Summaries of Krishnamurti's audios and videos home



BO84T1 - જીવનનો વિશિષ્ટ ગુણધર્મ

પહેલું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૪ ફેબ્રુઆરી ૧૯૮૪

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

શીખવું એક નદી જેવું છે, વહેતી, હરહંમેશ પોતાને નૂતન કરતી નદી જેવું.

શું આપણે દુનિયામાં જે બની રહ્યું છે તેનું અવલોકન કરી શકીએ?

યુધ્ધોનું કારણ શું છે?

આપણી ચેતના - જે છે તમે જે અનુભવો છો, જે વિચારો છો, તમારી પ્રતિક્રિયાઓ, માન્યતાઓ, પીડા, વ્યગ્રતા, એકલતા, દુ:ખ, પ્રેમનો અભાવ - બધા માનવો સાથે વહેંચાયેલી છે.

તમારી જવાબદારી શી છે?

શું એવું મગજ હોવું શક્ય છે, જે મુક્ત હોય, જેથી સમસ્યાઓને ઉકેલી શકે, નહીં કે જે સમસ્યાઓમાં રહીને પછી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરે?

તમે કોઈને પ્રેમ કરો છો?

* * *

BO84T2 - ક્રિયા અને પ્રતિક્રિયાનું અનંત ચક્ર

બીજું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૫ ફેબ્રુઆરી ૧૯૮૪

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

શા માટે આપણે સંઘર્ષમાં જીવીએ છીએ?

શું એવું રોજિંદું જીવન જીવવું શક્ય છે જેમાં ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન વચ્ચે કોઈ વિભાજન ન હોય?

અપમાન કે વખાણને રેકોર્ડ ન કરવું શક્ય છે?

જ્યારે તમે કોઈ વસ્તુ વિષે વિચારતા હો, ત્યારે તમે વિચારવાનો શો અર્થ કરો છો?

સમય માણસનો શત્રુ છે. પ્રકાશ એ કાંઈ સમય થકી પ્રબુદ્ધતા નથી. એ એક સફળતા પછી બીજી સફળતા એમ ક્રમિક પ્રક્રિયા નથી.

હું હિંસા છું, હું લોભ છું, હું ક્રોધ છું. પછીથી હું કહું છું કે, ‘હું ક્રોધિત થયો છું’, પણ હકીકત એ છે કે ક્રોધ, ઈર્ષા, દ્વેષ, વ્યગ્રતા હું જ છું. એટલે દૃષ્ટા જ દૃશ્ય છે.

* * *

BO84Q - પ્રશ્નોત્તરી સભા

બોમ્બે (મુંબઈ), ભારત
૯ ફેબ્રુઆરી ૧ ૯૮૪

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

પ્રશ્ન-૧: સૌંદર્ય એટલે શું? શા માટે આપણને સુંદર વસ્તુઓ ગમે છે?

પ્રશ્ન-૨: શું વાસ્તવનો ઇન્દ્રિયબોધ વિચારની દખલ વિના શક્ય છે?

પ્રશ્ન-૩: માણસ એવા પતિ સાથે કેવી રીતે રહી શકે જે તેની સંભાળ નથી રાખતો?

પ્રશ્ન-૪: શું જીવનમાં લગ્ન કરવું જરૂરી છે? પુરુષ અને સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધ શો છે?

પ્રશ્ન-૫: મગજ અને મન વચ્ચે શો ફરક છે?

પ્રશ્ન-૬: આસ્થા એટલે શું?

પ્રશ્ન-૭: જો માનવચેતના એક છે, તો એવું કેમ છે કે એક માણસ સુખી છે અને બીજો દુઃખી છે?

પ્રશ્ન-૮: જો દુનિયાના મહાન ધર્મો એ સાચા ધર્મો નથી, તો સાચો ધર્મ શું છે?

* * *

BO84T3 - જીવવાની અને મરવાની કળા

ત્રીજું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

શું આ પાગલ જગતમાં એવું જીવન જીવવું શક્ય છે, જેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અને સંઘર્ષ ન હોય?

જીવવાની કળા શી છે?

જયાં આપણી અંદર માનસિક રીતે વિભાજન હોય, ત્યાં સંઘર્ષ હોય જ, અને એથી અવ્યવસ્થા હોય જ. જયાં સુધી અવ્યવસ્થા હોય, ત્યાં સુધી વ્યવસ્થા મેળવવાનો પ્રયત્ન પણ અવ્યવસ્થા જ રહે છે.

ભયનાં ઘણાં મૂળ છે કે માત્ર એક જ મૂળ છે?

ભૂતકાળ મગજમાં સ્મૃતિ તરીકે સંગ્રહાયેલાં અનુભવ અને જ્ઞાન છે. સ્મૃતિમાંથી વિચાર ઉદ્ભવે છે. સમય ભૂતકાળ છે, સ્મૃતિ ભૂતકાળ છે. એટલે સમય અને વિચાર એક જ છે, અલગ નથી.

મૃત્યુ એટલે શું?

શું વિષાદનો અંત છે ખરો? કે પછી માનવે હંમેશ માટે આનો બોજો ઉઠાવવો જ રહ્યો?

* * *

BO84T4 - પ્રેમ, સ્વતંત્રતા, સારપ, સુંદરતા બધું એક જ છે

ચોથું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૧૨ ફેબ્રુઆરી ૧૯૮૪

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

સ્વતંત્રતા એટલે શું? અડગ સ્વતંત્રતાનો આ આંતરિક, પ્રમાણભૂત, ગહન ભાવ - કશાકમાંથી નહીં. એ સ્વતંત્રતા એટલે શું?

ધર્મ એટલે શું?

એ સુખસગવડ માટેની, મદદ માટેની ઇચ્છા છે, જે ભ્રમોનું સર્જન કરે છે.

જ્યારે તમે ધ્યાનમાં તમારા વિચારનું નિયંત્રણ કરવા માગતા હો છો, ત્યારે નિયંત્રક કોણ છે? જ્યારે તમે કામધંધા ઉપર, કે બીજે ક્યાંક હો છો, ત્યારે નિયંત્રક કોણ છે? શું એ પણ વિચારનો જ ભાગ નથી?

ઇચ્છાનો સ્રોત શું છે?

સભાન ધ્યાન એ ધ્યાન નથી કારણ કે એ ઇચ્છામાંથી ઉદ્ભવેલું છે.


* * *

RA85T1 - તમે જે કંઈ વિચારો છો, તે તમે છો

પહેલું જાહેર પ્રવચન
રાજઘાટ - વારાણસી, ભારત
૧૮ નવેમ્બર ૧૯૮૫

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

પ્રકૃતિ સાથે આપણો શો સંબંધ છે અને એકબીજા સાથે આપણો શો સંબંધ છે?

સ્વાર્થવૃત્તિ આપણા જીવનનો પ્રધાન સૂર છે.

વિચારવું એટલે શું?

સમસ્યાઓને હલ કરવા માટે આપણું મગજ ક્યારેય પણ સમસ્યારહિત હોઈ શકે?

જયારે અનુભવ થાય છે ત્યારે માહિતી ઉપજે છે.

શું આપણે તદ્દન નિઃસ્વાર્થ હોઈ શકીએ?

જીવનમાં સલામતી ન હોય એવું હોઈ શકે. જીવન જીવવા માટે છે. નહીં કે પ્રશ્નો સર્જવા માટે અને પછી તેને ઉકેલવા માટે. દુઃખ, પીડા હોય તે માટે નહીં. તે જીવવા માટે છે, અને તેનું મૃત્યુ થશે.

* * *

RA85T2 - સમગ્ર સમય અત્યારની પળમાં સમાયેલો છે

બીજું જાહેર પ્રવચન
રાજઘાટ - વારાણસી, ભારત
૧૯ નવેમ્બર ૧૯૮૫

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

સુંદરતા એટલે શું?

જે ક્ષણે તમે તે પર્વતોની ભવ્યતા, વૈભવ જુઓ છો ત્યારે તમને શું થાય છે - તમે શું અનુભવો છો? તે ક્ષણે, અથવા તો થોડી મિનિટો, તમારું અસ્તિત્વ હોય છે ખરું?

વિશ્વનું વિભાજન.

ઇચ્છા શું છે, અને કેમ તે આપણી ઉપર વર્ચસ્વ ધરાવે છે?

શું ઉત્તેજનાને વિચાર દ્વારા પકડી ન શકાય?

જયારે ઉત્તેજના અને વિચારની વચ્ચે સમય હોય છે, અંતરાળ હોય છે, ત્યારે તમે ઇચ્છાના મૂળ સ્વરૂપને સમજશો..

ભયનું ઉગમસ્થાન શું છે?

સમગ્ર સમય - ભૂત, ભવિષ્ય તથા વર્તમાન - અત્યારની પળમાં સમાયેલો છે.

શું તમે તેનું મહત્ત્વ સમજશો કે જો આ પળે, આજે પરિવર્તન ન થાય, તો તમે આવતીકાલે જેવા છો તેવા જ રહેશો?

* * *

RA85D - આપણે શા માટે આધ્યાત્મિક અને સાંસારિક એવું વિભાજન કરીએ છીએ?

જાહેર સંવાદ
રાજઘાટ - વારાણસી, ભારત
૨૧ નવેમ્બર ૧૯૮૫

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

શા માટે તમે જીવનને, તમારા રોજિંદા જીવનને, તમારી આધ્યાત્મિકતાની કલ્પનાઓથી જુદું પાડો છો?

શા માટે તમે અનુબંધિત છો? શા માટે તમે આને સ્વીકારો છો?

આપણે બીજી વ્યક્તિ વિષે એક માનસિક છબી બનાવીએ છીએ, આપણા સ્વભાવ પ્રમાણે, આપણી માહિતી પ્રમાણે, આપણા ભ્રમો પ્રમાણે, આપણી કલ્પનાઓ પ્રમાણે.

તમે ‘સંબંધિત’નો શો અર્થ કરો છો? ‘મારો તેમની સાથે સંબંધ છે’ - એનો અર્થ શો?

આપણે શા માટે આધ્યાત્મિક અને સાંસારિક એવું વિભાજન કરીએ છીએ?

જો તમે વક્તાને પ્રશ્ન કરો, તો પ્રશ્નમાં પોતાની જ જીવનશક્તિ છે, ઊર્જા છે; જવાબમાં નથી, કારણ કે જવાબ પ્રશ્નની અંદર છે.

પ્રશ્ન: કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયાનાં વિવિધ કેન્દ્રો સતત અને હંમેશાં કહે છે કે તેઓ 'કૃ'ની શીખનું કેન્દ્ર છે. તો, હવે જયારે આપણી પાસે બૌદ્ધ શીખ, ખ્રિસ્તી શીખ અને કૃષ્ણમૂર્તિ શીખ છે, તો શું આ કહેવાતી 'કૃ'ની શીખની પણ એવી જ દશા થશે જેવી બુદ્ધની અને ઈસુ ખ્રિસ્તની શીખની થઈ છે?

* * *

RA85T3 - જ્યાં સુધી કોઈ મધ્યસ્થ છે, ત્યાં સુધી ધ્યાન નથી

ત્રીજું જાહેર પ્રવચન
રાજઘાટ - વારાણસી, ભારત
૨૨ નવેમ્બર ૧૯૮૫

Video

 ગુજરાત   English-ગુજરાત

સારાીંશ

શું કોઈ અન્ય પ્રકારનું શીખવું છે જે માત્ર પાકું યાદ કરી લેવું એટલું જ ન હોય?

શા માટે આપણે કંઈ પણ કરવા માટે આટલો અતિશય પ્રયત્ન કરીએ છીએ?

જ્યાં દુઃખ હોય, ત્યાં પ્રેમ હોઈ શકે?

પૃથ્વી ઉપર દરેક માણસ, સૌથી ગરીબથી માંડીને સૌથી અમીર, સૌથી શક્તિશાળીથી માંડીને સૌથી નબળો, દુઃખ ભોગવે છે.

દુઃખ તમારા એકલાનું નથી, કારણ કે તમારી આજુબાજુ દરેક માણસ દુઃખ ભોગવે છે.

શા માટે આપણે મૃત્યુથી આટલા ડરીએ છીએ?

હું શા માટે મારા જોડાણથી મુક્ત ન થઈ શકું, અત્યારે?

ધર્મનો કર્મકાંડો સાથે, પ્રતીકો સાથે કોઈ જ સંબંધ નથી.

જ્યાં સુધી કોઈ મધ્યસ્થ છે, ત્યાં સુધી ધ્યાન નથી.

* * *



Copyright ©1980 Krishnamurti Foundation Trust Ltd.