુ જ સ્પષ્ટ |
a very clear, active brain, | અને સક્રિય મગજ હોવું, | |
10:23 | not a specialised brain | કોઈ વિશેષિત મગજ નહીં, |
as a philosopher, as a scientist, | જેમ કે કોઈ તત્ત્વજ્ઞાની, કોઈ વૈજ્ઞાનિક, | |
10:35 | as a physicist and so on. | કોઈ ભૌતિકશાસ્ત્રવિદ્ વગેરે. |
10:40 | Those specialised brains | વિશેષિત મગજો |
become very narrow. | બહુ સંકુચિત બની જાય છે. | |
10:47 | I know some friends | હું કેટલાક મિત્રોને ઓળખું છું |
who are scientists here – | જેઓ અહીં વૈજ્ઞાનિક છે - | |
10:51 | I hope I’m not insulting them. | મને આશા છે કે હું તેઓનું |
અપમાન નથી કરી રહ્યો. | ||
10:56 | Or the doctors, or the philosophers | અથવા ડૉક્ટરો, કે તત્ત્વજ્ઞાનીઓ, |
who talk about talks. | જેઓ પ્રવચનો વિષે પ્રવચન કરે છે. | |
11:06 | You understand? | તમે સમજો છો? |
See the joke? | આ મજાકને જુઓ છો? | |
11:12 | Talk about talks, | પ્રવચનો વિષે પ્રવચન - |
either Plato, Aristotle, | કાં તો પ્લેટો, એરિસ્ટોટલ, | |
11:20 | various Greek philosophers, | અનેક ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ, |
or your own. | અથવા તો તમારા પોતાના. | |
11:29 | Philosophy actually according | શબ્દકોશ મુજબ |
to the dictionary means | તત્ત્વજ્ઞાનનો ખરો અર્થ છે | |
11:34 | ‘the love of truth’, | 'સત્ય માટેનો પ્રેમ', |
‘the love of life’, | 'જીવન માટેનો પ્રેમ', | |
11:40 | ‘the love of wisdom’. | 'વિદ્વતા માટેનો પ્રેમ'. |
Not theories – | તાત્વિક સિદ્ધાંતો નહીં, | |
11:48 | adding more and more theory, | વધુ ને વધુ સિદ્ધાંતો ઉમેરવા, |
11:51 | or quoting somebody and explaining | અથવા કોઈની વાતોમાંથી અવતરણ ટાંકવાં અને |
what they have quoted. | સમજાવવું કે તેમણે ક્યાંથી ઉતારો કર્યો છે. | |
11:59 | All the universities, colleges, | આખીયે દુનિયામાં બધી યુનિવર્સીટીઓ, |
schools all over the world | કૉલેજો, સ્કૂલો | |
12:06 | are conditioning the brain. | મગજને અનુબંધિત કરી રહી છે. |
12:12 | I don’t know if you’ve ever gone | મને ખબર નથી કે તમે ક્યારેય |
into the question of learning, | શીખવાના પ્રશ્નમાં ઊંડા ઉતર્યા છો કે કેમ, | |
12:19 | what it is to learn. | શીખવું એટલે શું. |
12:22 | Now we’re going | હવે આપણે સાથે મળીને |
to find out together, | શોધી કાઢવાના છીએ કે | |
12:26 | what it means to learn. | ‘શીખવું’ એનો અર્થ શો છે. |
12:29 | We generally mean learning | સામાન્ય રીતે આપણે શીખવાનો અર્થ |
to mean memorising – | યાદ કરી લેવું એવો કરીએ છીએ - | |
12:39 | go to school, you memorise | સ્કૂલ જઈને તમે કેવી રીતે |
how to read and write, | વાંચવું અને લખવું એ યાદ કરો છો, | |
12:44 | you memorise mathematics, | ગણિત યાદ કરી લો છો, |
and so on. | વગેરે. | |
12:50 | All through school, | સ્કૂલ, કૉલેજ, |
college, university, | યુનિવર્સીટી દરમ્યાન - | |
12:55 | if you’re lucky | જો તમે ત્યાં સુધી પહોંચવા જેટલા |
to reach up to that level, | નસીબદાર હો, | |
12:58 | or unlucky to reach that level, | અથવા તો કમનસીબે ત્યાં સુધી ન પહોંચી શકો - |
you memorise. | તમે બધું યાદ કરી લો છો. | |
13:07 | And that memory | અને તે સ્મૃતિનો |
can be used actively – | સક્રિય ઉપયોગ કરી શકાય - | |
13:13 | to earn a livelihood, to gain | આજીવિકા કમાવા માટે, |
power, possessions, prestige, | સત્તા, માલમિલકત, પ્રતિષ્ઠા, | |
13:19 | patronage and so on. | સમર્થન મેળવવા માટે વગેરે. |
13:23 | So what is learning? | તો શીખવું એટલે શું? |
Is there another kind of learning? | કોઈ અન્ય પ્રકારનું શીખવું છે? | |
13:28 | We know the ordinary | આપણે સાધારણ પ્રકારના શીખવાને |
kind of learning – | જાણીએ છીએ - | |
13:32 | school, college, university. | સ્કૂલ, કૉલેજ, યુનિવર્સીટી. |
13:35 | Or learning a skill, | અથવા તો કોઈ ખાસ કારીગરી શીખવી, |
to become an excellent carpenter | શ્રેષ્ઠ સુથાર | |
13:41 | or a plumber or an excellent cook. | કે પ્લમર કે રસોઇયા બનવા માટે. |
13:53 | There are several | અહીં મારા કેટલાક |
friends of mine here | મિત્રો છે | |
13:56 | who are very good cooks | જેઓ ખૂબ સારા રસોઇયાઓ છે, |
and also very good philosophers, | અને ખૂબ સારા તત્ત્વજ્ઞાનીઓ પણ છે, | |
14:04 | and psychiatrists and physicists | અને માનસચિકિત્સકો તેમ જ ભૌતિકવિજ્ઞાનીઓ છે |
– they are all there – | - તેઓ બધા ત્યાં છે - | |
14:12 | here – not in that direction. | અહીં - તે તરફ નહીં. |
14:21 | So, what is learning? | તો, શીખવું એટલે શું? |
14:25 | Is there another kind of learning | શું કોઈ અન્ય પ્રકારનું શીખવું છે |
14:28 | which is not merely memorising? | જે માત્ર પાકું યાદ કરી લેવું એટલું જ ન હોય? |
14:34 | Have you ever thought about it? | તમે ક્યારેય એ વિષે વિચાર્યું છે? |
14:40 | When you’re memorising | જયારે તમે યાદ કરો છો ત્યારે |
your brain is filled with memories. | તમારું મગજ સ્મૃતિઓથી ભરાઈ જાય છે. | |
14:50 | That’s simple. | તે સરળ છે. |
14:52 | So, memory multiplies, | એટલે સ્મૃતિઓ વધતી રહે છે, |
keeps you somewhat alert, | તમને થોડા સચેત રાખે છે, | |
15:02 | you learn more, more, more. | તમે વધુ ને વધુ શીખતા રહો છો. |
15:06 | We’re asking you, he and I: | અમે - આ ભાઈ અને હું - તમને પૂછીએ છીએ: |
15:15 | Right, sir? | બરાબર, સર? |
15:22 | We’re asking you: | અમે તમને પૂછીએ છીએ: |
is there another kind of learning, | શું કોઈ અન્ય પ્રકારનું શીખવું છે, | |
15:30 | not merely memorising? | જે માત્ર પાકું યાદ કરી લેવું એટલું જ નથી? |
15:36 | As we said, we are together, | આપણે કહ્યું તેમ, આપણે એક સાથે છીએ, |
and our brains are active. | અને આપણાં મગજો સચેત છે. | |
15:46 | So the speaker is asking you: | તો વક્તા તમને પૂછે છે: |
15:51 | is there a different kind | કોઈ તદ્દન વિશિષ્ટ પ્રકારનું |
of learning altogether? | શીખવું છે ખરું? | |
16:01 | Q: Understanding is learning, sir. | પ્ર: સમજવું તે શીખવું છે, સર. |
K: No, sir, don’t define it yet, | કૃ: ના, સર, તેની તરત વ્યાખ્યા ન કરો, | |
16:07 | think it through, | તેમાં પૂરેપૂરું વિચારો, |
look at the question. | પ્રશ્નને જુઓ. | |
16:11 | Is there a different | કોઈ વિશિષ્ટ પ્રકારનું |
sort of learning | શીખવું છે, | |
16:16 | which is not memorising? | જે માત્ર યાદ કરવું એટલું જ નથી? |
16:20 | This is a very important question | આ બહુ અગત્યનો પ્રશ્ન છે |
16:24 | because the brain records | કારણ કે મગજ |
everything, every incident, | દરેક વસ્તુ, દરેક બનાવ, | |
16:33 | every kind of memory. | દરેક જાતની સ્મૃતિ નોંધ્યા કરે છે. |
16:39 | When you’re hurt, it is recorded, | જયારે તમારું મન દુભાય, |
ત્યારે તેની નોંધ થાય છે, | ||
16:43 | but you never enquire who is hurt. | પરંતુ તમે ક્યારેય એ તપાસતા નથી |
We’ll come to that presently. | કે કોણ દુભાયું છે. આપણે | |
16:50 | So the brain is recording. | તો મગજ નોંધ કરે છે. |
16:55 | See the importance of that. | તેનું મહત્ત્વ જુઓ. |
16:58 | It has to record, otherwise | તેણે નોંધ કરવી જ પડે, નહીંતર |
you and I wouldn’t be here. | તમે અને હું અહીં ન હોઈએ. | |
17:05 | So the brain is constantly | તો મગજ સતત |
recording, discarding. | નોંધ કરે છે, કાઢી નાખે છે. | |
17:15 | Now, is it necessary to record? | હવે, શું નોંધ કરવી જરૂરી છે? |
17:24 | You understand my question? | તમે મારો પ્રશ્ન સમજો છો? |
17:27 | You record an incident in a car; | તમે ગાડીમાં એક અકસ્માતના |
an accident. | બનાવની નોંધ કરો છો. | |
17:32 | It’s instantly recorded, | તેની નોંધ તત્ક્ષણ થાય છે, |
because you have pain, | કારણ કે તમને પીડા થાય છે, | |
17:37 | or you are hurt, | અથવા તમને ઇજા થઈ છે, |
or your car is hurt. | કે પછી તમારી ગાડીને નુકસાન થયું છે. | |
17:41 | So, the brain has | એટલે કે, મગજ પાસે |
the capacity, the energy, | ક્ષમતા છે, શક્તિ છે - | |
17:46 | not only to record, | માત્ર નોંધ કરવાની જ નહીં, |
but also to safeguard itself. | પરંતુ પોતાનું સંરક્ષણ કરવાની પણ. | |
17:56 | We’re asking: is it necessary | આપણે પૂછીએ છીએ: શું દરેક વસ્તુની |
to record everything? | નોંધ કરવી જરૂરી છે? | |
18:07 | Or only record that which is | અથવા તો માત્ર તેની જ નોંધ કરવી |
necessary – and nothing else? | જે જરૂરી હોય - અને બીજા કશાની નહીં? | |
18:19 | Have you put this question to | તમે સૌએ, માનસચિકિત્સકોએ, |
yourself, including the psychiatrists, | તેમ જ ભૌતિકવિજ્ઞાનીઓએ, આ પ્રશ્ન | |
18:28 | including the physicists and so on. | ક્યારેય પોતાની જાતને પૂછ્યો છે? |
18:31 | Have you ever considered | તમે ક્યારેય આ પ્રશ્ન વિષે |
this question? | ગંભીરતાપૂર્વક વિચાર્યું છે? | |
18:36 | The brain records for its own security | મગજ પોતાની સલામતી માટે નોંધ કરે છે, |
18:44 | otherwise you and I wouldn’t | નહીંતર તમે અને હું |
be sitting here. | અહીં બેઠા ન હોઈએ. | |
18:46 | We recorded how long it would take | આપણે નોંધ્યું કે અહીં પહોંચવામાં |
to come here and so on. | કેટલો સમય લાગશે વગેરે. | |
18:53 | We’re asking, it is necessary | આપણે તપાસી રહ્યા છીએ કે, અમુક વસ્તુઓની |
to record certain things, | નોંધ કરવી જરૂરી છે, | |
18:59 | and totally unnecessary | અને જેમાં મન સંડોવાયેલું હોય |
where the psyche is involved. | ત્યાં નોંધ કરવી તે તદ્દન બિનજરૂરી છે. | |
19:09 | You understand my question, sir? | તમે મારો પ્રશ્ન સમજો છો, સર? |
19:15 | Is it necessary | જયારે તમારાં વખાણ થાય |
when you are flattered to record it? | ત્યારે તેની નોંધ કરવી જરૂરી છે? | |
19:24 | Or when you are insulted? | અથવા તમારું અપમાન થાય ત્યારે? |
19:28 | Is it necessary | શું તે વસ્તુઓની |
to record those things? | નોંધ કરવી જરૂરી છે? | |
19:33 | Because the recording | કારણ કે નોંધણી |
builds up the psyche. | મનને રચે છે. | |
19:43 | Are we talking over together? | શું આપણે ભેગા મળીને વાત કરી રહ્યા છીએ? |
Or you are just saying, | કે પછી તમે માત્ર કહો છો, | |
19:47 | ‘Yes, it sounds rather good’. | 'હા, આ જરા સારું લાગે છે.' |
19:55 | This is a very serious question. | આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. |
19:58 | Because the psyche | કારણ કે, મન, |
which is made up of all the elements, | જે બધાં ઘટકો, | |
20:04 | characteristics, ethos, | ખાસિયતો, પ્રાકૃતિક લક્ષણોનું બનેલું છે, |
is contained there in the brain, | તે મગજની અંદર રહેલું છે, | |
20:11 | which we call consciousness. | જેને આપણે ચેતના કહીએ છીએ. |
20:16 | In that consciousness, | તે ચેતનાની અંદર |
20:18 | all the activities of memory, | સ્મૃતિની બધી પ્રવૃત્તિઓ, |
fears, etc., is contained. | ભયો વગેરે રહેલું છે. | |
20:26 | So we’re asking again | તો આપણે ફરી પૂછીએ છીએ |
– don’t go to sleep, please – again: | - ઊંઘી ન જશો, મહેરબાની કરીને - ફરીથી: | |
20:34 | is it necessary | શું મનને રચવું |
to build up the psyche? | જરૂરી છે? | |
20:40 | ‘Psyche’ means the self. | 'મન' એટલે સ્વત્વ. |
20:43 | The self being all the memories, | સ્વત્વ એટલે બધી જ સ્મૃતિઓ, |
20:46 | the activities of thought, | વિચારની બધી પ્રવૃત્તિઓ, |
imagination, fascination, fear, | કલ્પના, મોહ, ભય, | |
20:55 | pleasure, sorrow, pain. | ખુશી, દુઃખ, વેદના. |
So, recording. | માટે, નોંધ કરવી તે. | |
21:00 | Which makes up the whole psyche, | તેમાંથી સમગ્ર મન, |
the ‘I’, the persona. | 'હું', વ્યક્તિત્વ બને છે. | |
21:07 | You understand? | તમે સમજો છો? |
21:09 | Is it necessary to record | શું સ્વત્વની રચના કરવા માટે |
so as to build up the self? | નોંધણી કરવી જરૂરી છે? | |
21:17 | You don’t think | તમે આમાંની કોઈ પણ |
about any of these things. | વસ્તુ વિષે વિચારતા નથી. | |
21:21 | So I’m asking, we are asking, | તો હું પૂછું છું, આપણે પૂછીએ છીએ, |
he and I – poor chap, | આ ભાઈ અને હું - બિચારો માણસ, | |
21:27 | I am sorry you are sitting here, | મને ખેદ છે કે તમે અહીં બેઠા છો, |
you don’t mind? | તમને વાંધો નથી? | |
21:35 | Q: If you want. | પ્ર: તમારી ઇચ્છા હોય તો. |
K: If I want? | કૃ: મારી ઇચ્છા હોય તો? | |
21:39 | You are sitting there, sir. | તમે ત્યાં બેઠેલા છો, સર. |
21:48 | Have you ever thought | તમે ક્યારેય આ વિષે વિચાર્યું છે, |
about this, looked at it, | આની સામે જોયું છે, | |
21:55 | or investigated as you would | અથવા જેવી રીતે તમે વિવિધ તત્ત્વજ્ઞાનની |
into various philosophical, | કે ધાર્મિક બાબતોનું પરીક્ષણ કરો | |
22:03 | religious matters, gone into | તેવી રીતે આનું પરીક્ષણ કર્યું છે, |
this question of recording? | નોંધણી કરવાના પ્રશ્નમાં ઊંડા ઉતર્યા છો? | |
22:10 | If I didn’t record | જો મેં ગાડી કેવી રીતે ચલાવવી |
how to drive a car | તેની નોંધણી ન કરી હોય | |
22:18 | – the speaker has driven a car | - વકતાએ બે વર્ષ પહેલાં |
at 120 miles an hour two years ago – | કલાકના ૧૨૦ માઈલની ઝડપે ગાડી ચલાવી છે - | |
22:27 | if I didn’t… if there was | જો મેં ન કરી હોત… જો નોંધણી |
no recording, I couldn’t drive. | ન હોત, તો હું ગાડી ચલાવી ન શકત. | |
22:34 | So, it is necessary | એટલે, અમુક વસ્તુઓની |
to record certain things | નોંધણી કરવી જરૂરી છે, | |
22:39 | and totally unnecessary | અને અન્ય વસ્તુઓની નોંધણી કરવી |
to record others. | તદ્દન બિનજરૂરી છે. | |
22:46 | See the beauty of it, | આનું સૌંદર્ય જુઓ, |
22:49 | so that the brain is not always | જેથી મગજ હંમેશાં |
conditioned in memory, | સ્મૃતિમાં અનુબંધિત ન રહે, | |
22:57 | so that the brain becomes | જેથી મગજ અસાધારણપણે |
extraordinarily free, but active. | મુક્ત, પરંતુ સક્રિય બને. | |
23:10 | So that’s the first question. | તો આ છે પહેલો પ્રશ્ન. |
23:13 | Learning is not to record. | શીખવું એટલે નોંધણી ન કરવી. |
23:21 | I would like to discuss this | હું કોઈ માનસચિકિત્સક સાથે |
with a psychiatrist – they are here. | આની ચર્ચા કરવા માગું છું - તેઓ અહીં છે. | |
23:28 | We have discussed | આપણે આ બાબતે |
this matter in New York. | ન્યૂયોર્કમાં ચર્ચા કરી છે. | |
23:33 | They were fascinated | તેઓ નોંધણી ન કરવાના વિચારથી |
with the idea of not recording. | મંત્રમુગ્ધ થયા હતા. | |
23:41 | So that the brain cells | જેથી મગજના કોષો |
themselves mutate. | જાતે જ પરિવર્તિત થાય. | |
23:48 | You understand? Oh, no. | તમે સમજો છો? ઓહ, ના. |
23:53 | Our brains are built up | આપણાં મગજો |
with cells and so on – | કોષો, વગેરે વડે બનેલાં છે - | |
23:59 | I’m not a professional – | હું આનો વ્યવસાયી નથી - |
24:02 | and in the brain cells | અને મગજના કોષોમાં |
are the memories. | સ્મૃતિઓ છે. | |
24:11 | And we live on those | અને આપણે તે સ્મૃતિઓના સહારે |
memories – the past, | જીવીએ છીએ - ભૂતકાળ, | |
24:16 | all the remembrance | માણસ પાસે રહેલી |
that one has, | બધી યાદો, | |
24:20 | and the older one gets, | અને માણસ જેમ જેમ વધુ વૃદ્ધ થાય, |
the more you go back | તેમ તેમ વધુ ને વધુ પાછળ જતો જાય છે, | |
24:23 | further and further till you die. | મૃત્યુ આવે ત્યાં સુધી. |
24:29 | Back. | પાછળ. |
24:31 | And it’s rather an important | અને આ શોધી કાઢવું, શીખવું, |
question to find out, learn, | તે ખરું જોતાં એક અગત્યનો પ્રશ્ન છે, | |
24:40 | learn to find out whether the brain | તે શોધી કાઢવાનું શીખો કે શું મગજે |
needs recording everything. | દરેક બાબતની નોંધ રાખવાની જરૂર છે. | |
24:47 | Not forgetting – the difference | ભૂલી જવું એમ નહીં - બંને અલગ છે, |
between forgetting and recording | ભૂલી જવું અને નોંધણી કરવી | |
24:54 | are entirely two different matters. | તે બંને બિલકુલ ભિન્ન બાબતો છે. |
24:58 | So, when you are hurt | તો, જયારે તમે દુભાઈ જાવ, |
– not physically – | - શારીરિક રીતે નહીં - | |
25:06 | psychologically, inwardly, | માનસિક રીતે, આંતરિક રીતે, |
what is hurt? | ત્યારે શું દુભાય છે? | |
25:16 | You say, ‘I am hurt’. | તમે કહો છો, 'હું દુભાયો છું.' |
Haven’t you heard that phrase? | શું તમે આ શબ્દો નથી સાંભળ્યા? | |
25:23 | Is it new to you? | આ તમારા માટે નવું છે? |
25:26 | You are all hurt, aren’t you? | તમે બધા દુભાયા છો, ખરું કે નહીં? |
25:29 | From childhood | બાળપણથી, |
till you grow and die, | તમે મોટા થાવ અને મૃત્યુ પામો ત્યાં સુધી, | |
25:34 | you are being hurt all the time. | તમને બધા સમયે દુભવવામાં આવે છે. |
25:37 | You say, ‘I can’t | તમે કહો છો, 'હું આનાથી વધારે |
stand any more hurts. | દુભાવાનું સહન કરી શકું એમ નથી, | |
25:40 | I’ve been hurt so much, | મને એટલો દુભવવામાં આવ્યો છે, |
I’m frightened’. | કે હું ભયભીત થઈ ગયો છું.' | |
25:44 | I build a wall around myself, | હું મારી જાતની આજુબાજુ એક દીવાલ |
isolate myself, | ચણી દઉં છું, મારી જાતને વિખુટી કરી દઉં છું, | |
25:48 | and all the consequences | અને દુભાયેલા હોવાનાં |
of being hurt. | બધાં પરિણામો સહન કરું છું. | |
25:52 | Now, who is being hurt? | હવે, કોણ દુભાઈ રહ્યું છે? |
25:57 | Answer this, sir, don’t sit there. | આનો જવાબ આપો, સર, બેસી ન રહો. |
26:00 | You’re all hurt. | તમે બધા દુભાયા છો. |
26:05 | Every human being on the earth | પૃથ્વી ઉપરનો દરેક માણસ |
is somewhat hurt, from childhood – | થોડોઘણો દુભાયેલો છે, બાળપણથી - | |
26:12 | the scolding, the slapping, | ઠપકો આપવો, લાફો મારવો, |
all that goes on with children. | એવું બધું બાળકો સાથે થતું જ હોય છે. | |
26:19 | All of us have had hurts. | આપણે સૌએ દુભાયાની લાગણી અનુભવી છે. |
26:24 | Now, who is hurt? | હવે, કોણ દુભાયું છે? |
26:27 | Q: Me. | પ્રઃ હું. |
26:28 | K: Don’t just answer me, sir, please. | કૃ: માત્ર જવાબ ન આપો, સર, મહેરબાની કરીને. |
26:33 | Just think it out, sir. | તેને વિષે પૂરો વિચાર કરો, સર. |
26:37 | You say, ‘It’s me’, | તમે કહો છો, 'તે હું છું', |
as that gentleman points out. | પેલા સદ્દગૃહસ્થે તેમ કહ્યું. | |
26:42 | Then what is ‘me’? | તો પછી 'હું' શું છે? |
26:49 | You just say, ‘Me’, ‘I’, ‘ego’ – | તમે માત્ર બોલો છો, 'હું', 'અહં' - |
any word that comes. | જે કોઈ શબ્દ તમારા મનમાં આવે તે. | |
26:57 | But you don’t investigate | પરંતુ તમે એની કાળજીપૂર્વકની તપાસ નથી કરતા |
who is the ‘I’. | કે કોણ છે 'હું'? | |
27:04 | Who is the persona, who is | કોણ છે તે વ્યક્તિત્વ, કોણ છે, |
the personality, who are you? | તે વ્યક્તિ, કોણ છો તમે? | |
27:12 | A name, a degree, if you are | એક નામ, એક ઊપાધિ, જો તમે |
fortunate, or unfortunate enough, | પૂરતા નસીબદાર અથવા કમનસીબ હો તો, | |
27:18 | a job, a house or a flat – | એક નોકરી, એક ઘર, અથવા એક ફ્લેટ - |
27:24 | measly little flats, | સાંકડા, નાના ફ્લેટો, |
living in boxes – | ખોખાંઓમાં જીવવાનું - | |
27:31 | and a title after a name | અને નામની પાછળ એક પદવી |
– IAS, MSc., or MAD. | - આઈ.એ.એસ., એમ.એસસી., અથવા એમ.એ.ડી. | |
27:41 | More like MAD – and so on. | મોટે ભાગે એમ.એ.ડી. જેવું - વગેરે. |
27:47 | So the image that you | એટલે માનસિક છબી તમે |
have built about yourself, | પોતાની જાતની આજુબાજુ ચણી છે, | |
27:52 | and the images you have built about | અને માનસિક છબીઓ તમે |
other things which is yourself, | અન્ય વસ્તુઓ વિષે બનાવી છે કે જે તમે જ છો, | |
27:58 | so when you say you are hurt, | તેથી જયારે તમે કહો છો કે તમે |
the images are hurt, about yourself. | દુભાયા છો, ત્યારે તમારી | |
28:01 | પોતાની જાત વિષેની માનસિક | |
છબીઓ દુભાઈ રહી હોય છે. | ||
28:04 | Are you clear? | તમે સ્પષ્ટ છો? |
28:08 | No, please, don’t be clear | ના, મહેરબાની કરીને, આ |
about the explanation. | વિગતવાર નિવેદન બાબતે સ્પષ્ટ નહીં થતા. | |
28:12 | But all those images are you. | પરંતુ તે બધી માનસિક છબીઓ તમે જ છો. |
You’re a physicist, | તમે એક ભૌતિકશાસ્ત્રી છો, | |
28:21 | you’re a doctor, you’re a philosopher, | તમે ડૉક્ટર છો, તમે તત્ત્વજ્ઞાની છો, |
you’re an MP – | તમે એમ.પી. છો - | |
28:27 | I don’t know what an… | મને ખબર નથી કે તમે… હા, માફ કરજો, |
yes, sorry, I do – or an engineer. | હું જાણું છું - એક એન્જિનિઅર છો. | |
28:34 | Have you ever realised | તમે ક્યારેય નોંધ્યું છે કે |
they are all introduced, | તેઓનો પરિચય એવી રીતે કરાવવામાં આવે છે, | |
28:38 | ‘He’s the engineer’, | 'તે એન્જિનિઅર છે', |
‘He’s the cuckoo’. | 'તે કોયલ છે'. | |
28:45 | Always introduced | પરિચય હંમેશાં તેઓના |
by his profession. | વ્યવસાય દ્વારા અપાય છે. | |
28:50 | Do you understand, sir, | તમે સમજો છો, સર, |
it’s all crazy. | આ બધું ગાંડપણ છે. | |
28:55 | So the self, the psyche, | એટલે સ્વત્વ, મન, |
the persona is the image | વ્યક્તિત્વ એ માનસિક છબી છે, | |
29:01 | which you have built about yourself, | જે તમે પોતાને વિષે રચી છે, |
29:04 | and the image you have built | અને એ માનસિક છબી છે, જે તમે |
about your wife | તમારી પત્ની વિષે રચી છે, | |
29:07 | and she builds an image about you, | અને પત્ની તમારે વિષે માનસિક છબી રચે છે, |
29:09 | and these images | અને આ માનસિક છબીઓ વચ્ચે |
have relationship. | સંબંધ છે. | |
29:15 | See what is happening. | જુઓ કે શું બની રહ્યું છે. |
29:17 | The images have relationship, | માનસિક છબીઓ વચ્ચે સંબંધ છે, |
29:20 | not the persons, but the images. | વ્યક્તિઓ નહીં, પરંતુ માનસિક છબીઓ. |
29:27 | And you live on that. | અને તમે આવી રીતે જીવો છો. |
29:30 | So you never know your wife | એટલે કે તમે કદી તમારી પત્નીને, |
or your husband or your friend. | કે તમારા પતિને, કે મિત્રને ઓળખતા નથી. | |
29:37 | Or you don’t care to know, | અથવા તમે ઓળખવા માગતા નથી, |
but you have the image. | પરંતુ તમારી પાસે માનસિક છબી છે. | |
29:45 | So the question is: can you live | તો પ્રશ્ન આ છે: શું તમે |
without a single image – | એક પણ માનસિક છબી વિના જીવી શકો - | |
29:53 | about the prime minister, | વડાપ્રધાન વિષે, તેમના જેવા અન્ય |
about persons like him and me? | વ્યક્તિઓ વિષે અને મારા વિષે? | |
30:00 | Can you live without a single image? | તમે એક પણ માનસિક છબી વિના જીવી શકો? |
30:05 | See the implications of it, | તેના સૂચિતાર્થો જુઓ, |
30:08 | the beauty of it, | તેનું સૌંદર્ય, |
the freedom of it. | તેની સ્વતંત્રતા જુઓ. | |
30:14 | There are so many things | વાતો કરવા માટે બહુ બધી |
to talk over. | બાબતો છે. | |
30:18 | May we go on? | શું આપણે આગળ વધીએ? |
30:21 | Not just say, ‘Yes, go on’, | માત્ર કહેવાનું નહીં કે, 'હા, આગળ વધો', |
but you are partaking in it, | પણ તમે તેમાં ભાગ લઈ રહ્યા છો, | |
30:28 | you are actively | તમે સક્રિયપણે ભેગા મળીને |
thinking together. | વિચારી રહ્યા છો. | |
30:33 | Not just say, ‘Yes, let me listen | માત્ર કહેવાનું નહીં કે, 'હા, તમારે |
to what you have to say’. | જે કહેવાનું છે તે મને સાંભળવા દો’. | |
30:37 | Which you don’t really | જે તમે હકીકતમાં આમેય |
listen at all, anyhow. | બિલકુલ સાંભળતા નથી. | |
30:43 | So, we ought to talk about together: | તેથી આપણે સાથે મળીને વાત કરવી હિતાવહ છે: |
30:48 | why all this effort in life? | જીવનમાં આ બધો પ્રયત્ન શા માટે? |
30:53 | Why do we make such an immense | શા માટે આપણે કંઈ પણ કરવા માટે |
effort to do anything? | આટલો અતિશય પ્રયત્ન કરીએ છીએ? | |
31:00 | Do you understand | તમે મારો પ્રશ્ન |
my question, sir? | સમજો છો, સર? | |
31:07 | I am asking this gentleman. | હું આ સદ્દગૃહસ્થને પૂછું છું. |
31:10 | Why make effort? | શા માટે પ્રયત્ન કરવો? |
31:15 | I’ve been through all this | હું આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું |
– don’t answer quickly. | - જલ્દી જવાબ ન આપતા. | |
31:19 | I’ve been put through the grind | હું આવી કામગીરીમાં મુકાઈ ચુક્યો છું, |
by scientists, philosophers, | વૈજ્ઞાનિકો દ્વારા, તત્ત્વજ્ઞાનીઓ દ્વારા, | |
31:27 | by various forms | વિભિન્ન પ્રકારના |
of religious cuckoos, | ધાર્મિક લોકો દ્વારા, | |
31:32 | every kind of person, | દરેક પ્રકારના માણસ દ્વારા, |
so don’t quickly say. | માટે જલ્દી કંઈ ન કહો. | |
31:35 | Why do we make | શા માટે આપણે જીવનમાં |
such effort in life? | આટલો બધો પ્રયત્ન કરીએ છીએ? | |
31:46 | You make tremendous | તમે ધ્યાન ધરવા માટે જબરદસ્ત |
effort to meditate – | પ્રયત્ન કરો છો - | |
31:50 | we’ll come to that presently – | આપણે હમણાં તે વિષે વાત કરીશું - |
31:53 | tremendous effort to live, | જીવવા માટે, એકબીજા સામે |
to fight, to battle one another, | ઝઘડવા માટે, લડવા માટે, | |
31:58 | opinion against opinion, | મતની વિરુદ્ધ મત, |
judgement against judgement, | નિર્ણયની વિરુદ્ધ નિર્ણય, | |
32:03 | I agree with you, | હું તમારી સાથે સંમત છું, |
I disagree with him. | હું પેલા માણસની સાથે સંમત નથી. | |
32:08 | Why all this effort? | આ બધો પ્રયત્ન શા માટે? |
For what? For money? | શેના માટે? ધન માટે? | |
32:14 | I am asking you, sir, keep awake. | હું તમને પૂછું છું, સર, જાગતા રહો. |
32:18 | For money? For your family? | ધન માટે? તમારા કુટુંબ માટે? |
Please carefully listen. | મહેરબાની કરીને કાળજીપૂર્વક સાંભળો. | |
32:29 | For your affection, that you | તમારી એવી મમતા માટે, કે તમને |
must be loved by somebody? | કોઈએ પ્રેમ કરવો જ જોઈએ? | |
32:39 | Why all this effort? | આ બધો પ્રયત્ન શા માટે? |
32:43 | When you ask that question, | જયારે તમે એ પ્રશ્ન પૂછો, |
then you have to ask | ત્યારે તમારે પૂછવું પડે, | |
32:48 | – may I proceed? – | - શું હું આગળ વધી શકું? - |
32:51 | you have to ask: what is love? | તમારે પૂછવું પડે: પ્રેમ એટલે શું? |
32:58 | That stumps you. | તે તમને મૂંઝવણમાં નાખે છે. |
33:02 | Is love effort? | પ્રેમ એ પ્રયત્ન છે? |
I must love you, | મારે તમને પ્રેમ કરવો પડે, | |
33:07 | therefore I am going | તેથી હું તે અંગે |
to make an effort about it. | પ્રયત્ન કરીશ. | |
33:17 | Is love an effort? | પ્રેમ એક પ્રયત્ન છે? |
33:24 | Then you have to enquire, | તો પછી તમારે તપાસ કરવી પડે, |
what is love? | પ્રેમ એટલે શું? | |
33:29 | Do you mind enquiring into this? | તમે આ બાબતમાં તપાસ કરશો? |
33:35 | Do you know what love is? | તમે જાણો છો કે પ્રેમ શું છે? |
33:44 | Apparently you don’t, | તમે જાણતા હો એવું દેખાતું નથી, |
because you are all very silent. | કારણ કે તમે બધા બહુ ચૂપ છો. | |
33:50 | What is love? | પ્રેમ શું છે? |
33:53 | Can there be love | જ્યાં મહત્ત્વાકાંક્ષા હોય |
when there is ambition? | ત્યાં પ્રેમ હોઈ શકે? | |
33:58 | Sir, don’t… Please, this is serious. | સર , એમ નહીં... મહેરબાની કરીને, આ ગંભીર છે. |
For god’s sake. | ભગવાનને ખાતર. | |
34:04 | This is not for somebody | આ તેમના માટે નથી |
who doesn’t care, | જેમને કોઈ પડી જ નથી, | |
34:09 | who just wants his own way. | જે માત્ર પોતાનો જ કક્કો |
સાચો ઠરાવવા માગે છે. | ||
34:13 | Is it ambition? Is it greed? | શું તે મહત્ત્વાકાંક્ષા છે? શું તે લોભ છે? |
34:20 | Is it self-centredness? | શું તે સ્વાર્થ છે? |
34:30 | Is it ambitious achievement? | શું તે મહત્ત્વાકાંક્ષાની ઉપલબ્ધિ છે? |
34:37 | Is love the opposite of hate? | શું પ્રેમ ઘૃણાનો વિરોધી છે? |
Oh, lord! | અરે, પ્રભુ! | |
34:47 | You know, sirs, | તમે જાણો છો, સર, |
we are always fighting, | આપણે હંમેશાં ઝઘડતા રહીએ છીએ, | |
34:53 | from the beginning of time. | અનાદિકાળથી. |
34:58 | You see this | આ તમે ફ્રાન્સમાં |
in various caves in France, | ઘણી ગુફાઓમાં જુઓ છો, | |
35:04 | and the Greek mythology, | અને ગ્રીક પૌરાણિક કથાઓમાં, |
35:08 | the good fighting the bad, | સારા-નરસા વચ્ચે લડાઈ ચાલતી હોય છે, |
all through life. | આખા જીવનકાળ દરમ્યાન. | |
35:15 | Do you understand what I am saying? | તમે સમજો છો હું શું કહું છું? |
35:17 | The good fighting the bad. | સારાની નરસા સામે લડાઈ. |
35:21 | You see it in paintings | તમે આ ચિત્રોમાં જુઓ છો, |
as symbolised the good, | સારપનાં ચિહ્નો, | |
35:28 | as symbolised the Devil, | રાક્ષસનાં ચિહ્નો, |
or the something… | અને એવું બધું... | |
35:32 | In Greek mythology | ગ્રીક પૌરાણિક કથાઓ |
and other mythologies | અને અન્ય પૌરાણિક કથાઓમાં | |
35:36 | it is a bull against another – | એક આખલાની સામે બીજો આખલો હોય છે - |
35:41 | black bull against white bull – | કાળા આખલાની સામે સફેદ આખલો - |
35:44 | or the good fighting the evil in | અથવા વિભિન્ન આકારો, ચિહ્નોમાં |
different shapes, symbols and so on. | અનિષ્ટ સામે લડતી ભલાઈ. | |
35:53 | We still do that, | આપણે હજુ સુધી એમ જ કરીએ છીએ, |
35:56 | the good fighting the bad. | સારું નરસા સામે લડે છે. |
36:00 | Right? Don’t you do it? | ખરું? તમે એવું નથી કરતા? |
36:08 | Is the good separate from the bad? | શું સારું નરસા કરતાં અલગ છે? |
36:15 | The good guy and the bad guy. | સારો માણસ અને ખરાબ માણસ. |
36:20 | Is the good born out of the bad? | શું સારું નરસામાંથી જન્મ્યું છે? |
36:35 | Don’t look suddenly grave, sir | અચાનક આવા ભારેખમ ન થઈ જાવ, સર |
– it’s all a game for you. | - આ બધું તમારે માટે એક રમત છે. | |
36:45 | If the good is related to the bad, | સારું જો નરસા સાથે સંકળાયેલું હોય, |
then it’s not good. | તો તે સારું નથી. | |
36:56 | If the good is born, | સારું જો નરસામાંથી જન્મ્યું હોય, |
comes from the bad, | નરસામાંથી આવતું હોય, | |
37:01 | then it’s not good. | તો તે સારું નથી. |
37:05 | That is simple, isn’t it? | તે સહેલું છે, ખરું કે નહીં? |
37:08 | But if the bad is totally | પરંતુ જો જે નરસું છે તે |
divorced from the good, | સારા કરતાં તદ્દન છૂટું હોય, | |
37:14 | there is no relationship | જો સારા અને નરસા વચ્ચે |
between the good and the bad, | કોઈ સંબંધ જ ન હોય, | |
37:18 | they have no relationship | બંનેનો એકબીજા સાથે |
with each other, | કોઈ જ સંબંધ ન હોય, | |
37:21 | then there is only | તો પછી માત્ર |
the bad and the good. | નરસું અને સારું રહે છે. | |
37:26 | Totally divorced from each other, | એકબીજાથી તદ્દન છૂટાં, |
37:28 | therefore they can’t fight. | અને તેથી તેઓ લડી ન શકે. |
37:36 | So then we have to enquire, | માટે આપણે તપાસ કરવી પડે કે, |
what is the good? | સારું શું છે? | |
37:41 | Are you interested in all this? | તમને આ બધામાં રસ છે? |
37:52 | Therefore, you have to ask, | તેથી, તમારે પૂછવું પડે, |
can love contain hate? | શું પ્રેમમાં ઘૃણા હોઈ શકે? | |
38:03 | Or hate has nothing to do with love. | કે પછી ઘૃણાને પ્રેમ સાથે |
કશી જ લેવાદેવા નથી. | ||
38:13 | Therefore there is no relationship | એટલે કે, તે બંને વચ્ચે, |
between the two, | કોઈ જ સંબંધ નથી | |
38:17 | therefore they can’t | અને તેથી તેઓ |
fight each other. | એકબીજા સાથે લડી ન શકે. | |
38:21 | You understand – | તમે સમજો છો - |
38:23 | this is an important question | તમારે સમજવા માટે, |
for you to understand, | ઊંડાણમાં ઊતરવા માટે, | |
38:27 | to delve, to go into it, | આ એક અગત્યનો પ્રશ્ન છે, |
38:31 | because you are always saying, | કારણ કે તમે હંમેશાં કહેતા હો છો, |
38:33 | ‘I have been not good today, | 'આજે મેં સારું નહીં કર્યું, |
but I will be good tomorrow’. | પણ આવતીકાલે હું સારું કરીશ.' | |
38:39 | ‘I have been angry today, | 'આજે હું ગુસ્સે થયો છું, |
but I won’t be angry tomorrow’. | પણ આવતીકાલે હું ગુસ્સો નહીં કરું.' | |
38:45 | This is the relative relationship | આ છે સારા અને નરસા વચ્ચેનો |
38:49 | between the good and the bad. | સાપેક્ષ સંબંધ. |
38:53 | So love has nothing whatsoever | એટલે કે, ઈર્ષ્યાને પ્રેમ સાથે કશી જ |
to do with jealousy. | લેવાદેવા નથી. | |
39:04 | Love has nothing whatsoever | પ્રેમને ઘૃણા સાથે કશી જ |
to do with hate. | લેવાદેવા નથી. | |
39:08 | Where there is hate, pleasure, | જ્યાં ઘૃણા, મોજશોખ, |
anxiety and so on, | વ્યગ્રતા વગેરે હોય, | |
39:17 | love cannot exist. | ત્યાં પ્રેમનું અસ્તિત્વ શક્ય નથી. |
Yes, sir. | હા, સર. | |
39:25 | And the speaker questions | અને વક્તા પ્રશ્ન ઉઠાવે છે, |
whether you love anybody at all. | કે તમે કોઈને ય પ્રેમ કરો છો ખરા? | |
39:38 | And what is love? | અને પ્રેમ શું છે? |
How does it come about? | તે કેવી રીતે થાય છે? | |
39:42 | You understand my question? | તમે મારો પ્રશ્ન સમજો છો? |
39:48 | Don’t you ask that question? | તમે તે પ્રશ્ન પૂછતા નથી? |
39:51 | Do you really ask that question, | તમે ખરેખર તે પ્રશ્ન પૂછો છો, |
or am I just asking it for you? | કે માત્ર હું તમારા માટે પૂછું છું? | |
39:57 | Q: The question is with us. | પ્ર: પ્રશ્ન આપણી સાથે છે. |
K: What question? | કૃ: કયો પ્રશ્ન? | |
40:02 | Q: Whether we love. | પ્ર: આપણે પ્રેમ કરીએ છીએ કે કેમ. |
K: Yes. Whether you love. | કૃ: હા. તમે પ્રેમ કરો છો કે કેમ. | |
40:08 | Can love exist | જ્યાં દુઃખ હોય, |
where there is sorrow? | ત્યાં પ્રેમ હોઈ શકે? | |
40:12 | Careful, sir, don’t answer me. | કાળજીથી, સર, મને જવાબ ન આપો. |
40:19 | Most of us are in sorrow | લગભગ આપણે બધાં કોઈ ને કોઈ |
of some kind or another. | પ્રકારના દુઃખમાં છીએ. | |
40:24 | Failing an exam – god, think | પરીક્ષામાં નપાસ થવું - હે પ્રભુ, વિચારો કે |
what we are – failing an exam, | આપણે કેવા છીએ - પરીક્ષામાં નપાસ થવું, | |
40:33 | failing not to be successful | ધંધામાં અથવા રાજકારણમાં |
in business or in politics, | સફળ ન થવું, | |
40:38 | or in your relationship | કે પછી તમારા તમારી પત્ની |
with your wife | સાથેના સંબંધમાં, | |
40:41 | or a relationship | અથવા ઉપરવાળા સાથેના સંબંધમાં |
with somebody upstairs. | સફળ ન થવું. | |
40:48 | You understand – upstairs! – | તમે સમજો છો - ઉપરવાળો! - |
40:54 | which may be your guru | જે તમારો ગુરુ હોઈ શકે |
or some other imaginative figure. | અથવા કોઈ અન્ય કાલ્પનિક પાત્ર. | |
41:01 | So, when you can’t succeed, | માટે, જયારે તમે સફળ નથી થઈ શકતા, |
when there is no success in you, | જયારે તમારામાં સફળતાની ભાવના નથી હોતી, | |
41:07 | you are depressed, | ત્યારે તમે નિરાશ થઈ જાવ છો, |
you are sorrowful. | તમે દુઃખી થઈ જાવ છો. | |
41:10 | Or you are sorrowful because you | અથવા તમે દુઃખી હો છો કારણ કે તમે |
live in a small little village, | એક નાનકડા ગામડામાં રહો છો, | |
41:16 | you don’t know how to read | તમને વાંચતાં અને લખતાં |
and write – thank god – | નથી આવડતું - ભગવાનનો આભાર - | |
41:22 | and you don’t know | અને તમને ગાડી |
how to drive a car, | ચલાવતાં નથી આવડતું, | |
41:26 | or you have no bath, hot bath, | અથવા તમારી પાસે નહાવા માટે ગરમ |
you wear one dirty cloth. | પાણી નથી, તમે ગંદો પોશાક પહેરો છો. | |
41:35 | We have been through all that. | આપણે એ બધામાંથી પસાર થયા છીએ. |
41:38 | The speaker has been | વક્તા એ બધામાંથી |
through all that. | પસાર થયો છે. | |
41:41 | You’re all fairly | તમે બધા ઘણા |
well-to-do and so on. | સમૃદ્ધ છો. | |
41:46 | So he suffers. | માટે તે દુઃખ ભોગવે છે. |
41:51 | The man in position, | પદ ઉપર રહેલો માણસ, |
high up the ladder – | સીડીમાં ઊંચે બેઠેલો - | |
41:56 | nobody pulls down the ladder | કોઈ સીડી નીચે ખેંચતું નેથી, |
but he is high up. | પણ તે ઘણો ઊંચે છે. | |
42:02 | So he suffers too, because there | તે પણ દુઃખ ભોગવે છે, કારણ કે |
are a few more steps to go up. | થોડાં વધુ પગથિયાં ચડવાનાં બાકી છે. | |
42:10 | So everyone on this earth, | એટલે પૃથ્વી ઉપર દરેક માણસ, |
42:15 | everyone | દરેકેદરેક, |
from the poorest to the richest, | સૌથી ગરીબથી માંડીને સૌથી અમીર, | |
42:19 | from the most powerful man | સૌથી શક્તિશાળીથી માંડીને |
to the least powerful – | સૌથી નબળો - | |
42:23 | they all suffer. | તેઓ બધા દુઃખ ભોગવે છે. |
42:28 | Right, sirs? They all suffer. | ખરું, સર? તેઓ બધા દુઃખ ભોગવે છે. |
42:31 | Every woman on earth suffers. | પૃથ્વી ઉપરની દરેક સ્ત્રી દુઃખ ભોગવે છે. |
42:36 | Men have pleasure, | પુરુષો મોજશોખ કરે છે, |
42:39 | the women suffer. | સ્ત્રીઓ દુઃખ ભોગવે છે. |
42:48 | So, suffering is not yours, | એટલે કે, દુઃખ તમારા એકલાનું નથી, |
42:54 | because everybody | કારણ કે તમારી આજુબાજુ |
around you suffers. | દરેક માણસ દુઃખ ભોગવે છે. | |
43:00 | It’s not my suffering | એ મારું દુઃખ નથી |
– it’s suffering. | - એ માત્ર દુઃખ છે. | |
43:04 | I wonder if you understand that? | તમે તે સમજો છો? |
43:09 | My son dies | મારો પુત્ર મૃત્યુ પામે છે, |
and I get terribly upset. | અને હું અત્યંત અસ્વસ્થ થઈ જાઉં છું. | |
43:18 | I weep and I say, | હું રડું છું, અને કહું છું, |
‘Oh, god, I’ve lost my son’, | 'અરે, પ્રભુ, મેં મારો પુત્ર ગુમાવ્યો છે', | |
43:21 | and that becomes | અને તે બની જાય છે |
a perpetual problem. | કાયમી સમસ્યા. | |
43:26 | I weep every time I see | હું જયારે પણ એક નાના છોકરા કે છોકરીને |
a little boy or a little girl. | જોઉં, ત્યારે હું રડું છું. | |
43:34 | And I go through the pain | અને હું એકલતા, દુઃખ વગેરેની |
of loneliness, sorrow, etc. | પીડામાંથી પસાર થાઉં છું. | |
43:41 | Do we ever consider, sorrow | આપણે ક્યારેય વિચારીએ છીએ કે દુઃખ |
is not mine, it’s everybody’s, | મારું નથી, એ દરેકનું છે, | |
43:51 | which doesn’t minimise sorrow | જેનાથી દુઃખ ઘટતું નથી |
– it’s there. | - તે રહે છે. | |
44:07 | And can that sorrow end? | શું તે દુઃખનો અંત આવી શકે? |
44:14 | As long as I am suffering | જ્યાં સુધી હું દુઃખ ભોગવું, |
– because I’ve lost my wife, | - કારણ કે મેં મારી પત્નીને ગુમાવી છે, | |
44:20 | or I’m not as great | અથવા હું પોતે માનતો હતો |
as I thought I was, | એટલો મહાન નથી, | |
44:25 | or I’ve got pain in my joints, | અથવા મારા સાંધામાં દર્દ છે, |
or something or other, | અથવા બીજું કંઈ, | |
44:35 | I’m always suffering about. | હું હંમેશાં દુઃખ ભોગવું છું. |
44:38 | I’m asking, can that sorrow end? | હું પૂછું છું કે, તે દુઃખનો અંત આવી શકે? |
44:48 | If there is sorrow, | જો દુઃખ હોય, |
there is no love. | તો ત્યાં પ્રેમ નથી. | |
44:54 | Please realise this. | મહેરબાની કરીને આ સમજો. |
44:57 | If I suffer, suffer, suffer, | જો હું દુઃખ ભોગવ્યા જ કરું, |
it’s part of self-pity, | તો તે આત્મદયાનો ભાગ છે, | |
45:02 | part of my concern, it is only | મારી ચિંતાનો ભાગ છે કે, માત્ર હું |
I am suffering, nobody else, | દુઃખ ભોગવું છું, બીજું કોઈ નહીં, | |
45:09 | my sorrow is different | મારું દુઃખ તમારા દુઃખ કરતાં |
from your sorrow, | ભિન્ન છે, | |
45:11 | like my god is different | જેમ કે મારો ઈશ્વર તમારા ઈશ્વર કરતાં |
from your god, | વિશિષ્ટ છે, | |
45:14 | my guru is stronger that your guru. | મારો ગુરુ તમારા ગુરુ કરતાં |
વધુ શક્તિસંપન્ન છે. | ||
45:19 | It becomes a joke. | એ એક મજાક બની જાય છે. |
45:23 | So is there an end to sorrow? | તો શું દુઃખનો અંત છે? |
45:30 | Or, mankind must go through | કે પછી માનવજાતે આ મહાભયમાંથી |
this horror all his life? | આખું જીવન પસાર થવું જ પડે? | |
45:40 | Yes, sir. | હા, સર. |
45:44 | The speaker says it can end, | વક્તા કહે છે કે તેનો અંત આવી શકે, |
45:48 | otherwise there is no love. | નહીંતર પ્રેમ સંભવ નથી. |
45:50 | If I’m shedding tears all the time | જો હું બધા સમયે આંસુઓ જ વહાવતો રહું |
because I’ve lost my son | કારણ કે મેં મારો પુત્ર ગુમાવ્યો છે | |
45:59 | and he’s the only son I have, | અને તે મારો એકનો એક પુત્ર હતો, |
46:03 | to me the son represents me, | મારા માટે તે મારું પ્રતિનિધિત્વ કરે છે, |
46:07 | my continuity, my property, | મારું સાતત્ય, મારી મિલકત, |
however small it is, | ભલે ગમે તેટલી ઓછી હોય, | |
46:14 | I had hoped he would become | મને આશા હતી કે તે |
prime minister, better house, | વડાપ્રધાન બનશે, મોટું મકાન હશે, | |
46:20 | more learned, get more money. | વધારે શિક્ષિત હશે, વધુ ધન મેળવશે. |
You know? | તમે જાણો છો? | |
46:23 | We all think the same way, | આપણે સૌ એકસરખી રીતે વિચારીએ છીએ, |
don’t play around with this. | આની સાથે રમત ન રમો. | |
46:30 | So I suffer. | આમ હું દુઃખ ભોગવું છું. |
46:32 | And you come along and tell me, | અને તમે આવો છો અને મને કહો છો, |
46:38 | ‘Every human being | 'પૃથ્વી ઉપરનો દરેક માણસ |
on earth suffers, | દુઃખ ભોગવે છે, | |
46:41 | it’s not your suffering, old boy, | તે તારું દુઃખ નથી, મોટા છોકરા, |
we all share it’. | આપણે સૌ તેમાં સહભાગી છીએ'. | |
46:45 | I refuse to accept such a statement | હું આવું કથન સ્વીકારવાની ના પાડું છું |
because my sorrow – | કારણ કે મારું દુઃખ - | |
46:49 | I love my sorrow. | હું મારા દુઃખને પ્રેમ કરું છું. |
46:52 | I’m happy in my sorrow, | હું મારા દુઃખમાં સુખી છું, |
46:58 | and I want to be separate | અને હું મારા દુઃખમાં |
in my sorrow. | અલગ રહેવા માગું છું. | |
47:05 | So it requires a great deal | તે ઘણી તપાસ, સમજાવટ |
of enquiry, persuasion, | અને વાતચીત માગી લે છે, | |
47:10 | talking about it, to say, | ત્યાર પછી તમે કહી શકો, |
‘Look, it isn’t quite yours, | 'જુઓ, આ પૂરેપૂરું તમારું નથી, | |
47:14 | have a little bit of it, | તેમાંથી થોડુંક ભલે લો, |
but it isn’t quite yours’. | પણ આ પૂરેપૂરું તમારું નથી.' | |
47:20 | That means no self-pity | તેનો અર્થ એ કે કોઈ આત્મદયા નહીં |
47:28 | and that means | અને તેનો અર્થ એ કે |
you are really sharing | તમે બાકીની સમગ્ર માનવજાત માટે | |
47:34 | the burden of sorrow | દુઃખનો ભાર ઉપાડવામાં |
for all the rest of mankind. | ખરેખર ફાળો આપો છો. | |
47:39 | Go on, sir – you don’t know | આગળ વધો, સર - તમે એ વિષે |
anything about it. | કશું જાણતા નથી. | |
47:42 | Think about it, look at it. | એને વિષે વિચારો, એને જુઓ. |
47:45 | You are part of humanity, | તમે માનવજાતના ભાગ છો, |
47:49 | you are not separate | તમે માનવજાતથી |
from humanity. | અલગ નથી. | |
47:52 | You may have a better position, | તમારી પાસે વધુ સારો હોદ્દો હોય, |
better degrees, | વધુ સારી પદવીઓ, | |
47:55 | better money, professor, | વધુ ધન હોય, પ્રાધ્યાપક સાહેબ, |
you are part of mankind, | તમે માનવજાતના ભાગ છો, | |
48:01 | your consciousness | તમારી ચેતના |
is part of mankind. | માનવજાતનો ભાગ છે. | |
48:05 | That is, your consciousness | એટલે કે, તમારી ચેતનામાં |
contains all the things | એ બધી જ વસ્તુઓ છે | |
48:11 | that you have thought about, | જેને વિષે તમે વિચાર કર્યો છે, |
imagined, feared, and so on. | કલ્પના કરી છે, ભય અનુભવ્યો છે વગેરે. | |
48:15 | Your consciousness is that | તે છે તમારી ચેતના |
48:18 | and that is the consciousness | અને તે છે માનવજાતની |
of mankind. | ચેતના. | |
48:22 | Mankind has fear, sorrow, | માનવજાત ભય, દુઃખ, પીડા, |
pain, anxiety, shedding tears, | વ્યગ્રતા પામે છે, આંસુઓ વહાવે છે, | |
48:31 | uncertain, confused – | અનિશ્ચિત, ગૂંચવાયેલી હોય છે - |
every human being on earth. | પૃથ્વી ઉપરનો દરેક માનવ. | |
48:36 | And you are like the rest. | અને તમે બીજા બધા જેવા છો. |
48:39 | So you are not – listen carefully – | એટલે તમે નથી - ધ્યાનથી સાંભળો - |
you are not individuals. | તમે વ્યક્તિઓ નથી. | |
48:45 | I know my body is different | હું જાણું છું કે મારું શરીર |
from your body. | તમારા શરીર કરતાં અલગ છે. | |
48:49 | You are a woman, | તમે એક સ્ત્રી છો, |
I’m a man, and so on. | હું પુરુષ છું, વગેરે. | |
48:53 | But we are in the world as one unit. | પણ આપણે આ દુનિયામાં એક એકમ તરીકે છીએ. |
48:59 | That relationship when you feel | જયારે તમે તે સંબંધ અનુભવો કે |
you are the rest of mankind | તમે જ બાકીની માનવજાત છો, | |
49:05 | then something totally | ત્યારે કશુંક સંપૂર્ણપણે |
different takes place. | વિશિષ્ટ બને છે. | |
49:10 | Not just words, imagination, | માત્ર શબ્દો, કલ્પના નહીં, |
but the feeling of it, | પરંતુ તેની સંવેદના, | |
49:14 | the enormity of it. | તેની પ્રચંડતા. |
49:18 | So we’ve talked | તો આપણે તેના વિષે |
a bit about that. | થોડી વાત કરી. | |
49:22 | Then we ought to talk about death. | હવે આપણે મૃત્યુ વિષે વાત કરવી જોઈએ. |
49:26 | Sorry. On a lovely morning, | માફ કરજો. આ સુંદર સવારે, |
sitting under the trees, | વૃક્ષો નીચે બેસીને, | |
49:36 | quiet, no train is | શાંતિ, - કોઈ ટ્રેઈન |
crossing the bridge, | પુલ પસાર કરી રહી નથી - | |
49:54 | we are very quiet | આપણે આ સુંદર સવારે |
on a lovely morning. | ખૂબ શાંત છીએ. | |
49:58 | And to talk about death | અને મૃત્યુ વિષે વાત કરવી એ |
may seem morbid, may seem ugly, | કદાચ માંદલું લાગે, કદરૂપું લાગે, | |
50:07 | may seem something | કદાચ કંઇક એવું લાગે કે જેને વિષે |
to be not talked about. | વાત નહીં કરવી જોઈએ. | |
50:13 | They are writing books in America, | અમેરિકામાં તેઓ પુસ્તકો લખે છે, |
‘How to die happily’, | 'કેવી રીતે સુખેથી મરવું', | |
50:27 | doctors are doing it, | ડૉક્ટરો એવું કરે છે, |
telling their patients | પોતાના દર્દીઓને કહે છે કે | |
50:30 | how to die happily. | કેવી રીતે સુખેથી મરવું. |
50:33 | Now together we’re going | હવે આપણે સાથે મળીને |
to examine it, share it. | તેને તપાસીશું, તેને વિષે વાત કરીશું. | |
50:41 | Not just you listen and I talk. | માત્ર તમે સાંભળો અને હું બોલું એવું નહીં. |
That’s childish. | તે તો બાલિશ છે. | |
50:49 | So, what is death? | તો, મૃત્યુ શું છે? |
50:57 | Why are we so frightened of it? | શા માટે આપણે તેનાથી આટલા ડરીએ છીએ? |
51:04 | Why do we keep death | શા માટે આપણે મૃત્યુને |
for ten years later, | દસ વર્ષ, | |
51:07 | or twenty years later, | કે વીસ વર્ષ, |
or a hundred years later? Why? | કે સો વર્ષો દૂર મૂકીએ છીએ? કેમ? | |
51:13 | Living, and death? | જીવવું, અને મૃત્યુ? |
51:19 | Then you have not only to ask: | તો પછી તમારે માત્ર એ નથી પૂછવાનું કે |
51:24 | what is death, what is dying, | મૃત્યુ શું છે, મરવું એટલે શું, |
but also what is living? | પરંતુ એ પણ કે જીવવું એટલે શું? | |
51:30 | You understand what I am saying? | હું જે કહું છું તે તમે સમજો છો? |
What is living? | જીવવું એટલે શું? | |
51:37 | What you are living. | તમે કેવી રીતે જીવો છો. |
51:40 | Office from nine to five, | નવથી પાંચ ઑફિસ, |
as a clerk, as a governor | ક્લાર્ક તરીકે, કે ગવર્નર તરીકે, | |
51:45 | or whatever it is, | અથવા જે કંઈ હોય તે, |
as a factory worker. | કારખાનાના કારીગર તરીકે. | |
51:50 | Nine to five | નવથી પાંચ |
for the rest of your life, | તમારું આખું જીવન, | |
51:54 | except when you retire; | તમે એક વૃદ્ધ માણસ તરીકે |
gaga old man. | નિવૃત્ત થાવ ત્યાં સુધીનું. | |
52:00 | And your life is breeding children, | અને તમારું જીવન છે બાળકો પેદા કરવાં, |
sex, pleasure, pain, | જાતીયતા, ખુશી, પીડા, | |
52:05 | sorrow, anxiety, | દુઃખ, વ્યગ્રતા, |
problem after problem, | સમસ્યા અને સમસ્યા, | |
52:13 | illness, doctors, | માંદગી, ડૉક્ટરો, |
52:20 | Caesarean operations, | સિઝેરિઅન ઓપરેશનો, |
pain giving birth. | પ્રસવની પીડા. | |
52:29 | This is our life. | આ છે આપણું જીવન. |
52:33 | Do you deny that? No. | શું તમે આને નકારો છો? ના. |
52:38 | And you call this living. | અને આને તમે જીવવું કહો છો. |
52:44 | Don’t look at me | મારી સામે આવી રીતે ન જુઓ, |
as though I’m a strange man. | જાણે કે હું કોઈ વિચિત્ર માણસ હોઉં. | |
52:48 | This is what we call living. | આને આપણે જીવવું કહીએ છીએ. |
52:51 | And you support it, you enjoy it. | અને આને તમે ટેકો આપો છો, આનંદ માણો છો. |
52:56 | You want more and more of this. | તમારે વધુ ને વધુ આ જોઈએ છે. |
53:05 | So this is what you call living. | તો તમે જેને જીવવું કહો છો તે આ છે. |
53:09 | And you put far away death | અને તમે મૃત્યુને ખૂબ દૂર મુકો છો |
53:13 | – as many years away as possible. | - જેટલાં વર્ષો દૂર શક્ય હોય તેટલું. |
53:21 | And in that distance of time | અને સમયના તે અંતરાળમાં |
53:27 | you are building up that | તમે એનો એ જ ઢાંચો |
same pattern, over and over – | ફરીફરી બનાવતા રહો છો - | |
53:31 | your children, your grandchildren | તમારાં સંતાનો, પૌત્રોપૌત્રીઓ, |
live in the same pattern, | એના એ જ ઢાંચામાં જીવે છે, | |
53:38 | which you call living. | જેને તમે જીવન કહો છો. |
53:40 | Don’t deceive yourself | તમારી પોતાની જાતને |
એવું કહીને છેતરો નહીં | ||
53:43 | saying that nature struggles | કે કુદરત લડત કરે છે, |
therefore we must struggle. | માટે આપણે લડત કરવી જ પડે. | |
53:47 | Monkeys struggle, | વાનરો લડત કરે છે, |
so we are monkeys. | માટે આપણે વાનર છીએ. | |
53:53 | You know there is | તમે જાણો છો કે |
a very famous author – | એક બહુ પ્રસિદ્ધ લેખક છે - | |
53:57 | we used to know him | હું તેમને જાણતો હતો |
– may I include you in that? – | - શું હું તમને તેમની વાત કરું? - | |
54:04 | we used to know him | હું તેમને જાણતો હતો |
– and he wrote, | - અને તેમણે લખ્યું છે, | |
54:09 | ‘Perhaps we should be | 'કદાચ કેદખાનાના સળિયાઓ પાછળ |
behind the bars, not the monkeys’. | આપણે હોવું જોઈએ, વાનરોએ નહીં.' | |
54:20 | So this is what we call living. | તો આપણે જેને જીવવું કહીએ છીએ તે આ છે. |
54:27 | And I say this to myself | અને હું આ મારી પોતાની જાતને કહું છું |
– we are sharing this together – | - આપણે એકબીજા સાથે વાત કરી રહ્યાં છીએ - | |
54:31 | why not bring that which you | કે જેને તમે મૃત્યુ કહો છો તેને |
call death to living, together. | જીવનની સાથે કેમ ન ભેળવી દેવું. | |
54:41 | You can’t take | તમે પોતાની સાથે |
anything with you, | કશું જ ન લઈ જઈ શકો, | |
54:45 | even your guru, | તમારા ગુરુ પણ નહીં, |
even all that he has said, | તેમણે જે બધું કહ્યું હોય તે નહીં, | |
54:50 | all that you have | તમે જે મુજબ જીવવાનો પ્રયત્ન કર્યો હોય |
tried to live up to. | તેમાંનું કશું જ નહીં. | |
54:53 | You can’t take it with you. | તમે પોતાની સાથે તે ન લઈ જઈ શકો. |
Your furniture, your wife, | તમારું રાચરચીલું, તમારી પત્ની, | |
54:57 | your children, all the silver | તમારાં સંતાનો, બધાં ઘરેણાં |
that you have collected, | જે તમે ભેગાં કર્યાં હોય, | |
55:01 | all the money in the treasury – | તિજોરીમાંનાં નાણાં - |
55:03 | none of it you can take with you. | આમાંનું કશું જ તમે પોતાની સાથે ન લઈ જઈ શકો. |
55:07 | That’s one thing certain: death, | એ એક નિશ્ચિત વસ્તુ છે: મૃત્યુ, |
55:11 | and you can’t take | અને તમે પોતાની સાથે |
anything with you. | કશું ન લઈ જઈ શકો. | |
55:14 | Except – we won’t go into that. | સિવાય કે - આપણે તેમાં નહીં જઈએ. |
55:19 | So, as you cannot | તો, જયારે તમે કશું |
take anything with you, | લઈ જઈ શકવાના નથી, | |
55:25 | so why not let the two meet? | તો શા માટે બંનેને મળવા ન દેવાં? |
55:30 | You understand what I’m saying? | હું જે કહું છું તે તમે સમજો છો? |
Why not death come today? | શા માટે મૃત્યુ આજે ન આવે? | |
55:37 | Not suicide – | આપઘાત નહીં - |
I’m not talking of that. | હું તેની વાત નથી કરતો. | |
55:41 | After all, I’m attached | આખરે, હું મારી પત્ની સાથે અથવા |
to my wife or to my furniture – | રાચરચીલા સાથે જોડાયેલો છું - | |
55:48 | more like it! | કદાચ તેની સાથે વધુ! |
55:54 | Sorry to laugh. | હસવા બદલ દિલગીર છું. |
You are a crazy crowd! | તમે પાગલોનું ટોળું છો! | |
56:05 | So, I say to myself, | તો, હું મારી જાતને કહું છું, |
or you say to yourself, | અથવા તમે તમારી જાતને કહો છો, | |
56:12 | I’m attached to something or other. | હું કોઈને કોઈ વસ્તુ સાથે જોડાયેલો છું. |
56:18 | To my shirt, or to my robe | મારા ખમીસ સાથે, કે મારા ઝભ્ભા સાથે |
– like that gentleman – | - પેલા સદ્દગૃહસ્થના જેવો - | |
56:27 | or to some guru, some fantasy, | અથવા કોઈ ગુરુ સાથે, કોઈ દિવાસ્વપ્ન સાથે, |
some symbol – I’m attached. | કોઈ પ્રતીક સાથે - હું જોડાયેલો છું. | |
56:33 | Death comes along | દસ વર્ષમાં મૃત્યુ આવે છે |
in ten years and says, | અને કહે છે, | |
56:36 | ‘Old boy, you can’t | 'વૃદ્ધ માણસ, તું એને સાથે |
take that with you’. | ન લઈ જઈ શકે.' | |
56:48 | So, why not get totally free | તો શા માટે અત્યારે જ |
of attachment now? | જોડાણથી મુક્ત ન થવું? | |
56:54 | Which is death. | જે છે મૃત્યુ. |
You understand? | તમે સમજો છો? | |
57:01 | Totally detached. | પૂરેપૂરા અલગ. |
57:08 | Today not tomorrow. | આજે, નહીં કે આવતીકાલે. |
Tomorrow is death. | આવતીકાલ મૃત્યુ છે. | |
57:14 | So, why can’t I be free | તો, હું શા માટે મારા જોડાણથી |
of my attachment? Now. | મુક્ત ન થઈ શકું? અત્યારે. | |
57:24 | Therefore living and dying | માટે જીવન અને મૃત્યુ |
are together all the time. | બધા સમયે સાથે જ છે. | |
57:30 | I wonder if you see | મને ખબર નથી કે તમે આનું |
the beauty of it. | સૌંદર્ય જુઓ છો કે કેમ. | |
57:36 | Not ten years later | દસ વર્ષો પછી |
or forty years later. | કે ચાળીસ વર્ષો પછી નહીં. | |
57:42 | That gives you an immense | તે તમને અપાર મુક્તિનું |
sense of freedom – | ભાન કરાવે છે - | |
57:46 | to your profession, | તમારા વ્યવસાય પ્રત્યે, |
to everything about you. | તમારી દરેક બાબત પ્રત્યે. | |
57:54 | So, living and dying | એટલે, જીવવું અને મરવું |
are together, always. | સાથે જ છે, હંમેશ. | |
58:00 | It’s not something | તેમાં ડરવા જેવું |
to be frightened about. | કશું નથી. | |
58:07 | So, if the brain can do that | તેથી, જો મગજ તેમ કરી શકે |
– you understand? – | - તમે સમજો છો? - | |
58:14 | then there is a totally | તો પછી મગજનો ગુણધર્મ |
different quality to the brain. | તદ્દન વિશિષ્ટ બને છે. | |
58:20 | It has no hooks. | તેને કોઈ આંકડીઓ રહેતી નથી. |
58:25 | It has no sense of the past, | તેને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળનું |
the future, the present. It is living. | કોઈ ભાન હોતું નથી. તે માત્ર જીવે છે. | |
58:37 | I can’t go into it now because it is | હું અત્યારે તેમાં જઈ નહીં શકું કારણ કે |
really endless way of living, | તે ખરેખર જીવવાની અનંત રીત છે, | |
58:45 | that is, every day is a new day; | એટલે કે, દરેક દિવસ એક નવો દિવસ છે; |
58:52 | every morning is | દરેક સવાર |
a sun of the morning. | એક સવારનો સૂરજ છે. | |
59:01 | And also we should | અને આપણે ધર્મ વિષે |
talk about religion. | વાત કરવી જોઈએ. | |
59:09 | Don’t mistake | હું જે કહી રહ્યો છું |
what I’m talking about – | - કૃ જે કહી રહ્યો છે - | |
59:12 | what K is talking about. | તેને ખોટું ન સમજતા. |
59:15 | Future is now. | ભવિષ્ય અત્યારે છે. |
59:17 | Therefore there is no | એટલે એવું કશું નથી કે |
‘I shall be born next life’. | 'હું આવતા જીવનમાં ફરી જન્મ પામીશ.' | |
59:24 | That is an idea | એ માત્ર એક કલ્પના છે |
to which you’re attached, | જેની સાથે તમે જોડાયેલા છો, | |
59:26 | it gives you great comfort, | એ તમને ખૂબ રાહત આપે છે, |
blah blah, etc. | વગેરે વાહિયાત વાતો. | |
59:30 | But if you believe in reincarnation | પરંતુ જો તમે પુનર્જન્મમાં માનતા હો, |
then you must act right now, | તો તમારે અત્યારે જ કાર્ય કરવું પડે, | |
59:36 | act rightly now, | યોગ્ય રીતે કાર્ય કરવું પડે, |
59:40 | because next life you are going | કારણ કે આવતા જીવનમાં તમારે |
to pay for it, or be rewarded. | ચુકવણી કરવાની અથવા પુરસ્કાર લેવાનો છે. | |
59:50 | If you believe in reincarnation, | જો તમે પુનર્જન્મમાં માનતા હો, |
as most of you probably do | જેમ કે તમારામાંથી મોટાભાગના લોકો માનતા હશો, | |
59:56 | – it’s a very comforting idea | - તે કલ્પના ઘણી રાહત આપનારી છે, |
but it’s meaningless | પણ તે અર્થહીન છે | |
1:00:02 | because if you act rightly now | કારણ કે જો તમે અત્યારે યોગ્ય રીતે કાર્ય |
righteousness has no reward. | કરો, તો સદાચારનો કોઈ પુરસ્કાર નથી હોતો. | |
1:00:15 | Righteousness is righteousness, | સદાચાર પોતે પવિત્રતા છે, |
1:00:18 | not what you are going | નહીં કે તેમાંથી |
to get out of it. | તમને જે મળશે તે. | |
1:00:21 | That’s a merchandise attitude, | તે તો વેપારી વલણ થયું, |
mechanical attitude. | યાંત્રિક વલણ. | |
1:00:30 | I won’t go into all that | હું તે બધામાં નહીં જાઉં |
– there’s no time | - સમય નથી | |
1:00:34 | because we have some | કારણ કે આપણે કેટલીક |
other things to talk about. | અન્ય બાબતો વિષે વાત કરવાની છે. | |
1:00:38 | What is religion? | ધર્મ શું છે? |
1:00:46 | Sir, this is one of the most | સર, આ જીવનના સૌથી મહત્ત્વના |
important questions in life. | પ્રશ્નોમાંનો એક છે. | |
1:00:52 | There are temples | આખા ભારતમાં |
all over India, | ઘણાં મંદિરો છે, | |
1:00:55 | mosques all over the world, | આખી દુનિયામાં ઘણી મસ્જિદો છે, |
churches all over the world, | આખી દુનિયામાં ઘણાં દેવળો છે, | |
1:01:00 | and their priests | અને ત્યાંના પૂજારીઓ |
beautifully decorated, | સરસ શણગારેલા હોય છે, | |
1:01:03 | beautifully garbed, | સુંદર પોશાક, |
all medallions… and so on. | ઘણા ચંદ્રકો... વગેરે. | |
1:01:11 | This has been one of the problems | આ એક સમસ્યા |
from ancient of times. | પ્રાચીન કાળથી રહી છે. | |
1:01:16 | The priest and the king. | પૂજારી અને રાજા. |
1:01:21 | The priest wanted power. | પૂજારી સત્તા ઇચ્છતો હતો. |
1:01:25 | The king also wanted power. | રાજા પણ સત્તા ઇચ્છતો હતો. |
1:01:28 | But the priest was stronger | પરંતુ પૂજારી અધિક શક્તિશાળી હતો, |
1:01:30 | because he was the one | કારણ કે તે જ |
who wrote, read, | લખતો, વાંચતો, | |
1:01:37 | and the king had to obey him | અને રાજાએ તેની આમન્યા રાખવી પડતી |
because he was the wiser man – | કારણ કે તે વધારે વિદ્વાન હતો - | |
1:01:41 | or he was supposed to be. | અથવા તો એમ માનવામાં આવતું. |
1:01:43 | And gradually the king said, | અને છેવટે રાજાએ કહ્યું, |
‘This is not good enough’ | 'આ તો કંઈ બરાબર નથી' | |
1:01:47 | and so there was a war | અને આમ પૂજારી અને |
between the priest and the king. | રાજા વચ્ચે લડાઈ થઈ. | |
1:01:50 | This is historical – | આ ઐતિહાસિક છે - |
you’ll find it in different ways. | તમને આના ઘણા પુરાવાઓ મળશે. | |
1:01:55 | And the king won. | અને રાજા જીત્યો. |
And said, ‘You keep to your place’. | અને કહ્યું, 'તમે તમારી જગ્યાએ રહો.' | |
1:02:03 | But the priest also | પરંતુ પૂજારી પણ |
wanted to have power. | સત્તા ઇચ્છતો હતો. | |
1:02:07 | You know all this, don’t you? | તમે આ બધું જાણો છો, નહીં કે? |
It’s happening right now. | આ અત્યારે પણ બની રહ્યું છે. | |
1:02:14 | And the popes have three crowns | અને પોપ પાસે ત્રણ મુગટો છે |
– spiritual, terrestrial, etc. | - આધ્યાત્મિક, પ્રાદેશિક વગેરે. | |
1:02:24 | So, there was a conflict in | આમ સંસદમાં ઝઘડો થયો |
parliament between... and the priest | … અને પૂજારી વચ્ચે, | |
1:02:33 | So, the priest was put out. | એટલે પૂજારીને બહાર કાઢવામાં આવ્યો. |
1:02:38 | So, they had to be religious. | તો, તેમણે ધાર્મિક રહેવાનું હતું. |
1:02:41 | Religion has been built. | ધર્મના માળખાની રચના થઈ ગઈ હતી. |
I won’t go into the word ‘religion’. | હું 'ધર્મ' શબ્દમાં નહીં જાઉં. | |
1:02:49 | It had a very complicated | તેનો અર્થ એક સમયે |
meaning at one time, | ઘણો વિકટ હતો, | |
1:02:54 | but now it has become a symbol, | પણ અત્યારે તે એક પ્રતીક, કર્મકાંડ, |
a ritual, a superstition. | અંધશ્રદ્ધા બની ગયો છે. | |
1:03:05 | In this country, | આ દેશમાં તે એક |
it’s a superstition, a ritual, | અંધશ્રદ્ધા છે, કર્મકાંડ છે, | |
1:03:12 | worshipping a symbol. | પ્રતીકનું પૂજન છે. |
1:03:15 | This is repeated all over the world, | આખી દુનિયામાં વારેવારે આનું જ |
1:03:17 | over and over again – | પુનરાવર્તન થાય છે - |
a mixture of these three. | આ ત્રણનું મિશ્રણ. | |
1:03:23 | And is that religion? | અને શું તે ધર્મ છે? |
Parsi, Hindu, Muslim, | પારસી, હિન્દુ, મુસ્લિમ, | |
1:03:29 | Christian, Buddhist | ખ્રિસ્તી, બૌદ્ધ |
– is that religion? | - તે ધર્મ છે? | |
1:03:34 | Or religion is something | કે પછી ધર્મ કશુંક |
entirely different. | તદ્દન વિશિષ્ટ છે? | |
1:03:42 | I’m sorry to upset all of you. | હું તમને સૌને અસ્વસ્થ કરવા બદલ દિલગીર છું. |
But is that religion? | પરંતુ શું તે ધર્મ છે? | |
1:03:51 | Going to the temple | દિવસમાં ત્રણ વાર |
three times a day, | મંદિર જવું, | |
1:03:56 | the Muslim calling five times a day | મુસ્લિમો રોજ પાંચ વાર, |
1:04:04 | and the Buddhist and so on. | અને બૌદ્ધ લોકો વગેરે. |
1:04:06 | Is that religion or is religion | શું તે ધર્મ છે કે પછી ધર્મ |
something entirely different? | કશુંક તદ્દન વિશિષ્ટ છે? | |
1:04:12 | It has nothing whatsoever to do | એનો કર્મકાંડો સાથે, પ્રતીકો સાથે |
with rituals, with symbols. | કોઈ જ સંબંધ નથી. | |
1:04:20 | Because all these | કારણ કે આ બધું |
are invented by man, | માણસે શોધેલું છે, | |
1:04:25 | because the priests | કારણ કે પૂજારીઓને |
wanted power, position, | સત્તા, હોદ્દો જોઈતાં હતાં, | |
1:04:27 | so he put on new hats, new clothes, | તેથી તેઓએ નવી ટોપીઓ, નવાં વસ્ત્રો પહેર્યાં, |
and grew long beards, | અને લાંબી દાઢીઓ વધારી, | |
1:04:35 | or shaved their head. | અથવા તો માથે મુંડન કરાવ્યું. |
1:04:40 | So, all that is called religion. | આમ, આ બધું ધર્મ કહેવાય છે. |
1:04:48 | To an ordinary thoughtful man, | એક સાધારણ વિચારશીલ, |
fairly intelligent, | બુદ્ધિશાળી માણસ, | |
1:04:52 | he will say, ‘That’s rubbish, | કહેશે કે, 'આ બધું વાહિયાત છે, |
total rubbish’. | તદ્દન વાહિયાત.' | |
1:05:00 | If he discards all that, | પરંતુ જો તે આ બધું એક બાજુ કાઢી નાખે, |
really discards, totally puts away | હકીકતમાં એક બાજુ કાઢી નાખે, દૂર મૂકી દે, | |
1:05:06 | being a Hindu, with all his | એક હિન્દુ તરીકે પોતાનાં |
superstitions, symbols, | અંધશ્રદ્ધાઓ, પ્રતીકો, | |
1:05:10 | worship, prayers, | પૂજા, પ્રાર્થનાઓ |
all that stuff. | વગેરે બધું. | |
1:05:14 | And the Christian does, | અને એક ખ્રિસ્તી તેમ કરે, |
and the Buddhist, | બૌદ્ધ તેમ કરે, | |
1:05:17 | then what is religion? | તો ત્યાર પછી ધર્મ શું છે? |
1:05:19 | He is a serious man, | તે એક ગંભીર માણસ છે, |
1:05:21 | he is not just a wordmonger – | તે માત્ર શાબ્દિક રમતો કરતો નથી - |
not warmonger but wordmonger. | યુદ્ધખોર નહીં, પણ શબ્દખોર. | |
1:05:30 | So what is religion? | તો ધર્મ શું છે? |
1:05:37 | We’re talking over together – | આપણે સૌ સાથે મળીને વાત કરી રહ્યા છીએ - |
1:05:40 | the speaker is not laying down | વક્તા કોઈ કાયદો કે અધિકાર મુજબ |
the law, no authority, | વાત કરતો નથી, | |
1:05:46 | he says, let us talk about it, | તે કહે છે, 'આપણે સૌ તેના વિષે વાત કરીએ, |
let’s investigate, | તપાસ કરીએ, | |
1:05:50 | let’s go into it. | તેમાં ઊંડા ઉતરીએ.' |
1:05:57 | Our brains are chattering | આપણાં મગજ સતત બબડાટ |
all the time. | કર્યા કરતાં હોય છે. | |
1:06:02 | Never a second when it is quiet. | એક સેકંડ પણ ચૂપ નથી રહેતાં. |
Haven’t you noticed it? | શું તમે તે નોંધ્યું નથી? | |
1:06:09 | Chattering, chattering, | બબડાટ, બબડાટ, |
chattering, or imagining, | બબડાટ કરે, અથવા કલ્પનાઓ કરે, | |
1:06:14 | or perpetually in action. | અથવા સતત કામ કર્યા કરે. |
1:06:21 | You know that, don’t you? | તમે એ જાણો છો, નહીં કે? |
1:06:25 | And there is never | અને ક્યારેય શાંતિની એક પળ |
a moment of silence. | પણ નથી હોતી. | |
1:06:29 | And that silence | અને તે શાંતિમાં પણ |
is also a repetition: | કંઈક રટણ રહે છે: | |
1:06:34 | ‘Ram, Ram’ | 'રામ, રામ', |
or whatever you repeat. | અથવા જે કંઈ તમે રટતા હો તે. | |
1:06:37 | When you repeat, repeat, repeat, | જયારે તમે રટ્યા જ કરો, |
your brain becomes very dull. | ત્યારે તમારું મગજ બહુ મૂઢ બની જાય છે. | |
1:06:43 | Right? Do you agree to this? | ખરું? તમે આની સાથે સંમત છો? |
1:06:47 | When you repeat something mechanical | જો તમે યાંત્રિક રીતે કંઈક રટણ કર્યા કરો, |
1:06:52 | and you repeat the word, | કોઈ શબ્દ, |
or something or other, | કે બીજું કંઈ પણ, | |
1:06:56 | and gradually your brain through | તો ધીરેધીરે તમારું મગજ |
repetition becomes dull and quiet, | રટણને લીધે મૂઢ અને ચૂપ થઇ જાય છે, | |
1:07:04 | and that quietness is something | અને તે શાંતિ તમને કશુંક |
marvellous to you. | અદ્દભુત હોય એમ લાગે છે. | |
1:07:09 | Do you understand what I am saying? | હું જે કહું છું તે તમે સમજો છો? |
Are you all asleep? | શું તમે સૌ ઊંઘમાં છો? | |
1:07:14 | Or are we awake | કે પછી આપણે સૌ એકબીજા સાથે |
to talk to each other? | વાતો કરવા માટે જાગીએ છીએ? | |
1:07:19 | This repetition | આ રટણ, |
either physically, or sexually, | શારીરિક રીતે, કે જાતીય રીતે, | |
1:07:24 | constant repeat, repeat, repeat, | સતત રટણ, રટણ, રટણ, |
1:07:27 | makes not only the body, the organism | માત્ર શરીરને અને જીવતંત્રને જ નહીં, |
dull, but also the brain. | પરંતુ મગજને પણ મૂઢ કરી નાખે છે. | |
1:07:35 | And when it becomes dull, | અને જયારે તે મૂઢ બની જાય, |
you think that’s quiet. | ત્યારે તમે માનો છો કે તે શાંત છે. | |
1:07:44 | My golly! | ઓહોહો! |
1:07:47 | So, if you discard | તેથી, જો તમે એ બધી મૂર્ખામીને |
all that nonsense – | એક બાજુ કાઢી નાખો - | |
1:07:53 | for the speaker | વક્તા માટે |
it’s complete nonsense, | એ પૂરેપૂરી મૂર્ખામી છે, | |
1:07:57 | like going to a circus – | સર્કસમાં જવા જેવું છે - |
for the speaker, not for you. | વક્તા માટે, તમારા માટે નહીં. | |
1:08:06 | But we’re sharing it together, | પરંતુ આપણે વિમર્શ કરી રહ્યા છીએ, |
1:08:08 | we’re talking about it together. | સાથે મળીને વાત કરી રહ્યા છીએ. |
1:08:10 | I am not persuading you, | હું તમને મનાવતો નથી, |
influencing you – do this or that. | પ્રભાવ પાડતો નથી - એવું કંઈ કરતો નથી. | |
1:08:16 | So, we have to enquire | માટે, આપણે તપાસ કરવી પડે કે |
what is meditation, what is silence. | ધ્યાન શું છે, શાંતિ શું છે? | |
1:08:26 | Silence allows space. | શાંતિ અવકાશ પૂરો પાડે છે. |
You can’t be silent in a tiny space. | તમે એક નાનકડી જગ્યામાં શાંત ન રહી શકો. | |
1:08:33 | Space. | અવકાશ. |
1:08:36 | So we have to go into the question | માટે આપણે ધ્યાન, અવકાશ, સમયના |
of meditation, space, time | પ્રશ્નમાં જવું પડે, | |
1:08:45 | and whether there is | અને એ જોવું પડે કે શું |
an ending to time. | સમયનો અંત છે ખરો. | |
1:08:50 | You understand? | તમે સમજો છો? 'મને કહો કે ધ્યાન |
Not, ‘Tell me how to meditate’. | કેવી રીતે ધરવું', એવું નહીં. | |
1:08:58 | You understand, sir? | તમે સમજો છો, સર? |
1:09:01 | We are not telling you | હું તમને એ નથી કહી રહ્યો |
how to meditate. | કે ધ્યાન કેવી રીતે ધરવું. | |
1:09:05 | Your meditation now | અત્યારે તમારું ધ્યાન |
is achievement. | કશાકની પ્રાપ્તિ છે. | |
1:09:10 | The meaning of the word ‘meditation’ | 'ધ્યાન' શબ્દનો અર્થ છે |
means to ponder over – | કશાકનું ચિંતન કરવું - | |
1:09:18 | in a dictionary you will | શબ્દકોશમાં તમને આ મળશે - |
find this – ponder over, | ચિંતન કરવું, | |
1:09:21 | think over, weigh, | વિચાર કરવો, તોલવું, |
look at it carefully. | કાળજીપૂર્વક ચકાસવું. | |
1:09:27 | And also it means ‘measure’, | અને તેનો અર્થ 'માપવું' પણ છે. |
‘ma’ in Sanskrit. Measure. | સંસ્કૃતમાં 'મા' એટલે માપવું. | |
1:09:35 | So, meditation now is, | તો, અત્યારે ધ્યાન જે છે, |
as is now: | તે છે | |
1:09:41 | repetition, making the mind dull, | રટણ, જે મગજને મૂઢ બનાવે છે, |
and so say, ‘At last!’. | અને એટલે કહો કે, 'આખરે!'. | |
1:09:49 | Because it is dull, | તે મૂઢ બને છે, |
and being dull it becomes quiet. | અને તેથી શાંત પડી જાય છે. | |
1:09:57 | And you think you’ve achieved | અને તમને લાગે છે કે તમે કોઈ |
some tremendous thing. | જબરદસ્ત વસ્તુ પ્રાપ્ત કરી છે. | |
1:10:02 | And you go round | અને તમે ચારેબાજુ બીજા લોકોને |
repeating this to others. | આમ કરવા કહો છો. | |
1:10:05 | And the poor gullible people | અને બિચારા, ભોળા લોકો |
say, ‘Yes, yes’. | કહે છે, 'હા, હા'. | |
1:10:13 | So, we’re going to consider | તો આપણે આ બધા વિષે |
all this now. | હવે વાત કરીશું. | |
1:10:18 | It is five minutes past ten. | દસ વાગ્યા ઉપર પાંચ મિનિટ થઈ છે. |
Do you want to go on? | શું તમે આગળ વધવા માગો છો? | |
1:10:24 | Am I working or are you working? | હું કામ કરું છું કે તમે કામ કરો છો? |
1:10:27 | Q: Together. | પ્રઃ સાથે મળીને. |
K: Are you sure? | કૃ: તમે ચોક્કસ છો? | |
1:10:30 | Q: We are sure. | પ્રઃ અમે ચોક્કસ છીએ. |
1:10:37 | K: Meditation | કૃ: સાધારણ રીતે |
as is generally practised | જે ધ્યાન કરવામાં આવે છે, | |
1:10:43 | is to cultivate this dullness. | તે આ મૂઢતાનો વિકાસ કરવા માટે છે. |
1:10:54 | And therefore gradually make | અને તેથી ધીરેધીરે મગજને |
the brain subservient, quiet. | તાબામાં લઈને શાંત પાડી દે છે. | |
1:11:01 | And if you feel quiet, you say, | અને જો તમને શાંતિ લાગે, તો તમે કહો, |
‘My god, everything is achieved’. | 'હે પ્રભુ, દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે.' | |
1:11:08 | For the speaker that is | વક્તા માટે તે |
not meditation at all. | ધ્યાન છે જ નહીં. | |
1:11:14 | Don’t ask how to meditate. | ધ્યાન કેવી રીતે કરવું એવું ન પૂછો. |
1:11:17 | It is like asking a carpenter | એ એક સુથારને એવું પૂછવા બરાબર છે કે |
how to build a beautiful cabinet. | સુંદર કબાટ કેવી રીતે બનાવવું. | |
1:11:25 | If he is a good carpenter, | જો તે એક સારો સુથાર હશે, |
you don’t have to tell him. | તો તમારે તેને કહેવું નહીં પડે. | |
1:11:32 | So, we are not asking | માટે, આપણે એવું નથી પૂછતાં |
how to meditate, | કે ધ્યાન કેવી રીતે કરવું, | |
1:11:35 | but we are asking what is meditation? | પરંતુ આપણે પૂછીએ છીએ કે ધ્યાન એટલે શું? |
Two different things altogether. | બંને વસ્તુઓ તદ્દન ભિન્ન છે. | |
1:11:44 | Not how, but what is meditation? | કેવી રીતે ધ્યાન નહીં, પરંતુ શું છે ધ્યાન? |
1:11:49 | As is generally practised, | સામાન્ય રીતે જે કરવામાં આવે છે, |
it is a series of achievements. | તે ઉપલબ્ધિઓની હારમાળા છે. | |
1:11:55 | And you say, | અને તમે કહો છો, |
‘Buddha is enlightened’. | 'બુદ્ધ પ્રબુદ્ધ છે’. | |
1:11:58 | I don’t know what that means | હું નથી જાણતો કે એનો અર્થ શું, |
but that doesn’t matter. | પણ એથી કશો ફરક નથી પડતો. | |
1:12:04 | So, when you compare, | તો, જયારે તમે સરખામણી કરો, |
which is meditation – | જે છે ધ્યાન - | |
1:12:10 | ‘ma’ as I said means | મેં પહેલાં કહ્યું તેમ સંસ્કૃતમાં |
in Sanskrit ‘measure’. | 'મા'નો અર્થ છે 'માપવું'. | |
1:12:14 | ‘I was this today, | 'હું આજે આવો હતો, |
I’ll be better tomorrow’. | હું આવતીકાલે વધારે સારો થઈશ.' | |
1:12:19 | That is measurement. | એ છે માપણી. |
1:12:22 | So, measurement has | તો, માપણીનું ધ્યાનમાં |
no place in meditation. | કોઈ સ્થાન નથી. | |
1:12:30 | Measurement has a great place | ગ્રીક સંસ્કૃતિ આવ્યા બાદ |
from the Greeks onwards. | માપણીનું સ્થાન ઊંચું બની ગયું. | |
1:12:38 | Measurement is necessary | માપણી બધી જ પ્રૌદ્યોગિક બાબતોમાં |
in all technology – | જરૂરી છે - | |
1:12:43 | in all technology, | બધી જ પ્રૌદ્યોગિક બાબતો, |
whether you build a chair, | તમે એક ખુરશી બનાવો, | |
1:12:48 | or the most complicated trajectory | કે ચંદ્ર ઉપર જવા માટે અટપટું |
to go to the moon. | અવકાશયાન બનાવો. | |
1:12:58 | Measurement is necessary. | માપણી જરૂરી છે. |
1:13:01 | So we are saying, | તો આપણે કહીએ છીએ કે, |
meditation implies total freedom | ધ્યાનનો ભાવાર્થ છે | |
1:13:07 | from all comparison | બધી સરખામણી અને માપણીમાંથી |
and measurement. | સંપૂર્ણ મુક્તિ. | |
1:13:11 | Now, this is difficult | હવે, આ અઘરું છે |
1:13:17 | because meditation is something | કારણ કે, ધ્યાન કશુંક |
that is marvellous | અદ્દભુત છે, | |
1:13:22 | if you know what to do | જો તમે જાણતા હો કે શું કરવાનું છે તો |
– not you, meditation. | - તમે નહીં, ધ્યાન. | |
1:13:27 | The meditator is different | ધ્યાન કરનાર અને ધ્યાન |
from meditation. | એ બે જુદાં છે. | |
1:13:33 | As long as there is a meditator, | જ્યાં સુધી ધ્યાન કરનાર છે, |
there is no meditation. | ત્યાં સુધી ધ્યાન નથી. | |
1:13:42 | You understand all this? | તમે આ બધું સમજો છો? |
1:13:45 | Because the meditator | કારણ કે ધ્યાન કરનારને |
is concerned about himself – | પોતાની સાથે નિસબત છે - | |
1:13:48 | how he is progressing, | પોતે કેવી પ્રગતિ કરે છે, |
what he is doing, | પોતે શું કરે છે, | |
1:13:51 | ‘I hope I will be better tomorrow’, | 'મને આશા છે કે હું આવતીકાલે |
anxiety, | વધારે સારો થઈશ', વ્યગ્રતા, | |
1:13:56 | in meditation | ધ્યાનમાં |
there is no meditator at all. | કોઈ ધ્યાન કરનાર હોતું જ નથી. | |
1:14:01 | Once you have seen this for yourself, | એક વાર તમે આ જાતે જ જુઓ, |
1:14:04 | the beauty of it, the depth of it, | આનું સૌંદર્ય, આનું ઊંડાણ, |
the subtleness of it. | આની બારીકાઈ જુઓ. | |
1:14:11 | So, the practice of meditation | એટલે, ધ્યાનની પ્રસ્થાપિત રીત |
is no meditation. | એ ધ્યાન નથી. | |
1:14:19 | Sitting on the banks and looking… | નદીકિનારે બેસવું અને જોયા કરવું વગેરે... |
You know – | તમે જાણો છો - | |
1:14:23 | making the mind | મગજને વધુ ને વધુ |
more and more dull, | મૂઢ બનાવે છે, | |
1:14:26 | and say, ‘Yes, I’ve spent an hour, | અને તમે કહો, 'હા, મેં એક કલાક ગાળ્યો, |
marvellous’, | અદ્દભુત', | |
1:14:30 | and you prostrate to him, | અને તમે બીજાને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરો, |
touch his feet. | ચરણસ્પર્શ કરો. | |
1:14:34 | By the way, | જો કે, મહેરબાની કરીને |
please don’t touch my feet. | મારો ચરણસ્પર્શ કરતા નહીં. | |
1:14:37 | That’s most undignified, | તે એક માણસ તરીકે |
as a human being. | સૌથી વધુ ગૌરવહીન છે. | |
1:14:42 | You can hold my hand | તમે ઇચ્છો ત્યાં સુધી |
any amount you like, | મારો હાથ પકડી શકો, | |
1:14:46 | but not the feet of somebody, | પરંતુ કોઈના પગ નહીં, |
it’s inhuman, undignified. Right. | તે અમાનવીય, ગૌરવહીન છે. બરાબર. બરાબર. | |
1:14:53 | So, meditation is something | માટે, ધ્યાન એ એવું કશુંક છે |
that cannot be practised, | જેનો મહાવરો થઈ ન શકે, | |
1:15:00 | as you practise a violin, a piano. | જેમ તમે વાયોલિન કે પિયાનોનો મહાવરો કરો તેમ. |
1:15:06 | In singing you practise. | ગાવામાં તમે મહાવરો કરો છો. |
1:15:09 | That means that you want to reach | એનો અર્થ એ કે તમે અમુક સ્તરની |
a certain level of perfection. | સર્વોત્કૃષ્ટતાએ પહોંચવા માગો છો. | |
1:15:15 | And in meditation there is no level, | અને ધ્યાનમાં કોઈ સ્તર નથી, |
nothing to be achieved. | કશું પ્રાપ્ત કરવાનું નથી. | |
1:15:21 | Therefore it is not a conscious, | તેથી તે સભાનપણાનું, |
deliberate meditation. | ઈરાદાપૂર્વકનું ધ્યાન નથી. | |
1:15:29 | I wonder if you understand all this. | મને આશ્ચર્ય છે કે તમે |
આ બધું સમજો છો કે કેમ. | ||
1:15:32 | There is a meditation | એવું એક ધ્યાન છે |
which is totally undirected, | જે પૂર્ણપણે દિશાહીન છે, | |
1:15:40 | totally, if I can use the word, | પૂર્ણપણે, જો હું આ શબ્દ વાપરી શકું તો, |
unconscious. | અભાન. | |
1:15:45 | It is not a deliberate process. | એ કોઈ ઈરાદાપૂર્વકની પ્રક્રિયા નથી. |
Let’s leave that. | ચાલો, છોડો આ વાતને. | |
1:15:51 | We can spend a lot of time | આપણે આ વાતમાં ઘણો સમય |
on this – an hour, more, | ગાળી શકીએ - એક કલાક, વધારે, | |
1:15:54 | a whole day, the whole | એક આખો દિવસ, |
of your life to find this out. | આ શોધવા માટે તમારું આખું જીવન. | |
1:16:03 | And also we ought | અને આપણે અવકાશ વિષે પણ |
to talk about space, | વાત કરવી જોઈએ, | |
1:16:08 | because meditation is that. | કારણ કે તે ધ્યાન છે. |
1:16:13 | Space – we have | અવકાશ - આપણાં મગજમાં |
no space in the brain. | જરા પણ અવકાશ નથી. | |
1:16:18 | Have you realised that, sir? | તમે આ સમજ્યા છો, સર? |
No space. | અવકાશ નથી. | |
1:16:23 | There is space between two struggles, | બે સંઘર્ષો વચ્ચે, બે વિચારો વચ્ચે |
between two thoughts, | ખાલી જગ્યા છે, | |
1:16:31 | but still within the sphere | પરંતુ છતાં એ બધું કાયમ |
of thought, and so on. | વિચારના ક્ષેત્રમાં જ રહે છે. | |
1:16:37 | What is space? | અવકાશ એટલે શું? |
1:16:47 | Does space contain time? | શું અવકાશમાં સમય સમાવિષ્ટ છે? |
1:16:53 | Or, time includes all space. | કે પછી, સમયમાં બધો અવકાશ સમાયેલો છે. |
1:17:01 | We talked about time. | આપણે સમય વિષે વાત કરી. |
1:17:04 | May I just briefly go over it, | શું હું ટૂંકમાં તેની વાત કરી શકું, |
1:17:07 | though it is nearly | જોકે લગભગ |
a quarter past ten – | સવાદસ વાગ્યા છે - | |
1:17:09 | don’t blame me afterwards | પછી તમને અહીં રોકી રાખવા બદલ |
for keeping you here. | મને દોષ નહીં આપતા. | |
1:17:13 | Time – I am going | સમય - હું બહુ ટૂંકમાં તે |
to put it very briefly, | વાત કરીશ, | |
1:17:16 | if you don’t understand it | જો તમને સમજ ન પડે તો |
I’m sorry – time is yesterday – | હું દિલગીર છું – સમય ગઈકાલ છે - | |
1:17:22 | all the memories, | બધી સ્મૃતિઓ, |
all the incidents, | બધા બનાવો, | |
1:17:25 | all the quarrels, | બધા ઝઘડાઓ, |
the uncertainties, | અનિશ્ચિતતાઓ, | |
1:17:28 | and the long, two and a half | અને લાંબી, પચીસ |
million years of memory – | લાખ વર્ષોની સ્મૃતિઓ - | |
1:17:34 | all that is yesterday. | એ બધું ગઈકાલ છે. |
1:17:37 | And the present is the environment, | અને વર્તમાન એ પરિસ્થિતિ છે, |
what is happening now. | જે અત્યારે ઘટી રહી છે. | |
1:17:43 | All the past is modified | બધો ભૂતકાળ અત્યારે |
by circumstances, by time, | સંજોગો દ્વારા, સમય દ્વારા, ઘટનાઓ દ્વારા | |
1:17:49 | by events now. | ફેરફાર પામી રહ્યો છે. |
1:17:53 | And the future is modified, | અને ભવિષ્ય ફેરફાર પામી રહ્યું છે, |
1:17:57 | is reshaped in time as the future. | સમયની અંદર ભવિષ્ય તરીકે ઘડાઈ રહ્યું છે. |
1:18:03 | So the past modifying | એટલે કે, ભૂતકાળ પોતાનામાં |
itself in the present | વર્તમાનમાં ફેરફાર કરીને | |
1:18:09 | becomes the future. | ભવિષ્ય બને છે. |
1:18:15 | So, all time, the future, | આમ, બધો સમય, ભવિષ્ય, |
the present and the past | વર્તમાન અને ભૂતકાળ | |
1:18:22 | is contained in the now. | અત્યારની પળમાં સમાવિષ્ટ છે. |
1:18:26 | Don’t agree, please, | કૃપા કરીને, સંમત ન થતા, |
this is the most… | આ સૌથી વધુ… | |
1:18:29 | It is a tremendously | આ અસાધારણ |
revealing thing | રહસ્ય પ્રગટ કરે છે, | |
1:18:32 | because it demands action | કારણ કે આ કર્મ માગી લે છે |
– not just agreement, | - માત્ર કહેવા પૂરતી સંમતિ નહીં કે, | |
1:18:36 | say, ‘Yes, I’m going home…’, | 'હા, હું ઘરે જાઉં છું…' |
and go on with your life. | અને પછી તમારું જીવન એમ ને એમ ચાલુ રાખો. | |
1:18:43 | The whole of time – the future, | સમગ્ર સમય - ભવિષ્ય, |
the present and the past, is now. | વર્તમાન અને ભૂતકાળ, અત્યારની પળ છે. | |
1:18:53 | So, action changes | માટે, કર્મ અત્યારે ફેરફાર કરે છે, |
now, not tomorrow. | આવતીકાલે નહીં. | |
1:18:58 | ‘I will be good tomorrow’. | 'હું આવતીકાલે સારો થઈશ'. |
1:19:02 | So all action, all thought, | એટલે બધું કર્મ, બધો વિચાર, |
1:19:07 | all time is now. | બધો સમય અત્યારે જ છે. |
1:19:14 | We went into that. | આપણે તે વિષે વાત કરી. |
I won’t go further. | હું વધુ આગળ નહીં જાઉં. | |
1:19:19 | So what is space? | તો અવકાશ શું છે? |
1:19:24 | Don’t imagine it | તેની કલ્પના ન કરતા કારણ કે |
because then it’s just your thought | એ માત્ર તમારો વિચાર જ કલ્પના કરે છે | |
1:19:27 | imagining space is this, | કે અવકાશ આવો છે, |
the heavens. | સ્વર્ગ છે. | |
1:19:32 | I must tell a very good joke. | હું તમને એક બહુ મજાનો ટુચકો કહું. |
May I? | કહું હું? | |
1:19:37 | Q: Please, please. | પ્રઃ જરૂર, જરૂર. |
1:19:43 | K: This happens to be hell, and | કૃ: આ નરક છે, |
the devil is there in the distance. | અને ત્યાં દૂર શયતાન છે. | |
1:19:49 | I am not pointing at anybody! | હું કોઈની તરફ આંગળી નથી ચીંધી રહ્યો! |
1:19:54 | The devil is far in the corner | શયતાન દૂર ખૂણામાં છે |
– you know, | - તમે જાણો છો, | |
1:19:58 | Christian devil | ખ્રિસ્તી શયતાન |
with two horns and tail – | બે શીંગડાં અને પૂંછડીવાળો - | |
1:20:01 | and there are two people | અને ત્યાં બે લોકો |
talking together. | વાતો કરી રહ્યા છે. | |
1:20:05 | One says to the other, | એક માણસ બીજાને કહે છે, |
‘It’s very hot here, isn’t it?’ | 'અહીં બહુ ગરમી છે, નહીં?' | |
1:20:09 | Hell – very hot. | નરક - બહુ ગરમી. |
The other fellow says, | બીજો માણસ કહે છે, | |
1:20:12 | ‘Yes, it’s very hot but dry heat’. | 'હા, બહુ ગરમી છે, પણ સૂકી ગરમી.' |
1:20:23 | No joke? Funny people. | આ ટુચકો નથી? રમુજી માણસો. |
All right, sir. | ભલે, સર. | |
1:20:31 | I have got lots of jokes, | મારી પાસે ઘણા ટુચકાઓ છે, |
I can’t begin. | હું તે શરુ નહીં કરું. | |
1:20:36 | So what is space? | તો અવકાશ શું છે? |
1:20:39 | If space contains time | જો અવકાશમાં સમય સમાવિષ્ટ હોય, |
then it is not space. | તો તે અવકાશ નથી. | |
1:20:46 | Then it is circumscribed, | તો તેની હદ ચારેકોરથી બંધાયેલી છે, |
limited. | સીમિત છે. | |
1:20:51 | So, can the brain | તો, શું મગજ સમયથી |
be free of time? | મુક્ત થઈ શકે? | |
1:20:59 | Sir, this is such an important, | સર, આ અતિ મહત્ત્વનો, |
immense question. | પ્રચંડ પ્રશ્ન છે. | |
1:21:03 | You don’t seem to gather it. | તમે આ સમજતા હો એમ લાગતું નથી. |
1:21:11 | If life, all life is contained | જો સમગ્ર જીવન અત્યારની પળમાં |
in the now, | સમાયેલું હોય, | |
1:21:16 | you see what it means? | તો એનો અર્થ શું એ તમે જુઓ છો? |
1:21:20 | All humanity is you. | સમગ્ર માનવજાત તમે છો. |
1:21:25 | All humanity, | સમગ્ર માનવજાત, |
because you suffer, he suffers, | તમે સહન કરો છો, તેથી બીજો માણસ સહન કરે છે, | |
1:21:28 | anxiety, pain and so on. | વ્યગ્રતા, દર્દ વગેરે. |
1:21:32 | His consciousness is you. | તેની ચેતના એ તમે છો. |
1:21:35 | Your consciousness, | તમારી ચેતના, |
your being, is him. | તમારું અસ્તિત્વ, એ તે છે. | |
1:21:41 | There is no you and me, | તમે અને હું, એવું કંઈ નથી, |
which limits space. | જે અવકાશને સીમિત કરે છે. | |
1:21:51 | So, is there an end to time? | તો, શું સમયનો અંત છે ખરો? |
1:21:59 | Not to the clock, | ઘડિયાળનો નહીં, તે તો |
which you wind and it stops. | તમે ચાવી ન આપો એટલે બંધ પડી જાય. | |
1:22:04 | To the whole movement of time. | સમયની સંપૂર્ણ ગતિનો અંત. |
1:22:09 | Time is movement, | સમય ગતિ છે, |
a series of incidents, movements. | બનાવોની, હિલચાલોની હારમાળા છે. | |
1:22:17 | Thought is a series of movements, | વિચાર હિલચાલોની હારમાળા છે, |
so time is thought. | માટે સમય વિચાર છે. | |
1:22:23 | So we are asking: | તો આપણે પૂછીએ છીએ: |
if space contains time – | જો અવકાશમાં સમય સમાવિષ્ટ હોય - | |
1:22:30 | yesterday, tomorrow, etc. | ગઈકાલ, આવતીકાલ વગેરે. |
– it is not space. | - તો તે અવકાશ નથી. | |
1:22:37 | So, is there an end to time? | માટે, શું સમયનો અંત છે ખરો? |
1:22:41 | Which means | એનો અર્થ એ કે |
is there an end to thought? | શું વિચારનો અંત છે ખરો? | |
1:22:45 | So, which means | એનો અર્થ એ કે |
is there an end to knowledge? | શું જ્ઞાનનો અંત છે ખરો? | |
1:22:50 | So, is there an end to experience? | એટલે કે, શું અનુભવનો અંત છે ખરો? |
1:22:57 | Which is total freedom. | જે છે સંપૂર્ણ મુક્તિ. |
1:23:03 | And this is meditation – | અને આ છે ધ્યાન - |
1:23:07 | not sitting on the banks | નહીં કે નદીકિનારે બેસવું અને |
and looking at the… | જોયા કરવું વગેરે... | |
1:23:10 | That’s all too childish. | તે બધું તો ખૂબ બાલિશ છે. |
1:23:13 | This demands a great deal | આ માત્ર અતિશય પ્રમાણમાં |
of not only the intellect | બુદ્ધિ જ નહીં, પરંતુ અંતર્દૃષ્ટિ | |
1:23:20 | but an insight – don’t use | પણ માગે છે - કૃપા કરી |
that word again, please – | આ શબ્દનો પ્રયોગ ફરી ન કરતા - | |
1:23:26 | insight into all this – | આ બધામાં અંતર્દૃષ્ટિ - |
1:23:33 | the physicist, the artist, | ભૌતિકશાસ્ત્રવિદ્, કળાકાર, |
1:23:39 | the painter, the poet and so on | ચિત્રકાર, કવિ વગેરે |
have limited insight. | પાસે સીમિત અંતર્દૃષ્ટિ હોય છે. | |
1:23:46 | Limited, small. | સીમિત, અલ્પ. |
1:23:49 | We are talking about | આપણે વાત કરી રહ્યા છીએ |
a timeless insight. | સમયહીન અંતર્દૃષ્ટિની. | |
1:23:57 | So this is meditation, | તો આ છે ધ્યાન. |